And I quit in Gujarati Short Stories by Priyansh Parmar books and stories PDF | એન્ડ આઈ ક્વીટ...

Featured Books
  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

  • मंजिले - भाग 14

     ---------मनहूस " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ कहानी है।...

Categories
Share

એન્ડ આઈ ક્વીટ...

And I quit…

ઠુકરાઓ અબ કે પ્યાર કરો મેં નશે મેં હું,જો ચાહો મેરે યાર કરો મેં નશે મેં હું.. ગઝલ સાંભળાતા સાંભળાતા એક કીન્ગ્ફીશેર ની બોટલ ખાલી કરી ગયો હું. મારી આંખો ધીમે ધીમે ઘેરાવા લાગી અને હું ત્યાં જ સુઈ ગયો. અચાનક કોઈ એ પાણી મારા પર ફેક્યું. હું આંખ ખોલી ને જોવા ગયો તો સામે નુ દ્રશ્ય જોઈ હું દંગ જ રહી ગયો. સામે મારા જેવા હુબહુ બે માણસો ને મેં જોયા. મેં આજુ-બાજુ જોયું પણ અમારા ૩ સિવાય કોઈ ના હતું. તેઓ બંને મારી પાસે આવ્યા ને કહ્યું,”કેમ છે વંશ?” (હા, મારું નામ વંશ છે.) મને શું જવાબ આપવો એ વિચારતો હતો ને ત્યાં તેઓ બોલ્યા,”અમને ખબર છે કે હમણાં પરીસ્થિતિ સારી નથી. ”

હું બોલ્યો,”બધું બરોબર જ છે. ”

તેઓ બંને સાથે બોલ્યા,”બધું બરોબર છે એવું લાગતું તો નથી. ”

હું બોલ્યો,”પણ તમે મને કઈ રીતે ઓળખો છો, હું તમને ઓળખતો જ નથી. ”

“પણ અમે તને ઓળખીએ છીએ અને અમે તારી સાથે વાત કરવા આવ્યા છીએ. ”

“કઈ એવું થયું જ નથી તો વાત કરી ને મતલબ નથી” મેં કહ્યું.

“પણ મને તો એવી ખબર મળી છે કે તું કોલેજ મૂકી રહ્યો છે. ” તેમાનો એક બોલ્યો.

“એક મિનીટ તમને કઈ રીતે ખબર પડી અને હું કન્ફયુસ છુ કે કોણ શું બોલી રહ્યો છે. તમે બંને એક જેવા જ છો. ”

તેમાનો એક બોલ્યો,” હું વંશ-૧ અને આ વંશ-૨. કન્ફયુસન ક્લિઅર બસ. ”

મેં કીધું,”તમને કઈ રીતે ખબર પડી કે હું કોલેજ છોડવાનું વિચારી રહ્યો છું. આ વાત તો મેં કોઈ ને કરી નથી.

વંશ-૨-“એ અમને બધી ખબર પડી જાય, પણ એ કે તું કોલેજ કેમ મુકી? ડરી ગયો કે શું?”

હું બોલ્યો,” ડરી નથી ગયો. મને રીયલાઈઝ થયું કે આ મારાથી નથી થતું. આ eletronics, automation, robotics ને બધું. ”

વંશ-૨-”અરે ગાંડા,” automation અને robotics બધું તો ભવિષ્ય છે. તું જે કોલેજ માં છે એ કોલેજ બેસ્ટ છે અને માટે. મેં એમ પણ સાંભળ્યું છે કે હમણાં તારા કોલેજ ના વિધાર્થી ને સારું પેકેજ મળ્યું છે કંપની માં. તું મહેનત તો કર. લાઈફ સેટ થઇ જશે. This is the future my friend.

હું-“કઈ રીતે લાઈફ સેટ થઈ જશે? બસ બીજા ને સારું પેકેજ મળે એટલે મારે ત્યાં જવું. I know automation is the future but not for me. બસ આમાં સ્કોપ છે આની ડીમાંડ વધશે એટલે મારે આમાં જવું એમ. What about my interest. ”

વંશ-૨-“તો તને કોલેજ ના બે વર્ષ પછી ભાન થયું. અહી આવતા પહેલા વિચારવું હતું ને. ”

વંશ-૧-“શું છે તારો ઇન્ટરેસ્ટ?”

હું-“તમે હસસો તો નહિ ને. I like history. I wanted to be writer. You know historical writer. I want to know what happened in the past. I love to visit the historical place, gather the information about it. I want to write about it, want to make a documentary film type on it. I am not intelligent enough to make a good robot but i think I am intelligent enough to make a creative story. ”

વંશ-૨-“But it will not give you…. ”

હું-“ But it will not give me money. ”

વંશ-૧-“કેમ ના મળે? મળે જ ને. તારે તો B. A. કરવું જોઈને. ”

હું-“A Person who scored 91% in 12th Science and going for B. A. degree. Are you kidding me? ”

વંશ-૨-“બે તો વર્ષ છે યાર. ડિગ્રી મળશે ને તને પછી જોબ. ”

હું-“ડિગ્રી ખાલી ડિગ્રી. એ મીથ છે. જોબ મેળવવા માટે ડિગ્રી નહિ નોલેજ અને સ્કીલ જોઈએ. જો તમે ઇન્ટેલિજન્ટ હસો તો જોબ મળી જશે. ”

વંશ-૧-“Do what you want to do. Don’t think much about future because you are just destroying your present for making good future. ”

વંશ-૨-“So, are you clear about to quit engineering?”

હું-“yes. ”

વંશ-૨-“પછી શું?”

વંશ-૧-“You should do B. A. with history. ”

વંશ-૨-“You are letting a good collage, so you can do B. A. with history. Are you stupid or what?”

વંશ-૧-“Degree is just degree not measurement of any intelligence. ”

વંશ-૨-“તો પછી રિસ્ક લ્યો છો તમે સાહેબ. ”

વંશ-૧-“Life is like a test match. You should leave some good balls to play longer. You will always have second chance like second innings. You have chance in second innings to correct your all mistakes that you made in first innings. Performed well in second innings. ”

વંશ-૨-“લ્યો,ફિલોસોફી ચાલુ આની. ”

વંશ-૧-“Shut up. ”

વંશ-૨-“હજી પણ સમય છે,આમ ભાગીસ નહિ. ડિગ્રી લઈલે પછી જોબ મળી જશે કા તો માસ્ટર કરજે. ”

હું-“I don’t want survive now. I want live and enjoy also. ”

વંશ-૧-“Don’t study just to get degree. If you have interest then study. Study to get knowledge. This is the true meaning of education. You should enjoy also. ”

વંશ-૨-“જે કરવું હોય એ કર લાઈફ તો તારી જ છે. ”

વંશ-૧-“Take that risk. ”

હું-“Yes, I am going to take that risk. ”

સવાર ના સૂર્ય ના કિરણો એ મારી ઊંઘ ને તોડી. મેં આંખો ખોલી ને આજુબાજુ જોયું ઓ બંને ક્યાય દેખાણા નહિ. પછી મને ભાન થયુ કે આ તો સપનું હતું. હતુ તો સપનું પણ મને હકીકત બતાવી ગયું.

5 years later……

હું મારા ઘર માં બેઠો બેઠો લેપટોપ માં ગેમ રમી રહ્યો હતો. અને અચાનક મારા ખભા પર કોઈ નો હાથ મેં અનુભવ્યો.

મેં જોઈ ને કીધું,”આવી ગયા તમે પાછા. ” તેઓ બોલ્યા,”હા ભાઈ આવી ગયા. ”

વંશ-૧-“અભિનંદન કલેકટર સાહેબ. પહેલી જ વાર માં UPSC ક્લિઅર. કેવું લાગે છે? ”

હું-“તમે જયારે લોડ્સ ના મેદાન પર પહેલી જ વાર રમો ને ડેબ્યુ માં જ સેન્ચુરી મારો ને એવી ફીલિંગ્સ આવે છે બાકી. ”

વંશ-૨-“ અભિનંદન રાઈટર સાહેબ. ૫ હિસ્ટોરિકલ બૂક પણ લખી ને એક વેબ-સીરીસ પણ લખી. જબરદસ્ત બાકી. ”

વંશ-૧-“I told you to take the risk and now you are rewarded with beauty. પણ કલેકટર કેમનો બની ગયો. ”

હું-“મને લાગ્યું કે આમા સ્કોપ સારો છે. હાહા”

વંશ-૧-“એ તો છે જ. ”અમારા હાસ્ય થી વાતાવરણ આખું ગુંજી ઉઠ્યું.

વંશ-૨-“તો પછી પાર્ટી થઇ જાય. ”

હું-“sure. ”

સમાપ્ત.

જો તમને આ ગમે તો તમારો પ્રતીભાવ જરૂર આપજો અને શેર જરૂર કરજો.

-Priyansh Parmar