Sukh - Happiness - 8 in Gujarati Motivational Stories by ARUN AMBER GONDHALI books and stories PDF | સુખ - હેપ્પીનેસ (૮)

Featured Books
Categories
Share

સુખ - હેપ્પીનેસ (૮)

સુખ - હેપ્પીનેસ -

(પ્રેરણા - મોટિવેશન)

માનસશાસ્ત્રમાં પ્રેરણા એટલે મોટિવેશન શબ્દ આપણે ઘણીવાર સાંભળીએ છીએ. ખાસ કરીને કોઈક મોટા હોદ્દાની વ્યક્તિ કે કોઈક વિશેષ વ્યક્તિના ભાષણમાં, પરંતુ મોટિવેશન શું છે અને આપણાં જીવનમાં કંઈ રીતે ઉપયોગી છે અંગે કદાચ આપણે બહુ ગંભીર ના હોઈએ એવું બને. આપણને કોણ કેવી રીતે પ્રેરિત કરે છે તે સમજીએ.

આપણને ભૂખ લાગે છે. શાથી ? કારણ આપણાં શરીરની રચનાનો એક ભાગ આપણને ખોરાક લેવા માટે મજબુર કરે છે, અને આપણે ખોરાક લઈએ છીએ અને ભૂખ સંતોષીએ છીએ. નાનપણથી આપણને બાલ મંદિરમાં એટલે કે કે.જી. દાખલ કરવામાં આવે છે, કેમ ? શિક્ષણ જરૂરી છે. ધીરે ધીરે તમે બાલ મંદિરથી સ્કૂલ પહોંચો અને પછી વધુ અભ્યાસ અને વધુ નવા મિત્રો સાથે તમે કોલેજ સુધી પહોંચો છો એટલે કે કંઈક પ્રવૃર્તીઓ થકી કંઈક વર્તનમાં આવે માનસશાસ્ત્રની પ્રક્રિયા એટલે પ્રેરણા. પ્રેરણા કે મોટિવેશનની પ્રકૃતિ - આંતરિક, બાહ્ય, સંઘર્ષ અને હતાશા હોઈ શકે એટલે કે એકવાર પ્રેરણા કે મોટિવેશન સમજીએ તો અંતરની ગતિશીલતાની ક્રિયા સમજી શકાય.

આમ તો શરૂઆત આપણાં ઘરથી થાય છે. કુટુંબની પોતાની ખાસિયત, સમાજમાં એક આગવું સ્થાન, કુટુંબની પોતાની નિષ્ઠાઓ, ગૌરવ વગેરે. કુટુંબની પીઢ વ્યક્તિ સારી રીતે સમજતી હોય છે અને એથી પ્રેરિત આપણે થઈએ છીએ. આજે આપણાં ભારતમાં ઘણાં મોટા મોટા પરિવારો છે અને તેઓ સતત આપણને પ્રેરણાત્મક રહ્યા છે જેમકે ટાટા પરિવાર - વર્ષોથી સમાજ ઉપયોગી કામો માટે સતત કાર્યરત છે.

વ્યક્તિના વર્તનથી આપણે ઘણી બધી આગાહીઓ કરી શકીએ છીએ. આગળ જઈ શું કરશે ચોક્કસ તો ના કહી શકાય, પરંતુ એક ચોક્કસ લક્ષ તરફ વધશે એવું કહી શકાય જેમ કે ધંધામાં, રમત ગમતમાં કે કોઈ બીજા ક્ષેત્રમાં. સમાજમા આપણને જોઈએ - એક સારી સ્થિતિ, પ્રતિષ્ઠા, સ્નેહ, હેત, અનુરાગ, સન્માન વગેરે. માણસ પાસે જયારે ના હોય ત્યારે તેને એની જરૂર ભાસે છે.

આપણી આજુબાજુ હંમેશ કંઈક બનતું છે કે ઘડતું હોય છે. કેટલીક બાબતો આપણે નીરખીયે તો ખબર પડે કે કંઈક નવું છે વગેરે. એક બહુ સરસ ઉદાહરણ છે એક ઘરકામવાળી સ્ત્રીની. સામાન્ય રીતે તેવો જુદા જુદા ઘરોમાં કે કુટુંબોમાં ઘરકામ કરતા હોય છે. દરેક કુટુંબની પોતાની એક રહેણી કરણી, બોલચાલ, ભાષાનો ઉપયોગ કે પોતાની એક ટીપીકલ ભાષા હોય છે પ્રદેશ પ્રમાણે. તમે જો માર્ક કર્યું હોય તો સમય જતા કામવાળી બાઈ તમારા કુટુંબની ઘણી બધી બાબતોની કોપી કરતી હોય છે. થોડાક સમય બાદ તમારી સાથેની વાતચીત તમારી ભાષામાં કે ભાષાના લહેકામાં કરશે. સમજદાર, ગુણી સ્ત્રીઓ આવી સારી બાબતો પોતાના ઘરમાં એમ્પ્લીમેન્ટ કરે છે એમાં સંસ્કાર પણ હોય છે, શિક્ષણ હોય છે વગેરે. એટલે કે તમારે ત્યાં કામ કરી તમારી પ્રેરણા લે છે અને પોતે મોટીવેટ થઇ પોતાના જીવનમાં અને કુટુંબમાં એને અમલમાં મૂકે છે. આમ પ્રેરણાના ઘણાં શ્રોત છે. ફક્ત જરૂર છે સમજીને અમલ કરવાની. કોઈની સાથેની વાતચીત, સ્વભાવ, સ્ટાઇલ, ભાષા પણ એક પ્રેરણાનો સ્ત્રોત છે. ગુણી વ્યક્તિઓની આત્મકથા, એમના ભાષણો, એમની ટી વી ઉપરની વાતચીત કે ઇન્ટરવ્યૂ વગેરેમાંથી પ્રેરણા લઇ શકાય.

આપણે ઘણીવાર કીડીઓની લાઈન આમતેમ જતી જોઈ હશે. દરેક કીડી કંઈકને કંઈક ખેંચી જતી હશે અથવા તો ઘણી કીડીઓ સાથે મળી કંઈક ખાવાની વસ્તુનો કણ ખેંચતી હશે. કીડીઓની ચાલી જતી લાઈનમાં તમે કોઈક અંતરાય મુકો, તો ત્યાંથી ફરીને આગળ વધશે, ક્યાં તો એના ઉપર ચઢીને આગળ વધશે. કંઈક અજુગતું લાગે તો એની માહિતી પાછળ આવતી કીડીઓને પણ એમની સાંકેતિક ભાષામાં આપશે અને નિરંતર એમનું કામ ચાલુ રાખશે. આમ એક કીડી પણ આપણને મોટીવેટ કરે છે. રસ્તામાં કોઈ અંતરાય હોય તો એડજસ્ટ થઈને ચાલો અથવા એને પાર કરીને નીકળો. દરેક કણ ને આવનાર ભવિષ્ય માટે સાચવો, સેવિંગ કરો, આપત્તિના સમયે કામ લાગશે. કામમાં શાંતિ રાખો. ટિમમાં કામ કરો સફળતા મળશે. સારું કોમ્યુનિકેશન કરો વગેરે.

આપણી આજુબાજુ બનતી ઘટનાઓનું નિરીક્ષણ પણ પ્રેરણા આપી શકે છે. વાંચન સારામાં સારો શ્રોત છે. વાંચનથી જ્ઞાનના મહેલ બંધાય. જેમ શરીરને ખોરાક ની ભૂખ લાગે તેમ આપણામાં વાંચનની ભૂખ હોવી જરૂરી છે. જોયેલું અને જાણેલું કોઈ દિવસ એળે જતું નથી. પણ એક અંતરની પ્રેરણાને ઉત્તમ પરિણામ આપી શકે છે. સકારાત્મક વલણ આપી સફળતા તરફ લઇ જાય છે.

આપણે ઘણીવાર આપણા નકારાત્મક વલણથી ડીમોટીવેટ થઈએ છીએ જેવાકે -

"કેટલું બોરિંગ છે"

હું થાકી ગયો છું

આજે મૂડ નથી

બધું ફાલતુ છે, કઈ જરૂર નથીવગેરે વગેરે

ખરેખર તો જે તમને બોરિંગ લાગે છે તે બીજા માટે કામનું હોય છે.

પ્રવાસેથી આવ્યા બાદ કહીએ, થાકી ગયા ? હવે લો તમે વાત કરો.. તમે ક્યાં ચાલીને કે દોડીને આવ્યા. તમને તો ટ્રેન, ટેક્ષી કે રીક્ષા ઘર સુધી લઇ આવી. બસ બેઠાં બેઠાં થાકી જવાય ?

મૂડ નથી - બસ કરવું નથી એનું નામ મૂડ. આળસ કે કંટાળો છે. ધગસ નથી.

જો આપણે જિંદગીમાં કંઈક ઊંચું સ્તર પામવું હોય તો તે આપણી અંદરની સ્ફુરણા અને અભ્યાસ પર નિર્ભર છે. ખરેખર તો કંઈ પામવા માટે પુરુષાર્થ જરૂરી છે. પહેલા પોતાને પૂછો શું બનવું છે ? પછી તે માટે કામ કરો. સફળતા સામે ચાલીને આવશે. તકો ઘણી હોય છે, તકને ઝડપતા આવડવી જોઈએ. કદાચ કોઈવાર ફેલ થવાય, પણ તેમાંથી પાસ થવાનો રસ્તો અને અનુભવ મળે છે.

ખરેખર તો અંતઃકરણની સારું કરવાની કે ઉત્તમ બનવાની સ્ફુરણા ખરી પ્રેરણા છે. અંદરની ધગસ તમને પ્રેરિત કરી શકે છે. ઉડાન એટલી હોવી જોઈએ જેટલા તમે ઉડી શકો અને હેમખેમ પાછા ફરી શકો. જિંદગીનું પોતાનું એક લક્ષ જરૂરી છે. મનુષ્ય જન્મને સાર્થક કરીએ મોટામાં મોટું લક્ષ હોઇ શકે.

દરેક પાસે પેન અને પેન્સિલ છે, પરંતુ દરેક લેખક કે ચિત્રકાર બની શકતા નથી, તેમ પ્રેરણાઓ ઘણી જગ્યાએથી લઇ શકાય, પરંતુ જ્યાં સુધી પોતાનો નિશ્ચય પ્રેરિત થવાનો નથી ત્યાં સુધી નકામું. એને અમલમાં મૂકવું પડશે. Implementation is necessary. Decide your Goal and achieve it.

ભારતના લોકોમાં માનવતાનો ગુણ મોટામાં મોટો છે, એટલે પ્રેરણા પણ સહજ રીતે આકાર લેતી હોય છે. આપણે કોઈ બીજાથી પ્રેરણા લઈએ તેમ આપણે પણ એક સાધારણ ગુણથી કોઈને મદદરૂપ થઇ શકીએ કે પ્રેરણાદાયી થઇ શકીએ છીએ, જેમકે કોઈ વ્યક્તિએ બધી આશાઓ ગુમાવી દીધી હોય તો તેનામાં નવી આશાઓ જગાડવાની, તેને સાંત્વન આપવાનું કે જિંદગીમાં બધુ જ દુઃખમય હોતું નથી સમજાવવાનું અને એક નવું જોમ આપણે સહજ રીતે ભરી શકીએ છીએ. શક્ય હોય તો આર્થિક રીતે મદદ કરી કે કોઈ સંસ્થાઓના સહારે મદદ કરી શકાય. સહાનુભૂતિના બે બોલ પણ બહુ મોટું કામ કરી જાય છે. આપણે જયારે સુખ વહેંચવાની દુકાન ખોલી બેઠા હોય તો કોઈને દુઃખી કેમ રાખી શકીએ ? બસ... પ્રેમ આપો... સુખ આપો... તમે પણ કોઈને માટે પ્રેરણારૂપ બનશો ચોક્કસ !

તો ચાલો પ્રેમ સ્વરૂપ થઈએ !

( ક્રમશઃ )