"છેલ્લી ક્ષણે"
ભાવિક રાદડિયા "પ્રિયભ"
તને ખબર છે એ દિવસે હું આખી રાત જાગ્યો હતો. હું ખુશ પણ હતો અને ડર પણ લાગતો હતો કે હું તને પ્રેમ તો કરું છું, પણ હવે શું થશે. મેં પહેલીવાર મારી ડાયરીમાં હું કોઈને પ્રેમ કરું છું એવું લખ્યું હતું. હું આટલો ખુશ ક્યારેય નહોતો થયો. યુ નો હું હંમેશા તારાથી ઇન્સ્પાયર થયો છું. હું એ જ વિચારતો કે કોઈ આટલું પરફેક્ટ કેવી રીતે હોઈ શકે? તે દિવસે મોહિનીએ કહ્યું હતું કે આપણને કોઈ સાથે જોઈ જશે તો? તે શું કહ્યું હતું?
"એ બધાને હું જવાબ આપી દઇશ."
એ છીવાય તને પેલો 1995નો પહેલો રવિવાર યાદ છે? આપણને એકસાથે જોઈ ગયાં એટલે સરે તારા પપ્પાનો નંબર માંગ્યો અને તે તરત જ આપી દિધો હતો. કેમકે તને ખબર હતી કે તું ખોટી નથી. હું તારી પાસેથી જે શીખ્યો છું એ હું આખી લાઈફમાં ક્યારેય ના શીખી શકત. તને ખબર છે મને જ્યારે પણ એવું લાગે ને કે હું આ કામ નહીં કરી શકું, ત્યારે હું તને યાદ કરું. લાઇક... પેરા જમ્પિંગ વખતે કૂદવાનો ડર લાગતો હોય તો હું ઇમેજીન કરું કે નીચે તું મને પકડવા માટે ઉભી છે. અને આંખો બંધ કરીને કુદી પડું. રનિંગ કરતો હોવ અને થાકી જાવ તો વિચારું કે ફિનિશ લાઈન પર તું ઉભી છે. મને ખબર હોય છે કે તું ત્યાં નથી. બટ ઇટ્સ વર્ક!!. હું ગમે તેટલો થાકી ગયો હોવ તો પણ ત્યાં પહોંચી જઈશ. ઇવન હું ક્યારેક કોઈ પ્રોબ્લેમ્સમાં હોવ તો પણ હું તને યાદ કરું.
હું પહેલેથી સેન્સીટીવ છું. પણ મેં ક્યારેય કોઈ માટે આવું ફીલ નથી કર્યું જેવું તારા માટે ફીલ કરું છું. મને ગુસ્સો આવતો એ અચાનક જ ગાયબ થઈ ગયો. પણ પછી ખબર પડી કે એ બધો ગુસ્સો તારા એક પર જ આવે છે. તું મારી સામે હોય ત્યારે મને જે ફીલ થાય છે, મને જે ખુશી મળે છે એવી ખુશી મને ક્યારેય નથી મળી કે મળશે પણ નહીં રાબિયા.
તું જ્યારે મારી સામે હોય છે ત્યારે હું શ્વાસ લેવાનું અને આંખો પલકવાનું ભૂલી જાવ છું. હું એવો ખોટો અને અપ્રામાણિક દાવો નથી કરતો કે મેં આખી દુનિયા માંથી કે લાખો કરોડો માંથી તને પસંદ કરી છે. પણ હા એટલું ચોક્કસ કહીશ કે મેં મારી આસપાસ, મારા સંપર્કમાં રહેલાં અને મારી સાથે જીવતા લોકોમાંથી મેં તને પસંદ કરી છે. એક્ચ્યુઅલી મેં મારી ખુશી ઓ પસંદ કરી છે. આનંદ અને શાંતિની શોધમાં રખડતા ભટકતાં અચાનક તું મળી ગઈ !!! મને મારી ખુશી ઓ મળી ગઈ !! મારી શોધ અટકી ગઈ. જે કામ મગજને સોંપેલું એ બધું જ કામ હવે દિલ સંભાળવા લાગ્યું. મેં તને પાગલોની જેમ પ્રેમ કર્યો છે.
તું એક જીવતી જાગતી નવલકથા છો. તારા વિશે લખવાની શરૂઆત ક્યાંથી કરું અને ક્યાં અટકવું એવી સમજ મારામાં હજું સુધી આવી નથી. આમ તો તને શબ્દો દ્વારા કાગળમાં ચિતરવી શક્ય જ નથી, પણ જો હું એક વાર તારા વિશે લખવા બેસી ગયો તો પછી દિવસો ટુંકા ને' રાતો એથીયે વધું ટૂંકી લાગશે પણ લખવાનું નહીં અટકે. તું કદાચ નહીં માને, પણ છેલ્લાં સાડા તેર કે ચૌદ વર્ષમાં મેં પાંત્રીસ ફૂલ સ્કેપના ચોપડા લખી નાંખ્યાં છે. જેના દરેક પેઇજ પર ફકત તું છે. હું દુનિયામાં સૌથી મોટો ફેન છું તારો યાર. તું રોલ મોડેલ છો મારી.
તને ખબર છે, દરેક વ્યક્તિનું જીવન એક નવલકથા જેવું જ હોય છે. પણ જીવન અને નવલકથા વચ્ચે થોડોક તફાવત છે : જે-તે વ્યક્તિની લાઈફ હોય છે, તેને જ ખબર નથી હોતી કે આગળના ચેપ્ટરમાં તેની સાથે શું થવાનું છે. પણ નવલકથા જેની હોય છે, તેને પહેલેથી જ ખબર હોય છે કે આગળના ચેપ્ટરમાં શું થવાનું છે. કેમકે બંનેનાં લેખકો અલગ અલગ છે ને. ઈન્સાન અને ઈશ્વર !! આ ઉપરાંત નવલકથા લખવાની શરૂઆત કરો એ પહેલાં તેમાં રહેલાં પાત્રોનાં સ્વભાવ અને મહત્વ દર્શાવતો એક 'કેરેકટર મેપ' તૈયાર કરવામાં આવે છે. જેથી ખબર પડે કે કોણ, ક્યારે અને કેવી રીતે શું કરશે ?! પણ આપણી રીયલ લાઈફમાં એવી કોઈ વ્યવસ્થા નથી હોતી. એટલે જ કોઈ એક વ્યક્તિને સમજવા માટે વારંવાર તેનાં જીવનમાં ડૂબકીઓ લગાવવી પડે છે. છતાં તેને સંપૂર્ણ નથી સમજી શકતા. ટૂંકમાં નવલકથા કાલ્પનિક અને/ ભૂતકાળ છે. જ્યારે લાઈફ એ વાસ્તવિક અને વર્તમાન છે. આમ છતાં દરેક વ્યક્તિનું જીવન એક નવલકથા હોય છે...!! નોર્મલી રીતે નવલકથા 'હિસ્ટ્રી' બનતી હોય છે. પણ યાર, મારી લાઈફ તો 'મિસ્ટ્રી' બની ગઈ છે. ખબર જ નથી પડતી કે ક્યાંથી ગુંચવણો ઉકેલવાની શરૂઆત કરું. અરે સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે ખરેખર ગુંચવણો ક્યાં છે એ જ નથી ખબર પડતી....
મેં તને ક્યારેય ગર્લફ્રેન્ડ બનાવવાનું વિચાર્યું જ નથી. હું તો ઈચ્છતો હતો કે તું આખી લાઈફ મારી સાથે રહે. હું સવારે ઉઠું તો સૌથી પહેલાં તને જોવ અને સુતી વખતે પણ તને જોઇને જ સુવ. મારે તારા જેવીજ એક બીજી નાની રાબિયા જોઈતી હતી. એને ચાર હાથોમાં રમાડવી હતી અને બોવ બધો પ્રેમ કરવો હતો.... ખેર આ ક્યારેય સાચું નથી પડવાનું. છોડો એ વાત.
યાદ છે મેં તને પ્રપોઝ કર્યું ત્યારે શું કહ્યું હતું? મેં કહ્યું હતું કે, "હું તને પ્રેમ છું અને મારે તારો જવાબ જાણવો નથી." એ આજે પણ એટલું જ સાચું છે. તું ભલે મને લવ ના કરતી હોય પણ હું તો તને હજું એટલો જ લવ કરું છું. એવું જરૂરી થોડું છે કે તું લવ કરે તો જ મારે તને લવ કરવાનો. આમ પણ તું મારી બની જઈશ તો પછી હું આટલો પ્રેમ કોને કરીશ? આખી દુનિયા પ્રેમ કરે છે. બધાંને પોતાનો પ્રેમ મળી જ જાય એવું જરુરી નથી હોતું. રાત્રે અંધારામાં અગાસી ઉપર બેસીને પુરી શિદ્દતથી ચંદ્રમાં અને તારા જડીત આકાશ જોવું મને ગમે છે. કેટલીય રાતો તને યાદ કરીને તેની સામે જોતો બેસી રહ્યો છું. કેમકે કદાચ એમાં હું પણ એક છું..મારા માટે પણ એક તારો ઉગ્યો હશે આકાશમાં! ક્યાંક એવું વાંચેલું કે આકાશમાં જેટલા પણ તારા દેખાય છે, એ બધા કોઈક ને કોઈક માટે ઉગ્યા હોય છે. કંઈક કારણ હોય છે એમના ત્યાં હોવા પાછળનું...They have powerful reason to be there..! અને કદાચ માણસોનું પણ એવું જ હોય છે... એ ચમકતા અગણિત તારાની જેમ આપણી જિંદગીમાં આવતા હર એક માણસ કંઈક સ્પેશીયલ રીઝન સાથે આવ્યા હોય છે... strong powerful reason..! તું મારી લાઈફમાં આવી એ પાછળ પણ કંઈક ખાસ કારણ હશે જ. તારા વગર હું જિંદગીનાં આ શેડ્સને ક્યારેય ના જાણી શક્યો હોત. એક અદભુત અહેસાસ હું ચૂકી ગયો હોત.
તને ખબર છે હું તારા વગર કેટલો રડ્યો છું. તારી સાથે ઝગડો કરવો મને થોડો પણ નથી ગમતો. પણ યાર આખો દિવસ હું તારી રાહ જોઈને બેઠો હોવ કે સાંજે તું મારી સાથે વાત કરીશ. તારી વાત ના કરવી હોય તો તું મને સમજાવી તો શકે ને. મને ખબર છે કે તું ફ્રી નથી હોતી. તો યાર ડાયરેક્ટ ના થોડી પાડી દેવાની હોય. અરે હા તારો જ ડાયલોગ યાદ આવ્યો, "ના ગમે તે રીતે પાડું, પણ ના તો પાડવાની જ છે ને. તો સીધી જ ના પાડી દીધી." ના પાડવાની બીજી સારી રીત પણ હોય છે રાબિયા. અને તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છો ને. હું તને કો-ઓપરેટ કરતો હોવ તો તારે પણ કરવું જોઇએ ને. તું ઘરે હોય છે ત્યારે મેં તને ડીસ્ટર્બ કરી ક્યારેય? પણ તું જાણી જોઇને મને ઇગ્નોર કરે એવું થોડું ચાલે. હું તને ભૂલવાની ટ્રાય કરતો હોવ, તો તું એ વાત કેમ ના ભૂલી શકે કે હું તને પ્રેમ કરું છું. હું તને લવ કરું છું એટલે જ તું મારાથી દુર ભાગે છે. તું આખી કંપની ચલાવે છે ને? હજારો લોકોની વચ્ચે તું હોય છે. ત્યાં મેલ, ફિમેલ બધા છે. તો હું ક્યારેક મળવાનું કહું તો શું પ્રોબ્લેમ છે? દસ પંદર મિનિટ મારી સાથે ઉભી રહીશ તો કંઈ પાતળી નહીં થઈ જાય. હું એવું નથી કહેતો કે તું મારી સાથે લગ્ન કરી લે. પણ યાર આપણે જ્યાં સુધી વાત કરી શકીએ છીએ ત્યાં સુધી તો પ્રેમથી વાત કરી લે. એ પછી તો તું જતી જ રહેવાની છે ને. કેમકે હું તારો ફ્રેન્ડ તો છું, પણ "બોયઝ" છું. રાઈટ ને?
(ક્રમશ: 2 of 3)