Majhab nahi sikhata - 3 in Gujarati Fiction Stories by Bindiya books and stories PDF | મજહબ નહીં સિખાતા - 3

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

મજહબ નહીં સિખાતા - 3

મજહબ નહીં સિખાતા

ભાગ - 3

અપરા નુ વર્તન થોડુ મિસ્ટીરીયસ હતું. એ હવે પહેલેથી પણ થોડું ઓછું બોલતી. કયારેક ઓફીસ થી અફઝલ સાથે આબીદઅલી ને મળવા પણ જતી. એમની સાથે ખુબ વાતો કરતી.એમના માટે કોઈકવાર જમવાનું પણ બનાવી આપતી. પણ જ્યાં અફઝલ ની હાજરી હોય ત્યાં એ ચુપ થઈ જતી. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. કયારેક અપરા ના વર્તન પર થી એ પણ અફઝલ ને પસંદ કરેછે એવું લાગતું. એટલે જયારે મોડે સુધી ઓફીસ માં કામ કરતાં ત્યારે અફઝલ કોફી નો મગ લેતી વખતે કે પાણી ની ગ્લાસ આપતી વખતે અંતરની કોમળ આંગળીઓ ને સ્પર્શી લેતો. એ સ્પર્શ્યા ની ખુશી માં એના બે ત્રણ દિવસ નીકળી જતાં. એક બે વખત તો અપરા ના મન શી વાત જાણવા માટે અબ્બુ નિકાહ માટે જીદ પકડી છે એવી વાત પણ મુકી. પણ એ વાત ની અપરા પર કોઇજ અસર વર્તાય નહીં. એ ફકત પોતાનાં કામ થી કામ રાખતી. પણ અંદખાને અફઝલ ની સંપુર્ણ માહિતી રાખતી. અફઝલ હવે અકળાતો. એ જાણતો હતો કે કયાંક અપરા ને પણ પોતે પસંદ છે. હૈદરાબાદ ના પ્રોજેકટ માટે અફઝલ ને એક બે વખત હૈદરાબાદ જવા નું થયું. પણ હવે તો ફરી ફાઇનલ મીટીંગ માટે ચાર દિવસ જવાનું હતું. પ્રોજેક્ટ રિટેઇલ બધીજ અપરા પાસે હતી .એ જ બધું હેન્ડલ કરતી . એટલે ફાઇનલ મીટીંગ મા અફઝલે અપરા ને પણ સાથે આવવું જ પડશે એવી વાત કરી. અને અપરાએ આખાં સ્ટાફ સામે સાફ શબ્દો માં અફઝલ સાથે એકલાં જવાની ના પાડી દીધી. અને પહેલી વખત અફઝલ ખુબ ગુસ્સા મા અપરા ને ઘણુંબધું સંભળાવી દીધું.

“ જુઓ મીસ દવે આમ ન ચાલે. કંપ્લીટ પ્રોજેક્ટ તમે જ હેન્ડલ કરો છો ..હવે ત્યા મારે પ્રેઝન્ટેશન આપવા માટે ડિટેલીંગ માટે તમારી જરુર પડશેજ. અને આવાત તમારે નોકરી લેતાં પહેલાં વિચારવી જોઇતી હતી. તમે જાણો છો કે આ મર્જર થી આપણી કંપની કઇ ઉંચાઈ એ પહોચશે. અને હવે છેલ્લે સમયે તમે ...”

ઓફીસ માં પીન ડ્રોપ સાઇલેંસ હતું. અફઝલ પહેલી વખત આટલો ગુસ્સે થયો હતો. અત્યારે કોઈ ની હિંમત ન હતી એની સામે એક અક્ષર પણ ઉચ્ચારવાની. અપરા પણ દોડી ને ઓફીસ ની બહાર કેન્ટીનમાં જઇને રડવા લાગી. અફઝલ પણ ઓફીસેથી તરતજ નીકળી ગયો.એને ખુબ અફસોસ થયો. બીજા દિવસે અપરા ની એર ટીકીટ ઇમેઇલ થ્રુ મોકલાવી દીધી. અને ને આ વખતે આવવું જ પડશે એવું સાફ શબ્દો માં જણાવી દીધું. અને ત્યાર પછી જ એ રેઝીગ્નેશન આપી શકશે એ પહેલા નહી. અપરા એ નાછુટકે જવા માટે તૈયાર થવું પડયું. 30 જુન 2012 સવાર ની ફલાઇટ મા હૈદરાબાદ જવાં નીકળવા માટે અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ ભેગાં થવાનું હતું ડ્રાઇવર અપરા ને એરપોર્ટ ઉતારી ગયો .અફઝલ પહેલાંથી જ ત્યા હાજર હતો.અપરા હજુપણ ગુસ્સા માં હતી. પણ અફઝલ ને પોતાના વર્તન નો પસ્તાવો હતો. એણે તરતજ પુછયું.

“ આર યુ ઓકે અપરા?”

અપરા એ ફકત એની સામું જોઈ ને કશો જ જવાબ ન આપ્યો. એનું આ વર્તન અફઝલ ને અકળાવી રહ્યુ હતું. બંને જણ બોર્ડિંગ કરાવી ને અંદર બસ માં બેસી ને ફલાઇટ સુધી પહોંચ્યાં ને પછી પ્લેન મા બેઠાં. અફઝલ કામ વિશે કે કામ વગર ની વાતો પણ કરી લેતો પણ અપરા જરુર લાગે તોજ જવાબ આપતી. નહી તો માથું હલાવી ને હા કે ના માં જવાબ આપીદેતી.ત્રણ કલાક મા હૈદરાબાદ લેન્ડ થયાં બાદ લગેજ લઇ ને બંને બહાર આવ્યાં જ્યાં કંપની ની કાર લઈને ડ્રાઇવર ઉભો જ હતો. બંનેના કારમાં બેસતાં જ એરપોર્ટ રોડ પર કાર સડસડાટ દોડવા લાગી.અને સિધ્ધી નોવોટેલ હોટલ ના ગેઇટ મા એન્ટર થઇ. બંને ઉતરી ને રીસેપ્શન સુધી પહોંચ્યા. અને અફઝલ મલ્લીક ના નામથી બે રુમ બુકડ છે એવું જણાવ્યું. રીશેપ્સનીસ્ટે તરતજ કોમ્પ્યુટર મા ડિટેઇલ જોઈ નેરુમનંબર જણાવ્યા અને એના કહેવા પ્રમાણે સ્ટાફ માથી એક માણસ સામાન અને બંને રુમ ની ચાવી લઇને અફઝલ અને અપરા ની સાથે ગયો..એણે બંને રુમ ચાવી થી ખોલી આપ્યા સામાન અંદર મુકયો અને ચાવી ત્યાજ રાખી ને નીકળી ગયો. અપરા હજુ રુમ મા જવા જતી હતી ત્યાંજ અફઝલે કહ્યુ.

“ અપરા....!”

“ હમ...! યસ સર?”

“ અત્યારે દસ વાગ્યા છે મેકઝીમમ પંદર મીનીટ માં તૈયાર થઈ ને આપણે નીકડવું પડશે ત્યારે સમયસર અફનાન ઇન્ફોટેક પહોંચી શકશુ .કંપની જોવાની છે.અને આજે એમના માલિક નુર સિદ્દીકી પોતે જ મીટીંગ માટે આવવા ના છે. સો... ગેટ રેડી ઇન ફીફટીન મીનીટસ.

“ ઓકે સર..”

એક્ઝેકટ પંદર મીનીટ બાદ બંને એકસાથે પોતપોતાનાં રુમ ની બહાર આવ્યા. અફઝલે બ્લેક ફોર્મલ બ્લેઝર પહેર્યો હતો. બ્લેક પેન્ટ. થોડી જેલ નાંખીને વાળ ને પ્રોપર સેટ કર્યા હતા. ફોર્મલ મા એની પર્સનાલીટી અલગજ ઉભરી ને આવતી હતી. અપરા પણ ડ્રેસ કોડ મુજબ પહેલીવાર ફોર્મલ મા હતી. એણે પણ બ્લેક લીનન ટ્રાઉઝર અને બ્લેક બ્લેઝર પહેર્યો હતો. એ ની પર્સનાલિટી આઇ કેચીંગ લાગી રહી હતી. હંમેશ ની જેમ એણે એનાં કર્લી લાંબા વાળ ને એકતરફ ગોઠવી ને રાખ્યા હતાં. કાન મા એકદમ જીણા ડાયમંડ અને એવુજ પેન્ડન્ટ ગળામાં પણ હતું. અફઝલ એને જોતાં જ ખોવાઇ ગયો. પણ અપરા એને જગાડ્યો.

“ સો.... શેલ વી??? સ...ર..!”

“ ઓ...હહ ! યસ...યસ.. કાર આવી ગઇ છે હમણાં જ રીસેપ્શન પર થી કોલ હતો.”

“ ઓકે..”

બંને જણાં કારમાં બેસી ને અફનાન ઇન્ફોટેક પહોંચ્યા. કંપની નુ ભવ્ય એન્ટ્રન્સ અને રીસેપ્શન એરીયા પાસ કરી ને બંને લીફટ સુધી પહોંચ્યા. ને ત્યાથી થર્ડ ફલોર પર કોન્ફરન્સ રુમ સુધી. બંને ના એન્ટર થતા જ મી. નુર સિદ્દીકી ના પર્સનલ આસીસ્ટંટ મી.રોહીત રાય એ એમને વેલકમ કર્યાં. અને નુર સિદ્દીકી તથા બાકી મેમ્બર સાથે ઓળખાણ કરાવી અને મીટીંગ શરું થઇ. કંપની ની જરુરીયાત, મર્જર માટેના ટર્મ્સ એન્ડ કંડીશન ,કરન્ટ એન્ડ ફ્યુચર પ્લાન ડિસકસ થયાં. અફઝલ ની કંપની આફતાબ ઇન્ફોસીસ ને પ્રોપર રીપ્રેઝેન્ટ કરવા માં કોઈ કમી રાખી ન હતી. હવે મીટીંગ પણ સફળ થઈ. સાજે સાડા ચાર આસપાસ મીટીંગ પુરી થઈ . નેકસ્ટ ડે ના વર્કીંગ પ્લાન સાથે બધાં છુટાં પડ્યા. કંપનીએ પીક એન્ડ ડ્રોપ માટે એક કાર ઓલરેડી એલોટ કરેલી જ હતી. પણ અફઝલે કાર માટે ના પાડી.અપરા ને એ સહેજપણ ગમ્યું નહીં. અફઝલે એક પ્રાઇવેટ ટેક્સી બુક કરી. અને થોડીવાર મા એ કંપની ગેઇટ પર આવી પહોચી. અફઝલે ટેક્સી નો દરવાજો ખોલીને અપરા ને બેસવા કહ્યુ . પણ અપરા એ સીધી જ ના પાડી દીધી.

“ અપરા પ્લીઝ અંદર બેસ .”

“ સર હું હોટલ જઇશ ..”

“ હા...પણ અત્યારે થોડો સમય છે તો કયાંક થોડું ફરી એ અત્યારમા હોટલ પર જઇ ને...”

“ હુ અહી ટાઇમપાસ કરવા નથી આવી સર. હજુ કાલ માટે તૈયારી કરવાની બાકી છે. “

અપરા આગળ ચાલવા જતી હતી.ત્યા જ અફઝલે એનુ બાવળું પકડીને રોકી..

“ સર પ્લીઝ લીવ માય હેન્ડ. “

“ જીદ છોડ અને બેસ ટેકસી માં. આ અમદાવાદ નથી હૈદરાબાદ છે. “

અપરાએ પરાણે ટેક્સીમાં બેસવું પડયું. બંને જણ પાછલી સીટ પર બેસી ગયા.

“ साहिब कीधरकुं जाना है? ”

“ चारमीनार वहां से एयरपोर्ट एप्रोच रोड नोवोटेल होटल। “

“ जी साहिब “

ડ્રાઇવરે તરતજ ગાડી ચલાવવા માંડી. કારમાં એકદમ શાંતી હતી. થોડીવાર પછી અફઝલે વાત ની શરુઆત કરી.

“ સોરી ..”

અપરા બારી ની બહાર નજર કરી ને બેઠી હતી. અફઝલે બે ત્રણ વખત સોરી કહ્યુ પણ અપરા એ એની સામે સુધ્ધા ન જોયું. અફઝલે અપરા નો હાથ પોતાનાં હાથ માં લઇને બીજો હાથ અપરા ના હાથ પર મુક્યો. અપરા એ તરતજ એક ઝટકા થી પોતાનો હાથ પાછો ખેંચ્યો.

“ સર પ્લીઝ..”

“ એટલે??”

“ હું તમારી સાથે એકલી છું એટલે એવું નહી માનતાં કે... હું..હું..”

“ વ્હોટ...? આર યુ મેડ...? યુ આર આઉટ ઓફ યોર સેન્સ અપરા. તું..તું મારા વિશે આટલું ખરાબ .. હુ તો તને ફકત સોરી કહેવા માંગતો હતો. એ દિવસે મે તારાં પર ગુસ્સો કર્યો. અને અત્યારે પણ .અને તું જાણે છે .કે મારો બીજો કોઈ ઇરાદો નથી. “

“ કેટલી વાત માટે સોરી કહેશો સર...”

“ કેમ..? એવી કેટલી ભૂલો કરી છે મેં? ગમે છે તું મને અપરા. તારી રીસ્પેકટ કરું છું. તને પામી શકીશ કે નહી એ ખબર નથી પણ તને ખોઇ બેસવા થી ડરુ છું. આજે તને કહી જ નાખું જે મનમાં છે તે. તારે શુ જવાબ આપવો એ તારા પર છે. હુ તને કયારેય કોઇ જાતનું દબાણ નહીં કરું અને પછી ક્યારેય આ વાત નો ઉલ્લેખ પણ. આઇ લવ યુ અપરા.તુ ખુબ ગમે છે મને. તારી સાથે આખી જીંદગી જીવવા નો ઇરાદો છે. આપણું નાનું ફેમીલી આપણી નાનકડી દુનિયામાં આપણે સુખચેનથી જીવીએ. એવું ઇચ્છુ છુ. પણ તારા પર કોઇજ દબાણ નથી.હું જાણું છું કે નિર્ણય લેવો ખુબ આકરો છે . એમા પણ હું મુસલમાન અને તું હિન્દુ એટલે ખુબજ અઘરું છે. એમ પણ તારા ને મારા વચ્ચે એજ ડિફરન્સ પણ સાત વર્ષ નો છે . તુ વિચારી ને કહેજે. જો તારી ના હશે તો તું કાયમ માટે ફકત ને ફકત મારી એમ્પલોય જ રહેશે.એના થી વઘુ ક્યારેય આગળ કોઈ વાત નહીં થાય. “

અફઝલે ફરી સીટ પર મૂકેલાં અપરા ના હાથ પર પોતાનો હાથ મુકયો.

“ भाईसाब आप टैक्सी वापस लो। हमें कहीं नहीं जाना। सीधा होटल ले चलो। “

અપરા ગુસ્સાથી બોલી.

“ पर मैडम हम बहोत नजदीक है। नाराज हैं क्या? अमा मियां समझाओ अपनी बेगमकुं इतना नजदीक आके फीर।“

“ देखों भाईसाब पहले तो मैं इनकी बेग़म नही। और दूसरी बात या तो आप टैक्सी वापस लो वरना रोक दो यही। मुझें उतरना है।“

અપરા ટેકસી ડ્રાઈવર પર બગડી. અફઝલે તરતજ ડ્રાઇવરને કહ્યુ.

“भैया मेडम जैसा चाहती है वैसा करो ।“

“ ठीक है मियां आपकी मर्जी। “

ડ્રાઇવરે તરતજ ટેક્સી ને યુ ટર્ન મારી નોવોટેલ હોટલ તરફ દોડાવી. રસ્તા માંજ અપરાએ પોતાનો નિર્ણય જણાવી દીધો.

“ સર મારે આજે રાત્રે જ અમદાવાદ પાછું જવું છે ત્યાથી નિષીત કે પછી રાજવી ને મોકલી આપીશ જેથી તમને બાકી ના દિવસો તકલીફ ન પડે .”

“ જો અપરા મેં પહેલાં જ તને કહ્યુ તું જેમ કહેશે એમજ થશે. કોઇ જાતનું દબાણ નથી તારા ઉપર.પણ કંપની મર્જ થઇ ગઇ છે અને હવે જે મોટા ચાર પ્રોજેકટ અત્યારે આપણાં હાથમાં છે .પર્સનલ બાબતો માટે પ્રોફેશનલ નુક્શાન કરવું યોગ્ય નથી. ઘણાં લોકો ની જીંદગી જોડાએલી છે. ટીમવર્ક કરવું પડશે . અત્યારે આ બધી બાબતો જરૂરી. પર્સનલ પ્રોબ્લેમ્સ માટે તું ... અને એક વાત જાણી લે . આજથી તું ફકત ને ફકત મારી એમ્પલોય છે.બીજું કશુંજ નહી. હવે મીટીંગ કે કામ સીવાય આપણાં વચ્ચે કોઈ વાતચીત નહી થાય. . બાકી નો સમય તું તારી રીતે વિતાવી શકે છે. “

“ ઓકે ફાઈન... પણ જે વાત કરી છે એના પર મક્કમ રહેજો. “

અફઝલે નિરાંત નો શ્ર્વાસ લીધો. સૌને જણ હોટેલ પહોંચ્યા. ટેક્સીના પૈસા ચુકવીને સીધાજ પોતપોતાનાં રુમ મા પહોંચી ગયાં. અફજલે સીધું પલંગમાં પડતું મુક્યુ. એ વિચારતો રહયો.

“ સાવ અકડુ છે . આટલો એટીટ્યુડ? એ પણ અફઝલ મલ્લીક સામે..!”

બીજી બાજું અપરા પણ પોતાના રુમ ના બાથરૂમમાં રહેલાં અરીસા સામે ઉભી હતી. અફઝલે કરેલાં હાથનો સ્પર્શ એ પોતાના ગાલ પર મહેસૂસ કરી રહી હતી. એ દોડી ને પલંગ પર પડેલાં પીલો મા મોઢું છુપાવી ને રડવા લાગી.

“ શુ ખબર તમને.. હા..હું પણ ચાહું છું તમને. તમને વળગી ને કલાકો સુધી બેસી રહું. તમારા હાથ નો સ્પર્શ પ્રેમનો સ્પર્શ મને થાય. ને હું ખીલી ઉઠું. પણ જો એકવાર મે આ પ્રેમ ની જાહેરાત કરી ને તો પછી ખુબ મુશ્કેલીઓ માથી પરસાર થવું પડશે . લોકો આપણ ને જીવવા પણ નહી દે અને મરવા પણ.”

એ થાકી ને થોડીવાર ઉંઘી ગઇ. ઉઠી તો સાડાનવ થયાં હતાં. એ ડિનર માટે તૈયાર થઈ ને બહાર નીકળી એજ સમયે અફઝલ પણ રુમમાં થી બહાર આવ્યો. અપરા એ પ્રિન્ટેડ પેરેલલ પેન્ટ અને ની લેન્થ વ્હાઇટ કુર્તી પહેરી હતી.પગમાં કોલ્હાપુરી ચપ્પલ. અફઝલે પણ બ્લુ જીન્સ અને બ્લેક હાફસ્લીવ પોલો નેક ટીશર્ટ પહેર્યું હતું. પગમાં ડેનિમ ના કેનવાસ સ્લીપ્સ પહેર્યા હતા. અને પોતાનાં સિલ્કી હેર વારંવાર એ પોતાનાં હાથ ની આંગળી ઓ વડે કપાળ આગળ થી ઉચા કરી રહ્યો હતો. બંને ને ઇચ્છા હતી કે એકબીજા સાથે વાત કરે .પણ જાતેજ ઉભી કરેલી દિવાલ નડતર હતી. બંને બેન્કવેટ હોલ મા પહોંચ્યા. અફઝલે નોનવેજ અને અપરા એ વેજ ડિનર થી પોતાની ડિશ સર્વ કરી અને અલગ અલગ ટેબલ પર જઇ ને બેઠાં. જમીને ફરી એક સાથેજ લીફટ મા પોતાનાં રુમ મા આવ્યાં. કપડાં ચેન્જ કરી નાઇટસુટ પહેર્યા. અપરા એ ત્યા પડેલી ઇલેકટ્રીક કેટલ મા ચ્હા બનાવી અને મગ લઇને એ બાલ્કની મા પડેલી ચેર પર બેઠી. તરતજ અફઝલ પણ હાથમાં સળગતો સીગરેટ સાથે બાલ્કની મા આવ્યો. અફઝલે વ્હાઇટ ટીશર્ટ અને બ્લુ ચેકસ વાળી થ્રીફોર્થ પહેરી હતી. અને અપરાએ ની લેન્થ થી થોડી નીચી એવી સ્કાયબ્લુ રંગની સ્લીવલેસ કોટન નાઇટગાઉન. અંતરા મનોમન વિચારી રહી હતી.

“ કાશ અફઝલ એની સાથે એન બાજુમાં હોત. પોતે એના ખભ્ભાને ટેકે પોતાનું માથું નાખીને ઉભી હોય અને અફઝલે એક હાથથી એને બાથ મા લીધી હોય. .અને એનાં વાળને ગાલ ને પંપાળ્યા કરે..”

પણ આ બધુ તો દૂરની વાત અહી તો વાત કરવા માટે પણ નનૈયો પોતેજ કરેલો. એટલે અફઝલ સાંભળે એમ બોલી

“ ઓહ ..ગોડ ! કોઈ જગ્યાએ શાંતી મળે એમ નથી. હવે અંદર જવું જ પડશે.”

અફઝલે સાંભળ્યુ હોવાં છતાં અજાણ બની એ અપરા ની સામે જ તાકતો રહયો. અંતે અપરા મોઢું છોટકોરી ને અંદર જતી રહી. અફઝલ મલકાયો .અપરા ને વધુ ચીઢાવવા એણે ઇન્ટરકોમ કર્યો.

“ હલો..!”

“હલોઓઓઓઓ..!”

અપરા એ એટીટ્યુડ બતાવતાં કહયું.

“ મીસ દવે..સવારે શાર્પ દસ વાગે અફનાન ઇન્ફોટેક પહોંચવાનું છે.”

“ ઓકે...બાય”

“અરે...!મીસ દવે...તમારી પાસે ફીવર માટે કોઈ દવા હશે? મને થોડું બરાબર લાગતું નથી. “

આમતો અપરા ને અફઝલ નુ ફોન કરવું ગમતું હતું. પણ વળી દવા ના બહાને એ નજીક આવવા ની વાત કરવા ની કોશીષ કરશે એવો ડર હતો.

એટલે એણે સીધી જ ના પાડી દીધી. પણ અફઝલ ખરેખર થાકેલો હતો. વારંવાર અપરા એ વાપરેલા શબ્દો એનાં મનમાં ઘૂમી રહયા હતાં. એનુ શરીર ખરેખર તાવ થી ભરેલું હતું. એ અંદર ને અંદર ઘુંટાઇ રહયો હતો. થાકી ને એ કયારે ઉંઘી ગયો એનું ભાન જ ન રહ્યુ. રાત્રે ઠંડી થી ઘ્રુજતો રહ્યો. મોડી રાત્રે એણે હાઉસ્કીપીંગ માં કોલ કરી અને બ્લેન્કેટ અને તાવ માટે દવા પણ મંગાવી. પણ લગીરે ફર્ક પડયો નહીં .પછી ખુબ વહેલી સવારે ઊંઘ આવી.

અપરા નક્કી થયા મુજબ તૈયાર હતી. પણ અફઝલ નો ક્યાંય પત્તો ન હતો. અંતે એણે અફઝલ ના રૂમનો દરવાજો ખખડાવ્યો. પણ દરવાજો ખુલ્યો નહી. એ તરતજ રિસેપ્શન પર ગઇ. ત્યા જાણવાં મળ્યુ કે અફઝલ મીટીંગ મા આવવાનો નથી. અપરા એ એકલા જ જવું એવો મેસેજ એણે રાત્રે જ મુકેલો.ડ્રાઇવર કાર લઈને હાજર હતો.એટલે અપરા સમય ન બગાડતાં અફનાન ઇન્ફોટેક પહોંચી ગઇ. મીટીંગ શરુ થઇ પણ અપરા હજું વિચારમાં જ હતી કે અફઝલ કેમ હાજર નથી. કયાંક એને ખરાબ લાગ્યુ હોય અને.... બે વાગ્યા આસપાસ લંચ બ્રેક પડયો ત્યારે અપરાએ ચારેક વખત અફઝલ ને કોલ કર્યો. પણ દરેક વખતે નોરીપ્લાય જ આવતો. મીટીંગ ફરી શરું થઇ નક્કી થયાં પ્રમાણે પ્રોજેકટ ના કંપ્લીટ પ્રેઝન્ટેશન અપરા એ ખુબ સરસ રીતે સમજાવ્યા. ચાર વાગે આસપાસ મીટીંગ પુરી થઈ. અપરા સહેજ પણ વાર કર્યાં વગર સીધી જ હોટલ પહોંચી ગઇ.એણે રસ્તા માંથી પણ ફોન કર્યા પણ સતત નોરીપ્લાય આવી રહ્યો હતો. હોટલ પહોચી ને એ તરતજ અફઝલ ના રુમ તરફ દોડી ગઇ. દરવાજો ખુબ ખખડાવ્યો પણ કંઈ જ જવાબ મળ્યો નહી એટલે ફરી રીસેપ્શન પર પુછાં કરી ..

“ एकसकयुझ मी ! वो रूम नंबर 503 वाले मी मल्लीक कुछ बताकर गये है ?”

“ हां मेम रात को एक बजे कोल था उनका। तबीयत कुछ ठीक नहीं थी तो ब्लेंकेट ओर कुछ दवाई मंगवाए थी। ओर सुबहा आपको अकेले जाना है ऐसा मेसेज आपको देने के लीये कहा था। “

“ तो फीर? वह तबसे बाहर आए ही नहीं? आपने एकबार भी उनसे बात नही की? “

“ नो मेम।“

અપરા ની ચિંતા હવે વધી ગઇ હતી. કયાંક કંઈ વધારે તો નહી હોય..? એણે તરતજ ડુપ્લીકેટ ચાવી વડે રુમ ખોલાવવા ની માંગ કરી. એણે તરતજ એક ડોકટર બોલાવવા માટે પણ કહી દીધું. અને હોટલ સ્ટાફ નો એક માણસ અફઝલ ના રુમ ની ચાવી લઇને અપરા સાથે ગયો. દરવાજો ખુલતા જ અપરા અંદર દાખલ થઈ

“ સર....સર...! “

રુમ નું AC બંધ હતું. અફઝલ પલંગમાં તાવ થી ઘ્રુજતો પડયો હતો. ઠંડી થી એનું શરીર કાંપી રહ્યુ હતું. અપરા તરતજ અફઝલ ના માથા પર હાથ મુકયો. લોઢું તપે એમ અફઝલ નુ માથું તપતું હતું. એ કંઈ બબડી પણ રહ્યો હતો. એટલામાં ડોકટર પણ આવી ગયાં. અપરા એ એમનાં કહેવાં પ્રમાણે કોલન વોટર ના પોતાં મુકવા ના શરું કરી દીધું. ડોકટરે અફઝલ ને ઈન્જેક્શન આપ્યું. જેથી તાવ ઝડપથી કંટ્રોલ કરી શકાય . અને દવાઓ પણ પ્રીસક્રાઇબ કરી આપી . અને હોટલના સ્ટાફ ની મદદથી અપરા એ તરતજ દવાઓ પણ મંગાવી લીધી. અપરા એ સતત માથા પર અને અફઝલ ના પગ પર પોતાં મુકવા નુ ચાલુ જ રાખ્યું. હવે અફઝલ નો બબડાટ પણ બંધ થઈ ગયો હતો. ઇંજેક્શન ની અસર ના કારણે તાવ પણ હવે ઉતરવા લાગ્યો હતો. ડોકટરે કહ્યા પ્રમાણે અફઝલ ને વાઇરલ ફીવર જ હતો. પણ સમય પર દવા ન મળવા ને કારણે વધી ગયો હતો. સાજે છ વાગે અપરા થાકી ને અફઝલ ના હાથ પર માથું ઢાળી ને રડવા લાગી.

“ પ્લીઝ મને માફ કરી દેજો. હુ તમને દુખ પહોંચાડવા નથી માંગતી. હું પણ તમને એટલાં જ ચાહું છુ.પણ ડરુ છું. આપણો એ સંબંધ ક્યારેય સ્વિકાર્ય નહી હોય. .અને પછી એ વેદના ખુબ આકરી છે. એટલેજ હું તમારી સામે સ્વીકારતી નથી. .”

અપરા ના આંસુ થી અફઝલ ની હથેળી ભીની હતી. અફઝલ બધુંજ સાંભળતો હતો. પણ હજુ પોતે ઉંઘે છે એવો ડોળ એણે ચાલું રાખ્યો હતો. થોડીવાર પછી જાણે એ ભાનમાં આવ્યો હોય એમ ઉઠ્યો. એ થોડો સ્વસ્થ દેખાતો હતો. એના ઉઠતાં જ અપરા એને સફરજન કાપી ને આપ્યુ. અફઝલે થોડી આનાકાની કરતાં બે ત્રણ પીસ ખાધા. અને અપરા એ બધી વાત કરી.

“ તમે એકવાર પણ મને જણાવ્યું નહી..તમારી તબિયત વિશે.”

અપરા એ ધીમા શાંત અવાજે કહ્યુ. અફઝલ એની વાત સાંભળીને ને થોડું ખાંસ્યો.

“ મેં....! મેં તમને જણાવ્યું હતું . મીસ દવે. યાદ કરો. રાત્રે મે તમને દવા માટે પણ પૂછેલું..”

એટલામાં રુમસર્વીસ એમ અવાજ સાથે દરવાજા પર નોક કરી ને વેઇટર સુપ લઇ ને હાજર થયો. અપરા એ ટ્રોલી અંદર લીધી. અને માણસ ને ઓર્ડર મુજબ સારી ખીચડી કલાક પછી લાવવા કહ્યુ. એણે અફઝલ ને સુપ સર્વ કર્યું. અફઝલ ની ઇચ્છા ન હોવા છતાં પણ અપરા એ પરાણે સુપ પીવા કહ્યુ. અને જમ્યા ના કલાક પહેલા લેવાની દવા પણ આપી. સાથે સાથે મીટીંગ મા થયેલી ચર્ચાઓ વિશે પણ થોડું થોડું જણાવતી રહી. અને કલાક પછી ફરી વેઇટર ખિચડી આપી ને ગયો.

“ ઓહ નો... હવે શું આવ્યું..? મને હવે કંઇજ જમવા ની ઇચ્છા નથી. “

અફઝલ લાડ કરતો હોય એમ બોલ્યો. કેમકે અપરા એની એક નહી ચાલવા દે. એ જીદ કરશે એની ખબર હતી.અને અફઝલ ને પસંદ પણ હતું.

“ એવુ ચાલવાનું જ નથી. “

આટલું બોલી અપરા એ અફઝલ ને ટેકો આપીને થોડો પલંગ ની પીઠ ના ટેકે પીલો રાખી ને બેસાડ્યો. અને થોડી ખીચડી ડીશ માં સર્વ કરી ને ડિશ અફઝલ ના હાથમાં આપી. .

“ પ્લીઝ મને હવે સહેજ પણ ભુખ નથી. આમ પણ થોડું વોમીટીઁગ સેન્સેશન અવે છે . અને ઇચછાપણ નથી કંઈ પણ ખાવાની. ...અને એમ પણ મને કોઈ આટલી કેર કરે એ પસંદ નથી. હું કોઈ જ આદત પાડવા નથી માંગતો. “

અપરા કંઇજ બોલ્યા વગર નેપકીન અફઝલ ના ગળે ભરાવ્યું. પાણી નો ગ્લાસ ભરી ને સાઇડ ટેબલ પર મુકયો. અને જમ્યા પછી લેવાની દવા પણ. અફઝલ ને બધું જ ગમી રહ્યુ હતું. અપરા એની સંભાળ રાખતી હતી એ એટલેજ એ ના પાડતો અને અપરા પરાણે એનું કામ કરતી.

“ અપરા આય એમ સોરી...”

“ ઇટસ ઓકે.”

અપરા એ કોરો જવાબ આપ્યો.

“ તું કંઈ વાત નહી કરે મારી સાથે..?”

અફઝલે એની સામે જોઈ ને પુછ્યું.

“ કંઈ પણ ..”

“ હા તો હમણાંજ મીટીંગ મા શુ થયું એ વાત કરી જ ને..હજુ જે વર્ક થયું છે એ પણ તમને બતાવીશ. પણ જમી ને દવા લઇ લો પછી બધું ડિસ્કશન કરશું “

અપરા રુમ માં બધુ સરખું મુકતાં મુકતાં વાત કરી રહી હતી. બોલતી વખતે એકવાર પણ એણે અફઝલ ની સામે જોયું નહી.

“ કામ ની વાત નહી..બીજી વાતો. જેમ તું નિષીત સાથે વાત કરે છે. ઓફીસ માં પ્રીતી સાથે . ચાંદની સાથે વિનીત સાથે જે રીતે વાત કરે .એમ વાત કરવાનું કહું છું. નોર્મલ કામ સીવાય ની વાતો.”

“ મી. મલ્લીક..”

“ ઓહ...!હવે સર માંથી મી.મલ્લીક ? “

અફઝલે થોડા ઉંચા અવાજે કહ્યુ. બધું સાંભળ્યુ હતું. અપરા ના મોઢે .છતાં હજું કેમ આવું અતડુ વર્તન કરેછે.? અપરા પાણી નો ગ્લાસ અને દવા હાથમાં લઇ ને ઉભી હતી.

“ સર દવા લઇ લ્યો. પછી મારે પણ જવું છે. હુ થોડી ફ્રેશ થઇ જઉં. “

અફઝલ હવે ખુબ અકળાયો હતો. એણે અપરા ના હાથ નું કાંડુ. જોરથી અંતે પકડી જ લીધું. અપરા એ હાથ આડોઅવડો મરોડી ને હાથ છોડાવવા ની કોશીષ કરી . પણ અફઝલ ની પકડ મજબૂત હતી.

“ પ્લીઝ સર... મારો હાથ છોડો. તમે જ કહ્યુ હતું કે...કે...!”

“ કે....? અને હા મીસ દવે. કાલે જ તમે પણ કહેલું કે તમને મારામાં કોઈ રસ જ નથી. તો પછી આ બધું શું કામ? “

“ એ....એ..તો..ફકત માણસાઈ ખાતર.અહીં તમારી સાથે હું આવી છું એટલે મારી ફરજ બને.”

“ ઓહહહહહહહો...! ફરજ.. એમ? તો ફરજ ફક્ત ડોકટર બોલાવવા સુધીની જ હતી. અને તમારી ડ્યુટી પુરી. તો પછી આ નાહકના દવા આપવા ના જમવાનું પરાણે જમાડવાના કેર કરવાનાં નાટક શા માટે?”

અપરા નો હાથ હજુપણ અફઝલે પકડેલો હતો. અપરા પણ અકળાઇ રહી હતી. અફઝલ ધીમે ધીમે એને પોતાની નજીક ખેંચી રહ્યો હતો. અપરા નું આખું શરીર ધ્રુજી રહ્યુ હતું અફઝલ ની સાથે એકાંત. ગુસ્સો અને પોતાનો છૂપાવી રાખેલો પ્રેમ. અપરા એ દવા અને પાણી થોડું નીચે ઝુકી ને ટેબલ પર મુક્યું.

“ બસ.... બહુ થયું ..તમે હવે લીમીટ ક્રોસ કરી રહયાં છો સર..”

અપરા હાથ છોડાવીને દરવાજા તરફ ચાલવા માંડી. પણ અફઝલે નકકી જ કર્યું હતું. કે કંઈ પણ થાય કાં તો આ પાર કાંતો પેલે પાર. એ તરતજ ઉભો થયો. એણે ફરી અપરા નો હાથ પકડ્યો. એ આગળ વધતો ગયો અને અપરા પાછલા પગે પાછળ ખસતી રહી. એનાં શ્ર્વાસ ની એના હ્રદય ના ધબકારા ની ગતી સુપર ફાસ્ટ ટ્રેન જેવી હતી. ખસતાં ખસતાં એ દિવાલ ની સાથે અથડાઈ ગઈ. હવે આનાથી વધારે પાછળ જઇ શકવાની કોઈ શકયતાં જ ન હતી. અફઝલ હવે એની ખૂબજ નજીક હતો.એ છૂટી શકે એમ ન હતી.

“ સ..સ...રર..ર પ્લીઝ મને જવા દો. “

અપરા એ આંખો બંધ કરી દીધી.

“ ના..”

“ હાથ જોડું તમને. જવા દો મને..પ્લીઝ..”

અફઝલ એકદમ અડોઅડ આવીને ઊભો રહ્યો. એણે પોતાનાં બંને હાથ દિવાલ પર અપરા ની આજુબાજુમાં ટેકવ્યાં.

***