Antar aag - 13 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | અંતર આગ

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અંતર આગ

13. પ્રદીપ અને પૃથ્વી...

ઓગણત્રીસ તારીખે વહેલી સવારે પૃથ્વી 'મજમુદાર ટી સ્ટુલ' માં ચાની ચૂસકી લેતો બેઠો હતો. એના પાતળા પણ મજબૂત હાડ ઉપર આજે ખાખી ને બદલે જીન્સ અને લુઝ ટી શર્ટ શોભતા હતા. પૃથ્વીએ ઘડિયાળમાં નજર કરી તો એની ડી. એન્ડ સી. કંપનીની ઘડિયાળ 9:10 am બતાવતી હતી.

ગરમ ચાની ચૂસકી સાથે તેનું મગજ પુર ઝડપે વિચારી વિચારી રહ્યું હતું. એણે ફરી એકવાર એ બધું યાદ કરી તાજું કરી એમાંના અમુક ચિત્રોની છણાવટ કરવા માંડ્યું.

જ્યારે રુદ્રસિંહ સાથે વિઠ્ઠલદાસને વોર્નિંગ આપવા ગયા ત્યારે બ્રિજ પસાર કરતા જ પીછો થયો હતો. પહેલા તો વિચાર્યું કે વડોદરા શહેરમાં ટેક્સી ફરતી હોય એ કઈ અજુગતી વાત ન હતી. પણ એનું શંકાશીલ મન એની નજરને ઘડી ઘડી રિઅર વ્યુ મિરર માં લઇ જતી હતી. એને ફરી લાગ્યું કે નોર્મલ ટેક્સી ડ્રાઇવરે એની ધીમી ચાલતી પોલિશ ગાડીને ક્યારેય ઓવરટેક કરી લીધી હોત કેમ કે ડ્રાઇવરને હંમેશા વધારે શટલ મારવાની ઉતાવળ હોય છે. તો પછી એણે ઓવર ટેઈક કેમ ન કર્યું ? કદાચ એની પાસે લાઇસન્સ કે પી.યુ.સી. નઈ હોય એટલે પોલિશ ગાડી ને ઓવર ટેઈક કરવાનું ટાળતો હશે. પૃથ્વીનું મન અવઢવમાં હતું પણ જ્યારે જ્યારે એણે થ્રી કોર્નર પાસે ટર્ન લીધો ત્યારે એ ટેક્સીએ પણ ટર્ન લીધો ત્યારે એનો શક હકીકત માં ફેરવાઈ ગયો હતો. પછી એણે ધરણીધર રેસિડેન્સી જાવા માટેની એક નાની ગળી માં જે માત્ર વડોદરાના સ્થાયી રહેવાસીઓ જ જાણતા હતા ત્યાં ટર્ન લીધો ત્યારે એ ટેક્સી એનો પીછો છોડ્યો હતો.

રુદ્રસિંહે એને ગાડી કાચા રસ્તે લેવા બદલ પૂછ્યું પણ હતું. ત્યારે આગળ નો રસ્તો બ્લોક છે એવું બહાનું પૃથ્વીએ બનાવી લીધું હતું. અને જ્યારે તેઓ વિઠ્ઠલદાસ ના બંગલે પહોંચ્યા ત્યારે એના આશ્ચર્ય નો પાર નહોતો રહ્યો. એ ટેક્સી અલરેડી ત્યાં પહોંચી ગઈ હતી. અને જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે એ ત્યાંથી સરકી ગઈ હતી.

પૃથ્વીએ બધું તાજું કર્યું ત્યાંજ અચાનક એને કૈક યાદ આવ્યું. અરે હા આવી જ ટેક્સી મેં ક્યાંક પેલા પણ જોઈ છે. પણ ક્યાં જોઈ હતી? હા એ દિવસે હું પિતાજી બીમાર હતા એટલે રજા ઉપર જવાનો હતો ત્યારે રુદ્રસિંહે મને રાજવીર દક્સના પબ્લિકેસન હાઉસ પર મૂકી જાવા કહ્યું હતું ત્યારે ત્યાં પહોંચ્યા તો એવી જ એક યેલલો ટેક્સી ત્યાં ગેટ થી દુર પાર્ક કરેલી હતી. પણ એ દિવસે નમ્બર નોટ નહોતો કર્યો શીટ યાર..... પૃથ્વીએ ટેબલ પર હાથ પછાડ્યો.

પૃથ્વી ખરેખર અકળાઈ ગયો હતો તેને એ બધી સામાન્ય ઘટનાઓ હવે મહત્વ ની લાગતી હતી. પૃથ્વીને કૈક કરી બતાવવાનો મોકો આ વખતે જ મળ્યો હતો. એણે તરત જ વેઈટર પાસે એક બ્લેન્ક પેપર અને પેન મંગાવ્યા. વેઈટર એ બધું આપી ગયો કે તરત પૃથ્વીએ લખવાનું શરૂ કર્યું.

મુદ્દો 1. રાજવીર દક્સના પબ્લિકેસન હાઉસ આગળ એક યેલ્લો ટેક્સી પાર્ક કરેલી હતી. પણ એનો નમ્બર નોંધ્યો નહોતો.

મુદ્દો 2. વિઠ્ઠલદાસના ઘરે જતા એવી જ એક યેલ્લો ટેક્સી પીછો કરતી હતી. અમારી ગાડીમા હું , સુનિલ, સૂરજ અને ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ હતા. એમાં અમારા માંથી કોઈનેય કોઈ થી દુશ્મની નથી એટલેઅમારા માંથી કોઈનોય વ્યક્તિગત પીછો નહોતો થતો એ નક્કી છે. જ્યારે મેં ગળીમાં ટર્ન લીધો ત્યારે ટેક્સીએ પીછો છોડી દીધો હતો. તો પછી એ ટેક્સી વિઠ્ઠલદાસના ઘર આગળ કઇ રીતે આવી એના બે કારણ હોઈ શકે.

1] ટેક્સીવાળી વ્યક્તિને ખબર જ હતી કે અમે ક્યાં જવાના છીએ. (તો પછી એણે અમારો પીછો કરીને રિસ્ક શુ કામ લીધું? શુ એ ચાહતો જ હતો કે અમારો પીછો થાય છે એ અમને પણ ખબર પડે?)

2] યોગાનુયોગ જ ટેક્સી અમારી પાછળ આવી આવી હોય અને એને કદાચ ધરણીધર રેસિડેન્સી જવાનું હોય પણ કારણ કઈક બીજું જ હોય.(પણ તો પછી મેં જ્યારે પાર્લર આગળ બ્રેક લીધી ત્યારે એણે કેમ બ્રેક લીધી? અને મેં ગાડી સ્ટાર્ટ કરી કે તરત કેમ એણે પણ કરી?)

મુદ્દો 3. રાજવીર દક્સના પબ્લિકેસન હાઉસ આગળ પાર્ક કરેલી ટેક્સી અને અમારો પીછો કરનાર ટેક્સી એક જ હતી કે બંને અલગ હશે?

મુદ્દો 4. ટેક્સીમાં કેટલી વ્યક્તિ હશે? અને શું રાજવીર જયદીપના મર્ડર એ ટેક્સીમાની વ્યક્તિએ કર્યા કર્યા હશે?

મુદ્દો 5. જો એ વ્યક્તિએ મર્ડર કર્યા હોય તો એ વિઠ્ઠલદાસ ઉપર કેમ નજર રાખે છે? કે પછી રુદ્રસિંહ ઉપર નજર રાખે છે ?

મુદ્દો 6. રુદ્રસિંહને કડી (કલ્યું) આપનાર મી. આદિત્ય હતા. તો શું એમનું અનુમાન પણ ખોટું હશે? એ તો સ્પેશિયાલિસ્ટ છે ને?

મુદ્દો 6. વિઠ્ઠલદાસનું મર્ડર.....

ઓહ માય ગોડ.... એટલા મુદ્દા લખતા જ એને અચાનક કોઈ કડી મળી ગઈ હોય એમ એ બબડયો. તો ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ સાચા છે વિઠ્ઠલદાસ નું મર્ડર થવાનું છે પણ રુદ્રસિંહ માને છે કે મી. રચિત ની ધરપકડ કરી એને કસ્ટડીમાં લીધા પછી વિઠ્ઠલદાસની સિક્યોરિટી હટાવી લેવામાં વાંધો નથી. પણ ખરેખર તો બિચારા રચિત અગ્નિહોત્રી તો ખૂની છે જ નહીં. અહીં તો ખરેખર એક સિરિયલ કિલર છે. ઓહ ગોડ સાચ્ચે જ એક સિરિયલ કિલર...... ચાલું વરસાદના ટીપાઓ માંથી ચલાઈ ને આવતો પવન ઠંડો થયો કે કેમ પણ પૃથ્વીની આછી ટીશર્ટ માંથી ઠંડીનું એક લખલખું પસાર થઈ ગયુ અને થાય પણ કેમ નહીં ? સિરિયલ કિલર કોઇ સામાન્ય વાત તો છેક જ નહોતી.....

પૃથ્વીને કડીઓ મળતી હતી. વાતાવરણ ગંભીર હતું. આછા વરસાદમાં કોઈ કોઈ વાર ઘેરા વાદળો ખસતા અને સૂર્ય પ્રકાશ ભીની સડક ઉપર રેલાતો હતો અને ગજબની ચમક , કમાલ ની ખૂબસૂરતી ફેલાઈ રહી હતી. અને એવી જ રોશની પૃથ્વીને પણ કડીઓ મળીને મળી રહી હતી. એણે ફરી લખવાનું શરૂ કર્યું.

મુદ્દો 7. તો વિઠ્ઠલદાસનું મર્ડર થવાનું છે અને અહીં એક સિરિયલ કિલર છે.

મુદ્દા લખીને કાગળ ઘડી કરીને એણે પોકેટમાં સરકાવી દીધું. એનો ચહેરો આપ મેળે જ મલકવા લાગ્યો હતો.

"વેઈટર ચાય સિગારેટ લાઓ ભાઇ." કહી એણે ઘડિયાળમાં નજર કરી. 10:15 am. એક કલાક ત્યાં જ વીતી ગઈ એની ખબર પણ નહોતી પડી.

થોડીવાર માં વેઈટર લાલો ચા, સિગારેટ અને બિલ ટેબલ ઉપર મૂકી ગયો.

ચા પિતા એણે બિલ ઉપર નજર કરી 250 rs. ત્યારે જ એને ખબર પડી હતી કે એ કેટલી ચાય પી ગયો હતો. હસીને એ બબડયો 'આ ચાનો ખર્ચ અફળ નહિ જાય'. પર્સ નીકાળી બિલ ચુકાવ્યું અને ટીપ પણ આપી. પેલો વેઈટર લાલો બિચારો નવાઈથી ખભા ઉછાળતો ચાલ્યો ગયો. એને લાગ્યું આજે સાહેબ પી ગયા છે લાગે....

પૃથ્વીએ ફરી ઘડિયાળ તપાસી. 10:30 am બતાવ્યું. આ પ્રદીપ તો 10 વાગ્યે આવવાનો હતો હજુ કેમ આવ્યો નહીં. મેં એને સેમ પ્લેસ સેમ ટાઈમ કહ્યું હતું ને. પૃથ્વીએ રસ્તા ઉપર નજર દોડાવી સડસડાટ ગાડીઓ કીચડ ઊછળતી જતી હતી....

ઝરમર વરસતા વરસાદમાં વડોદરાના વિશાળ રસ્તાઓ ઉપર ઠંડક અજગરની જેમ પથરાયેલી હતી. વરસાદનું પ્રમાણ હવે વધ્યું હતું. પાર્ક કરેલી ટેક્સી, ગાડીઓ અને બીજા સાધનો, થોડાક લારી અને રેંકડી વાળા સિવાય જોત જોતામાં સડક સાવ ખાલી ખમ થઈ ગઈ હતી...

પૃથ્વીની નજર એ ધૂંધળી દેખાતી ટેક્સીઓ અને ગાડીઓ તરફ સ્થિર હતી પણ એને સ્પષ્ટ કાઈ દેખાતું નહતું. હાથનું નેવજુ કરી એણે ધ્યાનથી જોયુ અને એના ચહેરા ઉપર એક સ્મિત ઉપસી આવ્યું...

પોલીસમાં જોડાયા પહેલા પ્રદીપ અને પૃથ્વી અહીં ઘણીવાર ચાની ચૂસકી લેવા આવતા. પ્રદીપ આલિયાની હજારો વાતો કરતો બે ત્રણ ચા પી જતો એ બધું પૃથ્વીને આજે યાદ આવી ગયું.

રસ્તા ઉપર બે હાથ ફ્રન્ટ પોકેટમાં સેરવીને પ્રદીપ આવતો હતો. સોલ્ડર લેંગથના એના વાળમાંથી પડતા વરસાદના ટીપામાં સુંદર લાગતો એનો ચહેરો ક્યાંક ક્યાંક ઉદાસ હતો. એ આવીને પૃથ્વી સામેની ચેર ઉપર બેઠો કે વાતાવરણ હળવું કરવા પૃથ્વીએ એની આદત મુજબ જ મજાક છેડી....

"ઓહ માય ગોડ લૂકિંગ હેન્ડસમ માય બોય."

બન્ને હસી પડ્યા. આલિયાએ આપેલી એ હુડી ટીશર્ટ પ્રદીપે જ્યારે પહેરી ત્યારે આલિયા પણ એવાજ શબ્દો બોલી હતી "માય ગોડ લૂકિંગ હેન્ડસમ માઇ બોય." પૃથ્વીએ બોલેલા એજ શબ્દો પ્રદીપની ફરી યાદોમાં ખેંચી ગયા.

આલિયા અને પ્રદીપ નાના હતા ત્યારે નાનુભાઈએ વડોદરા છોડીને જવું પડ્યું હતું. પણ જ્યારે ફરી નાનુભાઈ વડોદરામાં પાછા ફર્યા ત્યારે એ બન્ને યુવાન થઈ ગયા હતા. પૃથ્વી આ જ રેસ્ટોરેન્ટમાં સમય કિલ કરવા પૃથ્વી સાથે અહીં આવતો. અને એ સમયે આલિયા પણ કોલેજ જવા માટે ફ્રેન્ડ્સ સાથે અહીંથી જ નીકળતી.

એ દિવસે આલિયાએ આપેલી ટી શર્ટ પહેરીને પ્રદીપ એની રાહ જોતો રેસ્ટોરેન્ટમાં બેઠો હતો. આલિયા એની ફ્રેન્ડ્સ સાથે નીકળી હતી. જથ્થાદાર વાળની પોનિટોલ, આછી લાલ જાય વાળી ગૌરવર્ણી ત્વચા, મોટી કાળી આંખો ને હસમુખો એ ચહેરો. ટાઈટ સ્પેગેટી સ્ટ્રેપથી બાંધેલી કમમર એ કેટલી સુંદર લાગતી હતી.... સ્વર્ગથી ઉતરેલી પરી જ જોઈલો....!

ફેસ પોલીસિંગ અને મેનિકયોર કરેલા મેકઅપ વાળા એની ફ્રેન્ડના ચહેરા તેના મેકઅપ વગરના ચહેરા અને કુદરતી ગુલાબી હોઠ સામે ખરેખર ફિક્કા લાગતા હતા....

"ઓહ માય ગોડ લૂકિંગ હેન્ડસમ માઇ બોય" આલિયા પ્રદીપની જોઈને એજ વાક્ય બોલી ત્યારે પ્રદીપ અવાચક બની એને જ જોઈ રહ્યો હતો.....

"ક્યાં ખોવાઈ ગયો યાર...?" સ્થિર નજર કરીને બેઠેલા પ્રદીપને જોઈ પૃથ્વીએ પૂછ્યું.

"ક્યાંય નહીં ..." ઠંડી થયેલી ચા એક ઘૂંટ માં પી જતા એ બોલ્યો.

બીજી કોઈ વાતમા પ્રદીપ અત્યારે રસ નથી લેવાનો એ પૃથ્વી સમજી ગયો હતો એટલે એણે સીધી જ એ વાત મૂકી...

"વિઠ્ઠલદાસ....." અને પ્રદીપ એ નામ સાંભળીને શુ પ્રતિભાવ આપે છે એ જોવા વાક્ય અધૂરું જ મૂકી દીધું.

"વિઠ્ઠલદાસ એ હરામી નું શુ ?" પ્રદીપના ચહેરા ઉપર રોશની રેખાઓ તરી આવી.

"જો મારી વાત સાંભળ પણ જરા ધ્યાનથી" પૃથ્વીને વાત વાત પર ગાળો દેવાની આદત હતી. " સન ઓફ અ બીચ વિઠ્ઠલદાસ" ગંદી ગાળ બોલીને એણે ઉમિયું " અલિયાના ડેડી એટલે કે રચિત અગ્નિહોત્રીએ કોઈ ખૂન નથી કર્યા."

"શુ....? તને કઇ રીતે ખબર?"

"હા મી. રચિત નિર્દોષ છે. તે બરાબર જ સાંભળ્યું છે" હળવેથી પૃથ્વીએ વાત છેડી.

"તને કઈ રીતે ખબર? અને તને પુરી ખાતરી છે?" ટેબલ ઉપર હાથ મૂકીને પ્રદીપે સહેજ આગળ આવી એની આંખમાં જોઈ પૂછ્યું.

"પ્રદીપ તને મારા ઉપર ભરોસો છે ?" એટલી જ શાંતિ થી પૃથ્વીએ પૂછ્યું.

"આ કોઈ પૂછવાનો સવાલ છે ! ખુદ થી પણ વધારે યાર" પ્રદીપ ની આંખ માં દોસ્તીની ચમક હતી.

આજે ઘણા દિવસે પ્રદીપના ચહેરા ઉપર એક ચમક હતી. જ્યારે ગાર્ડન પાસે એ ઢળી પડ્યો હતો અને પૃથ્વી એને હોસ્પિટલમાં મળવા ગયો ત્યારે એ કેટલો લેવરાઈ ગયેલો હતો. એના ચહેરા ઉપરથી નિરાશાના વાદળો આજે ખસ્યા હતા એ જોઈ પૃથ્વી એને ઘડી ભર તો જોઈ રહયા.

"હવે તું ક્યાં ખોવાઈ ગયો ?" ટેબલ ઉપરથી સિગારેટનું પેકેટ લઈ એક સલગાવતા પ્રદીપે પૂછ્યું.

"ક્યાંય નહીં યાર આ ટેબલ ઉપર આપણે કેટલા રવિવાર ગાળ્યા હતા એ યાદ આવી ગયું." વાત છુપાવતા એણે સુલટાવી દીધું.

"તો બોલ તને આ બધી કઇ રીતે ખબર પૃથ્વી?" સિગારેટનો ઊંડો કસ લઇ છોડતા ધૂમ્ર વલયોની આરપાર જોઈ પ્રદીપે પ્રશ્ન કર્યો.

પ્રદીપને સિગારેટ પીતો જોઈ એને નવાઈ થઈ "ક્યારથી પીવા લાગ્યો?" એક પ્રશ્ન એના હોઠ ઉપર આવ્યો પણ "આલિયા ગઈ ત્યારથી" કહી એ ફરી નિરાશ થઈ જશે એ વિચાર આવતા પ્રશ્ન માંડી વળ્યો " વેલ મી. રચિત અલિયાના ડેડી છે એ મને ખબર હતી એટલે મેં એમની ફાઇલ વાંચી...." પૃથ્વીએ એક પછી એક બધી હકીકત બધો ડિટેઇલ્સ પ્રદીપ ને કહી પછી પેલા મુદ્દાઓ વાળું કાગળ એને આપ્યું. થોડી વાર શાંતિ થઈ ગઈ.

"સિરિયલ કિલર? વડોદરા માં ? નો વે યાર?" કાગળ વાંચતા જ પ્રદીપ બોલી ઉઠ્યો.

"મને પણ પેલા નહોતું મનાયું." પ્રદીપની આંખમાં ડોકિયું કરતી નવાઈ જોઈ પૃથ્વીએ એને સમજાયું.

"પણ સિરિયલ કિલર વડોદરા માં ? અમેરિકા જેવા સ્ટ્રેસફૂલ દેશમાં એ બીમારી છે પણ અહીં ભારતમાં? એ પણ વડોદરા માં ? હજુ દિલ્લી કે મુંબઇ માં તો મની લઈએ."

"હા વડોદરામાં....." પૃથ્વી ગંભીર રીતે બોલ્યો " એજ એ પોલિશ ડ્રાઇવર મને અનુભવ છે. હમણાં જ એકાદ વર્ષ પહેલાં વડોદરા માં એક મામુલી રીક્ષા ડ્રાઇવરે પાંચ ખૂન કર્યા હતા." કહી પૃથ્વીએ સિગારેટ સળગાવી " તું નહિ માને પણ પાંચે પાંચ વિકટીમ યુવતીઓ હતી અને એ ઓણ વિસ એકવીસ વર્ષની. કોલેજ જવા માટે એની ઓટોમાં બેસતી સ્ટુડન્ટ્સને એ ડ્રાઇવર બંધ પડેલી કાપડની મિલો માં લઇ જઇ રેપ કરી અને સ્તન કાપીને મારી નાખતો"

"માય ગોડ સન ઓફ ધ બીચ. " પ્રદીપના મોઢે પણ ગાળ આવી ગઈ " તો પકડાયો કઇ રીતે એ હરામી?"

"પાપ નો ઘડો તો ફુટેજને એની એ બીમારી વધતી જ ગઈ . પછી એને એક છોકરીને ઉઠાવીને બાંધી રાખી અને બીજા શિકાર માટે નીકળી પકડ્યો. એને બે છોકરીઓ ને એક સાથે..... " પૃથ્વીના મોઢામાં જાણે શબ્દો થી કડવાશ આવી હૉય એમ એણે થૂંકયું.

"એ જ્યારે બીજો શિકાર પકડવા ગયો ત્યારે કેમ કરીને પેલી બાંધેલી છોકરી ભાગી નીકળી અને સીધી જ પોલીસ પાસે ગઈ. પેલો કિલર બીજો શિકાર લઈને આવ્યો ત્યારે ઇન્સ્પેક્ટર વિક્રમ એની રાહ જોતો જ ત્યાં ઉભો હતો અને એને ઝડપી લીધો."

"હાસ બિચારી એ બે છોકરીઓ તો બચી ને...." પ્રદિપને હાશકારો થયો.

"હા પણ તું એ બધું છોડ. સાંભળ પ્રદીપ હું કદાચ ખોટો પંહોઈ શકું કદાચ મારુ અનુમાન ખોટું પણ હોય. કદાચ કોઈ કિલર ન હોય અને રાજવીર નો કોઈ દુશ્મન પણ હોઈ શકે. પણ જે રીતે મર્ડર થયા છે અને પીછો થાય છે એ જોતાં મને સિરિયલ કિલર હોવાની સમભાવના વધુ લાગે છે ."

"મને તારા માઈન્ડ પાવર ઉપર વિશ્વાસ છે પૃથ્વી પણ ધાર કદાચ તું ક્યાંક ચુક્યો હોય તો?" પૃથ્વીએ નવી જ શકયતા બતાવી.

"હોઈ શકે પ્રદીપ. હું શું મોટા મોટા ડિટેકટિવ પણ ઘણી વાર ગોથું ખાઈ જતા હોય છે."

"તો પછી.....?"

"પ્રદીપ મારુ અનુમાન સાચું હોવાના કારણો છે. એકતો રાજવીરનો કોઈ દુશ્મન પોલીસનો પીછો કરવાની હિંમત ન જ કરે. એણે જે રીતે અમારી ગાડીનો પીછો કર્યો એ રીતે તો કોઈ ધુની મગજનો માણસ જ પીછો કરે."

"કે પછી પાગલ....." પ્રદીપે વાક્ય પૂરું કર્યું.

"સો હી મસ્ટ બી આ સિરિયલ કિલર"

"યુ આર જીનિયસ પણ એ હશે કોણ?"

"વેલ મે એનું પણ એક અનુમાન ઉતાર્યું છે."

"શુ?" પ્રદીપ ને ઓર રસ પડ્યો અને મી. રચિતને બચાવી શકાય એવી એક આશા દેખાવા લાગી.

"આમ તો સિરિયલ કિલર કોઈ પણ હોઈ શકે એજ્યુકેટેડ, અનેજ્યુકેટેડ, સ્ટુડન્ટ, કોઈ કર્મચારી, કલાકાર, દુકાનદાર ઇવન છાપા વાળો પણ હોઈ શકે."

"તો તારું શુ અનુમાન છે?"

"ધેટ ઇઝ ધ પોઇન્ટ. મેં ડેડબોડી ના ફોટા પણ જોયા છે. જયદીપ ના માથાના પાછળના ભાગમાં ગોળી વાગી છે. બરાબર માથાના વચ્ચેના ભાગમાં. " કહી પૃથ્વીએ જયદીપ ની ડેડબોડીનો ફોટો પ્રદીપને આપ્યો.

"માથાના બરોબર વચ્ચેના ભાગમાં ગોળી મારવી એટલે પરફેક્ટ હેડ શોટ એ અઘરી નિશાનબાજી નું કામ છે. અનુભવ અને પ્રેકટીસ વગર એ શક્ય નથી. અને બીજી વાત એ કે જો ગોળી એકાદ ફૂટ નજીકથી વાગી હોય તો માથાના ફુર્ચા ઉડી ગયા હોત."

"કમસેકમ 15 ફૂટ દૂરથી કિલરે શૂટ કર્યું હશે." પ્રદીપે વાતનો તંતુ જોડતા કહ્યું.

"ધેટ ઇઝ માય પોઇન્ટ હવે વિચાર કે 15 ફૂટ દૂરથી ઈગજેટલી ટાર્ગેટ ને શૂટ કરવું એ રાજવીર ના કોઈ સામાન્ય દુશ્મનનું કામ હોઇ શકે?"

"નો નેવર એતો કોઈ વેલ પ્રેક્ટિસડ માણસનું જ કામ હોવું જોઈએ" પ્રદીપ લમણે હાથ મૂકી વિચારવા લાગ્યો.

"રાજવીરનો કોઈ સામાન્ય દુશ્મન ગન અને નિશાની નો અનુભવિતો ન જ હોય ને ! તો એ કિલર યાતો કોઈ અન્ડરવલડ નો માણસ હોય કે પછી આર્મી મેન." પૃથ્વીએ સ્પષ્ટતા કરી.

"અથવા પોલિશ " પ્રદીપ વચ્ચે જ બોલ્યો.

"ના એ કિલર પોલિશ અફસર ન હોઈ શકે?"

"કેમ?"

"પોલિશ અફસર આમ ટેક્સી લઈને ફર્યા કરે તો કોઈના ધ્યાનમાં આવ્યા વગર ન રહે. જો એ પોલિશ અફસર હોત તો એ ટેક્સી પસંદ ન જ કરોત એ કોઈ કાર પસંદ કરોત."

"એ પણ ભાડાનું ...." પ્રદીપ પૃથ્વીની વાત સમજી ગયો હતો.

"તો હવે બેજ શકયતા છે કિલર માફિયા છે કે આર્મી મેન છે." પૃથ્વીએ નિરાંત નો હાશકારો લીધો.

"પણ એ કિલર અન્ડરવલડથી કનેક્ટેડ ન હોઈ શકે" પ્રદીપને એક વિચાર આવ્યો.

"એ કઈ રીતે?" પૃથ્વીને સમજાયું નહીં.

"મેં ઘણી નોવેલ વાંચી છે ઘણા કિસ્સા સાંભળ્યા છે અન્ડરવલડના માણસો તો છુટ્ટા હાથે મર્ડર કરતા હોય છે એ શું કામ આવી રીતે સિરિયલ કિલિંગ કરે ?"

"પોઇન્ટ." પૃથ્વીએ ડોકું હલાવ્યું.

"પણ આર્મીમાં ઘણા લોકો એકલવાયું ફિલ કરે છે , ત્યાં ટોર્ચરિંગ અને રેગીંગ થતા હોય છે એનાથી સ્ટ્રેશ અને એલોનનેશ મેન્ટલ ડીસીઝનું કારણ બને છે. સિરિયલ કિલર પણ મેન્ટલ ડીસીઝ થી પીડાતા હોય છે બસ એ લોકો સાતીર અને ચાલાક હોય છે એટલે કિલર આર્મી નો કોઈ જવાન હોય એ શક્યતા વધારે છે."

"તે મારી ઉલજન સુલજાવી દીધી પ્રદીપ વાહ તને પણ મારી જેમ ભેજું ચલાવતા આવડે છે એમ!" બન્ને હસી પડ્યા.

"વેલ તો હવે શું પૃથ્વી?"

"એડવેન્ચર...." પૃથ્વીએ સ્થિર આંખોથી પ્રદીપ સામે જોઇને કહ્યું.

"એટલે ?" પ્રદીપ પહોળી આંખે બોલ્યો.

"સાહસ યાર. મેં રુદ્રસિંહ પાસેથી 1 વિક ની લિવ લઈ લીધી છે."

"એટલે તારું પ્લાનિંગ કિલરનું પૂરું પગેરું કાઢીને પકડવાનું છે એમ ને ?"

"નહિ તો શું એમને એમને મી. રચિત નિર્દોષ સાબિત થશે? કાઈ કર્યા વગર જ મને પ્રમોશન મળશે દોસ્ત? તને ખબર છે ને મારા દેડની દવા પાછળ જોઈતા પૈસા મને આ ડ્રાઇવરની પોસ્ટ ઉપર નથી મળતા મારી ઉપર દેવું છે પ્રદીપ" પૃથ્વીનો ચહેરો થોડો જાંખો પડી ગયો.

"સોરી યાર" પ્રદીપે એના હાથ ઉપર હાથ મૂકી કહ્યું "યુ વિલ ગેટ ઇટ બિકોઝ યુ ડિઝર્વ ઇટ."

"હમ્મ આભાર દોસ્ત. અને હું તને સમય અને સ્થળ બધું મેસેજ કરી દઈશ. અને હા જાગતો રહેજે ક્યાંય ભૂતકાળમા ડૂબી ન જતો નહીં તો ક્યાંક વિઠ્ઠલદાસ પહેલા કિલર મારુ કામ કાઢી નાખશે. કિલર આર્મીનો જવાન છે ને !" બન્ને ફરી ખડખડાટ હસી પડ્યા અને વરસતા વરસાદમાં સડક ઉપર નીકળી પડ્યા....

***

To be continue.....

વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'