Backfoot Panch - 12 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | બેકફૂટ પંચ-ep.૧૨

Featured Books
Categories
Share

બેકફૂટ પંચ-ep.૧૨

બેકફૂટ પંચ-૧૨

(આગળ ના પ્રકરણ માં આપે વાંચ્યું કે આદિત્ય વર્મા ભારતીય ક્રિકેટ નો સીતારો બની ગયો હતો. પોતાની મા ની માનસિક સ્થિતિ થી પરેશાન આદિત્ય માઈન્ડ ફ્રેશ કરવા લંડન આવે છે જ્યાં સત્યા અને ચીના નામ ના બે કુખ્યાત આતંકવાદી ઓ દ્વારા એનો પીછો ચાલુ હોય છે . આદિત્ય પોતાનું ખોવાયેલું પાકીટ આપવા આવેલ લિસા ના પ્રેમ માં પડે છે. બંને પરસ્પર પ્રેમ નો સ્વીકાર કરે છે. આતંક - એ - ઇન્ડિયા ના લોકો આદિત્ય પર નજર રાખી બેઠા હોય છે અને સમય આવતા લિસા નું કિડનેપ કરી લે છે. કોઈ અજાણ્યા નમ્બર પર થી આવેલા કોલ થી આદિત્ય ને એ વિશે ની માહિતી મળે છે. ATF ના હેડ મેજર સૂર્યવીર સિંહ આદિત્ય ની મદદ માટે બે ઓફિસર ને લંડન મોકલે છે જ્યાં એમને એરપોર્ટ પર લેવા આવેલો ટેક્ષી ડ્રાઈવર બંને ને ઓળખતો હોય છે .... હવે આગળ... )

કાર જેમ જેમ આગળ વધી રહી હતી એમ એમ ગણેશ ના ચેહરા પર ચીંતા માં વધારો થઈ રહ્યો હતો.. એના હાથ રિવોલ્વર પર જ હતા.. વાતાવરણ માં ગંભીરતા અને સન્નાટો હતો.. જસવિંદર પોતાની કાર ને દોડાવી ને આગળ વધી રહ્યો હતો.. ગણેશ ને હવે પોતાની જાત પર કાબુ ના રહ્યો અને એને પોતાની રિવોલ્વર ને જસવિંદર ના માથા પર રાખી ને કાર રોકવા કહ્યું...

એનો ગુસ્સો એ સમયે જોવાલાયક હતો.. પણ એની ધમકી થી જસવિંદર એ ડર્યા વિના કાર ને ચલાવવાનું ચાલુ રાખ્યું.. ગણેશ ની આ હરકત થી એ તો ઉપર થી હસવા લાગ્યો.. ગણેશ એને હસતો જોઈ રઘવાઈ ગયો.. એને જોઈ ક્યારનીયે શાંત બેસેલી ગુંજન પણ જોર જોર થી હસવા લાગી.. એને હસતી જોઈ ગણેશ ના આશ્ચર્ય નો કોઈ પાર ના રહ્યો.. એતો બાઘા ની જેમ ગુંજન ને હસતી જોઈ રહ્યો..

"મોટા બેન તમે કેમ હસો છો.. અત્યારે આ વ્યક્તિ કઈ રીતે આપણને ઓળખી ગયો એ વિશે હું વધુ વિચારવા અસમર્થ છું અને તમને અત્યારે હસવું સૂઝે છે.. "ગણેશ એ કહ્યું.. એ ગુંજન ને મોટા બેન સમાન માનતો હતો..

"ગણેશ તું આટલો બાહોશ ઓફિસર છે તો પણ તું આ ગાડી ચલાવતા વ્યક્તિ ને ના ઓળખી શક્યો.. તને મૂર્ખ બનાવવો કેટલો સહેલો છે.. તારે હવે આગળ જતાં ATF ની બધી જવાબદારી સંભાળવાની છે માટે તું આવો ગાફેલ રહે એ ના ચાલે.. "ગુંજને કહ્યું..

"તમારો અર્થ એવો છે કે તમે આ જસવિંદર ને ઓળખો છો.. ?"અને હું પણ ?"ગણેશે કહ્યું..

"હા તું પણ ઓળખે છે... આ ગાડી ચલાવનાર વ્યક્તિ છે ATF ઓફિસર અને ઓપરેશન "લાસ્ટ બોલ" ના ચીફ કમાન્ડર નિખિલ સાલુંકે.. "ગુંજને ઘટસ્ફોટ કર્યો..

"ઓહ માય ગોડ.. સોરી સર મેં તમારા પર રિવોલ્વર તાકી"ગણેશે દિલગીરી ના ભાવ સાથે ઓફિસર નિખિલ ને કહ્યું..

"નો સોરી ડિયર.. પણ પોતાના ગુસ્સા પર થોડો કાબુ રાખતા શીખીસ તો ભવિષ્ય માં પસ્તાવું નહિ પડે"નિખિલ કહ્યું.

"સારું સર હું હવે આગળ ગુસ્સા ને કાબુઆ રાખીશ અને દરેક કામ ધીરજ થી કરીશ.. પ્રોમિસ.. પણ સર આપતો ફ્રાન્સ માં 'મોર્નિંગ પેરિસ' ન્યૂઝપેપર ની ઓફીસ માં થયેલા આતંકવાદી હુમલા ની માહિતી મેળવવા માટે પેરિસ માં હતા.. તો અમારા કોઈને કોઈપણ પ્રકાર ની ગંધ આવ્યા વગર આપ ક્યારે લંડન આવી ગયા અને હોટલ લેન્ડમાર્ક માં વેશ બદલીને નોકરી પણ લાગી ગયા આ વાત સમજવી મારા માટે તો બહુ અઘરી છે.. "ગણેશે કહ્યું..

"હા એ વાત તો છે. મેજર સાહેબે મને કીધું હતું કે એરપોર્ટ પર નિખિલ તમને મળશે પણ આવા વેશે એની કલ્પના પણ અમે નહોતી કરી.. નિખિલ તારે એતો જણાવવું જ પડશે તું અહીં કેવી રીતે પહોંચ્યો.. ??"ગુંજને કહ્યું..

"તો સાંભળો.. આદિત્ય પર આતંકવાદી ઓ ની નજર છે એવી માહિતી મળતા એનો મોબાઈલ અને લેન્ડલાઈન ફોન બધું ATF દ્વારા ટેપ થતું હતું.. આદિત્ય જ્યારે લંડન આવવાનું નક્કી કરે છે ત્યારે હું પેરિસ માં ફરતો હતો.. મારુ બધું કામ પતિ ગયું હતું.. ત્યાં અચાનક મેજર સાહેબ નો કોલ આવ્યો અને મને તાત્કાલિક લંડન જવા કહ્યું.. "

"હા એ બરોબર પણ હોટલ સ્ટાફ માં તું કઈ રીતે જોડાયો.. "ગુંજને કહ્યું.. એ અને નિખિલ એકસરખી ઉંમર ના હોવાથી ગુંજન એને તુકારે જ બોલાવતી..

"એ બહુ સરળ હતું.. હું પેરિસ થી લંડન પહોંચ્યો ત્યાં મેજર સાહેબે આદિત્ય ના ફ્રેન્ડ ટોની નો મોબાઈલ ઇન્ટરનેશન હેકર દ્વારા હેક કરાવ્યો હતો.. જેમના દ્વારા ટોનીએ પોતાના મોબાઈલ માંથી હોટલ લેન્ડમાર્ક માં આદિત્ય ના નામે રૂમ બુક કર્યો એ વાત મેજર સાહેબ ને જાણવા મળી.. જે સર એ મને કોલ કરી જણાવ્યું.... બસ પછીતો મારા માટે બધું બહુ સરળ હતું.. લંડન ના સેકન્ડ કમિશનર ઇન્ચાર્જ રાઠોર ઇન્ડિયન છે એમની મદદ લઇ હું હોટલ માં વેશ બદલી જોડાઈ ગયો.. હોટલ ના મેનેજર સિવાય કોઈ મારી સાચી ઓળખાણ નથી જાણતું.. આદિત્ય ને હું જ પિકઅપ કરી ને એરપોર્ટ થી હોટલ માં લાવ્યો હતો.. "નિખિલ એ જણાવ્યું..

"ગુડ.. બહુ સરસ.. અને આ સરદારજી વાળો વેશ તારા પર બહુ શોભે છે.. "ગુંજને કહ્યું..

"થેન્કયુ ઓફિસર.. હવે હોટલ આવવા થઈ.. તમે અને ગણેશ તમારા રૂમ માં જતા રહેજો.. પછી હું તમને રૂમ માં આવીને મળીશ.. "નિખિલે કહ્યું..

હોટલ માં આવીને ગુંજન અને ગણેશે પોતાના રૂમ ની ચાવી લીધી અને રૂમ માં ગયા.. ત્યાં જઈ બંને ફ્રેશ થઈ ટીવી જોવા સોફા પર ગોઠવાયા..

***

આદિત્ય અને ટોની આતંકવાદી ઓ માં ફોન ની રાહ જોતા જોતા સુઈ ગયા.. પણ કોઈ કોલ ના આવ્યો.. રૂબી નો આજ પ્લાન હતો કે આદિત્ય લિસા માટે વધુ ને વધુ તડપવો જોઈએ જેથી એ લિસા માટે કંઈપણ કરવા તૈયાર થઈ જાય. સવારે બંને જણા ફ્રેશ થઈને હવે શું કરવું એ વિચારતા જ હતા ત્યાં જ ફોન ની રીંગ વાગી.. અજાણ્યા નમ્બર થી કોલ હતો.

"હેલ્લો બોલો.. લિસા ને છોડી મુકવા માટે મારે શું કરવું પડશે??"આદિત્ય રીતસર કરગરી પડ્યો..

"ધીરજ રાખ.. તું તો નાના છોકરા જેવું કરવા લાગ્યો.. "રૂબી એ હસતા હસતા કીધું..

"હું કાલ નો તમારા જ લોકો ના ફોન ની રાહ જોતો હતો.. હું મારી બધી પ્રોપર્ટી તમારા નામે કરવા તૈયાર છું પણ મારી લિસા ને કંઈપણ ના થવું જોઈએ"આદિ એ કહ્યું..

"અમારે તારી ફૂટી પાઇ પણ નથી જોઈતી.. પણ તારે અમારું એક કામ કરવું પડશે.. જો તું અમારી વાત નહીં માને તો તારી લિસા થી હંમેશા માટે હાથ ધોઈ બેસીશ"રૂબી એ ધમકી ભર્યા સુર માં કહ્યું..

"તમે ખાલી ઓર્ડર કરો.. હું મારા જીવ ના ભોગે પણ કંઈ કરવું પડે તો કરીશ.. "આદિત્ય એ કહ્યું.. ટોની એની બાજુ માં ઉભો ઉભો પોતાના લાચાર મિત્ર ને જોઈ રહ્યો હતો..

"તો સાંભળ તારે શું કરવાનું છે. અમારું કિધેલું કરીશ તો તને કે તારી લિસા ને કંઈપણ નહિ થાય એની ગેરંટી મારી "રૂબી એ કઠોર સુર માં કહ્યું.

"હા હું બધું કરવા તૈયાર છું.. તમે ખાલી હુકમ કરો"આદિ બોલ્યો..

"ભારત ની ટીમ આવતી કાલે લંડન આવશે.. તારે ગમે તે કરી ને આખી ટીમ અને સપોર્ટિંગ સ્ટાફ ને લઈ અમે કહી એ એ જગ્યા એ લાવવાની છે.. આટલું કરીશ એટલે અમે તારી લિસા ને છોડી મુકીશું"રૂબી એ કહ્યું..

"ના આ કામ હું કોઈ કાળે નહીં કરું.. તમારા લોકો ના ઈરાદા સારા નથી.. હું મારા ટીમ મેટ અને મારા દેશ જોડે દગો નહીં કરું"આદિત્ય એ કહ્યું..

"વાંધો નહીં.. તારી મરજી.. તને સાંજ સુધી માં લિસા ની ડેડબોડી મળી જશે"રૂબી એ આદિત્ય ને બીવડાવવાના ભાવ સાથે કહ્યું..

"ના લિસા ને કંઈપણ ના કરતા.. હું તમારા કહ્યા મુજબ કરીશ.. "આદિત્ય આટલું બોલતા બોલતા તો રીતસર નો રડી જ પડ્યો હતો..

"ગુડ.. બોય... આ વાત ની જાણ કોઈને પણ ના થવી જોઈએ.. એમાં પોલીસ અને ATF ને તો નહીંજ"રૂબી એ કહ્યું.. અને પછી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો..

આદિત્ય એ ટોની ને રૂબી સાથે થયેલ બધી વાતચીત જણાવી.. ટોની ના કહેવાથી આદિત્ય એ પાછો એક મેઈલ IB ને કર્યો.. અને પછી એમના પ્રત્યુત્તર ની રાહ જોઇને બેસી રહ્યો..

***

રૂબી દ્વારા કોલ કાપતા ની સાથે જ કાદિરે પૂછ્યું.. "માન ગયા વો કાફિર??"

"હા.. બહોત આસાની સે માન ગયા.. અગર ઉસકો કિડનેપ કિયા હોતા તો વૉહ હમારી બાત નહીં માનતા.. પર ઇસ લડકી કઈ વજહ સે અબ વૉહ વહી કરેગા જો હમ બોલેગે.. "રૂબી એ બેહોશ પડેલી લિસા તરફ હાથ બતાવતા કહ્યું..

"યાકુબ પઠાણ ઔર વલીખાન કી આઝાદી અબ કરીબ હૈ.. ખુદા ભી અબ હમારે સાથ હૈ.. "સલીમ બોલ્યો.

"તુમ સહી બોલ રહે હો સલીમ ભાઈ.. પઠાણ સાબ ઔર મેજર વલી કે બહાર આતે હી હમ હિન્દુસ્તાન પર તબાહી કા કહર બનકર તુટ પડેગે.. "મોઇને કહ્યું..

સત્યા અને ચીના પણ અત્યારે એમની જોડે જ ઉભા હતા અને એમની બધી વાતો સાંભળી મનોમન ખુશ થઈ રહ્યા હતા.. રૂબી એ ફોન હાથ માં લીધો અને કોઈક ને કોલ લગાવ્યો..

"સર,મૈં રૂબી બાત કર રહી હું.. હમારા પ્લાન જલ્દી પુરા હો જાયેગા.. આપ તુરંત લંડન આ જાઓ.. આદિત્ય ને હમારી બાત માન લી હૈ.. અબ જલ્દ હી પઠાણ ઔર વલીખાન બહાર હોંગે... ઇન્સાઅલ્લાહ સબ સહી હોગા.. "

"બહોત ખુબ.. મૈં કલ સુબહ કી ફ્લાઇટ સે લંડન આ જાઉગા.. "સામે થી એમના બોસ ને અવાજ આવ્યો.. આટલું કહીને ફોન કપાઈ ગયો..

"કલ બોસ આ રહે હૈ.. અબ હમેં એસી જગહ ઢૂંઢની હોગી જહાં પુરી ઇન્ડિયન ટીમ કો રખા જાયે.. જબ પઠાણ ઔર ખાન કો રિહાઈ કરકે પાકિસ્તાન ભેજ દિયા જાયે તબ સબ કો વહી ગોલીઓ સે ભુન દેના હૈ.. હમ આદિત્ય કો છોડ દેગે.. આદિત્ય પર સબકી મૌત ક ઇલજામ લગેગા ઔર ઉસે ફાંસી હોગી" આટલું બોલી રૂબી જોર જોર થી હસી પડી.. એનું હાસ્ય સાંભળી ત્યાં ઉપસ્થિત બધા આતંકવાદી ઓ પણ હસી પડ્યા..

એમનો પ્લાન અત્યારે સાચા ટ્રેક પર હતો.. જેનાથી એમની ખુશી નો કોઈ પાર નહોતો..

***

આદિત્ય ના IB (ઇન્ટેલિજન્સ બ્યુરો) ને કરેલા મેઈલ ની બધી ડિટેલ ATF ને મોકલવામાં આવી હતી.. મેજર સૂર્યવીર સિંહ આતંકવાદી ઓ ના ઈરાદા સમજી ચુક્યા હતા.. આદિત્ય જોડે પૂરી ટીમ ને એક જગ્યા એ લાવી એ બધા ને બંધક બનાવી એમના નાપાક મનસૂબા પુરા પાડવા માંગતા હતા.. મેજર સૂર્યવીર સિંહ માટે આદિત્ય ની પ્રેમિકા લિસા અને ઇન્ડિયન ટીમ બંને નું મહત્વ સરખું હતું.. કોઈને કશું ન થવું જોઈએ એ વાત તો એમના મનમાં પાકી જ હતી.. !!!!

મેજર સૂર્યવીર સિંહ એ તાત્કાલિક લંડન નિખિલ સાલુંકે ને કોલ લગાવ્યો.. અત્યારે નિખિલ જસવિંદર ના વેશ માં ગુંજન અને ગણેશ ના રૂમ માં જ હતો.. અત્યારે આગળ ઓપરેશન લાસ્ટ બોલ ને કઈ રીતે લઈ જવું એની યોજના ત્રણેય ઓફિસર ઘડી રહ્યા હતા...

"કાલે જે કાર આદિત્ય નો પીછો કરતી હતી એની ડિટેઇલ આવી ગઈ છે.. "નિખિલે ગુંજન અને ગણેશ ને કહ્યું..

"વેરી ગુડ જોબ એજન્ટ બ્લુ"ગુંજને કહ્યું..

"એ કાર કોઈ મેથ્યુ ના નામે રજીસ્ટર છે.. જેનું એડ્રેસ વેમ્બલી બતાવે છે"નિખિલ એ કહ્યું..

"સર.. મેથ્યુ તો કોઈ કેથીલિક નું નામ છે તો એ આ આતંકવાદી ઓ જોડે કઈ રીતે.. ??"ગણેશે સવાલ કર્યો..

"આ વિશે મને પણ વિચાર આવ્યો હતો.. પણ મારા મતે એવું બને કે કોઈ પોતાની સાચી ઓળખાણ છુપાવી મેથ્યુ નામ ધારણ કરી લંડન માં રહે છે.. જેથી કોઈને એમના પર શક ના જાય"નિખિલે કહ્યું..

"મને પણ એવું જ લાગે છે.. આપણે એ એડ્રેસ પર વૉચ ગોઠવી દેવી જોઈએ.. આપણા નસીબ સારા હોય તો ત્યાં થી જ કોઈ કલ્યુ મળી રહે"ઓફિસરે ગુંજને કહ્યું..

"આઈ થિંગ યુ આર રાઈટ.. હું અત્યારે જ લંડન જોઈન્ટ કમિશનર રાઠોર ને આ વિશે જાણ કરી દઉં.. "આટલું કહી નિખિલે પોતાના મોબાઈલ માંથી રાઠોર ને ફોન કરી એમને શું કરવાનું એ વિશે સવિસ્તર જણાવી દીધું.. રાઠોરે નિખિલ ને બિલકુલ ચિંતા ના કરતો અને બીજી કોઇ જરૂર હોય તો કહેતો રહેજે એમ કહી કોલ ડિસ્કનેક્ટ કર્યો..

"સર હવે આપણે શું કરીશું?"ગણેશે કહ્યું..

"એતો હવે જોઈએ આદિત્ય પર એ લોકો એ લિસા ને છોડાવવા શું માગણી કરી એ વિશે ખબર પડે એટલે આપણે આગળ વધીએ"નિખિલે જણાવ્યું..

ત્યારબાદ સૌ એ સાથે મળી થોડું ભોજન કરી લીધું.. ગુંજન અને ગણેશ તો આ લંડન ની હોટલ માં આટલું સુંદર માણવાલાયક ભારતીય ભોજન મળે છે એ જોઈ અભિભુત થઈ ગયા.. થોડીવાર બધા એ સાથે મળી ટીવી પર ન્યુઝ જોઈ ટાઈમ પસાર કર્યો.. ત્યાં નિખિલ ના મોબાઈલ પર આવેલા એક ફોને બધાનું ધ્યાન ભંગ કરી દીધું.. ફોન મેજર સૂર્યવીર સિંહ નો હતો એનો મતલબ કે કોઈ મોટા ન્યુઝ હશે..

"જય હિન્દ સર.. "નિખિલે ફોન ઉપાડતા જ કીધું..

"જય હિન્દ ઓફિસર બ્લુ.. આદિત્ય પર કિડનેપરો નો ફોન આવી ગયો. "મેજરે સૂર્યવીર સિંહ જ્યારે કોઈ મિશન બનાવતા ત્યારે કોડવર્ડ માં જ વાત કરતા..

"શું જોઇએ છે એ હરામખોરો ને?.. "નિખિલ ગુસ્સા માં બોલ્યો..

"એજન્ટ બ્લુ ગુસ્સા ને કાબુ માં રાખો.. "મેજરે કહ્યું..

"સોરી સર... હવે આવી ભૂલ નહીં થાય.. "નિખલે માફી માંગતા કહ્યું..

"ઇટ્સ ઓકે.. એ લોકો ને લિસા ના બદલામાં પુરી ભારતીય ટીમ જોઈએ છે.. "મેજરે જણાવ્યું..

"ઓહ માય ગોડ.. એનો મતલબ એ કે એમનો પ્લાન બહુ મોટો છે.. આ કાવતરા પાછળ કોઈ આતંકવાદી સંગઠન નો જ હાથ હોવો જોઈએ.. મારા મતે આ બધા પાછળ આતંક-એ-ઇન્ડિયા ના લોકો જ જવાબદાર છે.. "એજન્ટ બ્લુ એ કહ્યું..

"હા 99% મને પણ એવું લાગે છે.. મેં ગુંજન ને અમુક ફોટો આપ્યા છે આતંકવાદી ઓ ના એમાં થી તે કોઈને જોયા આદિત્ય ની આસપાસ.. "મેજરે કહ્યું..

મેજર ની વાત સાંભળી નિખિલે ગુંજન જોડે મેજરે આપેલા ફોટો માગ્યા અને ધ્યાન થી એને જોવા લાગ્યો.. એમાં ના એક આતંકવાદી ને એ ઓળખી ગયો.. એ ચીના હતો.. "સર આ ૭ નમ્બર આપેલો ફોટો છે એને મેં કાલે જ જોયો આદિત્ય ની કાર ની પીછો કરતા.. "

"અરે ૭ નમ્બર વાળો માણસ તો આતંક એ ઇન્ડિયા નો સભ્ય ચીના છે.. એનો મતલબ આદિત્ય પાછળ જે લોકો પડ્યા છે અને જેને લિસા નું કિડનેપ કર્યું છે એ આતંક એ ઇન્ડિયા ના જ લોકો છે.. "પોતાના રૂમ માં ગોઠવેલા મોનીટર પર ચીના નો ફોટો જોઈ મેજર બોલ્યા..

"એનો મતલબ આદિત્ય અને ટીમ ઇન્ડિયા ની જાન ખતરા માં છે"નિખિલે કહ્યું..

"હા એવું જ છે.. આમ તો આદિત્ય એ એમને સ્પષ્ટ શબ્દો માં ટીમ ઇન્ડિયા ને એમના બતાવેલા એડ્રેસ પર લઈ જવાની ના જ પાડી હતી.. પણ લિસા ના પ્રેમ આગળ એ મજબૂર છે.. આતો એને આપણા પર વિશ્વાસ છે એટલે આપણ ને બધું જણાવી દીધું.. હવે કોઈ કાળે એનો વિશ્વાસ ન તૂટવો જોઈએ અને આદિત્ય,લિસા, કે ઇન્ડિયન ટીમ ના કોઈ મેમ્બર ને ઉની આંચ પણ ના આવે એ જોવાની જવાબદારી આપ ત્રણ ની છે.. "મેજરે બધી વાત ડિટેઇલ માં કરી..

"સર મારુ તમને પ્રોમિસ છે કે જીવ ના ભોગે પણ આ ઓપરેશન લાસ્ટ બોલ ને સફળ કરી ને જ રહીશ.. મારા સાથી ઓફિસર એજન્ટ ઓરેન્જ અને એજન્ટ રેડ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે એ પણ આ ઓપરેશન ને સફળ કરવામાં પોતાનો જીવ આપતા પણ નહીં ખચકાય"નિખિલે પૂર્ણ મક્કમતાથી કહ્યું.. એના શબ્દે શબ્દે દેશપ્રેમ ટપકતો હતો..

"એજન્ટ બ્લુ.. ઇતિહાસ એ વાત ની સાક્ષી પૂરે છે કે કોઈ યુદ્ધ મુત્યુ પામી ને નથી જીતાતુ.. તો મરવાની વાત તમારા મોઢે સારી ના લાગે.. આપણે તો શત્રુઓ ને નર્ક ના દ્વાર સુધી મૂકી ને આવવાનું છે.. મારે તમે ત્રણેય સહી સલામત જોવો.. ઇટ્સ યોર મેજર'સ ઓર્ડર.. "મેજરે ઊંચા અવાજે કહ્યું..

"ઓકે સર.. તમે કહ્યું એમજ થશે.. મેં કાલે આદિત્ય નો પીછો કરતી કાર ની ડિટેઇલ કઢાવીને રાખી છે.. એ કાર કોઈ મેથ્યુ ના નામે બુક છે.. મેં લંડન જોઈન્ટ કમિશનર રાઠોર ને એના ઘર પર વૉચ રાખવાનું કહી દીધું છે.. "નિખિલે કહ્યું..

"ગુડ જોબ.. એજન્ટ બ્લુ.. ઓલ ધ બેસ્ટ.. ફોર ઓપરેશન લાસ્ટ બોલ"મેજરે કહ્યું..

"થેન્ક યુ વેરીમચ"નિખિલે કહ્યું.

"જય હિન્દ.. "આટલું કહી મેજરે કોલ કાપી નાખ્યો..

મેજર સાથે વાતચીત કર્યા પછી નિખિલે ગુંજન અને ગણેશ ને કાલે શું પ્લાન કરવો એની રજેરજ ની માહિતી આપવાનું ચાલુ કર્યું.. જ્યાં નિખિલ ના પ્લાન માં કંઈક ખામી લાગે તો ગુંજન અને ગણેશ પોતાના મંતવ્ય આપી એ પ્લાન ને વધુ મજબૂત બનાવવામાં સહયોગ આપી રહ્યા હતા.. આખરે એમને એક મજબૂત યોજના બનાવી દીધી.. બસ એમને રાહ હતી આવતી કાલ ની જ્યારે ઇન્ડિયન ટીમ ની ફ્લાઇટ લંડન માં લેન્ડ કરે અને આદિત્ય એમને લઈ આતંકવાદી ઓ ના બતાવેલા સ્થાન પર લઈ જવા રવાના થાય.. !!!

કાલ નો દિવસ આતંક એ ઇન્ડિયા ના બચેલા આતંકવાદી ઓ માટે મોત નો દિવસ બની રહેશે એ વાતે આશ્વસ્ત થઈ ત્રણેય ઓફિસર થોડો આરામ કરવાના મૂડ માં પથારી માં લંબાવે છે..

***

રૂબી અને આતંક એ ઇન્ડિયા ના સભ્યો અત્યારે વધુ પડતા વિશ્વાસ ને લીધે એ વાત થી બિલકુલ ગાફેલ હોય છે કે રાઠોર દ્વારા એમના ઘર ફરતે વૉચ ગોઠવવામાં આવી હોય છે.. મોઇન એક જગ્યા ની તપાસ કરી લાવે છે જે શહેર થી થોડે દૂર હોય છે જ્યાં કોઈ આવજા કરતું નથી.. વિશાળ ફાર્મહાઉસ જેવી આ જગ્યા પુરી ટીમ ઇન્ડિયા ને કિડનેપ કરી રાખવા માટે યોગ્ય છે એવું એ બધાને જણાવે છે.. !!

મોઇન ની વાત સાથે બધા સહમત થાય છે અને લિસા ને લઈ રાત ના અંધકાર માં એ જગ્યા તરફ પ્રયાણ કરે છે.. લિસા ને એ લોકો બેહોશ કરી ને જ રાખતા.. જેવી એ થોડી ભાન માં આવે એટલે બેહોશી ની દવા નું એક ઈન્જેકશન એને આપવામાં આવતું એટલે એ પછી ૮-૧૦ કલાક માટે બેભાન થઈ જતી.. !!

મોઇન રૂબી,લિસા અને સલીમ ને લઈ કારમાં આગળ નીકળે છે અને સત્યા, ચીના અને કાદિર એમની પાછળ પાછળ કાર ને લઈ આગળ વધે છે.. મોઇને બતાવેલી જગ્યા ખરેખર એમના પ્લાન ને અનુરૂપ હોય છે.. લંડન ની બહાર આવેલી આ જગ્યા બિલકુલ વિરાન પ્રદેશ માં હોય એવું લાગતું હોય છે.. આ ફાર્મ હાઉસ મોઇને મહિના માટે ભાડા ઉપર લઈ લીધું હતું... અહીં આવ્યા પછી રૂબી આ જગ્યા ફરતે એક ચક્કર મારી આવે છે.. ખરેખર મોઇને ખૂબ સરસ જગ્યા શોધી હતી.. આખરે બધું સુરક્ષિત લાગતા એ એમના બોસ ને આ જગ્યાનું લોકેશન સેન્ડ કરી દે છે.. હવે રાહ જોવાઈ રહી હોય છે કાલ ની જ્યારે આદિત્ય ટીમ ઇન્ડિયા ને લઈ અહીં પહોંચે. બધા આતંકવાદી ઓ હવે પોતપોતાની રીતે કામ માં લાગી જાય છે.. એમને પોતાના પ્લાન ની સફળતા હવે હાથ વેંત નજીક લાગી રહી હોય છે..

આ લોકો જ્યારે કાર લઈને નીકળ્યા ત્યારે એમને એ વાત ની થોડી પણ ગંધ નહોતી કે અત્યારે એમનો પણ કોઈ પીછો કરી રહ્યું છે.. રાઠોરે ગોઠવેલા માણસો એમની કાર થી અંતર રાખી પાછળ પાછળ ફાર્મહાઉસ સુધી પહોંચે છે.. જ્યાં ઝાડી ઓ ની પાછળ કાર ને ઉભી રાખી બધી માહિતી રાઠોર ને આપે છે.. !!!

બધા લોકો માટે કાલ નો દિવસ ખૂબ મહત્વ નો હોય છે.. બધા મોહરા પોતપોતાની જગ્યા એ ગોઠવાઈ ગયા હોય છે બસ હવે રાહ જોવાતી હોય છે દાવ ની.. કોણ પોતાના દાવ વડે સામે વાળા ને માત આપે છે એ તો સમય જ બતાવશે.. આ ફાર્મ હાઉસ કોની કબર બનવાની છે એ તો ભગવાન જ જાણે... !!!

To be continue.....

આદિત્ય એની પ્રેમિકા લિસા ને બચાવી શકશે?આતંક એ ઇન્ડિયા ના લોકો ના નાપાક મનસૂબા પુરા થશે? નિખિલ અને એની ટીમ શું આતંકવાદી ઓ નો ખાત્મો બોલાવી ટીમ ઇન્ડિયા ને બચાવી શકશે કે એમનો જ ખાત્મો થઈ જશે?? આ ઉપરાંત આદિત્ય ના પિતા કોણ છે? રૂબી ની સચ્ચાઈ અને એ લોકો જેને બોસ કહે છે એની હકીકત શું છે?? આ બધું જાણવા વાંચતા રહો બેકફૂટ પંચ નો નવો ભાગ આવતા મંગળવારે.. આપનો આ નોવેલ અંગે નો અભિપ્રાય મારા whatsup નમ્બર ૮૭૩૩૦૯૭૦૯૬ પર જણાવી શકો છો..

-જતીન. આર. પટેલ