Maa ni vyatha in Gujarati Motivational Stories by Sandy books and stories PDF | માં ની વ્યથા

The Author
Featured Books
Categories
Share

માં ની વ્યથા

માં ની વ્યથા

આજ આપણે માં ની વ્યથા વિશે વાત કરીશું.

સૌ પ્રથમ આપણે ગુજરાતી મા કેહવત છે.

" માં તે માં બીજા બધા વગડા ના વા "

આ દુનીયામા માં એ એક્જ એવી વ્યકતિ છે. જે બધી જ જાત ના દુઃખ ભોગવનારી છે. જ્યાર થી એના લગ્ન થાઇ ત્યાર પછી તે વધારે કામ અને દુઃખ મા આવી જાય છે.

જ્યારે તે પોતાના માં બાપ ના ઘરે હોઇ ત્યારે જરાક પણ ટેન્શન મા ના હોઇ. પિયર મા ગમે તેમ કરે કોઇ કાંઇ ના બોલે પણ સાસરે ગયા પછી તેની માથે જવાબદારી વધી જાય છે. આજ કાલ ના જમાના મા કેવા સાસરીયા વાળા મલે છે. કામ બધુ સરસ કરે તો પણ સાસરીયા વાળા દુઃખ આપતા હોઇ છે. પણ તો પણ બધુ સહન કરે છે. કોઇ ના સામે ના બોલે ચુપ ચાપ સહન કરે. પિયર મા ખબર ના પડવા દે કે તેને સાસરીયા વાળા કેટલુ દુઃખ આપે છે. ક્યારેય સાસરીયા પક્ષ માટે ખોટુ કે ખરાબ ના બોલે હંમેશા ઘર ની માન મર્યાદા જાળવી રાખે.

હંમેશા સાસુ સસરા ની સેવા કરે. પતિ નુ હંમેશા માન રાખે. બધા નુ કામ ટાઇમ ટુ ટાઇમ કરી આપે કોઇ ને ના નો પાડે પોતાના ખર્ચા ઓછા કરે બીજા ને હંમેશા મદદ કરે.

આમ દિવસો જ્તા જાય અને તેને માં બનવનો ટાઇમ આવે તેના પેટ મા તેનુ બાળક ઉછરતુ હોઇ ત્યારે લાડ થી જતન કરે છે. ખાવા પીવા મા પૂરતુ ધ્યાન આપે છે. તે પોતે પોતાની ચિંતા નથી કરતી પણ પેટ મા રહેલ બાળક ની ચિંતા કરે છે. તે બહુ તેલ વાળુ કે જોખમી ખોરાક નથી ખાતી તે પોતાના બાળક નુ પુરતૂ ધ્યાન આપે છે.

જ્યારે બાળક જન્મ લેવાની તૈયારી હોઇ ત્યારે તે અહ્સ્ય પીડા સહન કરે છે. જેટલી પીડા આ દુનીયા મા કોઇ ના કરી શકે. બાળક ના જન્મ પછી તે તેનુ ધ્યાન અને કાળજી રાખે છે. પેહલા છ મહીના તે પોતાનુ દુધ પિવડાવે છે. અને બાળક થી ક્યાય દુર જતી નથી આમ દિવસો પસાર થાય છે. ધીરે ધીરે બાળક મોટુ થાઇ છે.તેને પેહલા ઇશારા ની ભાષા સમજાવે છે.બાળક ને ધીમે ધીમે બોલવાની કોશીશ કરાવે છે. આમ બાળક નો ધીમે ધીમે વિકાશ થાઇ છે.બાળક સમજવા લાગે છે.

આમ તેને હવે ભણવા માટે બાલ મંદિર મા બેસાડે છે.પેહલા બાળક ભણવા માટે જતુ ના હોઇ પછી ધીરે ધીરે બાળક સ્કુલે જતા શીખી જાય છે. આમ રોજ રોજ તે સ્કુલ મા જતો આવતો થઇ જાય છે. આમ દિવસો જાય છે. બાળક બોલતા લખતા વાચંન કરતા શીખી જાય છે. માં તેને સારા સંસ્કાર આપે છે.

ધીમે ધીમે તેનુ એડમીશન મોટી સ્કૂલ મા કરાવે છે. અને સાથે ટ્યુશન પણ રખાવી આપે છે. ઘરે આવે એટલે તેને સ્કૂલ અને ટ્યુશન નુ લેશન કરાવે છે. અને થોડો ટાઇમ રમત ગમ્મત અને બીજી પ્રવ્રુતિ મા ધ્યાન અપાવે છે. જેનાથી બાળક ના મગજ નો વિકાશ થાઇ છે. તે સરળતા થી પરિક્ષા અને રમત મા આગળ વધવા લાગે છે. મા તેને હંમેશા પ્રેરણા આપે છે. માં હંમેશા તેને તેજસ્વી બાળક બનાવાની કોશીશ કરે છે. તે પોતે જમવાનુ નથી જમતી પણ બાળક ને જમાડે છે. પોતે નાની નાની બચત કરી દિકરા ને જોઇતી વસ્તુ લઇ આપે છે.

આમ તેની મમતા નુ મોલ કોઇ ચુક્વી નથી શક્યા અને ચુક્વી શકશે પણ નહી એટલે તો કેહવાય છે.

" માં તે માં બીજા બધા વગડા ના વા "

આમ દિકરો ધીમે ધીમે ભણી ને મોટો થાય છે. એક પછી બેન્ક અને સરકારી નોકરી માટે પરિક્ષા આપે છે. એક દિવસ તેને બેન્ક મા નોકરી મળી જાય છે. માતા તેને આર્શીવાદ આપે છે.અને તે નોકરી પર જવા લાગે છે. આમ તેની માં તેના માટે ધીમે ધીમે છોકરી જોવા લાગે છે. સારા ઘર ની અને સંસ્કારી છોકરી જોઇ અને તે દિકરા ના લગ્ન કરાવે છે. આમ માં ની માથે થી ભાર ઉતરી જાય છે.

નવી આવેલી વહૂ શરુઆત મા માં ને સારી રીતે રાખે છે. માં ના બધાજ કામ હોંશે હોંશે કરે છે.ધીમે ધીમે દિવસો પસાર થાય છે. માં ની ઉમર થતી જાય છે. માં થી કામ થતુ નથી એક દીવસ માં બીમાર પડે છે. દિકરો તેને દવાખાને લઇ જાય છે. થોડા દીવસ મા સારૂ થઇ જાય છે.

હવે દિકરા ની વહુ ને માં ની સેવા કરવામા કંટાળો આવતો હતો. તે તેના પતિ ને કહે છે. કા તમે મારા સાથે રહો કા માં સાથે તમે રહો હુ માં સાથે રેહવા નથી માંગતી આમ તે દિકરા ને માં થી અલગ કરવા નો પ્રયત્ન કરે છે. એક માં પોતાના દિકરા ને તેનાથી અલગ થતો ના જોઇ શકે. તેના મન મા સતત તેના દિકરા ની ચિંતા થયા કરશે. આ એક માં ની વ્યથા છે.

જે દિકરા ને આટલા લાડ પ્રેમ થી મોટો કર્યો તે દિકરો માં ના બધા કર્મો ભુલી પોતાની પત્ની ની વાત માનવા લાગે છે. પત્ની એ કીધુ એટલે તે માં ને વૄધ્ધાશ્રામ મા મુક્વા જાય છે.પોતે કેટલા દુઃખ સહન કરી દિકરા ને મોટો કર્યો પોતે જમતી નહી અને દિકરા ને જમાડતી પોતે સુવે નહી અને દિકરા ને સુવડાવતી એજ દિકરો આજ માં ને તરછોડે છે.

પણ દિકરા ને એ નથી ખબર કે આ દુનીયા મા માં થી કોઇ મોટુ નથી અને થશે પણ નહી. ભગવાન ને પણ ખબર હતી કે આ દુનીયા મા દિકરો માં વગર એક્લો નહી રહી શકે એ માટે ભગવાન માં નુ સર્જન કર્યુ.

આ દુનીયા મા માં એ એકજ એવી વ્યક્તી છે. જેની સહન શકિત અપાર છે. માં દિવસ રાત જોયા વગર કામ કર્યા કરે અને આખા કુટંબ ની ચિંતા કર્યા કરે. જ્યા સુધી દિકરો ઘરે ના પોહંચે ત્યા સુધી મા ને ચિંતા થયા કરે સતત કહ્યા કરે મારો દિકરો મારો દિકરો આમ આ દુનિયામા માં નુ જે સ્થાન છે. તે કોઇ ના લઇ શકે.

આજ ના જમાના મા દિકરો માં ને તરછોડે છે. એ દિકરા જીવન મા ક્યારેય સુખી થતા નથી. તે ગમે તેમ માં ને હેરાન પરેશાન કરે. માં તેનુ ક્યારેય ખરાબ નહી ઇરછે તે હંમેશા સારા અને સુખી થવાના જ આર્શીવાદ આપશે. આમ માં પોતાની આખી જીંદગી પોતાના દિકરા પાછળ કાઢી નાખે છે. આમ માં આટલા બધા દુઃખ સહન કરે છે. છતા તે કોઇ નુ ખરાબ નથી કરતી.

પણ આપના સમાજ મા રેહનારા દિકરા સમજતા નથી કે માં ને જે અવગણે છે. તે ભવો ભવ નો ગુનેગાર બને છે. તેના એકેય ભવ સુખી નથી થતા. તો સમાજ મા રેહનારા દરેક વડિલો મિત્રો બહેન ભાઇ ને હુ એટલુ કેહવા માંગુ છુ. મહેરબાની કરી તમે તમારા માં-બાપ ની સેવા કરો તેને ક્યારેય દુઃખ પોહચે એવુ કામ ના કરો.

એટલુ યાદ રાખજો માં-બાપ તમારા ખુશ હશે તો તમારી જીંદગી મા કોઇ નુક્શાન કે શંકટ આવશે નહી. તો આ હતી માં ની વ્યથા જે કેટલા દુઃખ સહન કરે છે. તો પણ દુનીયા ની નજર મા ખુશ રહે છે.

***