Addvait in Gujarati Love Stories by Darshita Jani books and stories PDF | અદ્દવૈત

Featured Books
Categories
Share

અદ્દવૈત

ખુલ્લી આંખે છત તરફ તે નિઃશબ્દ તાકી રહી હતી. એક પછી એક વિચારો તેના મસ્તિષ્ક ને હલાવી રહ્યા હતા જે તેના ગોરા સુંદર ચેહરા પર સ્પષ્ટ નજર આવતું હતું. અચાનક તેનું ધ્યાન બાજુમાં સુતેલા પુરુષ સૌષ્ઠવ પર પડી. તેણે ઝૂકીને તેના સુવાળા કાળા વાળ માં હાથ ફેરવી જગાડ્યો.“અદ્વૈત, સવાર થઇ ગઈ.”

તેનો હાથ સ્પર્શતા જ અદ્વૈત જાગી ગયો. અને બાજુમાં પડેલા મોબાઇલ માં ટાઇમ જોઈ સ્મિત કરવા લાગ્યો

“જાસ્મીન, ૭ વાગ્યા છે. થોડી વાર સુઈ જવા દે બસ અડધી કલાક”

***

અદ્વૈત ૨૭ વર્ષનો સોહામણો અને અને ખુબ લાડકોડ માં ઉછરેલો યુવાન. તેની આંખો માં હજારો સપના હતા. પિતાનો બીઝનેસ સાંભળવા થી લઈને લાસ વેગાસ માં પાર્ટી કરવા સુધી ના તરવરાટ હતા એને. બસ લગ્ન શબ્દ તેને ગાંઠતો નહોતો. તેના માતાપિતા સાથે લગભગ રોજ આ વાત પર ઝગડો થતો. તેની માતા પ્રીતિ તો ઘણીવાર ગુસ્સા માં કેહતી કે બીજી નાત ની ગોતી હોઈ તોઈ ચાલશે પણ લઇ તો આવ અને અદ્વૈત હમેશા વાત હસીને કે ગુસ્સા થી ટાળી દેતો.

પણ આજે અદ્વૈત જયારે ઘરે પહોચ્યો ત્યારે પ્રીતિ સાવ સુનમુન બેઠેલી હતી. તેને જોઈ અદ્વૈત થી રેહવાયું નહિ.

“શું થયું ફરીથી?”“તું લગ્ન કેમ નથી કરતો?”“નથી કરવા એટલે”“આજે છેલ્લી વાર પુછુ છુ. હવે ક્યારેય નહિ પુછુ” પ્રીતિ ની આંખ માં કઈક એવું હતું જે અદ્વૈત થી સહન ના થયું અને આખરે બોલી પડ્યો“હા કોઈ છે જેને બહુ પ્રેમ કરું છુ”“તો લઇ આવ ને”“નથી શક્ય, અને એના સિવાય કોઈ બીજા વિશે હું વિચારી પણ નહિ શકું”“કોણ છે? હું વાત કરીશ, સ્વર્ગ ની અપ્સરા ય લઇ આવીશ હું મારા અદ્વૈત માટે તો. તું નામ તો કે” પ્રીતિ એ લાડ કર્યા.“નહિ થઈ શકે. તને લગ્ન ના કરવાનો જવાબ મળી ગયો ને, હવે અહીજ પૂરી કરો આ વાત પ્લીઝ” અને તે જવાબ સાંભળ્યા વગર જ અંદર ચાલ્યો ગયો.

પ્રીતિ નું મન ખુબ જ વલોવાતું હતું. તેનો જીવ મુંઝાવા લાગ્યો હતો. તે બહાર હીચકા પર બેસી મનોમંથન કરવા લાગી.ત્યાં જ સામે ના બંગલા થી પારીજાત ના ફૂલો જેવી જાસ્મીન બહાર આવી અને પ્રીતિ ની બાજુમાં બેસી ગઈ.“શું કીધું તમારા લાલ એ?”“કીધું કે કોઈ ગમે છે, પણ એને ઘર માં લાવવી શક્ય નથી.”“એવું કોણ છે? હું વાત કરું?”“હવે તો તું જ સમજાવી જો નાલાયક ને અને નામ કઢાવ ઓલી નું”“ઓંકે”

***

જાસ્મીન ત્રિવેદી અને પ્રીતિ નો પરિવાર વર્ષો થી સામસામે રેહતા. પ્રીતિ પરણીને આવી ત્યારે જાસ્મીન માંડ ૧૩ વર્ષ ની હતી. ખુબ જ સુંદર અને લાગણીશીલ જાસ્મીન અજાણ્યે જ પ્રીતિ ના પરિવાર નો ખાસ હિસ્સો બની ગઈ હતી. પ્રીતિ ના સાસુ સસરા ને પણ જાસ્મીન ખુબ વ્હાલી હતી અને પ્રીતિ ને પણ. અદ્વૈત ના જન્મ વખતે ૧૫ વર્ષ ની જાસ્મીન જ મોટા ભાગ ની દોડાદોડી કરીને બધા કામ સાંભળી લેતી.

કોલેજ માં જ સાથે ભણતા અક્ષર સાથે લગ્ન કરી તે મુંબઈ સેટલ થઇ તેના ૧ જ વર્ષ માં પ્રીતિ નો પરિવાર પણ મુંબઈ બીઝનેસ માટે સેટલ થયો અને નસીબ જોગ પ્રીતિ નો બંગલો બિલકુલ જાસ્મીન ની સામેનો જ હતો.જાસ્મીન અને પ્રીતિ ને તો કલ્પના ય નહોતી કે તેઓ ફરીથી આવી રીતે મળી જશે. અને બંને પરિવાર એક બીજા માટે અવિભાજ્ય અંગ બની ગયા.

જાસ્મીન નો પતિ અક્ષર એક મહિના માટે હમણાં થી હોલેન્ડ ગયો હતો તેણે વિચાર્યું અદ્વૈત ને ડીનર પર બોલાવીને જ બધી વાત કરું.

***

“આંટી રાતે રોમન પાસ્તા અને બ્લુ બેરી ચીઝ કેક બનવાની છું. તમારા લાડલા ને કેજો રાતે ઘરે જમવા આવી જાય.” જાસ્મીન સવાર ના ૯ વાગા માં રાડો નાખીને બોલતી હતી જેથી અદ્વૈત સાંભળી શકે.

“બ્લુ બેરી નઈ રેડ વેલવેટ બનાવ તો આવીશ.” જાસ્મીન નો અવાજ સંભાળતાજ અદ્વૈત બાલ્કનીમાં દોડી ગયો.

“રેડ વેલવેટ ખાવી હોઈ તો હેલ્પ કરવા આવવું પડે.”“હું કઈ નથી આવવાનો, તું બનાવીને રાખ જે. હું સીધો ૯ વાગે જમવા જ આવીશ ને મેહરબાની કરીને મારા લગ્ન ની વાત ના કરતી બાકી હું નહિ આવું.” અદ્વૈત એ સરસરી નજર જાસ્મીન ને પ્રીતિ પર નાખતા કહ્યું.

જાસ્મીન સીધી ઘર ની બહાર નીકળી અદ્વૈત નો સીધો કોલર જ ખેચ્યો“૭ વાગે હેલ્પ કરવા આવી જા જે ચુપચાપ, અને આપણે ખાલી ડીનર કરશું બીજી કોઈ તને ના ગમે એવી ચર્ચા નહિ કરીએ ઓકે?”“ઓકે” અદ્વૈત એ કોલર છોડાવતા કહ્યું. અને ઘર ની બહાર નીકળી ગયો.

પ્રીતિ અને જાસ્મીન એકબીજા સામે જોઈ ધીમું ધીમું હસતા રહ્યા.

***

અદ્વૈત ના જન્મ ના ૨ વર્ષ ના સમય ગાળા માં જ તેના દાદા દાદી નું અવસાન થઇ ગયું. અદ્વૈત નું કોઈ ભાઈ બહેન તો હતું નહિ અને મમ્મી પપ્પા પાસે બીઝનેસ સિવાય કોઈ વસ્તુ માટે સમય નહોતો. અદ્વૈત માટે બધુય જાસ્મીન જ હતી.

જાસ્મીન ની મોટી બહેન ના પણ લગ્ન થઇ ગયા હતા એટલે જાસ્મીન ની પણ અદ્વૈત દુનિયા બની ગયો હતો. અદ્વૈત નું સ્કુલ, કલાસીસ નું હોમવર્ક, એક્સ્ટ્રા એક્ટીવીટી બધું જાસ્મીન કરાવતી. બંને એકબીજાને બધું જ શેર કરતા.

કોલેજ માં ભણતી જાસ્મીન જો આખો દિવસ અદ્વૈત ને ના મળે તો રાત્રે એના ઘરે જઈને બધું કેહતી. અક્ષર એ જયારે જાસ્મીન ને પ્રપોઝ કર્યું ત્યારે પણ સૌથી પેહલા તેણે અદ્વૈત ને કીધું હતું.

૨૮ વર્ષ ની જાસ્મીનની વિદાય વખતે અદ્વૈત અને જાસ્મીન એક બીજા સામે જોઈ પણ નહોતા સકતા. જાસ્મીન ની વિદાય પછી ૧૩ વર્ષ ના અદ્વૈત ને તો લગભગ ડિપ્રેશન જ આવી ગયું હતું.

પણ વર્ષ દિવસ માં જ મુંબઈ માં સમ સામે રેહવાનું થતા અદ્વૈત સોળે કળાએ ખીલી ગયો હતો. જાસ્મીન અને અક્ષર પણ એટલા જ ખુશ હતા.

પ્રીતિ ને વિશ્વાસહતો કે જાસ્મીન અદ્વૈત પાસેથી બધું જાણી જ લેશે અને કોઈક રસ્તો નીકળશે.

***

“રેડ ફૂડ કલર.” અદ્વૈત એ જાસ્મીન ના હાથ માં બોટલ આપતા કહ્યું. અદ્વૈત આવ્યો ત્યારથી કોઈ ને કોઈ કામ માં જ પડ્યો હતો. જાસ્મીન પાસે વાત કરવાનો મોકો જ નહોતો. ફાઈનલી જાસ્મીન એ એને રેડ કલર લેવા મોકલ્યો. ફૂડ કલર સાથે જાસ્મીનએ અદ્વૈત નો હાથ પણ ખેચી લીધો.

“તને ખબર છે ને મારે વાત કરવી છે?”“પણ મારે કોઈ વાત નથી કરવી.”“કોણ છે ઈ?” જાસ્મીન એ એકદમ નજીક જઈ આંખ માં આંખ નાખી પૂછ્યું“પ્લીઝ જાસ્મીન રેવા દે”“અદ્વૈત કોણ છે ઈ? તું ખાલી નામ આપ”“છે કોઈક, બહુ બ્યુટીફૂલ, બહુ સમજદાર અને અતિશય પ્રેમાળ” અદ્વૈત નો પ્રેમ એના ચેહરા પર દેખાતો હતો.“તો પ્રોબ્લેમ શું છે? ચલ એના ઘરે, લઇ આવીએ તારા માટે”“ઈ નહિ આવે” અદ્વૈત નજર ફેરવી ગયો.“ચલ પાસ્તા ખવડાવ અને આ બેક કરવા મુક” અદ્વૈત એ વાત બદલવાની ટ્રાય કરી.

જાસ્મીન ને પણ વાત વધારવી યોગ્ય ના લાગી. તે ટેબલ લગાવવા લાગી

પાસ્તા ની પ્લેટ પાસ કરતા તેણે અદ્વૈત સામે ધારદાર નજરે જોયું“જયારે અક્ષર એ મને પ્રપોઝ કર્યું, મેં સૌથી પેહલા તને કીધું તું. જયારે એણે મુંબઈ શિફ્ટ થવાની વાત કરી, મેં ખાલી તને કીધું તું. લગ્ન પછી અક્ષર મારા માટે જે કઈ પણ લાવતા કે કરતા, હું પેહલા તને કેતી. પણ તું...”“જાસ્મીન એવું ના સમજ”“મને પ્રીતિ આંટી એ કીધું કે તને કોઈ ગમે છે. તે તો હજી સુધી અણસાર ય નહોતો આવા દીધો. હું લગભગ દર અઠવાડિયે પૂછતી કે કોઈ છે? તું હમેશા કેતો કે કોઈ જોઈએ એવી મળતી નથી, આટલું ખોટું અદ્વૈત??”

“હા, જાસ્મીન જોઈએ છે એવી નથી મળતી કોઈ. કારણકે જેને હું પ્રેમ કરું છું ઈ કોઈ બીજા ની છે”“વોટ ડુ યુ મીન?”“મીન્સ શી ઈઝ મેરીડ”

જાસ્મીન ને થોડો આંચકો લાગ્યો પણ જાત ને સંભાળીને બોલી“કોણ અદ્વૈત?”કોણ જાણે અદ્વૈત ને શું થયું કે એણે સીધી જાસ્મીન ની કમર માં હાથ નાખી એને ખેચી લીધી“તું.”“આઈ લવ યુ જાસ્મીન”

***

જાસ્મીન ને બહુ મોટો ઝટકો લાગ્યો. તે વિચારી જ ના શકી કે શું બોલવું? ત્યાં તેને ધ્યાન ગયું કે અનાયાસે જ પોતે અદ્વૈત ની બાહો માં છે. તેણે ઝટકા થી પોતાને છોડાવી.

“પાગલ છે કે? તું મારા હાથ માં મોટો થયો છે. કઈક તો વિચાર કર? હાઉ કેન યુ ઇવન થીંક ધેટ?”“એટલે જ નહોતો કેતો કોઈને હું જાસ્મીન, તારા હાથ માં મોટો થયો છું. પણ જ્યારથી સમજણો થયો ખાલી તને વિચારી છે મેં. મારું સપનું કે મારી હકીકત બધું તું છે. અદ્વૈત મેહતા ને અદ્વૈત મેહતા બનાવા વાળી તું છે. મારો પેહલો અને છેલ્લો પ્રેમ ખાલી તું જ છે. તું અક્ષર સાથે લગ્ન કરીને ગઈ એ પેહલા ય તને પ્રેમ કરતો હતો. ફરીથી અહિયાં મળી ત્યારે ય કરતો તો. તું અક્ષર માટે કેટલી પાગલ છો એ જાણ્યા પછી ય કરતો તો. હજી કરું છું. હમેશા કરતો રહીશ. મારા માટે પ્રેમ નો પર્યાય જ તું છો. તું જ કે હું કોઈ બીજી સ્ત્રી ને કેમ મારી ઝીંદગી માં લાવી શકું?” અદ્વૈત ની આંખો છલકી ગઈ

જાસ્મીન કંઈ સમજી કે બોલી શકે તેમ જ નહોતી. તેની સામેથી અદ્વૈત ની ૨૭ વર્ષ ની ઝીંદગી પસાર થઇ રહી હતી.

અદ્વૈત ઉભો થઇ કેક આવ્યો જાસ્મીન ની લગોલગ આવી ગયો.

“આજ સુધી તને કે કોઈ બીજાને મેં કઈ જ ખબર નથી પડવા દીધી. હું તને પ્રેમ કરું એમાં તારો કોઈ વાંક નથી. ચલ કેક ખા અને ભૂલી જા બધું. તું છો જ એવી જાસ્મીન કે કોઈપણ ને પાગલ કરી શકે. પ્લીઝ ભૂલી જા આ બધું”

“અદ્વૈત હું શું બોલું? આ બધું કેમ?”“ઈ બધું છોડ ને તું કેક ખા” અદ્વૈત એ કેકપીસ ધર્યુંજાસ્મીન એ કેકપીસ લઇ લીધું

બાકી ની સાંજ એમજ ઓગળતી રહી. ના જાસ્મીન કઈ બોલી શકી, ના અદ્વૈત કઈ સમજાવી શક્યો

***

એ જ આંખો હતી. એ જ ખુલ્લા કેશ હતા. એ જ કોટન ની સાડી ને ચાંદલો. તોય અરીસા માં દેખાતા પોતાના જ અક્સમાં જાસ્મીન ને કંઇક બદલાયેલું લાગતું હતું. જે છોકરો સતત તેની સામે જીવ્યો છે તે આજે કંઇક અલગ લાગવા લાગ્યો હતો. આજે જાણે દુનિયા જ બદલી ગઈ હતી.

પ્રીતિ ના પૂછતા તેણે કહી દીધું કે અદ્વૈત કોઈને પ્રેમ નથી કરતો ખાલી તમે હેરાન ના કરો એટલે કેહતો હતો. અને પ્રીતિનું ફરીથી અદ્વૈતને લગ્ન માટે હેરાન કરવાનું શરુ થઇ ગયું.

થોડા દિવસો ગયા અને લગભગ બધું નોર્મલ થઇ ગયું તું.

જાસ્મીન પોતાના રૂમ માં ઉભી હતી અને અદ્વૈત ના રૂમ માંથી લાઉડ મ્યુઝીક નો અવાજ આવતો હતો. કોણ જાણે શું વિચારીને પણ તે પોતાની બાલ્કનીમાં ગઈ અને જોયું તો અદ્વૈત અરીસા સામે તૈયાર થતો હતો. ખબર નહિ કેમ પણ આજે જાસ્મીન નું હૃદય થડકારો ચુકી ગયું. અદ્વૈત ખરેખર કેટલો હેન્ડસમ હતો તે જાસ્મીન કદાચ પેહલી વાર જોતી હતી. સહેજ ભીને વાન, વી શેપ ની બેક, છ ફૂટ ની હાઈટ, બદામી આંખો અને દિલ ધડક સ્માઈલ. અદ્વૈત એ અરીસા માંથી જોયું કે જાસ્મીન તેને જ જોઈ રહી હતી. તેણે અરીસામાંથી જ આંખો ઉલાળી રમતિયાળ સ્મિત કર્યું. અને જાસ્મીન અંદર ચાલી ગઈ.

જાસ્મીન આ બદલાવ સમજી ગઈ હતી. તેને ખબર હતી કે ખરેખર શું કરવું છે. તે બસ એક મોકા ની રાહ જોતી હતી કે અદ્વૈત ને એક વાર મળી બધું કહી શકે અને પોતે પણ બધું સાંભળી શકે.

***

“વેગાસ માં સીમ્બિયન કેસીનો નો કોન્ટ્રેક્ટ મળી ગયો અદ્વૈત, ફાઈનલી.” અદ્વૈત નો ફ્રેન્ડ નિનાદ સીધો આવીને વળગી પડ્યો તેને.

“આઈ ન્યુ ધેટ” અદ્વૈત એ બહુ ઠંડા કલેજે જવાબ આપ્યો.“નેક્સ્ટ વીક થી જવાનું છે, ટીમ ફાઈનલ કરી લે ડાર્લિંગ. વી આર ગોઇંગ ફોર ધ બીગ્ગેસ્ટ પ્રોજેક્ટ ઓફ મેહતા કંપની” નિનાદ થી આ ખુશી કદાચ સહન જ નહોતી થતી.

અદ્વૈત એ ખાલી સ્માઈલ આપી અને તેના પેરેન્ટ્સ, અક્ષર અને જાસ્મીન ને ઇન્ફોર્મ કરવા જતો રહ્યો. જેવું તેણે એક્સ્પેકટ કર્યું હતું તેમજ રાતે પાર્ટી ની તૈયારીઓ સ્ટાર્ટ થઇ ગઈ હતી.

***

નેવી બ્લુ સાડીમાં જાસ્મીન ને જોતા જ અદ્વૈત ની નજર રોકાઈ ગઈ અને તે સીધો તેની પાસે ઘસી ગયો.

“કોન્ગ્રેચ્યુલેશન અદ્વૈત” જાસ્મીનએ હગ કરીને કહ્યું“થેંક યુ ધ મોસ્ટ બ્યુટીફૂલ વુમન ઓન પ્લાનેટ” અદ્વૈત રમતિયાળ સ્મિત સાથે બોલ્યો“વી નીડ ટુ ટોક”“ટોક અબાઉટ વોટ?”“આપણી વાત હજી અધુરી છે.”“ભૂલી જા ને.”“એક વખત, ખાલી એક વખત મારે બધું સંભાળવું છે. અને ઘણું કેહવું પણ છે.”“હું ૪ દિવસ પછી જાઉં છું. હવે શું ફરક પડે છે? લીવ ઈટ”“કેમ એક વખત ખાલી કહી દે. સાંભળી લે અને જતો રહે, હું નહિ રોકું”“ઓકે, મારી ૨૧ તારીખે સવારે ફ્લાઈટ છે. ૨૦ મી એ લઝાનીયા ખાવા આવીશ, ઈ પછી તું બધું જ ભૂલી જઈશ. બોલ પ્રોમિસ?”“સી યુ ઓન ૨૦” અને જાસ્મીન પાર્ટી માં અન્ય લોકો સાથે ખોવાઈ ગઈ.

અદ્વૈત ૩ દિવસ વિચારતો રહ્યો, શું બોલશે, શું કરશે, શું જવાબ આપશે અને શું સવાલ પૂછશે. કોઈ ફ્રેન્ડ પણ નહોતું એવું જેને કઈ પૂછી શકે અને વેગાસ જવાની તૈયારી માં ૨૦મી ની રાત ક્યાં આવી ગઈ તેને પણ ખબર ના પડી.

***

“હાઈ!”

રોજ સાડી કે ડ્રેસ પેરતી જાસ્મીન આજે લોંગ સ્કર્ટ અને ક્રોપ ટોપ માં હતી, કાનમાં લાંબા લટકણ અને ખુલ્લા લાંબા વેવી હેર. અદ્વૈત લગભગ વર્ષો પછી જાસ્મીનનું આ રૂપ જોતો હતો. થોડું આશ્ચર્ય ને થોડી ખુશીમાં તેનાથી આમ “હાઈ!” બોલાઈ ગયું.

“હાઈ અદ્વૈત, અંદર વેલકમ કરું તે પેહલા એટલું સમજી લે કે આજે હું ખાલી જાસ્મીન છું. હું આજે અક્ષર ની પત્ની નથી. તારા ફેમીલી નું અવિભાજ્ય અંગ નથી. માત્ર જાસ્મીન છું, જેને તું ચાહે છે તે જાસ્મીન. ઓકે?”“ઓકે” અદ્વૈત હજી કઈ જ સમજી નહોતો શકતો પણ તે અંદર ગયો.

સામે ટેબલ પર વોડકા અને ગ્લાસીસ મુકેલા હતા વિથ ચીઝ ટોસ્ટ એન્ડ મીયોનીઝ સેલડ.

“આજે તું જટકા પર જટકા દેવાના મૂડ માં લાગે છે.”“જાણે કેમ તને ખબર જ ના હોઈ કે હું ય ક્યારેક ડ્રીંક લઉં છું એ?”“ઓકે ફાઈન, બનાવ ડ્રીંક”

જાસ્મીન એ ૨ ડ્રીંક બનાવ્યા અને બોટોમ્સ અપ ચાલતું રહ્યું. ૨ ડ્રીંક, ૪ ડ્રીંક અને ૫મુ ડ્રીંક લેતા જાસ્મીન ને અદ્વૈત એ રોકી દીધી અને તેના ગોઠણ પર બેસી ગયો.

“આઈ લવ યુ જાસ્મીન”

***

“આઈ લવ યુ જાસ્મીન” અદ્વૈતે જાસ્મીનનો હાથ પોતાના હાથ માં લેતા ગોઠણ પર બેસતા કહ્યું.“મારી ૨૭ વરસ ની ઝીંદગી માં મેં ખાલી ને ખાલી તને જ જોઈ છે, ચાહી છે, ઝંખી છે અને માગી છે. ફક્ત તને.” એટલું કેહતા અદ્વૈત ની આંખો છલકી ગઈ. જાસ્મીન એ તેને વ્હાલ થી ઉભો કર્યો અને ફરીથી ચેર પર બેસાડી દીધો અને તેની લગોલગ આવીને બેસી ગઈ.

“અદ્વૈત આપણી ઉમર નો તફાવત તો વિચાર. અને આ ટોટલી ઈમ્પોસીબલ કહી શકાય તેવી ઝંખના કેમ રાખી શકે તું?”

“હું નથી ઝંખતો તને હવે, પણ ઝીંદગી ની દરેક ક્ષણમાં જો મારી બાજુમાં ઉભેલી કોઈ સ્ત્રી મેં વિચારી છે તો તે ફક્ત તું છે, હમેશા તું જ રહીશ. હું જાણું છુ તું કોઈની પત્ની છે, એની જ પ્રેમિકા છે. હું તારી લાઈફ માં મારું સ્થાન નથી બનાવવા માંગતો. અરે હું તો તને કઈ જ કેહવાનો પણ નહોતો પણ તું મારી બેસ્ટ ફ્રેન્ડ પણ તો છે, તને જાણવાનો પૂરો હક છે કે હું ક્યાં ઘાયલ થયો છુ” અને અદ્વૈત હસવા લાગ્યો.

“હા, એ તો હું હજી નારાજ છુ કે એક બેસ્ટ ફ્રેન્ડ તરીકે પણ તે મને કંઈ જ ના કહ્યું. પણ અદ્વૈત ખાલી એટલું જ પુછુ છુ કે જે શક્ય જ નથી એમાં શું કામ? તું હેન્ડસમ છે, ધારે તે ગર્લ લઇ આવી શકે એમ છે, તો પણ શું કામ?”

“જાસ્મીન નાનપણ થી અત્યાર સુધી મેં સાચે ઘણી છોકરીઓ જોઈ છે જે મારી આસપાસ ફરતી રેહતી, તને તો ખબર જ છે કે મારી ઘણી ફ્રેન્ડસ રહી છે અને એમાંથી મને કેટલા પ્રપોઝલ આવ્યા તે તારા થી વધારે કોને ખબર છે યાર? પણ તું...” અદ્વૈત એ જ કાતિલ સ્માઈલ આપી નજર ફેરવી ગયો.

“હું શું?” જાસ્મીન એ ગાલ પર હાથ મૂકી તેનો ચેહરો ફેરવ્યો અને અદ્વૈત એ તેને બાંહો માં લઇ લીધી. થોડી વાર અદ્વૈત એમજ ચુપચાપ ઉભો રહ્યો અને જાસ્મીન તેના વાળમાં હાથ ફેરવતી રહી.

“તારા સુધી આવીને મારી દુનિયા પૂરી થઇ જાય છે જાસ્મીન, હું સમજાવી શકું એનાથી ક્યાય વધારે તને પ્રેમ કરું છુ. આ જનમ માં નથી પોસીબલ મને ખબર છે પણ હું ક્યારેય કોઈ બીજાને પ્રેમ નહિ કરી શકું પ્લીઝ સમજને” અદ્વૈત નો ઉભરો શાંત થતા તે બોલ્યો અને જાસ્મીને તેને ત્યાં જ તેને સોફા પર બેસાડી દીધો.

અદ્વૈત ક્યાંય સુધી બધુંજ બોલતો રહ્યો અને જાસ્મીન બધું પ્રેમથી સંભાળતી રહી. થોડી વોડકા ની અસર અને વર્ષો થી સંઘરી રહેલી બધી વાત કહેવાઈ ગયા ના સંતોષથી અદ્વૈત ક્યાં સુઈ ગયો તેની તેને જ ના ખબર પડી. જાસ્મીન પૂરી રાત અદ્વૈત ની બાજુમાં જાગતી રહી અને તેને જોતી રહી. જાસ્મીન જાણતી હતી કે આ ચેહરો કદાચ એ છેલ્લી વાર જોવે છે. પોતે પણ ક્યાં પ્રેમ નહોતી કરતી અદ્વૈત ને? એક મિત્ર, તેની ઝીંદગી ના સૌથી સારા મિત્ર તરીકે તેણે અનહદ પ્રેમ કર્યો હતો. એક પતિ થી અલગ એક સ્થાન કોઈપણ સ્ત્રી ના જીવન માં તેના ગમતા પુરુષ નું હોઈ. તે તેના માટે અદ્વૈત જ હતો. જો અક્ષર ની પત્ની થી અલગ થઈને વિચારે તો જાસ્મીન ની અંદર એક એવી સ્ત્રી હતી જ જેના માટે અદ્વૈત તેનું સર્વસ્વ હતું. આ બધા વિચારોમાં ક્યાં સવાર પડી ગઈ તેને પણ ખ્યાલ ના રહ્યો અને તેણે ઝૂકીને તેના સુવાળા કાળા વાળ માં હાથ ફેરવી તેને જગાડ્યો.“અદ્વૈત, સવાર થઇ ગઈ.”

તેનો હાથ સ્પર્શતા જ અદ્વૈત જાગી ગયો. અને બાજુમાં પડેલા મોબાઇલ માં ટાઇમ જોઈ સ્મિત કરવા લાગ્યો

“જાસ્મીન, ૭ વાગ્યા છે. થોડી વાર સુઈ જવા દે બસ અડધી કલાક”

“નહિ ઉઠ અત્યારે જ, ઇન્ડિયા માં આમેય તારો છેલ્લો દિવસ છે ગેટ અપ”

“બસ ઉઠી ગયો.” અને અદ્વૈત સ્માઈલ કરતો તેની સામે ગોઠવાઈ ગયો

“ચલ હવે ઘરે જા, રાત ની ફ્લાઈટ છે તારી, એન્જોય યોર લાસ્ટ ડે” કહી જાસ્મીન સોફા પર થી ઉભી થઇ અને અદ્વૈતએ હાથ ખેચી તેને પોતાની તરફ ખેચી લીધી.

“એક સવાલ નો જવાબ આપીશ?”“મારા સૌથી સારા મિત્ર તરીકે, મારી ઝીંદગી ના શ્રેષ્ઠ પુરુષ તરીકે અને મારા અવિભાજ્ય અંગ તરીકે મેં તને ખુબ પ્રેમ કર્યો છે અને હમેશા કરીશ. તારી જગ્યા હમેશા અક્ષર થી અલગ રેહશે મારી લાઈફ માં અદ્વૈત, યેસ આઈ લવ યુ”“બસ આજ પૂછવું તું, પણ જાસ્મીન કેમ બધું કઢાવ્યું તે મારા પાસેથી? શું મળ્યું?”“શાંતિ, મને નહિ તને. ઝીંદગી ભાર ઘુંટાઈ જાત તું આ બધું તારી અંદર રાખીને. એક વખત તે બધું કહીદીધું, તારાસવાલ ના જવાબ પણ તને મળી ગયા હવે તો તું પણ શાંતિ થી જીવી શકીશ ને?”અદ્વૈત ના ચેહરા પર ફરી કાતિલ સ્માઈલ આવી ગઈ. તે હજી નીકળતો જ હતો જાસ્મીન ના ઘરે થી કે અચાનક રોકાઈ ગયો. જાસ્મીને ફક્ત આંખ ઉલાળી.

“હવે તો તને બધી ખબર છે, આગળ શું?”“હું એક વધારે સારી પત્ની બનીશ, તું એક સારો માણસ બન જે” અને જાસ્મીન ના આંખ ના ખૂણા માંથી એક આંસુ ટપકી ગયું. અદ્વૈત કઈ જ બોલ્યા વિના મોબાઈલ કાઢ્યો અને જાસ્મીન નો ફોટો પાડી નીકળી ગયો.

અને જાસ્મીન પણ તેને છેલ્લી વખત જતા જોઈ રહી

***

Darshita Jani