21 mi sadi nu ver - 43 in Gujarati Fiction Stories by hiren bhatt books and stories PDF | 21મી સદીનું વેર - 43

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

21મી સદીનું વેર - 43

21મી સદીનું વેર

પ્રકરણ-42

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

શિતલે કાગળ વાંચ્યો તો તેમા લખ્યુ હતુ કે “તમને તમારા બધાજ કાગળ જુનાગઢથી મળી જશે. આ માટે તમારે મંગળવારે સવારે દશ વાગે જુનાગઢ પહોંચી નીચેના નંબર પર ફોન કરવાનો. અને હા ખાસ ધ્યાન રહે કે તમારે એકલાએ જ આવવાનું છે. ”આટલુ લખી નીચે એક મોબાઇલ નંબર લખેલો હતો. આ વાંચી શિતલને ખુબજ ગુસ્સો આવ્યો અને ડર પણ લાગ્યો કે જુનાગઢ શુ કામે બોલાવી છે? ક્યાંક આ શિખર સાથે સોદો કરીને મને બેવકુફ નહી બનાવેને? પણ હવે કંઇ થઇ શકે એમ નથી. જો તે ડબલગેમ રમે તો શિતલ અને રૂપેશ બન્ને પાયમાલ થઇ જાય એમ હતા. તે વિચાર કરતી હતી ત્યાં રૂપેશ આવ્યો એટલે શિતલે તેને કાગળ વાંચવા આપ્યો. રૂપેશ કાગળ વાંચીને ખુબજ ગુસ્સે થઇ ગયો અને બોલ્યો “ આ હરામી મારા હાથમાં આવે તો તેને પુરો કરી નાખુ. જાણે આપણે તેના નોકર હોય તેમ રમાડે છે. તું એકલી જુનાગઢ નહી જાય તે ગમે તે કહે. ”

આ સાંભળીને શિતલે કહ્યુ “હવે આપણાથી કંઇ થઇ શકે તેમ નથી. તે કહે તેમ આપણે કરવુજ પડશે. પૈસા પણ તેને આપી દીધા છે એટલે હવે જે પણ થશે તેમાં આપણુ જ નુકશન છે અને તને ખબર છે ને કે પૈસા આપણે કઇ રીતે તેને આપ્યા છે?”

આ સાંભળતાજ રૂપેશ ઢીલો થઇ ગયો અને તેનો ગુસ્સો ગાયબ થઇ ગયો. રૂપેશનો ગુસ્સો હતાશામાં ફેરવાઇ ગયો અને બોલ્યો “યાર મસ્ત પ્લાન ચાલતો હતો ત્યાજ આ આવ્યો ને પ્લાનની પથારી ફરી ગઇ. ”

ત્યારબાદ બન્નેએ ચા પીધી અને પછી ત્યાંથી નીકળી ગયા.

શિતલનો ફોન કટ કરીને કિશને શિખરને ફોન લગાવ્યો અને કહ્યુ “ભાઇ તારૂ કામ પતી ગયુ છે. 10 લાખ રૂપીયા પણ આવી ગયા છે. અને શિતલ તેના બધા સબુત લેવા મંગળવારે અહી આવશે. બોલ હવે શું કરવુ છે?”

આ સાંભળી શિખર ખુશ થતો બોલ્યો “ વાહ યાર બધા કહે છે કે વકીલ અને પોલીશ સાથે દોસ્તી પણ ના કરાય અને દુશ્મની પણ ના કરાય. પણ હું તો કહીશકે તારા જેવો એકાદ વકીલ મિત્રતો હોવો જ જોઇએ. થેંક્યુ વેરી મચ. અને હવે સાંભળ આગળ શું કરવુ તે વાત ફોન પર કરવાની મજા નહી આવે. હું કાલે સાંજે તારી ઓફીસ પર આવીશ અને આપણે સાથે ડીનર લઇશુ ઓકે?”

કિશને કહ્યુ “ઓકે તો કાલે મળીએ. ” એમ કહી કિશેને ફોન મુકી દીધો. ત્યારબાદ કિશને ગણેશને કહ્યુ ચાલ હવે ગાડી કાઢ રૂમ પર જઇએ. ગણેશ કાર લઇને આવ્યો એટલે કિશન તેની પાસેની સીટ પર બેસતા બોલ્યો “એક કામ કર કાળવા ચોકમાંજ લઇલે. જમવાનુ પાર્સલ કરાવતા જઇએ એટલે પાછુ બહાર નીકળવુ ન પડે. ગણેશે પટેલ પરોઠા હાઉસમાંથી જમવાનુ પાર્સલ કરાવ્યુ અને કારને કિશનના રૂમ પર લીધી. રૂમ પર જઇને કિશન બાથરૂમમાં ફ્રેશ થવા ગયો ત્યાં સુધીમાં ગણેશે પાર્સલ ખોલીને બન્નેની થાળી તૈયાર કરી. કિશન બહાર નીકળ્યો એટલે બન્ને જમવા બેઠા. જમતા જમતા કિશને ગણેશને કહ્યુ

“ગગનનો ફોન હતો કે કાલે સપનાને સિવિલમાંથી ડીસ્ચાર્જ આપશે. મે ગગનને કહ્યુ છે કે તુ ડૉક્ટર પાસેથી બધા રીપોર્ટ માગજે અને કહેજે કે અમારે અમદાવાદ સિવિલમાં જવુ છે એટલે અને સપનાની કમ્પ્લીટ મેડીકલ હીસ્ટરી સહી અને સીકા સાથે લખી આપો અને તેના બધાજ રીપોર્ટ્સની ફાઇલ પણ આપો. એ આવુ કહેશે એટલે ડૉક્ટર મુંઝાશે અને પછી ચોક્કશ ત્યાં કંઇક બનશે. એટલે તુ તારા માણસને કહેજે કે કાલે ત્યાં ચાંપતી નજર રાખે. ”

આ સાંભળીને ગણેશે કહ્યુ “ત્યાં મારો જે માણસ છે તે એકદમ તેજ અને તરાર છે. છતા હું તેને ફોન કરી સાવચેત કરી દઇશ. કાલે એકપણ માહિતી છટકશે નહી. ” આમ કહી તે થોડુ રોકાયો અને પછી બોલ્યો “પેલા કાના આહીર પાછળ મુકેલા માણસનો પણ આજે ફોન હતો. તે કહેતો હતો કે આ માણસ પાસેથી કોઇ માહિતી હોય એવુ લાગતુ નથી. આખો દિવસ રખડ્યાજ કરે છે. ”

“ના, તો પણ તેને હમણા ત્યાંજ રહેવાદે ક્યારેક એવુ પણ બને છે કે આપણે આશા છોડી ને પાછા વળીએ ત્યારે મંજીલ એકદમ નજીક જ હોય છે તે આપણને ખબર હોતી નથી. ”

જમીને કિશને ગણેશને કહ્યુ “હવે હું ક્યાંય બહાર નીકળવાનો નથી. તુ હવે જા”

“કિશનભાઇ આ રાતનુ જોખમ તમે ખોટુ લો છો. મને અહી રહેવામાં કોઇ વાંધો નથી. અને હવે તમે એક વ્યવસ્થિત ઘર રાખી લો આવી રૂમ ના ચાલે. અહીતો તે લોકો આરામથી તમારા સુધી પહોંચી શકે છે. ”

કિશનને ગણેશની વાત સાચી લાગી એટલે તેણે કહ્યુ “તારી વાત સાચી છે હવે ટુંક સમયમાં મકાનની કંઇક વ્યવસ્થા કરવી પડશે. ” એમ કહી કિશને ગણેશને રવાના કર્યો અને પોતે રૂમ બંધ કરી લાંબો થયો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. કિશને ફોન ઉચક્યો તો સામેથી કહ્યુ “કિશનભાઇ હું ઝંખના બોલુ છું. મારે તમને કાલે મળવુ છે. ”

આ સાંભળી કિશનના મો પર સ્માઇલ આવી ગયુ અને તે બોલ્યો “ઓકે તમે કયારે આવી શકશો મળવા?”

“બપોરે ત્રણેક વાગે તમે કહો ત્યાં આવી જઇશ. ” ઝંખના એ કહ્યુ.

“ઓકે તો તમે બપોરે ત્રણવાગે ડૉ. ચિખલીયાની હોસ્પીટલ સામે આવેલ અક્ષર આઇસ્ક્રીમમાં આવી જજો. ”

આ સાંભળી ઝંખનાએ ડરતા ડરતા કહ્યુ “પણ તમે પેલી ડી. વી. ડીની વાત ત્યાં સુધી કોઇને કરતા નહી. પ્લીઝ. ”

આ સાંભળીને કિશનને તેના પર દયા આવી ગઇ એટલે તેણે કહ્યુ “તમે ચિંતા ન કરતા તેના વિશે કોઇને કશી ખબર નહી પડે. તમે મને બધીજ વાત દિલ ખોલીને કરી દેજો. બાકી બધુ હું સંભાળી લઇશ. અને તમે આવો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે કોઇ તમારો પીછો નથી કરતુને?”

ત્યારબાદ કિશને ફોન મુકી દીધો અને વિચારવા લાગ્યો કે આ છોકરી તો એકદમ ગભરાઇ ગઇ હોય એવુ લાગે છે. તો શું તેને કોઇએ ફસાવી હશે? કે પછી તે મારી સામે ડરવાની એક્ટીંગ કરે છે. આમનેઆમ તે વિચારતો રહ્યો અને છેલ્લે તેણે નિર્ણય કર્યો કે હજુ આ ઝંખના પર એટલો બધો વિશ્વાસ નથી મુકવો. કાલે તેની વાત સાંભળ્યા પછીજ કંઇક ખબર પડશે. ત્યારબાદ કિશન રૂમની લાઇટ બંધ કરીને ઉંઘી ગયો.

સવારે નવ વાગે ગણેશ આવ્યો ત્યારે કિશન તૈયાર થઇને બેઠો હતો. બન્ને કારમાં બેઠા એટલે કિશને કહ્યુ “કોર્ટ પર લઇલે. ”

ગણેશે કારને કોર્ટ તરફ જવા દીધી અને 10 મિનિટમાંતો કાર કોર્ટના પરીશરમાં પહોંચી ગઇ. કિશને કારમાંથી ઉતરતા ગણેશને કહ્યુ “હવે બે વાગ્યા સુધી અહીજ રહેવાનો છું એટલે તુ સિવિલમાં જા અને ત્યાં ધ્યાન રાખજે. મને એવુ લાગે છે કે આજે ત્યાં જરૂર કંઇક લીંક મળશે. અને કંઇ પણ જાણવા મળે તો મને ફોન કરજે. હું તને ફોન કરૂ ત્યાં સુધી ત્યાંજ રહેજે. ” આમ કહી કિશન કોર્ટમાં કામ પતાવવા દાખલ થયો. અને ગણેશે કારને સિવિલ તરફ જવા દીધી.

લગભગ એકાદ કલાક પછી કિશનના મોબાઇલમાં ગણેશનો ફોન આવ્યો અને તેણે કહ્યુ “કિશનભાઇ તમે જેમ કહ્યુ હતુ તેમજ થયુ છે ગગને અમદાવાદ જવાનુ કહ્યુ એ સાથે જ પેલો ડૉકટર ગભરાઇ ગયો અને પછી હમણા આવુ એવુ કહીને જતો રહ્યો. અમે તે ડોક્ટરના એપ્રનમાં ગેઝેટ્સ મુકી દીધુ છે. પણ હવે તે ડોક્ટર રીપોર્ટ્સ આપવાની ના પાડે છે. ગગન તમને ફોન કરવા જતો હતો પણ મે તેને ત્યાંજ રોકીને તમને ફોન કર્યો છે. ”

આ સાંભળી કિશન બોલ્યો “હવે મજા આવશે. એક કામ કર તું ગગન પાસે જા અને કહે કે ડૉક્ટર સાથે મને વાત કરાવે. અને સાંભળ તું એમા ક્યાંય સામેલ થતો નહી. જરૂર પડે તો તારા માણસનો ઉપયોગ કરજે. ”

એમ કહી કિસને ફોન કટ કરી નાખ્યો. પાંચ મિનિટ પછી ગગનનો ફોન આવ્યો “કિશનભાઇ લો ડોક્ટર સાહેબને ફોન આપુ છુ” એમ કહી ગગને ફોન ડોક્ટરને આપી દીધો એટલે કિશને કહ્યુ “હાલો ડૉક્ટર હું એડ્વોકેટ કિશન પંડ્યા બોલુ છું. તમારૂ નામ શું?”

એડવોકેટ સાંભળી પેલો ડૉક્ટર તો એકદમ ડરી ગયો અને થોથવાતા બોલ્યો “ડૉ. હરીશ સોલંકી. ”

તેને આ રીતે થોથવાતા જોઇને કિશને વિચાર્યુ હવે પકડ જમાવી લેવાનો મોકો છે. એટલે તેણે કહ્યુ

“ ડોક્ટર તમારી બાજુમાં ઉભેલ ગગન મારો સંબંધી છે અને તેને અમદાવાદ તેની બહેનને લઇ જવી છે એટલે બધા રીપોર્ટસ અને ટોટલ મેડીકલ હિસ્ટરીની ફાઇલ સાઇન સીક્કા સાથે બનાવી આપજો. ”

“પણ તે હવે એકદમ નોર્મલ છે તેને ક્યાંય લઇ જવાની જરૂર નથી. ”

“જો ડોક્ટર એ તમારો પ્રોબ્લેમ નથી. તમે માત્ર ફાઇલ અને બધા રીપોર્ટસ કમ્લીટ કરી આપી દો. નહેતર મારે ડીસીપી રાણાને ફોન કરવો પડશે. ” આ સાંભળી પેલો તો એકદમ ડઘાઇ ગયો અને માંડ માંડ બોલ્યો “હા હું તેની ફાઇલ તૈયાર કરાવુ છું”

કિશને વિચાર્યુ હવે છેલ્લો વાર કરીજ લેવા દે એટલે તેણે કહ્યુ “ડોક્ટર જોજો બધાજ કાગળ કમ્પ્લીટ જોઇએ નહીતર પછી તમારી નોકરી ખતરામાં આવી જશે. ” આમ કહી કિશને ફોન કટ કરી નાખ્યો અને ગણેશને ફોન કર્યો

“હવે તે ડૉક્ટર રીપોર્ટ્સ આપી દેશે. તેને બરાબર રેચ આપી દીધો છે. સપનાને ડીસ્ચાર્જ કરે એટલે તેને તેના ગામની સ્પેશિયલ ટેક્ષી કરી મોકલી દેજે. અને તેના બધા રીપોર્ટ્સની એક કોપી લઇલેજે. પેલુ ગેઝેટ ગમેતેમ કરીને કબજે કરી લેજો. અને તું અડધા કલાક પછી મને લેવા આવીજા. ”એમ કહી કિશને ફોન કટ કરી નાખ્યો.

ગણેશ કાર લઇને આવ્યો એટલે કિશન તેની બાજુની સીટમાં બેસી ગયો અને કહ્યુ “ઓફીસ પર લઇલે. ”

ગણેશે કારને ઓફીસ તરફ જવા દીધી. ઓફીસ પર પહોંચી કિશને બન્ને માટે નાસ્તો મંગાવ્યો. નાસ્તો કર્યા પછી કિશને એક-બે ફોન કોલ્સ કર્યા. અને પછી ગણેશને કહ્યુ “ચાલ ડૉ. ચિખલીયાના દવાખાના પર કાર લઇલે. ”

ગણેશે કાર બસસ્ટેન્ડ પાસેથી આગળ લીધી એટલે કિશને કહ્યુ “ત્યાં સામે અક્ષર આઇસ્ક્રીમ પાસે ઉભી રાખ અને તુ પાછળ તળાવ પર ગાડી પાર્ક કરી ઉભો રહેજે. હું ફોન કરૂ ત્યારે અહી આવી જજે. ” અક્ષર આઇસ્ક્રીમ પાસે કાર ઉભી રહી એટલે કિશન ઉતરી ગયો. આજુબાજુ કોઇ તેના પર નજર રાખતુ નથીને તે ચેક કરી અક્ષર આઇસ્ક્રીમ પાર્લરમાં દાખલ થયો. ઝંખના આવીને છેલ્લે ખુણાના ટેબલ પર બેઠી હતી એટલે કિશન ત્યાં જઇને બેઠો અને બોલ્યો “વધુ રાહ નથી જોવી પડીને?”

“ના ના હું પણ હમણાજ આવી” ઝંખનાએ કહ્યુ.

ત્યારબાદ કિશને બે આઇસ્ક્રીમનો ઓર્ડર આપ્યો. આઇસ્ક્રીમ આવ્યુ ત્યાં સુધી કોઇ કંઇ બોલ્યુ નહી. વેઇટર આવી આઇસ્ક્રીમ આપી ગયો એટલે કિશને જ વાતની શરૂઆત કરતા કહ્યુ

“જો તમે વાતની શરૂઆત કરો તે પહેલા તમને એક વાત કહી દઉ કે તમે જે પણ વાત કરશો તે મારા સિવાય કોઇને ખબર નહી પડે તેની હું તમને ખાતરી આપુ છું અને મારાથી શક્ય હશે ત્યાં સુધી આખા કિસ્સામાં તમારૂ નામ ક્યાંય આવે નહી તે હું ધ્યાન રાખીશ એટલે તમે કોઇ પણ વાત છુપાવ્યા વગર જે પણ હોય તે મને કહેજો. ”

આ સાંભળીને ઝંખનાની આંખમાં આસુ આવી ગયા અને તે બોલી “મારા કાલના વર્તન બદલ મને પસ્તાવો થાય છે સોરી. ” આમ કહી તેણે વાત કરવાની શરૂઆત કરી

“આ જે ફોટો અને વિડીયો છે તે એકદમ ખોટો છે અને એડીટીંગ કરીને બનાવેલો છે. ” ત્યારબાદ ઝંખના જાણે દ્રશ્ય સામેજ જોતી હોય તેમ કહેવા લાગી “આ વાત આજથી લગભગ 10 વર્ષ પહેલાની છે. હું મારી શાળામાંથી જુનાગઢ જીલ્લા કક્ષાના રમતોત્સવમાં ભાગ લેવા આવી હતી. મારી સાથે બીજી એક છોકરી હતી સપના. તે આપણા ગામ ડુંગરપુરની બાજુમાં આવેલ ઝાંપાગઢની હતી. અમે બન્ને રમતોત્સવમાં ભાગ લેવા જુનાગઢ આવ્યા હતા. રમતોત્સવ ત્રણ દિવસનો હતો. અમને એક હોસ્ટેલમાં ઉતારો આપ્યો હતો. તેમા હું અને સપના એક રૂમમાં હતા. પહેલે દિવસે રમતોત્સવના કાર્યક્રમબાદ અમે રૂમ પર પહોંચીને સુવાની તૈયારી કરતા હતા. ત્યાં એક છોકરો આવીને મને કહી ગયો કે નીચે તમને કોઇ મળવા આવ્યુ છે. હું નીચે ગઇ અને ત્યાં જઇ મે જોયુ તો બે અજાણ્યા યુવકો મારી રાહ જોઇને ઉભા હતા. મને જોઇને તે લોકો મારી પાસે આવ્યા અને એક કવર મને આપી બોલ્યા “આ કવર એકલી હોય ત્યારે જોઇ લેજે. ” એમ કહી તે નીકળી ગયા. હું રૂમમાં ગઇ ત્યારે સપના બાથરૂમમાં નહાવા ગઇ હતી એટલે કવર ખોલ્યુ અને તેમાંથી જે નીકળ્યુ એ જોઇ હું ધ્રુજી ગઇ. તેમા તમે આપેલ ડીવીડીમાં રહેલ વીડીયોની સીડી હતી અને બીજા એવા જ ફોટા હતા. સપના આવી જવાની બીકે મે ઝડપથી કવર લીધુ અને ફોટા કવરમાં મુકવા ગઇ ત્યાં કવરમાંથી એક કાગળ નીચે પડ્યો. મે ફોટા કવરમાં મુકી દીધા અને કવર મારા થેલામાં મુકી અને કાગળ વાંચવા લાગી. કાગળમાં લખ્યુ હતુ કે જો આ ફોટો અને સી. ડી બીજા કોઇ સુધી ના પહોંચે એવુ ઇચ્છતી હોય તો કાલે બે વાગે એકલી સિવિલ હોસ્પીટલમાં આવી જજે. આ વાંચી હું ધ્રુજી ગઇ. ત્યાં સપના બહાર આવી એટલે મે તે કાગળ છુપાવી દીધો. બીજા દિવસે બે વાગે રીક્ષા કરી હું સિવિલ હોસ્પીટલ પહોંચી તો ગેટ પર રાતે આવેલા બે યુવાનમાંથીજ એક મારી રાહ જોઇને ઉભો હતો. હું તેની પાસે પહોંચી એટલે તેણે મને તેની પાછળ આવવા કહ્યુ. તે મને સીવિલ હોસ્પીટલના એક રૂમમાં લઇ ગયો. ત્યાં એક માણસ બેઠો હતો હું ત્યારે તેને ઓળખતી નહોતી પણ હવે તે બહુ મોટો માણસ થઇ ગયો છે. ”

આટલુ બોલી ઝંખના થોડુ રોકાઇ એટલે કિશને કહ્યુ “તે વ્યક્તિ કોણ હતો?”

ઝંખનાએ આગળ કહેવાનુ ફરીથી ચાલુ કર્યુ “તે હતો અમોલ કોઠારી” આ નામ સાંભળી. કિશનને જોરદાર ઝટકો લાગ્યો તેને વિશ્વાસ ના આવ્યો એટલે પુછ્યુ “કોણ મહેસુલ મંત્રી અમોલ કોઠારી?”

ઝંખના એ જવાબ આપતા કહ્યુ “હા તેજ પણ ત્યારે તે મહેસુલ મંત્રી નહોતો. તે લોકશક્તિ પાર્ટીનો જુનાગઢ જીલ્લાનો પ્રમુખ હતો. તેણે મને કહ્યુ

“જો તુ ઇચ્છતી હોય કે તારા આ બધા ફોટો છુપા રહે તો અમે કહીએ તેમ કરજે. ”

આ સાંભળી હું ખુબ ડરી ગઇ. મે રડતા રડતા કહ્યુ “પ્લીઝ મને જવાદો. ” તો તેણે કહ્યુ જા પણ યાદ રાખજે તે જે ફોટો જોયા છે તે કાલે તારા ગામની એક એક દિવાલ પર જોવા મળશે. ”

આ સાંભળી હુ ડરી ગઇ એ જોઇ “તેણે મને કહ્યુ આ ડોક્ટર સાથે જા. ” મે પાછળ ફરી જોયુ તો એક ડોક્ટર ઉભો હતો. હું તેની સાથે ગઇ તો તે મને એક બીજા રૂમમાં લઇ ગયો જ્યાં એક બેડ હતો. ડોક્ટરે મને સુઇ જવા કહ્યુ એટલે હું ડરતા ડરતા સુઇ ગઇ. ડોકટરે મને એક ઇંજેક્શન આપ્યુ અને હું બે મિનિટમાં બેભાન થઇ ગઇ પછી શું થયુ તે તો મને ખબર નથી પણ અડધા કલાક પછી હું ભાનમાં આવી ત્યારે અમોલ મારી પાસે આવ્યો અને તેણે મને એક લીસ્ટ આપ્યુ અને કહ્યુ “આ લીસ્ટમાં તો તારૂ બ્લડ ગૃપ O પોઝીટીવ લખ્યુ છે પણ તારૂ બ્લડ ગૃપતો બી પોઝીટીવ છે. ” આ સાંભળી મને યાદ આવ્યુ કે લીસ્ટમાં મારૂ અને સપનાનુ બ્લડ ગૃપ અદલાબદલી થઇ ગયુ હતુ. એટલે મે કહ્યુ “એ તો મારી રૂમ પાર્ટનરનું બ્લડ ગૃપ ભુલથી મારામાં લખાઇ ગયુ છે. ”

આ સાંભળી અમોલ ચમક્યો અને પછી ત્યાંથી જતો રહ્યો. થોડીવાર બાદ એક યુવાન મારી પાસે આવ્યો આ તેજ યુવાન હતો જે મને સિવિલના ગેટથી અહી સુધી લઇ આવ્યો હતો. તેણે મને કહ્યુ

“જો તને જવા દઇએ છીએ પણ તારે એક કામ કરવાનુ છે કે તારી રૂમ પાર્ટનરને કોલ્ડ્રીંક્સમાં નાખી આ ટેબ્લેટ પીવડાવી દેવાની છે. ” એમ કહી તેણે મને એક ટેબ્લેટ આપીને આગળ કહ્યુ “ આના વિશે કોઇને કંઇ ખબર પડી તો તારા પેલા ફોટા હજુ અમારીજ પાસેજ છે. એ યાદ રાખજે. ” એમ કહી તે મને રીક્ષામાં બેસાડી ગયો. મે રીક્ષાને વચ્ચે એક દુકાન પર રોકી એક કોલ્ડ્રીંક્સની બોટલ લીધી અને હોસ્ટેલ પર ગઇ. હોસ્ટેલ પર જઇ મે સપનાને ખબર ન પડે તેમ તેમાં ટેબ્લેટ નાખી દીધી. અને પછી સપનાને આપી. સપના તો ખુશ થઇ ગઇ અને તે બોટલ પી ગઇ. તે પછી અડધા કલાકમાં સપનાને પેટમાં ખુબજ દુખાવો ઉપડ્યો અને તેને સિવિલમાં દાખલ કરવી પડી. ત્યાં હું તેની સાથે ગઇ હતી. ડોકટરે તેને ચેક કરી કહ્યુ કે તેને એપેન્ડીક્ષનુ ઓપરેશન કરાવવુ પડશે. ત્યારબાદ તો તેના ઘરેથી બધા આવી ગયા અને હું ડુંગરપુર આવી ગઇ. તે પછી મને કંઇ ખબર નથી. આ ફોટો અને વિડીયો પણ તે પછી મે આજેજ જોયા. આ સિવાય હું કંઇ જાણતી નથી. ”

શિતલે વાત પુરી કરી એટલે કિશને કહ્યુ “તમને ખબર છે કે સપના સાથે શુ થયુ છે?”

ઝંખનાએ ના પાડી એટલે કિશને કહ્યુ “તે લોકોએ એપેન્ડીક્ષના ઓપરેશનનું બહાનુ બનાવી તેની એક કિડની કાઢી લીધેલી. ”

આ સાંભળી ઝંખના તો ધ્રુજી ગઇ અને રડતા રડતા બોલી “ આ બધુ મારા લીધેજ થયુ. પણ હું શુ કરૂ હું મજબુર હતી. ”

કિશનને લાગ્યુ કે આ છોકરી ખરેખર નિર્દોશ છે એટલે તેણે કહ્યુ “તમે ચિંતા નહી કરતા. તમારૂ કોઇ નુકશાન નહી થાય. પણ મારે તમારીજરૂર પડે ત્યારે મદદ કરવી પડશે. હું તમને પ્રોમીશ આપુ છુ કે તમારૂ નામ ક્યાંય બહાર નહી આવે. ”

ત્યારબાદ કિશને ઝંખનાના મોબાઇલ નંબર સેવ કરી લીધા અને પછી કહ્યુ “હવે તમે જાવ. હું થોડીવાર રહીને જઇશ. ”

આ સાંભળી ઝંખના ઉભી થઇને જતી રહી. કિશન થોડીવાર બેઠો પછી તેણે ફોન કરી ગણેશને આવી જવા કહ્યુ. કિશન બીલ ચુકવી બહાર નીકળ્યો ત્યાં કાર આવી ગઇ હતી. કિશને કારમાં બેસતા ગણેશને કહ્યુ “ઓફીસ પર લઇલે”

ઓફીસ પર જઇ કિશન વિચારવા લાગ્યો કે આમાતો અમોલ કોઠારી મહેસુલ મંત્રી સંકળાયેલો છે એટલે હવે ખતરો પણ વધી ગયો છે. હવે એકદમ સાવચેતીથી આગળ વધવુ પડશે. કિશને વિચાર્યુ હવે ગણેશને આખી વાત જણાવી દેવી પડશે એટલે તે એકદમ સાવચેત રહે. કિશને ગણેશને અંદર બોલાવ્યો અને કોલેજથી શરૂ કરી અત્યાર સુધીની બધીજ વાત કરી. આખી વાત સાંભળી ગણેશે કહ્યુ “કિશનભાઇ આમાતો તમારી ઉપર ખુબજ મોટો ખતરો રહેલો છે. હવે આપણે એકદમ સાવચેત રહેવુ પડશે અને હવે હું રાતે પણ તમારી સાથેજ રહીશ. તમારે હવે ફ્લેટમાંજ રહેવુ જોઇએ જેથી તમારી સીક્યુરીટી વધી જાય”

આ સાંભળી કિશને કહ્યુ “સારૂ આજે શિખર આવવાનો છે તેને વાત કરીશુ એટલે તે ક્યાંક સારો ફ્લેટ શોધી આપશે. ”

તે લોકો વાતો કરતા હતા ત્યાં નેહા આવી ને બેસી ગઇ એટલે કિશને કહ્યુ “શુ થયુ?”

“ ત્યાં સામે એક યુવાન ઉભો છે તે આપણા પર નજર રાખે છે. તે બે ત્રણ દિવસથી અહિજ ઉભો રહે છે. અને કોઇ સાથે ફોન પર વાર કરતો રહે છે. ”

આ સાંભળી કિશન અને ગણેશ ચમકી ગયા. કિશને ગણેશને કહ્યુ “ગણેશ તારો એક માણસ તેની પાછળ મુકી દે. આમપણ હવે હોસ્પીટલવાળો માણસ ફ્રી થઇ ગયો હશે. આ મોકો હવે હાથમાંથી જવો ના જોઇએ. ”

ગણેશે તરતજ ફોન લગાવ્યો અને તેના એક માણસને કામ સોપી દીધુ. ત્યારબાદ ગણેશ દરવાજા પાસે મુકેલ ખુરશીમાં જઇને બેઠો. કિશન અને નેહા કામ કરવા લાગ્યા. એકાદ કલાક કામ કર્યુ ત્યાં શિખર ઓફીસમાં દાખલ થયો એટલે કિશને ફાઇલ સાઇડમાં મુકી દીધી અને બોલ્યો “આવ ભાઇ આવ. ”

શિખર આવીને બેઠો એટલે કિશને નેહાને ચાનો ઓર્ડર આપવાનુ કહ્યુ અને બન્ને મિત્રો ગપ્પા મારવા લાગ્યા થોડીવાર વાત કર્યા પછી શિખરે કહ્યુ ચાલો જઇશું? એક કામ કર તારી કાર અહીજ રહેવાદે આપણે મારી કારમાંજ જતા રહીએ. ”

કિશને ગણેશને કહ્યુ “આ શિખરભાઇની કાર પાર્કીંગમાંથી કાઢ આપણે બહાર જવુ છે. ”

ગણેશ ચાવી લઇને જતો રહ્યો. બે મિનિટ પછી કિશન અને શિખર બહાર નિકળ્યા અને ગણેશ કાર લઇને આવ્યો એટલે બન્ને પાછળની સીટ પર ગોઠવાઇ ગયા.

ગણેશે પુછ્યુ “કઇ બાજુ જવુ છે?”

એટલે કિશને શિખર સામે જોયુ તો શિખરે કહ્યુ “રાજકોટ રોડ પર લઇલો ત્યાં ચોકી પાસે “સોરઠ હોટલ” છે ત્યાં શાંતિથી બેસીને વાતો કરીશું”

તે હજુ બોલતો હતો ત્યાં ગણેશે “ ગાંધી ચોકમાંથી કારને ડાબી બાજુ વળાંક લઇને રાજકોટ તરફ કારને જવા દીધી. એટલે શિખરે ગણેશ તરફ ઇશારો કરીને કિશનને પુછ્યુ “આ બધુ શુ છે?”

કિશનને ખબર જ હતી કે શિખર તેના વિશે પુછશેજ. એટલે કિશને શિખરને બધીજ વાત કરી. આ સાંભળી શિખર બોલ્યો “શું તુ મને તારો મિત્ર નથી સમજતો? મને તુ છેક અત્યારે વાત કરે છે?”

“ના યાર એવુ નથી. પણ આમાં હજુ સુધી મને પણ કંઇ ખબર નહોતી. એટલે તને કહુ પણ શુ?” કિશને કહ્યુ.

“જો હવે હું કહુ છુ તે તુ સાંભળ. મને ખબર છે કે તું જે પ્લાનીંગ કરીશ તે પરફેક્ટ જ હશે. પણ તારે મારી ક્યાય પણ જરૂર હોય તો અડધી રાત્રે પણ અવાજ કરજે. તારો આ મિત્ર તેની મિત્રતા નીભાવવામાં પાછો નહી પડે. ”

શિખર એકદમ લાગણીશિલ થઇને બોલતો હતો એટલે કિશને કહ્યુ “અરે યાર તારી મિત્રતા માટે મને ક્યારેય કોઇ શંકા નથી. અને જ્યારે તારી જરૂર પડશે ત્યારે તુ નહી કહે તો પણ તને પકડી લઇશ. ”

તે બન્ને વાત કરતા હતા ત્યાં સોરઠ હોટલ આવી ગઇ એટલે બધા નીચે ઉતર્યા. ગણેશે કિશનને કહ્યુ “તમે જમીલો મારે આજે સોમવાર હોવાથી એકજ ટાઇમ જમવાનુ હોય છે. હું અહીજ બેઠો છું. ”

કિશને કહ્યુ “ચાલ લસ્સી કે એવુ કંઇ ફરાળી ખાજે. ”

પણ ગણેશે ના પાડી એટલે બન્ને મિત્રો હોટલમાં ગયા અને જમવા બેઠા. જમવાનો ઓર્ડર શિખરેજ આપ્યો શુધ્ધ કાઠીયાવાડી ભોજન હતુ. એટલે બન્ને ને જમવાની મજા આવી. જમતા જમતા કિશને શિખરને શિતલ પાસેથી કંઇ રીતે પૈસા આવ્યા તે બધી વાત કરી. શિખરતો સાંભળીને દંગ રહી ગયો. અને બોલ્યો “મને એક વાત ન સમજાઇ કે તને કેવી રીતે ખબર પડી કે તે લોકો પાસે પૈસા આવી ગયા છે?”

કિશને હસતા હસતા કહ્યુ “એ તો મે પહેલેથીજ સુરત સ્પાઇ વાળા સુરેશ પાલને કહી તેની પાછળ એક માણસ મુકેલોજ હતો. તે લોકોએ રૂપેશનું ઘર ગીરવે મુકી રૂપીયા મેળવ્યા એ સાથે જ મને તેની પાછળ મુકેલા માણસે જાણ કરી દીધી હતી. ”

આ સાંભળી શિખરે કહ્યુ “તુ જબરો ખેલાડી છો બાકી. ”

“એ તો જીંદગી જ આવા ખેલ શિખવે છે. ” કિશને કહ્યુ.

ત્યારબાદ બન્ને એ આગળ શુ કરવુ તે નક્કી કર્યુ. અને જમીને બહાર નીકળ્યા ત્યાં ગણેશ કાર લઇને આવ્યો એટલે બન્ને બેસી ગયા. કાર ફરીથી જુનાગઢ તરફ દોડવા લાગી એટલે કિશને શિખરને કહ્યુ “મારે એક ટુ બી. એચ. કે ફ્લેટ ભાડે રાખવો છે તારા ધ્યાનમાં કોઇ હોય તો કહેજે. ”

આ સાંભળી શિખરના ચહેરા પર એક રહસ્યમય સ્મિત આવીને જતુ રહ્યુ અને તે બોલ્યો “ હા હું કંઇક વ્યવસ્થા કરી આપુ છુ. ” આ જવાબ કિશનને કંઇક વિચિત્ર લાગ્યો પણ તે કંઇ બોલ્યો નહી.

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર. મિત્રો આ મારી પહેલી નવલકથા છે. તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160

Email id:- hirenami. jnd@gmail. com

Facebook id:- hirenami_jnd@yahoo. in