victim - 3 in Gujarati Love Stories by Bhavesh Tejani books and stories PDF | વિક્ટીમ - 3

Featured Books
Categories
Share

વિક્ટીમ - 3

ડો. સ્નેહલ તેનું બધાજ કામ પૂરું કરી જમવા માટે તે સ્પેશીયલ રૂમમાં જાય છે, આજે તેના ચેહરા પર પેલા જેવી તાજગી નથી વર્તાતી આજે તેના ચેહરા પર થાક અને દુઃખ સ્પષ્ટ દેખાય આવે છે. પહેલા ક્યારે આવુતો નહોતું થતું પણ આજે એણે તેનું અત્તિત સતત યાદ આવે છે. કેવી સીધી સાદી જિંદગી હતી એની અને હવે કેવી જિંદગી થઇ ગઈ છે. તેવો ફ્રેશ થઇ ને બેડ પાસે બેસીને થોડી વાર તે પેશન્ટના ચેહરા પર સામે જોઇને બેસી રહ્યા તેને એ પેશન્ટની ડાયરી યાદ આવી ગઈ જે તેણે તે વ્યક્તિના એક્સીડેન્ટ પહેલા જ વાચી હતી. જો એ ના વાચી હોત તો આજે એણે કેટલી મોટી ભૂલ કરી હોત પણ ઉપરવાળા ને શું મંજુર હોય છે એ કોણ જાણે? એક નર્સ જમવાની થાળી લઈને આવી એટલે તેની નમ થયેલી આંખોને છુપાવતા તે જમવા બેસી ગયા. પણ આજે જમવાની તેમને સહેજે પણ ઈચ્છા નહોતી થોડું ઘણું જમીને તે પેલા પેશન્ટ પાસે બેસી તેનો હાથ પોતાના હાથમાં લઈને તેના ઉપર પોતાનું માથું ઢાળીને સુઈ ગયા, આંખો તો નિદ્રાધીન થઇ પણ સમયે તેના ભૂતકાળ ને વાગોળવાનું શરુ કરી દીઘુ. સમયે અતિત ના એક પછી એક પાનાંઓં ખોલવાનું ચાલુ કરી દીધું.

એક પહેલેથી જ અમીર ઘરમાં તેનો જન્મ થયેલો એના દાદાજી પરષોત્તમભાઈ પટેલને વારસમાં જ અમીરી મળી હતી જેને તેઓએ પોતાની મહેનતથી વધારી અને તેના એક માત્ર દીકરા એવા જયેશ પટેલ ને આપી હતી. પરષોત્તમદાદા દેખાવે ઉજળો ચેહરો, ઉપર મોટી મુછો અને મોટી મોટી આંખોમાં તેનું એક મજબુત ખાસ વ્યક્તિત્વ ઉભરી આવતું હતું. સફેદ અને સુઘડ કપડામાં તૈયાર રહેતા અને એમાં પણ માથા પર રહેલી પાઘડી તેની શાખમાં ઓંર વધારો કરતી હતી. ગામમાં સૌથી મોંટુ ખોરડું એટલે માન પણ ઘણું હતું ગામમાં તેની બુદ્ધિમાની માટે તો તેઓ જાણીતા હતા. સ્વભાવે જરૂર પડે કડક બાકી એકદમ સરળ. ગામના મોટા ભાગના ઝઘડાના નીકાલ માટે પણ તેના દ્વારા જ થતો. તેને પોતે અભણ હોવા છતાંએ તેણે પોતાના દીકરાને ડોક્ટર બનાવો અને વારસામાં એનો સરળ સ્વભાવ આપો હતો. એ પણ તેના જેવા જ દેખાવે અને સરળ હતા પણ તેના અભ્યાસ પ્રમાણે થોડા મોર્ડન હતા. તેના પત્ની જઈશ્રીબેન પટેલ દેખાવે સુંદર અને સ્વભાવે પણ એટલાજ સરળ હતા. હા, તેવો જાજુ ભણેલા ન હતા પણ તેની પાસે સમજ અને કોઠસુજ ગજબ હતી. તેની પાસે એટલું ભણતર ન હોવા છતાં તેઓ એ પોતાના પતિ પાસે મોર્ડન લાઈફ સ્ટાઈલ સીફરતથી શીખી લીધી હતી અને તેના બન્ને સંતાનોને પણ એમને આ લાઈફ આપી હતી. પણ તેમના વિચારો સરળ અને વ્યવહારુ હતી અને એટલે જ ઓ તેવો તેના પતિ સાથે ચાલી શક્યા હતા. ત્તેમને એક પુત્ર આર્યન અને સ્નેહલ. આર્યન હાલ તો કેનેડામાં સ્થાય થઇ ગયો છે જયારે સ્નેહલ પણ હવે ડોક્ટર થઇ ને પોતાની પ્રેક્ટીસ ચાલુ થઇ ગઈ છે.

આ સિવાય ત્તેના પરિવાર ના નજીકના સભ્ય એવા વિનોદચંદ્ર શાહ જેનો આ પરિવાર સાથે સારો સંબંધ છે પરશોત્તમ દાદા તો એમ કહેતા કે મારે બે દીકરા છે એક જયેશ અને બીજો વિનોદ. વિનોદચંદ્ર અને જયેશભાઈ વચ્ચે પણ બે સગા ભાઈ કરતા પણ વધારે પ્રેમ હતો. બંનેના બંગલા પણ બાજુ બાજુમાં જ અને એક જેવાજ હતા. અને બન્ને મળીને જ તો સદ્દભાવના હોસ્પીટલની શરુઆત કરી હતી અને નવી ઉચાઇઓં સુધી લઇ ગયા હતા. અને આજે પણ એ જ ડો.સ્નેહલને હોસ્પિટલ ચાલવા માટે મદદ કરી રહ્યા હતા.

ઘણા સમય પેહલાની વાત છે જયારે પરષોત્તમ દાદા યુવાન હતા અને ગામમાં એનો એક મિત્ર હતો જેનું નામ નવિનચંદ્ર હતું. બન્ને સરખી ઉમરના હતા પણ નવિનચંદ્ર થોડો ભોળો માણસ હતો તે બીજા જેવો ચતુર નહોતો સાદો અને સાચો હતો અને એટલે જ તો એ પરષોત્તમ દાદા ના મિત્ર હતો .

બંને મિત્રો ગામની ધૂડી શાળામાં સાથે ભણતા. બધાજ વાણીયા( ગામડાઓ માં જૈન લોકોને વાણીયા કહે છે)ના છોકરાઓ ભણવામાં અને બીજી બધી વાતે ચતુર હતા પણ નવિનચંદ્ર તે આ બધી વાતમાં કોઈ ગમના પડતો એટલે તેની બધા મજાક ઉડાડતા અને તેનાથી બચવાના ઉપાય સ્વરૂપે તે બીજા પટેલોના છોકારાવો સાથે આવીને બેસતો. ત્યારે કઈક એવી માન્યતાઓ હતી કે ભણવાનું અને ગણવાનું તો વાણીયાના છોકરાઓ ના કોઠે બેસે પટેલોના નઈ. થતું પણ એવું જ બીજી બધી જ્ઞાતિના છોકરો પાસે પિતા પોતાના કામમાં જ લાગવી દેતા અને કેહતા કે ભણીને શું કરશે તેને આજ કામ કરવાનું છેને. અને આના જ લીધે જ છોકરાઓમાં પણ એવી જ માન્યતા થઇ ગઈ હતી એટલે એ પણ એટલું કઈ ખાસ ભણવામાં ધ્યાન ના આપતા.

સમય પોતાનું કામ કરે જ છે પરશોત્તમ દાદા અને નવિનચંદ્ર પોતાની આ દોસ્તી સાથે પોત પોતાની જિંદગીમાં આગળ વધવા લાગ્યા. પરશોત્તમ દાદા એ પોતાના પિતાની જમીન સંભાળી લીધી અને જયારે નવિનચંદ્ર એ ગામમાં જ એક નાની દુકાન ચાલુ કરી અને તેમાંથી પોતાની સચ્ચાઈના આધારે કામ ચાલુ કરી દીધું. અને તેના કારણે ગામના લોકો તેના પર વધારે વિશ્વાસ કરવા લાગ્યા. તેનો એક જ નિયમ હતો કે કોઈને ઠગવા નહિ અને જે મળે એ પ્રભુની ઈચ્છા સમજી અને ચલાવવું. આજ લીધે બીજા દુકાનદારો માટે એ ઈર્ષાનું કારણ બની ગયા હતા.

બન્ને મિત્રોના સમય સાથે લગ્ન થઇ ગયા. પરશોત્તમ દાદા ને ઘરે જયેશભાઈ અને નવિનચંદ્ર ના ઘરે વિનોદચંદ્ર નો જન્મ થયો. બંને ના જીવન માં જાણે એક સાથે જ બધી જ ખુશી આવી ગઈ. એમાં અધૂરામાં પૂરું એ થયું કે પરશોત્તમ દાદાની પણ છાપ એક મોટા માણસ તરીકે થવા લાગી અને ગામમાં તેની સલાહ લેવાવા લાગી જાણે કે ગામના સરપંચ જ એ ન હોઈ પણ એમને તો ક્યાં રાજકારણ સાથે કઈ લેવા દેવા હતી બસ એતો બીજાને પોતાની આવડત પ્રમાણે સલાહ આપતા. બસ આમ જ બંને ભાઈબંધી ચાલ્યા કરતી.

બન્ને મિત્રો દિવસ આખો પોતાનું કામ કરે અને સાંજે દુકાન પર બેસી પોતપોતાની વાતો કરે અને દિવસો પસાર કરે એવીજ રીતે એક દિવસ બન્ને મિત્રો બેઠા હતા. ત્યારે જ પરષોત્તમ દાદા એ વાત શરુ કરી કે “ મારા બેટા આપડા ગામના વાણીયાઓં તો હવે સાવ છેતરે છે “

“ કેમ આજે એલા દાસ અમને વાનીયાઓને ભાડે છો?” નવિનચંદ્રએ કહયું.

“તને નથી કેહતો ભાઈ પણ આજે હું મારા માસીના ગામ ગયો હતો ત્યાં આજે એનો કપાસ તોળાતો હતો એટલે મેં એને ભાવ પૂછો તો આપડા ગામ કરતા તો ઘણો વધારે હતો પણ આપડા ગામમાં તો સાવ લુટે જ છે અમને વેપારી માં કઈ ખબરના પડે અને પરાણે આ લુચ્ચા વાણીયાઓને અમારા પાક વેચવા પડે છે.” પરશોત્તમ દાદા એ કહયું.

“હા ભાઈ આ બધા સાચે જ એવુ કરે છે પણ એમાં હવે હું શું કરી શકું?” નવિનચંદ્રએ કહયું.

“અરે જે કરી શકે એ કોઈ બીજું ના કરી શકે તારૂ કોઈ ઓળખીતું નથી કે જે અહી થી ખરીદી કરી શકે અરે તું ભાગમાં તારે જે ભાગ જોઈતો હોઈ એ લઇ લેજે ભાઈ પણ તું કઈક કર” પરશોત્તમ દાદા એ કહયું.

“હા, ભાઈ ગોતું લોને કોઈક ને પણ બીજો તો કઈ વાંધો નઈ પણ આપડા ગામના દુકાનવાળા આવું કરવા દેશે કે નઈ?” નવિનચંદ્રએ કહયું.

“પણ ગામ એ તો હાથીનો પગ કેહવાય એની સામેં પડવાની ભૂલ નઈ કરે અને સુધારી જશે તો આપડે એની સાથે કામ ચાલુ કરી દઈશું” પરશોત્તમ દાદા એ કહયું.

“હા,તો હું કાલે કામથી શહેર જવનો છું તો જોવ કે મારાથી શું થઇ શકે છે” નવિનચંદ્રએ કહયું.

“ચાલો હવે ઘણો સમય થઇ ગયો છે હવે ઘરે જાવ કાલે પાછું ખેતરે જવાનું છે” પરશોત્તમ દાદા એ એમ કહી અને પોતાના ઘર ભણી પગ ઉપાડા. તો આ બાજુ નવિનચંદ્રએ પણ પોતાની દુકાન બંધ અને પોતાના ઘર તરફ પ્રયાણ કરું.

ક્રમશઃ

આ મારી પેહલી સ્ટોરી છે એટલે કદાચ મારી કેટલીક ભૂલો હોય શકે અને હું આમાં આગળ શું ફેરફાર કરુતો રસપ્રદ બને તે માટે મને તમારા પ્રતિભાવની રાહ જોઇશ. મારો વોટ્સએપ નંબર છે ૮૪૬૦૧૫૨૧૦૬ આભાર