Yuvan in Gujarati Motivational Stories by Rohit Marvaniya books and stories PDF | યુવાન

Featured Books
Categories
Share

યુવાન

યુવાન

યુવાની એ એક વૃતિ છે. યુવાનની આપણે શારિરીક વ્યાખ્યામાં જાણીએ છેએ. પરંતુ યુવાન ની માનસિક કે આધ્યાત્મિક અર્થ તો જાણતા જ નથી. યુવાન એટ્લે વિચારેલું, બોલેલું, કે સાંભળેલુ કંઇ પણ કરી શકવાની તાકાત,યુવાન એટલે કઈક નવું કરવાની ધગશ.

ઝવેરચંદ મેઘાણી ની એક પંક્તિ

“ઘટ માં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ

અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ “

યુવાન એને કહેવાય કે જેના માં ઘોડા જેવી થનગનાટ હોય, આકાશ માં ઉડવાની આત્મવિશ્વાસ રૂપી પાંખો હોય. અને દુનિયામાં કોઈ દિવસ ન થયેલું કાર્ય કરવાની ક્ષમતા હોય.

પરંતુ આજ નો યુવાન પોતાની મસ્તીમાં છે. ભારત ની સિસ્ટમ ને ગાળો આપતા હજારો યુવાનો છે, પરંતુ તે સિસ્ટમ ને બદલવામાં કોઈ ને રસ નથી. આજ કાલ સોશિયલ મીડિયા ના ઉપયોગ માં પૂરતો સમય છે. પણ દેશ ની રાજનીતી કે સાંસ્કૃતિ સમજવામાં બિલકુલ સમય નથી. વેલેંટાઇન કે ફ્રેંડશિપ ના દિવસે મેસેજ ની ભરમાર હોય છે. પરતું નેશનલ ડે તો યાદ જ ક્યાં છે. સવારે મોડો ઊઠતો આજનો યુવાન ગર્લફ્રેંડ/પત્ની ના જન્મદિવસ ની શુભકામના માટે મધરાત્રી સુધી જાગે છે પરતું પ્રજાસતાક કે સ્વાતંત્ર દિવસ તો આપણે ફોર્માલીટી માટે યાદ છે. Google માં સર્ચ મારતા અનેક યુવાનો છે પરંતુ તેમાં ઓલમ્પિક ના મેડલો તો બહુ ઓછું દેખાય છે. અંગ્રેજી ભાષા માં બોલવું એ status છે એવા કેટલાય યુવાનો જોયા છે. પરંતુ ગુજરાતી કે હિન્દી ભાષા તો દેશી લાગી છે. આજનો યુવાન અનેક હેરસ્ટાયલો ને જાણે છે પણ આપના દેશ માટે દેશભકતો એ આપેલું માથા નું બલિદાન નથી જાણતો. આજ નો યુવાન માઈકલ જેકસન ના સુઝે વિશે જાણે છે પરંતુ એકવસ્ત્ર ગાંધી ના ચરીત્ર વિશે નથી જાણતો. આજના યુવાન ને ગર્લફ્રેંડ/પત્નિ ના બાઇક માં બેસવાનો આનંદ હોય પરંતુ પપ્પા ના સ્કૂટર ની પાછળ બેસવામાં શરમ આવે છે. આજ ના યુવાન mother’s day કે father’s day માં સોશિયલ મીડિયા માં માતા-પિતા પ્રત્યે ના status મૂકવાનો અનેરો આનંદ આવે પરંતુ માતા-પિતા ની કામ માં મદદ કરવામાં એની પાસે ટાઈમ નથી. યુવાન પોતાના નજીવા સ્વાદ માટે પશુ-પક્ષી ને મારી સ્વાદ નો આનંદ લઈ રહીઓ છે.

આજનો યુવાન Educated તો છે પણ આધ્યાત્મિક નથી. હાવર્ડ યુનિવર્સિટી ના એક સર્વે મુજબ દુનિયા માં Crime અને આંતકવાદ દિવસે દિવસે વધતો જાય છે. આપણે એવું માનીએ છીએ કે Education વધતાં Crime ઑછા થાય પરતું આજે Education સાથે Crime પણ વધે છે. એટ્લે આધ્યાત્મિકતા ની કમી છે આજનો યુવાન સારો Education તો મેળવે છે પરતું સારો માણસ નથી બની શકતો. સચિન તેંદુલકર ના પિતા હમેશા સચિન ને કહેતા કે સારા ક્રિકેટર ની સાથે સારો માણસ પણ બનજે.

આજનો યુવાન વ્યસન ને તો પોતે status માને છે. તમાકુ,ગુટખા,દારૂ,સ્મોકીંગ વગેરે પોતાના grooming સાથે સરખાવી આતો status છે એવા અંધવિશ્વાસ માં માનવાવાળો યુવાન પોતાની શારીરિક ક્ષમતા નો દુશ્મન બની રહો છે.

યુવા શક્તિ એ અત્યારે જગત માં આર્થિક રીતે વરદાન છે. આજે બધા દેશોના આર્થિક માપદંડ માં Manpower ને ગણવામાં આવે છે.

એક સાચી ઘટના છે તેમાથી આપને ઘણી બધી પ્રેરણા લઈ શકીએ છીએ.

ઉત્તર પ્રદેશ ના લખનઉ નજીક આંબેડકરનગર ગામે એક ગરીબ પરિવાર ના ઘરે એક દીકરીએ જન્મ લીધો. તેને રમત-ગમત માં ખૂબ જ રસ હતો. એટલે તેની ઈચ્છા અને મહેનત થી તે દીકરી વોલીબોલમાં નેશનલ લેવલ સુધી પહોંચી. એક દિવસ તે કોઈ કારણોસર પદ્માવત એક્સપ્રેસ ટ્રેનમાં લખનઉ થી દિલ્લી જવા નીકળી. તેની આર્થિક પરિસ્થિતિ નબળી હોવા ના કારણે તે જનરલ કોચ માં મુસાફરી કરતી હતી. રાત નો સમય હતો. તેણે ગળામાં સોનાનો ચેન પહેરેલો હતો તેની તરફ 3-4 વ્યક્તિનું ધ્યાન ગયું અને તે ચેન જુટાવવા માંડ્યાં દીકરી ના મો પર વ્યક્તિ એ હાથ રાખી દીધો જેથી તે રાડો પાડી ના શકે. ચેન ને પડાવીને બધા વ્યક્તિઓ એ દિકરી કોઈને જગાડે એ પહેલા તેને ટ્રેનની બહાર ફેંકી દિધી. દીકરી ના કમનસીબ જેવી તેને બહારફેંકી બાજુના ટ્રેક પર બીજી ટ્રેન આવતી હતી તે ટ્રેન સાથે અથડાઈ ને તે જે ટ્રેન માં બેઠી હતી તેની નીચે જતી રહી. ટ્રેન તો પસાર થઇ ગયી પછી તે દીકરી કહે છે કે મે ઉભા થવાની ઘણી કૌશિશ કરી પણ મને ખબર પડી કે મારો એક પગ ઘૂંટણથી અલગ છે અને બીજો પગ ના બે હાડકા જીન્સનું પેન્ટ ફાડી બહાર આવી ગયા હતા. મેં ઘણી ચીસો પાડી પણ તે ઘનઘોર રાત્રી માં કોઈ હતું નહિ. હું ઘણી વખત બેભાન થઇ ને જાગી પણ કોઈ દેખાતું ન હતું. વહેલી સવારે લોકો ના અવરજવર વચ્ચે કોઈ એ મને જોઈ તે મરેલી સમજીને હોસ્પિટલમાં દાખલ કરાવી. અને પછી તો દિલ્લી હોસ્પિટલમાં ખસેડાઇ. મારુ ઓપરેશન થયું ડોક્ટરો ને મારો એક પગ અડધે થી કાપવો પડ્યો અને બીજા પગ માં બે સળિયા બેસાડયા. ડોક્ટરો એ કહું કે તે દીકરી હવે કયારેય તેના પગ પર ઉભી નહિ રહી શકે. એવું સાંભળતાની સાથે જ તેના પરિવારજનો તૂટી ગયા. એ વાત ની જાણ તે દીકરી ને થઇ.

દીકરી: મેં સાંભળ્યું છે કે હું ક્યારેય મારા પગ પર ઉભી નહિ થઇ શકું.

મમ્મી:હા બેટા. . .

દીકરી: મમ્મી તને ડોક્ટર પર વિશ્વાસ છે કે ભગવાન પર.

મમ્મી: બંને પર.

દીકરી: એવું નહિ વધારે કોના પર વિશ્વાસ છે.

મમ્મી: ભગવાન પર. .

દિકરી: તો પછી ભગવાનની વાત માન ને મમ્મી ભગવાન એવું કહે છે માણસ પ્રયત્ન કરે અને ભગવાન ની કૃપા થાય તો આંધળો માણસ જોઈ શકે, લંગડો માણસ પર્વત ચડી શકે, અને મૂંગો માણસ વેદ બોલી શકે, તો મમ્મી હું પ્રયત્ન કરીશ. હું સંકલ્પ કરું છું કે હું ડોક્ટર ને ચેલેંજ કરું છું કે હું પગ ઉપર ઉભી થવાની વાત તો એક બાજુ રહી હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. શું હિંમત છે એ છોકરી ની. આ વાત હોસ્પિટલમાં ફેલાણી તો બીજા કહે છે આ તો ગાંડી થઇ ગયી છે. આ છોકરી ડોક્ટર ને કહે છે કે હું શરીર થી વિકલાંગ છું મન થી નહિ. મન થી મજબૂત છું. મારી મન મી મજબૂતાઈ મારા શરીરને મજબૂત કરશે અને હું માઉન્ટ અવરેસ્ટ ચડીશ. તરત જ તે દિકરી ને ચાર મહિને રજા આપવાની વાત થઇ. એટલે તે દિકરી એ કહું મારે બચેન્દ્રી પાલ ને મળવું છે. બચેન્દ્રી પાલ એક પ્રથમ ભારતીય મહિલા છે જેને સૌ પ્રથમ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો વર્લ્ડ રેકોર્ડ તેના નામે છે. એટલે તે દીકરીએ કહું મારે બચેન્દરી પાલ ને મળવું છે તેની એપોઇન્ટમેન્ટ લ્યો. તે દીકરી બચેન્દ્રી પાલ ને મળવા તેના ઘરે વીલચેર પર

ગઈ. બચેન્દ્રી પાલ તે દિકરી નું મનોબળ જોઈ ખૂબ ખુશ થઇ તેને કહું કે તે તો મન થી માઉન્ટ એવરેસ્ટ ચડી લીધો છે હવે માત્ર શરીર થી જ બાકી છે મને વિશ્વાસ છે કે તું માઉન્ટ એવરેસ્ટ સર કરીશ જ.

પછી તે દીકરી એ માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે નો ટ્રેનિંગ કેમ્પ જોઈન્ટ કરી દીધો. માઉન્ટ એવરેસ્ટ સર કરવા પહેલા તેની ટ્રેનિંગ કેમ્પ પાસ કરવો જરૂરી છે. એટલે તેની ટ્રેનિંગ નો એક હિસ્સો કે બધાને 10 મિનિટ માં જે પહાડ ચાડવાનો હોય એ આ દિકરી ને 2 કલાક થતી તો બીજા લોકો કહેતા કે તારાથી માઉન્ટ એવરેસ્ટ ના ચડાય જરા પ્રેકટિકલ વિચાર તારો એક પગ Artificial છે. એ રીતે બધા તેને ડરાવતા. પણ આ છોકરી હાર માને એવી ક્યાં હતી. ટ્રેનિંગ પૂરી થતાજ એે તો માર્ગદર્શક(સેરપા) ને લઇ માઉન્ટ એવરેસ્ટ સર કરવા નીકળી ગઈ.

તે દીકરી તેના ઈન્ટરવ્યુ માં કહે છે. . હું અને શેરપા માઉન્ટ એવરેસ્ટ પર તમે જાણી ને હેરાન થશો કે તેના ટ્રેન અકસ્માત ની તારીખ-12 April,2011 હતી અને 21 May, 2013 ના દિવસે તેને માઉન્ટ એવરેસ્ટ સર કરી લીધો અને વિશ્વ ની પ્રથમ દિવ્યાંગ મહિલા કે જેને માઉન્ટ એવરસ્ટ સર કર્યો તેનો વર્લ્ડરેકોર્ડ તેના નામે કરી લીધો. એટલું જ નહિ તે નીચે આવી ને બીજો સંકલ્પ લીધો કે હું માઉંન્ટ એવરેસ્ટ સિવાય વિશ્વના બીજા 5 ઊંચા પર્વતો ની ટોચે પહોચીશ. જાણકારી ખાતર કે આફ્રિકા નો કિલિમાન્જારો ચડવા માં અઘરો છે. અને તે 1. Everest in Asia, 2. Kilimanjaro in Africa, 3. Elbrus in Europe, 4. Kosciuszko, Australia and 5. Aconcagua in Argentina as the world's five highest peaks. 6. Carstensz Pyramid (Puncak Jaya), Indonesia. પર્વતો ની ટોચ પર ચડી ચુકી છે.

વાહ શું તેનું મનોબળ?

શું તેની હિંમત??

આપણને કહેતા ગર્વ થાય છે કે આવી દિકરીઓ ભારત દેશ માં જન્મી.

એ દીકરી બીજી કોઈ નહિ પણ પદ્મ શ્રી વિજેતા અને ભારત ની વોલીબોલ પ્લેયર " અરૂણિમા સિંહા"( Arunima Sinha) તેનું નામ છે.

એટલે તો વિદ્વાનો એ કહું છે "મન હોય તો માળવે જવાય"

આપણું મનોબળ જ આપણા શરીર ને તાકાત આપતું હોય છે.

Arunima, we are proud of you. . .

સ્વામી વિવેકાનંદે યુવાનોમાં અટલ વિશ્વાસ જગાડયો હતો. તેમનું માનવું હતું – એક એક યુવાનનું ભવિષ્ય ઉજજવળ છે. બસ ખુદ ૫ર વિશ્વાસ રાખો. પ્રત્યેક આત્મામાં અનંત શકિત વિદ્યમાન છે, તેનાથી જ તમે ભારતને, ૫છી વિશ્વને બદલશો. ઊઠો, કામ કરો. જીવન બહુ નાનું છે. રૂપિયા કમાવા ઉ૫રાંત ૫ણ તમારા માટે કાર્ય ૫ડેલાં છે. માનવ જાતિના કલ્યાણ માટે મંડી ૫ડો.

યુવાન એટલે તાકાત, યુવાન એટલે આદર, યુવાન એટલે મદદ, યુવાન એટલે પ્રેમ, યુવાન એટલે ક્રાંતિ, યુવાન એટલે કર્મ, યુવાન એટલે ધીરજ, યુવાન એટલે સ્વપ્ન યુવાન એટલે ઉત્સાહ, યુવાન એટલે તરવરાટ.

મારી ભાવના કોઈને શિખામણ કે દોષ દેવાની નથી, હું પણ એક યુવા છુ.

માફ કરશો.

જય હિન્દ .

જય ભારત.

***