Software Engineer ni safar - 3 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 3

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર

ભાગ - ૩

શાહિદ ના મનમાં ખુશીના મોજાઓ ઉમળી રહ્યા હતા. Linkedin બનેલી એક મિત્ર સાથે હવે રોજ કામ કરવા મળશે. ઓફિસ માં 8 કલાક પસાર કરવા મળશે, રોજ સોની ને જોવા મળશે. નવી કંપની માં પ્રોજેક્ટ સારા મળશે. આવા તો અનેક વિચારો સાથે એ કાંકરિયા ના તળાવ ની પાસે બેસી ને એ આવનારા સુખના દિવસો ને કલ્પી રહ્યો હતો.

રાબેતા મુજબ બીજા દિવસ ની સવાર થતા શાહિદ ફરીવાર પોતાની રોજિંદી પ્રક્રિયા પૂર્ણ કરી ઓફીસ જવા રવાના થયો. હવે સમય હતો રિઝાઇન આપવાનો. એને પોતાના પ્રોજેક્ટ મેનેજર ને આંતરિક ચેટ મેસેન્જર માં મેસેજ કર્યો

"હેલો સર, ગુડ મોર્નિંગ! આઈ વાનટ્સ ટુ ટોક વિથ યુ ફોર ફાઈવ મિનિટ્સ, આર યુ અવેલેબલ?"

"ઓકે પ્લીઝ કમ.." પ્રોજેક્ટ મેનેજર એ જવાબ આપ્યો.

શાહિદ એમની ડેસ્ક પર ગયો ત્યાં બીજા એમ્પલોયી હતા એટલે શાહિદ એ કહ્યું "સર , યે થોડા પર્સનલ હે! હમ અકેલે મેં બાત કર સકતે હે?" પ્રોજેક્ટ મેનેજર એની સામે થોડી વાર અચંબિત થઇ ને જોઈ રહ્યા અને કહ્યું. "મુજે પાંચ મિનિટ દો! ફિર મેં બુલતા હું!" એમ કહી શાહિદ ને પોતાની ડેસ્ક પર જવા કહ્યું. શાહીદ પણ એની ડેસ્ક પર જઈને બેઠો મનમાં એકાએક ધબકારા વધી ગયા, સાહિદ ને 20 ℃ પર AC ચાલતું હોવા છતાં પરસેવો છૂટવા લાગ્યો. આ જોયી એની પાસે બેઠેલા ઈશ્વરે કહ્યું "શું થયું લા? કેમ પરસેવો વડે છે? "

"કઈ નઈ સર, બસ એમ જ.." શાહિદ એ જવાબ આપ્યો.

"કામ કર કામ , સર ફ્રી થશે તો બોલાવશે.." ઈશ્વર એ ઓર્ડર કરતા હોય એવા ટોન માં કહ્યું.

શાહિદ મનોમન ઈશ્વર વિશે બોલી રહ્યો હતો. શાહિદ નું કંપની છોડવાનું એક કારણ ઈશ્વર પણ હતો. જ્યાર થી શાહિદ કંપની માં જોડાયો ત્યાર થી લઈને એ દિવસ સુધી એ એને અન્ડર એસ્ટીમેટ કરતો અને કંપની માંથી એને કેમ કાઢી નાખું એની જ રાહ જોતો હતો. શાહિદ એ ઘણીવાર વિચાર કર્યો કે એની સાથે નરમસ્તા થી વર્તે પણ એ કંઈક અલગ જ પ્રકાર નો હતો. કંપનીના એની સાથે જૉઇન થયેલા બીજા એમ્પલોયી ને પણ શાહિદ એ પૂછવાની કોશિસ કરી કે આ એની સાથે કેમ આવું વર્તન કરે છે. તો એને જાણવા મળ્યું કે એ ફક્ત શાહિદ જ નઈ પણ કંપની ના ઘણા લોકો કે જે એની હા માં હા ના મિલાવે અથવા એના કોમ્પિટિટર લાગે એ દરેક સાથે આવું જ વર્તન કરે છે અને મેનેજમેન્ટ માં પણ એ લોકો વિશે ખરાબ કહેવામાં કચાસ નથી રાખતો.

શાહિદ ને 5 મિનિટ બાદ પ્રોજેક્ટ મેનેજર એ એક નાના કેબીન માં બોલાવ્યો. શાહિદ પોતાનું PC લોક મોડ માં રાખી ને એ કેબિન માં પ્રવેશ્યો. પ્રોજેક્ટ મેનેજર નું નેચર ખુબ સારું ને હસમુખું હતું. એને શાહિદ ને પોતાના આજ સ્વભાવ માં રહી ને ચહેરા પર હળવા સ્મિત સાથે ત્યાં સોફા પર બેસવા કહ્યું અને ખુબ જ નરમસ્તા થી પૂછ્યું.

"બોલો, શાહિદ જી ક્યાં હુઆ? ઔર ઇતને ઘબરાયે હુંયે ક્યુ હે?"

"સર, બાત યે હે કી મુજે રિઝાઇન દેના હે. મેં દુસરી કંપની મેં જાના ચાહતા હું.."

"ઓહ, પર ક્યુ યહા આપકો ક્યાં તકલીફ હૈ?"

"સર યહાં સબ અચ્છા હે પર મેં અપને પર્સનલ ગ્રોથ કે લિયે MNC મેં જાના ચાહતા હું.."

"આપકો અભી તો એક હી સાલ હુઆ હે યહાઁ, થોડા ઔર રુકજાતે તો અચ્છા હોતા, આપકે લિયે ભી ઔર હમારે લિયે ભી, પર ખૈર આપને ડીસાઇડ કર લિયા હે તો મેં જાન સકતા હું આપકો પૈસો કી સમસ્યા હે યા કુછ ઓર?"

"નઈ સર, પૈસો કી તો કોઈ દિકકત નઈ હે પર મુજે MNC મેં જલ્દી મુવ હોના હે ઔર લાઈવ પ્રોજેક્ટસ પે કામ કરના હે.."

આજ રીતે બંને વચ્ચે વાર્તાલાપ થયો, પ્રોજેક્ટ મેનેજર એ ખુબ જ સમજાવાની કોશિસ કરી પણ શાહિદ ન માન્યો. શાહિદ એ પોતાનું ખરું કારણ પણ પ્રોજેક્ટ મેનેજર ને ન જણાવ્યું કે મેનેજમેન્ટ એને ખુબ જ ઓછા પૈસા આપે છે ને સાથે સાથે ઈશ્વર એ એક માનસિક ત્રાસ આપ્યો છે. એ પછી પ્રોજેક્ટ મેનેજર એ કંપની ના CEO સાથે વાત કરી. થોડા સમય બાદ CEO, પ્રોજેક્ટ મેનેજર, સેલ્સ હેડ, ડિરેક્ટર બધા એક જ કોનફેરેન્સ હોલ માં ભેગા થયા ને શાહિદ ને બોલાવ્યો. શાહિદ ધ્રુજી રહ્યો હતો. શાહિદ ને અનુભવ પણ ખુબ જ ઓછો હતો એટલે પ્રોસેસ ની પણ એટલી માહિતી ન હતી અને વધુમાં ત્યાં HR પણ છોડી ને ચાલી ગઈ હતી તો એમ્પલોયી ને કઈ પણ વાત આ લોકો સાથે જાતે જ કરવી પડતી. શાહિદ ત્યાં પહોંચતા ની સાથે જ બધા એક પછી એક બોલવા લાગ્યા. જાણે એને કોઈ પાપ કરી નાખ્યું હોય. પ્રોજેક્ટ મેનેજર પણ આ લોકો ના રંગમાં રંગાઈ ગયા. બધા વારાફરથી ડરાવવાની કોશિસ કરવા લાગ્યા , શાહિદ રડવા જેવો થઇ ગયો. પણ આ લોકો તો જાણે પત્થર દિલ ના હોય એમ જ એક પછી એક બોલી રહ્યા હતા. લગભગ 20 મિનિટ પછી શાહિદ એ મોઢામાંથી શબ્દો કાઢ્યા "સર, તમે કહો છો એ બધી વાત સાચી પણ આ મારો છેલ્લો નિર્ણય છે.." આ સાંભળી એ લોકો વધુ ઉગ્ર બન્યા જાણે શાહિદ એ એમની કંપની માં કંઈક કરી દીધું હોય. આજ વાત એક અઠવાડિયું ચાલી. શાહિદ એ કરેલા દરેક પ્રોજેક્ટ વર્ક ને ફરીવાર ટેસ્ટિંગ માં મુક્યા ને ખુબ ઝીણવટ થી ચેક કરવા QA ટીમ ને કહ્યું. શાહિદ એમાં પણ સફળ રહ્યો. ફરીવાર એને રોકવા બધા જ પ્રોજેક્ટ વર્ક માં ટેક્નિકલ ને યુઝર મેનુઅલ બનાવવા કહ્યું. એ વર્ક પણ કરી આપ્યું. પણ એ લોકો ની ક્રૂરતા અટકવાનું નામ નહોતી લેતી. અંતે શાહિદ એ પોતેજ કંઈક કરવું પડશે એ નિર્ણય કર્યો.

રિઝાઇન ની વાત થઇ એના દસ દિવસ બાદ કઈ જવાબ ન મળતા શાહિદ એ સાયબેઝ ની HR કામિની ને ફોન કર્યો. ને આખી પરિસ્થિતિ વર્ણવી. કામિની સ્વભાવે સારી હતી અને એને શાહિદ ની તકલીફ વર્તાઈ , એણે શાહિદ ને મળવા આવવા કહ્યું. શાહિદ ફરીવાર સાયબેઝ કંપની એ પહોંચ્યો અને પોતાની અત્યાર ની કંપની માં પોતે એક કામ માં ફસાયો છે તો બે કલાક મોડો આવશે એમ જણાવ્યું. શાહિદ કામિની ને મળ્યો ને વાત થઇ. કામિની એ એને અમુક સ્ટેપસ ફોલો કરવા કહ્યું. અને જો એને એ કંપની વાળા કઈ ડોકયુમેન્ટ નઈ આપે તો પણ રાખશે એવું આશ્વાસન આપ્યું. શાહિદ માં આ વાત થી થોડી હિંમત વધી. લગભગ બપોર ના 12 વાગે શાહિદ જૂની કંપની એ પહોંચ્યો ને મેનેજમેન્ટ સાથે વાત કરી , ફરીવાર એ તો એમના એ જ શબ્દો પર અડગ રહ્યા ને કઈ આગળ પ્રોસેસ વધારવા માં નીરસ લાગી રહ્યા હતા. શાહિદ એ એમને છેલ્લા શબ્દો માં કહ્યું, "ના મને તમારા પૈસા જોઈએ છે કે ના કોઈ સર્ટિફિકેટ , તમારી સાથે મેં ખુબ નરમસ્તા થી વર્તયું તમે કહ્યું એ દરેક વસ્તુ કરી આપી, ટેસ્ટિંગ, ડોકયુમેન્ટ, બધું જ પણ તમે મને સ્મૂથલી રિલીઝ કરવા માંગતા જ નથી. જો તમે હજી પણ નોટિસ પિરિઅડ આપવા માંગતા હો તો હું એ ભરવા તૈયાર છું પણ મને આજ ક્ષણે રિલિવિંગ ડેટ જોઈએ..!" શાહિદ ના આ શબ્દો પર થી પણ એમની ક્રૂરતા ના ઠરી ને અંતે શાહિદ ડોકયુમેન્ટ, પૈસા લીધા વગર જ નીકળી ગયો.

શાહિદ મન માં થોડુ ફ્રી ફિલ કરી રહ્યો હતો. એને સાયબેઝ ની HR ને સાંજે કોલ કર્યો.

"હેલો કામિની! શાહિદ હિઅર, હું હવે ફ્રી છું ક્યારથી જૉઇન કરી સકુ?"

"ગ્રેટ! કોંગો, યુ કેન જૉઇન અસ ફ્રોમ નેક્સટ મન્ડે.."

શાહિદ આ સાંભળી ને ખુશ થયો. ને બંને એ પેપર વર્ક ની વાત કરી ને ફોન મુક્યો. શાહિદ એ આ અગિયાર દિવસ દરમિયાન થયેલી દરેક ઘટના સોની ને જણાવી. અને આવતા સોમવારથી હવે એ પણ એની જ કંપની માં આવશે એના ન્યૂઝ આપ્યા. સોની પણ આ સાંભળી ને ખુબ જ ખુશ થઇ. એને પણ સાયબેઝ માં કોઈ ખાસ મિત્ર ન હતું અને શાહિદ ના આવવાથી એ કમી પુરી થવાની હતી.

શાહિદ પોતાના રૂમ પર અને સોની એની ડેસ્ક પર એકલા એકલા મલકાઈ રહ્યા હતા ને મોબાઈલ માં વોટ્સઅપ દ્વારા વિચારો અને ખુશીઓ ની આપલે કરી રહ્યા હતા. શાહિદ એ જોયેલું સપનું હવે પૂરું થવાંની તૈયારી માં હતું. અને સોની એ વિચારેલ વસ્તુ સાકાર થવાની તૈયારી માં હતી. હવે શાહિદ ને ના કોઈનો ડર હતો ના માનસિક ત્રાસ.

પોતાને મળેલા 4 દિવસના આ નાના વેકેશન ને એ માણવા લાગ્યો. છેલ્લા બે અઠવાડિયા માં બનેલ ઘટનાઓ ને ભૂલવાની ને ખુશ રહેવાની કોશિસ કરવા લાગ્યો. સાથે સાથે રાત્રે સોની સાથે વાતો અને દિવસે કમ્પ્યુટર ગેમ રમી ને સમય પસાર કરવા લાગ્યો. આમ કરતા કરતા રવિવાર આવી ગયો. બસ હવે એક જ દિવસ બાકી હતો પોતાની આ સોફ્ટવેર એન્જિનિઅર ની સફર ની એક અનોખી અને નવી શરૂઆત માટે. સોની અને શાહિદ હવે સાયબેઝ ના માધ્યમ થી રોજ 8 થી 9 કલાક સાથે વિતાવાના વિચારોમાં ખોવાયા હતા. બંને મળી ને કામ કરવાની , સાથે સમય વિતાવાની, પોતાની દોસ્તી ને ગાઢ બનાવની આ અનેરી તક ની રાહ જોતા જોતા બંને એ રવિવાર ની એ રાત ને સપનાઓ જોવામાં જ વિતાવી.…

***