ગરુડ પુરાણ
અનુક્રમણિકા
૧. પ્રથમ અધ્યાય
૨. દ્વિતીય અધ્યાય
૩. તૃતીય અધ્યાય
૪. ચતુર્થ અધ્યાય
૫. પાંચમો અધ્યાય
૬. છઠ્ઠો અધ્યાય
૭. સાતમો અધ્યાય
૮. આઠમો અધ્યાય
૯. નવમો અધ્યાય
૧૦. દશમો અધ્યાય
૧૧. અગિયારમો અધ્યાય
૧૨. બારમો અધ્યાય
૧૩. તેરમો અધ્યાય
૧૪. ચૌદમો અધ્યાય
૧૫. પંદરમો અધ્યાય
૧૬. સોળમો અધ્યાય
૧૭. સત્તરમો અધ્યાય
૧૮. અઢારમો અધ્યાય
૧૯. ઉપસંહાર
પ્રથમ અધ્યાય
પ્રાચીન સમયની વાત છે કે નૈમિષારણ્ય ક્ષેત્રમાં શૌનક વગેરે ઋષિઓએ અનેક મહર્ષિઓની સાથે હજાર વર્ષ પર્યંત ચાલવાવાળા યજ્ઞને પ્રારંભ કર્યો હતો, જેનાથી એમને સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકે. એ ક્ષેત્રમાં સૂતજી પણ આવ્યા. ત્યારે ઋષિઓએ એમનો ખૂબ જ આદર-સત્કાર કર્યો. કેમ કે, સૂતજી પૌરાણિક કથાઓ કહેવામાં સિદ્ધહસ્ત હતા અને એમણે અલગ-અલગ રૃપોથી અનુભવ પ્રાપ્ત કર્યો હતો-આ જાણીને ઉપસ્થિત ઋષિઓએ સૂતજીથી કહ્યું- તમે અમને આ સૃષ્ટિ, ભગવાન, યમલોક તથા અન્ય શુભાશુભ કર્મોના સંયોગમાં મનુષ્ય કયા રૃપને પ્રાપ્ત કરે છે એ બતાવવાની કૃપા કરો.
સૂતજી બોલ્યા- આ સૃષ્ટિના કર્તા નારાયણ વિષ્ણુ છે. તે જ નારાયણ વિષ્ણુ જળમાં રહેવાને કારણે નારાયણ છે, લક્ષ્મીના પતિ છે અને એમણે અનેક અવતાર ધારણ કરીને પૃથ્વી પર અધર્મનો નાશ કર્યો છે અને પૃથ્વીની રક્ષા કરી છે. એમણે રામનો અવતાર ધારણ કરીને લંકાના રાજા રાવણથી ઋષિ-મુનીઓનો ઉદ્ધાર કર્યો. એમણે નૃસિંહ રૃપનો અવતાર ધારણ કરિને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો. આ જ ભગવાન વિષ્ણુ સૃષ્ટિના આદિ કર્તા, પાલક અને રુદ્ર રૃપમાં સંહાર કરવાવાળા છે. ભગવાન વિષ્ણુએ જ વરાહનું રૃપ ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો અને મત્સ્ય રૃપમાં અવતાર લીધો. ભગવાન વિષ્ણુનો જ અંશ વેદવ્યાસ છે અને વેદવ્યાસજીએ આ પુરાણોની સૃષ્ટિ કરી છે.
વિષ્ણુ ભગવાન રૃપી વૃક્ષ સર્વશ્રેષ્ઠ વૃક્ષ છે. એનો દૃઢ મૂળ ધર્મ છે. વેદ એની શાખાઓ છે, યજ્ઞ એના ફૂલ છે અને મોક્ષ એનું ફળ છે. આ પ્રકારે ભગવાન વિષ્ણુ જ આખી તપસ્યાના ફળ અને મોક્ષને આપવાવાળા છે.
એક વખત ભગવાન રુદ્રથી પાર્વતીજીએ પૂછ્યું કે તમે તો ખુદ ભગવાન છો. સૃષ્ટિના કર્તા, પાલક અને સંહારક છો. છતાં પણ તમે કોનું ધ્યાન કરતાં રહો છો. તમારાથી મોટું કોણ છે, જેનું તમે ધ્યાન કરો છો. પાર્વતીના મુખથી આ સાંભળીને ભગવાન શિવે કહ્યું કે હું આદિ દેવ ઋષિઓનું ધ્યાન કરું છું. વિષ્ણુ જ પરમ અને મહાન છે. એમનું ધ્યાન કરીને હું ખુદમાં તલ્લીન રહું છું. આ પ્રકારે શૌનકજીએ જ્યારે સૂતજીથી પૂછ્યું તો એમણે જવાબ આપ્યો કે ભગવાન વિષ્ણુ જ બધા કર્મોનો આધાર છે. એ બતાવીને એમણે કહ્યું કે શિવજીએ પાર્વતથી કહ્યું- હું પરમ બ્રહ્મનું ચિંતન કરું છું. આ પરમ બ્રહ્મ ભગવાન વિષ્ણુ જ છે. હું વિષ્ણનું જ ચિંતન કરું છું. ભગવાન વિષ્ણુ જ અનેક રૃપમાં અવતાર લે છે. એમણે જ રામ, કૃષ્ણ, વારાહ, નૃસિંહ વગેરેના રૃપમાં અવતાર લઈને ધર્મની રક્ષા કરી છે. રામના રૃપમાં એમણે રાક્ષસોનો નાશ કર્યો છે અને કૃષ્ણના રૃપમાં દુષ્ટ પ્રવૃત્તિવાળા લોકોનો વિનાશ કરીને ધર્મની સ્થાપના કરી છે. શિવજીએ આગળ કહ્યું કે હે પાર્વતી! વારાહ રૃપમાં વિષ્ણુએ જ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે અને નૃસિંહના રૃપમાં ભક્ત પ્રહલાદની રક્ષા કરીને હિરણ્યકશ્યપનો ઉદ્ધાર કર્યો છે. હું પોતાના નેત્ર બંધ કરીને એમનું ચિંતન કરું છું.
આ પ્રકારે ભગવાન વિષ્ણુની મહિમાને સાંભળીને (જેમ કે શંકરે ભગવતી પાર્વતીની બતાવી હતી) ઋષિઓની ઉત્સુકતા અન્ય વિષયોમાં જાગ્રત થઈ ગઈ.
ઋષિઓએ સૂતજીથી પૂછ્યું - ભગવન! તમે ભગવાન વિષ્મુના મહત્ત્વને સ્થાપિત કરીને જે કંઈ પણ કહ્યું તે ભયમુક્ત કરવાવાળું છે. પરંતુ તમે સંસારના દુઃખ અને કષ્ટોને નષ્ટ કરવાવાળા ઉપાય બતાવો, તમે આ લોક તથા પરલોકના કષ્ટોનું વર્ણન કરવામાં કુશલ છો. અમને બતાવો કે યમરાજનો માર્ગ કેવો થાય છે અને ત્યાં મનુષ્યને કેવી-કેવી યાતનાઓ મળે છે. ઋષિઓથી આ પ્રશ્ન સાંભળીને સૂતજી બોલ્યા કે જે વૃત્તાંત ભગવાન નારાયણે ગરુડજીના પૂછવા પર એમને બતાવ્યું હતું એ હું તમને બતાવું છું.
યમનો માર્ગ અત્યંત દુર્ગમ માર્ગ છે છતાં પણ હું તમારા લોકોના કલ્યાણ માટે એનું વર્ણન કરું છું. ગરુડજીએ પહેલાં ભગવાનથી કહ્યું હતું કે હે પ્રભુ! તમારું નામ લેવું તો સરળ છે છતાં પણ મનુષ્ય તમારી ભક્તિથિ વંચિત રહીને નરકમાં પહોંચે છે. તમારી ભક્તિના અનેક માર્ગ છે. એમની અનેક ગતિઓ છે અને તમે મને એ બતાવ્યું પણ હતું. પરંતુ આ સમયે હું એ જાણવા ઇચ્છું છું કે જે વ્યક્તિ તમારી ભક્તિથી વિમુખ થઈ જાય છે અને એમને દુર્ગમ યમ માર્ગ મળે છે. પરંતુ આ માર્ગ એમને કેવી રીતે મળે છે અને એની મુશ્કેલીઓ શું છે?
હે પ્રભુ, આ માર્ગમાં પાપીઓની દુર્ગતિ થાય છે અને જે રૃપમાં તેઓ નરકગામની બને છે તે તમે મને વિસ્તારથી બતાવો. ગરુડજીની પ્રાર્થના પર ભગવાન વિષ્ણુ એમનાથી બોલ્યા- હે ગરુડ! તમારા પૂછવા પર હું યમ માર્ગનું વર્ણન કરું છું કેમ કે આ માર્ગથી થઈને જ પાપી યમલોક જાય છે. આ વર્ણન અત્યંત ભયંકર છે. જે પોતાના સન્માનિત માનીને ઉગ્ર રહે છે અને ધન તથા મર્યાદાના ગર્વથી યુક્ત છે તથા રાક્ષસી ભાવને પ્રાપ્ત થઈને, દેવી શક્તિ રૃપિ સંપત્તિથી હીન હોય છે, જે કામ તથા ભોગમાં લીન રહે છે, જેમનું મન મોહ-માયાની જાળમાં ફસાયેલું છે, તેઓ અપવિત્ર નરકમાં પડે છે. જે મનુષ્ય દાન આપે છે તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે લોકો દુષ્ટ અને પાપી છે, તેઓ દુઃખપૂર્વક યમની યાતના સહન કરીને યમલોક જાય છે. પાપીઓને આ સંસારના દુઃખ જેવા મળે છે, એ દુઃખોનો ભોગવ્યા પછી જેવું એમનું મૃત્યુ થાય છે, અને તેઓ જેવું કષ્ટ મેળવે છે એનું વર્ણન તમારાથી કરું છું, સાંભળો!
મનુષ્ય સંસારમાં જન્મ લઈને પોતાના પૂર્વજન્મના એક્ઠા કરેલા પુણ્ય અને પાપને કારણે સારા-ખરાબ ફળ ભોગવે છે. બાકી અશુભ કર્મોના સંયોગથી શરીરમાં કોઈ પણ રોગ થઈ જાય છે. રોગ અને વિપત્તિથી યુક્ત તે પ્રાણી જીવનની આશાથી ઉત્કંઠિત થતો રહે છે. યુવાવસ્થામાં વેદનાહીન આ પ્રાણી સ્ત્રી અને પુત્રોથી સેવિત થવા પર પણ બળવાન સર્પના દ્વારા કાળના રૃપમાં એકાએક ભયભીત થાય છે અને એના માથા પર કાળ આવી પહોંચે છે. તે વૃદ્ધાવસ્થાને કારણે રૃપહીન થઈને ઘરમાં મૃતકનુ સમાન રહે છે. તે ગૃહસ્વામી દ્વારા અપમાન-યુક્ત આહારને કુતરાની સમાન ભોજન કરે છે, રોગ અને મંદાગ્નિને કારણે ખોરાક ઓછો થઈ જાય છે, અને ચાલવા-ફરવાની શક્તિ ઘટી જાય છે. તે ચેષ્ટાહની થઈ જાય છે. જ્યારે કફથી સ્વર-નળીઓ રોકાઈ જાય છે, આવાગમનમાં કષ્ટ થાય છે, ખાંસી અને શ્વાસના વેગને કારણે એમના કંઠથી ઘુર-ઘુર શબ્દ થવા લાગે છે ત્યારે તે ચેતનાહીન રહેવાને કારણે ચારપાઈ પર પડીને વિચારે છે, અને બંધુ વર્ગથી ઘેરાયેલો હોવાને કારણે પ્રાણી મૃત્યુનિ નજીક આવતો રહે છે, બોલાવવાથી પણ નથી બોલતો. આ પ્રકારે હંમેશાં કુટુંબના પાલન-પોષણમાં જેનો આત્મા લાગેલો રહે છે, એ પરિવારના પ્રેમની વેદનાથી રોઈને તે પ્રાણી પરિવારની વચ્ચે જ મરી જાય છે.
હે ગરુડ! મૃત્યુના સમયે દેવતાઓની સમાન પ્રાણીની પણ દિવ્ય દૃષ્ટિ થઈ જાય છે. તે સંસારને પ્રભુમય જુએ છે, અને કશું પણ બોલવામાં અસમર્થ થઈ જાય છે. ઇન્દ્રિયોની વ્યાકુળતાથી ચૈતન્ય પ્રાણી પણ મૂળની સમાન થઈ જાય છે. આ કારણે નજીક આવેલા યમદૂતોના ભયથી પોતાના સ્થાનથી ચલાયમાન થઈ જાય છે. જ્યારે પ્રાણી વગેરે પાંચેય તત્ત્વ પોતાના સ્થાનથી ચાલે છે, ત્યારે મરતા સમયે પાપીની એક ક્ષણ પઅ કલ્પની સમાન વીતે છે. સો વિંછીઓના કરડવાથી જે પીડા થાય છે, એવી જ યાતના-વ્યથા શ્વાસોથી નિકળતા સમયે થાય છે. યમદૂતોના ભયથી એ જીવના મ્હોંથી લાળ અને ઝાગ પડવા લાગે છે. તેથી પાપીઓના પ્રાણવાયુ ગુદાના માર્ગથી નિકળે છે. પ્રાણ નિકળતા સમયે પ્રાણીઓને યમદૂત મળે છે, જે ક્રોધથી લાલ નેત્રવાળા, ભયાનક મુખ, પાશ અને દંડ લઈને હોય છે તથા નગ્ન શરીર અને દાંતને પીસે છે. ઉપર ઉઠેલા કેશવાળાઓની સમાન કાળા, આડા-તેડા મુખવાળા વિશાળ નખરૃપી શસ્ત્રવાળા યમદૂત ત્યાં આવીને ઉપસ્થિતત રહે છે. એ દૂતોને જોઈને ભયથી તે પ્રાણી મળ-મૂત્રનો ત્યાગ કરવા લાગે છે. આ અવસ્થામાં હાય-હાય કરતો-કરતો જીવ શરીરથી નિકળીને અંગૂઠાની સમાન શરીરને ધારણ કરે છે અને મોહવશ પોતાના ઘરને જુએ છે. એ સમયે યમદૂતો દ્વારા પકડાઈ જાય છે. એ અંગુષ્ઠમાત્ર શરીરને યાતના રૃપી શરીરથી ઢાંકીને ગળામાં દોરડી બાંધીને યમદૂત આ પ્રકારે લઈ જાય છે, જેમ અપરાધી પુરુષને રાજાના સૈનિક પકડીને લઈ જાય છે. તે યમદૂત આ પ્રકારે એ જીવને લઈ જઈને માર્ગમાં ધમકી આપે છે તથા નરકોના ભયાનક દુઃખોનું વર્ણન વારંવાર કરતાં જાય છે.
તેઓ દૂત કહે છે-અરે દુષ્ટાત્મા! તૂં જલદી ચાલ, તારે યમલોક જવાનું છે અને કુંભીપાક વગેરે નરકોનો ઉપભોગ કરવાનો છે. તેથી તૂં મોડું ના કર. યમદૂતોની આવી વાણીને સાંભળતો-સાંભળતો તથા પોતાના બંધુવર્ગોના વિલાપને સાંભળતો-સાંભળતો તે જીવ હાય-હાય કરે છે. યમદૂત અને પ્રતાડના અને કષ્ટ આપે છે. એ યમદૂતોના ધમકાવાથી એનું હૃદય વિદીર્ણ થઈ જાય છે. તે પ્રાણી ભયથી ધ્રૂજે છે અને પોતાના પાપોનું સ્મરણ કરતો-કરતો યમમાર્ગથી જાય છે. યમ માર્ગમાં કુતરોથી કરડાવવામાં આવે છે. જ્યારે માર્ગમાં ભૂખ અને તરસથી પીડિત થાય છે, સૂર્યના તેજ અને હવાની પ્રબળતાથી તપ્ત બાલૂમાં ચાલવું પડે છે. છાંયડો અને વિશ્રામ-રહિત માર્ગમાં ચાલવાથી અસમર્થ થઈ જાય છે, ત્યારે એ જીવને ચાબૂકથી મારીને યમદૂત ઘસેડે છે. એવા મુશ્કેલ માર્ગમાં ચાલવાથી તે થાકીને પડી જાય છે, મૂર્ચ્છા ખાય છે તથા ફરી ઊઠે છે. આ પ્રકારે તે જીવ અંધકારમય યમલોકમાં પહોંચી જાય છે. તે જીવ ત્રણ અથવા બે મુહૂર્તમાં ચમલોકમાં પહોંચાડવામાં આવે છે. તે યમદૂત એમને ઘોર નરકની યાતના આપે છે અને એના પાપોનું ફળ આપે છે.
યમલોકમાં પહોંચીને તે જીવ યમરાજના દર્શન તથા એક મુહૂર્તમાં ઘોર નરકોની યાતનાને જોઈને યમરાજની આજ્ઞથી ફરી મનુષ્ય લોકમાં આવે છે. અહીંયા આવવા પર પુનઃ પોતાના પૂર્વ શરીરમાં પ્રવેશ કરવાની ઇચ્છા કરે છે, પરંતુ યમદૂત એને પાશમાં બાંધીને રાખે છે. આ કારણે તે ક્ષુધા-તૃષાના દુઃસહ દુઃખને સહન કરીને અને વિકળ થઈને રોવે છે. ત્યારે મૃત્યુના સ્થાન પર પુત્રો દ્વારા આપવામાં આવેલા પિંડને અને મરવાના સમયે આપવામાં આવેલા દાનને જ તે જીવ ખાય છે, ત્યારે પણ એ પાપી જીવની તૃપ્તિ નથી થતી. એના પુત્રો દ્વારા આપવામાં આવેલા દાન શ્રદ્ધા અને જલાંજલિથી પાપી રૃપના કારણે તૃપ્તિ નથી થતી. આનાથી પિંડદાન આપવા પર પણ તે ભૂખથી વધારે વ્યાકુળ થઈ જાય છે. જેનું પિંડદાન નથી હોતું, તે કલ્પ ભર પ્રેતયોનિમાં રહીને નિર્જન વનમાં દુઃખપૂર્વક ભ્રમણ કરે છે. વગર ભોગ કર્મના ભય કરોડો કલ્પ સુધી પણ નથી તતો અને યમની યાતના ભોગવ્યા વગર મનુષ્યનો જન્મ પણ નથી મળતો અને એમને આ યોનિઓમાં ભટકવું પડે છે.
હે ગરુડ! એ પિંડના પ્રતિદિન ચાર ભાગ થાય છે. એમાંથી બે ભાગ પંચભૂતો માટે હોય છે, જેનાથી દેહની પૃષ્ટિ થાય છે. ત્રીજો ભાગ યમદૂતોને મળે છે અને ચોથો ભાગ એ પ્રેતને ખાવા મળે છે, આ પ્રકારે પ્રેતને નવ દિવસ સુધી પિંડદાન ખાવા માટે મળે છે. દસમા દિવસે પિંડદાનથી પ્રેતનું શરીર-નિર્મિત થાય છે અને ચાલવામાં સામર્થ્ય થાય છે. પક્ષીઓમાં શ્રેષ્ઠ! પૂર્વ શરીરના બળી જવા કે નષ્ટ થઈ જવા પર પુત્ર દ્વારા આપવામાં આવેલા પિંડોથી એ જીવને દેહ મળે છે. તે જીવન હાથ ભરનું શરીર મેળવીને યમલોક માર્ગમાં પોતાના શુભ-અશુભ કર્મોને ભોગવે છે.
હવે હું દસ દિવસના આપવામાં આવેલા પિંડથી જે પ્રકારે શરીર બને છે, એને કહું છું. પ્રથમ પિંડના પિંડથી માથું, બીજા દિવસના પિંડથી ગરદન અને ખભો, ત્રીજા દિવસના પિંડથી હૃદય બને છે. ચોથા દિવસના પિંડથી પીઠ, પાંચમા દિવસના પિંડથી નાભિ ઉત્પન્ન થાય છે. છઠ્ઠા દિવસના પિંડથી કમર, ગુદા, લિંગ, ભગ અને માંસના પિંડ વગેરે બને છે. સાતમા દિવસના પિંડથી હાડકા વગેરે બની જાય છે અને આઠમા-નવમા દિવસના બે પિંડોથી જાંઘ અને પગ ઉત્પન્ન થાય છે. દસમા દિવસના પિંડથી એ શરીરમાં ક્ષુધા-તૃષાની ઉત્પત્તિ થાય છે. પિંડથી ઉત્પન્ન શરીરનો આશ્રય લઈને ભૂખ-તરસથી પીડિત પ્રેત અગિયારમાં અને બારમા દિવસના શ્રાદ્ધને બે દિવસમાં ભોજન કરે છે. તેરમા દિવસે યમદૂતોથી બંધાયેલો આ જીવ બંધાયેલા વાનરની સમાને એકલો સંસારમાં આવે છે.
હે ગરુડ! વૈતરણને છોડીને ફક્ત યમલોક ૮૬ હજાર યોજન વિસ્તીર્ણ છે. હવે આ જીવનને પ્રતિ દિવસ ૨૪ કલાકોમાં ક્રમશઃ ૨૪૭ યોજન યમદૂતોની સાથે સતત ચાલવું પડે છે. ચાલવાવાળા આ માર્ગમાં અંતમાં ૧૬ ગ્રામ પડે છે. એને લાંઘકર સુધી ધર્મરાજના નગરમાં તે પાપી જીવ પહોંચે છે. એ નગરોના નામ છે- સૌમ્યપુર, સૌરિપુર, નગેન્દ્ર ભવન, ગંધર્વ, શૈલાગમ, ક્રૌંચ, ક્રૂરપુર, વિચિત્ર ભવન, દુઃખદ, નાના ક્રંદપુર, સુતપ્ત ભવન, રૌદ્ર નગર, પર્યાવર્ષણ, શીતાદય, બહુભીતિ. એમની આગળ યમપુર છે. યમના પાશ (બંધન)માં બંધાયેલો તે પાપી જીવ માર્ગમાં રોતો-રોતો પોતાના ઘરને છોડીને યમલોક જાય છે.
યમલોકમાં જવાવાળો મનુષ્ય અનેક કષ્ટોને સહન કરતો-કરતો પીડિત થતો રહે છે. એની પીડાનો અંત નથી થતો. તે પોતાના કર્મોના વિષયમાં ચિંતન કરતો-કરતો અનેક દુઃખ ભોગવે છે. આના પર પણ જો તે ફરીથી જન્મ પ્રાપ્ત કરે છે. ત્યારે એ જ પ્રકારે ભગવાનને ભૂલીને કર્મ કરે છે.
***
દ્વિતીય અધ્યાય
ભગવાન નારાયણથી સંક્ષેપમાં યમ લોકના વિષયમાં સાંભળીને ગરુડજીએ કહ્યું હે ભગવન! યમલોકનો માર્ગ કેટલો દુઃખદાયી છે? ત્યાં જીવ પાપ કરવાથી એનામાં કેવી રીતે જાય છે? તમે મને બતાવવાની કૃપા કરો! નારાયણ ભગવાને કહ્યું-હે ગરુડ! યમલોકનો માર્ગ અત્યંત દુઃખદાયી છે. મારા ભક્ત હોવા છતાં પણ એને સાંભળીને તમે ધ્રૂજી જશો. એ યમલોકમાં વૃક્ષોનો છાંયડો નથી, જ્યાં જીવ વિશ્રામ લઈ શકે અને ના તો ત્યાં અન્ન વગેરે છે, જેનાથી જીવના પ્રાણનો નિર્વાહ થઈ શકે. ના તો ત્યાં કોઈ જળ નજરે પડે છે, જેનાથી અતિ તરસ્યો પ્રાણી પાણી પી શકે. તે તરસ્યો જ રહે છે,
હે ખગરાજ! એ લોકમાં બારેય સૂર્ય એવા તપે છે, જાણે પ્રલયના અંતમાં અગ્નિ રૃપમાં તપે છે. ત્યાં ઠંડક અને હવાથી જીવ અત્યંત પીડિત થાય છે. ક્યાંક તેને મોટા-મોટા ઝેરી સાપોથી કરડાવવામાં આવે છે, ક્યાંક-ક્યાંક કાંટાઓથી બંધાવવામાં આવે છે અને ક્યાંક-ક્યાંક ઘોર સિંહ, વાઘ અને કુતરાઓથી ખવડાવવામાં આવે છે. ક્યાંક વિંછીઓથી કરડાવવામાં આવે છે અને ક્યાંક અગ્નિમાં સળગાવવામાં આવે છે. એના પછી વિશાળ એક અસિપત્ર-વન છે, જેનો વિસ્તાર બે હજાર યોજનનો છે, તે વન કાગડાઓ, ગીધ, ઉલ્લુ અને મધની માખીઓથી ભરેલું હોય છે અને વનના ચારે તરફ પ્રચંડ દાવાગ્નિ રહે છે. જ્યારે કીટ અને માખીઓના કરડવાથી તથા અગ્નિની ગરમીથી તે જીવ વૃક્ષની નીચે જાય છે, ત્યારે તલવારની સમાન તેજ એ વૃક્ષોના પાંદડાઓથી એનું શરીર છિન્ન-ભિન્ન થઈ જાય છે. ક્યાંક અંધારા કૂવામાં ફેંકવામાં આવે છે, ક્યાંક પર્વત પર નીચે ફેંકવામાં આવે છે, ક્યાંક છરાની ધારની સમાન તીક્ષ્ણ માર્ગમાં ચલાવવામાં આવે છે અને ક્યાંક-ક્યાંક ખીલ્લાઓ પર ચલાવવામાં આવેછે. ક્યાંક તે અંધકારયુક્ત ગુફાઓમાં, ક્યાંક જળમાં, ક્યાંક જોંકથી ભરેલા કીચડમાં ફેંકવામાં આવે છે અને જોકોથી કરડાવવામાં આવે છે. ક્યાંક સળગતી કીચમાં ફેંકવામાં આવે છે. ક્યાંક સળગતા બાલૂમાં ચલાવવામાં આવે છે. ક્યાંક તાંબાની સમાન સળગતી પૃથ્વી પર અને ક્યાંક અંગાર-સમૂહમાં ઝોંકવામાં આવેછે, ક્યાંક ધૂમાડાથી ભરેલા માર્ગથી ચલાવવામાં આવે છે. ક્યાંક આગની વર્ષા પર, ક્યાંક પથ્થરના ટુકડાંનો વરસાદ, ક્યાંક ખારા કીચડની વરસાદ થાય છે, ક્યાંક મોટી ઘોર ગુફાઓ હોય છે, ક્યાંક કંદરામાં ઘુસાડવામાં આવે છે. આ રીતે તે જીવ સતત પીડા સહન કરે છે અને એનું રૃપ એવું થઈ જાય છે, જાણે ચારે તરફ વિશાળકાય ખૂબ જ ઊંડો અંધકાર છે અને ક્યાંક કષ્ટથી ચઢવા યોગ્ય શીલાઓ હોય છે. એની સાથે ક્યાંક પીપ તથા લોહીથી ભરેલા, ક્યાંક વિષ્ઠાથી ભરેલા કુંડ છે (જેમાં રહેવું પડે છે). મધ્ય માર્ગમાં એક વૈતરણી નામની વિશાળ નદી છે, જે જોવા માત્રથી ભય આપવાવાળી છે, જેની વાર્તા સાંભળવાથી રોમાંચ થઈ જાય છે. તે નદીના એક સો યોજના પહોળી છે, જેમાં પીબ-લોહી ભરેલું હોય છે અને જેના કિનારા હાડકાઓથી બનેલા હોય છે. જેમાં લોહી, માંસ અને પીબના કીચડ ભરેલા હોય છે,જે મોટી ઊંડી છે તથા મોટા દુઃખથી પાર થવા યોગ્ય છે અને જે મોટા-મોટા ઘડિયાળોથી પૂર્ણ છે. એમાં માંસ ખાવાવાળા સેંકડો પ્રકારના પક્ષીઓનો નિવાસ છે. આ નદી પાપીઓ માટે કઠોરતાથી પાર થવાવાળી છે.
હે ગરુડ! જેમ આગની જ્વાળાથી ઉકળીને કડાઈમાં ઘી ઉકલે છે, એવી જ પ્રકારે પાપીને આવેલો જોઈને એ નદીનું જળ ઉકળવા લાગે છે અને તે નદી ચારે તરફ સોયની સમાન મુખવાલા કીડાઓથી યુક્ત છે. વજ્રની સમાન ચાંચવાળા ગિધ અને કાગડાઓથી તે નદી ભરેલી છે અને ભાજ્ય, ઘડિયાલ, મગર, ઝોંક, કાચબા અને માંસ-ભક્ષક જળચરોથી પણ તે ભરેલી છે. એ નદીમાં છોડવામાં આવેલો પાપી જીવ ભયાનક રૃપથી રોવે છે-હે ભાઈ! હે પુત્ર! હે પિતા! વગેરે શબ્દ વારંવાર બોલે છે. જ્યારે તે પાપી જીવ ભૂખ-તરસથી પીડિત થાય છે ત્યારે તેને રુધિર અને માંસ પીવા અને ખાવા માટે મળે છે. તે નદી રક્તપૂર્ણ તથા ફેણથી યુક્ત છે. મહા ઘોર ગર્જના કરતી ભયદાયક એ નદીને જોવા માત્રથી તે પાપી મનુષ્ય મૂર્ચ્છિત થઈ જાયછે. એમાં અનેક પ્રકારના સાપ અને વિંછી ભરેલા છે. એમાં પડેલા પ્રાણીની રક્ષા કરવાવાળું કોઈ નથી રહેતું. તે પાપી જીવ નદીના સેંકડો હજારો ભંવરોમાં પડીને નીચે પાતાળે જાય છે. પછી ક્ષણમાં ઉપર આવી જાય છે. આ રીતે તે સર્વદા ચલાયમાન રહે છે.
હે ગરુડ! પાપી જીવોના પતન માટે આ નદી બનાવવામાં આવી છે. આવી કઠોર અને અત્યંત દુઃખને આપવાવાળી નદીનો આર-પાર ક્યાંય નજરે નથી પડતો. આ પ્રકારે યમના માર્ગમાં અનેક પ્રકારના દુઃખો ભોગવતો-ભોગવતો, રોતો-બૂમો પાડતો-પાડતો પ્રાણી યમલોક આવી જાય છે. કોઈને ફાંસીમાં બાંધીને, કોઈને અંકુશોમાં ખેંચીને, કોઈને શસ્ત્રોમાં છેદીને યમદૂત પાપીઓને યમલોકમાં લઈ જાય છે. આ યમલોક અત્યંત કષ્ટદાયક છે. યમદૂત કોઈને નાકમાં દોરી નાંખીને લઈ જાય છે, કોઈના કાનમાં દોરી નાંખીને કોની કાળ-પાશમાં બાંધીને કોઈને કાગડાઓની જેમ ખેંચીને પાપીઓને યમલોક લઈ જાય છે. હાથ, ગળા, પગમાં શ્રૃંખલા બાંધીને એના પર લોખંડનો ભાર લાદીને એમને રસ્તામાં ચાલવા માટે કહે છે. ત્યાં ભયાનક યમદૂત મુદ્ગરથી મારે છે અને તે પાપી અને દુઃખી જીવ મ્હોંથી લોહી પાડે છે અને પછી એને ખાય છે. પછી પોતાના કરેલા કર્મોને વિચારે છે તથા ગ્લાનિ કરીને અનેક પ્રકારના દુઃખોને ભોગવીને યમલોક જાય છે. તે અજ્ઞાની યમમાર્ગમાં જતો-જતો 'હા પુત્ર-હા પૌત્ર' કહીને વિલાપ કરીને દુઃખી થાય છે. તે મનમાં વિચારે છે કે ખૂબ જ પુણ્યથી મનુષ્યનો જન્મ મળ્યો છે, એને મેળવીને મેં કોઈ ધર્મ ના કર્યો. ના તો કશું દાન કર્યું, ના અગ્નિમાં હવન કર્યો, તપસ્યા પણ ના કરી અને ના દેવતાઓનું પૂજન કર્યું, ના વિધિપૂર્વક તીર્થોની સેવા કરી, એનાથી જ હે શરીર!પોતાના માટે કરેલા કર્મોના ફળ ભોગવ. ના બ્રાહ્મણોનું પૂજન કર્યું, ના ગંગા સ્નાન કર્યું, ન સાધુઓની સેવા કરી અને ન ક્યારેય પરોપકાર કર્યો. આથી હે દેહિન! પોતાના કર્મોનું ફળ ભોગવો. પશુ-પક્ષીઓ તથા મનુષ્યોના હિત માટે ના નિર્જળ દેશમાં જળાશય બનાવડાવ્યું, ના ગાય બ્રાહ્મણોની જીવિતા માટે કશું દાન કર્યું એનાથી હે આત્મ! પોતાના કરેલા કર્મોને ભોગવ. ના નિત્ય રૃપથી અન્ન-દાન કર્યું. ન ગાયોને ક્યારેય પર્યાપ્ત તૃણ વગેરે આપ્યું છે, ના વેદ-શાસ્ત્રના અર્થો પર શ્રદ્ધા કરી છે. ના ક્યારેય પુરાણોને સાંભળાય છે અને ના તો ક્યારેય કથાવાચક વ્યાસનું પૂજન કર્યું છે. એનાથી હે દેહ! પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવો. મેં પોતાના સ્વામીની આજ્ઞાનું પણ ક્યારેય પાલન નથી કર્યું, ના પોતાના પતિવ્રત ધર્મ પાલન કર્યો, ના ક્યારેય મોટાઓનો આદર-સત્કાર તથા સેવા કરી, આથી હે શરીર પોતાના કરેલા કર્મને ભોગવ. સ્ત્રીઓનો પરમ ધર્મ પતિની સેવા કરવાનો જ છે, એ જાણીને પણ જે સ્ત્રીએ પતિની સેવા નથી કરી, પતિ મરવા પર સતી પણ નથી થઈ, વિધવા હોવા પર તપસ્યા નથી કરી, આથી પોતાના કર્મના ફળને પ્રાપ્ત કરો. મેં પોતાના પૂર્વ કર્મો દ્વારા અત્યંત દુઃખદાયી નારી-શરીર મેળવ્યું, એનાથી ના તો માસોપવાસ, ના તો ચંદ્રાયણ વ્રત જ કર્યા અને ના નિયમો દ્વારા એ શરીરને સાર્થક કર્યું. આ પ્રકારે સ્ત્રી-પુરુષ જીવ અનેક પ્રકારથી વિલાપ કરીને પોતાના પહેલા કર્મોનું સ્મરણ કરે છે અને શરીરની યાદ કરીને એના વિષયમાં વિચારે છે ત્યારે આ રીતે યમના માર્ગમાં જાય છે.
એની આગળ ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું-મનુષ્ય પ્રેત રૃપી જીવના સમાન વાયુની સમાન સત્તર દિવસ સુધી ચાલે છે. અઢારમાં દિવસે તે સૌમ્ય-પુર નામક નગરમાં પહોંચે છે. ત્યાં પર મોટા-મોટા પ્રેતોના ગણ રહે છે. ત્યાં એક સુંદર વટ વૃક્ષ પણ છે અને એક નદી છે. આ નદીનું નામ પુષ્પભદ્રા છે. જીવ અહીંયા પર યમદૂતોની સાથે નિવાસ કરે છે અને પોતાના બધા તીર્થો અને સ્ત્રી, પુરુષ, પુત્ર વગેરેને યાદ કરીને દુઃખ પ્રાપ્ત કરે છે. અહીંયા પર મનુષ્ય મિત્ર વગેરેની ચિંતા કરે છે, તો આ સમય યમદૂત એનાથી પૂછે કે હવે તારા મિત્ર અને સાથી ક્યાં ગયા. હવે તો પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવાનું છે. પોતાના કર્મોનું ફળ ભોગવતા-ભોગવતા કાળ દ્વારા નિર્ધારિત માર્ગ પર ચાલો. યમના દૂત આ પ્રકારે કહે છે કે તમે અમારા બળને નથી જાણતા. તેં ક્યારે એવો પ્રયત્ન જ નથી કર્યો જેનાથી તારી યમ માર્ગથી યાત્રા ન થાય. (અર્થાત્ તેં પોતાના જીવનમાં પુણ્યોનો સંચય નથી કર્યો, જેનાથી નરક યાતના ન સહન કરવી પડે). હવે તો નિશ્ચિત છે કે તારે યમલોકમાં ચાલવાનું છે. સામાન્ય બાળક પણ યમલોકને જાણે છે અને પરલોક યાત્રી શું તેં ક્યારેય બ્રાહ્મણના મુખથી પુરાણની કથા સાંભળી છે અને શું ક્યારેય અનુભવ કર્યો છે કે યમલોકમાં ખૂબ જ યાચના છે. આ રીતથી કહીને પાપી પ્રાણીને યમદૂત મુદ્ગરોથી મારે છે. તે મૂર્ચ્છિત થઈને પડે છે, ડરીને ભાગે-દોડે છે પછી પડી જાય છે અને યમદૂત એને પછી પકડીને યાતના આપે છે. યમદૂત એને ઘસેડીને લઈ જાય છે. તે જીવ પોતાના ઘરથી તેરમાં દિવસે ચાલે છે. તે જીવ પોતાના ઘરેથી તેરમા દિવસે ચાલે છે અને સૌમ્યપુરમાં સત્તર દિવસ પછી પહોંચે છે. ત્યાં જઈને પોતાના પુત્રો દ્વારા શ્રાદ્ધનું ભોજન કરે છે. એના પછી પરી સૌરીપુર નામના સ્થાન પર જાય છે. સૌરીપુરમાં જંગમ નામનો એક રાજા યમના સ્વરૃપવાળો જ વિદ્યમાન રહે છે. એને જોઈને જીવ ભયભીત થઈ જાય છે અને ત્યાં જ વિશ્રામ કરે છે.
એના ઉપરાંત ત્રણ પક્ષના શ્રાદ્ધમાં ત્યાં પહોંચીને પ્રદત્ત અન્ન, જળનું ભોજન કરે છે. આ ઉપનગર એના ઉપરાંત એના દ્વારા પાર કરવામાં આવે છે. પછી તે નગેન્દ્ર ભવનમાં પહોંચે છે અને એને અત્યંત ભયાનક વનના રૃપમાં જોઈને દુઃખી થાય છે અને રોવે છે. આ તે સ્થળ છે જ્યાં યમદૂત એને વારંવાર ખેંચીને અને ઘસેડે છે. તે જીવ આ વનને બે મહીનામાં પાર કરે છે. અહીંયા પર તે પોતાના ઘરવાળાઓના આપવામાં આવેલા દ્વિમાસિક શ્રાદ્ધનું અન્ન ભોજન પ્રાપ્ત કરે છે અને ખાઈ-પી પછી યમદૂતોની સાથે આગળ ચાલી દે છે. ત્રણ મહીનામાં તે જીવનું પ્રેત ગંધર્વ પત્તનપુર પહોંચીને પિંડનું તે ભોજન કરે છે, જે એના પરિવારવાળાઓ દ્વારા આપવામાં આવે છે. ચોથી મહીનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પર તે પ્રેત પથ્થરોની વરસાદથી ખૂબ દુઃખી થાય છે કેમ કે એના ઉપર પથ્થર જ પથ્થર પડે છે અને પછી એના પછી તે ચૌથા મહીનામાં શૈલપુર નામના નગરમાં પહોંચે છે અને ત્યાં પર તે પ્રેત પથ્થરોના વરસાદથી ખુબ દુઃખી થાય છે કેમ કે એના ઉપર પથ્થર જ પથ્થર પડે છે અને પછી એના પછી તે ચોથા મહીનાના પિંડને ખાઈને થોડું-ઘણું સુખ પ્રાપ્ત કરે છે. એના પછી ત્યાંથી જઈને તે પાંચમા મહીનામાં ક્રૌંચપુરમાં પહોંચે છે. ત્યાં ક્રૌંચપુરમાં સ્થિત પાંચમા મહીનામાં શ્રાદ્ધ ખાય છે અને એના પછી ક્રૂરપુર નામના સ્થાનમાં પહોંચે છે. આ ક્રૂરપુરમાં અનેક કઠોર પ્રાણી રહે છે. જ્યારે જીવ પ્રેત એમની વચ્ચે પહોંચે છે, તો પાંચ મહીના પછી ૧૫ દિવસ વ્યતીત થવા પર અન્ન જળ ખાય છે. અને પછી તે ત્યાં જ રોકાય છે. થોડો સમય રોકાયા પછી તે ફરી યમદૂતોની સાથે આગળ વધી જાય છે. થોડા સમય પછી ફરી યમદૂત એને તાડવાનું-પરેશાન કરવાનું પ્રારંભ કરી દે છે. યમદૂત એને ખરાબ રીતે ઘસડે છે અને આ રીતે ઘસેડાઈને તે ફરી એ નગરથી આગળ ચાલે છે. અહીંયાથી આગળ ગયા પછી જીવ ચિત્ર-ભવન નામના નગરમાં પહોંચે છે. આ ચિત્ર ભવન સ્થાન પર યમરાજના નાના ભાઈ વિચિત્ર નામનો યમરાજ રાજ્ય કરે છે. આ વિચિત્ર, મોટા શરીરવાળો છે અને ખૂબ જ ભયાનક લાગે છે. જ્યારે જીવ એને જુએ છે તો ખૂબ જ ગભરાય છે અને એને જોઈને ભાગવા ઇચ્છે છે. પરંતુ તે પરવશ થઈ જાય છે. એના પછી તે વૈતરણી નદીના કિનારે પહોંચે છે. અહીંયા વૈતરણી નદીને પાર કરાવવા માટે અનેક મલ્લાહ ઊભા હોય છે. આ મલ્લાહ જીવથી આવીને વાત કરે છે અને કહે છે કે અમે વૈતરણી નદીને પાર કરાવવાવાળા છીએ. નજીકમાં જ નાવ છે. જો તેં પોતાના જીવનમાં પુણ્ય કર્યા હોય તો તું આ નૌકા પર આવીને બેસી જા અને જો ના, તો અમે કશું નથી કરી શકતા. જે વ્યક્તિ જ્ઞાનચક્ષુઓથી જોઈને દાન કરે છે, તે જ વૈતરણીને પાર કરી શકે છે અને દાનમાં ગૌદાનનું મહત્ત્વ ખૂબ વધારે છે અર્થાત્ ગૌદાન કરવાવાળા વ્યક્તિ વૈતરણીને પાર કરવાના અધિકારી થઈ જાય છે. આ રીતે યમપુરના માર્ગમાં પોતાને અસમર્થ મેળવીને પાપી વ્યક્તિ ફક્ત દેવનું સ્મરણ કરીને જ રહી જાય છે. યમરાજના દૂત એ ઉકળતી નદીને જુએ છે તથા એ જીવને બતાવે છે. એ ઉકળતી નદીમાં તે એ પાપીને છોડી દેવા ઇચ્છે છે, પોતાની આ દશા જોઈને જીવ દર્દથી બૂમો પાડે છે. યમદૂત જીવને એ નદીમાં ફેંકી દે છે, જે જીવે દાન કર્યુ હોય છે, તે એ ઉકળતા પાણીથી તરીને નદીને પાર કરી લે છે અને જેણે દાન કર્યું નથી હોતું તે એમાં ડૂબે છે. એના પછી આકાશમાં વિહાર કરવાવાળા યમદૂત એ પ્રતેના મુખમાં કાંટા ફસાવી દે છે અને ડૂબતા પ્રેતને માછલીની જેમ ઘસેડીને નદીની પાર પહોંચાડે છે. અહીંયા આવીને પ્રેત કે જીવ છઠ્ઠા મહીનામાં આપવામાં આવેલું શ્રાદ્ધ ખાય છે અને પછી એના આગળની યાત્રા કરે છે. તે ખૂબ ભૂખ્યો હોય છે અને ભૂખથી વ્યાકુળ થઈને પૂરા માર્ગમાં વિલાપ કરતો રહે છે.
અહીંયા પર યમદૂત એને બાહ્યપદ નગરમાં લઈ જાય છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે, તો પોતાના પુત્રો દ્વારા આપવામાં આવેલા સાતમા મહીનાનું શ્રાદ્ધનું અન્ન ખાઈને સંતોષને પ્રાપ્ત કરે છે-એનાથી આગળ ભગવાન નારાયણ ગરુડજીથી કહે છે કે ગરુડજી બાહ્યપદ નગરને પાર કરીને જીવ દુખદપુર નગરમાં પહોંચે છે અને ત્યાં આકાશ માર્ગથી ચાલીને અનેક પ્રકારના દુઃખોને ભોગવે છે. અહીંયા એને આઠમા મહીનાના શ્રાદ્ધમાં આપવામાં આવેલું અન્ન જળ વગેરે મળે છે અને તે ભોજન કરતો-કરતો આગળ ચાલી જાય છે. નવમો મહીનો પૂરો થતાં જ તે નાના ક્રન્દપુર જાય છે. ત્યાં નાનાક્રંદ ગણોને જોઈને દુઃખથી ઘણી બૂમો પાડે છે અને પશ્ચાતાપ કરે છે. અહીંયા પર યમદૂત એને ફરીથી ખૂબ ધમકાવે છે અને પ્રતાડિત કરે છે. એના પછી તે દસમા મહીનામાં સુપ્ત ભવનપુર જાય છે. ત્યાં પહોંચીને દસમા મહીનાના પિંડ દાનને પ્રાપ્ત કરે છે પરંતુ અતૃપ્ત રહી જાય છે. એના પછી રૌદ્ર નગરમાં તે અગિયાર મહીને પહોંચે છે. અહીંયા ફરીથી શ્રાદ્ધનું અન્ન ખાય છે. આ રીતે શ્રાદ્ધના જળ-અન્નને પી-ખાઈને તે ૧૫ દિવસ પછી પયોવર્ષણ નગરમાં પહોંચ છે. આ નગર ખૂબ વિચિત્ર છે. અહીંયા પર જીવના પ્રેતને દુઃખ આપવાવાળા વાદળો વરસતા રહે છે, જે એને આરામ નથી લેવા દેતા. એના પછી એ જ સ્થળ પર થોડા-ઘણા સયમમાં આપવામાં આવેલા શ્રાદ્ધના અન્નને અત્યંત કષ્ટપૂર્વક ખાય છે. જ્યારે વર્ષ પૂરું થઈ જાય છે તો જીવનું પ્રેત શીતાદ્ય નગરમાં પહોંચે છે. આ સ્થાન એવું છે જ્યાં હિમાલય પર્વતથી પણ વધારે ઠંડું વાતાવરણ રહે છે. અહીંયા પર આવી જીવ ના ફક્ત ભૂખથી પીડિત થાય છે બલ્કે એને શીત પણ સતાવવા લાગે છે. આ રીતે અહીંયા ફરી તે ઠંડી અને ભૂખથી પીડિત થઈને ચારે દિશાઓમાં જોતો-જોતો પોતાના કોઈ બંધુ-બાંધવને શોધવાનો પ્રયત્ન કરે છે અને એ વિચારે છે કે જો કોઈ પોતાનો બંધુ હોય તે તે મારી સહાયતા કરશે, આ દુઃખને દૂર કરશે. આ વિચારવા પર યમદૂત એને ચેતવણી આપે છે કે શું તેં એવા પુણ્ય કર્યા છે, જે અહીંયા આવવા પર કોઈ તારી મદદ કરે. તૂં કયા પુણ્યના બળ પર પોતાના દુઃખોને ઓછું કરવા ઇચ્છે છે. તેં એવું કયું પુણ્ય કર્યું છે, જેનાથી તારા પાપ નષ્ટ થઈ શકે છે. જ્યારે જીવને યમદૂત આવું કહે છે તો તે ખૂબ પીડિત થાય છે અને વર્ષના અંતમાં આપવામાં આવેલા શ્રાદ્ધના પિંડદાનને ખાઈને ધૈર્ય ધારણ કરે છે. એક વર્ષ વીતી જવા પર તે યમલોકની પાસે જ બહુભીતિપુરમાં જાય છે અને પછી જે નાનું-એવું શરીર એને મળ્યું હોય છે, એનો ત્યાગ કરે છે.
મનુષ્ય જીવ પોતાના કર્મોના ફળ ભોગવવા માટે જ અંગૂઠાની સમાન દુઃખથી ભરેલા શરીને મેળવીને યમદૂતોની સાથે જાય છે. જે જીવોએ મૃત્યુના સમયે કોઈ પણ દાન નથી કર્યું અને એને ન કરવાથી ધર્મ સંચય નથી કર્યો તે યમદૂતો દ્વારા બાંધવામાં આવેલા દૃઢ બંધનોમાં પડીને ખૂબ કષ્ટ ભોગવે છે. હે ગરુડ મહારાજ! આ આખું વિવરણ ધર્મરાજના નગરના ચારે દ્વારોમાંથી એક દક્ષિણ માર્ગનું વિવરણ છે. મેં તમને બતાવ્યું કે દક્ષિણ માર્ગથી કયા પ્રકારે મનુષ્ય જીવ જાય છે અને કઈ રીતે એને યાતનાઓ મળે છે. તે કયા રૃપમાં ભૂખ્યો-તરસ્યો જઈને કયા-કયા રૃપોમાં કષ્ટ સહન કરે છે. હવે એની આગળ તમે બોલો કે શું સાંભળવા ઇચ્છો છો?
***
તૃતીય અધ્યાય
ભગવાનના કહેવા પર ગરુડજીએ એમનાથી નિવેદન કર્યું કે હે પ્રભુ! આ આખા યમમાર્ગને પાર કરીને જીવ જ્યારે યમલોકમાં પહોંચે છે તો ત્યાં જઈને કઈ-કઈ યાતનાઓ ભોગવે છે, હવે તમે મને એ બતાવો. ગરુડજીના આ પ્રશ્ન કરવા પર ભગવાન નારાયણ બોલ્યા કે હું તને આદ્યોપાંત આનું વર્ણન કરું છું. આ નરક વર્ણન એવું છે જેને સાંભળીને મારા ભક્ત લોકો પણ ધ્રૂજી જાય છે અને તું પણ ધ્રૂજી જઈશ.
હે ગરુડ! બહુભીતિપુરની આગળ ૪૪ યોજનના વિસ્તારનો મોટું ભારે ધર્મરાજનું નગર છે. યમપુરમાં પહોંચીને જીવ હાહાકારપૂર્વક બરાડા પાડે છે. એના આ પ્રકારના બૂમો પાડવાને સાંભળીને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્તથી જીવના બધા શુભ-અશુભ કર્મોને કહે છે. એના પછી ચિત્રગુપ્ત જઈને એ પ્રાણીના શુભ-અશુભ કર્મોને ધર્મરાજથી નિવેદન કરે છે. હે ગરુડ! જે નાસ્તિક છે, હંમેશાં પાપ કર્મમાં લાગેલા રહે છે, ધર્મરાજ એને સારી રીતે ઓળખે છે, એના પર પણ એમના પાપોને ચિત્રગુપ્તથી પૂછે છે, પછી ચિત્રગુપ્ત બધું જ જાણતા હોવા છતાં મનુષ્યોના પાપોને શ્રવણથી પૂછે છે. સ્વર્ગ, ભૂમિ, પાતાળમાં વિહાર કરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવા અને દૂરથી જોવાનું વિશેષ જ્ઞાન છે. એમની સ્ત્રીઓ પણ એમની જ જેમ દૂર સુધી જોવા અને સાંભળવાવાળી હોય છે (પરંતુ એમના નામ અલગ-અલગ છે). સ્ત્રીઓના જેટલા કામ છે એમને તે બધા સારી રીતે જાણે છે. તે બધા શ્રવણ-શ્રવણી મનુષ્યોના છુપાયેલા કર્મો, પ્રગટ કરેલા કર્મો, કહેલી વાતો તથા વ્યવહાર અને કરેલા કાર્યોના તત્ત્વને જાણે છે. તે બધા એ જ રીતે ચિત્રગુપ્તથી કહી દે છે. ધર્મરાજના દૂત મનુષ્યનો મન, વચન અને શરીરથી કરેલા શુભ-અશુભ સંપૂર્ણ કર્મનો સારી રીતે ઓળખે છે. સત્ય બોલવાવાળા શ્રવણ લોકો મનુષ્ય અને દેવતાઓના બધા કર્મોને જાણવાની શક્તિ રાખે છે. તેથી તે બધાની વાતો ધર્મરાજથી કહી દે છે. પરંતુ વ્રત, દાન તથા સત્ય વગેરે વ્યવહારોથી જે ભક્ત મનુષ્ય એમને પ્રસન્ન કરે છે. એમના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષને આપવાવાળા છે. તેઓ સત્યવાદી શ્રવણ પાપીઓના પાપકર્મને જાણીને ધર્મરાજની સામે કહીને પાપીઓ માટે દુઃખદાયી હોય છે. સૂર્ય, ચંદ્રમા, વાયુ, અગ્નિ, આકાશ, ભૂમિ, જળ, હૃદય (આત્મા), યમ, દિવસ, રાત્રિ, બંને કાળની સંધ્યા અને ધર્મના મનુષ્યોના આચરણને જાણવાવાળા હોય છે. ધર્મરાજ, ચિત્રગુપ્ત, યમરાજ, શ્રવણ અને સૂર્ય વગેરે દેવતા છે, આ શરીરમાં રહીને બધા પ્રકારના પાપ અને પુણ્યને જોતા રહે છે. આપ્રકારે યમરાજ પાપી મનુષ્યોના પાપો અને દુર્ગુણોને સારી રીતે જાણીને એ પાપી જીવને બોલાવીને પોતાનું ભયંકર સ્વરૃપ અને પ્રભાવ બતાવે છે. તે પાપી પ્રાણી દંડ હાથમાં લઈને, ખૂબ લાંબા શરીરવાળા, ભેંસની ઉપર બેઠેલા યમરાજના ભયંકર સ્વરૃપને જુએ છે. એમના પ્રલયકાળમાં મેઘની સમાન ગર્જન છે, કજ્જલ પર્વતની સમાન ઊંચું અને કાળુ શરીર છે, જે વીજળીની સમાન ચમકવાવાળા શસ્ત્રોને ધારણ કરેલા છે. તેઓ બત્રીસ ભુજાઓ વાળા છે. એમનું શરીર ત્રણ યોજન વિસ્તૃત છે, બાવલીના સમાન વિશાળ નેત્ર છે, જેમના ભયાનક દાંત અને મુખ, લાલ નેત્ર, અને લાંબી નાસિકા છે. કાળ, જ્વર, વ્યાધિ વગેરેની સેના સહિત મંત્રી ચિત્રગુપ્ત પણ ભયાનક આકૃતિના છે અને એમની સાથે યમરાજની સમાન આકૃતિવાળા યમદૂત લોકો પણ અત્યંત ભયાનક ગર્જન કરે છે. એ યમરાજને જોઈને ભયભીત થઈને તે પાપી પ્રેત 'હાય' કહીને પોકારે છે અને દાન ધર્મ ન કરવાથી તે પાપી જીવ ફરીથી બૂમો પાડે છે. આમ બૂમો પાડે છે અને પોતાના કર્મોને વિચારીને પસ્તાતાઈને એ જીવથી ચિત્રગુપ્તજી યમરાજની આજ્ઞા સંભળાવે છે કે અરે પાપીઓ, મૂર્ખો! તમે લોકોએ અભિમાનથી પ્રમૃત્ત થઈને કેમ પાપને એક્ઠું કર્યું છે? કામ, ક્રોધ અને પાપીઓની સંગતિથી ઉપાર્જિત આ દુઃખ આપવાવાળા પાપને તમે કેમ કર્યા છે? તેઓ કહે છે કે તમે પહેલા ખૂબ ખુશીથી પાપ કર્મ કરો છો, હવે એવી જ રીતે હર્ષિત થઈને યાતનાઓ પણ ભોગવો. હવે તમે કેમ દુઃખી થાઓ છો? તમારા કરેલા પાપ જ તમારા દુઃખનું કારણ છે, એમાં કોઈ દગો નથી કરવામાં આવતો. મૂરખ કે પંડિતમાં, પ્રબળ-નિર્બળમાં, દરિદ્ર-ધનવાનમાં યમરાજ સમાન વર્તન અને ન્યાય કરવાવાળા છે. ચિત્રગુપ્તના વચન સાંભળીને પાપી જીવ પોતાના કર્મનો વિચારીને મૌન થઈને ચૂપ થઈ જાય છે. ધર્મરાજ પણ ચોરની જેમ બેઠેલા એ પ્રાણીને જોઈને એના માટે શુભાશુભ કર્મોના યોગ્ય દંડની આજ્ઞા એને આપે છે. એ સિવાય તેઓ નિર્દયી દૂત પીડા આપીને કહે છે કે હે પાપી નિર્દય! તમે ઘોર અને ભયંકર નરકમાં જાઓ. યમરાજની આજ્ઞા મેળવીને દુર્દંડ, પ્રચંડ, ચંડ વગેરે દૂત એ બધા પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ લઈ જાય છે. ત્યાં સળગતી અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ છે. એનો વિસ્તાર પાંચ યોજનનો છે, એક યોજનની એની ઊંચાઈ છે. એ વૃક્ષની ડાળીમાં નીચેની તરફ મુખ કરીને એ પાપી પ્રાણીને બાંધીને ભયંકર યાતના આપે છે. એ વૃક્ષમાં બંધાયેલો, સળગતો, જીવ રોવે છે, પરંતુ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું. એ સેમલના વૃક્ષમાં અનેક પાપી લડકીને યાતના ભોગવે છે અને ભૂખ-તરસથી પીડિત થઈને યમદૂતો દ્વારા તાડિત કરવામાં આવે છે. મદદહીન એ પાપી દૂતોથી હાથ જોડીને કહે છે કે હે દૂતો! અમારા અપરાધને ક્ષમા કરો. આ પ્રકારે કહેવા પર પણ એ પાપી પ્રાણીઓને લોખંડના સળીયા, મુદ્ગર, તોમર, ગદા અને ભાલા તથા મૂસલ વગેરેથી યમદૂત મારે છે. મારવાથી જીવ મૂર્ચ્છિત થઈ જાય છે. એમને આ પ્રકારે મૂર્ચ્છિત જોઈને યમદૂત લોકો આ પ્રકારે કહે છે- હે પાપી, દુરાચારી! તમે આવા દુષ્ટ કર્મો કેમ કર્યા છે? તરસ્યાને પાણી પીવડાવવું, ભૂખ્યાને અન્ન આપવું વગેરે સરળ કામ તમે કેમ ના કર્યા? અડધું ઘાસ પણ તેં ક્યારેય કુતરાઓ અને કાગડાઓને દાનના રૃપમાં નથી આપ્યું, ના તો ઘર પર આવેલા અતિથિને સત્કાર અને ના તો પિતૃઓનું તર્પણ કર્યું છે. હે જીવ! પોતાની યાતના છોડાવવા માટે ના તો તેં ક્યારેય અન્ન-દાન ના કર્યું, જેનાથી તારે આટલી યાતના ના ભોગવવી પડે. ના તો તેં સાધુઓની સેવા કરી, એનાથી પોતાના કર્મોના ફળને ભોગવ, જેના કારણે તેં અધર્મને સંચિત કર્યો છે. આથી યમરાજની આજ્ઞાથી દંડ ભોગવો. હરિ ભગવાન જ અપરાધના ક્ષમા કરવાવાળા છે, અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવાવાળા છીએ. આમ કહીને તે નિર્દયી થઈને તાડવાનું પ્રારંભ કરે છે, સળગતા અંગારાના સદૃશ તાડવાથી તેઓ નીચે પડી જાય છે. એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કુતરા ખાય છે, એનાથી તે પાપી રોવે છે. રોઈ રહેલા જીવના મુખથી ધૂળ ભરીને, દોરડાઓથી બાંધીને મુદ્ગરોથી મારે છે અને શૂળોથી પીડા આપે છે. એના પછી જેમ લાકડી ચીરવામાં આવે છે, એવી જ રીતે કોઈ પણ પાપીને આરીથી ચીરીને બે ભાગ કરવામાં આવે છે. કોઈને પૃથ્વી પર સુવડાવીને કુહાડીઓથી ટુકડા-ટુકડા કરવામાં આવે છે. કોઈનું અડધું શરીર જમીનમાં દાડીને એના માથામાં તીરથી મારે છે, અને કોઈને નિર્મમ થઈને કોલ્હીમાં નાખીને ઈંખની સમાન તળે છે. કેટલાક જીવ સળઘતા અંગારા સહિત અડધી બળેલી લાકડીઓને ચારે તરફથી એક્ઠી કરીને લોખંડના ગોળાની સમાન તપાવવામાં આવે છે. કોઈને ઉકળતી ઘીની કડાઈમાં, કોઈને ગરમ તેલની કડાઈમાં નાખીને પકોડાની જેમ અહીં-તહીં ચલાવવામાં આવે છે. કોઈને માર્ગમાં મતવાળા હાથીની આગળ નાખી દેવામાં આવે છે, કોઈને હાથ-પગ બાંધીને નીચે લટકાવવામાં આવે છે. કોઈને કુવામાં ફેંકવામાં આવે છે, કોઈ પર્વતથી ફેંકવામાં આવે છે, કોઈને કીડાઓના કૂંડમાં ડૂબાડવામાં આવે છે અને કોઈને કીડાઓથી કરડાવવામાં આવે છે. આ બધા જીવોના વજ્રની સમાન કઠોર ચાંચવાળા, માંસને પસંદ કરવાવાળા ગિધ અને કાગડાઓ વગેરેની ચાંચોથી શરીરને નોચે છે, આંખોમાં ચાંચ મારીને તથા મ્હોના માસને ચાંચથી કાપે છે. કોઈ પોતાના ઋણને માંગે છે- હવે તમને મેં યમલોકમાં જોયા છે. તે મારું ધન ખાધુ છે. નરકમાં આવા ઝગડા કરવાવાળા પાપીઓના માંસ સિંડાસીથી કાપીને યમદૂત લોકો એ માંગવાવાળાને આપે છે. યમના દૂત આપ્રકારે એ પાપીઓને દંડ આપીને યમની આજ્ઞાથી અંધતામિસ્ર વગેરે અનેક નરકોમાં નાખી દે છે. નરકોમાં તો અનેક પ્રકારના દુઃખ ભોગવવા જ પડે છે. પરંતુ એ સેમલ વૃક્ષની નીચે જે પીડા આપવામાં આવે છે તે મુખથી પૂરી રીતે વર્ણિત નથી કરી શકાતી!
હે ગરુડ! ચોર્યાસી લાખ નરક છે. એમાંથી અત્યંત ઘોર અને કષ્ટ આપવાવાળા મુખ્ય એકવીસ છે. એમના નામ આ છે- મહારૌરવ, તામિસ્ર, લોહશંકુ, કુડ્મલ, શાલ્મલી, રૌરવ, કાલસૂત્રક, લોહિતોદ, પૂતિમૃત્તિક, સંઘાત, સવિષ, સમ્પ્રતાપન, મહાનિરય, કાકોલ, અવિચિ, સંજીવન, મહાપથ, અંધતામિસ્ર, કુંભી પાક, સંપ્રતાન, એકતપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડા ભોગવવી પડે છે. આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપવાવાળા છે. આ બધામાં યમદૂત નિવાસ કરે છે. આ નરકોમાં પડેલા અજ્ઞાની, પાપી, અધર્મી એ નરકોની યાતનાને વર્ષો સુધી ભોગવે છે. તામિસ્ર, મહાપથ, અંધતામિસ્ર અને રૌરવાદિક જેટલા નરક છે, એમનો ભોગ સ્ત્રી-પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવો પડે છે. આ પ્રકારે કુટુંબિઓનું પાલન કરવાવાળઆ, અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીને પોતાનું બેટ ભરાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંનેને છોડીને પરલોકમાં જઈને આ પ્રકારે યાતના સહન કરે છે. એમના પાપનો ઘડો ભરાઈ ચુક્યો હોય છે અને આ બધા એના ફળ ભોગવે છે. બધા પ્રકારના દંડ સ્વરૃપ ફળને ભોગવીને મનુષ્ય ભોગવાવાળું શરીર અહીં છોડીને દ્રોહ રૃપી પાપનું સંબલ લઈને અંધકાર-સ્વરૃપ અંધતમ નરકે જાય છે. કેટલાક એવા છે, જે ફક્ત અધર્મથી જ કુટુંબ પાલન માટે તૈયાર રહે છે. જે જીવ અને ઘોર અંધકારના સ્થાન અંધતામિસ્રન નરકને જાય છે. જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલા યાતનાઓને ભોગવીને પછી પવિત્ર ભૂલોકમાં આવે છે. આ રીતે યમલોકનું આ સ્વરૃપ અત્યંત ભયાનક છે.
***
ચતુર્થ અધ્યાય
શ્રી ગરુડજીએ પૂછ્યું- હે ભગવન્! કયા-કયા પાપોથી આ યમના વિસ્તૃત માર્ગમાં જીવ જાય છે અને કયા પાપોથી વૈતરણીમાં પડે છે? કયા પાપોથી નરકમાં જાય છે? કૃપા કરીને બતાવો.
શ્રી ભગવાન નારાયણજીએ કહ્યું-જે મનુષ્ય હંમેશાં અશુભ કાર્યોમાં લાગેલો રહે છે તથા શુભ કર્મોથી દૂર રહે છે તે એક નરકથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં અને એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે. પરંતુ ધર્માત્મા પ્રાણી ત્રણ દ્વારથી અર્થાત્ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તરના દ્વારોથી યમપુર જાય છે. પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુર જાય છે. આ આખું વિવરણ હું તારાથી કહું છું, સાંભળો! દક્ષિણ દ્વારના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી વૈતરણી નદી છે, એમાં પણ પોતાના કર્માનુસાર પાપી જાય છે, એનું વર્ણન હું કરું છું.
બ્રાહ્મણને મારવાવાળા, ગાયને મારવાવાળા, બાળકનો વધ કરવાવાળા, સ્ત્રીને મારવાવાળા, ગર્ભપાત કરાવવાવાળા અને ગુપ્ત પાપોને કરવાવાળા વૈતરણીમાં ડૂબી જાય છે. ગુરુના દ્રવ્યને, દેવતાને દ્રવ્યને તથા સ્ત્રીના દ્રવ્યને, બાળકના દ્રવ્યને જે હરણ કરે છે, અને જે ઋણ લઈને આપતા નથી, વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા માટે આપે છે, બીજાના દોષને ગ્રહણ કરવાવાળા, ગુણને છુપાવવાવાળા, ગુણવાનોથી ઈર્ષ્યા કરવાવાળા, નીચની સંગતિ કરવાવાળા, સત્સંગથી દૂર રહેવાવાળા, પુરાણ, વેદ મીમાંસા, ન્યાય, વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવાવાળા દુઃખીઓને જોઈને પ્રસન્ન થવાવાળા, પ્રસન્નને દુઃખ આપવાવાળા અને દુષ્ટ વચન કહેવાવાળા, દુષ્ટ સ્વભાવવાળા, સારા વચનોને ન સાંભળવાવાળા, યોગ્ય પુરુષને પણ જોઈને ઘમંડ કરવાવાળા, મૂર્ખ હોઈને પણ પોતાને પંડિત સમજવાવાળા, તે બધા અને ધર્મહીન પાપી દિવસ-રાત બંને સમય યમમાર્ગમાં જાય છે. હવે હું તમને બતાવું છું કે યમદૂતો દ્વારા પીડિત થઈને જે પ્રાણી વૈતરણી જાય છે, અને જે પાતકી જીવ એ નદીમાં પડે છે, એમને ભયાનક કષ્ટ થાય છે. જે લોકો માતા, પિતા, ગુરુ, આચાર્ય અને પૂજ્ય જનોનું અપમાન કરે છે તે પાપી પ્રાણી વૈતરણીમાં ડુબાડવામાં આવે છે. જે લોકો પવિત્રતા, શીલવતી, કુલીન, વિનયયુક્ત સ્ત્રીના દ્વેષથી પરિત્યાગ કરે છે, તે વૈતરણીમાં પડે છે. જે લોકો સજ્જનોમાં તથા સાધુઓમાં હજારો ગુણોના રહેતા પણ દોષનો આરોપ કર્યા કરે છે અને એમનું અપમાન કરે છે, તે લોકો વૈતરણીમાં પડે છે. જે મનુષ્ય બ્રાહ્મણ માટે પોતાના મનમાં પ્રતિજ્ઞા કરીને દાન નથી આપતો, અથવા બોલીવને નથી આપતો, એ બંને હંમેશાં એ વૈતરણીમાં પડી જાય છે. જે દાન આપીને છીનવી લે છે અથવા દાન આપીને પછી પસ્તાવો કરે છે અને જે બીજાઓની આપવામાં આવેલી જીવિકાનું હરણ કરી લે છે અથવા દાન આપવાવાળાને જે રોકી દે છે, તેઓ વૈતરણીમાં પડે છે. જે યજ્ઞનો વિધ્વંસ કરવાવાળા છે, જે કથાઓમાં વિઘ્ન કરવાવાળા છે, તેઓ હંમેશાં વૈતરણીમાં કષ્ટ સહન કરે છે. જે બ્રાહ્મણ ગોળ, ખાંડ, મધ, મિઠાઈ, ઘી, દૂધ, લવણ વગેરેને વેચવાવાળા છે, વૃષલી (અકુલીન) સ્ત્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે પશુઓને મારવાવાળા છે તથા બ્રાહ્મણોના કર્મથી ભ્રષ્ટ, માંસ ખાવાવાળા, મદીરા પીવાવાળા, નિરંકુશ સ્વભાવવાળા, શાસ્ત્રોના અધ્યયનથી રહિત, જે શૂદ્ર વેદના અક્ષરને ભણે અને કપિલા ગૌનું દૂધ પીવે છે, જનોઈ ધારણ કરે છે અને બ્રાહ્મણીનો પતિ હોય છે, જે રાજાની સ્ત્રીની ઇચ્છા કરે છે, જે બીજાની સ્ત્રીનું હરણ કરે છે, જે કન્યાઓથી ભોગ કરે છે અને પતિવ્રતા, કુળશીલા સ્ત્રીઓથી છળ કરે છે, તે વૈતરણી નદીમાં ડૂબી જાય છે. આ પ્રકારે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરણનો ત્યાગ કરે છે, તે પાપી વૈતરણીમાં પડે છે. આ ઉક્ત માર્ગોને ઓળંગીને પાપી યમલોક જાય છે પછી યમની આજ્ઞાને મેળવીને તે યમદૂત એમને વૈતરણીમાં નાખે છે.
ભગવાન નારાયણે પહેલાં ગણાવેલા ૨૧ નરકોના વિષયમાં બતાવતા કહ્યું કે, હે ગરુડ! બધા નરકોમાં મુખ્ય જે એકવીસ નરક છે, એમાં બધાથી વધારે પીડા આપવાવાળી વૈતરણીમાં યમદૂત પાપીઓને યમની આજ્ઞાની નિર્દયતાથી નાંખે છે. જેણે કાળી ગાયનું દાન ના કર્યું હોય અને ઊર્ધ્વ-દૈહિક ક્રિયા જેમણે ના કરી હોય, તે પ્રાણી એ નરકોમાં મુશ્કેલ દુઃખને ભોગવીને એ વૈતરણીના કિનારે ઉત્પન્ન વૃક્ષો પર જાય છે. ખોટી સાક્ષી આપવાવાળા, ખોટા ધર્મનું આચરણ કરવાવાળા, ઊંચા વૃક્ષોને કાપવાવાળા, વન-બગીચા કે ફુલવાડીને નષ્ટ કરવાવાળા, વ્રત તીર્થોના ત્યાગી, વિધવાના શીલને નષ્ટ કરવાવાળા તથા જે સ્ત્રીઓ પોતાના પતિમાં દોષ આપીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે, આવા બધા પાપી-જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે. એ વૃક્ષ પર લટેકલા પાપી દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે દૂત એમને નરકમાં નાંખે છે, એ નરકોમાં જે ફેંકવામાં આવે છે, એમના પાપોને હું તમારાથી કહું છું.
ઈશ્વરને ન માનવાવાળા, દાનનું ખંડન કરવાવાળા, પરંપરાનું ઉલ્લંઘન કરવાવાળા, પોતાના કર્મ તથા આશ્રિતો (પુત્ર, સ્ત્રી, દેવતા, અતિથિ અને સેવક વગેરે)ને દુઃખ આપવાવાળા, સંસારના વિષયમાં સંલગ્ન, સંસારને ઠગવા માટે દંભ કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે. કુવા, બાવલી, તળાવ, દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં ખૂબ કષ્ટ ભોગવે છે. એ પણ જાણવું જોઈએ કે જે સ્ત્રી, બાળક, સેવક તથા ગુરુજનને ન આપીને એકલા ભોજન કરે છે અને દેવતા, પિતર તથા બલિ વૈશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં આવે છે. જે કાંટાઓથી, પુલથી, લાકડીથી, પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી માર્ગને રોકે છે, તેઓ નિશ્ચય નરકમાં જાય છે. જે અજ્ઞાની શિવ, પાર્વતી, વિષ્ણુ, સૂર્ય, ગણેશ, સદ્ગુરુ અને પંડિતની સેવા-પૂજા નથી કરતા, તેઓ ચોક્કસ જ નરકમં જવાવાળા હોય છે. જે બ્રાહ્મણ પોતાના ધર્ને ભૂલીને દાસીની સાથે પથારી પર સૂવે છે તે નરક જાય છે અને જે શૂદ્રની સ્ત્રીથી પોતાની સંતાન પેદા કરે છે તે બ્રાહ્મણત્વથી નષ્ટ થી જાય છે. તે બ્રાહ્મણોમાં અધર્મ છે. એવા બ્રાહ્મણને નમસ્કાર તથા પૂજા વગેરે ના કરવી જોઈએ. જે અજ્ઞાની દેવતા વગેરેથી વિમુખ રહે છે, તે અવશ્ય નરકગામી થાય છે. જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષને દૂર નથી કરતા, બલ્કે અનુમોદન કરે છે તેઓ નિશ્ચય જ નરકમાં જાય છે. જે સ્ત્રીઓના પતિ એક જ શરણ છે, એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પણ વેરથી જો એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરક ભોગવે છે. જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રીની સાથે સંભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રીથી સંભોગ કરે છે, તે નિશ્ચય નરકમાં જાય છે. જે પોતાના શરીરના મળને અગ્નિ કે જળમાં નાખે છે, બગીચામાં તથા ગાયોને સ્થાનમાં મળ-મૂત્ર કરે છે, તે નિશ્ચય જ નરકગામી થાય છે.
જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ નથી કરતા, જે તલવાર વગેરે શસ્ત્રો તથા તીર ધનુષને બનાવવાવાળા તથા વેચવાવાળા છે, તે નિશ્ચય નરક જાય છે. ચામડાને વેચવાવાળા વૈશ્ય, ચરિત્રને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા નિશ્ચય જ નરકમાં જાય છે. જે ગરીબ-અનાથ પર દયા નથી કરતા અને જે સજ્જનોથી દ્વેષ કરે છે, જે અપરાધ વગર કોઈને દંડ આપે છે, તે નિશ્ચય જ નરક જાય છે. જે મનુષ્ય આશાથી યુક્ત ઘરમાં આવીને યાચક બ્રાહ્મણને રસોઈમાં તૈયાર થવા પર પણ ભોજન નથી આપતા તેઓ પણ નિશ્ચય જ નરક જાય છે અને બધા જીવોમાં અવિશ્વાસ કરવાવાળા અને દયા ન કરવાવાળા, સમસ્ત પ્રાણીઓની સાથે કુટિલતા કરવાવાળા નિશ્ચય જ નરકમાં જ જવાવાળા હોય છે. સંધ્યાવંદન, કૃચ્છ, ચાંદ્રાયણ વગેરે નિયમને પ્રતિજ્ઞાપૂર્વક અંગીકાર કરીને પછી ઇન્દ્રિયોને વશમાં થઈને છોડી દે છે તે પુરુષ ચોક્કસ જ નરકમાં જાય છે. અધ્યાત્મ વિદ્યા આપવાવાળાને જે ગુરુ નથી માનતા, પુરાણ વાંચવાવાળાને પણ જે ગુરુભાવથી નથી જોતા, તેઓ નિશ્ચય નરકમાં જાય છે. જે મનુષ્ય મિત્રોથી દ્રોહ કરે છે, જે પ્રીતિ-ભંગ કરે છે, જે આશાઓ પર તુષારાપાત કરે છે, તે પણ નિશ્ચય જ નરકમાં જવાવાળા હોય છે. જે પુરુષ લગ્નને, દેવયાત્રાને અને તીર્થયાત્રાને નષ્ટ કરે છે, તેઓ નિશ્ચય નરકમાં વસે છે. ત્યાંથી તેઓ ફરી ક્યારેય પાછા નથી ફરતા. ઘરમાં, ગ્રામમાં તથા વનમાં આગ લગાવવાવાળાને યમદૂત પકડીને અગ્નિકુંડમાં પકાવે છે જ્યારે અગ્નિમાં શરીર બળવાથી તે પાપી પ્રાણી છાયા માંગે છે ત્યારે એને યમદૂત પકડીને (પૂર્વોક્ત) આસિપત્ર વનમાં લઈ જાય છે. તલવારની સમાન તીખા પાંદડાઓના વાગવાથી શરીર જ્યારે કપાઈ જાય છે, ત્યારે યમદૂત કહે છે કે હે પાપી! ઠંડા છાંયડામાં સુખની નિદ્રા લઈ લે. જ્યારે તે પાપી પાણી પીવા માંગે છે ત્યારે યમદૂત એને પીવા માટે અત્યંત ગરમ તેલ આપે છે અને કહે છે કે લો ખાઓ, પીઓ. એ ગરમ તેલને પીતા જ એ જીવની આંતરડી જળ થઈ જાય છે અને તે મૂર્ચ્છિત થઈને પડી જાય છે. ખુબ જ મુશ્કેલીથી કોઈ પ્રકારે ઉઠીને, ખૂબ દીનતા બતાવીને અને પરવશ હોવાને કારણે લાંબી શ્વાસો લે છે, કંઈક કહેવામાં પણ અસમર્થ રહે છે. આ રીતે અપકર્મ કરવાવાળા પુરુષ નર-નારી કષ્ટ સહન કરે છે.
ભગવાન નારાયણે કહ્યું- હે ગરુડ! પાપીઓની યાતનાને મેં આ પ્રકારે કહી છે, પણ આટલાથી શું થાય છે, એનું વર્ણન બધા શાસ્ત્રોમાં વિશેષ રૃપથી કરવામાં આવ્યું છે. પાપી પ્રાણી જેટલા પણ સ્ત્રી-પુરુષ છે, તે આ પ્રકારે હજારો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ઘોર નરકમાં જાય છે. તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગવીને સૃષ્ટિના આરંભમાં જ નરકમાં જ જન્મ લે છે, અર્થાત્ નરકમાં રહેવાવાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે. વૃક્ષ, ગુલ્મ, લતા, વલ્લી, પર્વત, તૃણ, ઘાસ, ફૂલ વગેરેની સ્થાવર સંજ્ઞા છે, અર્થાત્ એમને સ્થાવર કહે છે. કીટ, પશુ, પક્ષી, જળચર વગેરે ૮૪ લાખ દેવયોનિઓ છે, એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર મળે છે, પરતં જે નરકથી આવીને મનુષ્ય થાય છે. સ્ત્રી હોય કે પુરુષ, નરકના આ ચિહ્ન કોડ, જન્મના અંધ તથા વધારે પણ ભયાનક રોગોથી પીડિત રહે છે.
મનુષ્યએ એ સમજી લેવું જોઈએ કે માનુષ જન્મના પાપ જન્મપર્યંત, અનેક જન્મોમાં એનો પીછો કરે છે! તેથી મનુષ્યએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ.
***
પાંચમો અધ્યાય
ઋષિઓના એ પૂછવા પર કે દુષ્ટ કર્મોથી મનુષ્ય કેવી રીતે છુટકારો મેળવી શકે છે, શૌનકજી બોલ્યા- હે મુનિ! આ ગરુડ પુરાણ સાંભળીને જ મનુષ્યને કર્તવ્ય બોધ થાય છે. કોઈ પણ શ્રેષ્ઠ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હંમેશાં સત્પુરુષોનો સંગ કરવો અને અસત્પુરુષોનો સંગ ત્યાગ કરવો જોઈએ. જે પોતાનું અને અન્યોનું સાચ્ચું હિત કરે એને જ બંધુ સમજવા જોઈએ. જેમાં સારા ગુણ અને વિચાર જોવામાં આવે અને જે ધર્મની ભાવના રાખે છે, તે જ સાચ્ચું જીવન જીવે છે. જેનું ધન નષ્ટ થઈ જાય છે તે ઘર-બાર ત્યાગીને તીર્થ સેવન માટે ચાલ્યા જાય છે, પણ જે સત્ય અને ધર્મથી ભ્રષ્ટ થઈ જાય છે તે તો રૌરવ નરકમાં જ જાય છે. જે કોઈને વચન આપીને એનું પાલન નથી કરતા, જે ચુગલીઓ કર્યા કરે છે, જૂઠ્ઠી સાક્ષી આપે છે, મદ્યપાન કરે છે, તે બધા નરકની ઘોર કષ્ટદાયક વૈતરણી નદીમાં નિવાસ કરે છે. કોઈના ઘરમાં અગ્નિ લગાવવાવાળા, ઝેર આપવાવાળા, ખુદ દાન કરીને પછી એનું અપહરણ કરવાવાળા વ્યક્તિ પણ વૈતરણીમાં મહાકષ્ટ મેળવે છે. જે કૃપણ છે, નાસ્તિક છે, ક્ષુદ્ર સ્વભાવવાળા છે, હંમેશાં ક્રોધ કરતા રહે છે, ખુદ પોતાની જ વાતને પ્રમાણ બતાવવા વાળા અત્યંત અહંકારી છે, કૃતઘ્ની, વિશ્વાસઘાતી છે, તે બધા વૈતરણી નદીમાં દીર્ઘ-કાળ સુધી નરકીય સ્થિતિમાં પડેલા રહે છે.
આ સાંભળીને ઋષિઓએ કહ્યું - હે સૂતજી! તમે અમને લોકોને એ બતાવો કે એવા કયા દેવ છે જેમનું ધ્યાન કરવું જોઈએ? આ જગતનું સર્જન, પાલન અને સંહાર કરવાવાળું કોણ છ? પરમ પૂજ્ય એ દેવનું સ્વરૃપ કેવું છે? આ જગતનો સર્ગ કયા પ્રકારથી માનવામાં આવ્યો છે? તે સર્વોપરિ વિરાજમાન સર્વેશ્વર કયા વ્રતો દ્વારા પરમ પ્રસન્ન તેમજ સંતુષ્ટ થયા કરે છે અને કયા યોગથી પ્રાપ્ત કરી શકાય છે? સર્વેશ્વરના કયા-કયા અવતાર હોય છે અને કયા પ્રકારથી એમની વંશ વગેરેથી ઉત્પત્તિ થયા કરે છે? ચારેય વર્ગો અને ચારેય આશ્રમોના પ્રવર્તક કોણ છે?
આના પર શૌનકજીએ વ્યાસ અને બ્રહ્માનો સંવાદ સંભળાવ્યો. વ્યાસે બ્રહ્માજીથી કહ્યું હતું કે હે બ્રહ્મન્! પહેલા હરિ ભગવાને બધાથી મહાન અર્થવાળા ગરુડ પુરાણને દેવોની સાથે શિવજીને કેમ સંભળાવ્યું હતું? ત્યારે બ્રહ્માજીએ વ્યાસથી કહ્યું-એક વખત હું સમસ્ત દેવોને સાથી લઈને કૈલાશ પર્વત પર ગયો હતો. ત્યાં પર મેં પરમ પદના ધ્યાનમાં સ્થિત ભગવાન રુદ્રદેવના દર્શન કર્યા હતા. અમે લોકોએ એમને નમસ્કાર કરીને એમનાથી પૂછ્યું હતું-હે ભગવાન શંકર! તમે કયા દેવનું ધ્યાન કરી રહ્યાં છો કેમ કે તમારાથી પરે તો અન્ય કોઈ દેવ નથી. મારા આ પ્રશ્નનો ઉત્તર રુદ્રદેવે આપતા કહ્યું હતું- હું એ પરમાત્મા વિષ્ણુનું ધ્યાન કર્યા કરું છું, જે બધું જ પ્રદાન કરવાવાળા, સર્વત્ર ગમન કરવાવાળા, સમસ્ત પ્રાણીઓના હૃદયમાં સ્થિત અને સર્વસ્વરૃપ છે. હે પિતામહ! ભસ્મથી સંપૂર્ણ શરીરને મલ કરીને માથા પર જટા ધારણ કરવાવાળા મારા એ જ ભગવાન વિષ્ણુની આરાધના કરવાની પ્રવૃત્તિ છે.
સમસ્ત ભૂલોના પ્રભુ ભગવાન નારાયણ છે-એમનામાં મણીઓની જેમ આ સંપૂર્ણ વિશ્વમાં સ્થિત રહ્યાં કરે છે અને તેઓ જ આ સૃષ્ટિમાં ગુણભૂત થઈને પ્રવેશ કરે છે.
તે ઋતુ-એકાક્ષર બ્રહ્મ અને સત્ અથવા અસત્થી પણ પરે છે. જેની અર્ચના આ બધા યક્ષ-રાક્ષસ અને કિન્નર કર્યા કરે છે. અગ્નિ જેમનું મુખ છે, દિવલોક જેમનું મૂર્દ્ધા છે, આકાશ નાભિ, ચરણ ક્ષિતિજ, ચંદ્ર અને સૂર્ય જે પરમાત્માના બંને નેત્ર છે, હું એ જ દેવનું સતત ધ્યાન તેમજ ચિંતન કર્યા કરું છું.
એના પછી ભગવાને યોગના વિષયમાં કહ્યું- શ્રી હરિએ કહ્યું-એના અંતર હવે હું પરમયોગના વિષયમાં બતાવું છું. હે મહેશ! એ યોગને હવે તમે સાંભળો. ભગવાન વિષ્ણુ સંપૂર્ણ પ્રકારના પાપોના વિનાશ કરવાવાળા, બધાના ઈશ્વર અને અનંત અને પદ્મ ભૂમિથી રહિત છે. તેઓ જ વાસુદેવ, જગન્નાથ અને બ્રહ્માત્મા છે. આ જ દેહધારીઓમાં સ્થઇત રહીને નિત્ય છે, બધા પ્રકારના દેહોથી પૃથક છે. એમણે બતાવ્યું હતું કે હું દેહના બધા પ્રકારના ધર્મોથી રહિત તેમજ ક્ષર તથા અક્ષરથી વિહિત છું. છ પ્રકારોમાં સ્થિત રહેવાવાળઆ દૃષ્ટા, શ્રોધા, ધ્રાતા, ઇન્દ્રિયોની પહોંચથી પરે છું. એમના ધરમોથી રહિત થઈને સર્જન કરવાવાળા અને નામ તેમજ ગોત્રોથી રહિત છું. મનમાં સ્થિત રહેવાવાળા મહાદેવ છું પરંતુ ખુદ મનથી અપરિવર્તિત રહેવાવાળો છું. મનના જે કંઈ ધર્મ હોય છે એ બધાથી રહિત છું અને હું વિજ્ઞાન તથા જ્ઞાનનું સ્વરૃપ છું. હું બધું જ બાંધી રાખવાવાળો-બુદ્ધિમાં સ્થિત બધાનો સાક્ષી છું અર્થાત્ જોવાવાળો હોવા છતા ખુદ બુદ્ધિથી રહિત છું. જે લોકો પોતાના મનમાં આવું ધ્યાન કરીને યોગ કરે છે તેઓ પરમ પદને પ્રાપ્ત થાય છે.
એના પછી પ્રભુએ બતાવ્યું કે આ જાણી લેવું જોઈએ કે યજન કરવું, યજ્ઞ કરવો, દાન લેવું, બ્રાહ્મણને દાન આપવું, વેદશાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા અધ્યાપન કરવું આ દ્વિજના શ્રેષ્ઠ ધર્મ હોય છે. દાન આપવું-અભ્યાસ કરવો અને યજ્ઞ ધર્મ કરવો-આ ક્ષત્રિય અને વૈશ્યના કર્મ છે. ક્ષત્રિયનું કર્મ દંડ આપવો તથા વૈશ્યનું કર્મ કૃષિ કરવી જ યોગ્ય કહેવામાં આવે છે. બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય આ દ્વિજાતીઓની સેવા કરવી જ શૂદ્રોનો ધર્મ-સાધન કર્મ હોય છે અને શૂદ્રોના કર્મ અને ધર્મ યજ્ઞની જીવિકાનું સાધન હોય છે. ભિક્ષાચરણ કરવી- ગુરુની સેવા કરવી અને સ્વાધ્યાય કરવો સંન્યાસ કર્મ અને અગ્નિ કાર્ય હવન વગેરે કરવા-આ બ્રહ્મચારીના ધર્મ કૃત્ય હોય છે. સમસ્ત આશ્રમોના બે પ્રકાર હોય છે. આગળ આપ્રકારથી ૪ (ચાર) ભેદ હોય છે. બ્રહ્મચારી બ્રહમનું આચરણ કરીને નૈષ્ઠિક, અને બ્રહ્મતત્પર હોય છે. બ્રહ્મચારી વિધિપૂર્વક ગુરુની પાસે બ્રહ્મચર્ય વિધિથી રહીને વેદોનું અધ્યયન કરે અને ફરી સમાવર્તન કરીને ગૃહસ્થ આશ્રમને ગ્રહણ કરે. જે બ્રહ્મચારી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને મરણ પર્યંત બ્રહ્મ કર્મ, અતિથિઓની સત્કારપૂર્વક સેવા-યજ્ઞ કરવો- દાન આપવો અને બ્રહ્મચર્યનું પાલન કરવું આ ગૃહસ્થનું ધર્મ પાલન કરે છે. ગૃહસ્થી ઉદાસીન અને સાધક ભેદથી બે પ્રકારના થયા કરે છે. જે પોતાના કુટુંબના ભરણ પોષણમાં યુક્ત રહ્યાં કરે છે, તે સાધક ગૃહી થાય છે. દેવ, ઋષિ અને પિતર આ ત્રણેયના ઋણોને દૂર કરીને અર્થાત્ ચુકવીને પછી પોતાની પત્ની અને ધન-વૈભવનો ત્યાગ કરીને એકાકી વિચરણ કર્યા કરે છે તે મૌક્ષિક ઉદાસીન થાય છે. વનમાં નિવાસ કરવાવાળાનો આ ધર્મ હોય છે કે ભૂમિમાં શયન કરે, વનના ફૂલ અને ફળોનું ભોજન કરે, સ્વાધ્યા કરે, તપશ્ચર્યા કરે અને યથાન્યાય સંવિભાગ કરે. તપસ્યાથી જે અત્યંત નબળો થઈને સતત ધ્યાનમાં જ પરાયણ રહે છે એને વાનપ્રસ્થ આશ્રમમાં રહેવાવાળા સંન્યાસી જ સમજવા જોઈએ. જે પુરુષ આત્મામાં જ રતિ રાખવાવાળો, નિત્ય તૃપ્ત સમ્યક્ તથા ચંદન સંપન્ન મહામુનિ હોય છે તે યોગ ભિક્ષુ કહેવામાં આવે છે. ભિક્ષા માંગવી, શાસ્ત્ર વાંચવુ તથા વેદનું જ્ઞાન, મૌન વ્રત ધારણ કરવું, તપશ્ચર્યા, વિક્ષેપ રૃપથિ ધ્યાન લગાવવું અને સારી-રીતે જ્ઞાન તેમજ વૈરાગ્ય રાખવું આ જ ભિક્ષુનો ધર્મ કહેવામાં આવ્યો છે. એનું પાલન કરવાથી પરમ પદ મળે છે. સંન્યાસી ત્રણ પ્રકારના હોય છે. કેટલાક તો જ્ઞાન સંન્યાસી હોય છે અર્થાત્ જ્ઞાનના બળથી હૃદયમાં બધાનો પૂર્ણત્યાગ ભાવ રાખવાવાળા હોય છે, બીજા વેદ સંન્યાસી થયા કરે છે અને ત્રીજા પ્રકારના કર્મ સંન્યાસી હોય છે. યોગ પણ ત્રણ પ્રકારના હોય છે-ભૌતિક યોગી, ક્ષત્રયોગી અને ત્રીજા યોગી મૂર્તિ સમન્વિત અંત્યાશ્રમી હોય છે. પ્રથમમાં પ્રથમ ભાવના હોય છે અને દુષ્કર મોક્ષની ભાવના હોય છે અને ત્રીજમાં અંતિમ પારમેશ્વરી ભાવના થયા કરે છે. ધર્મથી મોક્ષ થયા કરે છે અને અર્થથી કામની ઉત્પત્તિ થાય છે. આ રીતથી વૈદિક કર્મ પ્રવૃત્તિપરક અને નિવૃત્તિપરક બે પ્રકારના થાય છે.
જે જ્ઞાનપૂર્વક કર્મ થાય છે તે નિવૃત્તિપરક થાય છે અને જે યુક્તિ તેમજ દેવ પરક કર્મ હોય છે એ જ પ્રવૃત્તિ કર્મ કહેવામાં આવે છે.
સત ક્રિયાવાળા બ્રાહ્મણોનું પાલન ન્યાય કહેવામાં આવ્યું છે. સંગ્રામોમાં પલાયન ન કરવાવાળા પ્રાણીઓને ઇન્દ્રનું સ્થાન આપવામાં આવ્યું છે. પોતાના ધર્મનું અનુવર્તન કરવાવાળા વૈશ્યોને મારુત સ્થાન હોય છે. પરિચર્યામાં હંમેશાં સંલગ્ન રહેવાવાળા શૂદ્રોને ગાંધર્વ સ્થાન બતાવવામાં આવ્યું છે. એની આગળ હું અન્ય સ્થાનોના વિષયમાં બતાવું છું.
સપ્તઋષિઓનું સ્થાન વનમાં રહેવાવાળા યાત્રિઓનું સ્થાન હોય છે,જે યત્ચિત થાય છે અને ન્યાય કરવાવાળા તથા ઉર્ધ્વરેતા હોય છે, તે આનંદ બ્રહ્મ સ્થાન છે જ્યાંથી ફરી મુનિ પુનરાવર્તિત થયા નથી કરતાં. યોગીઓના વ્યોમ સંજ્ઞાયુક્ત પરમાક્ષર અમૃત સ્થાન હોય છે. તે આનંદમય તથા પરમ સ્થાન છે જ્યાંથી ફરી માનવનું કોઈ પણ રૃપમાં પુનરાવર્તન આ સંસારમાં નથી થતું.
આઠ અંગોના વિશેષ જ્ઞાનથી મુક્તિ થયા કરે છે. એને હું સંક્ષેપમાં બતાવું છું. એને સાંભળો. અહીંસા વગેરે પાંચ યમ હોય છે. પ્રાણીઓની કાયિક (શારીરિક), વાચિક તેમજ માનસિક હિંસાનું ન કરવું જ અહિંસા કહેવામાં આવે છે. ભૂતોનું હિત કરવાવાળા ભાવ જ સત્ય હોય છે. બીજાની વસ્તુને ન ગ્રહણ કરવી અસ્તેય છે. મૈથુન ન કરવું બ્રહ્મચર્ય હોય છે. સમસ્ત વસ્તુઓનો પરિગ્રહ ન કરવો જ ત્યાગ છે. સત્ય વગેરે પાંચ નિયમ હોય છે. બાહ્ય અને આભ્યંતરના ભેદ બે પ્રકારથી હોય છે. વિચાર સત્ય તેમજ સંતોષ છે. તપશ્ચર્યા- ઇન્દ્રિયોનો નિગ્રહ છે-સ્વાધ્યાય મંત્રોનો જાપ છે-પ્રાણાયામ હરિનું ભજન છે- પદ્મ વગેરે આસન છે-વાયુ પર વિજય પ્રાપ્ત કરી લેવો જ પ્રાણાયામ હોય છે. મંત્રના ધ્યાનથી જે સંપન્ન થાય છે તે પરમ કહેવામાં આવે છે. આ પ્રકારથી તે બે તેમજ ત્રણ પ્રકારના હોય છે. પૂરણ કરવાથી તે પૂરક થાય છે. નિશ્ચલ થવાથી કુંભક અને રેચનથી રેચક કહેવામાં આવે છે.
બાર માત્રાઓવાળા લઘુ પ્રાણાયામ હોય છે અને ચોવીસ માત્રાઓવાળા દીર્ઘ પ્રાણાયામ હોય છે તથા છત્રીસ માત્રાઓથી યુક્ત પરમ શ્રેષ્ઠ પ્રાણાયામ હોય છે. પ્રાણ રોકવાને જ પ્રત્યાહાર કહે છે. બ્રહ્માત્મ ચિંતન કરવાને ધ્યાન કહે છે. મનની વૃત્તિને જ ધારણા કહેવામાં આવે છે. ''હું જ બ્રહ્મ છું''- આ પ્રકારની જે અંતઃસ્થિતિ કરી લે છે તે બ્રહ્મની સ્થિતિને પ્રાપ્ત થઈ જાય છે, એને જ સમાધિ કહેવામાં આવે છે. હું આત્મા છું, બ્રહ્મ પર છે અને તે સત્ય તેમજ જ્ઞાન સ્વરૃપ તથા અનંત છે. બ્રહ્માનું વિજ્ઞાન જ આનંદમય છે અને તે ફક્ત તત્ત્વમસિ છે. હું બ્રહ્મ છું. હું શરીર વગરનો અને ઇન્દ્રિયોથી રહિત છું. હું મન, બુદ્ધઇ, અહંકાર વગેરેથી શૂન્ય છું અને જાગૃત, સુષુપ્તિ વગેરેથી યુક્ત એનું જ જ્યોતિસ્વરૃપ છું. હું શુદ્ધ, બુદ્ધિ, યુક્ત, સત્ય તેમજ આનંદ રૃપને પ્રાપ્ત સાધનાનો ચરમ છું અને આ રૃપમાં હું આત્મ સ્વરૃપ અદ્વિતીય છું. આ જે આદિત્ય પુરુષ છે તે હું જ અખંડિત છું. આ પ્રકારથી સ્વયંને ધ્યાન કરવાવાળા બ્રાહ્મણ આ સંસાર મહાબંધનથી વિમુક્ત થઈ જાય છે.
એના પછી ચૌદ મનુઓના વિષયમાં પૂછવા પર હરિએ કહ્યું-હવે અમે ચૌદ મનુઓના વિષયમાં બતાવીએ છીએ અને એમના સુત શુક વગેરેને બતાવી છીએ. પહેલા સ્વાયંભુબ મનુ થયા હતા તથા અગ્નિ ધાદિ એમના પુત્ર થયા હતા. મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ઋતુ અને મહાન તેજવાળા વશિષ્ઠ આ સાત ઋષિવૃંદ બતાવવામાં આવ્યા છે. જ્યાખ્ય, અભિતાખ્યઃ શુક્ર તથા યામ અને દ્વાદશગણ આ બધાને સોમપાયી કહેવામાં આવે છે. આમના શત્રુ વિશ્વભુક, વામ દેવેન્દ્ર, વાષ્કલિ થયા હતા. તે દૈત્ય ભગવાન વિષ્ણુ દ્વારા ચક્રથી માર્યા ગયા હતા. એના અનંતર સ્વરોચિષ મનુ થયા હતા. એમના પુત્ર મંડલેશ્વર ચૈત્રક, વિનત, વિદ્યુત રવિ વૃહદગુણ અને મહાન બળ તેમજ પરાક્રમવાળા હતા. ઊર્જ, સ્તંબ, પ્રાણ, ઋષભ, નિચલ, દગંભોલિ અને અર્વવીર આ સાત ઋષિ બતાવવામાં આવ્યા છે. બાર તુષિત કહેવામાં આવ્યા છે અને પારાવત બતાવવામાં આવ્યા છે. આ રીતથી આ ગણના પૂરી થાય છે.
દેવોના ઇન્દ્ર વિપશ્ચિત હતો અને એનો શત્રુ પુરુકૃત્સર હતો. ભગવાન મધુસૂદને હાથીના રૃપે એને માર્યો હતો. ઔત્તમ મનુના પુત્ર ઓજ, પરશુ, વિનીત, સુકૃત, સુમિત્ર, સુવલ, શુચિ, દેવ દેવાવૃધ તથા મહોત્સા મુખ્ય રુદ્ર હતા. એ મન્વંતરમાં રથોજા, ઊર્ધ્વબાહુ, શરણ, અન્ચ, મુનિ, સુલપા અને શક્ર આ સપ્તર્ષિ બતાવવામાં આવ્યા છે. વશવર્તિ-સ્વધામાન-શિવ-સત્ય અને પ્રતર્દન આ પાંચ દેવગણ બતાવવામાં આવ્યા છે, તે બધા બાર હતા. એક સ્વશાંતિ નામે ઇન્દ્ર હતા અને એના શુક્ર પ્રલંબ નામધારી દાનવ હતો. એ દાનવને મત્સ્યનું સ્વરૃપ ધારણ કરવાવાળા હરિ વિષ્ણુએ નષ્ટ કર્યા હતા. વામસ નામના મનુના પુત્ર જાનુર્જય, નિર્ણય, નવ-ખ્યાતિ, નૃપ-દ્રિયભૃત્વ વિનિક્ષિપ હવુકકંધિ, પ્રસ્તલા, કૃતબંધુ કત હતા અને જ્યોતિધાયા, ધુષ્ટ, કાવ્ય, ચૈત્ર, શ્વૈતાગ્નિ, હેમક આ સાત મુનિ બતાવવામાં આવ્યા છે. સુરાગા અને સ્વધિગ હરિ હતા તથા દેવતાઓના ચાર પાંચ વંશક ગુણ થયા હતા. એમનું સ્થાન પ્રમુખ હતું.
એમનો ઇન્દ્ર શિવિ અને એમનો શત્રુ ભીમરથ કહેવામાં આવ્યો છે. ભગવાન હરિએ કૂર્માવતાર ધારણ કરીને ભીમરથ અસુરનો વધ કર્યો હતો. રૈવત મનુના પુત્ર, મહાપ્રાણ સાધક-વન બન્ધુ-નિરમિત્ર, પ્રત્યંગ, પરાહા, શુચિ દૃઢવ્રત અને કેતુ શૃંગ થયા હતા.
હવે આપણે મન્વંતરના ઋષિઓનું વર્ણન કરીએ છીએ. એમાં દેવ શ્રી-વેદબાહુ-ઉર્ધ્વ-હિરણ્ય રોમા-પર્જન્ય-સત્ય નામા અને સ્વધામ હતા. અભૂતરજ, દેવશ્વમેઘ, વૈકુંઠ અને અમૃત આ ચાર દેવોના ગણ કહેવામાં આવે છે. આ ગણોમાં ચૌદ સુર હતા. એમના પ્રતાપવાન વિભુ ઇન્દ્ર થયા હતા. એમનો શત્રુ શાંતાસુર થયો હતો અને આ દૈત્યને હંસરૃપધારી ભગવાન વિષ્ણુએ નષ્ટ કર્યો હતો.
હવે અમે ચાક્ષુષ મન્વંતરના વિષયમાં બતાવીએ છીએ. ચાક્ષુસ મનુમાં પુત્ર ઉરુ પૂરુ-મહાબલ-શતદ્યુમ્ન-તપસ્વી - સત્યાબાહુ- કૃતિ -અગ્નિવિષ્ણુ અતિરાત્ર સુદ્યુમન તથા નય થયા હતા. એમાં જ હવિષ્માન- સુતનુ, શ્રીમાન-સ્વધામા-વિરજ-અભિમાન-સહિષ્ણુ અને મધુ શ્રી, ઋષિ ગણ બતાવવામાં આવ્યા છે. આ બધા ઋષિગણ, પૂર્વવર્તી પરંપરામાં આવે છે.
આમાં આર્યા, પ્રસૂતા, ભાવ્ય, લેખા અને પૃથુક આ દેવોના પાંચ ગણ કહેવામાં આવ્યા છે. એમના મનોજવ ઇન્દ્ર હતા, અને ઇન્દ્રના શત્રુ મહાભુજ, મહાકાળ થયા હતા. ભગવાન હરિએ એનો વધ લોકોના ધારણ કરવાવાળા અશ્વનું સ્વરૃપ ધારણ કરીન કર્યો હતો.
હવે વૈવસ્વત મન્વંતરને બતાવવામાં આવે છે. વૈવસ્વત મનુના પુત્ર સવ વિષ્ણુ પરાયણ થયા હતા. એમના નામ આ છે, ઇક્ષ્વાકુ, નાભાખ્ય વિષ્ટિસર્જાતિ હવિષ્યંત, પાશુનભ, નેદિષ્ટ, કુરૂપ, પ્રદ્યુમ્ન. અત્રિ, વસિષ્ઠ, ભગવાન, જામદગ્નિ (પરશુરામ) કશ્યપ, ગૌતમ, ભારદ્વાજ અને વિશ્વામિત્ર તે એ મન્વંતરના સાત ઋષિ છે. આ ક્રમમાં ચાલીસ મરુદ્ગણ કહેવામાં આવ્યા છે અને આદિત્ય, વસુ અને સાધ્ય આ ત્રણ દ્વાદશક ગણ હતા તથા એકાદશ રુદ્ર થયા હતા અને અષ્ટ વસુ હતા. અશ્વિનીકુમાર પણ બતાવવામાં આવ્યા છે તથા દશ વિશ્વ દેવતાઓનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.
દસ અંગિરસ દેવ છે તથા નવ દેવગણ છે. એનામાં તેજસ્વી નામવાળા ઇન્દ્ર થયા હતા અને એમનો શત્રુ હિરણ્યાક્ષ દૈત્ય હતો. એ દૈત્યનો ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને વધ કર્યો હતો. હવે આપણે સાવર્ણ્ય ભવિષ્ય મનુના વિષયમાં બતાવીશું. સાવર્ણ્ય મનુના પુત્ર વિષય, અર્વવીર નિદેહ, સત્ય, વાક્ કૃતિ ગરિષ્ઠ વાચ અને સંગતિ હતા. અશ્વત્થામા, કૃપ, વ્યાસ, માલવ, દીપ્તિમાન, ઋષ્યભ, ઋંગ, રામ હતા. એ મન્વંતરના સાત ઋષિ છે. સુતપા, અમૃતાભા અને મુખ્યા આ એ દેવોના ગણ છે, જે પોતાની શક્તિમાં પૂરા છે. આમનો ઇંદ્ર વિરોચનનો પુત્ર બલિ થયો જેણે ભૂમિના ત્રણ પગની યાચના કરવાવાળા વામન રૃપધારી વિષ્ણુને બધું જ આપીને, ઋદ્ધ ઇન્દ્ર પદનો ત્યાગ કરીને સિદ્ધિને પ્રાપ્ત કરી હતી.
હવે આના અંતર વારુણિ, દક્ષ સાવર્ણિ નવમના પુત્રોને સાંભળો. આ બધા ધૃષ્ટિ કેતુ, દીપ્તિ કેતુ, પંચ હસ્ત, નિરાકૃતિ, પૃથુ શ્રવા, વૃહદ્દ્યુમ્ન, ઋચીક, વૃહતો ગુણ, મેઘાતિથિ, દ્યુતિ, સબલ અને વાસુ હતા. એમની સાથે જ્યોતિષ્માન્-હવ્ય-વિભુ અને ઈશ્વર આ ઋષિગણ થયા હતા. એમાં મરીચિ, ગર્ભ અને સ્વધર્મા આ ત્રણ મુખ્ય હતા. આમાં દેવોનો શત્રુ કાલક સંજ્ઞાવાળો છે. એનું હનન કરવાવાળા પદ્મનાથ થયા છે.
દશમ મનુ પુત્રોના નામ છે - સુક્ષેત્ર, ઉત્તમૌજા, ભરિર્સણ્ય, વીર્યવાન, શતાનીક, નિરમિત્ર, વૃષસેન, જયદ્રથ, ભૂરિદ્યુમન અને સુવર્ચા. આમનો ઇન્દ્ર શાંતિ નામધારી હતો. અયોમૂર્તિ, હવિષ્માન, સુકત, અવ્યય, નાભાગ, અપ્રતિમ અને સૌરંભ આ મન્વંતરના ઋષિગણ હતા.
હવે હું અગિયારમા મનુના પુત્રને બતાવું છું- સર્વત્રગ, સુશર્મા, દેદ્વાનીય, પુરુ, ગુરુ-ક્ષત્ર વર્ણ, ઇઢષુ, આર્દ્રક છે. હવિષ્યમાન, હવિષ્ય, વરુણ, વિશ્વ, બિસ્તર, વિષ્ણુ અને અગ્નિતેજા આ સાત ઋષિ છે. વિહંગમ, કામગમ, નિર્માણ, રુચિ અને એકૈક રુચિ એમના ગણ છે. વૃષિ ઇન્દ્ર છે, દશગ્રીવ એનો શત્રુ છે. આ રીતે આમની વિશાળ પરંપરા છે.
હવે દક્ષ પુત્ર મનુના બાર પુત્રોનું શ્રવણ કરો- એમના નામ છે દેવવાન્, ઉપદેવ, દેવ, શ્રેષ્ઠ, બિઠૂરથ, મિત્રવાહ, મિત્રદેવ, મિત્રવિન્દુ, વીર્યવાન, મિત્રવાહ, પ્રવાહ આ બધા દક્ષપુત્ર મનુના પુત્ર છે. તપસ્વી, સુતપા, તપોભૂર્તિ, તપોરતિ, તપીઘૃત, દ્યુત અને અન્ય આ તપોધન સાત ઋઋષિ છે. સ્વધર્મા, સુતપા, હરિત, રોહિત તથા સુરારિ આ ગણ છે અને પ્રત્યેકની પાસે દક્ષ ગણ છે. ઋતધામા ભદ્ર ઇન્દ્ર છે અને એમની પાસે શત્રુતારક નામવાળો દૈત્ય છે. શંકર હરિ ભગવાને કાર્તિકેય થઈને એનું હનન કર્યું.
હવે તેરમા રોચ્ય મનુના પુત્રને જાણી લો. હું એમને અહીંયા બતાવું છું. એમના નામ ચિત્રસેન, વિચિત્ર, તપોધર્મ રત, ધૃતિ, સુનેત્ર ક્ષેત્ર વૃતિ છે. ધર્મપ, દૃઢ, ધૃતિમાન્, અવ્યય, નિશારૃપ, નિરુત્સુક નિર્માણ અને તત્ત્વદર્શી આ સાત ઋષિ બતાવવામાં આવ્યા છે. સ્વરોમાણ, સ્વર્ણમાણ, સ્વકર્મ્મણ દેવ ગણ છે. એમના તેંત્રીસ વિભેદ છે જે કે ત્યાં પર દેવોના ગણ હોય છે. એમના આરાધ્ય દેવસ્પતિ ઇન્દ્ર છે. એ ઇંદ્રના શત્રુ ઇષ્ઠિમ નામનો દાનવ છે. આ દાનવનું અમે માધવ મયૂરનું સ્વરૃપ ધારણ કરીને હનન કરીશું.
ચતુર્દશ મનુના પુત્રોના નામ આ છે- ઉરુ, ગભ્ભીર, ધૃષ્ટ, તપસ્વી, ગ્રાહ, અભિમાન, પ્રવીર, જિષ્ણુ, સ્કંદન, તેજસ્વી, દુર્લભ, અગ્નિઘ્ર, અગ્નીબાહુ તથા માગધ, શુચિ, ્ર્જિત, મુક્ત અને શુક્ર તપોરવિ અને શ્રુત આ ચૌદમા મનુના સાત ઋષિ છે. ચાક્ષુસ કર્મનિષ્ઠ, પવિત્ર, ભ્રાંતિન અને બાચા આ પાંચ દેવોના ગણ છે જે કે સ્થાપક બતાવવામાં આવ્યા છે. એ દેવતાઓના ઇન્દ્રનું નામ શુચિ છે. એનો શત્રુ મહાદૈત્ય છે જેના હનન કરવાવાળા ખુદ ભગવાન હરિ એક જ દેવ છે. તે જ ચાર રૃપથી વિદ્યમાન છે. વ્યાસના રુપવાળા વિષ્ણુએ ફરી સમસ્ત પુરાણોની રચના કરી છે. અઢાર પુરાણ, ચાર વેદ, એ વેદોના છ અંગ શાસ્ત્ર મીમાંસા, ન્યાય શાસ્ત્રનો વિસ્તાર, પુરાણ, ધર્મ શાસ્ત્ર, આયુર્વેદ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, ગાંધર્વ વેદ આ જ બધી અઢાર વિદ્યાઓ કહેવામાં આવે છે.
ગરુડજીએ પૂછ્યું કે હવે તમે પોતાના ધ્યાનનું મહત્ત્વ બતાવો. શ્રી હરિએ કહ્યું- હવે હું હરિના ધ્યા રૃપને તમને બતાવું છું, જે ધ્યાન આ માયા તંત્રનું વિચ્છેદન કરવાવાળું છે. હે ખગ! તે હરિનું ધ્યાન મૂર્ત ધ્યાન તેમજ અમૂર્ત ધ્યાન આ ભેદોથી બે પ્રકારનું હોય છે. ભાવ રૃપથી સ્મરણ કરવું અમૂર્ત ધ્યાન હોય છે. તે તો મેં તમને પહેલાં બતાવી દીધું છે. જ્યારે હું ભગવાન હરિ અર્થાત્ ખુદના મૂર્ત ધ્યાનને બતાવું છું. એનું શ્રવણ કરો. કરોડો સૂર્યોની સમાન પ્રકાશવાળા વિષ્ણુ અને હરિ ભ્રાજિષ્ણુ હોય છે. કુંદના ફૂલ અને ગાયના દૂધની સમાન ધવલ વર્ણવાળા હરિનું ધ્યાન મુક્તિની ઇચ્છા કરવાવાળાઓએ કરવું જોઈએ. હરિનું સ્વરૃપ વિશાળ તેમજ પરમ સૌમ્ય શંખથી સમન્વિત છે. ભગવાન હરિ સહસ્ત્રો સૂર્યોના તુલ્ય જ્વાળાઓની માળાઓથી ઉગ્ર રૃપવાળા ચક્રને ધારણ કરે છે. હરિનું સ્વરૃપ પરમ શાંત છે. એમનું દર્શન રૃપ પરમ શુભ છે અને ગદા હાથોમાં ધારણ કરેલા છે. રત્નોની આભાથી અતીત જાજ્વલ્યમાન મહાન કિમતી કિરીટથી સુશોભિત છે. વનમાળા ધારી શુભ્ર સમાન અંશોથી યુક્ત અને સુવર્ણથી ભૂષણોના શોભિત શ્રી હરિ જ રહે છે. પદ્માસન પર વિરાજમાન પરમ સુંદર વસ્ત્રોને ધારણ કરીને શુદ્ધ દેહવાળા અને સુંદર કાનોવાળા શ્રી હરિનું જ સ્વરૃપ છે.
શ્રી હરિનું સંપૂર્ણ શરીર હિરણ્યમય છે-સુંદર હારને કારણે તેઓ ગળાને શોભિત કરવાવાળા શુભ અંગદોને પહેરવાવાળા છે. અણિમા મહિમા વગેરે ગુણોથી યુક્ત તથા સૃષ્ટિના સંહાર કરવાવાળા છે. ભગવાનનું મૂર્તિ સ્વરૃપ મહામુનિઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય છે. તેઓ અસુરો દ્વારા પણ ધ્યાન કરવા યોગ્ય છે અને દેવો દ્વારા પણ ધ્યેય છે. શ્રી હરિનું મૂર્ત સ્વરૃપ સંતાપોનો નાશ કરવાવાળું છે. તેઓ શરણાગતની રક્ષા કરવાવાળા, સુખ કરવાવાળઆ સૌમ્ય સ્વરૃપથી યુક્ત અને મહાન ઈશ્વર છે.
ભગવાન નારાયણ બધા લોકોના હિત સંપાદન કરવાવાળા- બધાના સ્વામી, બધાના સુખકર પ્રિય સૂર્યમંડળમાં સ્થિત, અગ્નિમાં સ્થિત અને જળમાં વિરાજમાન છે. વાસુદેવ પ્રભુ સંપૂર્ણ જગતનું ધ્યાન રાખવાવાળા, બધાના ધ્યાન કરવા યોગ્ય મુક્તિની ઇચ્છા કરવાવાળાના વિષ્ણુ છે. હું જ વાસુદેવ હરિ છું, આ પ્રકારથી હરિનું આત્મરૃપથી ધ્યાન કરવું જોઈએ. જે લોકો આ ઉક્ત સ્વરૃપવાળા વિષ્ણુ ભગવાનનું આ રીતિથી ધ્યાન કર્યા કરે છે તેઓ પરમોત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. યાજ્ઞવલ્ક્ય મુનિએ પહેલાં આ પ્રકારથી સુરેશ્વર વિષ્ણુનું ધ્યાન કર્યું હતું, તેથી ધર્મોના ઉપદેશ કરીને પરમ પદને પ્રાપ્ત થયા હતા. હે શંકર! જે મારા આ બનાવેલા ભગવાન વિષ્ણુનું ધ્યાન પઠન કર્યા કરે છે તે પણ પરમોત્તમ ગતિને પ્રાપ્ત કરી લે છે.
એના ઉપરાંત શ્રી સૂતજીએ કહ્યું- જે ધ્રુવ અર્થાત્ પરમ નિશ્ચિત પદાર્થોનો, વિષયોનો ત્યાગ કરીને અધ્રુવોનું સેવન કરે છે એ પુરુષના ત્યાગ કરી દેવાથી ધ્રુવ પણ નષ્ટ થઈ જાય છે અને જે અધ્રુવ છે તે તો ખુદ જ નષ્ટ બહુધા થાય છે. બોલવાના અંગથી કે શક્તિથી હીન પુરુષની વિદ્યા એ જ પ્રકારની હોય છે, જેમ કે કોઈ કાયર પુરુષના હાથમાં આપવામાં આવેલું શસ્ત્ર બેકાર થાય છે. જે રીતે જોવા યોગ્ય સ્ત્રી પણ કોઈ નેત્રાંધની તૃષ્ટિ નથી કરતી. ભોજનથી યોગ્ય પદાર્થોનું હોવું એ ભોજ્ય પદાર્થોના ભોજન કરવાની શક્તિનું રહેવું અર્થાત્ ખાવા તથા પાચનની શક્તિને મેળવવી, રમણીની સાથે રતિ ક્રિયા કરવાની શક્તિ, શ્રેષ્ઠ વરાંગનાનું મેળવવું, વૈભવનું મેળવવું અને દાન કરવાની શક્તિનું હૃદય વિદ્યમાન રહેવું આ છ વાતોને આ સંસારમાં પ્રાપ્ત કરવી અર્થાત્ આ બધી વાતો ઘણી તપશ્ચર્યાથી જ પ્રાપ્ત થયા કરે છે. વેદોના ફળ અગ્નિહોત્ર થાય છે. શુભનું ફળ શીલ વૃત્તિનું થાય છે. દારાનું ફળ એ જ હોય છે કે તે રતિ ક્રીડામાં પુત્ર સમુત્પન્ન કરે અને ધનનું ફળ હોય છે કે દાન આપે અને એનો પૂર્ણ ઉપયોગ કરે. પ્રાજ્ઞ પુરુષને જોઈએ કે એવી કન્યાની સાથે વિવાહ સંબંધ કરે જે કોઈ સારા કુળમાં ઉત્પન્ન થઈ હોય ભલે તે વિશેષ રૃપ-લાવણ્યથી હીન પણ હોય. એ અર્થથી પણ શું લાંભ છે જેની સંગતિ અનર્થમાં થાય છે. કોઈ શક્તિ છે કે સર્પની શિખાથી ઉત્પન્ન મણિને ગ્રહણ કરે. દુષ્ટ કુળથી પણ ગુણોનું ગ્રહણ કરી લેવું જોઈએ અને બાળકના મુખથી નિકળેલા સુભાષિતને પ્રાપ્ત કરી લે, અપવિત્ર સ્થાનમાં પણ પડેલા સુવર્ણને લઈ લે તથા સ્ત્રી રત્નને દુષ્કુળથી પણ ગ્રહણ કરી લેવું જોઈએ.
મનુષ્યને જોઈએ કે તે કુળને ભક્તમાં નિયોજિત કરે-પુત્રને વિદ્યામાં નિયોજિત કરે- શત્રુને વ્યસનમાં નિયોજિત કરે અને ઇષ્ટને ધર્મમાં નિયોજિત કરે. નોકરો અને આભરણોને યોગ્ય રૃપોમાં અર્થાત્ સમુચિત સ્થાનોમાં જ પ્રયુક્ત કરવા જોઈએ. પુષ્પોના સ્તવક (ગુચ્છ)ની જેમ મનસ્વીની બે ગતિ થયા કરે છે કાં તો સમસ્ત લોકોના મસ્તક પર આ રહે છે અથવા શૌર્યથી પતિત થઈને જીવનમાં જ પતિત થઈ જાય છે. કાનના ભૂષણથી સંગ્રહણ કરવા યોગ્ય મણિ જો પગમાં બાંધી દેવામાં આવે છે તો શું મણિ ત્યાં શોભા નથી આપ્યા કરતું. પ્રત્યુત ત્યાં તો એના યોજિત કરવાવાળાની જ બુરાઈ થાય છે.
મસ્તક પર ધારણ કરવાવાળા આભૂષમ પગમાં ધારણ કરવા પર શોભા નથી આપતું. ચૂડામણિને જો કોઈ પગમાં ધારણ કરે તો એનાથી એની શોભામાં ફરક નથી પડતો. પરંતુ ધારણ કરવાવાળાની મૂર્ખતાને પ્રગટ કરે છે.
બીજાનો અપકાર કરવામાં ક્યારેય ચિંતન ના કરવું જોઈએ. ધનના પ્રયોગ કરવાના કાર્યો, વિદ્યાના આગમ કાર્યો, આહાર અને વ્યવહારમાં મનુષ્યને હંમેશાં લજ્જાને ત્યાગી દેવાવાળા રહેવું જોઈએ. જે સ્થાન પર ધન સંપન્ન પુરુષ શ્રોત્રિય રાજા, નદી પર કે જ્યાં વૈદ્ય ના હોય, ત્યાં ક્યારેય ના રહેવું જોઈએ. લોક, યાત્રા, ભય, લજ્જા, દક્ષિણા અને દાન શીલતા આ પાંચ જ્યાં પર વિદ્યમાન ના હોય ત્યાં પર તો એક દિવસ પણ રહેવું ના જોઈએ. સમયનો જ્ઞાતા જ્યોતિષી, શ્રોત્રિય, રાજા, નદી અને સાધુ આ પાંચ જે સ્થાન પર ના હોય ત્યાં ના રહેવું જોઈએ.
હૈ શોનક ! બધી વાતો બધા પુરુષ નથી જાણ્યા કરતા કેમ કે સર્વજ્ઞ કોઈ નથી. એ પણ સત્ય છે કે બધી મુરખ નથી હોતા, જેમને ઉત્તમ, મધ્યમ અને નીચનું જ્ઞાન થાય છે અર્થાત્ વિવિક બુદ્ધિથી યોગ્ય અને અયોગ્યનો નિર્ણય કરી શકે છે તે જ વિદ્વાન હોય છે.
રાજાને સર્વદા ગુણવાનનો જ આદર કરવો યોગ્ય છે. સત્-અસત્ની વિવેક-બુદ્ધિ રાખવાવાળા પંડિતમાં બધા ગુણ થયા કરે છે અને મૂરખમાં ફક્ત દોષ જ રહે છે. મનુષ્ય નિરંતર સત્યપુરુષોની સાથે સંગતિ કરે અને સત્પુરુષોની સાતે ઉઠક-બેઠક રાખે. સત્પુરુષોની સાથે વિવાદ અને મૈત્રી પણ કરવી જોઈએ. પંડિત, વૃંદ, વિનીતજન, ધર્મના જાણકાર અને સત્યવાદી પુરુષોની સાથે બંધનમાં સ્થિત થઈને પણ અવ્યસ્થિત રહે અને ખલોની સાથે કોઈ પણ રાજ્યમાં ક્યારેય ના રહેવું જોઈએ. કેમ કે ખલ સંગનું પરિણામ હંમેશાં ખબાર જ હોય છે. આ કારણથી સમસ્ત વિશેષ રૃપથી કરીને પણ મનુષ્યો અર્થોથી યુક્ત થયા કરે છે. આ કારણથી સમસ્ત કાર્યોને વિશેષ રૃપ જ કરવું જોઈએ. મનુષ્યને જોઈએકે રાષ્ટ્રનથી કરોના સ્વરૃપમાં આ પ્રકારથી ધનનો સંચય કરે જે એના સ્વરૃપને કોઈ દોષ ન લાગે અને તે જેમને તેમ સુંદર કુસુમની જેમ સુખી સુશોભિત બનેલું રહે. ગૌતી ક્ષરની આ રીતે દોહન રાજાને કરવુ જોઈએ. ઝાડ પર મધુનીજાળ અને શુક્લ પક્ષમાં ચન્દ્રમા તથા રાજાનું દ્રવ્ય થોડું-થોડું કરીને જ વધારી શકો છો.
પરમ પ્રશસ્ત કર્મમાં પ્રવૃત્તિ રાખે છે એવા નિવૃત્તિ ભાવવાળા પુરુષ માટે ગૃહ જ તપોવનના તુલ્ય હોય છે. રાગથી નિવૃત્તિ અને સત્કર્મ જ સાચ્ચા પુરુષના મુખ્ય લક્ષણ છે. સત્યથી ધર્મની રક્ષા કરવામાં આવે છે અને યોગથી વિદ્યાની સુરક્ષા થાય છે. ભાગ્યનો નાશ થવાથી જ સંપદાઓનો ક્ષય થયો કરે છે, ઉપભોગ કરવાથી ક્યારેય પણ સંપત્તિનો નાશ નથી થતો. વિપ્રોના ભૂષણ ફક્ત વિદ્યા, પૃથ્વીનું ભૂષણ નૃપ, આકાશનુ આભૂષણ ચંદ્રમા છે અને શીલ બધાનું ભૂષણ છે. ચંદ્રમાની સમાન સંદર બધા પાંડવ-ભીમસેન અને અર્જુન વગેરે અત્યાધિક શૂરવીર, સત્ય પ્રતિજ્ઞાવાળા, દિનકરના શરીરવાળા અને સાક્ષાત્ કેશવ ભગવાનથી રક્ષિત પણ પરંતુ દુષ્ટ ગ્રહોના ફેરમાં અવસ્થિત થઈને જંગલોમાં ભટકી ગયા અને પરવશતામાં સ્થિત થઈ ગયા હતા, ભિક્ષા વૃત્તિ પણ એમને કરવી પડી હતી. આથી એ જાણ થાય છે કે ભાગ્યના બદલવામાં કોઈ સમર્થ નથી હોઈ શકતું. આ કર્મોની રેખા વિધિના વશમાં સારા-સારાને પણ ભ્રમિત કરી કર્યા કરે છે. ભાગ્ય સર્વોપરિ અને સૌથી પ્રબળ હોય છે. એની આગળ કોઈને પણ વશ નથી ચાલતો-આ પરમ સિદ્ધાંત છે.
જે કર્મએ બ્રહ્માને એક કુંભારની જેમ નિયમિત કરી દીધા છે, જે કર્મએ વિષ્ણુને પણ અવતારણ ધારણ કરીને જંગલમાં મહાન સંકટમાં નાખી દીધા છે, જે કર્મએ મહાન દેવ રૃદ્રને પણ ભિક્ષુક બનાવી દીધા છે અને જે કર્મ વશમાં સૂર્ય દેવ નિત્ય-પ્રતિ આકાશમાં ભ્રમણ કર્યા કરે છે એ પરમ પ્રબળ કર્મ માટે અમારા વારંવાર નમસ્કાર છે. રાજા બલિની સમાન મહાન શ્રેષ્ઠ દાન આપવાવાળા શાક્ષાત્ વિષ્ણુ વામન રૃપ ધારણ કરવાવાળા યાચક-ભૂમિ જેવા પરસોત્ત્મદાન, પરંતુ વિપ્રના મુખમાં ફળ આપીને પણ રાજા બલિને યએના પરિણામમાં બંધનને પ્રાપ્ત કર્યા હતા. હે દેવ! યથેષ્ઠ પળ આપવાવાળા તમારા માટે અમારા નમસ્કાર છે. જો માતા સાક્ષાત્ ખુદ મહાલક્ષ્મી હોય અને પિતા સાક્ષાત્ ભગવાન જનાર્દન હોય તો તો પણ જો ખરાબ બુદ્ધિ હોય કાં તો એને હંમેશાં દંડ ધારણ કરવો જ પડે છે. જેણે-જેણે જેવું જે પહેલાં કર્મ કર્યું છે તો એ તો નિશ્ચિત છે કે તે એવું જ ખુદ પોતાના પુણ્ય કે પાપ કૃત કર્મનું ફળ અવશ્ય ભોગવું પડે છે. એનાથી બચાવ ક્યાંય પણ નથી થઈ શકતો. જેનું દુર્ગ ત્રિકુટ હતું અને એ રાક્ષસ મહાબલીની પાસે યુદ્ધ કરવાવાળા યોદ્ધા અને સેવક હતા છતાં પણ એને કષ્ટ સહન કરવું પડ્યું અસુર ગુરુ ઉશના દ્વારા જેણે સંપૂર્ણ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો તે રાક્ષસ રાજા રાવણ પણ કાળના વશમાં આવીને નષ્ટ થઈ ગયો.
બાળક, યુવાન અને વૃદ્ધ જે પણ શુભ-અશુભ કર્મ કરે છે, એમનું ફળ જન્મ-જન્માંતર સુધી ભોગવે છે. કર્મનું મળ ન મળે, એ શક્ય જ નથી થઈ શકતું.
જે પ્રાપ્ત થવાના યોગ્ય અર્થ હોય છે એને મનુષ્ય અવશ્ય જ પ્રાપ્ત કરી લે છે, કેમ કે લલાટમાં લખેલા લેખાને કોઈ પણ બદલી નથી શકતું. બીજાઓની પ્રદાન થયેલી વિદ્યા ક્યારેય પણ ઓછી નથી થતી પ્રત્યુત તે બીજાઓના દેન પર વધારે વધે છે. કૂપમાં રહેવાવાળા પાણીની જમ તે સ્થાયી હોય છે. જે અર્થ ધર્મના દ્વારા ગૃહીત થાય છે તે જ સત્ય થયા કરે છે અને ધર્મપૂર્વક પ્રાપ્ત કરવામાં આવેલી શ્રી જ વાસ્તવિક શ્રી છે. આ લોકમાં ધર્મને માનવાવાળા પુરુષ મહાન હોય છે. તેથી અર્થને કારણે જ એનું સ્મરણ રાખળું જોઈએ. અન્નના ચાહવાવાળા પુરુષ અત્યંત કૃપણ હોય છે. તે જે દુખોને ભોગવે છે એ જ દુખોને જો ધર્મને માનવાવાળા મેળવે તો પછી કોઈ પણ ક્લેશનું તે પાત્ર નથી જ થઈ શકતો. પરંતુ એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રયત્ન કરવા પર પણ મંત્ર, બળ, વીર્ય, પ્રજ્ઞા અને પૌરુષથી મનુષ્ય અલભ્ય પદાર્થોને પ્રાપ્ત નથી કર્યા કરતા. આથી આ અપ્રાપ્તિના વિષયમાં થોડું પણ દુઃખ ના માનવું જોઈએ, જેની મેં ક્યારેય યાચના નથી કરી હતી એને મેં પ્રાપ્ત કરી લીધું હતું અન મારો માકલેલો તો ફરીથી મારાથી ચાલ્યો ગયો. જ્યાંથી તે આવ્યો હતો ત્યાં જ પર ચાલ્યો ગયો અર્થાત જે પ્રદાતાએ મને આપ્યો હતો, એણે જ એને પનુથ લઈ લીધો છે તે એના માટે દુખ માનવાની કોઈ જરૃર જ ના હોવી જોઈએ. એક જ વૃક્ષ પર રાત્રિના સમયમાં અહીં-તહીંથી અનેક પક્ષીએનો સમાગમ જો જાયા કરે છે. પ્રાતઃકાળ થવા પર તેઓ બધા જે એક સાથે રહ્યાં હતા. વિભિન્ન દિશામાં ઉડીને ચાલ્યા ગયા કરે છે તો એના માટે કંઈ પણ પરિવેદના ના કરવી જોઈએ. તાત્પર્ય એ છે કે આ સાંસારિક સંયોગ પિતા, પુત્ર અન ભાઈ, ભત્રીજા વગેરેનું પણ એવું જ છે. કોઈ એક જ સ્વાર્થના સંપાદન કરવા માટે પ્રયાણ કરવાવાળા બધામાં જે કરી રહ્યાં છે, એમાં કોઈ કરી રહ્યાં છે. એમનામાં કોઈ જલ્દીથી ચાલીને આગળ નિકળી ગયા કરે છે તો એમાં શું દુઃખની વાત છે. સંસ્રામાં પણ આ જ આગળ પાછળ સંસાર ત્યાગ કરવાનો ક્રમ રહ્યાં કરે છે. હે શૌનક! જેનો સમય નથી આવ્યો તે નથી મરતો, નહીંતર એક કુશાના અગ્રભાગથી પણ મરી જાય છે અને કોઈ ઉપોયથી તે જીવિત નથી રહ્યાં કરતો. મૃત્યુનો એક નિયત સમય હોય છે. બાકી બધું તો ફક્ત નિમિત્ત માત્ર જ હોય છે. જે પ્રાપ્ત કરવાવાળા હોય છે એને જ માનવ પ્રાપ્ત કર્યા કરે છે. જે એના પ્રાપ્ત થવા યોગ્ય ભાગ્યમાં બંધાયેલ છે એ જ પદાર્થો માનવ પ્રાપ્ત કર્યા કરે છે. દુઃખ અને સુખ પણ એ જ પ્રકારથી થયા કરે છે.
ભાગ્ય અનુસાર જ પ્રાપ્તિ થયા કરે છે તેથી કોઈના માટે પણ પ્રલાપ કરવો વ્યર્થ છે. પૂર્વના કરમના પળ જ યોગ્ય સમય. પર પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મ તપશ્ચર્યા જ સમય આવવા પર ફળવતી થાય છે. ભાગ્યોદયમાં કુળ, શીલ, વિદ્યા, જ્ઞાન, ગુણ અને બિજ-શુદ્ધિ મદદરૃપ થઈ શખે છે પણ એનું કારણ નથી બની શકતા. જે રીતે ગાયોના સેંકડો સમુદાયમાં વાછરડું પોતાની માતાની પાસે પહોંચી જાય. છે એ જ પ્રકારે પૂર્વ જન્મના કરેલા શુભાશુભ કર્મ પોતાની કર્તા પાસે પહોંચી જાય છે અને તે અનુસાર જ ફળ આપે છે.
હે દ્વિજ! જે પુરુષ રાગ અને દ્વેષથી યુક્ત હેોય છે એમને ક્યારેય સુખ પણ પ્રાપ્ત નથી થતું. વિચાર કરીને હું સારી રીતે જોઈ રહ્યો છું કે સુખ વસ્તુતઃ ત્યાં જ પર હોય છે જયાં નિવૃત્તિ હોય છે જ્યાં સ્નેહ હોય છે. દુઃખોનું મૂળ સ્નેહ હોય છે તથી એના સ્નેહના ત્યાગ કરી દેવા પર મહાન સુખ થઈ જાય છે. આ શરીર જ દુ:ખ અને સુખનું આયતન હોય છે. જીવિત અને શરીર જાતિની સાથે જ ઉત્પન્ન થાય છે. બીજાના અધીન કંઈપણ રહેવું દુઃખ હોય છે અને બધાને પોતાના અધીનતામાં રહેવાનું સુખ હોય છે. સંક્ષેપ સ્વરૃપથી સુખ અને દુઃખ એક ચક્રની જેમ પરિવર્તિત થયા કરે છે. અર્થાત્ સુખ પછી દુખ અને દુખ પછી સુખ આવ્યા જ કરે છે. સુખના અનંતર દુઃખ અને દુઃખના અનંતર સુખ આવે છે. ચક્રનું પરિવર્તન પણ આ રીતે નીચેથી ઉપર અને નીચેથી ઉપર થયા કરે છે. જે થઈ ગયું તે અતિક્રાંત છે. જે થવાવાળું છે તે દૂર છે. જે વર્તમાનથી વર્તે છે તે શોકથી બાધિત નથી થતાં.
શ્રી સૂતજીએ કહ્યું- આ સંસારમાં કોઈપણ કોઈનો મિત્ર નથી અને કોઈ કોઈનો શત્રુ નથી. અહીંયા પર તો કામના વશ થઈને જ મિત્ર કે શત્રુ બનાવ્યા કરે છે. શોકથી ત્રાણ કરવાવાળા, ભયથી સુરક્ષાના સંપાદક તથા વિશ્વાસનું પાત્ર મિત્ર આ બે અક્ષરોવાળા ઉત્તમ રત્ન કોઈને સૃજિત કરે છે. જેણે ફક્ત એક જ વાર પરમ પ્રીતિ તેમજ ભક્તિ ભાવથી, 'હરિ' - આ ભગવાનના બે અક્ષરનું પુનીતનામનું ઉચ્ચારણ કર્યું છે, એણે મોક્ષની પ્રાપ્તિને ગમન કરવા માટે પોતાના પરિકરને બદ્ધ કરી લીધા છે. સ્વભાવથી સમુત્પન્ન મિત્રમાં મનુષ્યના જેવો પરમ સંતુષ્ટ વિશ્વાસ હોય છે, એવો જ વિશ્વાસ પોતાની માતા, પત્ની, સહોદર ભાઈ અને પુત્રમાં પણ નથી થયા કરતા. જો સર્વદા પરિત્યાગ બની રહેવાવાળી પ્રીતિને સ્થીર રાખવાની ઇચ્છઆ છે તો ત્યાં પર ત્રણ દોષોનો સર્વથા ત્યાગ કરી દેવો જોઈએ, દ્યૂત ક્રીડા કરવી, ધનના લેવા-દેવાનો પ્રયોગ અને પરોક્ષમાં સ્ત્રીઓને જોવી અથવા એમનાથી સંભાષણ કરવાના કામ, પોતાની માતા, બહેન, પુત્રી એમની સાીથે એક આસન પર ક્યારેય નિવાસ ના કરવા જોઈએ કેમ કે ઇન્દ્રિયોનો સમુદાય અત્યંત બળવાન હોય છે અને આ મહાન વિદ્વાનને પણ આકર્ષિત કરી લે છે અર્થાત્ મહાન પાપ કર્મ કરવાની તરફ ખેંચી લીધા કરે છે. પોતાના અધીન રહેવાવાળાઓમાં વિપરીત રતિવાળા કામ નથી થતા. જ્યાં અપાય બંધ દંડ છે એવા જ અનુવર્તન છે.
હે શૌનક! એક તો ક્ષણ માત્રનો સમય નથી મળી શકતો, બીજું, એકાંત સ્થળનું મળવું મુશ્કેલ હોય, ત્રીજું, પ્રાર્થના કરવાવાળો પુરુષ ન મળે તો જ સ્ત્રીના સતીત્વની રક્ષા થઈ જાય છે. નહીંતર જો આ ત્રણેય વાતો સુલભ થઈ શકતી હોય તો પછી નારીઓનું સતીત્વ બચી શકવું મહા મુશ્કેલ જ હોય છે. એક પુરુષ તો તે નિત્ય પ્રતિ સેવન કર્યા કરે છે. તો પણ એના ચિત્તમાં અન્ય પુરુષનું સેવન કરવાની રુચી બની રહ્યાં કરે છે. પુરુષોની પ્રાપ્તિ ન થવાથી જ નારી પતિવ્રતા રહ્યાં કરે છે. માતા મદનથી આતુર જે કર્મકલાપોને રહસ્યમાં કર્યા કરે છે, પુત્રને એના પર ચિંતન ના કરવું જોઈએ કેમ કે તે શીલની વિપ્રતિપત્તિ કરવાવાળા હોય છે. નિદ્રા પરાધીન હોય છે. હૃદયના કૃત્યોનું અનુસરણ હંમેશાં એવા હાસ્ય શોકથી પણ રહિત હોય છે. સંસારમાં ગણિકાનું જીવન એવું હોય છે કે એનું શરીર પૈસાને પ્રાપ્ત કરવા માટે હંમેશાં નિરત રહે છે અને વિજ્ઞજનો દ્વારા એના ગળા હંમેશાં વિદારિત રહ્યાં કરે છે. તે ખુબ જ ઉત્કંઠાને સંતૃપ્તની વૃત્તિવાળી અને ઘણાં લોકોની ઇચ્છઆ પૂર્ણ કરવાવાળી માનવામાં આવી છે. અગ્નિ, બળ, સ્ત્રીગણ, સર્પ અને રાજકુળ આ નિત્ય પરોપસેવ્ય અર્થાત્ બીજાઓના સેવાન કરવા યોગ્ય હોય છે અને આ છ સદ્યઃ પ્રાણોને હરણ કરવાવાળા પણ છે. એમાં કઈ એવી આશ્ચર્યની વાત છે કે જો શબ્દ શાસ્ત્રમાં કુશળ પ્રિય પંડિત હોય છે. આ પણ કોઈ વિચિત્ર વાત નથી કે દંડ નીતિમાં કુશળ વિપ્ર ધાર્મિક હોય. એમાં પણ વિચિત્રતા નથી કે રૃપ-લાવણ્યથી સંપન્ન સ્ત્રી સાધ્વી ન રહે અને એ પણ કંઈ અદ્ભુત વાત નથી કે કોઈ નિર્ધન પુરુષ ક્યારેય કોઈ પાપ કર્મ નથી કરતો.
વનમાં કોઈ એક વૃક્ષ હોય જે સુગંદ યુક્ત પુષ્પોથી પરિપૂર્ણ હોય તો એ એક સુવૃક્ષથી જ સંપૂર્ણ વન સુવાસિત થઈ જાય છે, જેમ એક સુપુત્રથી સંપૂર્ણ કુળ પ્રખ્યાત થઈ જાય છે. ગુણોથી સંપન્ન એક જ પુત્ર સૌથી શ્રેષ્ઠ ગુણ હીન સેંકટો પુત્રોથી શું લાભ છે જેમ કે એકલા ચંદ્રમા અંધકારને નષ્ટ કરી દે છે પણ તારાગણ સહસ્ત્રાધિક રહીને પણ અંધકારને નષ્ટ કરવાની ક્ષમતા નથી રાખતા. પુત્રનું લાલન પાંચ વર્ષની અવસ્થા સુધી કરવું જોઈએ. એના પછી એને થોડા સારા-ખરાબનું ભાન થઈ જાય છે. છ વર્ષથી દસ-પંદર વર્ષ સુધી દાંટ-ફટકારથી એને સુમાર્ગ પર લાવો. જ્યારે સોળમાં વર્ષમાં પદાર્પણ કરે તો ફરી એની સાથે એક મિત્રની જેમ વ્યવહાર કરો. પુત્ર જ્યારે મોટો થઈ જાય છે, ધનનું હરણ કર્યા કરે છે. જો પુત્ર પિતાની સામે જ મૃત્યુને પ્રાપ્ત થઈ જાય છે, ત્યારે પિતાને મહાન વેદના થાય છે, જાણે એના પ્રાણ નિકળી ગયા હોય એમ. એવા પુત્રની સમાન અન્ય કોઈ શત્રુ નથી કે જેના માટે લોકો અત્યંત લાલાયિત રહે છે. કેટલાક વાઘ મૃગના તુલ્ય મુખવાળા હોય છે એના યથાર્થ સ્વરૃપના પરિજ્ઞાન પ્રાપ્ત કરવામાં પદ-પદ પર અવિશ્વાસ થયા કરે છે. ક્ષમા ધારણ કરવાવાળા પુરુષને બધા પ્રકારથી સારા માને છે પરંતુ એનામાં એક જ મોટો ભારે દોષ હોય છે કે ક્ષમાથી યુક્ત પુરુષ હોય છે. એને લોકો શક્તિથી હીન સમજવા લાગે છે. એ જ માનવામાં આવે છે કે સાંસારિક ભોગ ક્ષણભંગુર હોય છે. તો પણ સ્નિગ્ધોમાં વિદગ્ધ પુરુષની વૃદ્ધિ અનાકુળ હોય છે.
હે શૌનક! પિતાના મૃત થઈ જવા પર જ્યેષ્ઠ ભાઈ પિતાના જ તુલ્ય હોય છે. તે બધાનું અનુપાલન કરવાવાળો હોય છે અને આથી પિતાના જ તુલ્ય હોય છે. જે પણ એનાથી નાના હોય છે એ બધાની સાથે એનો વ્યવહાર સમાન હોય છે. જે પ્રકારેથી તુલ્ય ઉપભોગ કરવાવાળા અને જીવન વિતાવવાવાળા પુત્રોમાં થયા કરે છે. અત્યંત શક્તિવાળા પણ જો વધારે એકત્ર થઈને એક સમુદાયમાં સંઘટિત થઈ જાય છે, તો મહાન દારુણ શક્તિશાળી થઈ જાય છે. જેમ કે એક-એક તણખલાંથી બનેલી, મોટી દોરડી એટલી મજબુત થઈ જાય છે કે એમાં પછી હાથી જેવા મહાન બળવાન પશુને પણ બાંધી લેવાની શક્તિ થઈ જાય છે. બીજાના ધનનું અપહરણ કરીને જે પરી એનું દાન કર્યા કરે છે એનું દાન આપવાવાળો પુરુષ નરકનો ગામી થાય છે અને હકીકતમાં એ દાનનું દાન એ જ ફળ પણ હોય છે. દેવોત્તર સંપત્તિનું અપહરણ કે વિનાશ કરવાથી બ્રાહ્મણનું ધન અપહરણ કરવાથી અને બ્રાહ્મણોનું અતિક્રમણ કરવાથી કુળોની અકુળતા થઈ જાય છે એટલે કે સમસ્ત કુળોનો નાશ થઈ જાય છે. બ્રાહ્મણનું હનન કરવાવાળા, સુરાના પાન કરવાવાળા, ચોરી કરવાવાળા, અને વ્રતને ભંગ કરવાવાળા પુરુષની સત્પુરુષોની નિષ્કૃતિ એટલે કે પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યું છે પરંતુ જે કૃતઘ્ન હબોય છે એનું કોઈ પણ પ્રાયશ્ચિત નથી થતું. કરેલા ઉપકારને ન માનવાવાળા પુરુષને કૃતઘ્ન કહેવામાં આવે છે. ક્ષુદ્ર અને વૃષલી (અદ્રા)ના સ્વામીના અહીંયા દેવગણ અને પિતરગણ ભોજન નથી કર્યા કરતા. જે પત્ની દ્વારા જીતેલો હોય અર્થા પત્નીનો જ જેના પર પૂૂર્ણ પ્રભાવ હોય અને જેની પત્ની કોઈ ઉપપતિ ઘરમાં રહે છે એને ત્યાં પણ દેવપિતર અસંતુષ્ટ થઈને ભોજન નથી કર્યા કરતા.
આ ચાર પુરુષ સ્વભાવ અને કર્મને કારણે જ ચાંડાલ થયા કરે છે. આ તે જે કરેલા ઉપકારને માન્યા નથી કરતા. બીજા તે જે અનાર્ય હોય છે. ત્રીજા તે જેમાં ખૂબ લાંબા સમય સુધી રોષ વિદ્યમાન રહે છે. અને ચોથા તે જે હંમેશાં કુટિલ વૃત્તિવાળા હોય છે. પાંચમા ચાંડાલ તો તે છે જે એ ચાંડાલ જાતિથી સમુત્પન્ન થાય છે. દુષ્ટ બુદ્ધિવાળા સાધારણ શત્રુ પણ આ ભાવનાથી કે તે સામાન્ય શત્રુ આપણું શું બગાડી શકે છે ક્યારે પણ ઉપેક્ષા કરવાના યોગ્ય નથી હોતા. અગ્નીના નાના એવા કણની પણ ઉપેક્ષા નથી કરતો અર્થાત્ એ સામાન્ એવી અગ્નીમાં પણ બધું જ સળગાવીને રાખ બનાવી દેવાની ક્ષમતા વિદ્યમાન રહ્યા કરે છે. નવી ઉઠેલી અવસ્થામાં જેનાથી સ્વાભાવિક રૃપથી ક્યારેય અશાંતિ થયા જ નથી કરતી જે પુરુષ શાંતિથી યુક્ત રહે છે તે જ વાસ્તવમાં શાંત પ્રકૃતિ વાળો પુરુષ હોય છે એવો મારો વિચાર છે. જ્યારે ઉંમર ઢળી જાય છે તો સંપૂર્ણ શરીરની ધાતુ ક્ષીણ થઈ જાય છે. એમાં તો બધાને શાંતિ આવી જાય છે. કેમ કે કોઈ પણ પ્રકારની શક્તિ રહ્યા જ નથી કરતી. હે વિપેન્દ્ર! જે રીતે માર્ગોમાં બધાના ચાલવાનો અધિકાર હોય છે એવી જ રીતે શ્રીને ભોગવાનો પણ બધાને હકહોય છે. આ શરીર ધાતુઓના વશમાં રહેવાવાળું અને ચિત્તના અધાન જ થયા કરે છે. જ્યારે ચિત્ત જ નષ્ટ થઈ જાય છે તો સંપૂર્ણ ધાતુઓ પણ નાશને પ્રાપ્ત થાય છે. આ ચિત્તની હંમેશાં રક્ષા કરવી જોઈએ. જ્યારે ચિત્ત સ્વસ્થ રહે છે તો ધાતુઓ પણ શરીરમાં ઉત્પન્ન થઈને સબળ તેમજ સમર્થ થાય છે.
સૂતજીએ કહ્યું- દુષ્ટ સ્વભાવની પત્ની અને કુત્સિત મિત્ર તથા ખરાબ રાજા તેમજ કુપુત્ર, ખરાબ કન્યા અને ખરાબ દેશને દૂરથી જ ત્યાગી દેવા જોઈએ.
હવે વર્તમાન કળિયુગનો પ્રભાવ બતાવે છે- આ યુગ એવો છે કે એમાં ધર્મ તો એવો ચાલ્યો ગયો છે કે ક્યાંય પણ નામ નજરે જ નથી પડતું, તપ પણ આ સમયમાં નષ્ટ થઈ ગયું છે એટલે કે તપસ્યા કોને કહે છે , એ પણ કોઈ નથી જાણતું. સત્ય તો નામ માત્રને પણ કળિયુગમાં ક્યાંય છે જ નહીં. સત્યતા કોઈ વસ્તુ છે એની સત્તા તેમજ મહત્તાને કોઈ નથી જાણતું જ નથી. સમસ્ત ભૂમિનો ભોગ એવો છે કે એમાં જેવી ઉપજ હોવી જોઈએ તે ક્યાંય પણ નથી હોતી. મનુષ્ય બહુધા બધા કપટનો વ્યવહાર રાખવાવાળો છે. જે બ્રાહ્મણ લોકો છે તે ખૂબ જ વધારે બતબના થઈ ગયા છે અર્થાત્ ચંચળતાથી પૂર્ણ છે. કળિયુગમાં મનુષ્ય સ્ત્રીઓના વશમાં રહ્યાં કરે છે. સ્ત્રીઓ વધારે ચંચળ છે. નીચ જાતિના મનુષ્ય ઉન્નતિશીલ થઈ ગયા છે. તેઓ મનુષ્ય પરમ ધન્ય તેમજ ભાગ્યશાળી છે જે પોતાની જીવન લાલી સમાપ્ત કરીને મરી ગયા છે. આ કળિયુગના સમયમાં એ મૃત્યુને પ્રાપ્ત થવાવાળા દેશના ટુકડાઓમાં વહેંચાઈ જવાવાળી ભંગતાને જોઈ રહે છે અને ના કુળોને ક્ષયને જ જુએ છે. બીજાઓમાં પોતાના ચિત્તને રમાડવાવાળી દારાઓને અને ખરાબ વ્યસનોમાં ફસાયેલા પુત્રોને પણ તેઓ મરી જવાને કારણે નથી જોઈ રહ્યાં. કુપુત્રમાં નિવૃત્તિ નથી હોતી અને જે કુપત્ની છે એમાં રતિ પણ કેવી રીતે થઈ શકે છે? કુમિત્રમાં વિશ્વાસ નથી હોતો અને ખરાબ રાજ્યમાં જીવન કેવી રીતે રહી શકે છે? બીજાનું અન્ન, બીજાનું ધન, બીજાની પથારી, બીજાની સ્ત્રી, બીજાના ઘરમાં નિવાસ આ ઇન્દ્રની પણ શ્રીનું હરણ કરવાવાળા કાર્ય હોય છે. વાતચીતથી, શરીર સ્પર્શથી, સંગતિથી, સાથે ભોજનથી, સાથે શયનથી અને સાતમાં ગાયનથી મનુષ્યોના પાપનું સંક્રમણ થયા કરે છે. સ્ત્રી વધારે રૃપ લાવણ્યના હોવાથી નષ્ટ થઈ ગયા કરે છે, ક્રોધથી તપસ્યાનો નાશ થાય છે, ક્રૂર પ્રચારથી ભાગ અને શૂદ્રના અન્નથી શ્રેષ્ઠ દ્વિજનો નાશ થઈ જાય છે.
એક જ આસન પર સ્થિત રહેવાથી, એક જ પથારી પર સૂવાથી, એક સાથે જ બેસીને ભોજન કરવાથી પતિના સાહચર્ય થવાથી અર્થાત મળી જવાથી, અધકચરા ઘડાના બીજા ઘટમાં જળ નાખવાની જેમ, એક બીજામાં પાપનું સક્રમણ થયા કરે છે. લાડ-પ્રેમ કરવામાં ઘણા દોષ ઉત્પન્ન થઈ ગયા કરે છે અને તાડવાથી વધારે ગુણ થાય છે. આથી પોતાના શિષ્ય અને પુત્રને સર્વદા તાડવા જ જોઈએ, ફક્ત પ્રેમ ના કરવો જોીએ. દેહધારીઓ માટે વધારે ચાલવું વાર્ધક્ય છે, પર્વતો માટે જળ જ જરા છે અર્થાત્ એમની ક્ષીણતા પહોંચાડવાવાળા હોય છે. નારીઓની સાથે સંભોગ ન કરવો જ એમની વૃદ્ધતાને વધારવાવાળી જરા છે અને વસ્ત્રને આતપમાં રાખવા જરા છે. જે અધમ શ્રેણીના માનવ હોય છે તેઓ હંમેશાં કલહ જ ઇચ્છ્યા કરે છે-મધ્યમ શ્રેણીના પુરુષ સંધિની ઇચ્છા રાખે છે તથા ઉત્તમ કોટિના મનુષ્ય માનના ઇચ્છુંક હોય છે કેમ કે મહાન પુરુષોનું એકમાત્ર ધન માન જ થયા કરે છે.
માન જ અર્થનું મૂળ છે કેમ કે મહાન માનની પ્રાપ્તિ માટે અર્થની ઇચ્છા જ થયા કરે છે. જો માન છે તો પછી એના હોવા પર અર્થથી શું પ્રયોજન છે! જેના માનનું દર્દ જ ભ્રષ્ટ થઈ ગયું છે એને ધન અને આયુમાં પણ શું લાભ છે?
અધર્મ પુરુષ જ ધનની ઇચ્છઆ કર્યા કરે છે. જે મધ્ય શ્રેણીના લોકો છે તેઓ ધન અને માન બંને જ અભિલાષા રાખ્યા કરે છે. ધનહીન પુરુષ પણ જે સારા કુળોમાં ઉત્પન્ન થાય છે ક્યોય પણ નીચ કર્મોને આરંભ નથી કર્યા કરતા અર્થાત્ ધનની પ્રાપ્તિ માટે ખરાબ કામ ક્યારેય નથી કરતાં.
વનમાં સિંહનો ક્યારેય કોઈએ અભિષેક નથી કર્યો એટલે કે એને કોઈએએ વનના રાજ્યનો રાજા નથી બનાવ્યો પરંતુ પોતાના પૌરુષને કારણે જ વનના જીવોનો રાજા બની ગયો છે. પ્રમાદશીલ વૈશ્ય એટલે કે વેપાર-વ્યવસાય કરવાવાળા, માન રાખવાવાળા, ભવ્ય એટલે સેવા વૃત્તિ કરવાવાળા માનવ-વિલાસશીલ ભિક્ષુ અને વગર ધન વાળા કામી તથા અપ્રિય બોલવાવાળી વિરાંગના આ લોકો પોતાના કર્મોમાં ક્યારેય સફળ નથી થઈ શકતા. દાનશીલ પુરુષનું દરિદ્ર હોવું, અર્થસંપન્ન પરુષનું કૃપણ થવું, પુત્ર આજ્ઞાકારી ન થવો, દુષ્ટ પુરુષની સેવા કરવી અને બીજાના અપકાર કરવામાં મૃત્યુ થઈ જવું, આ પાંચ દુશ્ચરિત્ર થયા કરે છે. પોતાની પત્નીથી વિરહ થઈ જવો, પોતાના જનો દ્વારા અથવા પોતાના જ જનોના મધ્યમાં અપમાન થળું, ઋણનું બાકી બની રહેવું, ખરાબ પુરુષની સેવા કરવી આને દારિદ્રય હોવાને કારણે મિત્રોથી વિમુખ થઈ જવું આ પાંચ કાર્ય એવા છે જે વગર જ અગ્નિના ખૂબ તીવ્ર જલન આપ્યા કરે છે. આમ તો મનુષ્યોને સહસ્ત્રો પ્રક્રારની ચિંતાઓ, ખાંડાની ધારના દ્વારા અપમાનનું હોવું, પત્નીનું ભૂખ્યું રહેવું, પત્નીને પોતાના વિષયમાં વિરક્ત રહેવું અને સહજ અપરાધનું હોવું, પુત્ર વંશગત હોવો, અર્થોપાર્જન કરવાવાળી વિદ્યાના પોતાની પાસે રહેવું, રોગોનું ન હોવું, સજ્જન પુરુષોની સંગતિનું રહેવું, પત્નીનો પ્રેમ અને પોતાના વશમાં રહેવું આ પાંચ કારણ એવા છે જે દુઃખના મૂળનું ઉદ્ધરણ કરવાવાળા હોય છે. હરિણ, માતંગ, પતંગ, ભૃંગ અને મીન આ પાંચ પાંચેય ઇન્દ્રિયોના કારણે મરે છે. હરિણ શ્રવણેન્દ્રિયના અધીન થઈના વાદ્ય સાંભળવામાં આવે ખોવાઈ જાય છે કે શિકારી એને મારી નાંખે છે, માતંગ મદોન્મત્તતાથી, પતંગ દીપકની જ્વાળા પર પ્રેમ કરવાથી, ભૃંગ પુષ્પરાજના આસ્વાદનથી અને મીન ગંધાકર્ષણના મૃત્યુનો ગ્રાસ થાય છે. એ બધામાં એક-એક ઇન્દ્રિયનું જ આકર્ષણ મોતના મ્હોંમાં નાખી દીધા કરે છે તો જે માનવ પોતાની બધી ઇન્દ્રિયોની અર્થાત્ પાંચેયને આધીન થાય છે તે કેમ નથી મરણ યોગ્ય હશે?
જેમ-જેમ મનુષ્ય કલ્યાણથી પોતાની વૃદ્ધઇ કર્યા કરે છે તેમ-તેમ જ તે બધી જગ્યાએ લોકનો પરમ પ્રિય થઈને સંબંધ કર્યા કરે છે. આ જગતી તલમાં મનુષ્ય લોભ, પ્રમાદ અને વિશ્વાસ, આ ત્રણેયમાં નાશને પ્રાપ્ત થાય છે. આથી લોભ ના કરવો જોઈએ, પ્રમાદ (બેપરવાહી) ના કરવી અને દરે એકનો વિશ્વાસ પણ ક્યારેય ના કરવો જોઈએ. ભયથી ત્યાં સુધી ડરવું જોઈએ જ્યાં સુધી તે ભય આપણાથી દૂર રહે છે અને આવતો નથી. જ્યારે ભય નજીક આવી જાય છે અને તીવ્ર રૃપ ધારણ કરી લે છે, તો પછી એકદમ નિડર થઈને એની સ મક્ષ સ્થિત થઈને એની પ્રતિક્રિયા કરવી જોઈએ. ઋણનું બાકી રહી જવું, રોગનો કેટલોક અંશ બચી જવો અને અગ્નિનો કેટલોક પણ થોડો એવો ભાગ રહી જવો પછી વારંવાર વધીને ઉગ્ર રૃપ ધારણ કરી લીધા કરે છે. આથી આ ત્રણેય વસ્તુઓને બિલ્કુલ સમાપ્ત જ કરીને રહેવું જોઈએ. જે જેવો પણ વ્યવહાર ખરાબ-સારો કરે છે એનો જવાબ પણ એવા જ વ્યવહારથી આપવો જોઈએ. જો કોઈ હિંસાપૂર્ણ વ્યવહાર કરે તો એની સાથે પ્રતિહિંસા જ કરે. જે સમક્ષમાં તો પરમ પ્રિય ભાષણ કરવાવાળા હોય અને પાછળ કાર્યને નષ્ટ કરી દેવાવાળા રહ્યાં કરતા હોય એવા માયાથી પરિપૂર્ણ શત્રુની જેમ મિત્રનો ત્યાગ જ કરી દે. દુર્જન પુરુષના સંગથી સજ્જન પુરુષ પણ વિનષ્ટ થઈ ગયા કરે છે. જે રીતે સ્વચ્છ જળને પણ કીચડથી મેલું કરી દેવામાં આવે છે એવી જ રીતે સાધુ પ્રવૃત્તિ પણ દુષ્ટ પ્રવૃત્તિથી મળીને ખરાબ થઈ જાય છે.
જેનું ધન દ્વિજો માટે હોય છે તે પણ સારી રીતે ભોગ કરવાનું સુખ પ્રાપ્ત કરે છે. જે દ્વિજોના ઉપભોગથી બાકી રહે છે તે જ ભોગની વસ્તુ થયા કરે છે. બુદ્ધિમાન એ જ પુરુષ છે, જે ક્રાયે પાપ કર્મ નથી કરતો. પ્રશંસા હકીકતમાં એ જ છે, જે પીઠ પાછળ કરવામાં આવે અને ધર્મ એ જ છે જે કોઈ દંભ વગર કે દેખાવા વગર કરવામાં આવે. વૃદ્ધ પણ એમને ના કહેવા જોઈએ જે ન્યાયસંગત ધર્મની વાતો નથી કહેતા. ધર્મ એ જ હોય છે, જેમાં સત્યતા વિદ્યમાન છે અને સત્ય એ જ છે જે છળ-કપટથી અનુવિદ્ધ ન થાય. મનુષ્યોમાં બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, તેજોમાં સર્વાધિક સૂર્યદેવ છે, શરીરના સંપૂર્ણ અંગોમાં માથું સર્વોત્તમ અંગ હોય છે અને વ્રતોમાં સત્યનું વ્રત જ સૌથી ઉત્તમ વ્રત છે. મંગળ કાર્ય એ જ છે જેમાં માનવનું મન પ્રસન્નતાનો અનુભવ કર્યા કરે છે. જીવન એ જ સાર્થક તેમજ સફળ થાય છે, જેમાં બીજાઓની સેવાનું કાર્ય કરવામાં આવે. કમાણી એ જ છે જેનો ઉપભોગ પોતાના મનુષ્યો દ્વારા કરવામાં આવે અને ગર્જના કરવી એ જ સફળ છે જે સંગ્રામમાં શત્રુઓની સમક્ષ કરવામાં આવે છે, સ્ત્રી એ જ સુખ પ્રદાન કરવાવાળી છે જે ક્યારેય અભિમાન કરતી નથી. સાચ્ચું સુખ એ જ મનુષ્ય હોય છે, જેણે તૃષ્ણા નથી હોતી. મિત્ર એ જ હોય છે જેમાં પૂર્ણ વિશ્વાસ કરવામાં આવે, અને હકીકતમાં પ્રશસ્ત પુરુષ એ જ હોય છે. જેનાથી પોતાની ઇન્દ્રિયોને જીતી રાખ્યા છે. જેમાં સૌહાર્દ વિલુપ્ત થઈ જાય છે. અર્થાત્ત સૌહાર્દનો ભ વ જ નથી રહ્યાં કરતો ત્યાં સ્નેહ અને આદર પણ છૂટી જાય છે. પ્રશંસાના યોગ્ય એ જ છે જેની સ્તુતિ આત્મા દ્વારા કરવામાં આવે છે.
આ પ્રકારે સદાચાર અને ધર્મના અનેક રૃપ માનવ જીવનની શિક્ષા માટે થાય છે. એને અપનાવીને મનુષ્ય પોતના જીવનમાં સંતુલન પ્રાપ્ત કરી શકે છે અને જીવન સફળ કરી શકે છે.
***
છઠ્ઠો અધ્યાય
ભગવાન નારાયણથી યમ માર્ગ પર વિસ્તારથી વર્ણન સંભળાવ્યા પછી ગરુડજીએ ભગવાનથી કહ્યું કે હે પ્રભુ! પાપ કરવાના અનેક ચિહ્ન હોય છે અને આ મનુષ્ય પાપ કરીને અનેક યોનિઓમાં જાય છે. તમે મને બતાવો કો એમાં શું અવસ્થા હોય છે અને તે કઈ-કઈ યોનિમાં જાય છે.
ગરુડથી આ પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે અનેક પાપી લોકો નરકમાં યાતના ભોગવીન્ અનેક યોનિઓમાં જાય છે અને જે પાપથી એમને જે ચિહ્ન રહે છે તે જ હું તમને બતાવું છું. ક્ષય રોગથી પીડિત વ્યક્તિ બ્રાહ્મણન મારવાવાળો કોઢી થાય છે અને એ ચાંડાલની યોનીમાં જન્મ લે છે. જે વ્યક્તિ કોઈના ગર્ભને નષ્ટ કરે છે અને સ્ત્રીને મારે છે તે મ્લેચ્છ જાતિમાં થાય છે. ગુરુ પત્નીની સાથે યૌન સંબંધ સ્થાપિત કરવાવાળા વ્યક્તિ ચર્મ રોગથી પીડિત થાય છે. માંસ ખાવાવાળા લાલ રંગના હોય છે અને જે બ્રાહ્મણ ખાદ્ય અને અખાદ્ય પદાર્થ ખાય છે એમનું પેટ ખૂબ મોટું હોય છે., જે વ્યક્ત બિીજાને ખાવાનું નથી આપતો અને પોતાના માટે જ ખાય છે તે ગલગંડ રોગથી પીડિત થાય છે. સફેદ કોડનો રોગી તે હોય છે જે અશુદ્ધ અન્નથી શ્રાદ્ધ કરે છે. મિરગીના રોગથી પીડિત વ્યક્તિ ગુરુના અપમાનના ફળસ્વરૃપ આ કષ્ટ પ્રાપ્ત કરે છે. શાસ્ત્ર અને વેદોની નિંદા કરવાવાળા પીળિયા રોગથી ગ્રસ્ત થઈ જાય છે. જે પ્રાણી ખોટી સાક્ષી આપે છે, કોઈના વિવાહમાં વિઘ્ન પેદા કરે છે, પુસ્તક ચોરે છે તે કાણો અને હોઠ વગરનો કે અંધ થઈ જાય છે. અસત્ય બોલવાવાળા વ્યક્તિ હકલાવાવાળા થઈ જાય છે અને જૂઠ બોલવાવાળા બહેરા. જે વ્યક્તિ રત્ન ચોરે છે તે નીચ કુળમાં ઉત્પન્ન થાય છે અને જે કોઈને ઝેર આપે છે અથવા કોઈના ઘરમાં આગ લગાવે છે અથવા જે રત્ન ચોરે છે, સોનાની ચોરી કરે છે તે ઉન્મત્ત રોગી અને નીચ કુળમાં પેદા થાય છે. શાક અને પત્તા ચોરવાવાળા મોરની યોનિમાં જાય છે. આ રીતે અનેક અપકર્મ કરવાવાળા વ્યક્તિ અનેક યોનિમાં અનેક ચિહ્નોની સાથે જન્મ લે છે.
હું આના સિવાય અન્ય યોનિઓના વિષયમાં પણ બતાવું છું. જે વ્યક્તિ મધુ (મધ) ચોરે છે અને પાન ફૂલની ચોરી કરે છે, મીઠું ચોરે છે તે ગીધ, કીડી અને વાનરની યોનિ પ્રાપ્ત કરે છે. ઝેર પાન કરીને મરવાવાળા વ્યક્તિ સર્પની યોજનીમાં જન્મ લે છે. જૂતા, તિનકા અને કપાસને ચોરવાવાળા બકરી થાય છે અને જે મનુષ્ય હિંસા કરીને પોતાની જીવિકા ચાવે છે અથવા તીર્થયાત્રિઓને લૂંટે છે તેઓ કસાઈના ઘરમાં બકરો બનીને પેદા થાય છે અને જે હંમેશાં ઉદન્ડ રહેવાવાળા હોય છે એને જંગલના હાથીની યોનિ મળે છે. જે બ્રાહ્મણ બલિ આપવાવાળા નીચોનું અન્ન ખાય છે એને વાઘની યોનિ મળે છે અને જે સંધ્યા તથા ગાયત્રીના જપ નથી કરતા અને જેનું હૃદય પાપોથી ભરેલું રહે છે, જે ઉપરથી સ્વચ્છ અને અંદરથી ગંદા હોય છે એમને બગલાની યોનિ મળે છે. ઘણા એવા લોકોના પુરોહિત બનીને જે લાલચ કરે છે તેઓ ગધેડા બને છે અને જે આમંત્રણ વગર ભોજન કરે છે એમને કાગડાની યોનિ મળે છે.
જે બ્રાહ્મણ સુપાત્રને વિદ્યા નથી આપતા તો બળદ બને છે અને જે શિષ્ય ગુરુની સેવા નથી કરતો તે પશુ યોનિને મેળવે છે. ગુરુની સામે વિવાદ અને સંવાદ કરવાવાળા શિષ્ય રાક્ષસ થાય છે. એના સિવાય મિત્રથી દ્રોહ કરવાવાળા બહાડી ગીધ, દગો આપીને ખરીદવાવાળા ઉલ્લૂ, વર્ણાશ્રમની નિંદા કરવાવાળા કબૂતર થાય છે. આશા ભંગ કરવાવાળઆસ ,સ્નેહને ભંગ કરવાવાળા, દ્વેષી, સ્ત્રીને ચોરવાવાળા મોર, દ્વેષવશ સ્ત્ર્રીનો પરિત્યાગ કરવાવાળા ચિરકાળ સુથી ચકલા-ચકલી થાય છે. માતા, પિતા, ગુરુ ભાઈ અને બહેનથી વેર કરવાવાળા હજારો વખત જન્મ લે છે અને ગર્ભમાં નષ્ટ થઈ જાય છે. સાસુને ગાળ આવવાવાળી વહુ, નિત્ય કલહ કરવાવાળી અને પોતાના પતિને ધિક્કારવાવાળી ચીલ (સમડી) થાય છે. જે સ્ત્રી પોતાના પતિને છોડીને બીજા પુરુષથી પ્રીતિ કરે છે તે ગોહ અને બે મ્હોંવાળી સાપણ થાય છે. પોતાના ગોત્રને ભ્રષ્ટ કરવાળાળા, પોતાના ગોત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા તરક્ષુ, અને શલ્લકી થઈને રીંછની યોનિમાં ઉત્પન્ન થાય છે. તાપસ સ્ત્રીમાં ગમન ક રવાવાળા પુરુષ મરુસ્થળમાં પિશાચની યોનિ મેળવે છે. જે ઋતુમતી નથી થઈ એવી સ્ત્રીમાં ભોગ કરવાવાળા વનમાં અજગર થાય છે. ગુરુની સ્ત્રીમાં ભોગ કરવાવાળા વિષ ખોપડા, રાજાની સ્ત્રીમાં ગમન કરવાવાળા દુષ્ટ અને મિત્રની સ્ત્રીમાં ગમન કરવાવાળા ગધેડા થાય છે. ગુદામાં ગમન કરવાવાળઆ સુવર, વૃષલી (શૂદ્રા)માં ગમન કરવાવાળા બળદ અને મહાકામી અને લમ્પટ ઘોડા થાય છે. મૃતકના એકાદશાહના દિવસ ભોજન કરવાવાળા કુતરા અને દેવતાઓના ભાગને ખાવાવાળા મરઘા થાય છે. જે બ્રાહ્મણ દ્રવ્યના લોભથી દેવતાઓનું પૂજન કરે છે તે દેવલક કહેવામાં આવે છે અને દેવકાર્ય તથા પિતૃકાર્યમાં નિંદિત થાય છે. મહાપાતકોથી યુક્ત થઈને જે પ્રાણી ઘોર નરકોનો ઉપભોગ કરીને કર્મના ક્ષય થવા પર આ સંસારમાં ફરીથી આવે છે છતાં પણ તે મહાપાતકી જ હોય છે. બ્રહ્મહત્યા કરવાવાળા મનુષ્ય ગધેડા, ઊંટ અને ભેંસની યોનિમાં યઉત્પન્ન થાય છે. મદિરા પીવાવાળા વરૃ, કુતરા અને શિયાળની યોની મેળવે છે. સોનુ ચોરવાવાળા કીડા-મકોડા, પતંગિયાની યોનિ મેળવે છે. બીજાની સ્ત્રીનું હરણ કરવાવાળા અને કોઆના રાખેલા ધનને પાછું ન આપવાવાળા વ્યક્તિ બ્રહ્મરાક્ષસ થાય છે તથા બળાત્કારથી વધારે ચોરીથી લેવામાં થયેલું ધન મનુષ્યના બધા પુણ્યોને નષ્ટ કરી દે છે અને સૃષ્ટિપર્યંત એની પેઢીઓને સમાપ્ત કરી દે છે.
કોઈ પણ મનુષ્ટ બ્રાહ્મણના ધનને નથી પચાવી શકતો. બ્રાહ્મણના ધનથી જો સેના એક્ઠી કરવામાં આવે તો તે પણ રેતીના પુલની જેમ વિખેરાઈ જાય છે. હે ગરુડ! બ્રાહ્મણનું અતિક્રમણ કરવાથી દેવતાઓના ધનને હરવાથી કુળ પણ નષ્ટ થઈ જાય છે. જે વ્યક્તિ બ્રાહ્મણને દાન નથી આપતો તે અંધ, દરિદ્ર અને ભિખારી થઈ જાય છે. પોતાના માટે આપેલા દાનને લૂંટવું પણ પાપનું કારણ થાય છે અને આવા વ્યક્તિ ૬૦ હજાર વર્ષ સુધી ગટરના કીડા બન્યા રહે છે.
મનુષ્યને જોઈએ કે તે ભૂમિ અને જીવિકા આપીને વિદ્વાન બ્રાહ્મણની રક્ષા કરવાનો પ્રયત્ન કરે. જો તે રક્ષા નથી કરતો અથવા ખુદ લઈ લે છે તો પંગુ અને કુતરો થાય છે. આપણા બધા દેહધારીઓમાં અનેક ચિહ્ન અને યોનિઓ પોતાના કર્મના દ્વારા પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ કોઈ બ્રાહ્મણની જીવિકાને હરી લે છે તે કુતરા અને વાંદરાની યોનિમાં જન્મ લે છે.
ખરાબ કર્મ કરવાવાળા વ્યક્તિ પહેલાં તો અનેક નરકોમાં યાતના સહન કરે છે અને પછી અનેક કષ્ટકારક યોનિઓમાં જન્મ લે છે. આ યોનિઓમાં તે અનેક પશુ-પક્ષીના રૃપમાં જન્મ લઈને શરદી-ગરમીમાં કષ્ટ ભોગવતો-ભોગવતો પોતાના કર્મ અને અકર્મનું ફળ ભોગવે છે. જ્યારે આ બધા શુભ અને અશુભ કર્મ સમાપ્ત થઈ જાય છે ત્યારે જ તે જ મનુષ્યનો દેહ પ્રાપ્ત કરવાનો અધિકારી થાય છે. અને પછી સ્ત્રી પુરુષના પ્રસંગથી ગર્ભમાં જીવ બનીને સુખ-દુઃખ મેળવે છે. કેમ કે બધા શરીરના ધારણ કરવાવાળાઓનો જન્મ અને વિનાશ થાય છે. મનુષ્ય જીવ માયાથી ગ્રસિત થઈને કર્મ જાળમાં બંધાયેલા મૃત્યુ લોકમાં આવતા-જતા રહે છે પરંતુ આ સ્પષ્ટ છે કે કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ મનુષ્યને અવશ્ય મળે જ છે.
પાપો પછી અનેક યોનિઓમાં ઉત્પન્ન ચિહ્નોના વિષયમાં ગયા પછી ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હજુ તમે એ બતાવ્યું કે સ્ત્રી પુરુષના પ્રસંગથી જીવ ગર્ભમાં આવે છે તો હે પ્રભુ તમે એ બતાવો કે તે ગર્ભમાં આવીને માતાના પેટથી કેવી રીતે ઉત્પન્ન થાય છે અને આ અવસ્થામાં જે દુઃખ ભોગવે છે તે કયા પ્રકારનું હોય છે. ગરુડનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે ગર્ભ પ્રસંગમાં અલગ-અલગ દિવસોમાં અલગ-અલગ પ્રકારથખી પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે.
ઋતુની વચ્ચે પાપીઓનો જન્મ થાય છે અર્થાત્ સ્ત્રીઓના રજોકાળના પ્રારંભિક ત્રણ દિવસમાં ઇન્દ્ર માટે બ્રહ્મહત્યાના પાપને કારણે આ દિવસોમાં પાપીઓની ઉત્પત્તિ થાય છે. સ્ત્રી ઋતુ દર્શન થવાવાળા પહેલા દિવસે ચાંડાલી, બીજા દિવસે બ્રહ્મ હત્યારી અને ત્રીજા દિવસે રજકી થાય છે. આ પાપીઓની માતાઓ હોય છે. પુરુષના માધ્યમથી શરીર પ્રાપ્તિ માટે સ્ત્રીના ઉદરમાં પ્રવેશ થઈને ગર્ભ ધીમે-ધીમે વધે છે. તે એક રાત્રિમાં કરલ, પાંચ રાત્રિમાં બુદબુદ થાય છે, દસ રાત્રિમાં કર્કધુ નામનું માંસનું પિંડ થાય છે અથવા બીજી યોનિમાં ઇંડું થાય છે. એની પાછળ બે મહીનામાં માથું થાય છે અને બાહુ વગેરે અંગોનો વિભાગ થાય છે અને ત્રણ મહીનામાં નખ, રોમ, હાડકાં, ચામડી અને લિંગ વગેરે છેદ થાય છે. ચાર મહીનામાં સાતેય ધાતુઓ થાય છે. પાંચમા મહીનામાં ક્ષુધા-તૃણની ઉત્પત્તિ થાય છે અને છ મહીનામાં ઝિલ્લી થાય છે, જેને જરાયુ કહે છે. જીવ એમાં લપેટાયેલો જમણી કુખમાં ભ્રમણ કરે છે. આ જરાયુનો રસ, ધાતુ, લોહી વગેરે માતાથી ખાધેલા અન્ન, પાન વગેરેથી વધે છે. જરાયુથી દુર્ગંધ આવે છે. જે સ્થાનથી એની ઉત્પત્તિ થાય છે તે ભિષ્ટા-મૂત્રના ગર્ત સદૃશ છે. એમાં જ જીવ સૂવે છે. ગર્ભમાં ઉત્પન્ન ભૂખ્યાં કીડાઓથી કરડવા થ્થી ઉરુક્લેશથી પીડિત થઈને સુકુમાર જરાયુ-પિંડ મૂર્ચ્છિત થઈ જાય છે. માતાથી ખાધેલા કડવા, તીખા નમકીન, સુકા અને ખાટા વગેરે પદાર્થથી સ્પર્શ થવા પર અંગોમાં વેદના થાય છે તથા જરાયુ અને આંતરડાના બંધનમાં પડીને જીવ કુખમાં માથું કરીને પીઠ ગ્રીવાને લચીલું બનાવીને પિંજરામાં પક્ષીની સમામ અંગોને ચલાવવામાં અસમર્થ થઈ જાય છે. ત્યાં તેવ યોગથી સો જન્મોની વાતો સ્મરણ કરીને દીર્ઘશ્વાસ લઈ લે છે, તેથી સહેજ પણ સુખ નથી મળતું.
સંતપ્ત અને ભયભીત જીવ ધાતુ રૃપ સાત બંધનોમાં જકડાયેલો રહે છે તથા હાથ જોડીને દીન વચનોથી આ ઉદરમાં નાખવાવાળા ભગવાનની સ્તુતિ કરે છે.
સપ્તમ મહીનામાં સચેત થઈને પણ જીવ પ્રસૂતિ-વાયુથી કાંપતો થઈને ભિષ્ટાથી ઉત્પન્ન થઈને સહોદર કૃમિની સમાન રેંગવા લાગે છે. જીવે કહ્યું-શ્રીના પતિ, જગતના આધાર, અશુભના નાશકર્તમા, શરણાગતના વત્સલ, શ્રી વિષ્ણુ ભગવાનની શરણમાં જાઉં છું. તમારી માયાથી મોહિત થઈને દેહધારીમાં પોતાના શરીર તથા પુત્ર-સ્ત્રીનું અભિમાન કરીને તમને ભૂલી ગયા. હે નાથ! હવે હું સંસારમાં પુનઃ પ્રાપ્ત છું. મેં કુટુંબ માટે શુભ-અશુભ કર્મ કર્યા પરંતુ એ કર્મના ફળથી હું એકલો દગ્ધ થાઉં છું અને તે કુટુંબ ફળ ભોગવીને અલગ થઈ ગયા. જો આ યોનિથી મુક્ત થયો તો તમારા ચરણનું સ્મરણ કરીશ અને એવો ઉપાય કરીશ જેનાથી સંસારથી મુક્ત થઈ જાઉં. હું તમારો આશ્રય લઈને તમારા ચરણોની પૂજા કરીને પોતાનો ઉદ્ધાર કરીશ.
ભગવાન નારાયણએ કહ્યું કે હે ગરુડ! આ રીતે જીવ દસ મહીના સુધી ગર્ભમાં રહીને સ્તુતિ કરતો રહે છે અને પછી જન્મ માટે માથું નીચું કરીને પ્રસૂતિ વાયુથી પ્રેરિત થાય છે અને પછી આ સ્તુતિની સ્મૃતિ નષ્ટ થઈ જાય છે અને તે બહાર નિકળે છે. સ્મૃતિના નષ્ટ થવાથી એનું જ્ઞાન સમાપ્ત થઈ જાય છે અને ઉલટી ગતિ થવાથી તે દુઃખી થાય છે. એ સ્વાભાવિક છે કે કષ્ટનું સ્મરણ વધારે સમય નથી રહેતું. ભગવાનની વૈષ્ણવી માયા મનુષ્યને મુક્ત કરતી રહે છે અને તે એમાં લુપ્ત થઈ જાય છે. જ્યારે તે નાનો હોય છે તે મળ મૂત્રથી અપવિત્ર થવા છતાં ઊઠવામાં અસમર્થ થાય છે. તો તે ફક્ત રોઈ શકે છે. આ રીતે તે પોતાના બાળપણના કાળના દુઃખોને સહન કરે છે. પછી ધીમે-ધીમે કિશોર અવસ્થાની તરફ આવે છે અને કિશોર અવસ્થા પછી યૌવન તરફ અગ્રેસર થાય છે. યૌવનમાં પદાર્પણ કર્યા પછી તે અનેક સારા-ખરાબ કર્મોમાં લીન થઈ જાય છે. ક્યારેક-ક્યારેક તે નીચોનો સંગ ક રવા લાગે છે અને સારા પુરુષોનો શત્રુ થઈ જાય છે, તે કામુક થઈ જાય છે તથા સ્ત્રીને જોઈને એના કટાક્ષોથી વશીભૂત થઈને એની તરફ દોડે છે, જેમ પતંગિયું અગ્નિની શીખાની તરફ દોડે છે. આ રીતે તે અપકર્મોના મોહમાં ફસાઈ જાય છે. આ પુરુષ પાંચ ઇન્દ્રિયોના પાંચેય વિષયોનું સેવન કરે છે.
તે એક તરફથી પરવશ થાય છે તથા પોતાને બચાવવામાં પરાધીન થઈને ખૂબ કષ્ટ મેળવે છે. ક્યારેક-ક્યારેક તો એનું પાલન-પોષણ બીજા પ્રાણીથી થાય છે. તે પોતાની ઇચ્છા વિરુદ્ધ પણ કર્મ કરે છે.
આ આશ્ચર્યજનક વાત છે કે માછલી, ભમરા, પતંગિયા, હાથી અને હરણ મૂળ રૃપથી એક વિષયોમાં મોહીમાં પડીને પોતાને નષ્ટ કરી દે છે. તો ભલા પુરુષ જે અનેક વિષયોના મહોમાં ફસાી જાય છે કેવી રીતે નષ્ટ ન થાય! આ પુરુષ ભાવના અનુરૃપ વસ્તુ ન મળવા પર અજ્ઞાનને કારણે લોભ અને ક્રોધના વશમાં થઈ જાય છે.
જે પુરુષ પોતાનાથી બાળવાનથી યુદ્ધ કરે છે તે પોતાનો જ નાશ કરે છે. મૂરખ પુરુષ એ નથી સમજતો કે ઇન્દ્રિયોનું સુખ એનાથી બળવાન છે. તે એમાં ફસાઈને પોતાના મનુષ્ય જીવનના હકીકત રૃપને ભૂલી જાય છે. આથી હે ગરુડ! તે પાપ કરે છે અને એ પણ નથી સમજતો કે અનેક યોનિઓમાં મનુષ્ય શ્રેષ્ઠ હોય છે અને એમાં પણ બ્રાહ્મણત્વ દુર્લભ અને મહાન હોય છે. બ્રાહ્મણ રૃપ મેળવીને જે મનુષ્ય એની વિધિપૂર્વક રક્ષા નથી કરી શકતો તે પોતાના જીવનને વ્યર્થ કરે છે. એને જોઈએ કે આત્મજ્ઞાનથી બ્રાહ્મણની પણ રક્ષા કરે અને ફક્ત જરૃરી રૃપમાં ઇન્દ્રિયોની ઇચ્છાઓનું પાલન કરે.
ઇનદ્રિયોને ખુલ્લા છોડી દેવાથી યૌવન અસમયે સમાપ્ત થઈ જાય છે અને જીવ જલ્દી વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થાય છે. તેથી હે ગરુડ! પોતાના ભોગવાલે અને ભોગવા યોગ્ય કર્મજાળમાં ફસાઈને આ મનુષ્ય જ બ્રહ્મની માયાથી મોહિત થઈને વૈરાગ્યથી દૂર રહે છે. હવે એના વિષયમાં તમે જે સાંભળવા ઇચ્છો મને તે કહો અને હું તમને બતાવીશ.
સૂતજીએ ઋષિઓથી કહ્યું કે ગરુડજીએ ભગવાનથી જીવ યોનિ અને કર્મ ફળનું આ સ્વરૃપ સાંભળ્યું તો તે કાંપવા લાગ્યા. પછી એમણે ભગવાનથી પૂછ્યું કે હે પ્રભુ! આ મનુષ્ય જાણીને આ અણજાણ્યા જે કર્મોમાં પ્રવૃત્ત થાય છે અને યાતનાઓ ભોગવે છો તો શું એ યાતનાઓથી મુક્તિનો કોઈ ઉપાય છે? હે પ્રભુ આ પણ કોઈ ઉપાય છે તો મને એનું જ્ઞાન કરાવો. સંસાર રૃપી સમુદ્રમાં ડુબીને આ મનુષ્ય દુઃખી આત્માની સાથે કોઈ પ્રકારના વિષયોથી નષ્ટ આત્માનો ઉદ્ધાર કરી શકે છે. તમે કૃપા કરીને એ બતાવો.
ગરુડજીના પ્રશ્નને સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે હે ગરુડ! મેંતને કર્મ વિધાનના અંતર્ગત જે કંઈ પણ બતાવ્યું એમાં પુત્ર-પ્રાપ્તિનું મહત્ત્વ વધારે છે. કેમ કે જેના પુત્ર નથી થતાં એમની દુર્ગતિ થાય છે. પુત્રવાળા ધર્માત્માઓની દુર્ગતિ નથી થતી. જે પુરુષ પોતાના કોઈ કર્મના પ્રભાવથી પુત્રની પ્રાપ્તિમાં અસમર્થ રહે છે એને જોઈએ કે તે પુત્ર પ્રાપ્ત કરવાના સાધન એક્ઠા કરે. અનેક પ્રકારથી ભક્તિ ભાવના રાખીને ભક્તિથી પરિપૂર્ણ ચંડીના વિધાનથી કે હરિવંશ પુરાણની કથા સાંભળીને શિવની આરાધના કરીને સદ્બુદ્ધિવાળા મનુષ્ય પુત્રને ઉત્પન્ન કરે. પુત્ર પોતાના પિતાને પુન્નામક નરકથી બચાવે છે આથી એક ધર્માત્મા પુત્ર જ આખા કુળનો ઉદ્ધાર કરી દે છે. આ ખૂબ જૂની પદ્ધતિ છે કે એક પુત્ર જ સમસ્ત લોકોને જીતી લે છએ. પુત્રનું મુખ જોઈને પિતા ફક્ત ઋણથી જ મુક્ત નથી થઈ જતા પરંતુ તે આ ક્રમથી પોતાનું મુખ જોઈને અન્ય ઋણો બલ્કે એ સત્ય છે કે પૌત્રનું મુખ જોઈને મનુષ્ય સ્વર્ગની પ્રાપ્તિ કરે છે અને યમરાજના અનેક બંધનોથી મુક્ત થઈ જાય છે. મનુષ્યને બ્રહ્મ મોઢા પુત્ર સ્વર્ગ લોકના દ્વાર સુધી લઈ જાય છે. જો તે વિવાહિત સ્ત્રીથી ઉત્પન્ન થયો હોય. લગ્ન વગર ઉત્પન્ન થયેલ પુત્ર નરકમાં પહોંચાડે છે કેમ કે સવર્ણ પુરુષ અને સવર્ણ સ્ત્રીના યોગથી જે સંતાન ઉત્પન્ન થાય છે તે જ પિતૃઓને સ્વર્ગમાં પહોંચાડે છે કેમ કે મનુષ્ય પુત્ર દ્વારા શ્રાદ્ધ કરવા પર જ સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ દૃષ્ટિકોણથી તને એક વાર્તા સંભળાવું છું.
ત્રેતાયુગમાં સુંદર મહોદયપુરમાં મહાબળવાન અને ધર્મમાં નિષ્ઠાવાન બભ્રુ વાહન નામનો રાજા થયો. વિધિવત્ યજ્ઞ-કર્તા, દાન આપવાવાળા, લક્ષ્મીવાન, બ્રાહ્મણોના ભક્ત, સાધુના પ્રેમાળ અને ચરિત્ર, આચાર તથા ગુણોથી યુક્ત હતા અને દયા તથા દાક્ષિણ્યથી યુક્ત, ધર્મથી પોતાના ઔરસ પુત્રની સમાન પ્રજાનું પાલન કરેતો હતો અને દંડ આપવા યોગ્ય અપરાધિઓને દંડ આપીને તે રાજા નિત્ય જ ક્ષત્રિયોના ધર્મમાં તત્પર રહેતો હતો. કોઈ સમયે મહાબળવાન તે રાજા સેના સહિત શિકાર માટે ગયો અને નાના પ્રકારના વૃક્ષોથી ઘેરાયેલા વનમાં પ્રવેશ કર્યો. તે વન નાના પ્રકારના હરણોથી ભરેલું હતું. એમાં નાના પ્રકારના પક્ષી કલરવ કરી રહ્યા હતા. રાજાએ વનમાં દૂરથી એક હરણ જોયું. તે રાજાએ અતિ તીક્ષ્ણ અને અતિ પુષ્ટ બાણથી એ હરણને વેધ્યું અને તે હરણ રાજાના બાણને લઈને અદૃશ્ય થઈ ગયું. લોહીથી ભીના સ્થળને જોઈને એ રાજાએ એ હરણનો પીછો કર્યો અને એ જ પ્રસંગથી બીજા વનમાં પ્રવેશ કર્યો. ભૂખ-તરસથી સૂકાયેલા કંઠવાલા અને શ્રમના સંતાપથી અર્દ્ધમૂર્ચ્છિત રાજાએ જળાશય પર પહોંચીને ઘોડા સમેત જ સ્નાન કર્યું. કમળ વગેરેના ગંધથી સુગંધિતત શીતળ જળ પીધું, પછીમાં એ બભ્રુવાહન રાજાએ જળથી બહાર નિકળીને વિશ્રામ કર્યો. સામે શીતળ છાયાવાળા મોટી-મોટી શાખાઓથી વધારે વિસ્તૃત અને નાના પ્રકારના પક્ષીઓના સમૂહોથી ગુંજિત મનોહર વટ-વૃક્ષને જોયું હતું. સૌથી વધારે ઊંચું હોવાને કારણે તે વટ-વૃક્ષ એ જંગલની મોટી ભારે પતાકાની સમાન પ્રતીત થથું હતું. એના જ મૂળની નજીક પહોંચીને રાજા અર્ધનિંદ્રિત થઈ ગયો. એને રાજાએ ક્ષુધા-તૃષાથી પીડિત, વ્યાકુળ ઇન્દ્રિયોવાળા, વિખેરાયેલા વાળો વાળા અને મેલા-કૂચેલા અત્યંત ભયાનક, કોડવાળા, લાંબા અને દુર્બળ એક પ્રેતને જોયું. વિકૃત અને ઘોર (પ્રેત) રાક્ષસને જોઈને બભ્રુ વાહન ખૂબ જ વિસ્મિત થઈ ગયો અને પ્રેત પણ એ ઘોર વનમાં આવેલા એ રાજાને જોઈને ચકિત થઈ ગયો. તે પ્રેત પણ ઉત્કંઠિત મનથી રાજાની નજીક આવ્યો અને હે ગરુડ! પ્રેતરાજ એ સમયે રાજાથી બોલ્યો કે હે રાજન્! તમારા દર્શનરૃપી મિલનથી મેં પ્રેત ભાવ છોડ્યો અને પરમ ગતિને પ્રાપ્ત થયો. હે મહાવાહો! તમારા સંયોગથી આજે અતિ ધન્ય થયો છું. રાજાએ કહ્યું - હે પ્રેત! આ કૃષ્ણવર્ણ, મોટું ભયાનક મુખ અને ઘોર દર્શન, આવું મોટું અમંગળ પ્રેતત્વ તને કયા કર્મના પરિણામે મળ્યું છે? હે તાત! તમે મારાથી આ પ્રેતત્વનું બધું જ કારણ કહો. તું કોણ છે. કયા દાનથી તારું પ્રેતત્વ દૂર થશે. પ્રેતે જવાપ આપ્યો કે હે રાજશ્રેષ્ઠ! હું તમારાથી વગેરેથી અંત સુધી બધું કહું છું અને મારા પ્રેતત્વનું કારણ સાંભળીને તમે મારા પર દયા કરવા યોગ્ય થાો. બધી સંપત્તિઓથી પૂર્ણ વૈદિશ નામનું એક નગર છે જે અનેક પ્રકારના જનપદો તથા રત્નોથી પરિપૂર્ણ છે. ભવનો અને પ્રસાદોની શોભાથી સંયુક્ત છે અને નાના પ્રકારના શ્રૌત, સ્માત્તે વગેરે ધર્મથી યુક્ત છે. હે તાત! એ પુરમાં દેવતાઓનું પૂજન કરતો-કરતો હું નિવાસ કરતો હતો. હું વૈશ્ય જાતિનો છૂં, મારું નામ સુદેવ છે, આ તમે જાણો. હવિષ્યાન્નથી દેવતાઓને અને કવ્યાન્ન (પિંડદાન)થી પિતરોને સંતુષ્ટ કરતો હતો. નાના પ્રકારના અને દાનોથી મેં બ્રાહ્મણોને સંતુષ્ટ કર્યા અને દીન, અંધત તથા પંગુ મનુષ્યોને મેં અનેક પ્રકારથી અન્ન આપ્યું છે. હે રાજન્! તે બધા મારા સુકર્મ દેવયોગથી નિષ્ફળ થઈ ગયા. જે પ્રાકરે મારું સુકૃત નિષ્ફળ થઈ ગયું એને હું કહું છું. મને સંતતિ, મિત્ર, બાંધવ વગેરે એવું કોઈ નથી, જે મારી ઔર્ધ્વદૈહિક ક્રિયા કરે. હે મહારાજા! જેનું પોઢષમાસિક શ્રાદ્ધ નથી થતું, સેંકડો શ્રાદ્ધ કરવા પર પણ એનું પ્રેત રૃપ સમાપ્ત નથી થતું. આથી તમે મારો ઉદ્ધાર કરો. હે રાજા! રાજા જ એ લોકમાં બધાનો બંધુ માનવામાં આવે છે. હું તમને રત્ન અને મણીઓ આપીશ, તમે એવું કામ કરો જેનાથી હું પ્રેત યોનિથી મુક્ત થઈ જાઉં. મારા માટે આ સ્થિતિ ખૂબ જ દુઃખદાયક છે. આ વન ખૂબ જ સુંદર છે એમાં ફળ-ફૂલ છે અને શીતલ જળ પણ છે પરંતુ હું તરસ્યો હોવા છતાં પણ પાણી નથી પી શકતો. હે રાજન્! મારી બધી ક્રિયાઓ જો નારાયણ વિધિથી થાય અને વેદ મંત્રનું ઉચ્ચારણ થાય તો મારું પ્રેત રૃપ નષ્ટ થઈ જશે. કેમ કે વિષ્ણુની પૂજા કરવાથી સજ્જનોની સંગતિ અને શાસ્ત્રોને સાંભળવાથી એનાથી મનુષ્ય પ્રેત યોનિથી છુટકારો મેળવે છે. આથી પ્રેત યોનિનો નાશ કરવાવાળી વિષ્ણુની પૂજાને જાણી લેવી જોઈએ અને આ પ્રકારે વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
મનુષ્ય પોતાના ન્યાયથી ૩૨ માશે સુવર્ણ એક્ઠું કરે અને નારાયણની પ્રતિમા બનાવે પછી એને બે પીળા કપડાઓથી ઢાંકીને આભૂષણ પહેરાવે અને અનેક પ્રકારથી તીર્થોના જળથી સ્નાન કરાવીને સિંહાસન પર પ્રતિષ્ઠિત કરે અને પછી એનું પૂજન કરે. એ પ્રતિમાના પૂર્વ દિશામાં શ્રીધર અને દક્ષિણ મધુસૂદન, ઉત્તતરમાં ગદાધર અનિ પશ્ચિમમાં વામનદેવને રાખે. વચ્ચે બ્રહ્મા અને મહાદેવ શંકરની સ્થાપના કરે તથા ફૂલોથી એની પૂજા કરે. પછી એની પ્રદક્ષિણા કરીને દહી અને દૂધથી તૃપ્ત કરે. એના પછી નહાઈને વિધિપૂર્વક ઔર્ધ્વદૈહિક ક્રિયા કરે. એમાં ક્રોધ અને લોભથી મુક્તિ જરૃરી છે. એના પછી બ્રાહ્મણો માટે તેર પદ દાન કરે અને પ્રેત માટે આ ઘડાનું દાન કરવું જોઈએ. આ સાંભળીને રાજાએ પૂછ્યું કે પ્રેત પ્રેતઘટનું દાન કેવી રીતે કરવામાં આવે છે? તમે મને એની વિધિ બતાવો. એના જવાબમાં પ્રેત બોલ્યો કે આ દાન પ્રેતત્વ પ્રાપ્ત નથી થતું. આ પ્રેતઘટ નામનું દાન પાપોને નાશ કરવાવાળું છે અને લોકોમાં દુર્લભ છે. મનુષ્યને જોઈએ કે તે ઓગળેલા સોનાના ઘડાને બનાવીને ઇન્દ્ર, યમ, વરુણનું આહ્વાન કરીને આ ઘડાની વચ્ચે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શંકરનું આહ્વાન કરીને એમની પૂચા કરે અને પરી લોકપાલોની આરાધના કરે. એના પછી ધૂપ, ફૂલ, ચંદાનથી સોનાના ઘટનું દાન કરે. આ દાન પાપોને નાશ કરવાવાળું છે અને જો મનુષ્ય ઇચ્છે કે એનું પ્રેતત્વ નષ્ટ થાય તો એને આ દાન કરવું જોઈએ.
શ્રી ભગવાને એને પછી કહ્યું-હે ગરુડજી! જે સમયે પ્રેતની સાથે રાજા વાત કરી રહ્યો હતો એ સમયે હાથી, ઘોડા અને રથોથી ભરેલી રાજાની સેના પણ ત્યાં આવી ગઈ. એના ઉપરાંત પ્રેતે રાજાને મહામણિ આપી અને ત્યાંથી ચાલ્યો ગયો. રાજા પણ પોતાના નગરમાં પાછો આવ્યો અને ત્યાં પ્રેત માટે શ્રાદ્ધ કર્યું. એનાથી એ પ્રેતની યોનિ છૂટી ગઈ અને એના આપેલા દાનથી પ્રેત પણ ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો.
આ સાંભળીને ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે ભગવન્! પુણ્ય આત્માઓની અલૌકિક ક્ર્યિઆઓ હોય છે એમના વિષયમાં બતાવો. આ સાંભળીને ભગવાન બોલ્યા કે ધર્મ સંપન્ન લોકોના યોગ્ય ક્રિયાઓના વિષયમાં હું તને બતાવું છું. જે પુણ્યાત્મા મનુષ્ય છે તે પોતાના વૃદ્ધાવસ્થામાં પોતાની ઇન્દ્રિયોની અશક્તતાને કારણે કશું નથી સાંભળતો પરંતુ પોતાની મૃત્યુને નજીક સમજીને એને એ પાપોનું પ્રાયશ્ચિત કરવું જોઈએ, જે એણે જાણે કે અજાણે કર્યા છે. અંત સમયમાં પૂર્વ ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે અને ગંધ મૂળ, મિઠાઈ ફળ વગેરેથી પૂજા કરે. એમાં કેટલીક વાતો વિશેષ રૃપથી ધ્યાન આપવાની છે -
૧. બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને ભોજન કરાવવું.
૨. અષ્ટાક્ષર (ઓઉમ વિષ્ણવે નમઃ)નો જાપ કરવો.
૩. દ્વાદશાક્ષર (ઓઉમ નમો ભગવતા વાસુદેવાય) મંત્રનો જાપ કરવો.
૪. વિષ્ણુના બધા અવતારો મતસ્ય, કૂર્મ, વરાહ, નરસિંહ, રામચન્દ્ર, કૃષ્ણ, વામન, પરશુરામ, કલ્કિ આમનું સ્મરણ કરવું અને બુદ્ધનું સ્મરણ કરવું.
(ગરુડ પુરાણમાં બુદ્ધને પણ વિષ્ણુના અવતારના રૃપમાં માની લેવામાં આવ્યા છે. આ પછી જોડાયેલું હોય લાગે છે.)
કૃષ્ણ નામના જાપ કરવાથી મનુષ્યના કરોડો પાપ ધોવાઈ જાય છે કેમ કે અજામિલના નારાયણ નામના પોતાના પુત્રને પુકારીને મોક્ષ પ્રાપ્ત કરી લીધો હતો. તો પછી પોતાના મનની ઊંડાણતાથી વિષ્ણુનું નામ લેવાથી મનુષ્ય મોક્ષ પદને અવશ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ દુષ્ટોને પણ ક્ષમા કરી દે છે કેમ કે તે એમનું નામ સ્મરણ કરી લે છે. પાપનો નાશ કરવામાં વિષ્ણુનું નામ જેવી શક્તિ બીજા કોઈ તત્ત્વમાં નથી. જ્યારે યમરાજ પોતાના દૂતોને આદેશ આપે છે તો કહે છે કે તમે ફક્ત એ જ લોકોને લાઓ જેઓએ વિષ્ણુના નામનું સ્મરણ કર્યું હોય. વિષ્ણુના અનેક નામ છે, કમલનયન, વાસુદેવ, શંખચક્રને ધારણ કરવાવાળા, દામોદર, હરિ, શ્રીધર, માધવ, જાનકી, નાયક-આ બધા નામોના સ્મરણથી પાપ દૂર થઈ જાય છે. જે મનુષ્ય ભગવાનના ચરણ-કમળોમાં પોતાની ભક્તિ રાખે છે એના માટે યમરાજનો આદેશ છે કે એને છોડી દેવામાં આવે. ફક્ત એ જ વ્યક્તિને લાવવવામાં આવે જે ભગવાનનુ સ્મરણ નથી કરતો અને એમના પૂજનથી વિમુખ થાય છે.
જે વ્યક્તિ પાપોનું પ્રાયશ્ચિત કરે છે અને નારાયણથી દૂર રહે છે એનો ઉદ્ધાર નથી થતો. કૃષ્ણ ભક્ત સ્વપ્નમાં પણ યમદૂતોને નથી જોતો. એવા ભક્ત શરીર મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. આથી વિષ્ણુનું નામ સ્મરણ પરમ ચૈતન્યની પ્રાપ્તિ કરાવે છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ જોઈએ અને સાંભળવો પણ જોઈએએ. એકાદશીનું વ્રત ગીતા ગંગાજળ, તુલસી જળ મૃત્યુના સમયે મનુષ્યને મુક્તિ આપવાવાળા હોય છે. હે ગરુડજી! આ વાત જાણી લેવી જોઈએ, જે મનુષઅય અંતકાળમાં દાન આપે છે એને વધારે અધિક ફળ મળે છે.
અંતિમ સમયમાં કરવામાં આવેલું દાન જો પુત્ર દ્વારા સમર્થિત થાય છે તો એનું ફળ ઓર પણ વધારે થાય છે.
સત્પુત્રને જોઈએ કે તે પોતાના પિતાના અંતિમ સમયમાં એમનાથી દાન કરાવે કેમ કે આથી લોકો પુત્રની કામના કરે છે. પિતાના અંત સમયમાં કરવામાં આવેલા દાનના પળ પુત્રને પણ પ્રાપ્ત થાય છે અને પિતા પણ દુઃખને પ્રાપ્ત નથી થતાં.
તલનું દાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે. એનાથી અસુર, દાનવ, દૈત્ય સંતુષ્ટ થઈ જાય છે. સફેદ કાળા રંગના તળ દાન કરવાથી મન શરીરથી કરવામાં આવેલા પાપ ધોવાઈ જાય છે.
ભૂમિમાં હાથ રાખીને લોખંડનું દાન કરવું જોઈએ. એનાથી યમરાજનો ભય દૂર થઈ જાય છે કેમ કે યમરાજના હાથમાં કુહાડી વગેરે રહે છે. તેથી આ દાન એમના ડરથી મુક્ત કરે છે.
સોનાનું દાન સૌથી મહત્ત્વપૂર્ણ દાન છે. એનાથી ભૂલોક, ભૂવર્લોક અને સ્વર્ગલોકમાં નિવાસ કરવાવાળા પ્રાણી સંતુષ્ટ થાય છે. દેવતા પણ આ દાનને પ્રાપ્ત કરીને વરદાન આપે છે. આ દાન પ્રેતનો ઉદ્ધાર કરે છે અને સ્વર્ગની ગતિ બતાવે છે. તે પરાક્રમી ધની ધર્માત્મા અને રૃપવાન હોય છે.
કપાસનું દાન પણ યમદૂતોના ભયથી દૂર કરાવે છે.
મીઠા(નમક)નું દાન કરવાથી ચિત્રગુપ્ત વગેરે પણ સંતુષ્ટ થાય છે.
સપ્તધાન્યથી ધર્મરાજ પ્રસન્ન થાય છે અને યમપુરના દ્વાર બંધ થઈ જાય છે. સપ્તધાન્ય જવ, ઘઉં, મગ, અડદ, ચણા અને ચોખા તથા કંગુની કહેવામાં આવ્યા છે. ગાય ચરમ માત્ર અર્થાત્ એટલી ધરતી પર જેના પર ગાય અને બળત સાથે-સાથે બેસી શકે દાન કરવાથી મનુષ્ય બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ જાય છે.
જે મનુષ્ય વ્રત કરે છે અને આ બધા કહેલા દાનો કરે છે એના તો પાપ દૂર થાય જ છે, પરંતુ ભૂમિ દાનથી મનુષ્ય સુર અને અસુરથી પૂજિત થઈને ઇન્દ્રલોક જાય છે.
જે રાજા બ્રાહ્મણને ભૂમિ દાન નથી કરતો તે સંસારમાં જો ફરીથી આવે છે તો પોતાની એક નાની ઝૂંપડી પણ નથી બનાવી શકતો.
અભિમાનવશ ભૂમિનું દાન કરવાથી જ નરકમાં વાસ થાય છે. પરંતુ આ ત્યાં સુધી હોય છે જ્યાં સુધી કે તે બાકી ભૂમિ પોતાની પાસે રાખે છે.
ભૂમિદાન ગૌદાનની જેમ જ છે કે મ કે ભૂમિ ગાયનું જ રૃપ છે. મનુષ્યને જોઈએ કે અંતધેનુ અને રુદ્રધેનુ તથા ઋણધેનુ તથા મોક્ષધેનુનું દાન કરે. આ પ્રકારના દાનથી મનુષ્ય બધા પ્રકારના પાપોથી મુક્તિ મેળવી લે છે.
પોતાની અનેક અવસ્થાઓમાં કરવામાં આવેલા પાપ ગાય દાનથી નષ્ટ થઈ જાય છે. સમય-સમય પર જે મન, વચન, કર્મથી પાપ થાય છે તે બ્રાહ્મણને ગાયદાન આપવાથી નષ્ટ થઈ જાય છે.
મનુષ્યને જોઈએ કે તે સાવધાન થઈને મૃત્યુથી પહેલા ગૌ દાન કરે. પરંતુ દાન સત્પાત્ર ને જ કરવામાં આવવું જોઈએ કેમ કે સત્પાત્રને પ્રતિગ્રહના દોષ નથી લાગતો. અપાત્રને દાન આપવામાં આવેલી ગાય દાતાને નરકમાં પહોંચાડે છે. જે વ્યક્તિ પોતાનું કલ્યાણ ઇચ્છે છે એને જોઈએ કે તે અપાત્ર માટે ગાયનું દાન ના કરે અને એક ગાયને એક મનુષ્યને જ દાન કરે. ગૌદાન વહેંચી નથી શકાતું. હવે હું વૈતરણી નદીને પાર કરવા માટે ગૌદાનનું મહત્ત્વનું ચિત્રણ કરું છું.
મનુષ્યને જોઈએ કે તે કૃષ્ણ કે લાલ વર્ણની ગાયને અભૂષણોથી સુસજ્જિત કરીને એને ખુરોની ચાંદી, સીંગડાઓને સોનાના બનાવીને કપાસની ઉપર ઊભી કરીને તાંબાના પાત્રની સાથે લોખંડ દંડને ધારણ કરવાવાળા યમરાજની સ્થાપના કરે. પછી એ પાત્રમાં ઘી નાખીને બધાની ઉપર રાખી દે પછી ઈખની નાવ બનાવીને રેશમના કપડામાં લપેટીને એને પાણીના ખાડામાં નાવને નાખી દે અને પછી ગાયની સાથે એનો સંકલ્પ કરીને એને બ્રાહ્મણને દાન આપી દે. તે આ પ્રકારથી પ્રાર્થના કરે કે - હે જગન્નાથ! તમે શરણાગત વત્સલ છો. શોકમાં ડૂબેલા વ્યક્તિઓના રક્ષક છો, તમે મારો ઉદ્ધાર કરો. હું દક્ષિણા સહિત આ ગાયદાન કરી રહ્યો છે. તમને તથા વૈતરણ રૃપ ગાયને નમસ્કાર છે. મેં એ નદીથી ઉતરવા માટે આ ગાયદાન કર્યું છે. દેવેશ ઇન્દ્ર! હું ગાયોના મધ્યમાં જ નિવાસ કરું. ગાયોમાં લક્ષ્મીનો નિવાસ છે. આ લક્ષ્મી રૃપ ધેનું મારા પાપોનો નાશ કરે. મનુષ્યને જોઈએ કે આ પ્રકારે પૂજા કરીને અને પ્રદક્ષિણા કરીને ગાય સહિત બધી સામગ્રી બ્રાહ્મણને દાન આપી દે. એવો વ્યક્તિ ધર્મરાજની સભામાં પહોંચી જાય છે. આ પ્રકારે પુણ્ય કાળમાં ગાયનું દાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. જ્યારે શ્રદ્ધા ઉત્પન્ન થાય અને કોઈ સત્પાત્ર મળી જાય એને પણ પુણ્ય કાળ માનવામાં આવે છે. અર્થાત્ એવા સમયમાં નિશ્ચિંત થઈને ગૌદાન કરવું જોઈએ. કેમ કે મનુષ્યનો વૈભવ એક જેવો નથી રહેતો અને મૃત્યુ પણ ક્યારેય પણ આવી શકે છે આથી દાન કરીને મનુષ્યને ધર્મનો સંગ્રહ કરવો જોઈએ. ભાવનાથી કરવામાં આવેલું થોડું દાન પણ અપાર ફળ આપે છે. ભાઈ-બંધુ શરીર બધું નાશવાન છે ફક્ત ધર્મ જ સ્થિત રહે છે. મૃત્યુ પછી પ્રત્યેકને પ્રેમ ક્ષીણ થઈ જાય છે. પ્રાણીની પોતાની આત્મા જ એના બંધુ છે. આથી પોતાની સંતુષ્ટિ માટે દાન આપવું જોઈએ. આ જીવન અનિત્ય છે. મનુષ્યની પાછળ કોઈ એના માટે કશું નથી કરતો આથી એને ખુદ પોતાના લોકોત્તરની ચિંતા થવી જોઈએ. મરેલા શરીરને લાકડી અને કાંકરાની સમાન લોકો છોડી દે છે, આથી મનુષ્યને જોઈએ કે તે પોતાના શુભ-અશુભનું ધ્યાન રાખીને દાન કરે. દુઃખનો સંસાર સાગર વિરાટ હોય છે. એમાં કોઈ કોઈનો ભાઈ નથી. અહીંયા કર્મના સંબંધથી પ્રાણી આવે છે અને ચાલ્યા જાય છે. કર્મના ભાવ સાથે જોડાય છે અને કર્મના ક્ષીણ થવા પર સંબંધ તૂટી જાય છે. માતા-પિતા, પુત્ર વગેરે બધે એક્ઠા થયેલા એ પ્રાણીઓ સમાન છે, જે નદીમાં વહેતાં લાકડીઓના તરાપાની જેમ એક પણ છે અને નથી પણ.
આ લોકથી જે લોકોત્તરનો માર્ગ છે એમાં જ્ઞાની વ્યક્તિ સુખ મેળવે છે નહીં તો એને કષ્ટ મળે છે. જે-જે આપણે અહીંયા આ ધરતી પર દાન કરીએ છી એના પુણ્યના પ્રભાવથી આપણને ધર્મના માર્ગમાં આરામ મળે છે.
આથી જ્યાં સુધી મનુષ્યનું જીવન છે ત્યાં સુધી તે દાન અને સમર્પણથી પોતાની આત્માને ઉદાર બનાવે. ધર્મથી અર્થ થાય છે અને ધર્મથી જ કામ થાય છે અને ધર્મ જ મોક્ષનો દાતા હોય છે. આથી મનુષ્યએ ધર્મ કરવો જોઈએ. પરંતુ એ પણ જાણી લેવું જોઈએ કે ધર્મ શ્રદ્ધાથી ધારણ કરવામાં આવે છે. ધન, ધર્મનો આધાર નથી હોતો. જે મનુષ્ય ધનહીન છે તે પણ પોતાના સ્વચ્છ મનથી ધર્મનું આચરણ કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરે છે.
હે ગરુડ! જે મનુષ્ય ધરમના પુરા રૃપોને જાણીને દેવી-દેવતાઓને પ્રસન્ન કરીને ધાર્મિક કાર્ય કરે છે અને વિધિવત્ દાન આપે છે તે પોતાના પુણ્યોને સંચિત કરે છે. એને નરકની યાતના નથી થતી અને આવો મનુષ્ય પરમ આનંદને પ્રાપ્ત કરે છે.
***
સાતમો અધ્યાય
ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું-હે પ્રભુ! હવે તમે મને પ્રેત યોનિમાં રહેવાવાળાઓની મુક્તિનો ઉપાય બતાવો. મને પ્રેતોનું સ્વરૃપ અને એમની ચરિત્રાગત વિશેષતાઓ બતાવવાની કૃપા કરો. આ સાંભળીને શ્રી ભગવાને કહ્યું કે હે ગરુડ! હું હવે તને પ્રતેના સ્વરૃપ અને એના ચિહ્નોના વિષયમાં બતાવું છું. પ્રેતોની દેહ એક પ્રકારથી વાયુની સમાન હોય છે અને કોઈને દેખાઈ નથી દેતી. પ્રેત ભૂખ-તરસથી પીડિત થઈને ઘરમાં પ્રવેશ કરે છે, પોતાના બંધુ-બાંધવોની પાસે જાય છે અને ક્યારેક-ક્યારેક એમનું મુખ વિકૃત થઈ જાય છે. મનુષ્યના સ્વપ્ના જોવાની અનેક સ્થિતિઓ હોય છે. પરંતુ એ સપનાઓથી એમના વિશેષ ભૂત અને ભાવી સ્વરૃપને જાણી શકાય છે. જે વ્યક્તિ સૂતા પોતાને ઝંજીરોમાં બંધાયેલો જુએ છે અને સ્વપ્નમાં અન્નની યાચના કરે છે એને પ્રેત દુખી કરે છે.
જે સવ્પનમાં બળદ પર સવારી કરે છે અથવા ખુદને આકાશમાં ઉછળતો અનુભવ કરે છે અથવા પોતાની સ્ત્રી અને બંધુઓથી મૃત્યુ રૃપમાં નજરે પડે છે એને પણ પ્રેત ખૂબ જ તંગ કરે છે. ક્યારેક-ક્યારેક પ્રેતના દોષોને કારણે જ મનુષ્ય દુઃખી થઈને પાણીની યાચના કરે છે. જ્યારે આવા સ્વપ્ન દેખાય તથા ઘરથી નિકળવાવાળા પુત્ર અને પશુ નજરે પડે તો સમજી લેવું જોઈએ કે પ્રેત દોષ લાગ્યો છે.
હે ગરુડ! કોઈ વેતને જાણવાવાળા પૂરા વિદ્વાનનો ત્યાગ કરીને પ્રેત મુક્તિનો ઉપાય નથી હોતો. પરંતુ વેદજ્ઞાતાને તર્પણ કરતાં-કરતાં પ્રેતના દોષથી મુક્તિ થઈ જાય છે કેમ કે દાન અને તર્પણથી ભટકતું પ્રેત પણ તૃપ્તિને પ્રાપ્ત થાય છે. જે પ્રેત તૃપ્ત થાય છે તે પોતાના બંધુ-બાંધવોને કષ્ટ નથી આપતા જ્યારે એના વિપરીત અતૃપ્ત પ્રેત કષ્ટ આપે છે.
હે ગરુડ! તૃપ્ત પ્રેત પોતાના કુળવાળાઓને સુખ-સુવિધા આપે છે. જે વ્યક્તિ પ્રેતના દો,ોને જાણીને એના નિવારણનો ઉપાય નથી કરતો તે દુર્ગતિને પ્રાપ્ત થાય છે. પ્રેત પણ ક્યારેક-ક્યારેક પોતાની દુર્ગતિનો અનુભવ કરાવી દે છે.
ક્યારેક-ક્યારેક મનુષ્ય પ્રેતથી શાપયુક્ત થઈ જાય છે અને પછી દરિદ્રતાને પ્રાપ્ત થાય છે. આવા પ્રેત યમલોકમાં પહોંચીને કર્મોનો ક્ષય કર્યા કરે છે.
આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે ક્યારેક-ક્યારેક ન તો કોઈ નામ અને ગોત્ર હોય છે અને ન સ્વપ્નમાં પ્રેતની કોઈ ચેષ્ટા નજરે પડે છે., ના પ્રેતના દર્શન થાય છે.. છતાં આવી દશામાં શું કરવું જોઈએ?કેમ કે પ્રેત ન દેખાવા પર પણ જ્યોતિષી એમની સત્તાની વાત કરે છે. આ સાંભળીને ભગવાને કહ્યું કે એમની વાત સત્ય હોય છે. મનુષ્યને જોઈએકે ભક્તિપૂર્વક જપ અને હવન કરીને પોતાના શરીરને શુદ્ધ કરતો રહે. આવું કરવાથી પ્રેત-દોષ નથી લાગતો. જો કોઈ મનુષ્યને ભૂત-પ્રેત અને પિશાચ નથી સતાવતા તો પણ પોતાની સામાન્ય બાધાને દૂર કરવા માટે એણે જપ કરવા જોઈએ. એણે એ સમજવું જોઈએ કે એના પિતૃગણ એના જપથી ખુશ થશે.
મનુષ્યને જોઈએ કે તે ગાયત્રી જાપ કરે. એનાથી તે ઉત્તમ લોકને પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં માતા-પિતા સમાન કોઈ દેવતા નથી. તેઓ પ્રત્યક્ષ દેવતા છે કેમ કે એમના દ્વારા જ પ્રાણી શરીર ધારણ કરે છે. આથી એમના હિતોની રક્ષા અવશ્ય કરવી જોઈએ. ગુરુ પણ પ્રત્યક્ષ દેવતા છે. તેથી ગુરુના માટે પણ જપ કરવા જોઈએ.
મનુષ્યનું શરીર જ સ્વર્ગ-નરક અથવા મોક્ષ પ્રદાન કરવાવાળું છે. આ શરીર પૂજા પણ કરે છે અને પૂજાના યોગ્ય પણ થાય છે. આ શરીરથી મહાન કર્મ કરતાં કરતા મનુષ્ય લોક પૂજા માટે યોગ્ય થાય છે. જે વ્યક્તિ પોતાના પિતૃગણોના લાભ માટે તપ અને દાન કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. વિદ્વાન લોકો કહે છે કે પુન્નામ વાળા નરકથી પુત્રને જોઈએ કે તે પિતાનું તાર્ણ કરે ત્યારે તે પ્રેત વિદ્વાનોને નથી જોતા.
ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે પ્રેત અસ્તિત્વમાં કેવી રીતે આવે છે અને એમનું શં ભોજન હોય છે. ભગવાને આનો જવાબ આપતા કહ્યું કે પાપ કરવાવાળા વ્યક્તિ પોતાના પૂર્વ જન્મોને કારણે જ પ્રેત થયા કરે છે. જે લોકો કોઈ બાવડી, કૂવા અથવા તળાવ કે આરામ (બગીચો) અથવા કોઈ દેવસ્થાનની સાથે લાગેલા સુંદર ફળોથી યુક્ત બગીચાને કે ભોજનશાળાને કે પાણી પીવાવાળા સ્થાનને કે ધર્મના સ્થાનને નષ્ટ ભ્રષ્ટ કરી દે છે તેઓ મરીને પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે.
જે લોકો ઘોર જંગલ અને ગોચર-ભૂમિને પોતાના લોભથી કાપે છે તેઓ પણ પ્રેત યોનિને પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પછી ચાંડાલ થઈ જાય છે. આવા લોકો ચાંલાડથી સર્પ દર્શનથી અથવા કોઈ ઝડપી દોડવાવાળા પશુના દાંતથી મૃત્યુને પ્રાપ્ત થાય છે.
જે લોકો ડાકુઓ, ચોરો દ્વારા મારી નાંખવામાં આવે છે તેઓ પણ ક્યારેક-ક્યારેક પ્રેત યોનિમાં આવે છે. પોતાના સંસ્કારોના લોપ થવાથી અને પિંડાના લુપ્ત થઈ જવા પર ભૂખી દશામાં રહેતા પર્વત વગેરે સ્થાનથી પતિત થઈ જાય છે તેઓ આ યોનિને પ્રાપ્ત થાય છે. હે ગરુડ! જે લોકો સૂતક વગેરેમાં સંપર્ક કરીને કઠોર શૈત્ય ક્રિયાથી મરે છે તેઓ પ્રેત યોનિમાં આવી જાય છે.
આ વિષયમાં તને એક પ્રાચીન ઇતિહાસ બતાવું છું. ધર્મરાજ યુધિષ્ઠિરે મહારાજા ભીષ્મથી ફૂછ્યું હતું કે કયા કર્ના વિપાકથી પ્રેત યોનિ પ્રાપ્ત થાય છે અને પછી એનાથી છુટકારો કેવી રીતે થાય છે? આનો જવાબ આપતા ભીષ્ણજીએ કહ્યું-મનુષ્યને પ્રેતત્વ પ્રાપ્ત થઈ જાય છે અને તે એનાથી મુક્ત પણ થાય છે. હે ધર્મરાજ, પ્રાચીન સમયમાં એક સંતપ્ત નામનો બ્રાહ્મણ હતો. તે તપ કરવા માટે વનમાં નિવાસ કરતો હતો. તે સ્વાધ્યાયમાં લાગેલો રહેતો હતો અને દયાળુ હતો. તે હવન વગેરે કરતો-કરતો બ્રહ્મચર્યનું પાલન કરતો હતો અને તપ કરીને હંમેશાં જ પરલકોથી ડરતો રહેતો હતો. તે હંમેશાં ગુરુના વચનોનો માનતો, અતિથિઓની સેવા કરતો, બધા સંઘર્ષોથી રહિત હતો. તે ફક્ત યોગાભ્યાસ કરતો.
એને આ રીતથી રહેતા-રહેતા અનેક વર્ષ વ્યતીત થઈ ગયા. એના પછી એણે વિચાર્યું કે હું તીર્થોમાં ભ્રમણ કરું. તીર્થોમાં સ્નાન કરતા સમયે એણે સૂર્યના ઉદય કાળમાં સૂર્યને નમસ્કાર કર્યા પરંતુ એક દિવસે એ બ્રાહ્મણે પાંચ પ્રેતોને જોયા. આ પાંચ પ્રેતોને જ્યારે એણે જોયા તો તે આંખ બંધ કરીને વિચાર કરવા લાગ્યો. તે એણે ખૂબ જ વિકૃત આકારવાળા નજરે પડી રહ્યાં હતા. પછી એ બ્રાહ્મણે સાહસ કરીને એનાથી પૂછ્યું કે તમે લોકોએ એવા કયા દુષ્ટ કર્મ કર્યા છે, જેનાથી તમને વિકૃત રૃપ પ્રાપ્ત થયું? આ સાંભળીને એ પ્રેતોએ જવાબ આપ્યો-અમને પોત-પોતાના કર્મોને કારણે આ પ્રેત યોનિ મળી છે. અમે બીજાઓથી દ્વેષ કર્યા અને એ કારણે અમે ભૂખ-તરસથી પીડિત રહીએ છીએ. અમે હવે મૂર્ચ્છિત થઈ ગયા અને અમે દિશાઓને પણ ના ઓળખી શક્યા. અમે ક્યાં જઈએ એની અમને ખબર જ નથી. ના કોઈ પિતા છે, ના કોઈ માતા. એના પછી એ પાંચેયમાંથી એકે કહ્યું કે અમે પાંચે અલગ-અલગ નામધારી છીએ. ત્યારે બ્રાહ્મણે પૂછ્યું કે- તમે નાધારી કેવી રીતે થયા? મને એનું કારણ બતાવો. ત્યારે તે પ્રેત પોલ્યો કે હમેં હંમેશાં બ્રાહ્મણને વાસી ભોજન ખવડાવીને પોતે સ્વાદિષ્ટ ભોજન કર્યું આથી મારું નામ પાર્યુષિત પડ્યું. આ બીજા પ્રેતે અન્નની ઇચ્છાથી બીજાઓને દગા ઓપાય્ આને આનું નામ સૂચીમુખ પડ્યું. આ ત્રીજા પ્રેત જેનું નામ શીઘ્રક છે તે કોઈ પણ યાચક બ્રાહ્મણને જોઈને જલ્દીથી ચાલ્યો જતો હતો અને આ ચોથો રોહક નામનો પ્રેત છે. એણે બધા સંબંધિઓના પદાર્થોને ખુદ ખાવાની ટેવ નાખી હતી અને આ પાંચમો પ્રેત લેખક નામનો છે. આનું આ નામ આથી પડ્યું કે જ્યારે કોઈ એનાથી કશું માગતા તો તે પૃથ્વી પર લખવા લાગતો હતો. આથી અમને પ્રેતોના નામ પ્રાપ્ત થયા. અમારા આકાર વિપરીત છે અને હવે બગડેલા રૃપવાળા થઈ ગયા છીએ. પરંતુ હવે હે બ્રાહ્મણ અમે દમારા દર્શન કરી લીધા છે અને હવે અમારું જ્ઞાન પાછું આવી ગયું છે તેથી અમારાથી તમે કંઈ બીજું પણ પૂછી શકો છો.
બ્રાહ્મણે પૂછ્યું કે તમારો આહાર શું છે? કેમ કે આહાર વગર તો કોઈ જીવિત નથી રહી શકતો. આ પ્રશ્નના જવાબમાં પ્રેત બોલ્યા-પ્રેતોનું ભોજન કફ, મળ અને હવન કરેલો પદાર્થ હોય છે. તે પવિત્રતાથી રહિત હોય છે. જ્યાં પર મળ-મૂત્ર રહે છે ત્યાં જ આ પ્રેત ભોજન કરે છે. જે ઘરમાં પવિત્રતા નથી હોતી ન સત્ય અને સંયમ હોય છે, જે પતિત હોય છે એના ઘરમાં પ્રેતોને ભોજન મળે છે. જ્યાં પર લોભ, ક્રોધ, મોહ, શોક, ભય વગેરેની અધિકતા હોય છે ત્યાં પ્રેતોને ભોજન મળે છે.
એના પછી બીજા પ્રેતે પોતાના ભોજન વિષયમાં બતાવતા કહ્યું કે ખરાબમાં ખરાબ વસ્તુ અમારો ખાદ્ય પદાર્થ હોય છે. પરંતુ હવે અમે પ્રેત ભાવથી વિરક્ત થઈ ગયા છીએ આથી હે મહાભાગ! તમે એ બતાવો કે અમે શું કરીએ જેનાથી આ પ્રેત ભાવ ના રહે.
એમની આ વાત સાંભળીને બ્રાહ્મણે કહ્યું કે નિત્ય પ્રતિ ઉપવાસ કરવાવાળા અને મહાવ્રત કરવાવાળા ક્યારેય પ્રેતત્વને પ્રાપ્ત નથી થતાં. જે મનુષ્ય રાજાના રૃપમાં યજ્ઞ કરે છે તથા આરામઘર, પ્યાઉ વગેરે બનાવે છે તે પ્રેતત્વને પ્રાપ્ત નથી થતો. જે બ્રાહ્મણ અને કુંવારી કન્યાઓના લગ્ન કરાવી દે અને જે વિદ્યા દાન કરે છે એ પ્રેતત્વને પ્રાપ્ત નથી થતો. પરંતુ એના વિપરીત બીજાના અન્નને ખાવાવાળા, યજ્ઞ ન કરવાવાળા, અને અપકર્મ કરવાવાળા બ્રાહ્મણ દેવતા તથા ગુરુમાં કોઈની સંપત્તિનું હરણ કરવાવાળા વ્યક્તિ પ્રેતત્વને પ્રાપ્ત થાય છે. એના સિવાય ધરોહરનું અપહરણ, મિત્રોથી દગો, વિશ્વાસઘાત, ભાઈથી દ્રોહ, ગાયનો વધ, ગુરુની પથારી પર ગમન કરવાવાળો મનુષ્ય પ્રેત થઈ જાય છે.
ભીષ્મજીએ કહ્યું કે જ્યારે બ્રાહ્મણ અને પાંચ પ્રેતોમાં આ સંવાદ ચાલી રહ્યો હતો તો આકાશમાં ફૂલોની વર્ષા થઈ. એ પ્રેતોનું પ્રેતત્વ એ બ્રાહ્મણની સાથે વાતચીત ક રવામાં નષ્ટ થઈ ગયું અને તેઓ મુક્ત થઈ ગયા હતા.
આ સાંભળીને ગરુડજીએ ભગવાનથી કહ્યું-હે પ્રભુ! વેદોમાં કહેવામાં આવ્યું છે કે ક્યારેય કોઈ અકાળમાં નથી મરતો અર્થાત્ બધા સ્વાભાવિક મૃત્યુને પ્રાપ્ત થાય છે પછી રાજા ક્ષોત્રિય કેવા મૃત્યુને પ્રાપ્ત થાય છે? કળિયુગમાં આટલી ઉંમર કેમ નથી રહેતી?
આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા-મનુષ્ય વિધાતા દ્વારા આપવામાં આવેલા સમયને ભોગવાને ચાલી જાય છે. તેમ છતાં મનુષ્ય સો વર્ષો સુધી જીવવાવાળો હોય છે પરંતુ પોતાના ખરાબ કર્મોથી એની આયુનો ક્ષય થઈ જાય છે અને જે વ્યક્તિ શ્રદ્ધા નથી રાખતો તેમજ અશુદ્ધ રહે છે, પાપોમાં લીન રહે છે એના માટે યમરાજના દ્વારા જલ્દી ખુલી જાય છે. જે બ્રાહ્મણ પોતાના કર્મોને નથી કરતા અને જે વૈશ્ય શાસ્ત્રની વિધિથી કર્મ ન કરીને પાપયુક્ત કર્મ કરવા લાગી જાય છે તે પણ જલ્દી જ યમરાજના લોકમાં પહોંચે છે. જે શૂદ્ર પોતાના સેવાભાવને ત્યાગીને પોતાના મન-ઇચ્છિત કર્મ કરે છે તે પણ યમરાજને ત્યાં જલદી પહોંચી જાય છે.
આ મનુષ્યનું શરીર અનિત્ય છે અને સમાપ્ત થવાવાળું છે. આવું તે ક્યાં સુધી રહેશે એ નથી કહી શકાતું. આ દેહની ઉત્પત્તિ રસથી થાય છે અને આ અન્નના પિંડથી પૂરું થાય છે. આથી રસ અને અન્નની સંગતિમાં દોષ હોવાથી આ શરીર કેવી રીતે નિત્ય થઈ શકે છે? મનુષ્યને જોઈએ કે તે પોતાના શરીરથી અને પાપ ન કરીને જૂના પાપોને જ નષ્ટ કરે કેમ કે પાછલા જન્મના પાપ જ મનુષ્યના નવા જન્મને પ્રભાવિત કરે છે. અર્થાત્ માનસિક વ્યથા અને વ્યાધિ અર્થાત્ રોગના વિષયમાં વિચાર કરીને મનુષ્યને જોઈએ કે તે શુભ અને અશુભને જુએ. કેમ કે જન્મ લીધા પછી શરીર અજ્ઞાનના અંધકારથી ઢંકાઈ જાય છે.
જન્મ ગ્રહણ કર્યા પછી મૃત્યુ અવશ્ય થાય છે. કોઈ પણ વ્યક્તિ હોય-સંપન્ન કે ગરીબ, વિદ્વાન કે અભણ, ઊંચી જાતિવાળો હોય કે નીચી જાતિવાળો, આ દેહને ધારણ કર્યા વગર સુખની પ્રાપ્તિ નથી થતી અને તે સુખ-દુઃખ પહેલા જન્મોના કર્મો પર જ નિર્ભર રહે છે. જન્મ પછી સમય-સમય પર પૂર્વ જન્મના પાપ અને પુષ્ણ ભોગવવવામાં આવે છે. આ પ્રકારે મનુષ્ય વ્રતો અને દાનોના પ્રભાવથી મોક્ષને પણ પ્રાપ્ત કરે છે અને એના અભાવથી ભાવાગમનમાં લાગેલો રહે છે.
એના પછી ગરુડજીએ પૂછ્યું કે જેની બાલ્ય અવસ્થામાં મૃત્યુ થઈ જાય છે એનું પિંડદાન કેવી રીતે થાય છે? જ્યાં સુધી બાળકના ચૂડાકરણ સંસ્કાર ન થઈ જાય ત્યાં સુધી કે પછી એના પછી એના મરવા પર શું વિધાન હોય છે?
આ પ્રશ્નના જવાબમાં ભગવાન બોલ્યા કે ગર્ભપાતની અવસ્થામાં કશું વિશેષકરણીય નથી હોતું. જ્યાં સુધી ચૂડાકર્મ ન થાય ત્યાં સુધી શિશિને ભૂમિમાં ગાડી દેવો જોઈએ અને એની આત્માની શાંતિ માટે બાળકોને દૂધ પિવડવવું જોઈએ. ચૂડાકર્મ પછી વિધિવત્ દાહ સંસ્કાર કરવા જોઈએ અને જો દસ વર્ષની અવસ્થા સુધી મૃત્યુ થયું છે તો એની તૃપ્તિ માટે અન્ય શિશુઓને ભોજન અને દૂધ આપવું જોઈએ. જે જન્મ ગ્રહણ કરે છે એની મૃત્યુ તો થાય જ છે આથી તે પુનઃ જન્મ ગ્રહણ કરે છે. મૃત્યુ પછી આત્માની તુષ્ટિ માટે સંકલ્પ કરીને મનુષ્યને જોઈએ કે તે દાન કરે અને ભોજનની સાથે મિઠાઈનું દાન પણ ઉત્તમ હોય છે. જ્યારે કોઈ વ્યક્તિ પાંચ વર્ષથી વધારે મોટો થાય છે, જે પોતાની ઇન્દ્રિયોના વિષયમાં પૂરી રીતે જાણી લે છે એના જ પૂર્વ જન્મોમાં કરેલા કર્મોનું ધ્યાન નથી રહેતું પરંતુ એનો પ્રભાવ થાય છે. આવાના મૃત થઈ જવા પર વિધિવત્ સંસ્કાર કરવા જોઈએ અને પછી દસ પિંડ દાન કરવા જોઈએ. જે-જે કંઈ એને પોતાના જીવનમાં પ્રિય હોય છે તે જ પછીથી દાન કરવું જોઈએ. આ પ્રકારે એના પછી અવસ્થાના અનુરૃપ ભોગ અને યોગથી જ્ઞાન પ્રાપ્ત કરીને બધા સંસ્કાર કરવા જોઈએ.
હે ગરુડ! હું પ્રેતત્વની મુક્તિ માટે સુકૃત અને દાનના વિષયમાં પણ બતાવું છું. મેં આના વિષયમાં પહેલાં તમને બભ્રુ વાહન નામના રાજાની કથા સંભળાવી હતી અને તને જાણ થઈ હતી કે કયા પ્રકારે તે પ્રેત યોનિથી મુક્ત થયો હતો. પરંતુ એની વિશેષ મુક્તિ માટે સ્વર્ણ ઘટનું દાન ખૂબ જ આવશ્યક છે. આવું દાન કરીને ફરી કોઈ બીજા દાનની જરૃર નથી રહેતી. પરંતુ આ બંનેમાં જેવું કે મેં પહેલાં બતાવ્યું મનુષ્યને આસક્તિ રહિત થઈને દાન કરવું જોઈએ. એનાથી યમરાજની તુષ્ટિ થાય છે અને પ્રેતત્વથી મુક્તિ પ્રાપ્ત થાય છે.
***
આઠમો અધ્યાય
પક્ષીરાજ ગરુડે ભગવાન નારાયણથી પૂછ્યું કે મનુષ્યને મર્યા પછી કયા પ્રકારે સદ્ગતિ મળે છે અને મરતો પ્રાણી કયા પ્રકારથી કૃત્ય કરે છે તથા એને કેવા કાર્ય કરવા જોઈએ.
ગરુડના આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણે કહ્યું કે જ્યારે કર્મના વશીભૂત થઈને અંતિમ સમય આવી જાય તો એ સમયે મનુષ્યને જોઈએ કે તુલસીની પાસે ગોબરનું મંડલ બનાવે અને પછી તલોને ફેલાવીને કુશાનું હળવું એવું આસન બનાવે અને પછી શાલિગ્રામ શિલાની સ્થાપના કરે કેમ કે તુલસીના ઝાડની છાયા જ્યાં મળી જાય છે ત્યાં મરવાથી મુક્તિ થાય છે. તુલસીનું વૃક્ષ જે ઘરમાં હોય છે ત્યાં યમરાજ નથી પહોંચતા. જે મનુષ્ય તુલસીના દળ મુખમાં રાખીને પ્રાણ ત્યાગ કરે છે તે પુત્રહીન થવા પર પણ મૃત્યુ લોકને પ્રાપ્ત થાય છે. તલ ભગવાનના પરસેવાથી ઉત્પન્ન છે આથી પવિત્ર છે અને કુશ મારા રોમની વિભૂતિ છે. કુશાના મુલમાં બ્રહ્મા, વચ્ચે જનાર્દન અને આગલા ભાગમાં શંકર વિદ્યમાન છે. આથી કુશ, અગ્નિ, બ્રાહ્મણ અને ગાય આ વારંવાર કામ લાગવા પર પણ અપવિત્ર નથી થતા. આ બધા નિર્માલ્ય હોય છે.
મનુષ્યને જોઈએ કે છાણથી લિપેલા સ્થળ પર મનુષ્યને સુવડાવે. પલંગથી ઉતારીને એને નીચે સૂવડાવે. ખાટલાથી ઉતારીવો એથી જરૃરી છે કે પિશાચ, રાક્ષસ, ભૂત-પ્રેત, યમના દૂત ખાટલા વગર લિપેલા વગરના સ્થાનમાં પ્રવેશ કરી લે છે. પછી એના પછી લિપેલી ભૂમિ પર સુવડાવની મરવાવાળાના મુખમાં સ્વર્ણ અને રત્ન નાખે. પછી ચરણામૃત પિવડાવે કેમ કે જે વ્યક્તિ શાલિગ્રામના સ્પર્શ કરેલા જળને એક બૂંદના રૃપમાં પણ લે છે તે પાપોથી છૂટી જાય છે. એના પછી ગંગાજળ પિવડાવે કેમ કે ગંગાજળ બધા તીર્થોના પુણ્ય ફળ આપવાવાળું હોય છે. હે ગરુડ! જેમ અગ્નિને મેળવીને રૃ સળગી જાય છે એવી જ રીતે ગંગાના જળથી પાપ નષ્ટ થઈ જાય છે. જે રીતે નદીઓમાં સ્નાન કરવામાં મનુષ્ય પવિત્ર થાય છે એવી જ રીતે ગંગાના દર્શન અને નામ લેવા માત્રથી પવિત્ર થઈ જાય છે. મરતા સમયે જે વ્યક્તિ ગંગાનું જળ પીને ગંગાનું ઉચ્ચારણ પણ કરે છે તે વિષ્ણુ લોક જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. તેથી ગંગાનું ધ્યાન કરવું ખૂબ જરૃરી છે. શ્રીમદ્ ભાગવત્ની કથા સાંભળવી પણ મોક્ષ અપાવે છે. વેદ અને ઉપનિષદોનો પાછ તથા શિવ અને વિષ્ણુ સ્ત્રોતથી મરવા પછી મુક્તિ મળી જાય છે. હે ગરુડ! મૃત્યુના સમયે મનુષ્યને અનશન વ્રત કરવું જોઈએ અને પોતાના મનમાં એ વિચાર કરીને કે મેં સંન્યાસ લઈ લીધો છે એવો વ્યક્તિ ફરી ઉત્પન્ન થાય છે. આ રીતે ધર્માત્માના પ્રાણ ઉપરના છિદ્ર દ્વારા નિકળે છે. જે લોકો સુકૃતી હોય છે તે પોતાના પ્રાણોનું વિસર્જન મુખ, આંખ, નાક અને કાન દ્વારોથી કરે છે. યોગી લોકો તાળવાના છિદ્રથી પ્રાણ છોડે છે.
આ રીતે હે પક્ષીરાજ! કાળથી ઠેસ ખાધેલું આ શરીર ઈશ્વર રૃપી વાયુથી નિીકળી જવાથી આદારહીન ઝાડની જેમ થઈ જાય છે. પ્રાણોના ન હોવા પર આ શરીર અસ્પર્શ્ય અને દુર્ગંધ યુક્ત થઈ જાય છે. આથી ક્ષણમાત્રમાં નષ્ટ થવાવાળા આ શરીરનું ગર્વ ના કરવું જોઈએ.
મનુષ્યમાં જે પાંચ તત્વ હોય છે તેઓ અલગ-અલગ પૃથ્વીમાં પૃથ્વી, જળમાં જળ, પવનમાં પવન, હવામાં હવા અને તેજમાં તેજ વિલીન થઈ જાય છે. આકાશામાં આકાશ લીન થઈ જાય છે. આ આકાશ જ સર્વવ્યાપી છે. આ નિત્ય મુક્ત છે. અજન્મા, અમર આત્મા છે અને આ સાક્ષી રૃપ છે. પુણ્ય કર્મોથી યુક્ત થઈને આ આત્મા નવા શરીરમાં પ્રવેશ કરે છે અને જે પુણ્યાત્મા હોય છે, ધર્મના જ્ઞાતા હોય છે તેઓ પૂજિત થઈને દેવલોક જાય છે.
આ સાંભળીને ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ! અગ્નિ-સંસ્કારના વિધાન પણ બતાવો અને સાધ્વી પત્નીનું મહત્ત્વ બતાવવાની પણ કૃપા કરો.
આ પ્રશ્નના જવાબમાં ભગવાન નારાયણ બોલ્યા કે પુત્ર અને પૌત્ર મર્યા પછી પિંડદાન કરીને પિતાના ઋણથી મુક્ત થઈ જાય છે. પુત્રને જોઈએ કે તે માતા-પિતાની અંત્યેષ્ટિ કરે. શોકને છોડીને પોતાના પાપોને દૂર કરવા માટે બંધુ-બાંધવો સહિત મુંડન કરાવે. જો પુત્ર માતા કે પિતાના મર્યા પછી મુંડન નથી કરાવતા તે જાણે વાસ્તવિક પુત્ર નથી હોતો. પુત્રને જોઈએ કે મુંડન કરાવીને પછી સ્નાન કરીને ધવલ વસ્ત્ર ધારણ કરીને તાજા જળથી મૃતકના શરીરને સ્નાન કરાવે. એના પછી ચંદન, માળા, વગેરેથી એને સુશોભિત કરે અને નવા વસ્ત્રોથી ઢાંપ કરીને દક્ષિણા સમેત પિંડદાન કરે. દ્વાર દેશમાં મૃતકના નામની સાથે પાંચ શબ્દ જોડીને પિંડનું દાન કરે. એના પછી પ્રદક્ષિણા કરીને પુત્રવધુ વગેરે દ્વારા પૂજન કરે. પહેલા પુત્રને ખભો લગાવવો જોઈએ અને પછી બંધુઓએ. જો પુત્ર પોતાના ખભા પર રાખીને પિતાને સ્મશાન સુધી લઈ જાય છે એને અશ્વમેઘ યજ્ઞનું ફલ મળે છે અને તે પોતાના પિતાના ઋણથી છૂટી જાય છે. એના પછી પુત્રને જોઈએ કે તે અડધા માર્ગમાં ભૂમિને સાફ કરીને શબને આરામ આપે અને પછી પિંડ દાન કરાવે. આ પિંડ દાનથી બીજી દિશામાં રહેવાવાળા પ્રેત યક્ષ અગ્નિને સમર્પણ કરવા યોગ્ય થઈને શબને અયોગ્ય નથી કરી શકતા.
સ્મશામાં શબને લઈ જઈને ઉત્તરની તરફ મ્હોં રાખીને અને પછી ભૂમિને સાફ કરે. છાણથી લીપીને એના ઉપર જળ છાંટે અને પછી અગ્નિની સ્થાપના કરે અને પછી વેદમંત્રોથી વિધિપૂર્વક હવન કરે અને પ્રાર્થના કરે કે હે ભગવાન! તમે ભૂતોને ધારણ કરવાવાળો છો અને જગતના ઉત્પત્તિકારક છો. ભૂતોને પાળવાવાળા છો આથી આ મૃત વ્યક્તિને સ્વર્ગ લઈ જાઓ. આ રીતે અગ્નિની પ્રાર્થના કરીને તુલસીની લાકડી, પલાશ કે પીપળની લાકડીઓની ચિતા બનાવે અને પછી મૃત શરીરને ચિતામાં રાખીને ચિતામાં શબના હાથ પર એના નામ સાથે પ્રેત લગાવીને પિંડ દાન કરે. મનુષ્યને જોઈએ કે તે પાંચ પિંડ દાન પછી શબને સળગાવવાનો ઉપક્રમ કરે. જો તે પાંચ પિંડ દાન નથી કરતો તો ભૂત વગેરે વિઘ્ન પેદા કરી શકે છે. એના પછી પુત્રને જોઈએ કે તે અગ્નિહોત્રીની સાથે લઈને શબમાં અગ્નિ લગાવે.
જે લોકો પંચકમાં મરે છે એમને સદ્ગતિ નથી મળતી. પંચકમાં દાહ ના કરવો જોઈએ. પાંચ નક્ષત્ર દાહના યોગ્ય નથી હોતા. પરંતુ આ પાંચ નક્ષત્રોના વિઘ્નોને દૂર કરવાના ઉપાય પણ છે અને વિધિપૂર્વક દાહ તથા એ દોષોની શાંતિ થઈ શકે છે.
હે ગરુડ! મરવાવાળાની પાસે ચાર પુતળા રાખવા જોઈએ. કુશાના બનેલા આ પુતળા મંત્ર દ્વારા મંત્રિત હોય. પછી સોનું તપાવીને એમાં ચાર નક્ષત્રોના નામ અંકિત કરવા જોઈએ અને પછી 'પ્રેતા જયત' મંત્રથી હવન કરવો જોઈએ. એના પછી શબ દાહ કરવો જોઈએ. તલનું પાત્ર, સોનુ, ચાંદી અને કાંસ્ય પાત્ર ઘનિષ્ઠાદિ નક્ષત્રોના ક્રમથી દોષની શાંતિ માટે દાન કરવું જોઈએ. શાંતિ વિધાનથી જે દાહ થાય છે એમાં કોઈ વિઘ્ન નથી હોતું અને મૃતાત્માને સદ્ગતિ મળે છે. આ પ્રકારે પંચકમાં દાહ કર્મ કરવામાં આવે છે.
જો પત્ની પતિની સાથે ચિતામાં જવા માગતી હોય તો તે સ્નાન કરે. યોગ્ય રીતથી તૈયાર થાય અને પછી ગુરુને નમસ્કાર કરે તથા ભક્તિ કરે અને પછી શરમ છોડીને સ્મશાન ભૂમિ તરફ જાય. ત્યાં સૂર્યને નમસ્કાર કરીને ચિતાની પરિક્રમા કરે અને પછી એને ફૂલની પથારી સમજીને એના પર ચઢે અને પતિને પોતાના ખોળામાં સુવડાવે અને પછી ગંગા સ્નાન સમાન પોતાના શરીરને સળગાવે. ગર્ભિણી સ્ત્રીને પતિની સાથે ના સતી થવું જોઈએ. જે નારી પતિના શરીરની સાથે સતી થાય છે એનું શરીર તો સળગે છે પરંતુ આત્માને કષ્ટ નથી થતું. તે નારી પોતાના પાપોના સળગાવી દે છે. જે રીતે ધાતુથી તપાલેલા લોખંડના પિંડથી ધાતુ નથી સળગતી એવી જ રીતે સ્ત્રી સળગતી નથી બલ્કે શુદ્ધ થઈ જાય છે. એની આત્મા પતિની આત્માની સાથે એકમેવ થઈ જાય છે. પતિની સાથે મરવા પર તે પતિમાં જ મળી જાય છે પરંતુ જ્યાં સુધી તે પોતાના શરીરને નથી સળગાવતી ત્યાં સુધી શરીરથી ક્યારેય મુક્ત નથી થતી. પતિના મરવા પર જે નારી પોતાને સતી કરે છે તે સ્વર્ગલોકમાં જાય છે અને જ્યાં સુધી ચૌદ ઇન્દ્ર રહે છે ત્યાં સુધી તે પતિની સાથે વિહાર કરે છે.
પતિની સાથે સતી થવાવાળી સ્ત્રી પોતાના કુળોને પવિત્ર કરે છે. મનુષ્યના દેહમાં જેટલા રોમ છે તે પોતાના જ કાળ સુધી આનંદ કરે છે. પછી તે વધારે આયુ લઈને નિર્મળ કુળમાં ઉત્પન્ન થાય છે અને એ જ પતિને પ્રાપ્ત કરે છે. જે વિધવા સ્ત્રી થોડા એવા સમયના શરીર જલનના દુઃખને નથી સહી શકતી તે વિરહની આગમાં સળગતી રહે છે. આથી સ્ત્રીને જોઈએ કે તે પતિને શિવ સમજીને પોતાનું શરીર સળગાવે.
હે ગરુડ! મનુષ્યને જોઈએ કે તે સળગતા શબના મસ્તક લાકડીથી અને યતિઓના મસ્તક શ્રીફળથી ફોડે. મૃતકના પુત્રને જોઈએ કે તે બ્રહ્મ લોકની પ્રાપ્તિ માટે ઘીની આહુતિથી યજ્ઞ કરે અને કહે કે હે પાવક, તમે બ્રહ્મથી ઉત્પન્ન થાઓ અને તમે દિવ્ય શરીરવાળા થાઓ, તમે હાવિ હોવ, આથી તમે પ્રજ્જવલિત થાઓ જેનાથી આ સ્થૂળ શરીર તમારામાં બળી જાય. પછી મંત્રો સહિત આહુતિ આપીને રૃએ. પછી દાહ પછી પુત્ર અને સ્ત્રીએ સ્નાન કરવું જોઈએ અને મરેલા વ્યક્તિનુંન નામ તથા ગોત્ર ઉચ્ચારિત કરીને એને છોડી દેવા જોઈએ પછી મૃતકના ગુણોનું વર્ણન કરવું જોઈએ.
મૃતકના દાહના પછીના દિવસે પોતાના ઘરનું ભોજન ન કરે. દક્ષિણ દિશામાં મુખ કરીને સ્થાનને લીપે અને જ્યાં એને રાખવામાં આવ્યા હતો ત્યાં ૧૨ રાત્રિ-દિવસ દીવો સળગાવે.
સ્મશામાં કે કોઈ ચાર રસ્તા પર માટીના વાસણમાં ત્રણ દિવસ સુધી દૂધ અને જળ છોડે અને એ કહે કે હે મરવાવાળા તમે બંધુ-બાંધવો દ્વારા ત્યાગ કરવામાં આવ્યા છો. આ જળ અને દૂધ છે. જળથી સ્નાન કરો અને દૂધ પીવો. હે ગરુડ! ચોથા દિવસે ચિતાના સ્થઆનને દૂધથી છાંટીને હાડકાઓને એકત્રિત કરવા જોઈએ અને પછી એમને દૂધ અને જળથી ધોઈને માટીના પાત્રમાં રાખીને શ્રાદ્ધ કરવું જોઈએ. ચિતાની ભસ્મને એક્ઠા કરીને ઘડામાં સ્થાપિત કરીને પ્રવાહિત કરી દેવા જોઈએ.
મનુષ્યને જોઈએકે જો પ્રવાહિત ન કરે તો પંદર પગ ઉત્તર દિશામાં ચાલીને ખાડો ખોદીને હાડકાંના પાત્રને દબાવી દે. એના પછી દાહને પીડાને નાશ કરવાવાળા પિંડનું દાન કરે અને પછી ગંગાના કિનારે જઈને પવિત્ર થઈને અસ્થિઓને પોતાના હાથમાં પલે અને મસ્તક પર સ્પર્શ કરીને ગંગામાં પ્રવાહિત કરી દે. જેટલા વર્ષ સુધી મનુષ્યના હાડકા ગંગામાં વહેતા રહે છે એટલા હજાર વર્ષ સુધી તે સ્વર્ગ લોકમાં આનંદ કરે છે. ગંગાનો સમપર્શ કરવા માત્રથી મનુષ્ય સ્વર્ગલોકમાં પહોંચી જાય છે.
જો કોઈ વ્યક્તિની મૃત્યુની સૂચના વિદેશથી પ્રાપ્ત થઈ હોય તો કોઈ બીજા રૃપમાં માર્યો ગયો હોય અને એનો દેહ ના મળ્યો હોય તો જે દિવસે એના મૃત્યુના સમાચાર મળે એ જ દિવસે કુશાનું પુતળું બનાવીને ક્હેલી વિધિ અનુસાર એનો દાહ સંસ્કાર કરે અને પછી એની ભસ્મને ગંગામાં પ્રવાહિત કરી દે.
જો ગર્ભના પૂરા થવા પર સ્ત્રીની મૃત્યુ થઈ જાય તો પેટને ચીરીને બાળકને કાઢીને એને જમીનમાં દાટી દે અને સ્ત્રીનો દાહ સંસ્કાર કરે. ૨૭ મહીના સુધીના બાળકને ભૂમિમાં દાટે અને એના પછી એને સળગાવીને એની અસ્થિઓ ગંગામાં પ્રવાહિત કરે.
બાળકના મરવા પર દૂધ આપવું જોઈએ અને કુમાર બાળકના મરવા પર કુમારને જ ખવડાવવું જોઈએ. આ રીતે મેં તને મૃત્યુ ઉપરાંત કર્તવ્ય કર્મોના વિષમયાં બતાવ્યું. કુમાર બાળક અગિયારમાં અને બારમાં સામાન્ય રીતિથી કરવા જોઈએ. જો યજ્ઞોપવીત થઈ ગયો હોય તો યજ્ઞોપવીતની સાથે એનું પિંડ દાન કરે અને ખીર અને દૂથથી પાંચ પિંડ આપે.
જે લોકો જ્ઞાની હોય છે તેઓ આત્મસ્વરૃપ થાય છે અને પુત્ર દ્વારા પિંડ દાન પ્રાપ્ત કરવાની અભિલાષા નથી રાખતા. તેથી એમનું પિંડદાન અને જળદાન ના કરવા જોઈએ પરંતુ પિતાની ભક્તિ-ભાવનાથી તીર્થ શ્રાદ્ધ કરી શકાય છે.
***
નવમો અધ્યાય
ગરુડજીએ ભગવાન નારાયણથી દસગાત્રની વિધિ જાણવા ઇચ્છા અને એ પણ પૂછ્યું કે જો પુત્ર ન હોય તો આ ક્રિયા કોના દ્વારા કરવામાં આવવી જોઈએ? આના જવાબમાં ભગવાને કહ્યું કે દસગાત્રની વિધિ કરવાથી પુત્ર પિતાના ઋથી મુક્ત થઈ જાય છે.
પુત્રને જોઈએ કે સત્વગુણથી પરિપૂર્ણ થઈને પિંડદાન કરે અને રોવે નહીં. પ્રેતો માટે આંસૂ બાધક હોય છે કેમ કે શોક કરવા પછી પણ મરેલો વ્યક્તિ પાછો નથી આવતો. તેથી શોક વ્યર્થ છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ થાય જ છે આથી, તે મનુષ્યના જીવનનું આવાગમન થતું જ રહે છે. દેવી અને મનુષ્યની એવી કોઈ વિધિ નથી જેનાથી મૃત્યુને પ્રાપ્ત પ્રાપણી ફરી પેદા થઈ જાય. જે એવું હોત તો રાજા રામ અને મોટા-મોટા મહાનુભાવ દુઃખી ન હોતા. જેમ કોઈ યાત્રી માર્ગમાં ચાલતો-ચાલતો કોઈ છાંયડામાં આરામ કરે છે અને પછી આગળ ચાલી જાય છે એવી જ રીતે પ્રાણીઓનો આપસી સંબંધ હોય છે. જે રીતથી એક સમયમાં બનાવેલી વસ્તુ થોડા સમય પછી નષ્ટ થઈ જાય છે. એવી જ રીતે પ્રાણીઓનો સંબંધ હોય છે. આથી મૃત્યુના વિષયમાં શોક કરવો વિકાર છે. અજ્ઞાનથી ઉત્પનન્ન શોકને છોડીને પુત્રને જોઈએ કે તે મરેલાની ક્રિયા કરે.
૧. પુત્રના ન હોવા પર વહૂ ક્રિયા કરે.
૨. વહૂના ન હોવા પર મૃતકના સગા ભાઈ આ કાર્ય કરે.
૩. બ્રાહ્મણની ક્રિયા શિષ્ય કરે.
૪. અને જો કોઈ ન હોય તો ભાઈઓમાંથી કોઈ એક પુત્ર આ ક્રિયા કરે.
૫. જો લોહી સંબંધમાં કોઈ ન હોય તો આ કાર્ય મિત્રએ કરવું જોઈએ.
આ પ્રકારે આ જ ક્રમથી બંધુ-બાંધઝવ આ ક્રિયાને કરે. જો એક પુરહુષની અનેક સ્ત્રીઓ છે તો એનામાંથી કો પણ એકથી ઉત્પન્ન પુત્રએ આ કાર્ય કરવું જોઈએ. કેમ કે જો એકને પણ પુત્ર હોય તો તે બધી સ્ત્રિઓ પુત્રવતી કહેવાય છે. કોઈ વ્યક્તિ કોઈ અનાથ પ્રેતના સંસ્કાર કરે છે તો એ કરોડો યજ્ઞોનું ફળ મેળવે છે. જો પુત્રની મૃત્યુ થાય છે તો પિતા કષ્ટપૂર્વક દસગાત્ર કરે. પરંતુ સંવત્સર શ્રદ્ધા અલગ-અલગ વિભાગને કારણે અલગ-અલગ કરવી જોઈએ કેમ સંપત્તિના વિભાગ થઈ જાય છે.
દસગાત્રના અવસર પર દિવસમાં એક વખત ભોજન કરવું જોઈએ અને ભૂમિ પર સૂવું જોઈએ અને આ અવસર પર શુદ્ધ રહીને બ્રહ્મના ધ્યાનમાં તત્પર રહેવું જોઈએ. માતા-પિતાની પરિક્રમા કરવાથી પુત્રને પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત થાય છે.
દસગાત્રના આરંભમાં વરસી સુધી આ પુત્ર એક સમય પર આહાર કરવાવાળો થઈને ભૂમિ પર સૂવે છે તો એને તીર્થનો લાભ મળે છે. વેદી બનાવી અને છાણથી લીપવાની ક્રિયા પહેલા જ બતાવવામાં આવી છે. પરંતુ પ્રેતનું શ્રાદ્ધ કરીને પુત્રએ એ ધ્યાન રાખવું જોઈએ કે પત્તા પર કુશાના બ્રાહ્મણને સ્થાપિત કરેને એની પૂજા કરે અને ''અતસીપુષ્ય સંકાશમ્'' મંત્ર વાંચીને બ્રાહ્મણને પ્રણામ કરે અને ફરી નામ ગોત્ર કહીને પિંડદાન કરે. ભાત કે જવના લોટનું પિંડ દાન કરવું જોઈએ. એની સાથે-સાથે એ પણ કહે કે મારી આ આપવામાં આવેલી વસ્તુ અમુક પ્રેતને મળે.
એના ઉપરાંત બહારથી સ્નાન કરીને અનાજ અને દૂધ લઈને દસગાત્ર કરવાવાળા મૃતકની સ્ત્રીને આગળ કરીને એના ઘેર જાય અને પછી પ્રાર્થના કરે કે દૂબની સમાન કુળની વૃદ્ધિ થાય અને અનાજનો લાવાની જેમ વિકાસ થાય આ કહીને તે દૂધયુક્ત અનાજ ઘરમાં ફેંકી દે.
હે ગરુડ! દસમા દિવસે માંસનું પિંડ આપે કેમ કે કળિયુગમાં માંસનું પિંડ આપવું વર્જિત છે આથી અડદનું પિંડ આપે અને પછી મુંડન કરાવીને બ્રાહ્મણોને ભોજન આપે. આ પ્રકારે દસગાત્ર કરવાવાળા પુત્ર પરમ લાભને પ્રાપ્ત થાય છે.
***
દસમો અધ્યાય
ગરુડજીએ ભગવાન નારાયણથી કહ્યું-હે પ્રભુ! તમે મને એકાદશાહ વૃર્ષોત્સર્ગનું વિધાન બતાવો.
ભગવાન નારાયણે કહ્યું કે મનુષ્યને જોઈએ કે તે અગિયારમાં દિવસે સવારે કાળા તળાળને કિનારે જાય અને પિંડ ક્રિયા કરે. એ બ્રાહ્મણોને નિમંત્રણ આપે જે વેદ-શાસ્ત્રમાં આસ્થા રાખવાવાળા હોય અને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરે. એના પહેલાં ૧૦ દિવસ સુધી મંત્રોના અભાવમાં જ ગોત્રનું ઉચ્ચારણ કરીને પિડંદાન કરે અને અગિયારમાં દિવસે મંત્રો સહિત પંડદાન કરે. વિષ્ણુની મૂર્તિ સોનાની, બ્રહ્માની ચાંદીની, અને રુદ્રની તાંબાની, અને યમરાજની લોખંડની મૂર્તિ બનાવીને, ગંગાજળ લાવે અને પછી વિષ્ણુનો કળશ રાખે. એ કળશ ઉપર એ મૂર્તિની સ્થાપના કરે. પૂર્વ દિશામાં બ્રહ્માનો કળશ રાખીને સફેદ કપડું ચઢાવીને મૂર્તિની સ્થાપના કરે. ઉત્તર દિશામાં મધ અને ઘીથી ભરેલા રુદ્રનો કળશ રાખે અને લાલ વસ્ત્ર ઉઠાવીને રુદ્રની સ્થાપના કરે. દક્ષિણ દિશામાં યમરાજનો ઘટ રાખે અને કાળું વસ્ત્ર લપેટીને યમરાજની મૂર્તિ સ્થાપિત કરે. એના પછી વચ્ચે બ્રાહ્મણને પ્રતિષ્ઠિત કરીને દક્ષિણની તરફ મ્હોં કરીને પ્રેત પ્રત્યે તર્પણ કરે. એના પછી ગાયનું દાન આપે અને પછી મૃતકના ઉપયોગની બધી વસ્તુઓ દાન કરે.
પુત્રને જોઈએ કે તે પથારી ઉપર સુવર્ણ પુરુષની સ્થાપના કરીને એ પથારીનું દાન કરે અને કહે - હે બ્રાહ્મણ! પ્રતિમાયુક્ત બધી સામગ્રી મેં તમને આપી દીધી છે.એના પછી તે નમસ્કાર કરીને દાન કરે. આ વૃષોત્સર્ગથી પરમ ગતિ પ્રાપ્ત થાય છે. વૃષોત્સર્ગમાં રોગી અને હીન અંગવાળા બાળકોને છોડીને લક્ષણથી યુક્ત વૃષભનો ત્યાગ કરે. બ્રાહ્મણને આપવા માટે જે વૃષભ હોય એની આંખો લાલ, પીળો વર્ણ અને યોગ્ય સીંગ વગેરે હોવા જોઈએ. પેટ સફેદ અને પીઠ કાળી હોવી જોઈએ. ક્ષત્રિય માટે લાલ રંગના ચિકણા વૃષભ હોવા જોીએ. વૈશ્ય માટે પીળા રંગના, શૂદ્ર માટે કાળા રંગના વૃષભ હોવા જોઈએ. પિંગ વૃષભ પીળા રંગના હોય છે અને પિતૃઓમાં પ્રેમ વધારવાવાળા હોય છે. નીલ વૃષભનું મુખ અને પૂંછડી સફેદ હોય છે અને શરીર લાહીના રંગનું લાલ હોય છે. રક્ત નીલ વૃષભ શરીર લાલ રંગનું હોય છે. મુખ અને પૂંછડી હળવા પીળા રંગની. નીલ પિંગ એ વૃષભને કહે છે જેના ખુર અને પૂંછડી પીળા રંગના હોય છે અને બાકી અંગ કોઈ એક રંગના. બભ્રૂ નીલ વૃષભ કબૂતરના રંગના હોય છે અને એના માથા પર તિલક હોય છે. આ વૃષભ પૂર્વજોનો ઉદ્ધાર કરવાવાળા હોય છે. જેનું આખું શરીર આસમાની હોય છે એને મહાનીલ કહે છે. નીલ વૃષભ પાંચ પ્રકારના હોય છે. જો કોઈ એક પુત્ર અનેક પુત્રોની કામના કરે છે અને ગયાનું શ્રદ્ધા કરે છે, ગોરી કન્યાથી લગ્ન કરીને અને પછી નીલ વૃષભને ત્યાગે છે તો તે પુત્ર માન્ય, યોગ્ય થાય છે. સ્વર્ગમાં ગયેલા પિતૃ પણ આ વાતની કામના કરે છે કે એમનો કોઈ પુત્ર વૃષોત્સર્ગ કરી દે તો તેઓ પરમ ગતિને પ્રાપ્ત થશે. કેમ કે વૃષ યજ્ઞ મુક્તિ આપવાવાળા હોય છે.
મનુષ્યને જોઈએ કે તે વિધાનપૂર્વક વૃષનો યજ્ઞ કરે. ગ્રહોની સ્થાપના કરીને એમને વૈદિક મંત્રોથી પૂજીને યજ્ઞ કરે. વૃષ અને ગાયનું પૂજન કરીને વાછરડા કે વાછરડીને લાવીને એનામાં કંગન બાંધે અને જે રીતે લગ્નમાં થાંભળા ગાડવામાં આવે છે એવી રીતે ગાડે. વૃષભ અને વાછરડીને જો શક્ય હોય તો રુદ્ર કંભના જળથી સ્નાન કરાવે. પછી ગંધ અને માળાથી પૂજા કરીને કંભની પરિક્રમા કરે. એના ઉપરાંત ત્રિશૂળની જમણી તરફ રાખે અને ડાબી તરફ ચક્રનું નિશાન બનાવે અને પછી બળદને છોડીને કહે -હે વૃષભ! તમે ધર્મ છો અને બ્રહ્મ દ્વારા મંત્રના રૃપમાં પ્રાચીન કાળમાં રચવામાં આવ્યા છો. હું તમારો ઉત્સર્ગ કરું છું, તમે મારા પિતૃઓને આ ભવસાગરથી પાર ઉતારો. આ કરીને ભગવાને કહ્યું કે હું એવા વ્યક્તિને મોક્ષ પ્રદાન કરું છું.
જો કોઈ પુરુષને જીવન કાળમાં પુત્ર ન હોવાનો વિશ્વાસ થઈ જાય તો એને ખુદ વિધાનપૂર્વક વૃષ ઉત્સર્ગ કરવો જોઈએ. એનાથી તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. કાર્તિકનો મહીનો હોય, સૂર્ય ઉત્તરાયણમાં હોય, પક્ષ ભલે કોઈ પણ હોય, સૂર્ય અને ચંદ્ર ગ્રહણ બંને અવસરો પર કોઈ પણ અવસર પર મનુષ્યને જોઈએ કે તે વૃષોત્સર્ગ કરે. શુભ લક્ષણથી યુક્ત બ્રાહ્મણને બોલાવીને વૈષ્ણવ શ્રાદ્ધ કરે પછી પોતાનુ શ્રાદ્ધ કરે. આ રીતે જે પણ, કોઈ પણ વ્યક્તિ ચાહે પુત્રવત હોય અને ચાહે પુત્રહીન હોય આ કાર્ય કરીને કામ્ય ફળ પ્રાપ્ત કરે છે. વૃષનો ઉત્સર્ગ અનેક યજ્ઞો અને અનેક દાનોના પુણ્યની સમાન હોય છે. મનુષ્યની કોઈ પણ અવસ્થા હોય (બાળપણ, જવાની, વૃદ્ધાવસ્થા) બધીમાં, આ કર્મથી પાપ દૂર થઈ જાય છે. એના સિવાય શરાબી, દુષ્ટ, મિત્રદ્રોહી, બ્રહ્મહત્યાનો પાપી અને સોનુ ચોરવાવાળો, કોઈ પણ વ્યક્તિ આ ઉત્સર્ગ કરીને પાપમુક્ત થઈ જાય છે.
જો પતિ અને પુત્રવાળી સ્ત્રી જો પતિ અને પુત્રથી પહેલા મૃત્યુને પ્રાપ્ત થઈ જાય તો એના વૃષને ઉત્સર્ગ ના કરવું જોઈએ. એના માટે દૂધ આપવાવાળી ગાયનું દાન થવું જોઈએ. હે ગરુડ! વૃષના ઉત્સર્ગવાળા બળદથી ખેતીનું કામ ના લેવું જોઈએ. એવા પૂજિત બેલને મારવાવાળા યમની યાતના સહન કરે છે.
આ વિષયમાં બીજી એક વાત હું તને કહું છું કે સોળ શ્રાદ્ધ કરવાથી પહેલાં મનુષ્યને જોઈએ કે તે મૃતકના સ્થાન, અર્ધ માર્ગ, ચિતા અને મૃતકના હાથ પર હાડકાઓના સંચયનમાં સોલ પિંડ આપે. પહેલું પિંડ વિષ્ણુ માટે, બીજું શિવ માટે, ત્રીજું સપરિવાર યમ માટે, ચોથું સોમરાજ માટે, પાંચમું હવ્ય અને છઠ્ઠું કવ્યવાહ માટે અને સાતમું કાખ માટે આપે.
આઠમું રુદ્ર, નવમું પુરુષ, દસમું પ્રેત, અગિયારમું વિષ્ણુ માટે આપીને, બારમું બ્રહ્મા માટે આપે, પછી તેરમું વિષ્ણુ માટે અને ચૌદમું શિવ માટે આપીને પરીથી યમરાજ માટે પંદરમું પિંડદાન કરે અને આ બધું કર્યા પછી સોળમું પિંડ એ પુરુષ માટે દાન કરે. આ રીતે બાર મહીનામાં પાક્ષિક, ત્રિમાસિક અને છમાસિક, પિંડદાન કરી શકાય છે. આ રીતે ષોડશ પૂર્વ ષોડષી મલિન ષોડશી અને મધ્ય ષોડશી કુળ મળીને અડતાળીસ શ્રાદ્ધ થાય છે. એનાથી પ્રેતોનો ઉદ્ધાર થાય છે અને એમના પાપ સમાપ્ત થઈ જાય છે.
જે વ્યક્તિ આ શ્રાદ્ધોને નથી કરી શકતા એમના મૃતક પ્રેત યોનિમાં સ્થિર થઈ જાય છે. આથી પુત્રને જોઈએ કે તે ષોડશ શ્રાદ્ધ કરે અને જે પત્ની આ સોળ શ્રાદ્ધ કરે છે અને સંપૂર્ણ રૃપથી ૪૮ શ્રાદ્ધ કરે છે તે પરમ પદને પ્રાપ્ત થાય છે. એનું જીવન સફળ થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ આગથી સળગીને મરી જાય છે તો એનું પણ શ્રાદ્ધ આ જ પ્રકારે વિધિપૂર્વક કરવામાં આવે. પરંતુ સાંપના કરડવાથી મરવાવાળા પુરુષ માટે બંને પક્ષોની પાંચમી તિિથિમાં, નાગનું પૂજન કરવું જોઈએ.
મનુષ્યને જોઈએ કે તે સર્પના શરીરની આકૃતિ લોટથી બનાવે અને પૃથ્વી પર આ આકૃતિ બનાવીને ફૂલો તથા ચંદનથી પૂજા કરે, પછી ધૂપ દીપ આપીને કાચું પીસેલું નૈવૈદ્ય અને દૂધ આપે અને પોતાના સામર્થ્ય અનુસાર ગાય અને સોનાનો નાગ બનાવીને બ્રાહ્મણને દાન આપે. પછી કહે કે હે નાગરાજ! તમે પ્રસન્ન થાઓ. પછી નારાયણ બલિની ક્રિયા કરે. જે વ્યક્તિ આવું કરે છે તે પાપમુક્ત થઈ જાય છે. એના પછી અગિયારમાં દિવસે પિંડદાન કરીને સંપીડન કરીને અને સૂલકના વીતિ જવા પર પથારી વગેરેનું દાન કરે.
***
અગિયારમો અધ્યાય
ગરુડજીએ ભગવાનથી પૂછ્યું કે હે મહારાજ નારાયણ! મને હવે તમે સંપીડનની વિધિ અને સૂતકના વિષયમાં બતાવો તથા શૈયા તથા પદ દાનના વિષયમાં પણ એની મહિમા બતાવો. આ સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા કે આ ક્રિયા એવી છે કે એનાથી પ્રેતનું નામ છૂટી જાય છે અને તે પિતૃ ગણોમાં નિવાસ કરે છે. જે પુત્ર સંપીડન કર્યા વગર સૂતકથી નિવૃત્ત નથી થતો તે હંમેશાં અશુદ્ધ રહે છે આથી પુત્રને સંપીડન કરવું જોઈએ. આના ઉપાય આ પ્રકારે છે -
એ દિવસમાં બ્રાહ્મણ, બાર દિવસમાં ક્ષત્રિય અને પંદર દિવસમાં વણિક તથા એક મહીનામાં શૂદ્ર શુદ્ધ થાય છે. પ્રેતના સૂતકથી સંપિડિ લોકો ૧૦ દિવસમાં શુદ્ધ થઈ જાય છે. જે કુળના લોકો હોય છો તેઓ ત્રણ રાતમાં શુદ્ધ થાય છે અને પોતાના ગોત્રના લોકો નહાવા માત્રથી શુદ્ધ થઈ જાય છે. પેઢીઓના ભેદથી સૂતકના દિવસોમાં અતર હોય છે. ચોછી પેઢીમાં દસ રાત સુધી, પાંચમી પેઢીમાં છ, છઠ્ઠી પેઢીમાં ચાર, અને સાતમી પેઢીમાં ત્રણ દિવસ સુધી સૂતક રહે છે. એના પછી આઠમીમાં એક દિવસે અને નવમીમાં બે પ્રહર તથા દસમી પેઢીમાં સ્નાન કર વાથી જ સૂતક સમાપ્ત થી જાય છે. જે વ્યક્તિ પરદેશમાં ગયેલો હોય છે. જો એના મૃત્યુનો સંવાદ દસ દિવસના અંદર મળે તો જેટલા દિવસ બાકી રહી જાય છે એટલા જ દિવસના સૂતક માનવા જોઈએ. આ દિવસ પછી જો એક વર્ષ સુધી મૃત્યુની સૂચના મળે તો ત્રણ રાત્ર સુધી સૂતક થાય છે. અને એક વર્ષ પછી સમાચાર મળવાથી સૂતક માત્ર સ્નાન કરીને જ નષ્ટ થઈ જાય છે અને જો પહેલા સૂતકના બે ભાગ વીત્યા પછી બીજા લાગી જાય છે તો પહેલાની સાથે જ તે સમાપ્ત થઈ જાય છે. બાળકના દાંત નિકળવાથી પહેલાં જ જો એની મૃત્યુ થઈ જાય છે તો નહાવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે. એના પછી લગ્ન નક્કી થવા પર એક દિવસ અને લગ્ન પછી બેને કુળોમાં ત્રણ રાત્રિના સૂતક હોય છે. વાગ્દાન અને લગ્નની વચ્ચેના સૂતક બંને કુળોમાં થાય છે પરંતુ લગ્ન પછી ફક્ત પતિના ઘરમાં. જો છ મહીનાની અંદર ગર્ભસ્ત્રાવ થઈ જાય તો ગર્ભના મહીનાની સમાન દિવસોમાં જ શુદ્ધિ થાય છે. ગર્ભના પતન થવા પર શુદ્ધિ તરત થઈ જાય છે. કળિયુગમાં આ નિયમ છે કે બધા વર્ણોમાં વૃદ્ધિ સૂતક અને મૃતક સૂતકની શુદ્ધિ દસ દિવસમાં થાય છે. મૃતક સૂતકમાં દેવતાની પૂજા અભિનંદન ના કરવા જોઈએ. સંધ્યા દાન તપ પિતરોનું તર્પણ આ બધું મૃતક સૂકતમાં ના કરવું જોઈએ અને જે લોકો કરે છે એમને પૂર્વ કર્જ નષ્ટ થઈ જાય છે. એની સાથે મંત્રથી પવિત્ર વ્યક્તિને અગ્નિહોત્રી અને પતિને બ્રહ્મમાં નિષ્ઠા રાખવાવાળા ગૃહસ્થ અને રાજાને તથા વૃત્તિને સૂતક નથી લાગતા. મનુએ કહ્યું કે લગ્ન ઉત્સવ અને હવનમાં મૃતક સૂતક થવા પર પહેલાથી બનેલું અન્ન ખાવું જોઈએ, પરંતુ જો અજાણતામાં કોઈ દોષ થઈ જાય છે તો દોષનો ભાગ નથી લાગ્યો. મૃતક સૂતકમાં દાન આપવાવાળા દોષી થાય છે અને લેવાવાળા પણ દોષી થાય છે. આથી સૂતક પણ શુદ્ધિ માટે પિતાનું સંપીડન કરવું જોઈએ જેનાથી તે પિતર લોક જઈ શકે છે.
હે ગરુડ! મેં ધર્મશાસ્ત્ર અનુસાર ચારેય વર્ણો માટ બારમા દિવસના સંપીડની વ્યવસ્થા કરી છે પરંતુ કગળિયુગમાં ધર્મના નુકસાનથી પુરુષની આયુ ઓછી થઈ જાય છે. આથી બારમા દિવસે સંપીડન કરવું જ યોગ્ય છે. કોઈના મરવા પર ગૃહસ્થ લોકોને ત્યાં યજ્ઞોપવીત વ્રત ઉત્સવ નથી થતાં. યાચકને જોઈએકે તે ત્યાં સુધી ભિક્ષા ન લે જ્યાં સુધી તે સંપીડન નથી થઈ જતું. મનુષ્ય કર્મના લોકમાં વિઘ્નોનો ભાગી બને છે. આથી સંપીડન કરવું જોઈએ.
મનુષ્યને જોઈએ કે મૃતક સ્થાનને ગોબર (છાણ)થી લીપીને વિધાનપૂર્વક સંપીડન કરે અને પછી એના પછી આચમન વગેરે કરીને વિશ્વ દેવોનું પૂજન કરે. પછી રુદ્ર, સૂર્ય અને ઇન્દ્ર તથા પિતામહને ક્રમથી પિંડદાન કરે અને ચોથું પિંડ મૃતકને આપી દે. સંગુધિત વસ્તુઓ ભોજન, પાન, ઇલાયચી, વગેરેથી પિંડ પૂજન કરે એના પછી સૂવાની શલાકાથી પિંડના ત્રણ ભાગ કરીને પિતાહમ વગેરેના પિંડથી મિલાવી દે. જો પિતાના મરવા પર પિતામહ જીવિત છે તો એને પહેલા પ્રપિતામહને ત્રણ પિંડ આપે. એ જ ક્રમમાં એમાં મિલાવીને પિંડોનું દાન કરે. માતાના પહેલા મરી જવા પર જો દાદી વિદ્યમાન હોય તો માતાના શ્રાદ્ધમાં પિતાના પિંડની આ પ્રકારથી યોજના કરે કે પ્રિપતામહીને ત્રણ પિંડ આપીને એની સાથે માતાના પિંડના તારણ ભાગ કરીને એમાં મિલાવનીને માતા-પિતાના મિપતામહ રૃપમાં એને પિતામહ યોગમાં લક્ષ્મીને પિતામયીના રૃપમાં સમજીને મતાના પિંડને મિલાવે અને અને એ જ રૃપમાં પુત્ર રહિત સ્ત્રીનું સંપીડન પુરુષ/પતિ કરે. સ્ત્રીનું સંપિડીકરણ પતિ વગેરેની સાથે કરવું જોઈએ.
હે ગરુડ! જે સ્ત્રી-પુરુષ એક જ ચિતા પર ચઢીને બળે તો સસરા વગેરેની વચ્ચે તણખલું રાખીને એ સતીનું સંપીડન કરવું જોઈએ. પુત્રને જોઈએ કે તે પહેલાં પિતાને સતીનું પિંડ દાન કરે. એના પછી સ્નાન કરે. જો સતી પતિના મૃત્યુના દસ દિવસની અંદર અગ્નિમાં પ્રવેશ કરે છે તો એના પતિની સાથે જ પથારી (શૈયા) દાન, અને પિંડ દાન કરવું યોગ્ય છે. એના પછી અતિથિને ભોજન ખવડાવીને પિતર, મુનિ, દેવતા અને દાનવોને, તૃપ્ત કરીને મનુષ્ય પરમ પદ પ્રાપ્ત કરે. એક ગ્રાસના બરાબર ભિક્ષા હોય છે અને ચાર પુષ્કળ હોય છે અને ચાર પુષ્કળ હોય છે અને ચાર પુષ્કળનું એક હંતકાર હોય છે. સંપિંડી યોગમાં અક્ષત ચંદનથી બ્રાહ્મણના ચરણોની પૂજા કરવી જોઈએ અને દાન આપવું જોઈએ. પોતાના આચાર્યને વર્ષ ભર માટે અન્ન, સોનુ, ચાંદી આપવા જોઈએ અને એના પછી મંગળ કુમકુમથી નવ ગ્રહોને દેવી અને વિનાયકને પૂજવા જોઈએ. એના પછી આચાર્ય મંત્રયુક્ત અભિષેક કરે અને હાથમાં સૂતર બાંધીને પવિત્ર અક્ષત (ચોખા)નું દાન કરે. પછી બાર બ્રાહ્મણોને ભોજન ખવડાવે અને દક્ષિણા આપે. પછી એના પછી પોત-પોતાની આજીવિકા ક્રમને સ્પર્શ કરે. બ્રાહ્મણ જળને, ક્ષત્રિય શસ્ત્રને, વૈશ્ય પ્રતોદને અને શૂદ્ર દંડને સ્પર્શે ત્યારે પૂરી શુદ્ધિ થાય છે.
મનુષ્યને જોઈએ કે તે સંપીડન ક્રિયા કરીને ક્રિયામાં પ્રયુક્ત વસ્ત્રોનો ત્યાગ કરે અને સફેદ કપડાં પહેરીને શૈયા દાન કરે. શૈયા દાન અવશ્ય કરવું જોઈએ. શૈયા લાકડીથી બનેલી હોય, અને ચિત્રોથી સુસજ્જિત હોય. રેશમથી બનેલી હોય, સફેદ રૃથી ઢાંકેલી હોય, સુગંધિત હોય, ત્યારે એને ભૂમિમાં સ્થાપિત કરવામાં આવે અને છત્રિ વગેરે લગાવીને જે વસ્તુ શૈયા માટે જરૃરી હોય એની સ્થાપના કરીને એ શૈયા પર લક્ષ્મી સહિત વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરવી જોઈએ. એના પછી સુહાગવતી સ્ત્રી હોય તો સુહાગની બધી વસ્તુઓને રાખે અને પછી ગંધ ફૂલથી આભૂષિત કરીને શૈયાના ઉપરી ભાગમાં લક્ષ્મીનારાયણને બેસાડે. ફૂલોથી લદાયેલી શૈયા પર લક્ષ્મીનારાયણને બેસાડીને એમની પૂજા પછી ગણેશજીની મૂર્તિને સ્થાપિત કરીને એમનું ફરી પૂજન કરે. એના પછી ઉત્તરની તરફ મ્હોં કરીને પોતાની અંજુલિમાં ફૂલોને લઈને બ્રાહ્મણને સામે ઊભા કરીને મંદ્રનું ઉચ્ચારણ કરે અને કહે કે હે ભગવાન! ક્ષીર સાગરમાં તમારી શૈયાની સમાન જ અમને શૈયા પ્રાપ્ત થાય અને આ પ્રકારે પ્રાર્થના કરીને ફૂલોને બ્રાહ્મણ પર અને લક્ષ્મીનારાયણની પ્રતિમા પર છોડે અને સંકલ્પ સહિત શૈયાને બ્રાહ્મણને દાન આપી દે અને પછી કહે કે હે બ્રાહ્મણ! તમને કોઈ શું આપી શકે છે. છતાં પણ આપ આને ગ્રહણ કરો. એના પછી શૈયા પર પ્રતિષ્ઠિત મૂર્તિઓના હલાવીને એમની પ્રદક્ષિણા કરો અને પરી વિસર્જન કરો પછી શૈયાનું દાન કરો.
પ્રસ્તુત શૈયાને એક જ બ્રાહ્મણને આપવામાં આવવી જોઈએ. અનેકને શૈયા આપવાવાળા અથવા એને વેચવાવાળા નરકમાં પડે છે અને યોગ્ય બ્રાહ્મણને શૈયા દાન કરવાવાળા પુણ્યને પ્રાપ્ત કરે છે. દાન કરવાવાળાના માતા-પિતાના પણ લોક-પરલોક સુધરી જાય છે. આ દાનથી પરમ લાભ પ્રાપ્ત થાય છે. મનુષ્ય ઇન્દ્ર ભવનમાં સુખપૂર્વક રહે છે. તે અપ્સરાઓ સહિત મહાપ્રલય સુધી આનંદપૂર્વક સુધી નિવાસ કરે છે. આવી શૈયા દાન કરવાથી તીર્થ અને પર્વોના દાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એના પછીથી હે ગરુડ! હું તને પદ-દાનના વિષયમાં બતાવું છું. પદ-દાનની વિધિ આ પ્રકારે છે : પદ-દાનમાં વસ્ત્ર, છત્રિ, જૂતા, અંગૂઠી, કમંડળ, પંચ પાત્ર આપવામાં આવે છે. આ વસ્તુઓની સાથે તાંબાનું પાત્ર, દંડ, ભોજન અને યજ્ઞોપવીત પણ આપવામાં આવે છે. આ રીતે મનુષ્યને જોઈએ કે તે બારમા દિવસે પોતાની શક્તિના અનુરૃપ તેર બ્રાહ્મણને ત્ર પદ દાન કરે. આ દાનથી પુરુષ સદ્ગતિ પ્રાપ્ત કરે છે.
જેમ કે મેં પહેલાં બતાવ્યું છે કે યમનો માર્ગ ખૂબ જ ગરમ હોય છે. આથી છાયડા માટે છત્રિનું દાન આપવામાં આવે છે કે મસ્તક પર સુંદર છાંયડો બની રહે. જૂતાનું દાન કરવાથી યમ માર્ગમાં આવવાવાળા ઘોડાની પાપ્તિ થઈ જાય છે. વસ્ત્ર દાનથી ગરમી, શરદી અને હવા ચાલવાથી મળવાવાળા દુઃખ નષ્ટ થાય છે. યમદૂતોનો રંગ કાળો-પીળો હોય છે. તેઓ રસ્તામાં અંગૂઠી (વીંટી) દાન કરવાવાળાને તંગ નથી કરતા. યમનો માર્ગ જળરહિત હોય છે. પરંતુ જે વ્યક્તિ કમંડળનું દાન કરે છે એને માર્ગમાં તરસ લાગવા પર જળ મળી જાય છે. જે વ્યક્તિ તાંબાનું જળપાત્ર દાન કરે છે એને અનેક પરબો લગાવવાનું ફળ મળે છે. આસન અને ભોજન આપવાની વ્યવસ્થા આથી કરવામાં આવી છે કે પ્રાણી યમ માર્ગમાં ધીમે-ધીમ જાય અને સુખપૂર્વક આરામ કરતો કરતો ખાતો જાય. આ પ્રકારે સંપીડનના દિવસે મનુષ્ય વિધિપૂર્વક ભોજન આપે. તે ચાંડાલ વગેરેને ભોજન કરાવે.
સંપીડન પછી વર્ષની અંદર જ અંદર પ્રત્યેક મહીનામાં કંભ દાન કરવું જોઈએ અને પ્રેતની ક્ષય તૃપ્તિ માટે એને જોઈએ કે તે વારંવાર કુંભ દાન કરે.
મનુષ્યએ એવું વિચારવું જોઈએ, કે માસિક અને વાર્ષિક વિશેષ તિથિઓ પર વિશેષ રૃપથી શ્રાદ્ધ કરીશ. પૂર્ણમાસીએ મરવાવાળાની શ્રાદ્ધ તિથિ પાક્ષિક રૃપથી ચતુર્થી હોય છે અને ચતુર્થી વાળાની નવમી, નવમીવાળાની ચતુર્દશી હોય છે. આ પ્રકારે નક્કી કરીને વીસમા દિવસે પાક્ષિક શ્રાદ્ધ કરવું જોઈએ. જો એક મહીનામાં બે સંક્રાંતિ હોય ત્યારે બંને મહીનાઓમાં શ્રાદ્ધ, મૂળ મહીનામાં કરવું જોઈએ અને જો એક મહીનામાં બે મહીના થઈ જાય તો ત્રીસ તિથિઓ અને પૂર્ણ પક્ષની જ માન્યતા થાય છે. જો તિથિના પહેલા અડધા ભાગમાં મૃત્યુ થઈ ગયું હોય તો આખો પૂર્વનો ભાગ અને જો અડજધા ભાગમાં થયું હોય તો એને આગળના મહીના ભાગે ગણવો જોઈએ. આ પ્રકારે પંડિતોને મલ માસમાં વિચાર કરવો જોઈએ કેમ કે મલ માસમાં જ સંપીડિકરણ યોગ્ય હોય છે. વર્ષની વચ્ચે જો મહીનો વધારે હોય તો તેરમા મહીનામાં વાર્ષિક ક્રિયા કરવી જોઈએ. સંક્રાંતિ યુક્ત મહીનામાં પિંડદાન કરવું જોઈએ. આ રીતે સંવત્સરના પૂર્ણ થવા સુધી મનુષ્યને જોઈએ કે તે વાર્ષિક શ્રાદ્ધ કરતો રહે. સંવત્સર પછી પ્રત્યેક શ્રાદ્ધમાં ત્રણ પિંડોનું દાન કરવું જોઈએ. વાર્ષિક શ્રાદ્ધ વગર તીર્થ યાત્રા પિતૃ સંબંધિ કાર્ય ના કરવું જોઈએ.
શ્રાદ્ધના અવસર પર તુલસીની મંજરિઓથી વિષ્ણુની ખડાઉનું પૂજન કરવું જોઈએ અને પછી ગયાના તીર્થમાં દાન પિંડ દાન કરવું જોઈએ. ગાયના માથા પર શમીના પત્તાથી પૂજન કરીને જે પિંડદાન કરવામાં આવે છે એનાથી સાત ગોત્ર અને એકસો કુળનો ઉદ્ધાર થાય છે. આ રીતે ગયામાં જઈને પિંડ દાન કરવાથી પિતા સંતુષ્ટ થાય છે અને આવા પુત્રોનો જન્મ લેવો પૂરી રીતે સફળ થાય છે.
હે ગરુડ! હિમાલયની પાસે વર્તમાન કલાપ નામક એક બાગ છે. એમાં પિતૃઓ દ્વારા એક કથા સંભળાવવામાં આવી છે. આ કથા મનુના પુત્ર ઇક્ષ્વાકુની કથા છે. એમાં કહેવામાં આવ્યું છે કે જે ગયા જઈને દરથી પિંડદાન કરશે તેઓ સન્માર્ગ-શીલ થશે. આ પ્રકારે હે ગરુડ, જે પુત્ર આ ક્રિયા કરે છે તે પાપમુક્ત થઈ જાય છે. આવી ક્રિયા કરવાથી ભારદ્વાજના સાત પુત્ર પોતાના જન્મની પરંપરા ભોગવીને બઉનો વધ કર્યા પછી પિતૃઓના પ્રતાપથી પાપમુક્ત થઈ ગયા. આના સિવાય દશાર્ણ દેશમાં સાત વાઘ અને કાલાંતર પર્વતમાં મૃગસર, દ્વીપમાં ચક્રવાક અને માનસરોવરમાં હંસ, પોતાના પિતરોના પ્રતાપથી પાપમુક્ત થઈ ગયા. આ પ્રકારે પુત્રએ પિતૃભક્ત હોવું જોઈએ, પિતાની ભક્તિથી પરલોક અને આ લોકમાં સુખ મળે છે. આથી મેં તમને પુત્રને મુક્તિ આપવાવાળી અને પવિત્ર કરવાવાળી આ ક્રિયા અને ભાવને બતાવ્યા. હવે તમારે જે પૂછવું હોય તે પૂછી લો.
***
બારમો અધ્યાય
ગરુડજીએ ભગવાન નારાયણથી પૂછ્યું કે હે પ્રભુ, મને યમલોકના વિસ્તારના વિષયમાં બતાવો તે કેટલો મોટો છે અને કયા પ્રકારની સભાઓ થાય છે અને એ સભામાં ધર્મ કોના પક્ષમાં હોય છે. તમે એ પણ બતાવો કે કયા-કયા ધર્મોના માર્ગો પર ચાલીને મનુષ્ય ધર્મ મંદિરમાં જાય છે. ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન ખૂબ જ ઉત્તમ છે અને નારદ વગેરે ઋષિઓ દ્વારા પણ જાણવા યોગ્ય છે. આ ધર્મનગર ખૂબ પુણ્યોમાં મળે છે : યમપુરી અને રાક્ષસપુરીના મધ્યમાં યમરાજનું નગર ખૂબ જ કઠોર રૃપથી નિર્મિત છે અને આ નગરને દેવતા કે રાક્ષસ કોઈ પણ નથી તોડી શકતા. આ નિર્માણ જ આ પ્રકારે થયું છે. આ નગરનું સ્વરૃપ ચારે બાજુ છે અને ચારે બાજુ ચાર હજાર કોસ સુધી દીવાલ બનેલી છે. આ નગરમાં જ ચિત્રગુપ્તનું મંદિર છે અને આ મંદિરની લંબાઈ-પહોળાઈ ૨૫ યોજન છે. આ મંદિર ૧૦ યોજન ઊંચા સુંદર લોખંડની ચારદીવારીથી ઘેરાયેલો છે એમાં સેંકડો ધજાઓ લહેરાય છે. અહીંયા પર ગીત ગાવામાં આવે છે અને સંગીતની ધુન મનને પ્રસન્ન કરતી રહે છે. સુંદર ચિત્રકારી દ્વારા બનાવવામાં આવેલા ચિત્ર છે. મોટા-મોટા દેવશિલ્પિઓએ આ ચિત્રોનું નિર્માણ કર્યું છે.
ચિત્રગુપ્તના મંદિરમાં અનેક પક્ષી રહે છે. ગંધર્વ અને અપ્સરાઓ અહીં-તહીં ફરતા રહે છે. અહીંયા પર ચિત્રગુપ્ત એક સુંદર આસન પર બેસીને મનુષ્યોની મૂળ ઉંમરની ગણના કરે છે. તે મનમુષ્ય દ્વારા ક રવામાં આવેલા પાપ અને પુણ્યોના લેખા-જોખા રાખે છે. ચિત્રગુપ્તની આજ્ઞાથી પ્રાણીના કર્મ અને વિકર્મનો નિર્ણય થાય છે. ચિત્રગુપ્તના ઘરથી પૂર્વ દિશામાં એક ભારી જ્વરનું ભવન છે. દક્ષિણમાં શૂળ અને વિસ્ફોટકનું ઘર છે અને પશ્ચિમમાં પાશ અરુચિ અને અજીર્ણનું ભવન છે. ઉત્તરમાં પાંડુરોગ અને રાજરોગનું ઘર છે. ઈશાનની દિશામાં શિરોવ્યથા અને અગ્નિકોણમાં મૂર્ચ્છા રહે છે તો અનેક પ્રકારના રોગોનો આશ્રય-સ્થળ બનેલું છે. આ ભવન મનુષ્યના કર્તવ્ય અને અકર્તવ્યનું કુંજીરૃપ છે.
ચિત્રગુપ્તના ઘરની આગળ ૨૦ યોજન દૂર યમરાજનું રત્નમય મંદિર છે. રત્નોથી જોડાયેલું આ મંદિર સૂર્યની જેમ ચમકે છે અને આ ૨૦૦ યોજનમાં વસેલું છે. આની ઊંચાઈ ૫૦ યોજન છે અને અનેક પ્રકારના થાંભલા આના આધાર બનેલા છે. આ મંદિર શરદ્કાળના વાદળ સમાન રંગમય અને સોનાના કળશોથી યુક્ત છે. આમાં મણીઓની સીડીઓ બનેલી છે અને હીરાઓની પચ્ચીકારી ખૂબજ સુશોભિત કરે છે. આની બારીઓમાં મોતિઓની ઝાલરો લટકેલી છે. અહીંયા પર ઘંટ અને નગારાઓની ધ્વનિઓ સતત આવતી રહે છે. અનેક પ્રકારના વૃક્ષ, બળદ ચારે તરફ સુશોભિત છે. વિશ્વકર્માએ પોતાના યોગના પ્રભાવથી આ મંદિરનું નિર્માણ કર્યું છે. હવે હું દિવ્ય સભાનું વર્ણન કરું છું.
આ મંદિરમાં સો યોજન વિસ્તારની દિવ્ય સભા છે. આ સૂર્યના પ્રકાશની સમાન ચમકે છે અને ખૂબ જ સુંદર લાગે છે. આ ગરમી અને ઠંડીના અતિવાદથી રહિત છે. ના વધારે ગરમી અને ના વધારે ઠંડી. આમાં ના શોક છે ના વૃદ્ધાવસ્થા, તરસ અને ભૂખ પણ નથી, અહીંયા પર બધા પ્રકારના માનવીય અને સ્વર્ગીય કર્મ થતાં રહે છે. અનેક પ્રકારના ભોજ્ય પદાર્થ અને રસ મળે છે. અહીંયા પર ઠંડું અને ગરમ જળ પ્રવાહિત થતું રહે છે. સંપૂર્ણ કામનાને પૂરા કરવાવાળા વૃક્ષ પણ અહીંયા પર છે. હે ગરુડ! આ સભા ખૂબ જ સુંદર અને બાધાઓથી રહિત છે. વિશ્વકર્માએ અસીમ સમય સુધી ત્યાં તપસ્યા કરીને આ સભાનું નિર્માણ કર્યું છે. અહીંયા પર સત્ય બોલવાવાળા શાંત સ્વભાવના સંન્યાસી, સિદ્ધ પુરુષ અને તપ કરવાવાળા લોકો જ આવી શકે છે. જેનું શરીર તેજમય અને અલંકારથી યુક્ત છે, જેના વસ્ત્ર નિર્મળ છે અને જેની સ્વચ્છતા એના પુણ્ય કર્મોથી આભાસિત છે તે આ સભામાં સ્થિર રહે છે. અહીંયા પર ભગવાન અનુપમેય ધર્મ ૧૦ યોજન વિસ્તૃત સુંદર આસન પર બેઠા છે. તેઓ કર્ણ કુંડળથી સુશોભિત છે અને અન્ય અલંકારોને પણ એમણે ધારણ કર્યા છે. અપ્સરાઓ ચંવર લઈને એમના માથા પર ડોલાવ્યા કરે છે. ગંધર્વ અને અપ્સરાઓનો સમૂહ પોતાના ગીત-વાદનથી એમની સેવા કરે છે. આ ભગવાન પાશને ધારણ કરીને મૃત્યુથી અને કાળથી તથા ચિત્રગુપ્ત યમરાજથી સેવિત થાય છે. એટલે કે એમની સેવા આ બધા લોકો કરે છે. એમની ચારે તરફ આજ્ઞાનું પાલન કરવાવાળા વીર યોદ્ધા વિદ્યમાન રહે છે.
હે ગરુડ! ધર્મરાજની ઉપાસના કરવા માટો સમાપા, ઉષ્પમા, સ્વધાવંત, અમૂર્તિમાન, મૂર્તિમાન, બર્હિષદ, તર્યમા, પિતૃગણો અને મૂર્તિમાન મુનિઓની નિરંતરતા રહે છે એટલે કે આમની ઉપાસના કરે છે. અને જેટલા પણ ઋષિ છે-મુખ્ય રૃપથી અત્રિ, વસિષ્ઠ, અંગિરા, દક્ષ, પુલહ, આસ્ત્ય, નારદ, પરશુરામ વગેરે ધર્મરાજના સભાસદના રૃપમાં વિરાજમાન રહે છે તથા અન્ય અનેક પિતૃરાજના સભાસદના રૃપમાં ધર્મરાજને ત્યાં વિરાજમાન થાય છે. એમની સંખ્યા ખૂબ વધારે છે. આ બધા લોકો ધર્મરાજની સેવા કરે છે કેમ કે એમનું વિધાન પરમેશ્વરની આજ્ઞાથી નિશ્ચિત થયું છે અને ધર્મશાસ્ત્રની અંતર્ગત આવે છે.
ધર્મને જીતવાવાળા સૂર્ય અને ચન્દ્રમાના વંશી અનેક રાજા લોકો ધર્મરાજની સેવા કરે છે. આના સિવાય મુચુકુંદ, નિમિ, અંબરીષ, ભગીરથ, સગર, માંધાતા, મનુ, દિલીપ, પૃથુ, યયાતિ, નળ, શિવિ, પુરુ, મહુષ, પાંડુ, સહસ્ત્રાર્જુન વગેરે બધા લોકો અશ્વમેઘ યજ્ઞને કારણે ધર્મના સભાસદોમાં માનવામાં આવે છે. આ લોકોએ ધર્મરાજની સભામાં બેસવાને અધિકાર પ્રાપ્ત કર્યો છે. અહીંયા બધા કાર્ય ધર્મપૂર્વક થાય છે અને કોઈના પ્રત્યે કોઈ પક્ષપાત નથી થતો. અહીંયા ના તો દગો થાય છે અને ના અસત્ય બોલવામાં આવે છે. અહીંયા સભામાં બેસવાવાળા શાસ્ત્રને જાણવાવાળા લોકો હોય છે. તેઓ ધર્મમાં પરાયણ હોય છે. તેઓ હંમેશાં ધર્મરાજની ઉપાસના કરે છે.
આ મહારાજ ધર્મરાજની સભા એવી છે કે જેનાથી દક્ષિણ માર્ગથી થઈને વધારે લોકો જાય છે પરંતુ સભાને નથી જોઈ શકતા. ધર્મરાજના નગરમાં જવાના ચાર માર્ગ છે. દક્ષિણ માર્ગના સિવાય એક માર્ગ પૂર્વમાં છે અને એ માર્ગમાં બધા પ્રકારના તે ભાગ ઉપલબ્ધ છે. ત્યાં પારિજાત વૃક્ષનો પડછાયો છે અને આ માર્ગ અનેક વિમાનોથી ભરેલું છે. આમાં હંસોની પંક્તિઓ અને મૂંગાોના બાગ વિદ્યમાન છે. અને અહીંયાના તળાવ અમૃતરૃપી જળથી ભરેલા છે. આ માર્ગના દ્વારથી થઈને મોટા-મોટા સર્પ, વિદ્યાધર, ગંધર્વ, અપ્સરાઓ અને રાજર્ષિ તથા દેવતા લોકો આવે છે. જે લોકો દેવતાઓની પૂજા કરે છે. શિવ ભક્ત છે, ગરમીમાં જળનું દાન કરે છે અને માઘના મહીનામાં લાકડી આપે છે. દીન-દુઃખીઓની મદદ કરે છે, સત્ય ધર્મનું પાલન કરે છે, ક્રોધ અને લોભથી રહિત છે, ગુરુના સેવક એ માતા-પિતાના ભક્ત છે, જે લોકો ગાય અને ભૂમિનું દાન કરે છે, પુરાણોને સાંભળે છે તથા અન્ય પ્રકારના પુણ્ય કર્મ કરે છે તેઓ આ માર્ગથી ધર્મપુરી જાય છે અને એને કોઈ કષ્ટ નથી થતું. તે બધા પુણ્યાત્મા હોય છે અને ભગવાનની ઉપાસના કરે છે. શુદ્ધ બુદ્ધિ સ્વરૃપ થઈને તેઓ ધર્મ સભામાં પ્રવેશ કરે છે.
બીજો માર્ગ ઉત્તરનો માર્ગ છે. આમાં અનેક રથ, પાલખી, જે ચંદનથી વિભૂષિત હોય છે-વિદ્યમાન રહે છે. તે રસ્તો હંસ અને સારસોથી ભરેલો છે. એમાં ચકલા-ચકલી રહે છે અને આ માર્ગનું સરોવર અમૃતની સમાન જળથી ભરેલું છે. એની સાથે જ આ માર્ગમાં દ્વાર પર જ અતિથિની પૂજા કરવાવાળા, વેદ વાંચવાવાળા સૂર્ય અને દુર્ગાના ભક્ત તથા શિવ ભક્ત તથા તીર્થોમાં સ્નાન કરવાવાળા આવે છે. ધર્મ યુગમાં માર્યા ગયેલા લોકો, તીર્થ જળથી પ્રાણ આપવાવાળા લોકો, યોગના અભ્યાસથી મરવાવાળા લોકો અને બ્રાહ્મણ તથા પોતાના સ્વામીનું કાર્ય કરીને મરવાવાળા બધા આ ઉત્તર દ્વારથી પ્રવેશ કરીને ધર્મસભામાં આવે છે. એની સાથે મહાદાન કરવાવાળા પણ આ માર્ગથી પ્રવેશ કરે છે.
ત્રીજો માર્ગ પશ્ચિમ માર્ગ છે. આ માર્ગ પણ મણીઓ અને રત્નોથી સુશોભિત છે. અમૃત-જળથી ભરેલી અનેક બાવડીઓ આ માર્ગમાં વિદ્યમાન છે. આ માર્ગ એરાવતના કુળમાં ઉત્પન્ન હાથીઓથી ઘેરાયેલો છે અને ઉચ્ચૈશ્રવા ઘોડાથી ઉત્પન્ન સુંદર-સુંદર ઘોડાઓથી યુક્ત છે. જે લોકો શાસ્ત્રની દૃષ્ટિથી ઉત્તમ વિચારવાળા છે. ગાયત્રીનો જાપ કરે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તથા જે આત્મજ્ઞાનથી યુક્ત છે તેઓ આ માર્ગથી ધર્મરાજની સભામાં પહોંચે છે. આના સિવાય જે લોકો પોતાની જ પત્નીથી સંતુષ્ટ રહે છે, યજ્ઞ અને હિંસા નથી કરતા, કોઈનું મન નથી દુઃખવતા, કોઈનું ધન નથી લેતા, વેદને વાંચે-વંચાવે છે તેઓ પણ આ માર્ગથી ધર્મરાજની સભામાં જાય છે. હે ગરુડ! જે લોકો જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન છે અને પ્રાણી માત્રના હિતચિંતક છે અને જે પોતાના કર્મને બ્રહ્મના પ્રત્યે સમર્પિત કરીને નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને જે બધા ઋણોથી મુક્ત થઈ જાય છે, ખાસ કરીને દેવ ઋષિ અને પિતૃ ઋણોથી મુક્ત થઈ જાય છે તથા નિરંતર પંચ યજ્ઞમાં લાગી રહે છે અને જે મનુષ્ય યોગ્ય સમયમાં યોગ્ય રીતિથી પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે તથા સત્યનું અનુષ્ટાન કરે છે અને સંધ્યા-ઉપાસના કરે છે, નિમ્ન વ્યક્તિઓની સંગતિમાં નથી રહેતા, જે હંમેશાં સજ્જનોની સંગતિ કરે છે તેઓ પણ આ પશ્ચિમ માર્ગથી અમૃત પાન કરીને ધર્મ મંદિરમાં પ્રવેશ કરે છે.
આવા લોકો જ્યારે ઘર્મ મંદિરમાં આવે છે, યમરાજ એમનું સ્વાગત કરે છે અને એમની સામે આવીને એમને યથાસ્થાન પ્રતિષ્ઠિત કરે છે. આવા સમયમાં યમરાજ શંખ, ચક્ર, ગદા અને ખડગને ધારણ કરીને ચાર ભુજાવાળા થઈને એ જીવોનો ખૂબ જ સ્નેહ કરે છે અને મિત્રતાની સામે આચરણ કરે છે. તેઓ એમને સ્નેહ આપે છે. સ્નેહના ફળસ્વરૃપ ચંદન વગેરેથી પૂજા કરીને નમસ્કાર કરીને એમને સિંહાસન આપે છે અને પછી પોતાના અન્ય સાથીઓથી કહે છે કે આ બધાની સેવા કરીને સન્માન કરો, એમનો આદર કરો, આ યમરાજના મંદિરને ભેદ કરીને બ્રહ્મલોક ચાલી જશે. આ લોકોએ પુણ્યને એકત્રિત કરીને દેવત્વને પ્રાપ્ત કરી લીધું છે.
જે મનુષ્ય દુર્બળ શરીરવાળા હોય છે અને સતત સાધના નથી કરતતા તેઓ નરકમાં જાય છે. એમના સમાન મૂરખ કોઈ નથી હોતું. બુદ્ધિમાન મનુષ્ય એ જ છે જે અસ્થિર શરીર દ્વારા ચલાયમાન ધનને છોડીને સ્થિર ધર્મને સંચિત કરી લે છે. આથી યત્નપૂર્વક મનુષ્યને જોઈએ કે ધર્મનો સંગ્રહ કરે, કેમ કે ધર્મના સંગ્રહથી જ તે સ્વર્ગ જાય છે.
યમરાજને જોઈએ કે તેઓ આ પ્રકારના વચનોથી બધા લોકોને સંબોધિત કરે. પછી કેટલાક લોકો વિમાનો પર ચઢીને પરમપદને પ્રાપ્ત કરી લે છે અને કેટલાક ત્યાં ધર્મસભામાં કલ્પાંત સુધી નિવાસ કરે છે.
***
તેરમો અધ્યાય
યમપુરીનું વર્ણન જાણ્યા પછી ગરુડજીએ ભગવાન નારાયણજીથી કહ્યું કે હે ભગવન્! તમે મને એ બતાવો કે ધર્માત્મા પુરુષ સ્વર્ગને ભોગવીને ફરી નિર્મળ કુળમાં ઉત્પન્ન થાઓ છો. એને કયા પ્રકારે માતાના ગર્ભની સ્થિતિમાં વિચાર આવે છે?
આ સાંભળીને ભગવાન નારાયણે કહ્યું કે આ પ્રશ્ન એવો છે કે એનાથી ઉત્તરમાં બધું જ જાણવાની ભાવના આવી જાય છે. હું તને શરીરના પારમાર્થિક રૃપના વિષયમાં બતાવું છું. આ સ્વરૃપ યોગિઓ દ્વારા ધારણ કરવામાં આવે છે.
યોગી ષટચક્રનું ચિંતન કરે છે અને બ્રહ્મ રંધ્રમાં ચિદાનંદ રૃપનું ધ્યાન કરીને પરમ ધ્વનિને સાંભળે છે. આ પણ જાણવા યોગ્ય છે. સત્કર્મ વાળા લોકો શુદ્ધ અને સારા ઘરમાં જન્મ લે છે. એમના માતા-પિતાનું એક નિશ્ચિત રૃપ હોય છે. તેઓ નિયમાનુસાર ભાવ કર્મ કરે છે.
મનુષ્યને જોઈએ કે તે ઋતુકાળમાં તો ચાર દિવસ સુધી નારીનો સ્પર્શ ન કરે કેમ કે આ અવસ્થામાં શરીર-દોષ રહે છે. ચોથા દિવસે વસ્ત્ર સહિત સ્નાન કર્યા પછી નારી શુદ્ધ થઈ જાય છે. એના પછી સાત દિવસ ઉપરાંત તે યોગ્ય થાય છે કે દેવતાઓની પૂજા કરી શકે અને વ્રત વગેરે રાખી શકે. આ રીતે સાતમા દિવસની અંદર કોઈપણ પ્રકારનું ગર્ભાધાન ના થવું જોઈએ. આઠમા દિવસે ગર્ભઆધાનથી પુત્ર જ ઉત્પન્ન થાય છે. સમ રાત્રિ અને દિવસમાં પુત્ર ઉત્પન્ન થવાના વિધાન બતાવવામાં આવ્યા છે અને વિષમ રાત્રિઓમાં છોકરી પેદા થાય છે. સામાન્ય રૃપથી ઋતુકાળ ૧૬ રાત્રિઓ સુધી ચાલે છે. ૧૪મી રાત્રિનો પ્રસંગ નિશ્ચિત રૃપથી ગર્ભની સ્થિતિમાં પરિવર્તિત થાય છે અને ધર્માત્મા તથા ગુણવાન પુત્રની ઉત્પત્તિ થાય છે. આ પ્રકારે સામાન્ય્ પ્રકૃત રાત્રિ સાધારણ જીવોને નથી મળતી. સ્ત્રીને જોઈએ કે તે પાંચમા દિવસે મધુર ભોજન કરે અને તીખા તથા ખારા ભોજનથી દૂર રહે. કેમ કે સ્ત્રીનું ક્ષેત્ર એક રીતથી ઔષધિઓનું પાત્ર છે અને બીજ અમૃતની સમાન હોય છે. સારું બીજ ક્ષેત્રથી સારા ફળની પ્રાપ્તિ થાય છે. આનું વિધાન ખૂબ જ ઉત્તમ છે. ચંદન તથા ફૂલ ધારણ કરીને શુદ્ધ વસ્ત્રોને પહેરીને ઉત્તમ શૈય્યા (પથારી) પર સૂએ. કેમ કે પ્રસંગના સમય જેવી ચિત્તની સ્થિતિ હોય છે તે જે પ્રકારથી ખુશ અને ખિજાય છે, સંતતિ પર એ જ પ્રકારની અસર પડે છે. આથી જે ચૈતન્ય બીજ સ્વરૃપમાં સ્થિતત રહે છે તે સ્વસ્થ ભાવથી પ્રભાવશાળી થાય છે. કામ ચિત્ત અને શુક્ર તન્મય થઈ જાય છે અને ત્યારે સ્વાભાવિક ભાવથી શુક્ર અને રુધિરના સંયોગથી પિંડની ઉત્પત્તિ થાય છે. ગર્ભમાં શક્રતિ પુત્ર વધારે આનંદ આપવાવાળો થાય છે. આવા પુણ્યાત્મા ઊંચા ગ્રહોની સ્થિતિમાં જન્મ લે છે અને એના જન્મના સમયે બ્રાહ્મણ ખૂબ જ વધારે ધન પ્રાપ્ત કરે છે. તે પુત્ર વિદ્યા અને ધનથી સંપન્ન થઈને પોતાના પિતાના ઘરમાં વધતો રહે છે અને આ પ્રકારથી શાસ્ત્રોનું જ્ઞાન પણ પ્રાપ્ત કરતો રહે છે. આવો પુત્ર પૂર્વ જન્મમાં કરેલા પોતાના કર્મથી સજ્જનોની સંગતિ કરે છે અને સતત સત્કર્મની તરફ વધતો રહે છે.
જે મનુષ્ય પૂર્વ જન્મમાં તીર્થયાત્રા અને તપનું મહાપુણ્ય પ્રાપ્ત કરે છે તે એના ફળસ્વરૃપ પોતાની યુવા અવસ્થામાં દિવ્ય સ્ત્રીને પ્રાપ્ત કરે છે. તે હંમેશાં અનાત્મા અને આત્માના સંબંધના વિષયમાં વિચાર કરે છે. આવો પુણ્યવાન પુરુષ હંમેશાં બ્રહ્મના વિષયમાં વિચારતો રહે છે. એના પછી આ પુરુષ બ્રહ્મસંગ રહિત કરવામાં આવેલા ભૂમિ વગેરે આત્મ વર્ગન પંચ ભૂતોના ગુણોના વિષયમાં બતાવીને ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું કે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આ પાંચ સ્થૂળ તત્ત્વ છે અને આ પિંડ આ પંચ ભૂતોથી બનેલું છે. હે પક્ષીરાજ ગરુડ, હાડકાં, ત્વચા, નાડી, રોમ અને માંસ આ પાંચ ગુણ ભૂમિ દ્વારા પ્રાપ્ત થાય છે અને જળથી લાળ, મૂત્ર, વીર્ય, મજ્જા અને લોહી બને છે. તેજનો આવવું પૃથક ગુણ થાય છે. ભૂખ, તરસ, આળશ, ઉંઘ અને આભા આ તેજના ગુણથી પેદા થાય છે. વાયુ દ્વારા દોડવું, રમવું, અલગ-અલગ પ્રકારની ચેષ્ટાઓ કરવી, કૂદવું-ઓળંગવું જન્મ લે છે અને આકાશ દ્વારા મોહ, સંદેહ, ચિંતા, શબ્દ વગેરે ઉત્પન્ન થાય છે. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત આ અંતઃકરણના ચાર નામ છે અને આ બધાની સ્થિતિ પહેલા જન્મના કર્મના અનુસાર હોય છે. એની સાથે કાન, ત્વચા, આંખ, નાક અને જીબ આ જ્ઞાનેન્દ્રિયો છે. વાક્, હાથ, ગુદા, પગ, લિંગ આ કર્મેન્દ્રિયો છે વાયુ, દિશાઓ, સૂર્ય, પ્રચેતા, ઇન્દ્ર, મિત્ર જ્ઞાનેન્િદ્રિઓ દેવતા હોય છે. ઇડા, પિંગળા અને ત્રીજી સુષુમ્ના, ગાંધારી, ગજજિહ્વા, પૂર્સ, યશસ્વિની, અલંબુષા તથા દસમી શંખિની આ પ્રધાન દસ નાડીઓ શરીરમાં સ્થિત પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નામ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય આ ૧૦ વાયુ છે. હૃદયમાં પ્રાણ, ગુદામાં અપાન, નાભિમંડળમાં સમાન, કંઠદેશમાં ઉદાન અને બધા શરીરમાં વ્યાન સ્થિત છે, ડકારને નાગ કહે છે અને અને ઉન્મીલનમાં કૂર્મ વાયુ કહેવામાં આવ્યો છે. કૃકલ વાયુને ક્ષુધાકારક જાણવા જોઈએ અને વિજૃંભણમાં દેવદત્ત નામનો વાયુ જાણો. સર્વવ્યાપી ધનંજય વાયુ છે. તે મૃતકને પણ ક્યારેય નથી છોડતો. ગ્રાસો દ્વારા ખાવામાં આવેલું અન્ન રાબ શરીરધારીઓને પુષ્ટિ આપવાવાળું છે. વ્યાન વાયુ અન્નના રસને બધી નાડીઓમાં પહોંચાડી દે છે, ભોજન કરેલો આહાર વાયુ દ્વારા બે ભાગોમાં વહેંચાઈ જાય છે. ગુદામાં પ્રવેશ કરીને અપચ અન્ન અને જળને અલગ-અલગ કરી દે છે, અગ્નિની ઉપર જળ કરીને અને અન્નને જળની ઉપર કરીને અને પ્રાણ ખુદ અગ્નિની નીચે સ્થિર થઈને ધીમે-ધીમે ધોંકે છે.
વાયુથી ધોંકેલી શરીરની અગ્નિ રસને અને મળને અલગ-અલગ કરી નાખે છે. વ્યાન વાયુ શરીરમાં બધી તરફ રસ પહોંચાડે છે. બારેય દ્વારથી અલગ કરેલા મળને બહાર કાઢે છે. કાન, આંખ, નાક, જીભ, દાંત, નાભિ, નખ, ગુદા, લિંગ, શિરા, વાયુ અને લોમ આમને ગળ સ્થાન કહે છે. આ પ્રકારે બધા વાયુ પોત-પોતાના કર્મમાં પ્રવૃત્ત રહે છે. જેમ મનુષ્ય લોકો સૂર્યના પ્રકાશને મેળવીને પોતાની સત્તા જાણે છે. (સૂર્ય ઉદય થવા પર પોતાના કામમાં લાગી જાય છે.) હે ખગેહ! નરદેહને બે રૃપ છે, એક વ્યાવહારિક અને બીજું પારમાર્થિક.
વ્યાવહારિક શરીરમાં સાડા ત્રણ કરોડ રોમ છે, સાત લાખ વાળ (કેશ) છે અને વીસ નખ કહેવામાં આવ્યા છે. હે ગરુડ! સામાન્ય રીતે બત્રીસ દાંત કહેવામાં આવ્યા છે. હજાર પલ માંસ છે અને સો પલ લોહી છે. મેદા દસ પળ છે, સત્તર પલ ત્વચા છે, બાર પલ મજ્જા છે અને ત્રણ પલ મહારક્ત છે. શુક્ર બે પાવ છે, શોણિત એક પાવ કહેવામાં કહેવામાં આવ્યા છે. દેહમાં ત્રણ સો સાહીંઠ સ્થૂળ હાડકાં છે તથા નાડીઓ શરીરીમાં કરોડો કહેવામાં આવી છે. પચાસ પલ પિત્ત છે અને એના અડધા (પચીસ પલ) કફ છે. હંમેશાં ઉત્પન્ન થવાવાળી વિષ્ઠા અને મૂત્રનું કોઈ નિયમિત પરિણામ નથી. આ ગુણો અને સામગ્રીઓથી યુક્ત વ્યાવહારિક શરીર છે.
બધા ભુવન, પર્વત, દ્વીપ, સાગર, આદિત્ય વગેરે ગ્રહ પારમાર્થિક શરીરમાં છે. પારમાર્થિક દેહમાં છ ચક્ર નિશ્ચય હોય છે. જે ગુણ બ્રહ્માંડમાં કહેવામાં આવ્યા છે તે બધા આમાં વિદ્યમાન છે. આ બધા ગુણ યોગિઓના અવધાન અને ઉપાધિમાં આવે છે, એમને હું તારાથી કહું છું, જેની ભાવના કરીને જીવ વિરાટ રૃપને પ્રાપ્ત થાય છે. હું એ વિરાટ રૃપને જ કહું છું.
પગની નીચે તળ જાણો અને પગની ઉપર વિતળ છે અને ઘુંટણમાં સુતળ જાણો અને સક્યિદેશ (ગુપ્તેન્દ્રિયોના જોડ સ્થાન)માં મહાતળ જાણો. સકિયના મૂળમાં તલાતળ અને ગુહ્ય દેશમાં રસાતળ જાણો અને કઠિમાં પાતાળ જાણો. આ સાત લોકો કહેવાય છે. નાભિમાં ભૂલોક, એના ઉપર ભુવલોક અને હૃદયમાં સ્વર્લોક જાણો, કંઠદેશમાં મહર્લોક જાણો, મુખમાં જનલોક, લલાટમાં તપોલોક અને બ્રહ્મરંધ્રમાં સત્યલોક જાણોય આ ચૌદ ભુવન છે. ત્રિકોણમાં મેરુ સ્થિત છે, નીચે કોણમાં મંદરાચલ અને દક્ષિણ કોણમાં કૈલાસ અને ્સવામ (વાયવ્ય) કોણમાં હિમાચલ છે. એના ઊર્વ્ રેખામાં ઉર્ધ્વ રેખામાં ઉપર નિષધ્ર પર્વત, દક્ષિણ રેખામાં ગંધ-માદન, અને વામ રેખામાં રમણાંચળ. આ સાત પર્વત કહેવામાં આવે છે. અસ્થિઓના સ્થાનમાં જંબુદ્વીપ અને શાકદ્વીપના સ્થાન પર મજ્જા, કુશ દ્વીપના સ્થાન પર માંસ અને ક્રૌંચ દ્વી પર શિરાઓની સ્થિતિ છે, આની સાથે-સાથે ત્વચામાં શાલ્મલી દ્વીપ, રોમમાં નખોમાં પુષ્કર દ્વીપની સ્થિતિ જાણવી જોઈએ.
હવે હું તને સાગરોના વિષયમાં બતાવું છું. આ વિરાટ પુરુષ પોતાના મૂત્રમાં સાગરને સ્થિત રાખે છે. દૂધમાં દૂધનો સમુદ્ર માનવામાં આવે છે અને મજ્જામાં ઘીનો સમુદ્ર. રસનો સમુદ્ર રસમાં અને દહીનો સમુદ્ર લોહી જાણવો જોઈએ. હે પક્ષીરાજ ગરુડ! ગળાની ભીતર બધા સ્વાદિષ્ટ જળ હોય છે. આ જે વિરાટ પુરુષ છે એના નાદ ચક્રમાં સૂર્યની સ્થિતિ માનવામાં આવે છે અને એની સાથે ચંદ્રમા બિંદુચક્રમાં સ્થિત છે. મંગળ નેત્રમાં વિરાજમાન છે અને બુધ હૃદયમાં. ગુરુની સ્થિતિ વિષ્ણુ-સ્થાન નાભિ ગોળમાં છે અને શુક્રમાં શુક્રની સ્થિતિતિ છે. એના મુખ્માં રાહુ સ્થિતત છે અને વાયુના સ્થાન પર કેતુ. આ રીતથી આ સંપૂર્ણ માનવ શરીર અલગ-અલગ તત્ત્વોથી બનેલું છે. આ વિરાટ શરીરમાં એક ગ્રહમંડળ છે, આ સમજીને જ એનું ચિંતન કરવું જોઈએ અને મનુષ્યને જોઈએ કે તે વહેલી સવારે પદ્માસન લગાવીને ષટ ચક્રોનું ચિંતન કરે. આવો પુરુષ પાપોથી છુટી જાય છે.
આના ઉપરાંત ગરુડજીએ પૂછ્યું કે હે પ્રભુ! તમે મને અજપાનું ઉત્તમ કાર્ય પણ બતાવો કેમ કે એનાથી જીવનો જીવ ભાવ છૂટી જાય છે.
ભગવાન નારાયણે કહ્યું કે મણિપૂરક સ્વાધિષ્ઠાન, અનાહત, વિશુદ્ધ, મૂલાધાર અને આજ્ઞા આ ષટ ચક્ર કહેવામાં આવે છે. મનુષ્યને જોઈએ કે તે મૂળાધારને સ્થિત કરીને ક્રમશઃ નાભિ, હૃદય, ગળા અને ભમરોની વચ્ચે શેષ ચક્રનું ચિંતન કરે. 'વ શ ષ સ' ચાર દળવાળા અગ્નિની સમાન મૂલાધાર ચક્ર હોય છે. આ અલગ-અલગ ચક્ર હોય છે. અને એ આ પ્રકારે છે.
૧. મૂલાધાર ચક્ર ' વ શ ષ સ' ચાર દળવાળું.
૨. સ્વાધિષ્ઠાન ચક્ર ' બ ભ મ ય ર લ' છ પત્રવાળના સૂર્યની સમાન.
૩. મણિપૂરક ચક્ર રક્ત આભાવાળું 'ડ ઢ ણ ત થ દ ધ ન પ ફ.'
૪. અનાહત ચક્ર ક થી ઠ સુધી બાર પાત્રોવાળુ અને
૫. વિશુદ્ધ ચક્ર ચંદ્રમાની જ્યોતિ સમાન ૧૬ પ્રારંભિક વર્ણો (સ્વરો) વાળું.
૬. આજ્ઞા ચક્રમ હંસને બે અક્ષરોથી યુક્ત લાલ કાંતિવાળું.
એની ઉપર એક હજાર દળવાળું કમળ છે, જે આનંદ અને શિવમય છે. આ કમળ દળ શાશ્વત અને જ્યોતિથી પરિપૂર્ણ છે. મનુષ્યને જોઈએ કે તે આ સાધનામાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગુરુ તથા ગણેશનું વ્યાપક રૃપમાં ચિંતન કરે. પંડિતો દ્વારા રાત-દિવસમાં શ્વાસની ગતિ ૨૧,૬૦૦૦ કહેવામાં આવી છે. જ્ઞાની લોકો 'હં સો હં સઃ મંત્ર'- જે જીવ તત્ત્વ છે, એનો જાપ કરે છે. એમાં ગણેશ માટે ૩૦૦૦, હરિ માટે ૬૦૦૦ અને બ્રહ્મા માટે ૬૦૦૦, જીવાત્મા માટે ૧૦૦૦ અને ગુરુ માટે ૧૦૦૦ તથા ચૈતન્ય આત્મા માટે એક હજાર આ પ્રકારના જપની સંખ્યા કહેવામાં આવી છે. મુનીશ્વર લોકો ચક્રમાં સ્થિત બ્રહ્મ અને કિરણોમાં દેવતાઓનું ચિંતન કરે છે.
મનુષ્યને એકાગ્રચિત્ત થઈને પરમ ધર્મનું ધ્યાન કરવું જોઈએ. એના ઉપરાંત ગુરુના ઉપદેશ દ્વારા મનુષ્યને જોઈએ કે તે ગાયત્રની જાપ કરે અને બધા ચક્રોની માનસિક પૂજા કરે. તે પોતાના ગુરુનું ધ્યાન કરે કેમ કે ગુરુના હાથોમાં અભયદાનની શક્તિ છે. ગુરુના ચરણામૃતથી પોતાનું શરીર દોવે અને પંચ પ્રકારથી એનું સ્તવન કરે. પછી છ ચક્રોમાં સંચરિત અને સાડા ત્રણ વલયવાળી કુંડલીનીને આરોહ અને અવરોહના ક્રમમાં ધ્યાનમાં લાવે. બ્રહ્મરંધ્રથી બહાર ગયેલી સુષુમ્નાનું ધ્યાન કરે. કેમ કે આ માર્ગમાં થઈને જીવને વિષ્ણુ પરમપદના રૃપમાં પ્રાપ્ત થાય છે. પછી વહેલી સવારે પરમબ્રહ્મનું ધ્યાન કરે અને ગુરુના ઉપદેશથી સ્વયંને સ્થિર કરે. અને કહે કે હંમેશાં જ તમારું ચિંતન કરું છું. ગુરુના ઉપદેશ વગર મનુષ્ય યોગથી ભ્રષ્ટ થઈ શકે છે. આ રીતે અંતર યોગની સાધના કરીને ફરી બહિયોગ કરે. જે પુરુષ પોતાના દેહના અધિમાનમાં રહે છે તેઓ યોગ્ય પ્રકારથી યોગિક ક્રિયાઓ નથી કરી શકતા, તપ, યોગ, વગેરે મોક્ષના માર્ગ થવા પછી પણ હે ગરુડ! મોક્ષ માટે સર્વોત્તમ વિધાન ભક્તિનું વિધાન છે. યોગી પુરુષ પણ ભક્તિથી જ સનાતન મોક્ષને પ્રાપ્ત થાય છે.
***
ચૌદમો અધ્યાય
ગરુડજીએ ભગવાન નારાયણને પૂછ્યું કે જીવોનું સાંસારિક આવાગમન સાંભળવા પછી સનાતન મોક્ષના ઉપાયના વિષયમાં બતાવો. કેમ કે આ સંસાર દુઃખોથી ભરેલો છે. જીવોમાં અનેક કષ્ટ ઉત્પન્ન થાય છે અનેક જીવ ઉત્પન્ન થાય છે અને મરે છે અને એનો કોઈ અંત નથી થતો. તો હે ભગવન્, તમે મને એ બતાવવાની કૃપા કરો કે સનાતન મોક્ષ કયા પ્રકારે મળી શકે છે. ભગવાન નારાયણે કહ્યું કે તારા પ્રશ્નનો જવાબ સાંભળવા માત્રથી મનુષ્ય સંસારના કષ્ટોથી છુટકારો મેળવી લે છે. હે ગરુડ! ભગવાન શિવ પરબ્રહ્મસ્વરૃપ છે, સર્વજ્ઞ અને કર્તા છે, બધાના સ્વામી છે અને આદિ અંતથી રહિત વિકાર રહિત અનિર્વચનીય તથા સચિદાનંદ સ્વરૃપ છે. અને જીવ એમનો એક અંશ માત્ર છે, જે રીતથી રગડ લાગવાથી કે ઠેસ વાગવાથી ચિંગારી નિકળે છે એવી જ રીતે અનાદિ કર્મથી અનાદિ વિદ્યા દ્વારા સંઘર્ષ થવા પર દેહથી યુક્ત જીવની ઉત્પત્તિ થાય છે. દેહને ધારણ કરવાવાળા જીવ સુખ-દુઃખથી ભરેલ હોય છે અને સારા-ખરાબ કર્મ કરે છે અને પૂર્વ જન્મના કારણે જ જાતિના બંધન આયુ વગેરે નિશ્ચિત થાય છે. હે ગરુડ, સંપૂર્ણ જીવ ઉત્કૃષ્ટ તથા અનાશવાન સૂક્ષ્મ લિંગ શરીરથી જન્મ લે છે. અથવા પછી આ જીવ એનાથી પણ વધારે સૂક્ષ્મ શરીર પ્રત્યેક જન્મમાં પ્રાપ્ત કરે છે.
હવે હું તમને મોક્ષનું કર્મ બતાવું છું. તે આ પ્રકારે છે કે પહેલાં સ્થાવરનો જન્મ થાય છે, બીજા જન્મમાં તે કીટ વગેરે થાય છે પછી વૃક્ષ વગેરે, પછી પક્ષી પશુ અને મનુષ્ય થાય છે. ધર્મ કરવાવાળા મનુષ્ય જ યોનિ પછી દેવતાની યોનિ મળે છે. દેવતા જીવ મોક્ષ કરવાવાળા હોય છે. જીવ ચાર પ્રકારના હોય છે-પિંડજ, ઉદિભજ, સ્વેદજ અને અંડજ. અને આ હજારો વખત શરીર ધારણ કરે છે અને શરીર છોડે છે તથા અંતિમ શરીર મનુષ્યના રૃપમાં પ્રાપ્ત કરે છે. આ પ્રકારથી જ્ઞાની મનુષ્યને મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. દેહધારી તેમ છતાં ૯૫ લાખ યોનિઓમાં શરીર ક્રમથી જીતે છે પરંતુ વાસ્તવિક તત્ત્વ જ્ઞાન મનુષ્યના શરીરમાં જ મળે છે. તત્ત્વ જ્ઞાન વગર મુક્તિ શક્ય નથી. એનાથી એ નિશ્ચય થાય છે કે હજારો જન્મમાં હજારો જીવોમાં પુણ્યના સંચયથી મનુષ્યનું શરીર મળે છે અને એના શરીર પછી પણ મોક્ષની સીડી ખુલી જાય છે.
જે મનુષ્ય આ શરીરને મેળવીને પણ ધર્મ નથી કરતો અને પોતાને સંસાર સાગરને પાર નથી કરી શકતો તે ખૂબ જ પાપી છે કેમ કે મનુષ્યના શરીરમાં જ સુન્દર ઇન્દ્રિઓ પ્રાપ્ત હોય છે. જો એના પર પણ મનુષ્ય પોતાનું કલ્યાણ નથી કરી શકતો તો તે અભાગ્યો હોય છે અને બ્રહ્મહત્યારાની સમાન પાપને ભોગવે છે.
પુરુષાર્થ ઘણું મોટું લક્ષણ છે અને પુરુષાર્થ વગર કશું પ્રાપ્ત નથી થતું પરંતુ પુરુષાર્થ શરીર વગર નથી થઈ શકતું. આથી મનુષ્યને જોઈએ કે તે પોતાના દેહ અને ધનની રક્ષા માટે પુણ્ય કર્મોના સાધન કરે. આત્મા સૌથી મોટું પાત્ર છે અને બધાનું પાત્ર છે. આથી મનુષ્ય આત્માની રક્ષા કરે. આત્માની રક્ષાના પ્રયત્નમાં જ મનુષ્યને કલ્યાણ પ્રાપ્ત થાય છે. જો મનુષ્ય આત્માની રક્ષા નથી કરી શકતો તો એના કલ્યાણનો માર્ગ અવરુદ્ધ થઈ જાય છે. જીવિત શરીરના આધાર પર મનુષ્ય વારંવાર શુભ-અશુભ કર્મ કરે છે અને ગામ, ક્ષેત્ર ઘર પર પરિઘિમાં બંધાયેલો રહે છે. જે બુદ્ધિશાળી મનુષ્ય હોય છે તે શરીરની રક્ષાનો પ્રયત્ન કરે છે કેમ કે શરીર સૌથી પ્યારું હોય છે. કોઢી અને દુઃખી વ્યક્તિ પણ શરીરને ત્યાગવાની ઇચ્છા નથી કરતા. આ શરીર રક્ષાનો પ્રયત્ન ધર્મ માટે હોય છે કેમ કે જો શરીર નહીં હોય તો ધર્મનું પાલન કેવી રીતે થશે. ધર્મ જ્ઞાન માટે અને જ્ઞાન યોગ્ય માટે દેહનું હોવું જરૃરી છે. ધર્મ જ્ઞાન પછી પણ જીવ મુક્ત થઈ જાય છે. આત્માને તારવો પુણ્ય પ્રાપ્ત કરવા જેવું છે. જે લોકો આ લોકમાં નરક રોગની ચિકિત્સા નથી કરતા તે દુષ્ય થાય છે અને એનું શરીર રોગી થઈ જાય છે. વૃદ્ધાવસ્થાની અવસ્થામાં મનુષ્ય કશું નથી શકતો આથી એના પહેલાં જ પવિત્ર કર્મ કરી લેવા જોઈએ. વૃદ્ધાવસ્થામાં રોગ શત્રુની જેમ પ્રહાર કરે છે આથી કલ્યાણકારી કર્મ પહેલાંથી જ પ્રારંભ કરી દેવા જોઈએ. મનુષ્યને જોઈએ કે તે જ્ઞાન તત્ત્વને એના પૂર્વ જ મેળવી લે કેમ કે શરીરના રુગ્ણ હોવા પર અને ઇન્દ્રિયોના શિથિલ હોવા પર કશું પ્રાપ્ત નથી થતું.
દેહ (શરીર)ના રહેતા મનુષ્યએ તત્ત્વ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. જે વ્યક્તિ ઘરના ખૂણામાં આગ લાગ્યા પછી, કૂવો ખોદે છે તે બળી જાય છે. આથી મૃત્યુની નજીક પહોંચતા પહલાં જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ.
મનુષ્ય આ સંસારમાં ઉત્પન્ન થાય છે પરંતુ કાળ સંસારના ઉત્પન્ન અનેક કાર્યોને નથી જોતો પરંતુ મનુષ્ય પોતાના શુદ્ધ રૃપથી પોતાના સ્વરૃપને પણ નથી જાણી શકતો. જે કારણોથી મનુષ્ય બીજાઓને દુઃખિત જુએ છે, આપત્તિમાં ફસાયેલો મેળવે છે, કષ્ટ પ્રાપ્ત કરીને અનુભવ કરે છે મનુષ્ય એ જ કાર્યોને કરે છે, આ આશ્ચર્યની વાત છે. તે પાપથી નથી ડરતો જ્યારે જાણે છે કે પાપનું દુષ્ફળ મળશે. મનુષ્ય એ જાણે છે કે બધી સંપત્તિ સ્વપ્નની સમાન છે, ફૂલની સમાન જવાની છે અને ઉંમર પણ વિજળીની જેમ ચંચળ છે. ગમે ત્યારે કશું પણ નષ્ટ થઈ શકે છે પરંતુ છતાં પણ તે પાપકર્મમાં લીન રહે છે. મનુષ્યને જોઈએ કે માનવ જન્મમાં પોતાની સાર્થકતા પ્રાપ્ત કરી લે. આના ધૈર્ય વગર કશું પ્રાપ્ત નથી થઈ શકતું. મનુષ્યને સો વર્ષનું જીવન મળ્યું છે. એને પણ તે સૂવા અને આળસમાં વિતાવી દે છે. એને જોઈએ કે તે જીવનને નિરર્થક થવાથી બચાવે. એને જોઈએકે તે બ્રહ્મની સમાન હોવાના ઉપાય કરતો રહે. જે મનુષ્ય ઉપાય કરવા યોગ્ય સમયમાં ઉદ્યોગો નથી કરતો અને જાણવા યોગ્ય સમયમાં ચિંતન નથી કરતો અને ભય તથા માયાવી સંસારમાં વિશ્વાસ કરે છે તે મનુષ્ય નષ્ટ થઈ જાય છે. બધા મનુષ્ય માર્યા જાય છે. તેમ છતાં પાણીમાં ઉઠેલા પરપોટાની સમાન આ દેહમાં આત્મા વિદ્યમાન રહે છે. પરંતુ જે વ્યક્તિ ભક્તિને જાણીને, જે મનુષ્ય ધનને ફક્ત સામાન્ય પ્રયોજન માટે નથી માનતો એને આત્મજ્ઞાન નથી થતું. દેહ માયાથી મોહિત થઈને જે મનુષ્ય આ જાણે છે કે આત્મજ્ઞાનથી મોક્ષ શુદ્ધ જ્ઞાન માર્ગને જોઈને અણદેખ્યું કરી દે છે અને જ્ઞાનની વાણી નથી સાંભળતા તેઓ નથી જાણતા કે આ સંસાર કાળરૃપી સાગરમાં ડૂબી રહ્યો છે, મૃત્યુ રોગ વગેરે આ સાગરના ગ્રાહની સમાન છે. આ ગ્ર્હોને કારણે એને ખૂબ કષ્ટ મળે છે. પરંતુ કાળની ગતિ અબાધ છે અને તે પ્રત્યેક ક્ષણ ક્ષીણ થવાને મનુષ્યને પણ નથી જાણ થતી, કેમ કે કાળ ના મનુષ્ય દ્વારા ગ્રહણ કરવામાં આવે છે અને ના એના દ્વારા જાણવામાં આવે છે. તે જળમાં સ્થિત કાચા ઘડાની સમાન નષ્ટ થતો રહે છે પરંતુ એની જાણ નથી ચાલતી.
પવનને બાંધી શકાય છે અને આકાશનું ખંડન શક્ય છે. તરંગોને ગૂંથાઈ શકાય છે પરંતુ આયુ પર વિશ્વાસ કરવો શક્ય નથી.
આ સંપૂર્ણ પૃથ્વી કાળના વસથી ચાલે છે. કાળના બળ પર જ ક્યાંક પર પર્વત હોય છે અને ક્યાંય પર સમુદ્ર. આ પરસ્પર બદલતાં પણ રહે છે. તો પછી આ નાના શરીરની મહત્તા શું? આથી પોતાનું-બીજાનું વિચારવું બિલ્કુલ વ્યર્થ છે. આ મારા બંધુ છે, ભાઈ છે, મારા છે, બીજાના છે, આ આખું ચિંતન એ સમયે વ્યર્થ થઈ જાય છે જ્યારે કાળ કાં તો ખુદને ઉઠાવી લે છે કે બંધુ-બાંધવોમાંથી કોઈ એનો ગ્રાસ બની જાય છે. પરંતુ મનુષ્ય પોતાના કાર્યના વિષયમાં વિચારીને કે આ થઈ ગયું અને આ બાકી છે તથા આ કરવાનું છે. અંતે યમની તરફ અગ્રેસર થાય છે. એને હંમશાં એ જોઈએ કે તે જલ્દીથી જલ્દી પોતાના કાર્યોને સંપાદિત કરે કેમ કે મૃત્યુ મનુષ્ય દ્વારા કરવામાં આવી રહેલા અથવા રહી ગયેલા કામની ચિંતા નથી કરતું. વૃદ્ધાવસ્થા મૃત્યુનો માર્ગ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં પ્રચંડ રોગ મૃત્યુના સૈનિક છે. આવી મૃત્યુને જીવ અનદેખ્યું કરી દે છે અને પરમેશ્વરને નથી જોતો. આશ્ચર્ય એ જ છે કે તે પ્રભુની ભક્તિ કેમ નથી કરતો? આવા મનુષ્યને મૃત્યુ એવી રીતે ખાય છે જાણે અગ્નિ રૃને. જેમ લાલચ રૃપી સોયથી છેદ આપ્યા પછી વિષયદ રૃપી ઘીથી સીંચ્યા પછી રાગ-દ્વેષ ખૂબ વધારે ઉછરે છે એવી જ રીતે મૃત્યુની જાળ વધતી જાય છે. મૃત્યુના વિધાનથી બાળક, જવાન, વૃદ્ધ કોઈ પણ નથી બચતું. આ જીવ વિવશ થઈ જાય છે અને પોતાને છોડીને યમના ઘેર ચાલી જાય છે. પછી માતા-પિતા અને સંબંધિઓના વિષયમાં તો શું કહેવામાં આવે.
આ સંસાર દુઃખનું મૂળ છે અને જે સાંસારિક ગૃહસ્થ છે તે બધાથી વધારે દુઃખી છે. જે મનુષ્યએ આ સંસારનો ત્યાગ કરી દીધો તે ખૂબ જ સુખી છે. મનુષ્યને જોઈએ કે દુઃખને ઉત્પન્ન કર વાવાળા અને આપત્તિઓના આશ્રય ઘર-સંસારને વધારે આસક્તિથી ન જુએ. જ્ઞાની અને ભક્ત મનુષ્ય સંસારથી એવી મુક્તિ મેળવી લે છે જાણે કોઈ લોખંડથી જકડેલો મનુષ્ય બંધનથી છુટકારો મેળવી લે. પરંતુ પુત્ર, સ્ત્રી વગેરેમા લીન પુરુષનો મોહ નથી છુટતો. પરંતુ તે જે-જે સંબંધોના પ્રત્યે અને જેટલા સંબંધોના મહો ભાવ પેદા કરે છે એનાથી શોક રૃપી ખીલ્લા હૃદયમાં પીડા આપે છે. એની દશા એવી થઈ જાય છે કે કોઈ ચોર કોઈનું ધન લૂંટીને લઈ જાય છે.
જે રીતથી લોખંડના ખીલ્લામાં લાગેલા માંસને જોઈને ખીલ્લાની ઉપસ્થિતી ભૂલીને માછલી કાંટામાં ફસાઈ જાય છે એવી જ રીતે સુખનો લોભી પુરુષ (જીવ) સાંસારિક સુખોને જુએ છે પરંતુ એની પાછળ યમરાજના વિઘ્નોને નથી જોતો. આ રીતે હે ગરુડ! હિત-અહિતને જોવાવાળા અને હંમેશાં કુમાર્ગ પર જવાવાળા લોકો નરકગામી થાય છે. મનુષ્યની વચ્ચે ઉંઘ, ખાવું-પીવું પશુઓની સમાન જ હોય છે. ફક્ત માત્ર જ્ઞાન જ એનું વિશેષ તત્ત્વ હોય છે. અને જ્ઞાનહીન મનુષ્ય પશુની સમાન હોય છે.
મૂરખ મનુષ્ય સામાન્ય ક્રિયાકર્મમાં લાગેલો રહે છે. દિવસમાં ભૂખ-તરસથી દુઃખી, ધન કમાવવા માટે અને રાત્રે સૂવા માટે તે પોતાનું જીવન વ્યતીત કરી દે છે. અજ્ઞાનથી મોહિત થઈને તે પોતાના જીવનનો સાચ્ચો ધર્મ નથી નિભાવી શકતો. એને એ પણ જાણ નથી થતી કે સંસારમાં તલ્લીન જીવ અજ્ઞાનને કારણે મરે છે. આથી ધન વગેરેનો સંગ છોડીને મનુષ્યએ સજ્જનોનો સંગ જ કરવો જોઈએ. સજ્જનોનો સાથે ખૂબ જ મોટી ઔષધિ છે. મનુષ્યના જીવનમાં વિવેક અને સત્સંગ આ એવા દૃષ્ટિ સંપન્ન નેત્ર છે, જેનાથી મનુષ્ય સારા-ખરાબની ઓળખ કરી શકે છે. જેની પાસે આ નેત્ર નથી હોતા તે કુમાર્ગગામી થઈ જાય છે.
બધા મનુષ્યોનું કર્તવ્ય છે કે તેઓ પોતાના વર્ણાશ્રમ આચારમાં તત્પર થઈને બીજા ધર્મોને પણ જાણે. અહંકારી મનુષ્ય નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો કર્મમાં વધારે લીન રહે છે અને કેટલાક ધર્મમાં. જે લોકો અજ્ઞાનથી ઘેરાયેલા છે એમની સાથે દગો થઈ જાય છે. એમની અસલી પૂંજી નષ્ટ થઈ જાય છે. કેટલાક લોકો ભગવાન નારાયણ અર્થાત્ મારું નામ માત્ર લેવાથી મોક્ષની કામના કરવા લાગે છે. અને કેટલાક લોકો કર્મકાંડી થઈને મોટા-મોટા યજ્ઞોને કરીને મોક્ષની કામના કરે છે. કેટલાક લોકો ઉપવાસ કરીને શરીરને સૂકવી દે છે અને મોક્ષની કામના કરે છે.
પરંતુ મારી માયાથી મોહિત થઈને આ પ્રકારે પરોક્ષ રીતિથી મોક્ષની પ્રાપ્તિ નથી થતી. કેમ કે દેહને દંડ આપવાથી જ્ઞાન ઉત્પન્ન નથી થતું. આ એવું જ હોય છે, જેવું સાંપને મારવા માટે ખાલી બાંબી પર આક્રમણ કરવામાં આવે, જે લોકો જટાઓના ભારથી ઘેરાયેલા રહે છે, મૃગ ચર્મ ધારણ કરીને ઘમંડી જ્ઞાનીઓની જેમ નગરો અને ગ્રામોમાં ફરે છે અને બીજા લોકોને પણ ભ્રમમાં નાંખે છે એમને હું પ્રાપ્ત નથી થતો. જે વ્યક્તિ સંસારથી ઉત્પન્ન સુખમાં લીન રહે છે અને પોતાને પણ બ્રહ્મથી ઉત્પન્ન થયેલો માને છે એમને પણ હું નથી મળતો. હે ગરુડ! ષડ્દર્શન રૃપ મહા કૂવામાં પડેલા અનેક મનુષ્ય પરમાર્થના વાસ્તવિક રૃપને નથી જાણતા. તેઓ પશુઓની સમાન બંધાયેલા છે. કેટલાક લોકો કર્મથી અને બ્રહ્મજ્ઞાનથી ભ્રષ્ટ થઈ જાય છે કેમ કે એમનામાં અહંકાર થઈ જાય છે. આવા પુરુષોનો ત્યાગ કરી દેવો જોઈએ. આવા લોકો ક્યાં મુક્તિ મેળવે છે જે ઘરમા અને વનમાં સમાનતા કરીને નિર્લજ્જતાપૂર્વક દિગમ્બર થઈને ફરે છે. ફક્ત માટી અને ભસ્મ લગાવવાથી મુક્તિ પ્રાપ્ત નથી થતી. જે પુરુષ તપસ્વીના રૃપમાં ઘાસ, પત્ર, પાણી વગેરે પીતા રહે છે તેઓ વાસ્તવિક તપસ્વી નથી હોતા. જન્મથી મરણ સુધી ગંગામાં રહેવાવાળી માછલી અને દેડકા શું સ્વર્ગમાં ચાલ્યા જાય છે?
આ પ્રકારે મને પ્રાપ્ત કરવાના બાહ્ય ઉપાય સુયોગ્ય નથી હોતા. અને ના આ બાહ્ય ઉપાયોથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. પપીલા પૃથ્વી પર પડેલા જળને ક્યારેય નથી પીતા અને પારાવત પક્ષી એક-એક કણનો આહાર કરે છે પરંતુ તે બધા વ્રતી નથી થઈ જતા. હે ગરુડ! સંસારના અનેક કર્મ લોકરંજન માટે છે. એનાથી મોક્ષનો કોઈ સંબંધ નથી, મોક્ષ તો ફક્ત તત્ત્વ જ્ઞાનથી જ શક્ય છે.
વેદ-શાસ્ત્રોથી યુક્ત ઘોર સમુદ્રમાં પડેલા તાર્કિક પંડિત શાસ્ત્રો અને સંવાદોના કુચક્રોમાં ફસાયેલા રહે છે તેઓ પણ તત્ત્વ જ્ઞાનને નથી જાણતા. અનેક લોકો એવા હોય છે જે વેદ-શાસ્ત્ર અને પુરાણોને બહારથી જાણે છે, પરંતુ એમને આપણે તત્ત્વ-જ્ઞાની નથી કહી શકતા. તે પંડિત ફક્ત પ્રદર્શન માટે હોય છે. તે ફક્ત કાગડાની સમાન બોલે છે. કેટલાક લોકો વાસ્ત્વિક તત્ત્વ જ્ઞાનના અભાવમાં ફક્ત શાસ્ત્રોને વાંચીને જ પોતાને જ્ઞાની સમજવા લાગે છે. એમની ઇન્દ્રિયો વ્યાકુળ રહે છે.
પરમ તત્ત્વ આ બધાથી પરે કંઈક અલગ જ તત્ત્વ છે. તે તત્ત્વમસિ અને ગુરુના ઉપદેશથી જાણવા યોગ્ય આ પરમ તત્ત્વ અનુભવથી જાણવામાં આવે છે અને ભક્તિ એનું મૂળ છે. જ્ઞાન તો ફક્ત મદદ કરે છે. ફક્ત શાસ્ત્રને વાંચી લેવાથી તત્ત્વ જ્ઞાનથી એવા જ દૂર રહે છે જેમ કરછીના રસના સ્વાદથી દૂરી રહે છે. તેમ છતાં ફૂલોને ગળામાં કે માથા પર ધારણ કરવામાં આવે છે પરંતુ એની વાસ્તવિકતા નાક જ જાણી શકે છે. મૂર્ખ લોકો વ્યર્થમાં તર્ક-વિતર્કથી પરમ જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
જ્ઞાનથી હીન વ્યક્તિ, અભ્યાસથી તત્ત્વ જ્ઞાન પ્રાપ્ત નથી કરી શકાતું. હજાર વર્ષની આયુ પણ વાસ્તવિક જ્ઞાનને પ્રાપ્ત કરવા માટે ઓછી હોય છે અને શાસ્ત્ર જ્ઞાનનો અંત નથી. શાસ્ત્ર અનેક છે અને મનુષ્યની ઉંમર ખૂબ જ નાની હોય છે. અને એના પર પણ અનેક વિઘ્ન આવી જાય છે. આથી મનુષ્યને જોઈએ કે તે શાસ્ત્રના તત્ત્વોને જાણવાનો પ્રયત્ન કરે. જેમ હંસ પાણીમાંથી દૂધનું કણ કાઢી લે છે તેવી જ રીતે બુદ્ધિશાળી લોકોએ શાસ્ત્રોમાંથી તત્ત્વ જ્ઞાનની વાતો કાઢી લેવી જોઈએ. તત્ત્વ જ્ઞાનની પ્રાપ્તિ પર જ્ઞાની મનુષ્ય શાસ્ત્રને એવી રીતે છોડી દે છે જાણે ઘઉંની પ્રાપ્તિ પછી ભૂસું છોડી દેવામાં આવે છે.
હે ગરુડ! જે પુરુષ અમૃતથી તૃપ્ત થઈ જાય છે તે ભોજન નથી કરતો. આ પ્રકારે જે તત્ત્વ જ્ઞાની છે એને શાસ્ત્રોની જરૃર નથી હોતી. હકીકત રૃપમાં ગુરુની ફક્ત એક વાણીથી જ મુક્તિ મળી જાય છે. વેદોના વાંચવાથી મુક્તિ નથી થતી, ફક્ત જ્ઞાનથી કૈવલ્ય પ્રાપ્ત થાય છે. મુક્તિના કારણ સ્વરૃપ ન તો ચારે આશ્રમ છે અને ના ષટ્દર્શન તથા બધા શુભ કર્મ મુક્તિ અપાવી શકે છે. બસ મુક્તિનો તો એક જ આધાર છે અને એ છે આત્મજ્ઞાન. મુક્તિ આપવાવાળી બધી વિદ્યાઓ એક તરફ અને ગુરુની વાણી એક તરફ. જે રીતથી સંજીવની કાષ્ઠ જ પ્રમુખ હોય છે એવી જ રીતે અદ્વૈતવાદ જ વિશ્વ રૃપ છે. આ ગુરુના મુખથી પ્રાપ્ત થાય છે. અને કરોડો શાસ્ત્રોને વાંચવાથી પણ નથી મળતું.
જ્ઞાન બે પ્રકારના કહેવામાં આવ્યા છે. એક શાસ્ત્રોમાં લખેલું અને બીજું પોતાના અનુભવોથી પ્રાપ્ત. શાસ્ત્રનું જ્ઞાન એક શબ્દ માત્ર છે પરંતુ જે પોતાના અનુભવ દ્વારા પ્રાપ્ત થાય છે તે જ જ્ઞાન પરબ્રહ્મ રૃપ છે. અદ્વૈતવાદ જ્ઞાનની ઇચ્છા કરીને કેટલાક લોકો દ્વૈત જ્ઞાનની ઇચ્છા પણ કરે છે અને એ પણ સમજે છે કે દ્વૈત-અદ્વૈતથી પરે જ વાસ્તવિક પરમ જ્ઞાન છે. આ મારું નથી, આ મારું છે, આ બંને વાતો મોક્ષ માટે બંધન છે. જ્યારે આપણે એ અનુભવ કરીએ છીએ કે આ મારું નથી ત્યારે આપણે બંધનોથી છૂટી જઈએ છીએ. વાસ્તવિક કર્મ પણ એ જ હોય છે જે મનુષ્યને બંધનમાં નથી બાંધતું અને વિદ્યા એ જ હોય છે મુક્તિ આપવાવાળી હોય છે.
આધ્યાત્મિક વિદ્યાથી અલગ કોઈ પણ શિલ્પની નિપુણતા પણ વિદ્યા જ છે. મનુષ્ય જ્યાં સુધી કર્મ કરે છે ત્યાં સુધી આ સંસારની વાસનામાં રહે છે. અને જ્યાં સુધી ઇન્દ્રિયોની ચંચળતાના ઘેરામાં રહે છે ત્યાં સુધી તત્ત્વ જ્ઞાન પણ ક્યાં હોય છે. આથી દેહનું અભિમાન, મમતા, વાસના અને સાંસારિક તત્ત્વો માટે પ્રયત્ન છોડીને મનુષ્યને જોઈએ કે તે ગુરુની દયા પ્રાપ્ત કરીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે. જપ, તપ, હવન તીર્થ અને પુરાણોની કથા પણ ત્યાં સુધી જ મદદ કરે છે જ્યાં સુધી તત્ત્વ જ્ઞાન નથી થતું. આથી હું તારાથી એ કહું છું કે હે ગરુડ! સત્યનિષ્ઠ થવા લોકો મોક્ષ રૃપી વૃક્ષની છાયાનો આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે. આ દૃષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસાર રૃપી વૃક્ષની છાયાના આશ્રય લેવાનો પ્રયત્ન કરે છે. આ દૃષ્ટિથી શ્રી ગુરુના મુખથી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા જોઈએ અને આ આત્મજ્ઞાનથી જીવ સંસાર રૃપી બંધનથી છૂટી જાય છે. જીવ અંત કાળ આવવા પર આત્મજ્ઞાનથી જ નિર્વાણને પ્રાપ્ત થાય છે.
અંત કાળ આવવા પર મૃત્યુના ભયથી રહિત ત્યાગ રૃપી શાસ્ત્ર દ્વારા પોતાના મોહને કાપીને મનુષ્યને જોઈએ કે તે રાગથી રહિત થઈ જાય. ઘરનો ત્યાગ કર્યા પછી તીર્થના જળમાં સ્નાન કરે અને વિધિપૂર્વક બનાવેલા કુશા અને મૃગચર્મને ધારણ કરે અને એના જ આસન પર સૂવે. મહાન અક્ષર 'ઓમકાર'નો અભ્યાસ કરીને પોતાના શ્વાસ ને જીતીને બ્રહ્મનું સ્મરણ કરે અને પોતાના મનને રોકે. બુદ્ધિ સારથી છે, મન અને ઇન્દ્રિયો ઘોડા છે, આને બુદ્ધિ દ્વારા રોકીને કર્મમાં પ્રેરિત કરવું જોઈએ કે આવું કરીને તે પોતાને અનુભવ કરે કે તે પરમ ધામ છે-હું જ બ્રહ્મ છું, હું જ પરમ પદ છું અને હું જ અનંત આત્મા છું. આ રીતેથી તે પોતાને સ્થાપિત કરે.
જે પુરુષ ઓમ્ ઉચ્ચારણ કરતો-કરતો મારું સ્મરણ કરીને પોતાના દેહનો ત્યાગ કરે છે તે પરમગતિ-મુક્તિને પ્રાપ્ત થાય છે. આ સ્થળ પર જ્ઞાન અને વૈરાગ્યના ઘમંડી લોકો નથી જઈ શકતા. જ્ઞાની પુરુષ જ આ ગતિ સુધી પહોંચી શકે છે.
માન-મોહથી રહિત થઈને જે લોકો સંગના દોષને જીતી લે છે, અભિલાષાઓનો ત્યાગ કરવામાં સમર્થ થઈ જાય છે અને દુઃખ-દ્વન્દ્વથી છૂટી જાય છે, રાગ-દ્વેષ રૃપી મલથી મુક્ત થઈ જાય છે તેઓ પરમ અવિનાશી પદને પ્રાપ્ત થાય છે.
જ્ઞાન એક કુંડ છે એમાં સદ્નું જળ ભરેલું છે અને આ જળ રાગ-દ્વેષને દૂર કરે છે. આ રીતના માનસ-તીર્થમાં સ્નાન કરવાવાળા વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે. જે ફક્ત મને મોકલે છે અને પરમાત્મામાં ધ્યાન લાગે છે તે મોક્ષને પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ પોતાની મૃત્યુની ચિંતા ન કરીને તીર્થોમાં નિવલાસ કરે છે અને મુક્તિ પ્રદાન કરવાવાળા ક્ષેત્રમાં મરે છે એને મોક્ષ મળે છે.
મોક્ષ પ્રાપ્ત કરવા માટે કેટલાક તીર્થ આ પ્રકારે છે - અયોધ્યા, મથુરા, કાશી, ગયા, કાંચી, અવંતિકા, દ્વારાવતી, આ સાત પુરી મોક્ષ પ્રદાતા છે. આ રીતથી હે ગરુડ! જેમ તેં પૂછ્યું એવી જ રીતે મેં આ સનાતન મોક્ષ ધર્મના વિષયમાં તને બતાવી દીધું છે. મુખ્ય જ્ઞાન અને વૈરાગ્યથી આને સાંભળવાથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે અને સૌથી મુખ્ય વાત એ છે કે તત્ત્વને જાણવાવાળા ધાર્મિક મોક્ષને પ્રાપ્ત કરે છે અને તેઓ સ્વર્ગ જાય છે.
ભગવાનની આ વાણી સાંભળીને ગરુડજીએ એમને અનેક વખત પ્રણામ કર્યા અને પછી ધ્યાનસ્થ થઈ ગયા. એના પછી તે બોલ્યા-હે ભગવન્! તમે મને સદાચારના વિષયમાં બતાવો કે મનુષ્યનું સદાચાર કર્મ-વિધાન શું હોવું જોઈએ?
ગરુડજીનો પ્રશ્ન સાંભળીને ભગવાન નારાયણ બોલ્યા મનુષ્યને જોઈએ કે તે શ્રુતિ અને સ્મૃતિનું જ્ઞાન પ્રાપ્ત કરીને વૈદિક કર્મ કરીને સદાચારનું પાલન કરે. શ્રોત કર્મ કર્યા પછી તે સ્માર્ત કર્મ પણ કરે. વૈદિક કર્મને પ્રમુખતા આપવી જોઈએ. જો કોઈ કારણથી કોઈ મનુષ્ય સ્માર્ત કર્મ નથી કરી શકતો તો એણે સત્પુરુષોનું આચરણ કરવું જોઈએ. શ્રુતિ અને સ્મૃતિ આ બંને જ બ્રહ્મ જ્ઞાતાઓના નેત્ર કહેવામાં આવ્યા છે. એના દ્વારા જ કર્મોના દર્શન થાય છે. શ્રુતિ દ્વારા વૈદિક ધર્મનું પ્રિતપાદન કરવામાં આવે છે. સ્મૃતિના શાસ્ત્રોમાં જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે અપર ધર્મ હોય છે. એક ત્રીજી શ્રેણીનો ધર્મ પણ હોય છે, જેમાં શિષ્ટાચારનું કથન હોય છે. આ રીતથી આ ત્રણેય સનાતન ધર્મ થાય છે.
સત્ય, દાન, દયા, વિદ્યા, પૂજન, લાભ અને ઇજ્યા આ આઠ ધર્મના સ્વરૃપ છે અને આ જ શિષ્ટાચારના લક્ષણ કહેવામાં આવ્યા છે. આપણા પહેલાં પુરુષ-શરીર અને ઇન્દ્રિયોથી તેજથી પરિપૂર્ણ હતા, ધર્મનું આચરણ કરતા હતા એણે જ સત્ય, યજ્ઞ, તપ અને દાનના રૃપમાં ધર્મના લક્ષણ બતાવ્યા છે.
સાચ્ચો સદાચાર અભ્યાસ તપ વિદ્યામાં પ્રવૃત્ત થાય છે કેમ કે ધર્મથી સુખની પ્રાપ્તિ થાય છે અને ધર્મથી જ જ્ઞાન મળે છે. આ ધર્મથી યુક્ત હવે જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ત્યારે મોક્ષ મળે છે. ઇજ્યા એટલે કે યજ્ઞ વગેરે કરવા. અભ્યાસ અને શાસ્ત્રોનું પાલન કરવું. બ્રાહ્મણ ક્ષત્રિઓ અને વૈશ્યોને કર્મ કહેવામાં આવ્યા છે. ક્ષત્રિય પોતાના કર્મ દ્વારા નિર્વાહ કરે છે અને એ જ એનો સદાચાર છે. એનો સદાચાર પ્રાણી માત્રની રક્ષા કરવાનો પણ છે. પશુઓનું પાલન કરવું, ખેતી, દુકાનદારી વૈશ્યનો ધર્મ છે. શૂદ્રનું કર્મ છે કે દ્વિજાતિઓની સેવા કરે. આ પ્રકારે ચારે વર્ણોના ધર્મ અલગ-અલગગ છે અને ચાર આશ્રમ છે, જેનું પાલન કરવું સુખી જીવન માટે જરૃરી છે. શૂદ્રને જોઈએ કે તે કર્મથી બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની સેવા કરે. આશ્રમોમાં બ્રહ્મચારીનું ક ર્તવ્ય છે કે તે બ્રહ્મની ઉપાસના કરીને વિદ્યા અભ્યાસ કરે. ઘર છોડીને ગુરુની પાસે ગુરુકુળમાં રહે અને યજ્ઞ વગેરે કરે, સમયાનુસાર અભ્યાસ કરે. એણે ભિક્ષાચરણથી પોતાની જીવિકા પ્રાપ્ત કરવી જોઈએ. તે ગુરુની સાથે રહીને જ એમની આજ્ઞા અનુસાર કાર્ય કરે.
ગૃહસ્થાશ્રમમાં એનું કર્મ બીજું થઈ જાય છે. એને જોઈએ કે તે નિત્ય યજ્ઞ કરીને વૈદિક પદ્ધતિથી પોતાના જીવનનો નિર્વાહ કરે અને પોતાની પત્નીની સાથે પર્વોનો ત્યાગ કરી રતિક્રિયા કરીને ગૃહસ્થ ધર્મનું પાલન કરે. દેવતા, પિતૃગણ અને અતિથિઓ પૂજનૃસત્કાર પણ એનો ધર્મ છે. ગૃહસ્થ ધર્મનો પૂરો નિર્વાહ કરી લીધા પછી મનુષ્યને જોઈએ કે તે વાનપ્રસ્થમાં પ્રવેશ કરે અને ઇન્દ્રિયો પર સંયમ રાખીને ધર્મ-કર્મ કરે. નિત્ય યજ્ઞ કરે, મૃગચર્મ ધારણ કરી ભૂમિ પર સૂવે. વનમાં નિવાસ કરે. જે કંઈ પણ ફળ વગેરે પ્રાપ્ત થાય એનાથી પોતાનું પેટ ભરે. ચોથો આશ્રમ સંન્યાસનો છે. આ આશ્રમમાં મનુષ્ય બધું જ છોડીને સંન્યાસી થઈ જાય છે. અહીંયા પર એને ફક્ત ભિક્ષાવૃત્તિથી કામ ચલાવવું પડે છે. એને જોઈએ કે તે વ-ક્ષના મૂળમાં નિવાસ કરે અને કંઈ પણ સંચિત ન કરે. રાગ-દ્વેષથી પરે થઈ જાય. કોઈની પ્રતિ પણ મમતા ન રાખે. પ્રિય-અપ્રિય ન સમજે અને બહાર, અંદર વધારેમાં વધારે શુદ્ધ રહેવાનો પ્રયત્ન કરે, ઓછું બોલે, ફક્ત બ્રહ્મ ધ્યાનમાં મગ્ન રહે અને પોતાના હૃદયમાં ક્ષુદ્ર ભાવનાઓને ન રાખે. નિત્ય ધ્યાન અને ઉપાસના કરે. એને જ સંન્યાસીનો ધર્મ કહેવામાં આવ્યો છે.
સદાચારના અંતર્ગત કોઈ પ્રાણીની હિંસા ન કરવી અર્થાત્ કોઈને કોઈ પણ પ્રકારથી કષ્ટ ન પહોંચાડવું, મન, વચન, કર્મથી પ્રિય બની રહેવું અને બધા પર દયા ભાવ રાખવી મહત્ત્વપૂર્ણ છે. સમસ્ત આશ્રમોમાં રહેવાવાળા મનુષ્યોનો સામાન્ય ધર્મ સત્યનું આચરણ છે. વહેલી સવારે પથારીમાંથી ઊઠીને સૂવા સુધી જવાનો એક ગૃહસ્થનો ધર્મ બધાથી વધારે મુશ્કેલ છે. ગૃહસ્થને જોઈએ કે તે બ્રાહ્મ-મુર્હૂતમાં પથારી છોડી દે એને ધર્મ-અર્થનું ચિંતન કરે. પોતાના નિત્ય-કર્મથી નિવૃત્ત થઈને સ્નાન સંધ્યા વગેરે કરે. પછી એના પછી દિવસમાં પોતાનું કાર્ય કરે. સંધિ-કાળમાં નિત્ય કર્મ કરીને દિશા-જ્ઞાન અને વિશેષ ધ્યાન રાખે. જળમાં સ્નાન કરીને વધારેમાં વધારે શુધ્ધ રહે અને એના પછી પોતાના કર્મ વિધાનની તરફ ધ્યાન કરે. જે વ્યક્તિ નબળો હોય તે પોતાની શક્તિ અને બળ નુસાર શારીરિક શુદ્ધિ કરે. શારીરિક શુદ્ધિ પછી આચમન વગેરે કરીને સંધ્યા-વંદન કરે. વેદોનો પાઠ કરીને ઇતિહાસ-પુરાણનું પારાયણ કરે. પછી તે નાસિકામાં વાયુ, આંખોમાં સૂર્ય, કાનોમાં દિશા અને નાભિમાં ગ્રંથિ અને હૃદયમાં બ્રહ્માનું ધ્યાન રાખીને પોતાની પૂજા કરે.
યતિ લોકોને જોઈએ કે તે ત્રણ વખત સ્નાન-સંધ્યા કરે અને બ્રહ્મચારીના માટે એક વારનું સ્નાન પર્યાપ્ત છે. દિવસ અને રાત્ના મળવાવાળા સ્થળને સંધ્યા કહેવામાં આવે છે અને આ સંધ્યા કર્મ સદાચારનું મુખ્ય અંગ છે. જ્ઞાની પુરુષ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને અલગ-અલગ નથી સમજતા. આ લોકમાં મંગલમય વસ્તુઓ-બ્રાહ્મણ, ગાય, કુશાસન, હિરણ્ય, ઘી, સૂર્ય, જળ અને રાજા છે. એને ધ્યાન કરીને અર્ચના અને પૂજા કરે. જે વસ્તુ પોષ્ય છે એનું પોષણ કરે. ફક્ત પોતાની જ ચિંતા ન કરે કેમ કે જે પોતાનું જ પેટ ભરે છે તે જીવિત હોવા છતાં પણ મરેલાની સમાન હોય છે. કર્મના અર્થોના સ્વરૃપમાં પર્વત અને નદીઓની ક્રિયાઓ સામાન્ય હોય છે. અને આ ભૂમિ સંપૂર્ણ રત્નોની ખાન છે. પશુ, ધન, ધાન્ય, અર્થના કાર્યના યોગથી જ થાય છે. આથી મનુષ્યને જોઈએ કે તે કોઈથી દ્રોહ ન કરે અને સામાન્ય કાળમાં રાખીને જીવન-યાપન કરે. જીવન-યાપનનું ધન ત્રણ પ્રકારનું હોય છે- શુક્લ, શકલ અને કૃષ્ણ. એના પણ સાત પ્રકારના વિભાગ હોય છે. પિતૃ પરંપરાથી પ્રાપ્ત ધન, કોઈના દ્વારા પ્રેમથી આપવામાં આવેલું ધન, પત્ની અથવા કોઈની મદદથી પ્રાપ્ત ધન આ ત્રણ પ્રકારના ધન સંપૂર્ણ રૃપથી જીવનનો આધાર બને છે.
બ્રાહ્મણનું ધન ત્રણ પ્રકારનું હોય છે-ભિક્ષાથી પ્રાપ્ત, અભ્યાસથી પ્રાપ્ત અને પ્રતિગ્રહથી પ્રાપ્ત થવાવાળું ધન. ક્ષત્રિયનું ધન પણ ત્રણ પ્રકારનું હોય છે અને આ વિષયમાં ધન કહેવાય છે. ૧. કરો દ્વારા પ્રાપ્ત ધન, ૨, દંડોથી પ્રાપ્ત ધન, ૩. વિજય પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ત ધન.
આ રીતે વૈશ્યનું ધન પણ ત્રણ પ્રકારનું હોય છે-કૃષિ દ્વારા પ્રાપ્ત ધન, જેમાં પશુ-પાલન અને વાણિજ્ય-વ્યવસાય અને નફાનું ધન પણ સામેલ છે. જો બ્રાહ્મણ આપત્તિકાળમાં ઉપસ્થિત થાય છે તો એને આ પ્રકારનું ધન લેવાથી કોઈ પાપ નથી લાગતું. ક્યારેક-ક્યારેક કૃષિ કર્મમાં અનાવૃષ્ટિ થઈ જાય છે અને બાધા ઉપસ્થિત થાય છે પરંતુ એની કમી બીજા સ્થાનો પર જઈને ધન કમાવવાથી પૂરી કરવામાં આવે છે. ખેડૂત કર રૃપી રાજાને ધન આપે છે. વિદ્યા શિલ્પ દુકાનદારી પણ જીવનના નિર્વાહના કારણ હોય છે. આ પ્રકારે પ્રતિગ્રહમાં કોઈ દોષ નથી હોતો.
બધા વર્ણોએ ધનના સ્વરૃપને પણ જોવું જોઈએ. હંમેશાં વૃત્તિ દ્વારા પ્રાયશ્ચિત કરીને વિશુદ્ધ કરી લેવાનું વિધાન પણ છે. નિત્ય કર્મોમાં જે મનુષઅય સ્નાન વગેરે નથી કરતો એને જપ અને હવન કરવાનો અધિકાર નથી. સ્નાનની દૃષ્ટિથી શરીર અને મન બંનેનું પ્રક્ષાલન થવું જરૃરી છે. તળાવો, તીર્થો અને નદીઓમાં કરવામાં આવેલું સ્નાન ક્રિયા-સ્નાન કહેવાય છે. તીર્થોમાંપાપોથી છુટકારો મળે છે અને નિત્ય નૈમિત્તિક અને ક્રિયાન્ન તથા મલકર્ષણ સ્નાન તીર્થના અભાવમાં કરી લેવું જોઈએ. ભૂમિથી નિકળેલું જળ પુણ્ય જળ હોય છે. સરોવરનું જળ પણ પવિત્ર હોય છે. સરોવરથી વધારે નદીનું જળ પવિત્ર હોય છે. ગંગાનું જળ આમ તો પવિત્ર હોય છે અને તીર્થોમાં આ જળ વધારેમાં વધારે પવિત્ર થઈ જાય છે. આ પ્રકારે તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્ય પાપમુક્ત થઈ જાય છે.
સદાચારની દૃષ્ટિની વ્રતનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. પરંતુ શ્રદ્ધાથી યુક્ત થઈને નિત્ય વહેલી સવારે સ્નાન કરવાવાળા વ્યક્તિ આ પળ ખૂબ જ જલ્દી મેળવી લે છે. જે પુરુષ ચંદ્રમા અને સૂર્ય ગ્રહની સમાન લોકોને પ્રાપ્ત કરવા ઇચ્છે છે એના માટે વહેલી સવારનું સ્નાન પુણ્યોને આપવાવાળું હોય છે. ભગવાન વિષ્ણુ ખાસ કરીને એકાદશી તિથિના સ્નાનથી પ્રસન્ન થાય છે. જે મનુષ્ય શ્રીની કામના કરે છે એને આમળાથી સ્નાન કરવું જોઈએ. એનાથી કીર્તિ વધે છે અને આરોગ્યતા પ્રાપ્ત થાય છે. આ પ્રકારના સ્નાન કરવાથી દેવતા અને પિતૃગણ પ્રસન્ન થાય છે. નદીમાં સ્નાન કરીને જે મનુષ્ય પિતૃગણોનું ધ્યાન કરે છે અને એમને તિલાંજલિ આપે છે એને ખૂબ પુણ્ય થાય છે. આ રીતે જળમા સ્નાન કરીને મનુષ્યને જોઈએ કે તે મંત્રનું ઉચ્ચારણ કરીને દેવતાઓની અર્ચના કરીને સ્નાન કરે. બ્રહ્મા, વિષ્ણુ અને સૂર્યની અર્ચના કરીને એમને જળનું સમર્પણ કરે. મનુષ્યને જોઈએ કે તે અર્ચના પ્રારંભ કરીને દેવતાઓને અર્ધ્યદાન આપે અને પછી પુષ્પાંજલિ અર્પિત કરે. ફળ પણ સમર્પિત કરે. પછી જળમાં જ આચમન કરે. અને તીર્થની પરિકલ્પના કરીને સ્નાન કરે. શૂદ્રને ચુપચાપ નમસ્કારની સાથે આચમન કરવું જોઈએ.
સ્નાન કર્યા પછી મનુષ્યને જોઈએ કે તે મધુર પદાર્થ ખાય અને વચ્ચે અન્ય અન્નનું સેવન કરે. તીખા તથા ખાટા સ્વાદવાળા અન્ન પછી ખાય અને બધાથી અંતમાં દૂધનું પાન કરે. રાત્રે ભૂમિ પર સૂવે તો ખૂબ જ સારું. આ પ્રકારે પોતાના સદાચારનું પાલન કરીને મનુષ્ય જીવન-યાપન કરતો રહે. જે મનુષ્ય શાસ્ત્રની અનુસાર સદાચાર ધર્મનો નિર્વાહ કરે છે તે ખુદ બ્રહ્મ પદને પ્રાપ્ત થાય છે.
***
પંદરમો અધ્યાય
ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું-જ્યારે ધન્વંતરના કહેલાં કેટલાક વિશિષ્ટ રોગ અને એના નિદાનના વિષયમાં સાંભળો. ધન્વંતરિએ બતાવ્યું કે લોહી, પિત્તનો રોગ ખૂબ જ ભયંકર હોય છે. રોગની ઉત્પત્તિ વધારે ગરમ, તીખા અને ખાટ્ટા પદાર્થ ખાવાથી થાય છે. કેમ કે એનાથી પિત્તથી સંયુક્ત પદાર્થોમાં પિત્ત વધારે હોવાને કારણે લોહીમાં બાધા પહોંચે છે અને પોતાની માત્રાથી વધારે હોવાને કારણે સમાન રૃપે હોઈને વિકૃત રૃપમાં પ્રભાવ કરે છે. આનો પરસ્પર સંસર્ગ લોહીમાં અનેક પ્રકારના દોષ ઉત્પન્ન કરે છે. જ્યારે રક્ત-પિત્ત તેજ હોય છે ત્યારે માથામાં ભારેપણું, કોઈ પણ વસ્તુ સારી ન લાગવી, ખાંસી, શ્વાસનું કષ્ટ અને મ્હોંમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ થઈ જાય છે. મનુષ્યનું મુખ પીળુ-પીળુ થઈ જાય છે. આંખોની રોશની ધૂંધળી થઈ જાય છે અને મનુષ્ય પરમત્વ હોવાની અવસ્થા સુધી પહોંચી જાય છે.
આ રોગને કારણે નાક, કાન, મ્હોમાં બળતરાં થાય છે. કફ વગેરે વધી જાય છે પરંતુ આની સૌથી મોટી ઔષધિ વિરેચનથી થાય છે. કફની શુદ્ધિ કરવી જરૃરી હોય છે. કેટલાક કસેલા પદાર્થ કફની સમન કરે છે. આ અવસ્થામાં મનુષ્યએ મધુર પદાર્થ ખાવા જોઈએ. મધુર પદાર્થોની સાથે લોહીનું પિત્ત શુદ્ધ થઈ જાય છે અને ખાંસી દૂર થઈ જાય છે. આ પાંચ પ્રકારની હોય છે. વાત-પિત્તથી થવાવાળી ખાંસી અને કફથી થવાવાલી ખાંસી ખૂબ તેજ હોય છે અને એક ખાંસી ક્ષય હોવાનું કારણ પણ હોય છે. આનાથી ગળામાં સૂકાપણું આવી જાય છે. ગળામાં ખાજ જેવા આસાર પણ દૃષ્ટિગોચર થાય છે. એનાથી શ્વાસ તૂટતો રહે છે એના ઉપચાર હેતુ એ જોવાનું હોય છે કે ખાંસીથી વધારે વેગથી તરલ પદાર્થ ખાઈને છુટકારો મેળવી શકાય છે. વક્ષસ્થળની પીડા અને માથાનું દર્દ કયારેક-ક્યારેક તીવ્ર થઈ જાય છે અને એનાથી મનુષ્યની અંદરની શક્તિ ઓછી થઈ જાય છે. ખૂબ જ વધારે પીડા થાય છે જાણે સોય ચુભી રહી હોય.
આની અધિકતાની સાથે શ્વાસ રોગ અને પીઠના ભાગમાં પીડા પણ થવા લાગે છે. અચાનક જ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડીનો અનુભવ થાય છે. ધન્વંતરિએ આ વિશે કહ્યું કે કોઈ રોગની સમાન શ્વાસ રોગ પણ ઉલ્લેખનીય છે. ખાંસીની વૃદ્ધિ થઈ જવાથી શ્વાસ રોગ પેદા થાય છે અને આ પ્રાણ અને જળ તથા અન્નને ગ્રહણ કરવાવાળા શારીરિક સ્ત્રેતોને દૂષિત કરે છે. આ શ્વાસ રોગનું લક્ષણ એ છે કે હૃદયના બગલમાં દર્દ થાય છે. અને ખૂબ વધારે ભોજનથી પીડા વધા છે. વાયુ પ્રતિકૂળ થઈને શ્વાસના ઉતાર-ચઢાવમાં ઝડપતા વધારે છે. પરંતુ જ્યારે અંદરનો મળ બહાર નિકળી આવે છે ત્યારે થોડી શાંતિ મળે છે. કેટલીય વખત સૂતા સમયે એનાથી ખૂબ જ ગભરાટ થાય છે અને તે ઉઠી જાય છે. જે રીતે વાદળોમાં થવાવાળા જળ અને વાયુના સંઘર્ષમાં પ્રકંપન થાય છે એવી જ રીતે શ્વાસ રોગથી હૃદય કાંપે છે. કેટલીય વખત જ્વર અને મૂર્ચ્છાનો આભાસ પણ થાય છે. આ રીતે આ રોગ ખૂબ કષ્ટ આપે છે. વાણીમાં સૂકાપણું આવી જાય છે અને જ્યારે મનુષ્ય ઉપર લાંબી શ્વાસ લે છે તો એનું અવરોહણ નથી કરી શકતો. તે બોલવામાં અસમર્થ થઈ જાય છે અને એને એવું લાગે છે જાણે એના પ્રાણ નિકળી રહ્યાં હોય.
ધન્વંતરિએ કહ્યું કે એક વિશેષ પ્રકારનો હિચકીનો રોગ પણ થાય છે. આનો પ્રારંભ પણ શ્વાસની ક્રિયાથી થાય છે. કેટલીય વખત અયોગ્ય વસ્તુના સેવન કરવાથી રૂખું, તીખું અને તેજ અન્યય અંદરની વાયુની પ્રપીડિત કરી દે છે અને એનાથી હીચકી ઉત્પન્ન થાય છે. મૂળ રીતે આ ખાધેલા અન્નથી પેદા થઈ ક્યારેક ધીમી અને ક્યારેક વેગવતી થઈને આ મનુષ્યમાં પ્રકંપન પેદા કરે છે. એના વિશે આખા શરીરને મથતી વાણી, સ્મૃતિ અને સંજ્ઞાને પણ ધૂમિલ કરી દે છે. કેટલીય વખત વમન કરવાની સ્થિતિ પણ આવી જાય છે. અનેક વખત આના શબ્દ મોટા ધ્વનિવાળા હોય છે. હિચકીના સમયે મનુષ્યને વારંવાર એ લાગે છે કે એના શ્વાસ ઉપર નીચે અવરોધથી ચાલી રહ્યો છે.
એના પછી ધન્વંતરિએ કહ્યું કે યક્ષ્મા રોગ પણ ખૂબ જ ભયંકર હોય છે. આ રોગમાં અનેક રોગ છુપાયેલા હોય છે. આ કેટલાય રોગોને કારણથી પેદા થાય છે. આનાથી મનુષ્યની બધી શક્તિ નષ્ટ થઈ જાય છે. પહેલાં આ રોગ સામાન્યતયા મોટા-મોટા રાજાઓને થયા કરતો હતો. આથી એનું નામ રાજરોગ પડયું. એના ચાર મુખ્ય કારણ કહેવામાં આવે છે. પહેલું કારણ એ છે, કરવા ન કરવાવાળા કામમાં ખરાબ રીતે લાગી જવું અને ભૂખ-તરસવગેરેની ચિંતા પણ ન કરવી. યોગ્ય સમય પર ન ખાવું-પીવું આનું બીજું કારણ છે. ત્રીજું કારણ છે- કોઈ પણ સ્થિતિઓથી શરીરમાં ઓજ, વીર્ય અને સ્નેહનું ક્ષીણ થઈ જવું. ચોથું કારણ સમય પર યોગ્ય માત્રામાં ખાવાનો અભાવ હોય છે. આ ચારણ કારણોથી પિત્ત ખૂબ જ યઉત્તેજિત થઈ જાય છે અને ધીમે-ધીમે યક્ષ્મા રોગનું કારણ બને છે. એનાથી મ્હોંની મિઠાશ અને શરીરની કોમળતા જતી રહે છે. આખા શરીરના અંગોમાં ઠંડાપણું અને સફેદી આવી જાય છે. શરીરમાં પીડા તો થાય જ છે અને મદિરાપાન, સ્ત્રી-પ્રસંગ, અને સ્વપ્ન તથા સ્વપ્નમાં સાપ, વાનર, માણસોને જોવા એના લક્ષણ હોય છે. એના અનેક ઉપદ્રવ હોય છે, ગળાને પીડા આપવાવાળા શ્વાસનો અવરોધ, જમ્હાઈ આવવી, અગ્નિની મંદતા, મુખમાં દુર્ગંધ અને શરીરના અંગોનું તૂટવું આની નિશાનીઓ છે. એનાથી મનુષ્ય પોતાની અંદર એક વિશેષ પ્રકારની અગ્નિ અનુભવ કરે છે. લોહી બનવું બંધ થઈ જાય છે.
આ રોગથી ખૂબ જ જલ્દી ક્ષીણતા આવે છે. એના માટે ક્ષીણતાથી બચવાના સાધન કરવા જોઈએ. એમાં વાતની અધિકતાથી પરેશાની થાય છે તથા પિત્તના પ્રકોપથી તાળવા અને ગળામાં બળતરાં થાય છે. રોગીને પ્રત્યેક ક્ષણ ઘુંટન અને ધુમાડાનો અનુભવ થયા કરે છે.
મનુષ્યના શરીરમાં અતિસાર રોગના આક્રમણ પણ થાય છે. ક્યારેક-ક્યારેક ખૂબ જ વધારે જળ પી લેવાથી અને ક્યારેક સૂકું અનાજ ખાવાથી અને ક્યારેક વધારે મદિરાના સેવનથી અને અનેક અવસરો પર ખૂબ પરિશ્રમથી મનુષ્યની સ્વાભાવિક વાયુ-ગતિ બાધિત થઈ જાય છે અને એના દ્વારા તેજ ક્ષય થઈ જાય છે. એમાં હૃદય તથા શરીરમાં પરસેવો વધારે આવે છે. શુષ્કતાને કારણે શ્વાસ લેવામાં પણ પરેશાની થાય છે.
આ બધા રોગ વધારે પડતા પિત્ત વધવાથી થાય છે. આથી પિત્તનું અનુશાસન ખૂબ જ જરૃરી છે. કેમ કે પિત્તને અનુશાસિત કરવાથી વાયુ અનુશાસિત થાય છે. અને એની સ્વાભાવિકતા જળવાઈ રહે છે. આથી મનુષ્યને જોઈએ કે તે ભોજન પદાર્થોમાં સમાનતા રાખે. એના ક્યારેક-ક્યારેક વિલક્ષણ લક્ષણ થાય છે. શરીરનું પીળું પડવું અને ક્યારેક-ક્યારેક ઘાની જેમ વ્રણ થઈ જવું, દુર્ગંધ, પરસેવો આવવો, અનેક લક્ષણ નજરે પડે છે.
જ્યારે મનુષ્યને વધારે સમય સુધી અતિસારનો રોગ થાય છે તો સંગ્રહણી જેવો દોષ ઉત્પન્ન થઈ જાય છે. આ પણ ચાર પ્રકારના હોય છે- એક ભેદમાં વાત, પિત્ત અને કફનો પ્રકોપ બની રહે છે. બીજું લક્ષણ વાયુનું ઓછું થવાનું છે. એમાં મુખનો સ્વાદ બગડેલો રહે છે અને હંમેશાં તરસ લાગી હોય એમ લાગે છે. ત્રીજું લક્ષણ પેટમાં બળતરાં થાય છે. અને એક પ્રકારના કાનોના છિદ્રોમાં ઝણઝણાટ જળવાઈ રહે છે. જ્યારે આ રોગ વાયુને કારણે થાય છે તો આંખોની સામે મોટાભાગે અંધારું રહે છે અને મનુષ્ય હંમેશાં આળસમાં ડૂબેલો રહે છે. એમાં જીર્ણતાથી મુક્તિ જ સૌથી મોટો ઉપાય છે.
આ પ્રકારે આ અનેક રોગ સતત મનુષ્યને થતાં રહે છે અને એનાથી મનુષ્ય કષ્ટમાં રહે છે. એનાથી સમસ્ત ઇન્દ્રિયો ક્ષુબ્ધ થઈ જાય છે અને મનુષ્ય મરણથી પણ વધારે કષ્ટદાયક સ્થિતિમાં આવી જાય છે. આ રોગ મોટાભાગે વધારે ભોજન અને અસંતુલિત ભોજનથી થાય છે. જે વ્યક્તિ મદ્યપાન કરે છે એને એનામાં થી પ્રત્યેક રોગ જલદી પકડી લે છે અને એકની સાથે બીજા રોગોના લક્ષણ પણ અભિવ્યક્ત થાય છે. મદ્યથી રહિત થઈને બળવાન શરીરથી આ શારીરિક અને માનસિક વિકારો પર પણ વિજય મેળવી શકાય છે. આ પ્રકારે મેં તને અલગ-અલગ રોગોનું નિદાન બતાવ્યું છે. મનુષ્યને આ રોગોના વિષયમાં સતર્ક રહેવું જોઈએ અને યોગ્ય ઉપચાર કરીને યોગ સાધના દ્વારા પોતાને નિયંત્રિત કરવા જોઈએ.
રોગોના નિદાન પછી ચિકત્સાના અલગ-અલગ યોગ બતાવતા વિષ્ણુજીના અવતાર ધન્વંતરિએ બતાવ્યું કે આ પ્રકારના જ્વરોમાં સૌથી સારી વાત ભોજનનો ત્યાગ હોવો જોઈએ. ગરમ પાણી પીવું અને હવા રહિત સ્થાનમાં રહેવું લાભદાયક થાય છે. જો વાયુના વિકારથી જ્વર (તાવ) થયો છે તો ગિલોય અને નાગરમોથાનો ઉકાળો આપવો જોઈએ.
પિત્તના દોષથી પણ જ્વર થાય છે. એ જ્વરમાં સૌંફ, મોથા અને નવીન ફળને મિલાવની આપવા જોઈએ. કફના દોષથી ઉત્પન્ન તાવમાં કાઢો (ઉકાળો) આપવો જોઈએ.
ઊંડામાં ઊંડા તાવનો વિનાશ, લીમડો, દેવદારુ અને ધાન્યકના પત્તાની સાથે ગિલોય અને ત્રિફળાને મધમાં મિલાવને ખાવાથી થઈ જાય છે. હર્રા, પીપળ, આંમળા અને ચિરુકનો ચૂરો બનાવીને પણ તાવની સારવાર થાય છે. સન્નિપાત તાવ વધારે ગંભીર હોય છે. એમાં ત્રિફળા, લીંબૂ, હર્રા, નાગર મોથા દેવદારુનું મિશ્રમ બનાવવાથી જે પટોલ પતરના સહિત થાય એવો ઉકાળો બનાવીને આપવાથી સન્નિપાત તાવ દૂર થાય છે અને કટેરી, નાગરમોથા, ગિલોય અને પુષ્કરની સાથે નાગબલ્લીનું ચૂર્ણ ખાવા પર શ્વાસ અને ખાંસી દૂર થાય છે.
કફ અને વાતના તાવમાં હંમેશાં ગરમ પાણી પીવું જોઈએ. જો વાતનો તાવ છે તો એમાં પંચ મૂળનો કાઢો આપવાથી શાંતિ મળે છે. પિત્તના તાવમાં પર્પટી અને લીંબૂ મિલાવીને મધુની સાથે ખાવાથી શાંતિ મળે છે.
ભગવાન બોલ્યા- જે મનુષ્યના માથામાં વાળ ન હોય એના માથા પર સાત રાતોમાં વાળ ઉગી આવે છે જો હાથી દાંતની ભષ્મનો લેપ કરવામાં આવે તો. એની સાથે ભૃંગરાજના રસની સાથે ગુંજાના ચૂરાનો ઉપયોગ કરીને મનુષ્ય પોતાના વાળોમાં લગાવીને વૃદ્ધિ કરી શકે છે. કેરીની ગોટલી-ગોટલાઓના ચૂરાનો લેપ કરવાથી કેશ સૂક્ષ્મ થઈ જાય છે. કેરી અને આંમળાના લેપથી વાળ ઘેરા થાય છે. ચારગણા ગૌમૂત્ર અને મેંસિલની માથામાં માલિશ કરે તો વાળોમાં જૂ અને લીખ સમાપ્ત થઈ જાય છે. નવી રીતથી તૈયાર કરવામાં આવેલી શંખની ભસ્મના ચૂર્ણ કાચ પર ઘિસની લગાવવાથી વાળ ઘેરા અને કાળા થઈ જાય છે.
ભૃંગરાજ, લોખંડનો ચૂરો, ત્રિફળા, બિજૌરા, નીલ- આ બધાની સમાન જ ગોળ નાખીને લેપ કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે. કેરીના ગોટલા અને કેરીની મજ્જા, હર્ર, બહેડા અને આમળા તથા આસમાની ભૃંગરાજ-આને એક્ઠા કરીને પકાવીને એમાં લોખંડનો ચૂરો નાખો અને કાંજી નાખો પચી લેપ કરી લો તો વાળ કાળા થઈ જાય છે. મેષનું મૂત્ર અથવા સંધવ મીઠું આ બંને મિલાવીને કાનમાં નાખવાથી કાનની દુર્ગંધ સમાપ્ત થઈ જાય છે. કાનના કીડા અને કાનનો બહાવ પણ સમાપ્ત થઈ જાય છે.
શોભાંજનના પત્તાઓનો રસ મધની સાથે મિલાવીને જો આંખોમાં નાખો તો આંખોના બધા રોગ ચાલ્યા જાય છે. આમળા, સૂંઠ, પીપળી, અસીતિ, તલના પુષ્પ ઉપનિંબ તડૂંલિયક આ બધાને પીસીને છાંયડામાં સૂકવીને વટી બનાવી લેવી જોઈએ અને પછી એને ચોખાના પાણીની સાથે પીસીને ખાઈ લેવી જોઈએ. આ વટીને ઘસીને મધની સાથે આંખોમાં લગાવવાથી આંખોનો અંધકાર જતો રહે છે. ચાર ભાગ શંખ અને એનાથી અડધો ભાગ મૈંસિલ તથા મનઃશિલાનો અડધો ભાગ સૈંધવ લઈને આ ત્રણેયને જળની સાથે પીસીને વટી (ગોળી) બનાવી લેવી જોઈએ. આને છાંયડામાં સુકવીને પછી નેત્રોમાં લગાવવાથી અંધકારનો ભય જતો રહે છે. સૂંઠ, મરચું, હળદર આને ભૃંગરાજના રસમાં પીસીને અંજન કરો તો અંધકારનો ભય જતો રહે છે. આંખોનું દર્દ દૂર કરવા માટે અષ્ટરસની જડ અને કાંજીને પીસીને આંખોમાં લેપ કરવો યોગ્ય રહે છે. સૈંધવ, કડવું તેલ અને અપામાર્ગ મૂળને ક્ષીર કાંજીથી તાંબાના પાત્રમાં પીસીને અંજન કરવાથી પિંજટનો નાશ થાય છે. બિલ્વ નીલિકાના મૂળને પીસીને અંજન કરવાથી પણ અંધકારનો ભય દૂર થાય છે. પીપળ હલ્લી અને આમળા અને ખાદિરને પીસીને એક વટી બનાવી લીધા પછી આંખોમાં લગાવી દેવાથી આંખોના રોગ ચાલ્યા જાય છે. વહેલી સવારે ઉઠીને પાણીને મ્હોંથી ભરીને પછી ઠંડા જળથી રોજ નેત્રોને છપકાં મારીને ધોવા જોઈએ એનાથી આંખોના બધા રોગ દૂર થઈ જાય છે.
એના પછી ભગવાન બોલ્યા કે ઘોષાના ફળને સૂંઘવા અને પીવા પણ કામલા રોગને ઠીક કરે છે. જાતીના પાંદડાઓને ચાવીને મ્હોમાં રાખીને મ્હોંના રોગ નષ્ટ થાય છે. કેસરના બીજોને દબાવવાથી હલતા દાંત પણ જામી જાય છે. મુસ્તક અને ઇલાયચી યાષ્ટિક અને મધુવાચક આને મિલાવીને ખાવાથી મ્હોંની દુર્ગંધ દૂર થઈ જાય છે. જો કોઈ મનુષ્ય તેલ યુક્ત કાંશીથી કુલ્લી કરે અને થોડા સમય માટે મ્હોંમાં ભરી રાખે તો મ્હોંના રોગ દૂર થાય છે. જે રીતે સૌંફને ચાવવાથી અને લીંબા તથા ઈલાચયી મધુ પીપળ અનેજાતી પત્ર આને મિલાવીને ચાટવાથી તાવનો નાશ થાય છે. ગુંજા (ચિરમિટી)ની બેલના મૂળને લઈને ચાવવાથી દાંતોના કીડાઓનો નાશ થાય છે. દૂધથી મિશ્રિત કર્કટ પાદથી મળેલું ઘી દાંતના કટકટાવવામાં ઉપચાર કરે છે. જો કોઈ વ્યક્તિ બે ભાગ છાશનો લે અને એક ભાગ તેલ એમાં મેળવે અથવા લાલ ચંદન, મજીઠ કર્સયટીને મધુ અને કુમકુમની સાથે મિલાવીને એક અઠવાડિયા સુધી પ્રયોગ કરે તો મ્હોંની શોભા વધે છે. સોંઠ અને પીપળનો ચૂરો નિષોધ ફિટકરીને મિલાવીને કાઢો બનાવવામાં આવે અને એને પીવાથી તેજની વૃદ્ધિ થાય છે. એનાથી વાયુના રોગ પણ દૂર થાય છે. જો કરંજ યક્ષ વૃહતી કટુ રોહણી ગોખરૂ આ બધાને પાણીમાં પકાવવામાં આવે તો મનુષ્યની સ્મરણ શક્તિ વધે છે. જે તાવ પારીથી આવે છે. અર્થાત્ એક દિવસ થોડીને અથવા ત્રીજા છઠ્ઠા કે આઠમા દિવસે એને દૂર કરવા માટે ગોમેદના રસને મિલાવને દૂધ આપવું પૂરતું છે.
કાકજંઘાના મૂળને ખાવાથી ઉંઘ આવે છે. શૈલી, શૈવાલ, અગ્નિમંથ પાષાણ, ભેદક, ગોખરૂ અને શોભાંજનના મૂળને જળની સાથે મિલાવીને આપવાથી વાયુના રોગ દૂર થાય છે. આર્ધ અને તગરના મૂળને ઘસીને મટ્ઠાની સાથે પીવાથી સીંજીના વાયુનો તાવ દૂર થાય છે. છાગના દૂથી મળેલી સત્વા પી લેવા, ઘીની સાથે લેપ કરવાથી પગના તળીયામાં દર્દ દૂર થાય છે. સરજનો રસ, જીરું, હર્રને ઘીમાં મિલાવીને મળવાથી આગ સળગવાથી થયેલા દર્દ દૂર થાય છે. ભેંસના દૂધથી નિકળેલું માખણ અને બાળીને પીસેલા તલ જો ભલ્લાક સહિત પ્રયુક્ત કરવામાં આવે તો વ્રણનો નાશ થાય છે અને એનો લેપ કરવાથી દર્દ દૂર થઈ જાય છે.
કેરીના ઝાડના મૂળના રસને કોઈ શસ્ત્રથી થવાવાળઆ ઘાવ ભરાઈ જાય છે. શસ્ત્રનો ઘા ડોકમાન હોય છે અને ઘીથી ભરીને તે વ્રણ રહિત થઈ જાય છે. શરપુખામાં લાજવંતી છુઈમુઈ, ગ્વારપાઠાના મૂળોને જળની સાથે ઘોંટીને શસ્ત્રના ઘા પર લગાવવાથી આરામ મળે છે. જળમાં મિલાવીને તેલના તેલને ઓંગીના મૂળથી ઘસીને જ્યારે સેક કરે છે તો વેદના ઓછી થાય છે. શ્વેત અપરાજિતાના પાંદડાઓને લીમડાના પાંદડાઓના રસની સાથે મિલાવીને પીવાથી ડાકની, પિતરો, બ્રહ્મ-રાક્ષસોનો ડર સમાપ્ત થઈ જાય છે.
પુષ્ય નક્ષત્ર શ્વેત જયંતીનું મૂળ શ્વેત અપરાજિતાના આર્ક અને ચિત્રકનું મૂળ બનાવીને એને પીને મસ્તક પર તિલક લગાવવાથી પુરુષનું તેજ ખૂબ જ આકર્ષક થઈ જાય છે. અર્થાત્ પીપળ, લોહ ચૂર્ણ, આંમળા, સોંઠ આ બધા સમાન ભાગે લઈને સેંધવ મધુ અને ખાંડની સાથે ગૂલરની સમાન ગોળી ખાવાથી બળની વૃદ્ધિ થાય છે.
ભગવાને આગળ કહ્યું કે હરિતાલ પત્રાંગ, લાલ ચંદન જાતિ અને યવક્ષાર તથા પિંગુલક અને લાક્ષાને પીસીને દાંતો પર લેપ કરવો જોઈએ. મંદ આગમાં મૂલકનું શ્વેદન કરી કાનોમાં રસ નાખવાથી કાનનું વહેવાનું સમાપ્ત થઈ જાય છે.
હરીતકીના કષાયથી દાંતોને માંજીને લેપ કરવો જોઈએ. કડવા તેલની સાથે પ્રયોગ કરવાથી કાનોના કીડાઓનો નાશ થાય છે. હળદર, લીમડાના પાંદડા, પીપળ અને કાળા મરી, વીડક ભદ્ર મુસ્ત તથા સપ્તમ વિશ્વ ભેષજ આ બધાને ગોમૂત્ર મિલાવીને એક વટી બનાવીને ખાવાથી અજીર્ણ નષ્ટ થાય છે. જે મનુષ્ય જટામાસી વચ, વિચૂ વિલ્વ, તગર, પદમ, કેશરનાથ પૂર્ય પ્રયંગુ આ બધાને સમાન ભાગમાં ચૂર્ણ બનાવીને ખાય છે તે ખૂબ જ સુંદર થઈ જાય છે. સરસોં, વચવદનના ફળ અને વીજળીની વિષ્ઠા ધુસ્તર અને નારીને કોશમાં ધૂળ લગાવી દેવાથી ચોથા દિવસે આવવાવાળો ચૌથૈયા તાવ સમાપ્ત થઈ જાય છે. અર્જુન નામ વાળા વૃક્ષના ફૂલ, ભિલાવા, વાયવિડંગવાળા સરજ રસ સોવીર સર્સપ આનો ધૂમાડો જૂ, માખી, મચ્છરોને નષ્ટ કરી દેવાવાળો છે.
ભગવાને આગળ કહ્યું-પાન, ઘી, મધ અને મીઠું તથા દૂધ જો મિલાવીને તાંબાના વાસણમાં રાખવામાં આવે અને પછી નેત્રોમાં લગાવવામાં આવે તો એનાથી નેત્રોના રોગો દૂર થાય છે. પીપળ, ત્રિફળાનું ચૂર્ણ મધની સાથે ચાટવાથી પિનસનો રોગ દૂર થાય છે અને ખાંસીનો રોગ દૂર થાય છે. મૂળની સહિત ચિત્રકની ભસ્મ અને પીપળનો ચૂરો ચાટવાથી શ્વાસ, ખાંસી અને હીચકીઓનો રોગ દૂર થાય છે.
લોહીના વિકારોને દૂર કરવા માટે નીલોત્પલ પીસીને શાકર, મોટી કિશમિશ અને પદ્મક ચારેય વસ્તુઓને સમાન રાખીને રસ બનાવી લો પછી ચોખાને મસળીને જે પાણી નિકળે છે એની સાથે મિલાવીને પીવે.
હરતાલ, શંખનો ચૂરો અને કેળાના પાંદડાઓની ભસ્મની ઉબટન બનાવીને વાળ ઉટાવી શકાય છે. એનાથી આગળ ભગવાને કહ્યું કે કેટલાક શક્તિવર્ધક યોગ પણ જાણી લેવા જોઈએ.
ઠંડી અને ગ્રીષ્મ ઋતુમાં દહી ગર્હિત હોય છે. શિશિર, હેમંત અને વર્ષામાં દહી ખાવું જોઈએ. ભોજન પછી માખણની સાથે ખાંડ ખાવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે. કુષ્ટનો ચૂરો કરીને ઘી અને મધની સાથે મિલાવીને સૂતા સમયે ખાવાથી ચહેરાની કરચલીઓ સમાપ્ત થઈ જાય છે. અલસી, અડદ, ઘઉં આનો ચૂરો કરીને ચૂના અને પીપળની સાથે મિલાવીને શરીર પર લેપ કરવાથી અંગોમાં આભા ફૂલી પડે છે. જવ, તલ, અશ્વગંધ, મૂસલી અને ગોળને એકત્રિત કરીને ખાવાથી બળમાં વૃદ્ધિ થાય છે.
સાકર અને મધને મિલાવીને ચાટવાથી અને પછી દૂધ પીવાથી શરીર પુષ્ટ થાય છે. કલીરનો ચૂરો દૂધની સાથે પીવાથી ક્ષય રોગનો નાશ થાય છે. માલૂરના રસને ગ્રહણ કરીને એનાથી જળોનું પોષણ કરીને એમાં પીસીને જો બંને હાથોથી લેપ કરે તો એના પ્રભાવથી અગ્નિ સ્તંભ થઈ જાય છે. અને પછી આગથી હાથ નથી બળતા. આ રીતે મનુષ્યને જોઈએ કે આ વિવિધ ઉપાયોથી પોતાના રોગોને દૂર કરે અને પોતાની શક્તિ વધારે.
પાંચ રક્ત વર્ણના પુષ્પ અર્થાત્ પાંચ લાલ રંગના ફૂલ ઉપલબ્ધ કરીને પછી કુમકુમથી યુક્ત કરીને પછી લોહીથી સમન્વિત કરીને પીસીને તિલક કરવાથી પરસ્પર વશ કરવાની ક્રિયામાં વૃદ્ધિ થાય છે. બ્રહ્મદંડીને પુષ્ય નક્ષત્રમાં ખાવાથી વશમાં કરવાની શક્તિ વધારી શકાય છે.
***
સોળમો અધ્યાય
ભગવાન નારાયણ દ્વારા ગરુડજીને કહેવામાં આવેલા ભક્તિના સ્વરૃપ અને માહાત્મ્યના વિષયમાં બતાવતા સૂતજીએ કહ્યું- અનાદિ અને અજન્મા, તથા અવ્યય પ્રભુ પણ નમન કરવા યોગ્ય છે અને જે પ્રભુનું નમન કરે છે તે પણ નમન યોગ્ય થઈ જાય છે. આનંદસ્વરૃપ પ્રભુ દ્વૈતથી પરે છે અને તે જ વિષ્ણુ છે અને કૃષ્ણ પણ એ જ છે અને એ જ મનુષ્યના શુભ-અશુભ કર્મોને સતત જોતા રહે છે. એવા સર્વવ્યાપક પ્રભુ ભક્તિ-ભાવનાથી જ ઓળખી શકાય છે.
આ પ્રભુ મેઘની ઘટાની વચ્ચે કૃષ્ણ વર્ણવાળા ભાવના ભૂખ્યા છે. અને જે ભક્ત પૃથ્વી પર પડેલા દંડાની સમાન પ્રભુની અર્ચના કરે છે તે સંસાર-સાગરથી પાર થઈ જાય છે.
કોઈ પણ મનુષ્ય 'નમો નારાયણાય' મંત્રનો જાપ કરીને ભગવાનની શરણમાં જાય છે એનું કલ્યાણ થાય છે. નારાયણ શબ્દમાં પાપોને ધોવાની અપાર શક્તિ છે. વ્યાસ વગેરે સમસ્ત મુનિગણ ભગવાન નારાયણની પૂજા કરીને કલ્યાણને પ્રાપ્ત થાય છે અને સતત બુદ્ધિને વિકસિત કરતા રહે છે. તેઓ ભગવાનનું કીર્તન કરે છે અને મોક્ષના અધિકારી થાય છે. જે વ્યક્તિ સાચ્ચા મનથી સ્વપ્નમાં પણ ભગવાન નારાયણનું નામ લે છે એના પાપ દૂર થઈ જાય છે.
હે કૃષ્ણ, હે અનંત, હે અચ્યુત, હે વાસુદેવ-એવું કહીને જે ભક્તિભાવથી ભગવાનના નામનો જાપ કરે છે એમને ક્યારેય પણ યમપુરના દ્વાર નથી જોવા પડતાં. સૂર્યના ઉદય થવા પર જે રીતે અંધકારનો નાશ થાય છે એવી જ રીતે ભગવાનનું નામ લેવાથી પાપ દૂર થઈ જાય છે. સ્વર્ગનું નિવાસ પણ ચિરસ્થાયી નથી હોતું. ત્યાં પુણ્યોનો ક્ષય થઈ જવા પર મનુષ્ય ફરી મૃત્યુલોકમાં આવી જાય છે. સાચ્ચા ભક્ત નામ-કીર્તનના બળ પર જ પૂજાના માર્ગ પર વધી જાય છે. કૃતયુગમાં ધ્યાનથી, ત્રેતામાં અસ્ત્રોની પૂજાથી અને દ્વાપરમાં ભગવાનની અર્ચનાથી જે ફળ મળે છે, કળિયુગામાં આવીને તે ફળ ભગવાનના પરમ લાભ આપવાવાળા નામના સ્મરણથી મળી જાય છે. જે સતત હરિહરિનો પાઠ કરે છે તે નારાયણના લોકને પ્રાપ્ત કરે છે.
જે મનુષ્ય પુરુષસુક્ત મંત્રો દ્વારા ભગવાનને પુષ્પ સમર્પિત કરે છે તે એમનો પરમ આરાધક થઈ જાય છે અને એમની ચર્ચા આખા સંસારમાં થાય છે. જે મનુષ્ય વિષ્ણુનું પૂજન નથી કરતો તે એક રીતે બ્રહ્મઘાતી થાય છે. જે બ્રહ્માંડનો વિસ્તાર કરવાવાળા ભગવાન વિષ્ણુનું ધ્યાન નથી કરતો તે તો કીચડમાં પડેલો કીડો હોય છે અને એનાથી નરકમાં યમરાજ પૂછે છે કે ક્યારેય તેં ભગવાનનું નામ લીધું? ભગવાન એટલા દયાળું છે કે જો શ્રદ્ધાથી એમનું નામ લેવામાં આવે તો તેઓ ભક્તને પોતાનો લોક પ્રદાન કરી દે છે.
યમરાજ નરકમાં આવવાવાળા પ્રત્યેક વ્યક્તિથી કહે છે કે પોતાના ગર્ભથી ઉત્પન્ન કરવાવાળી માતા અને પાળવાવાળા પિતા મનુષ્ય માટે એટલું જ કલ્યાણ નથી કરતાં જેટલું કલ્યાણ ભગવાનનું નામ લેવાથઈ થઈ જાય છે. બધા વર્ણ અને આશ્રમોમાં ભગવાન વિષ્ણુને જ આરાધનાનો આધાર બનાવવામાં આવ્યા છે અને એ લોકોને કોઈ દોષ નથી થતો જે ભગવાન નારાયણની ભક્તિ કરે છે.
એ સર્વવિદિત છે કે ભગવાન વિષ્ણુ જ ધ્યાનના મૂળ આધાર છે. તીર્થોમાં વારંવાર ફરવાથી અને યજ્ઞોના કરવાથી પણ કોઈ લાભ નથી થતો. જો ફક્ત ભગવાન નારાયણની ભક્તિ નથી કરતો. નારાયણને કરવામાં આવેલા એક પ્રણામ સાહીંઠ હજાર અને ૭૦૦ તીર્થોના ફળથી વધારે હોય છે. આ પ્રણામનું એટલું વધારે મહત્ત્વ છે કે એના પછી મનુષ્ય બધા પાપોથી છુટકારો મેળવીને નારાયણ લોકને પ્રાપ્ત થાય છે.
જો મનુષ્ય ભ્રમથી રહિત થઈને એક પળ માત્ર પણ નારાયણનું ધ્યાન કરે છે એને પણ સ્વર્ગ મેળે છે. અને જે રાત-દિવસ નારાયણના ધ્યાનમાં રહે છે એના સુખ અને આનંદનું તો કહેવું જ શું?
જાગતા-સૂતા અને અર્દ્ધ જાગૃત્તિની અવસ્થામાં કે સ્વપ્નની અવસ્થામાં યોગીની સ્થિતિ જે રીતે યોગમા થાય છે તે ભગવાનું નામ લેવાથી આપમેળે મળી જાય છે. જે વ્યક્તિ ખાતા,પીતા, ઉઠતા, બેસતા ગોવિંદનું સ્મરણ કરે છે તે પોતાના કર્મોનું યોગ્ય ફળ પ્રાપ્ત કરે છે.
ભગવાન નારાયણનું ધ્યાન જ પરમ ધર્મ છે. આ જ તપ છે, આ જ શુદ્ધતા છે, આથી ભગવાનનું ધ્યાન સર્વોત્તમ દશાને પ્રાપ્ત કરવાનો એકમાત્ર આધાર છે. ભગવાન વિષ્ણુથી વધારે મહત્ત્વપૂર્ણ ઉપાસના કરવા યોગ્ય અન્ય કોઈ નથી. આમ તો જેમ ઉપવાસ કરવાથી મોટું કોઈ તપ નથી.
સંસારમાં જે વસ્તુની પ્રાપ્તિ ખૂબ વધારે દુર્લભ માનવામાં આવે છે અને જે સામાન્યતયા પ્રાપ્ત નથી થઈ શકતી એને પણ ભગવાન નારાયણ પોતાના ભક્તના માટે પ્રાપ્ત કરાવી દે છે. યજ્ઞ કરવાથી જે કંઈ પણ પુણ્ય છૂટી જાય છે તે વિષ્ણુના નામ સ્મરણથી પૂરું થઈ જાય છે. ધ્યાન જ એકમાત્ર એવું ઉત્તમ સાધન છે જે મનુષ્યને એકાગ્ર કરે છે અને યોગ એના પાપોનો નાશ કરે છે.
જે વ્યક્તિ સમાધિ લગાવે છે અને યોગી થાય છે તે મુક્તિ મેળવે છે. કેમ કે યોગની અગ્નિ દ્વારા તે પોતાના બધા ધર્મોને સળગાવી નાખે છે. એ જ પ્રકારે ભગવાન વિષ્ણુના નામને ચિત્તમાં સ્થિત કરવા પર બધા પાપ બળી જાય છે. અને જે રીતે આગના તાપથી સોનુ શુદ્ધ થઈ જાય છે એવી જ રીતે ભગવાન નારાયણના નામથી મનુષ્યના મનનો મેલ પણ ધોવાઈ જાય છે. જે પાપોનું નિવારણ ગંગામાં હજાર વખત સ્નાન કરવાથી નથી થતું એ બધાનો ક્ષય ભગવાન વિષ્ણુના એક વખત નામ લેવા માત્રથી થઈ જાય છે.
આથી ભગવાન નારાયણે ગરુડજીથી કહ્યું કે હજારો વખત પ્રાણાયામ કરવાથી પાપનો ચોક્કસ જ નાશ થાય છે પરંતુ તે પાપ એકમાત્ર મારા ધ્યાનથી નષ્ટ થઈ જાય છે. જે મનુષ્યના હૃદયમાં મારું ધ્યાન જળવાઈ રહે છે એને કળિયુગના ઘનઘોર કષ્ટ પણ દુઃખ નથી આપી શકતા અને નશ્વર વસ્તુઓ આકર્ષિત નથી કરી શકતી. હરિનું સ્મરણ જ શ્રેષ્ઠ છે.
સૂતજીએ આગળ કહ્યું કે ભગવાને બતાવ્યું કે તે પળ અને સમય વ્યર્થ છે જે પળે મનુષ્ય વાસુદેવનું ચિંતન નથી કરતા. કેમ કે મનુષ્યનું જીવન દુર્લભ છે અને આ દુર્લભ જીવનમાં ભગવાનનું નામ લેવું જ પોતાના લોક-પરલોકને સુધારવા માટે એકમાત્ર ઉપાય છે. જે મનુષ્યના હૃદયમાં ભગવાન ગોવિંદનું નામ વિરાજમાન છે તે આ કળિયુગમાં પણ સતયુગની કલ્પના કરી શકે છે, અને જ્યાં ભગવાનનું નામ નથી ત્યાં સતયુગમાં કળિયુગ થઈ જાય છે.
જે પુરુષ પોતાના મનમાં નિયમિત રૃપથી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરે છે તે ધન્ય થઈ જાય છે. ભગવાનના સતત જાપથી મોટા પદની પ્રાપ્તિ થાય છે અને દેવરાજ ઇન્દ્રના પદથી વધારે મહત્ત્વ મળે છે. જો પુરુષ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સતત ભગવાનનું નામ લે છે તે એમની સાંસારિક માયાના પ્રભાવમાં નથી આવતો. એમાં ક્ષમા, દયા અને ધર્મશીલતાનો નિવાસ હોય છે. આ પ્રકારે પરમ દેવ નારાયણના ધ્યાનથી ચિત્ત શુદ્ધ થઈ જાય છે.
ભગવાનને પોતાની મેઘામાં સંયુક્ત કરવાવાળા પુરુષ નરકગામી નથી થતાં.
જે પુરુષે પોતાની આત્માને બ્રહ્મમાં લીન કરી દીધા છે તે મુક્તિ પ્રાપ્ત કરે છે.
જે પુરુષ અવિનાશી, અચ્યુત ભગવાનનું કીર્તન કરે છે તે વિલયને પ્રાપ્ત કરે છે.
જે પુરુષ યજ્ઞ કરતા-કરતા જપ, સ્નાન અને ભગવાનનું ધ્યાન કરે છે તે સંસાર સાગરથી પાર થઈ જાય છે.
રાજા રાષ્ટ્રનો રક્ષક હોય છે. બાળપણમાં માતા-પિતા એના રક્ષક હોય છે પછી એના પછી ધર્મની રક્ષા કરે છે અને વાસ્તવિક ધર્મ ભગવાન શ્રી હરિનું નામ લેવાનું હોય છે.
પ્રતિદિવસ ભ્રમથી રહિત થઈને ભગવાન કૃષ્ણનું નામ લેવું કોઈ પણ જાતિના વ્યક્તિ માટે નરકથી મુક્તિના દાતા હોય છે.
ભગવાનના ભક્ત નિષાદ, શૂદ્ર, દ્વિજ કોઈ પણ જાતીના હોય, સમાન હોય છે.
જે મનુષ્યના હૃદયોમાં કમળની સમાન કોમળ શ્યામવર્ણી જનાર્દન રહે છે, જે હંમેશાં લાભને પ્રાપ્ત કરે છે. એવા મનુષ્યોને ક્યારેય કષ્ટ નથી મળતું અને કોઈ કાર્યમાં એમની હાર નથી થતી.
જે પશુ-પક્ષી અને કીડા-મકોડાના હૃદયમાં પણ ભગવાનનું નામ હોય છે એમની ઉર્ધ્વ ગતિ થાય છે.
સંસારનું મહત્ત્વપૂર્ણ જ્ઞાન પોતાના ચિત્તમાં ભગવાન સ્વરૃપને જાણવાનું છે અને સૌથી મોટું કર્મ પોતાના ચરણોમાં પોતાની ગતિનું સમર્પણ છે. અને સૌથી મોટી પ્રાપ્તિ એમની કૃપા અને પોતાની ભક્તિ છે.
આ જોઈને આશ્ચર્ય થાય છે કે મનુષ્ય પાપોની ધૂળામાં લથડતો રહે છે અને તે ભગવાનના નામ રૃપી છાયાદાર ઝાડની નીચે નથી બેસતો. મનુષ્યને જોઈએ કે તે નારાયણની ભક્તિ કરીને પોતાને વધારે શક્તિશાળી બનાવે. એવો મનુષ્ય સિદ્ધ થઈ જાય છે.
સિદ્ધ પુરુષ ચાલતા-બોલતા કોઈ પણ અવસ્થામાં ભગવાનના ચિંતનથી દૂર નથી હોતો. ભગવાનનું સ્વરૃપ ઘણું મોહક છે. સ્વર્ગના કુંડળ પહેરીને કિરીટ અને મુગટ ધારણ કરીને શંખ અને ચક્રને લઈને પૂરા મંડળની વચ્ચે કમળના આસન પર વિરાજમાન ભગવાન નારાયણ હંમેશાં ધ્યાન કરવા યોગ્ય છે.
જે જીવ સાંસારિક વિષયોમાં આસક્ત રહે છે અને જે પ્રકારની એની આસક્તિ હોય છે જો એ જ પ્રકારની આસક્તિ ભગવાન નારાયણમાં હોય તો તે આવાગમનના બંધનોથી મુક્તિ મેળવી લે છે. ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવાવાળા અને એમની લીલાનું વર્ણન કરવાવાળા તથા પોતાના સંપૂર્ણ કર્મોને ભગવાનની સેવામાં સમર્પિત કરી દેવાવાળા પુરુષ જ વાસ્તવિક જ્ઞાની અને ભક્ત છે. જે એવું નથી કરરતો તે વચ્ચે જ લટકેલો રહે છે. એના જીવનનો શું લાભ? જીવની સાર્થકતા એમાં છે કે તે ભગવાનના નામનું કીર્તન કરે.
બંને હાથોની સાર્થકતા એમાં છે કે ભગવાનની પૂજા કરતાં રહે. માથાની સાર્થકતા એમાં જ છે કે ભગવાનની આગળ નમતું રહે અને મન મહાપ્રભુના ગુણોનું ચિંતન કરવાથી જ સાર્થકતા મેળવે છે. એની સાથે અન્ય દેવતાઓની પૂજા-અર્જન કરવી પણ જરૃરી છે.
ભગવાનના ગુણોનું વર્ણન કરીને મનુષ્ય પોતાના પાપોને ધોઈ નાખે છે અને ચર-અચરમાં વ્યાપ્ત માયા એના પર કોઈ પણ પ્રભાવ નથી નાખી શકતી.
જે મનુષ્ય પોતાના બધા સત-અસત કરવામાં આવેલા કર્મોને ભગવાન નારાયણ પ્રત્યે સમર્પિત કરી દે છે તે એ કર્મોમાં લિપ્ત નથી થતો.
આ પ્રકારે હે મુનિઓ, મેં તમારી સામે નારાયણની ભક્તિ અને એમના માહાત્મ્યનું વર્ણન કરી દીધું છે. હવે એના પછી નારાયણ કયા રૃપમાં પોતાના ભક્તોનો ઉદ્ધાર કરે છે એ વિષય માટે શિવજી દ્વારા વર્ણિત નરસિંહ ભગવાનની સ્તુતિ બતાવું છું.
સૂતજીએ કહ્યું કે ભગવાન શંકરને એમના એક ગણે કહ્યું કે અમે તમારા પ્રભાવથી દેવ, અસુર અને બધા મનુષ્યોને ખાઈ શકીએ છીએ. આ સાંભળીને ભગવાન શંકરે કહ્યું કે તમે બધા મળીને પ્રજાજનોની રક્ષા કરો અને એમને નષ્ટ કરવાનો જે વિચાર તમારા મનમાં હોય એને સમાપ્ત કરી દો.
પરંતુ માતૃ ગણોએ ભગવાન શંકરની કહેવી વાતને માની નહીં અને આ ચરાચરને ભક્ષણ કરવાનું આરંભ કરી દીધું. જ્યારે માતૃ ગણોએ ખૂબ ઉત્પાત મચાવ્યું ત્યારે ભગવાન શિવે ખુદ ભગવાન વિષ્ણુ જે નરસિંહ રૃપવાળા છે-નું ધ્યાન કર્યું. એમણે પહેલાં એમના સ્વરૃપનું વર્ણન કર્યું. એમણે કહ્યું -
તમે આદિ અને અંતથી રહિત, સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ સ્થાન, વીજળીના સમાન જીવવાળા, મહાન દાઢોથી યુક્ત, સ્ફુરણમાણ કેશરોની મળાથી યુક્ત દિવ્ય રૃપવાળા છો. તમે પોતાના માથા પર રત્નોથી જડિત મુગટ પહેરેલો છે અને એ જ રીતે અંગત પોતાની ભુજાઓમાં ધારણ કરેલા છે. પોતાની મકરમાં વિશાળ સોનાની કરધની સુશોભિત છે. તમે શ્યામવર્ણવાળા છો. રત્નોથી બનેલા નૂપુર તમારા પગોમાં વિરાજમાન છે અને તમે અતુલ તેજવાળા છો. તમારું શરીર ભંવરની સમાન આકારવાળા રોમોથી યુક્ત છે. તમે વિશાળ ફૂલોની માળા ધારણ કરી છે.
જ્યારે ભગવાન શિવે નરસિંહ ભગવાનનું આ પ્રકારે સ્મરણ કર્યું તો એમણે એમના દર્શન કર્યા. ત્યારે શંકરા એમને 'પ્રણામ' કરીને ફરી એમની સ્તુતિ કરી અને એમને હિરણ્યકશ્યપના સંહાર કરવાવાળા નખથી યુક્ત કહીને જગતના ગુરુ બતાવ્યા અને કહ્યું કે તમે હજારો યમોને દુખ આપવાવાળા છો અને સહસ્ત્રો ઇન્દ્રોની સમાન પરાક્રમી અને કુબેરોની સમાન ધનવાન છો. સહસ્ત્ર ચંદ્રમાઓની સમાન તેજ અને આભાથી યુક્ત છો અને સહસ્ત્રો સૂર્યની સમાન તેજયુક્ત છો. તમારી સ્તુતી સહસ્ત્રો બ્રહ્માઓએ કરી છે. તમે જ બંધન દૂર કરવાવાળા અને મોક્ષના દાતા છો. તમે સહસ્ત્રાક્ષ છો. એના પછી શંકરે કહ્યું કે મેં અંધપ દૈત્ય માટે જે માતૃગણોને પેદા કર્યા હતા- તેઓ હવે પ્રજાઓનું ભક્ષણ કરે છે. કેમ કે મેં એમનું સર્જન કર્યું છે આથી હું એમનો નાશ નથી કરી શકતો. હું આ કાર્યમાં અસમર્થ છું.
આ રીતે જ્યારે રુદ્રએ ભગવાન નરસિંહથી કહ્યું ત્યારે એમણે પોતાની જીભના આગલા ભાગથી એ માતૃગણોનો સંહાર કરીને પૃથ્વીને ભારમુક્ત કરી દીધા અને ત્યાં જ પર અંતર્નિહિત થઈ ગયા.
જે પુરુષ પોતાની સંપૂર્ણ ઇન્દ્રિયોને વશમાં કરીને વિષ્ણુનું માહાત્મ્ય બતાવવાવાળા આ નરસિંહ સ્ત્રોતને વાંચે છે એના મનોરથ પૂરા થઈ જાય છે. જે એમ કહે છે કે સૂર્યની સમાન મુખવાળા આદિ, મધ્ય અને અંતથી રહિત પરમ પુરાણ પુરુષ ભગવાન નરસિંહનું ધ્યાન કરું છું એના સંપૂર્ણ પાપ દૂર થઈ જાય છે અને તે પરમ ધામને પ્રાપ્ત થઈ જાય છે.
હવે એના પછી સમસ્ત પદાર્થોનું દાન કરવાવાળા અચ્યુત સ્ત્રોતનું વર્ણન કરું છું. ખૂબ જ પ્રાચીન સમયની વાત છે કે નારદજીએ બ્રહ્માજીથી પૂછ્યું અને જે કંઈ એમણે નારદજીને કહ્યું કે તે જ હું તમને બતાવી રહ્યો છું.
નારદજીએ કહ્યું હતું કે હે પિતા બ્રહ્મા! મને તમે ભગવાન અચ્યુતના સ્તોત્રના વિષયમાં બતાવો, જેનાથી હું અક્ષત વિધિ-વિધાનથી વરદાન આપવવાળા ભગવાન વિષ્ણુનું સ્તવન કરી શકું. તમે મને એ પણ બતાવો કે હું કયા પ્રકારની એમની પ્રાર્થના કરતો રહું.
જે પુરુષ ભગવાનનું ધ્યાન કરે છે તે પરમ ધન્ય છે. અને એમનું જીવન સફળ છે.
નારદજીથી આ સાંભળીને બ્રહ્માજીએ કહ્યું કે ભગવાન નારાયણનો આ સ્તોત્ર એમની પૂજાનો મુખ્ય આધાર છે. એનું પઠન કરવાથી મનુષ્ય પરમધામને પ્રાપ્ત થાય છે.
મનુષ્યએ કહેવું જોઈએ -
ભગવાન વાસુદેવ માટે મારા નમસ્કાર છે.
સંપૂર્ણ પાપોનું હરણ કરવાવાળા ભગવાન માટે મારા નમસ્કાર છે.
વરાહ રૃપ ભગવાન માટે મારા નમસ્કાર છે.
ગોવિન્દ રૃપ ભગવાન માટે મારા નમસ્કાર છે.
હે પરમાક્ષર, તમારા સાનિધ્યમાં મારા નમસ્કાર છે.
હે પ્રભુ તમે જ્ઞાનવાન છો, જ્ઞાન પ્રદાન કરવાવાળા છો, તમારા માટે મારા નમસ્કાર છે.
તમે પરમ અદ્વૈત છો અને સર્વોત્તમ પુરુષ છો, તમારી સેવામાં મારા નમસ્કાર છે.
તમે વિશ્વ રચયિતા, પાલન કર્તા અને રક્ષક છો. તમે સંપૂર્ણ વિશ્વના સ્વામી છો, તમારા પ્રત્યે મારા નમસ્કાર છે.
તમે વિશ્વની રચનાના કારણ સ્વરૃપ છો, તમારા પ્રત્યે મારા પ્રણામ છે.
મધુ દૈત્યનો નાશ કરવાવાળા તમારા પ્રત્યે મારા નમસ્કાર છે.
હે ગરુડધ્વજ! કમળની સમાન નેત્રવાળા તમને મારા નમસ્કાર છે.
તમે કૃષ્ણના રૃપમાં કાલનેમિનો નાશ કર્યો, તમારી સેવામાં મારા નમસ્કાર છે.
હે દેવકીપુત્ર, રુક્મિણીના પતિ વૃષ્ણિનન્દન! તમારી સેવામાં મારા નમસ્કાર છે.
ગોકુળ ગ્રામમાં રહેવાવાળા ગોવાળિયાઓના પ્રિય! તમારી સેવામાં મારા નમસ્કાર છે.
ગોવર્ધન પર્વતને ધારણ કરવાવાળા અને ગાયોને કુળને વધારવાવાળા, તમને મારા નમસ્કાર છે.
જગતના સાચ્ચા સાક્ષી પ્રભુ તમે સંપૂર્ણ અર્થ અને સાધનના પ્રદાતા છો, તમને મારા પ્રણામ છે.
તમે માધવ છો અને વેદાંતના વેત્તા અને સર્વશક્તિમાન લક્ષ્મીપતિ છો, તમને મારા પ્રણામ છે.
તમે અવ્યક્ત રૃપથી ચરાચરના આશર્ય છો, તમને મારા પ્રણામ છે.
તમે સચ્ચિદાનંદ છો અને જ્ઞાનમય છો. તમારી હંમેશાં જય હો, મારા તમને નમસ્કાર છે.
તમે અજ્ઞાનનાશક ગુરુ છો અને જ્ઞાનવાન યંત્રોના મંડળ છો, તમને મારા નમસ્કાર છે.
તમે સમય અને ન્યાસ મુદ્રા છો, તમને મારા નમસ્કાર છે.
તમે કાળ અને ધર્મ છો, તમને મારા પ્રણામ છે.
તમે માયાથી યુક્ત અને માયાથી રહિત છો, તમને મારા નમસ્કાર છે.
તમે શંખ, ચક્ર, ગદા ધારણ કરવાવાળા દેવ છો, તમને મારા નમસ્કાર છે.
તમે સમસ્ત દિશાઓના દિગ્પાલ છો, તમને પ્રણામ છે.
તમે રાક્ષસોના અધિપતિ છો અને તમે વાયુ તથા નિશાકાર પણ છો, તમને મારા નમસ્કાર છે.
તમે બારેય આદિત્ય, એકાદશ રુદ્ર, બંને અશ્વિનીકુમાર અને મરુદ્ગણ તથા વસુ આ અલગ-અલગ રૃપોને ધારણ કરો છો. આ તમારા જ અલગ-અલગ રૃપ છે, તેથી તમને નમસ્કાર છે.
તમે જ દૈત્ય રૃપ, દાનવ રૃપ, નાગ, યક્ષ, ગંધર્વ, અપ્સરા, પિતૃગણ અને સિદ્ધ છો, તમને નમસ્કાર છે.
તમારા સિવાય વિશ્વમાં બીજું કશું નથી. તમે જ બધું જ છો. તમે સમસ્ત ભૂતના આધાર છો, તમને નમસ્કાર છે.
તમે મન, બુદ્ધિ અને અહંકાર રૃપથી હૃદયમાં ક્ષેત્રજ્ઞ ઈશ્વરના રૃપમાં છો, તમને નમસ્કાર છે.
હે ભગવાન! તમે જ વેદી, દીક્ષા અને હુતાશન છો. હોતા અને યજ્ઞમાન પણ તમે છો. તેથી તમને પ્રણામ નિવેદન કરું છું.
હે પ્રભુ, તમે અધ્વર્યુ અને ઉદ્ગાતા છો. તમે પુરુષોત્તમ, દિશાઓ, પાતાળ, વ્યોમ, નક્ષત્ર બધું જ છો, તમને નમસ્કાર છે.
ભગવાનના આ સ્તોત્ર જે મનુષ્ય ઉચ્ચારિત કરે છે તે સંપૂર્ણ પાપોથી છુટકારો મેળવી લે છે કેમ કે બ્રહ્મનું સ્વરૃપ સરળતાથી નથી જાણી શકાતું અને એને જાણવા માટે અનેક યોનિઓમાં જન્મ લેવો પડે છે. તે ઇન્દ્રિયોથી પરે છે તથા અગમ્ય છે.
બ્રહ્મનું શુદ્ધ સ્વરૃપ ગુણરહિત છે. સર્વત્ર વ્યાપ્તિ એનું સ્વરૃપ છે. આ પ્રલય અને ઉત્પત્તિથી રહિત છે, નિત્ય અને અવ્યક્ત છે. નાશનો એને પર કોઈ પ્રભાવ નથી થતો. તે સર્વજ્ઞ છે એટલે કે બધું જ જાણે છે. બ્રહ્મ ગુણ રહિત નિર્ગુણ છે. પરાત્પર અને આનંદમય છે.
આ બ્રહ્મ બોધ અને જ્ઞાનના સ્વરૃપવાળા છો. આ ક્ષય અને દ્વૈતભાવથી રહિત છે. આ બ્રહ્મ જ લોકમાં અવતરિત થાય છે અને તે મૂર્તિ જ બધા દ્વારા નજરે પડે છે. બ્રહ્મના સ્વરૃપને જાણીને દેવગણ ભજન કર્યા કરે છે. બધી દેવી મૂર્તિઓમાં તમારી મૂર્તિઓ છે. અને એમની પૂજા તમારી પૂજા છે. આ રીતે જે કંઈ પણ હું કરું છું તે તમને સમર્પિત છે. અને એમાં જે ત્રુટિ રહે છે તમે એને ક્ષમા કરી દો.
હું પોતાની સંપૂર્ણ ત્રુટીઓની ક્ષમા માંગીને તમારા પ્રત્યે પોતાના કર્મનું સંપાદન કરું છું. તમારા ચરણોમાં મારી અચલ ભક્તિ છે અને હું રાત-દિવસ તમારી પૂજા કરું છું. હું કોઈ પણ ધર્મમાં એટલી પ્રીતિ નથી રાખતો જેટલી તમારા ચરણ-કમળોમાં રાખું છું કેમ કે મારા માટે આ જ મોક્ષનું સાધન છે. તમે જ કામનાઓ અને ફળોને આપવાવાળા છો.
આ પ્રકારે સૂતજીએ કહ્યું કે અચ્યુત સ્તોત્રને બતાવતા બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુની મહિમા સ્થાપિત કરી કેમ કે ભગવાન વિષ્ણુ જ સમસ્ત કર્મોના ફળને પ્રદાન કરવાવાળા છે અને એમની અચલ ભક્તિ પણ પરમ લાભનું સાધન અને આધાર છે.
જે વ્યક્તિ આ સ્તોત્ર દ્વારા વિષ્ણુનું સ્તવન કરે છે, તે સંસારના બંધનોને પાર કરીને મોક્ષનો અધિકારી થઈ જાય છે અને જે વહેલી સવારે ભક્તિભાવથી સ્તોત્રનો જાપ કરે છે તે પોતાની કામનાઓની પૂર્તિ કરે છે. એને પુત્રની પ્રાપ્તિ થાય છે અને જો કોઈ રોગી વિષ્ણુના સ્તોત્રનો જાપ કરે છે તો રોગથી છુટકારો મળે છે. વિદ્યા ઇચ્છનારાને વિદ્યા, યશ ઇચ્છતા લોકોને યશ, અભ્યાસશીલને મેઘા, સાધુને સાધુત્વ વિષ્ણુ સ્તોત્ર પાઠથી પ્રાપ્ત થાય છે.
ભગવાન વિષ્ણુની સન્નિધિમાં મન અને પ્રાણ સ્થિત કરીને ભક્ત પરમ ધામને પ્રાપ્ત થાય છે.
***
સત્તરમો અધ્યાય
વિષ્ણુ માહાત્મ્ય અને સ્તોત્ર પછી હવે હું તમને ભક્તિ કીર્તનના મહત્ત્વના વિષયમાં બતાવું છું કેમ કે ભક્તિ દ્વારા બદું જ પ્રાપ્ત કરી શકાય છે. ભક્તિથી ભગવાન જેટલા પ્રસન્ન થાય છે એટલા અન્ય કોઈ ભાવથી નથી. મનુષ્યને જોઈએ કે તે નિયમિત રૃપથી હરિનું સ્મરણ કરે અને ભક્તિના સાધનોથી ભક્તિ કરે. મનુષ્યને જોઈએ તે પોતાના ભાવના આવેશમાં મગ્ન થઈને ભગવાનનું કીર્તન કરે.
આ સંસારમાં ભગવાનના બંને ચરણ જ્ઞાન પ્રદાન કરવાવાળા છે. અને ભગવાનના ભક્ત જે પરમ શ્રદ્ધાથી વિષ્ણુનું નામ લે છે તે વૈષ્ણવ છે. કીર્તન અને ગુણ શ્રવણ કરવાથી ભક્તિનો ભાવ પૂરો થાય છે.
એનો અર્થ એ છે કે ફક્ત ભગવાનની કથા સાંભળવાથી ફળ નથી મળતું. ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિનું હોવું પણ જરૃરી છે. જે સર્વાત્મ સ્વરૃપ ભક્તિ ભાવથી પોતાના ભાવનું નિવેદન ભગવાનના પ્રત્યે કરે છે તે શુદ્ધ ભાગવત હોય છે અને એર્ચના કરીને પરમ પદને પ્રાપ્ત કરે છે.
ભગવાનની ભક્તિ આઠ પ્રકારની હોય છે. જો કોઈ મ્લેચ્છ વ્યક્તિ પણ ભગવાનની ભક્તિ કરે છે તો તે પણ બ્રાહ્મણની જેમ મુક્તિને પ્રાપ્ત થાય છે. ભક્તિ કરવાવાળા વ્યક્તિ ચાહે ચાંડાલ જ કેમ ન હોય, એના પર પણ ભગવાન ખુશ થઈ જાય છે. કેમ કે જ્યારે તે કહી દે છે કે હું તારો છું તો એના પર ભગવાનની કૃપા આપમેળે થઈ જાય છે.
વિષ્ણુની ભક્તિથી એટલું જ ફળ મળે છે જેટલું સહસ્ત્રો મંત્રો દ્વારા યજ્ઞ કરવાથી અને વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી. સતત એકાંતમાં ભજન સ્મરણ અને કીર્તન કરવાવાળઆ વ્યક્તિ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય હોય છે.
સાચ્ચો ભક્ત આપત્તિના સમયમાં પણ ભગવાનની ભક્તિને નથી છોડતા. એની વૃત્તિ ભગવાનને છોડીને કોઈ બીજામાં નથી રમતી. એની દૃઢતા અખંડ રહે છે. મનુષ્યોમાં તે વ્યક્તિ અધર્મી થાય છે, જે સર્વેશ્વરમાં ભક્તિ નથી રાખતો.
વેદ-શાસ્ત્રોનું પઠન કરવાવાળો વ્યક્તિ પણ જ્યાં સુધી ભગવાન વિષ્ણુની ભક્ત નિથી કરતા ત્યાં સુધી એને પરમ પદ પ્રાપ્ત નથી થતું. ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભક્તિ મુખ્ય આધાર છે. વિષ્ણુના ભક્ત પ્રત્યેક લોકમાં પોતાના અશુદ્ધ આચરણથી મુક્તિ મેળવીને પરમ પદને પ્રાપ્ત થાય છે.
જ્યારે મનુષ્ય ભગવાનની કૃપાથી જ એની ભક્તિ કરે છે તો એનો સંસારથી ઉદ્ધાર થઈ જાય છે. ભગવાનનું નામ લેવાથી જે સહજ જ રોમાંચિત થઈ ઉઠે છે તે પરમ પદને પ્રાપ્ત કરે છે.
યમરાજને જાણ છે કે જે વૈષ્ણવ ભક્ત છે એમને એમના અનેક દૂત ક્યારેય નથી છંછેડતા. ભક્તિના પહેલાં જો કોઈ મનુષ્યએ કોઈ દુરાચરણ પણ કર્યું હોય તો તે ભક્તિના પ્રતાપથી પાપમુક્ત થઈ જાય છે. ભગવાનની અનન્ય ભાવથી ભક્તિ કરવાવાળા વ્યક્તિ ધર્માત્મા હોય છે. અને પોતાના સત્કર્મોના ફળને પ્રાપ્ત કરે છે. સાર એ છે કે વિષ્ણુ ભક્તનો ક્યારેય નાશ નથી થતો.
ભગવાનની ભક્તિથી ધર્મ, અર્થ અને કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ભગવાનની ભક્તિને પોતાના મનમાં ધારણ કરવાવાળા મનુષ્ય મોક્ષના અધિકારી થઈ જાય છે. ભગવાન હરિની માયા ત્રિગુણાત્મિકા છે, એને જાણી લેવી અને ત્યાગવી બંને જ ખૂબ જ મુશ્કેલ છે. જે મનુષ્ય આ ત્રણ ગુણવાળી માયાને જાણી લે છે તેઓ હરિની શરણથી માયાથી પાર થઈ જાય છે. આ સંસારમાં એ જ ભક્તોનું કલ્યાણ થાય છે જે ભગવાનની પૂજા કરે છે અને ભક્તિભાવથી એમનું સ્મરણ કરે છે.
અનેક દાનો દ્વારા ભગવાનને એટલો સંતોષ નથી થતો જેટલો કે શુદ્ધ આત્માથી કરવામાં આવેલી ભક્તિથી ખુશ થાય છે. ભક્તોની સાથે સમાગમ અને સત્સંગ ભગવાનની ભક્તિનો એક આધાર છે. આ આખો સંસાર ઝેરથી ભરેલા ઘડાની સમાન છે. એમાં ભગવાનના ભક્તોની સંગતિ જ રક્ષા કરે છે. સત્પુરુષ અને સત્પુરુષોની સંગતિ ભક્તિભાવને વ્યાપક કરે છે.
જે પરિવારમાં કોઈ વૈષ્ણવ ભક્ત પેદા નથી થતો એ પરિવારના પિતૃગણ ઉપેક્ષિત રહે છે અને જ્યાં વિષ્ણુ ભક્ત હોય છે ત્યાંના પિતૃગણ ખૂબ જ પ્રસન્ન રહે છે.
અજ્ઞાની પુરુષ ભગવાન વિષ્ણુની ભક્તિથી દેવલોકમાં પહોંચી જાય છે. અનેક મહાપાપી પોતાના અંત સમયમાં ભગવાનના સ્મરણથી પરમ ગતિને પ્રાપ્ત થયા. ભગવાનનું ચિંતન કરતા-કરતા મનુષ્યને જોઈએ કે તે જગતના સાક્ષી સ્વરૃપ ભગવાનને જ પોતાનું બધું અર્પિત કરે.
આ પ્રકારે મેં તમને ભગવાન જનાર્દનના સ્વરૃપને બતાવીને એમના માહાત્મ્ય અને પ્રભાવનું વર્ણન કરી દીધું છે. આ હંમેશાં યાદ રાખવું જોઈએ કે પરમ તત્ત્વ ભગવાન જ હંમેશાં ચિંતનીય છે અને જ્ઞાનના સ્વરૃપ છે અને એમની ભક્તિ વિશુદ્ધ અને વિમલ હૃદયમાં રહે છે.
ભગવાન વિષ્ણુની ભક્તિથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને સંપૂર્ણ પાપોને નષ્ટ કરીને આવાગમનથી છુટકારો મેળવવાનો મૂળ આધાર પણ ભગવાન વિષ્ણુની ભક્તિમાં છે. જે મનુષ્ય સંસારમાં સુખની કામના કરે છે અને સંતોષને મેળવવા ઇચ્છે છે એને જોઈએ કે પોતાના સંપૂર્ણ કર્મોને ભગવાનને સમર્પિત કરીને એમનું પૂજન અને અર્ચના કરીને જીવન યાપન કરે.
શુદ્ધ સ્વરૃપ સંપૂર્ણ સંસારની રચના કરવાવાળા વિનાશને કારણે ભગવાન વાસુદેવ સર્વાધાર છે. જીવન-મરણના કાર્ય-કારણ અને મોક્ષના આધાર ભગવાન વિષ્ણુ જ છે.
ભગવાને ગરુડજીના પૂછવા પર કહ્યું કે ધર્મનો સાર અત્યંત મુશ્કેલ છે, પરંતુ આ પાપોને દૂર કરવાવાળો અને મુક્તિદાતા છે. કોઈ તત્ત્વ પ્રત્યે દુઃખનો અનુભવ કરવો- ધર્મ, બળ અને શ્રુતિનો નાશ કરવાવાળો થાય છે. તેથી મનુષ્યએ શોકનો પરિત્યાગ કરવો જોઈએ. મનુષ્યના બંધુ-બાંધવ, પતિ-પત્ની બધું જ કર્મ જ છે. દાન જ રાજ્ય અને સ્વર્ગ છે, તેથી દાન જરૃર કરવું જોઈએ. દાન કરવાથી મનુષ્યના પ્રાણોની રક્ષા થાય છે. જે મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન, તપ, યજ્ઞને ત્યાગી દે છે તેઓ નરકના દ્વાર પર જાય છે. અને જે યજ્ઞ કરે છે, દેવોની અર્ચના-વંદન કરે છે અને સત્કર્મોમાં જ પોતાનું મન લગાવે છે-તેઓ સ્વર્ગ જાય છે.
કોઈ પણ વ્યક્તિ કોઈ મનુષ્યને ના સુખ-દુઃખ આપી શકે છે, ના એનો નાશ કરી શકે છે. સુખ-દુઃક આપવાવાળા નાશક ફક્ત કર્મ છે. પ્રત્યેક મનુષ્ય પોતાના કરેલા કર્મો અનુસાર જ સુખ-દુઃખ ભોગવે છે. જે મનુષ્ય ધર્મનું આચરણ કરે છે તે દુઃખોનો નાશ કરી દે છે.
મનુષ્યના જીવનમાં લોભ અને ક્રોધ એને સંકટમાં નાખે છે. લોભથી મોહ માયા ઉત્પન્ન થાય છે. લોભથી જ દ્રોહ જન્મ લે છે. લોભ મનુષ્યનો સૌથી મોટો દોષ છે- એનાથી માયા, મત્સર, અભિમાન પેદા થાય છે. એનાથી દૂર રહેવાવાળા મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે. લોભથી રહિત, કામ-ક્રોધથી હીન વ્યક્તિ પરમ પદને પ્રાપ્ત કરે છે. ધર્મથી પરિપૂર્ણ પુરુષની પૂજા તો દેવ, ગંધર્વ પણ કરે છે.
મનુષ્યનો પરમ શ્રેય ત્રણ સ્થિતિઓમાં રહે છે.
૧. પ્રાણીઓ પર દયા કરવી.
૨. ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવી.
૩. બધા પ્રાણીઓમાં અનિત્યતાની ધારણા રાખવી.
જે મનુષ્ય મૃત્યુને જાણીને પણ ધર્મનું આચરણ નથી કરતો એનું હોવું, દૂધહીન બકરીના ગળાના થનની સમાન હોય છે. જે પુરુષ દાની હોય છે, તે ભ્રૂણહત્યા, પરસ્ત્રી ગમન, પિતાનો વિધ, ગૌહત્યા, બ્રાહ્મણ-જેવા પાપોથી પણ છુટકારો મેળવી લે છે.
દાનમાં સર્વશ્રેષ્ઠ દાન કયું છે? આ પૂછવા પર ભગવાને કહ્યું કે ગૌદાન ઉત્તમ દાન છે. જેપુરુષ ન્યાયથી પ્રાપ્ત ગૌ દાન કરે છે, તે પોતાના કુળનો ઉદ્ધાર કરે છે. ગૌદાનના સિવાય અન્નદાનનું મહત્ત્વ પણ વધારે છે. અન્નથી જ સંપૂર્ણ ચરાચર ધારણ કરવામાં આવે છે, અન્નદાન અત્યંત ઉત્તમ દાન છે.
અન્ય મહત્ત્વપૂર્ણ દાનોમાં કેટલાક દાન આ પ્રકારે છે -
૧. કન્યાદાન કરવું.
૨. વૃષનો ઉત્સર્ગ કરવો,
૩. હાથી, ઘોડા, રથનું દાન કરવું.
૪. તીર્થોમાં સંકલ્પથી દાન કરવું.
૫. રક્તદાન.
આ બધા દાન મનુષ્યના જીવનને પરમ તત્ત્વની પ્રાપ્તિમાં સહાયક થાય છે. એની સાથે કેટલાક અન્ય કાર્ય છે જેના ફળ મોક્ષ આપનાર હોય છે.
૧. કૂવો, તળાવ બનાવવા.
૨. બગીચો બનાવવો.
આ બધા કાર્યોથી મનુષ્યની આત્મા સ્વચ્છ થઈ જાય છે. કહેવામાં આવ્યું છે કે તીર્થોનું સેવન તો સમય આવવા પર જ ઉત્તમ ફળ આપે છે, પરંતુ સત્સંગ-સજ્જનોનું સેવન-સમાગમ તરત લાભ આપવાવાળા છે. મનુષ્યએ એ સમજી લેવું જોઈએ કે તપ, દયા, ક્ષમા, સંતોષ, દંભ, સત્ય, જ્ઞાન, શમ, દાન આ બધા મનુષ્યના સનાતન ધર્મ છે. જે મનુષ્ય આ સનાતન ધર્મોનું પાલન કરે છે, એના લોક અને પરલોક સુધરી જાય છે.
ભક્તિભાવથી જે મુનિ સદાચરણનું પાલન કરે છે તે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરે છે. અને એની સાથે સંધ્યા ઉપાસના કરીને જે મનુષ્ય ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપવાવાળા ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે પરમ પદને પ્રાપ્ત કરે છે.
ભગવાને કહ્યું કે સતયુગમાં ધર્મના ચાર પાદ હોય છે જેને સત્ય, જ્ઞાન, દયા અને તપ કહેવામાં આવે છે, અને આ યુગના અંતમાં અત્યંત પ્રતાપી રાક્ષસોનો નાશ કરવામાં આવ્યો.
ત્રેતા યુગમા ધર્મના ત્રણ પાદ રહી જાય છે-સત્ય, દાન અને દયા. આ સમયે મનુષ્ય યુદ્ધ કરતાં હતા અને સંપૂર્ણ સંસાર ક્ષત્રિય કર્મોથી પરિપૂર્ણ થતો હતો. આ યુગમાં મનુષ્યની ઉંમર ૧૦૦૦ વર્ષની હતી.
દ્વાપર યુગમાં ધર્મ બે પાદવાળો થઈ ગયો અને કળિયુગમાં ધર્મ એક પાદવાળો રહ્યો. આ યુગમાં ભગવાન વિષ્ણુએ વ્યાસના રૃપમાં શરીર ધારણ કર્યું અને વેદોનું વિભાજન કરીને પોતાના શિષ્યોને ભણાવ્યા.
એમણે ઋગ્વેદ પેલને ભણાવ્યા, જૈમિનીને સામવેદ ભણાવ્યો અને સુમંતુને અથર્વવેદ ભણાવ્યો તથા મહામુનને યજુર્વેદ ભણાવ્યો.
એના પછી એમણે વૈશપાયનની સાથે અઢાર પુરાણોનો અભ્યાસ કરાવ્યો. આ બધા પુરાણોના પાંચ લક્ષણ છે. એમાં સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વંતરોનું વર્ણન અને અનેક વંશોના ચરિત થાય છે.
દ્વાપર યુગના અંતમાં ભૂમિના ખૂબ જ ભારે ભારને ભગવાન હરિએ દૂર કર્યો હતો, જ્યારે ધર્મનો ફક્ત એક જ પાદ ત્યાં સ્થિર રહ્યો હતો. એ સમયે ભગવાન અચ્યુતે કૃષ્ણાવતાર ધારણ કર્યો. એ સમયે મનુષ્યોના આચાર ખૂબ જ દૂષિત થઈ ગયા. આ યુગમાં દયા નથી રહેતી અને સત, રજ અને તમ એ ગુણ બધા કાળથી સંપ્રેરિત થઈને આસ્થામાં પરિવર્તિત થઈ જાય છે.
જે સમયે સત્વની અધિકતા રહે છે અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ જ પ્રકારની હોય છે, એ સમયે કૃતયુગ જવવું જોઈએ. મનુષ્ય એ સમયે જ્ઞાન તથા તપસ્યામાં રત રહ્યાં કરે છે. જે સમયે દેહ ધારિક રતિ કામ્ય કર્મોમાં ભકિત્ વશમાં થયા કરે છે એ સમય ત્રેતાયુગ હોય છે.
હે શૌનક, આને રજોગુણની ઉત્પત્તિનો વૈભવ જ સમજો. જે સમયે લોકો અસંતોષ, માન, દંભ, મત્સર અને ફક્ત કામનાથી યુક્ત કર્મ થાય છે, એને દ્વાપર યુગ સમજો. એનાથી રજોગુણ અને તમોગુણની જ પ્રબળતા રહે છે. જે સમયે હંમેશાં મિથ્યા, તંદ્રા, નિંદ્રા અને હિંસા વગેરેના સાધન હોય છે તથા શોક,મોહ, ભય, દૈન્ય થયા કરે છે, તે કળિયુગ કહેવામાં આવ્યો છે. જનપદ દસ્યુઓ દ્વારા આક્રાંત થાય છે, અને વેદ પાંખડ દ્વારા દૂષિત થઈ જાય છે, આ બધો કળિયુગનો પ્રભાવ છે.
કળિયુગમાં રાજાગણ પ્રજાજનોમાં શિક્ષાની યાચના કરે છે અને આ બધા શિશ્ન તથા ઉદરની પૂર્તિમાં જ પરાયણ રહેવાવાળા હોય છે. બ્રહ્મચારી વ્રત રહિત શૌચાવિહિન ભિક્ષુ અને કુટુંબી હશે. જે તપસ્વી, નામધારી પુરુષ હશે તે ગામોની અંદર નિવાસ કરવાવાળા થઈ જશે. સંન્યાસ ધારણ કરવાવાળા લોકો મહાન ધનના લાલચી થઈ જશે. સાધુગણ તે કહેવાશે જેના શરીરનો આકાર નાનો હશે, વધારે આહાર કરવાવાળા અને ચોરી કરવાવાળા હશે. ભૃત્ય પોતાના સ્વામિઓનો ત્યાગ આપ્યા કરશે.
તાપસગણ પોતાના વ્રતોને છોડી દીધા કરશે, શૂદ્ર લોકો દાન ગ્રહણ કર્યા કરશે. વૈશ્ય લોકો તપસ્યામાં પરાયણ થશે. બધા મનુષ્ય ઉદ્વેગથી યુક્ત રહેશે અને બધી પ્રજા પિશાચોના તુલ્ય થઈ જશે. અન્યાયના ભોજન દ્વારા લોકો અગ્નિ દેવાતા અને અતિથિઓનું પૂજન કરશે. જ્યારે કળિયુગ પ્રાપ્ત થશે તો પિતૃગણને કોઈ પણ ઉદક ક્રિયા નહીં કરે.
હે શૌનક, કળિયુગમાં બધા મનુષ્ય સ્ત્રીઓમાં જ પરાયણ અને શૂદ્રપ્રાય થઈ જશે. લોકોને સંતાન વધારે હશે, અને તે બધા ભાગ્યહીન થયા કરશે. સ્ત્રીઓ એવી અભાગિની હશે કે પોતાના માથાના ખંજવાળવામાં તત્પર રહેશે અને ભર્ત્સિત થઈને મોટાઓની આજ્ઞાનું ખંડન કર્યા કરશે.
લોકોમાં પાખંડ એટલું વધારે થઈ જશે કે એમાં અપહૃત થઈને તે મનુષ્ય વિષ્ણુનું પૂજન પણ કરશે નહીં. હે વિપ્રગણ, આ બંનેથી દૂષિત કળિયુગમાં એક જ મહાન ગુણ હોય છે અને તે એ ફક્ત ભગવાન શ્રીકૃષ્ણના કીર્તનથી જ આ કળિયાગમાં બંધનને ત્યાગી શકાય છે. સતયુગમાં યજ્ઞાદિ દ્વારા, ત્રેતામાં જપાદિ દ્વારા તથા દ્વાપરમાં પરિચર્યા દ્વારા જે પુણ્ય ફળ થાય છે તે પૂરું ફળ આ કળિયુગમાં ફક્ત ભગવાન શ્રી હરિના નામ સંકીર્તનથી થઈ જાય છે.
હે શૌનક, આથી ભગવાન હરિનું નિત્ય ધ્યાન તેમજ પૂજન કરવું જોઈએ.
***
અઢારમો અધ્યાય
એના પછી ગરુડજીએ પૂછ્યું - હે ભગવન્! તમે નૈમિત્તિક પ્રલયના વિષયમાં મને બતાવો.
પ્રભુએ એમના પ્રશ્નના જવાબમાં કહ્યું- ૧૦૦૦ વર્ષ સમાપ્ત થવા પર નૈમિત્યિક લય થાય છે અને કલ્પના અંતમાં ૧૦૦ વર્ષ સુધી પાણી નથી વરસતું. એના પછી રૌદ્ર રૃપવાળા સાત સૂર્યના ઉદય થાય છે. તે સૂર્ય બધું જળ પી લે છે અને આખી જગતી સૂકાઈ જાય છે. ભગવાન વિષ્ણુ જ રુદ્ર થઈને સંસારને સળગાવે છે. અર્થાત્ પહેલાં હું ત્રણ લોકનો દાહ કરું છે અને પછી પ્રમુખ વાદળોનું સર્જન કરું છું.
જ્યારે આખું ચરાચર એક થઈ જાય છે અને સ્થાવર જંગમ નષ્ટ થઈ જાય છે, તો હું અનંત આસન પર સૂઈ જાઉં છું. એક હજાર વર્ષ સૂઈ ગયા પછી આ જગતનું સર્જન કરું છું.
એના ઉપરાંત ૧૦૦ વર્ષ પૂરા થવા પર આખા સંસારનો સંહાર કર્યા પછી હું બ્રહ્માંડમાં વિલીન થઈને યોગબળથી મુક્ત થઈ જાઉં છું. એના પછી ૧૦૦ વર્ષ સુધી વરસદા વરસાદોમાં જ વિદ્યમાન રહું છું.
જળમાં નિમગ્ન થઈ જવા પર લગત પતિના અણુ અલગ થઈ જાય છે અને પછી બ્રહ્માની આયુ પૂર્ણ થવા પર સ્પષ્ટ પતિના અણુ અલગ થઈ જાય છે. આ રીતથી આ ભૂમિ જળમાં લીન થઈ જાય છે, જળ તેજમાં લય થઈ જાય છે અને તેજ વાયુમાં લય થઈ જાય છે, વાયુ આકાશમાં અને આકાશ ભૂતાદિમાં પ્રવેશ કરી જાય છે, પછી ભૂતાદિ મહાનમાં અને મહાન પ્રકૃતિ પુરુષમાં લય થઈ જાય છે. આ રીતે વ્યક્ત-અવ્યક્ત ક્રમના ચરાચર વ્યક્ત-અવ્યક્ત થાય છે.
વ્યક્ત-અવ્યક્ત ભાવથી નારાયણ સંપૂર્ણ સૃષિટ્માં પ્રતિભાસિત થાય છે. ભગવાન નારાયણ જ અવતાર ગ્રહણ કરીને પૃથ્વીનો ભાર હરણ કરે છે. એમના સ્વરૃપને અનાદિ અનંત અને અવિકલ્પ કહેવામાં આવ્યું છે. તેઓ જ તત્ત્વ છે અને મનુષ્યને જોઈએ કે તે એમની સમાન જ થઈ જાય.
ભગવાન નારાયણ સ્વશાંતિથી અથવા પોતાની જ યોગમાયાથી રૃપ અરૃપ થતાં રહે છે. એમના અવતારથી ભક્તજન પ્રસન્ન થાય છે. એ દુષ્ટોને ભય લાગેલો રહે છે. જ્યારે તેઓ સૃષ્ટિની કામના કરે છે તો બ્રહ્માને સૃષ્ટિ રચનાનો આદેશ આપે છે અને જ્યારે સંહારની ઇચ્છા થાય છે ત્યારે રૃપ ધાણ કરીને પ્રલય કરે છે.
નારાયણ વાસુદેવ, ચિરંતન, પરમાત્મા, પરબ્રહ્મ અને આ જગતના જન્મ અને વિલય કરવાવાળા છે. તેઓ જ બધા વ્યક્ત અને અવ્યક્ત છે અને તેઓ જ કાળ રૃપમાં વિદ્યમાન રહે છે. વિષ્ણુ વ્યક્ત સ્વરૃપ છે તથા અવ્યક્ત સ્વરૃપ પુરુષ તથા કાળ થાય છે. તેથી તમે બાળકની જેમ ક્રીડા કરવાવાળા સમસ્ત ચેષ્ટાઓને સાંભળો. ભગવાન પુરુષોત્તમ વગેરે અને અંતથી રહિત અને અનંત સ્વરૃપવાળા છે. એમનાથી અવ્યક્ત અને એનાથી આત્મા પણ ઉત્પન્ન થાય છે. એમણે જ બુદ્ધિ, આકાશ, પવન, તેજ, જળ અને ભૂમિનું સર્જન કર્યું. ભગવાન સ્વયં જ નારાયણથી રુદ્ર, હિરણ્ય, અંડ અને એના મધ્યમાં વિરાજમાન રહે છે.
પ્રભુ પહેલાં ઋષિ માટે શરીર ગ્રહણ કરે છે, ચતુર્મુખ બ્રહ્માની રજોગુણની વધારે માત્રા લઈને દેહ, શરીર ગ્રહણ કરે છે. ત્યાર પછી ચર તેમજ અચર જગતનું સર્જન કરવામાં આવે છે. આ જ બ્રહ્માંડના સમસ્ત અંતર્જગતને જેમાં દેવ મનુષ્ય અસુર બધા છે, રચે છે, વિષ્ણુ આત્માને તથા પાલન કરવા યોગ્ય જે પણ છે એનું પાલન કરે છે. પછી અંતમાં હરિ જ સ્વયં સ્રંહતી થઈને આ જતનો સંહાર કર્યા કરે છે. પ્રભુ બ્રહ્માનું રૃપ ધારણ કરીને સર્જન કરે છે. હરિ સ્વયં જ વિષ્ણુના રૃપમાં ફરી આ જગતનું પાલન કરે છે, અને કલ્પના અંતમાં તેઓ પ્રભુ રુદ્ર-રૃપ થઈને સંપૂર્ણ જગતનો વિનાશ કરે છે. વિષ્ણુએ જ સૃષ્ટિના સમયે આ પૃથ્વીને જળના મધ્યમાં ગયેલી જાણીને વારાહ રૃપ ધારણ કરીને પોતાની દાઢથી એનો ઉદ્ધાર કર્યો હતો.
હવે આપણે વેદાદિના સર્ગને સંક્ષેપમાં કહીશું, તમે એને સાંભળો. આ બધાનો મહત્ત્વનો સર્ગ છે. જે બ્રહ્માનું વિરુપ થાય છે, બીજો પંચતન્માત્રાઓનો સર્ગ થાય છે જેને ભૂત સર્ગ કહેવામાં આવ્યો છે. ત્રીજો ઐંદ્રિયક જેને વૈકારિક સર્ગ કહેવામાં આવે છે. આ પ્રકારથી બુદ્ધિપૂર્વક પ્રાકૃત સર્ગ સંભૂત થયા છે, પછી ચતુર્થ મુખ્ય સર્ગ થાય છે, જે મુખ્ય સ્થાવર કહેવામાં આવ્યા છે.
મુખ્ય સ્થાવર ચતુર્થ સર્ગમાં આવે છે. અને તિર્યક્ સ્ત્રોતને તિર્યક્ યોગ્ય સર્ગ કહેવામાં આવે છે, એનાથી ઉર્ધ્વ સ્ત્રોતોમાં છઠ્ઠા સર્ગના નામથી ઓળખવામાં આવે છે, સાતમો માનુષ તથા અઠમો અનુગ્રહ સર્ગ છે. તે સાત્વિક અને તામસ હોય છે. આ રીતે આ પાંચ વૈકૃત સર્ગ હોય છે. ત્રણ પ્રાકૃત સર્ગ કહેવામાં આવ્યા છે. કૌમાર સર્ગ નવમો છે, જે પ્રાકૃત અને વૈકૃત બંને હોય છે. હે ગરુડ! સુરોથી લઈને સ્થાવર પર્યંત ચાર પ્રકારની પ્રજા હોય છે.
સૃષ્ટિની રચના કરવાવાળા બ્રહ્માના માનસ પુત્ર ઉત્પન્ન થયા હતા. એના પછી દેવ, અસુર, પિતૃગણ અને મનુષ્ય- આ ચારેની ઇચ્છા રાખવાવાળા એમના સર્જન માટે એમાં પોતાની આત્માનું અર્ચન કર્યું હતું. એમાં મુક્તાત્મા પ્રજાપતિની માતાથી ઉદ્રિક્તા થઈ હતી. સર્જનેચ્છુના જાંઘથી પહેલા અસુર ઉત્પન્ન થયા હતા પછી એણે તમો માત્રાત્મક શરીરનો ત્યાગ કરી દીધો હતો અને વત તમો ભાવને વ્યક્ત કરીને તનુરાંકરા વિભાવરી થઈ ગઈ હતી. આ રીતે આ કથા પણ મેં સંભળાવી દીધી છે.
હે ગરુડ! જ્યારે અન્ય દેહમાં સ્થિર થઈને સૃષ્ટિના સર્જનની ઇચ્છા કરવાવાળા બ્રહ્મ થયા તો ખૂબ પ્રીતિને પ્રાપ્ત થયા. અને બ્રહ્માના મુખથી સત્વ ગુણના ઉદ્રેકવાળા સુર પેદા થયા, તે સત્વોદ્રિક શરીર પણ એનાથી ત્યાગી દીધું હતું જે દિન થઈ ગયું હતું, ત્યારથી અસુર લોકો રાત્રિમાં બળ સંપન્ન તથા દેવ ગણ દિવસમાં બળવાન થયા હતા. સત્ય માત્રામના અન્ય અંતરના ઉત્સર્ગથી દિવસ અને રાત્રિના મધ્યમાં સ્થિત કરવાવાળી સંધ્યા ઉત્પન્ન થઈ હતી, રજો માત્રાંતરનું ગ્રહણ કરીને જે પ્રકસંધ્યા કહેવામાં આવે છે. એ જ્યોત્સના રાત્રિ દેવસ અને સંધ્યા એના શરીર જ છે. રજો તન્માત્રાનું ગ્રહણ કરીને ક્ષુધા અને કોપ થયા હતા. એ ક્ષુધાથી ક્ષામ તથા રક્ષણથી રાક્ષસોનું સર્જન કર્યું હતું. તક્ષણથી યક્ષ અને કેશ સર્પણથી સર્પ જાણવા જોઈએ.
આ રીતે હે ગરુડ! સૃષ્ટિના આરંભમાં પહેલાં એક મૂળ શક્તિ ત્રણ રૃપોમાં વિભાજિત થઈ, પછી મેં જ બ્રહ્માને સૃષ્ટિની રચનાનો આદેશ આપ્યો હતો. યજ્ઞ વગેરે પછી બ્રહ્માના કોપથી ભૂતાદિની ઉત્પત્તિ થઈ હતી, પછી ગંધર્વ પેદા થયા. તેઓ ગાયન કરતાં ઉત્પન્ન થયા હતા આથી એમને ગંધર્વના નામથી ઓળખવામાં આવે છે. એ પ્રજાપતિએ બકરાઓને પોતાના વક્ષસ્થળથી અને મુખથી બકરીઓને ઉત્પન્ન કર્યા હતા, પોતાના ઉદર અને પાર્શ્વ ભાગોથી ગાયોનું સર્જન કર્યું હતું. બ્રહ્મએ પોતાના પગોમાં ગર્દભ, ઉષ્ટ્ર વગેરેને ઉત્પન્ન કર્યા હતા. એમના રોગોથી સંપૂર્ણ ઔષધિઓ ફળ અને મૂળ થયા હતા.
ગૌ, અજ, પુરુષ, મેષ, અશ્વ, અશ્વતર અને ગર્દભ આ બધાને ગ્રામ્ય પસુ કહેવામાં આવે છે. અરણ્યમાં થવાવાળા પશુ શ્વાપદ, બે ખુરોવાળા, હાથી, વાનર અને પાંચમાં પક્ષી, છટ્ઠા જળમાં રહેવાવાળા પશુ હોય છે. સાતમાં સરીસૃપ જે કે પેટના બળે ચાલે છે.
પૂર્વાદિ બ્રહ્માના મુખોથી ઋગ્વેદ વગેરેની રચના થઈ હતી, મુખથી બ્રાહ્મણ તથા બાહુઓથી ક્ષત્રિય ઉત્પન્ન થયા હતા, ઉરુઓથી વૈશ્ય તથા ચરણોથી શૂદ્ર પેદા થયા હતા.
બ્રાહ્મણોનો બ્રહ્મ લોક, ક્ષત્રિયોનો શાક્ર લોક, વૈશ્યોનો મારુત લોક તથા શૂદ્રોનો ગંધર્વ લોક છે. જે બ્રહચારીઓના વ્રતમા સ્થિત છે એમનો બ્રહ્મલોક થાય છે, ગૃહસ્થોનું પ્રાજપત્ય છે જે યકોત્કત આશ્રયના પાલન કરવાવાળા છે, સાત ઋષિઓના વનવાસીઓના, યતિઓના, અને યદૃક્ષાગામીઓનું સ્થાન હંમેશાં અક્ષય હોય છે.
હરિએ કહ્યું-અહીંયા પર સંસ્થા રચીને પછી માનસ પ્રજા સર્ગ કર્યો હતો, ધર્મ રુદ્ર, મનુ, સનક, સનાતન, ભૃગુ સનન્ત્કુમાર, રુચિ શુદ્ધ, મરીચિ, અદ્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, ઋતુ, વશિષ્ઠ, નારદ, વર્હિષદ, પિતૃગણ, અગ્નિષ્વાત, કબ્યાદ, આજ્યપ, સુકાલી, ઉપહૂત, દિવ્ય, ત્રણ મૂર્તિઓથી રહિત અને ચાર મૂર્તિ યુક્તોનું સર્જન કર્યું હતું. દક્ષિણ અંગુષ્ઠથી દક્ષને બનાવ્યા અને વામાંગુષ્ઠથી એમની પત્નીનું સર્જન કર્યું હતું. દક્ષની એ પત્નીએ શુભ દુહિતાઓને જન્મ આપ્યો હતો. એ કન્યાઓને દક્ષે બ્રાહ્મણ પુત્રોને આપી દીધી હતી તથા સતીને રુદ્રને સોપ્યા હતા. રુદ્રના મહાન શક્તિશાળી અનેકો પુત્ર થયા હતા.
સર્વગુણ સંપન્ન ખ્યાતિ નામની કન્યા દક્ષે ભૃગુને આપી હતી-શુભાએ ભૃગુથી ધાતા અને વિધાતાની રચના કરી હતી તથા શ્રીને ઉત્પન્ન કરી, જે ભગવાન નારાયણની પત્ની થઈ. શ્રીમાં હરિએ સ્વયં બળ અને ઉન્માદને ઉત્પન્ન કર્યા હતા. એના ઉપરાંત પ્રજાની ઉત્પત્તિના ક્રમમાં-મનુની આયતિ અને નિયતિ નામની બે કન્યાઓ હતી, એમણે ક્રમશઃ ધાતા, વિધાતાની પત્ની થયા પછી બે પુત્ર ઉત્પન્ન કર્યા, જેમનું નામ પ્રાણ અને મૃકુંડ હતું. માર્કણ્ડેય મૃકુંડના થયા, બ્રહ્માના પુત્ર મરીચિની પત્ની સંભૂતિએ પૌર્ણમાસને ઉત્પન્ન કર્યો હતો, પૌર્ણમાસના વિરજ અને સ્વર્ગ નામના બે પુત્ર થયા. સ્મૃતિએ અંગિરાથી પુત્ર તથા કન્યાઓ પેદા કરી, જેમના નામ ક્રમશઃ વિનીવાલી, કુહૂ, રાકા તથા અમુમતિ હતા. અનુસૂયાએ અત્રિ મુનિથી કલ્મષ રહિત પુત્રો, સોમ દુર્વાસા તથા દત્તાત્રેયને ઉત્પન્ન કર્યા હતા. પુલસ્ત્યની પત્ની પ્રીતિથી દતીલિ પેદા થયા હતા. એમને ત્યાં ક્ષમાસેત કર્મ્મણ, અર્થકીર સહિષ્ણુ આ ત્રણ પુત્ર ઉત્પન્ન થયા હતા. ઋતુની પત્ની સુમતિએ વાલખિલ્યને જન્મ આપ્યો, જે અર્ધ્વરેતસ વાલખિલ્ય થયો હતો. આ બધા ઋષિગણ ૬૦ સહસ્ત્ર થયા હતા. ઊર્જામાં વશિષ્ઠ મુનિએ સાત પુત્રોને જન્મ ગ્રહણ કર્યો હતો- રજ, ગાત્ર ઉર્ધ્વબાહુ, શરણ, અન્ધ, સુતપા અને શુક્ર આ બધા સપ્તર્ષિ માનવામાં આવ્યા હતા.
આ સપ્તર્ષિઓએ તપ કરીને આકાશમાં અવિચળ રહેવાનું વરદાન પ્રાપ્ત કરી લીધું. પછીથી દક્ષ પ્રજાપતિએ પોતાની પુત્રી સ્વાહાને શરીરધારી અગ્નિદેવને આપી હતી. હે ખગ! અગ્નિદેવે સ્વાહાથી ત્રણ પુત્ર પાવક, પવમાન, શુચિને પ્રાપ્ત કર્યા હતા. તેઓ દાનો બ્રહ્મવાદિની હતી-મૈના તો હિમવાનની પત્ની બની. એના પછી બ્રહ્માએ આત્માથી સંભૂથ સ્વાયંભુવને સૌથી પૂર્ણ પ્રજાના પાલન માટે ઉત્પન્ન કર્યો. પછી સ્વાયંયભુવે તપના બળથી સમસ્ત કલ્મષોનો વિનાશ કરવાવાળી શતરુપા નામની સ્ત્રીને પોતાની પત્નીના રૃપમાં સ્વીકાર કરી હતી. શતરૃપાએ બે પુત્ર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ, તથા બે પુત્રી આકૂતી તેમજ સંજ્ઞા નામની સ્વાયંભુવથી ઉત્પન્ન કરી. એક ત્રીજી કન્યા હતી જેનું નામ દેવહૂતિ હતું. એ ત્રણેય પુત્રીઓમાં મનુએ આકૂતિના લગ્ન રુચિથી કરાવી દીધા. પ્રસૂતિને પ્રજાપતિ દક્ષને આપી દીધી તથા કર્દમ મુનિને દેવહૂતિ પ્રાપ્ત થઈ હતી. રુચિથી યજ્ઞ ઉત્પન્ન થયો, યજ્ઞએ દક્ષિણામાં બાર પુત્રો પેદા કર્યા જેમાં યમ નામવાળો પુત્ર મહાન હતો.
આકૂતિએ દક્ષિણ અને યજ્ઞને પરી યજ્ઞએ દક્ષિણથી ૧૨ પુત્રોને જન્મ આપ્યો, દેવહૂતેએ પણ અનેક સંતાનો ઉત્પન્ન કરી. દક્ષની ૨૪ કન્યાઓ ઉત્પન્ન થઈ એમાં એણે શ્રદ્ધા, લક્ષ્મી, ધૃતિ, તુષ્ટિ, પુષ્ટિ, મેઘા, ક્રિયા, બુદ્ધિ, લજ્જા, વાયુ, શાન્તિ, સિદ્ધિ અને કીર્તિ આ ૧૩ પુત્રીઓને યમના આપી દીધી. અને બાકી ખ્યાતિ, પ્રભૂતિ, સ્મૃતિ, પ્રીતિ, ક્ષમા, સન્તતિ, અનુરૂપા, સ્વાહા અને સ્વધાને ભૃગુ ભવ, મરીચિ, અંગિરા, પુલસ્ત્ય, ઋતુ, અત્રિ, વશિષ્ઠ, ધન્ય અને પિતાને ક્રમ રૃપમાં સોંપી દીધી. એના પછી તો વિષ્ણુની કૃપાથી અસંખ્યા સૃષ્ટિ ઉત્પન્ન થઈ.
હરિએ કહ્યું કે હું વધારે વિસ્તારથી સૃષ્ટિ રૃપની વ્યાખ્યા કરું છું. નિર્ગુણ ભગવાન શિવનું ડાબુ અંગ વિષ્ણુ છે, બ્રહ્મા એમનું સવ્ય અંગ છે અને એમનું હૃદય રુદ્ર છે. આ જ ક્રમથી ત્રણ ગુણ સત્, રજ અને તમની સ્થિતિ છે. શિવજીની જ સતોગુણી માયા સતી, રજોગુણી માયા સરસ્વતી અને તમોગુણી માયા લક્ષ્મી છે. સતોગુણી માયાના સતી રૃપમાં શિવજીથી લગ્ન થયા છે, જેણે પોતાના પિતાના યજ્ઞમાં પોતાના પતિ શિવ (રુદ્ર)ને ભાગ લેતા ન જોઈને એ જ સમયે પોતાના પ્રાણોનો ત્યાગ કરી દીધો હતો. એના પછી દેવતાઓની પ્રાર્થના પર એમણે હિમાચલના ઘરમાં પાર્વતીના રૃપમાં પુનઃ જન્મ લીધો અને તપસ્યા કરીને શિવજીને પ્રાપ્ત કર્યા.
પાર્વતીના અનેક નામ છે. એમાં મુખ્ય છે કાલિકા, ભદ્રા, ત્રિજ્યા, જયા, જયન્તિ, ચંડિકા, દુર્ગા, ભગવતી, ચંડિકાલી, ભદ્રકાળી, અંબા, સર્વમંગળા વગેરે. આ પ્રકારે આ ત્રણેય દેવીઓએ (સરસ્વતી, સતી અને લક્ષ્મી) ત્રણેય દેવોથી મળીને ત્રિગુણમયી સૃષ્ટિની ઉત્પત્તિ કરી. શિવજીની આજ્ઞાથી જ મેં સૃષ્ટિની ઉત્પત્તિ કરી. શિવજીની આજ્ઞાથી જ મેં સૃષ્ટિની રચના કરી, હું તો ફક્ત નિમિત્ત માત્ર છું. સૃષ્ટિના કર્તા, ધર્તા અને હર્તા સાક્ષાત્ ભગવાન નારાયણજી જ છે. આ જ ભગવાન નારાયણની પૂજા સર્વોત્તમ ફળદાયિની છે.
એના પછી સૃષ્ટિનો કર્મ બતાવતા હરિએ કહ્યું- શ્રદ્ધાથી કામ, ચલાથી દર્પ, ધૃતિથી નિયમ આત્મા, તૃષ્ટિથી સંતોષ અને પુષ્ટિથી લોભ પેદા થયા. મેઘાએ શ્રુતક્રિયાસથી દંડ લય વિનય, બુદ્ધિથી બોધ તથા લજ્જાએ વિનયને પાદે કર્યા. ઋષિએ સુખને, કીર્તિએ યશને ઉત્પન્ન કર્યા, આ પ્રકારે આ બધા ધર્મના પુત્ર થયા હતા. કામની પત્ની રતિ તથા એમનો પુત્ર થયો જેનું નામ હર્ષ હતું.
પ્રજાપતિ દક્ષના અશ્વમેઘ યજ્ઞમાં રુદ્ર અને સતી સિવાય બધા લોકો સપત્નીક પધાર્યા હતા. સતીને ત્યાં પહોંચવા પર એમને અપમાનિત થવું પડ્યું. કેમ કે તેઓ યજ્ઞમાં આમંત્રિત ન હતી. એમણે પોતાના અપમાનના કારણે યજ્ઞમાં દેહનો ત્યાગ કરી દીધો અને એના પછી હિમાલયને ત્યાં પાર્વતી બનીને ઉત્પન્ન થઈ, અને ગણેશ તથા કાર્તિકેય ઉત્પન્ન થયા.
એના પછી ઉત્તાસનપાદની પત્ની સુરુચિથી ઉત્તમ નામવાળો પુત્ર થયો, સુનિતિથી ધ્રુવ પેદા થયા. ધ્રુવએ નારદ મુનિના આશીર્વાદથી દેવાધિદેવ જનાર્દનને પ્રસન્ન કરીને ઉત્તમ પદ પ્રાપ્ત કર્યું હતું.
ધ્રુવનો પુત્ર શ્રૃષ્ટિ મહાન પરાક્રમી તથા બળશાળી હતો, શ્રૃષ્ટિનો પુત્ર પ્રાચીન બર્હિ થયો તથા એનો પુત્ર દિવંજય તથા દિબંજયનો પુત્ર રિપુ, રિપુનો પુત્ર ચાક્ષુષ મનુ થયા, ચાક્ષુસનો પુત્ર રુદ્ર, રુદ્રના શ્રીમાન અંગ થયા. અંગનો પુત્ર વેણુ જેનો હવન મુનિઓએ કુશાઓથી કરી દીધો હતો. વેણુઓના ઉરુઓના મંથનથી એક પુત્ર થયો, જે ખૂબ નાનો તથા કૃષ્ણ અંગવાળો હતો. એનો જન્મ થતાં જ નિષીદનું ઉચ્ચારણ થયું હતું, આથી તે નિષાદ થઈને વિંધ્ય પર્વત પર રહેવા લાગ્યો હતો, તદુપરાંત દેવતાઓએ વેણુનો જમણો હાથ સહસા મંથન કરીને પુત્ર ઉત્પન્ન કર્યા જે વિષ્ણુના સ્વરૃપ હતા. વિષ્ણુ સ્વરૃપ એ પુત્રનું નામ પૃથુ હતું અને આ જ પૃથુના પ્રભાવથી વેણુ સ્વર્ગ ગયા હતા. પ્રજા માટે પૃથુએ પૃથ્વીનું દોહન કર્યું હતું. પૃથુના પુત્ર અન્તર્ધાન તથા એમનો પુત્ર હવિર્ધાન થયો.
એના ઉપરાંત રાજા બર્હિએ લવણ સાગરની પુત્રી સાથે લગ્ન કર્યા અને પછી ધનુર્વિદ્યા જાણવાવાળા વિદ્વાન પુત્રને ઉત્પન્ન કર્યા. એમણે ખૂબ જ તપ કર્યું અને તપ પછી પ્રજાપતિનું પદ પ્રાપ્ત કર્યું.
મારીષા નામની એમની પત્ની હતી અને એ પત્નીથી દક્ષ ઉત્પન્ન થયા, દક્ષે પ્રજાપતી વીરણની પત્ની અસિકલીથી લગ્ન કરીને બીજા એક હજાર પુત્ર ઉત્પન્ન કર્યા હતા, એ યુગવીતરાગી થઈ ગયા. એના ઉપરાંત પછી પુત્ર થયા અને તેઓ પણ વીતરાગી થયા. પછી દક્ષે નારદને શ્રાપ આપ્યો કે તૂં જન્મ ગ્રહણ કરીશ. કેમ કે નારદના કારણે જ પહેલા પુત્ર વીતરાગી થઈ ગયા હતા.
નારદે કશ્યમ મુનિને ત્યાં જન્મ લીધો અને પછી દક્ષે સાંહીઠ કન્યાઓ ઉત્પન્ન કરી.
આ કન્યાઓમાં બે અંગિરાને આપી, બે વૃશાશ્વને અને ધર્મને દસ કન્યાઓ આપી, અને એના પછી કશ્યપ મુનિને તેર કન્યાઓ આપી અને ચંદ્રમાને સત્યાવીસ. આ જ રૃપમાં પ્રજાનો વિકાસ થતો રહ્યો. કશ્યપની પત્નીઓના નામ આ પ્રકારે છે- અદિતિ, દિતિ, દનુ, કાલા, અનાયુ, સિંહિકા, કંદ્રૂ, પ્રાધા, ઇરા, ક્રોધા, વિનીતા, સુરભિ અને ખગા.
વિશ્વાથી વિશ્વદેવ ઉત્પન્ન થયા તથા સાંધ્યાથી સાંધ્યગણ, ભાનુથી ભાનુગણ, મુહૂર્તાથી મુહૂર્ત, લમ્બાથી ઘોષ તેમજ યામિથી નાગવીથિ તથા સંપૂર્ણ પૃથ્વી અરુંધતિથી ઉત્પન્ન થઈ હતી, સંકલ્પનાથી સર્વાત્મા સંકલ્પ પેદા થયા. આઠ નામોના વસુગણ આ પ્રકારે છે- આપ, ધ્રુવ, સોમ, ધવ, અનિલ, અનલ, પ્રત્યૂષ તથા પ્રભાષ. તમારા પુત્ર વૈતુય, શ્રમ, શ્રાંત તથા ધ્વનિ થયા હતા, ધ્રુવના પુત્ર ભગવાન કાળ થયા, લોભના પુત્ર વર્ચા થયા. જેનાથી વર્ચસ્વી પેદા થયા. ધ્રુવના પુત્ર દ્રુહિણ હુત તથા હવ્યવહ થયા, મનોહારાથી શિશિર પ્રાણ તથા રમણ ઉત્પન્ન થયા હતા.
એના સિવાય અનિલ અને શિવાના વંશમાં અન્ય લોકોનો જન્મ થયો અને હિરણ્યકશ્યપ અને હિરણ્યાક્ષના વંશની વૃદ્ધિ એક તરફ થઈ અને દેવતાઓનો વિકાસ થયો. દાનવ વંશની પરંપરા હિરણ્યાક્ષના પુત્રોથી લઈને વૈશ્વાનરની પુત્રીઓ પુલોમ અને કાલકાના સંતાનોમાં વિકસિત થયેલી વિનીતાના બે પુત્રો ગરુડ અને અરુણાથી આગળ વિકસિત થઈ. કદ્રૂએ સર્પવંશને જન્મ આપ્યો, જેમાં વાસુકિ અને તક્ષક પ્રધાન થયા, ક્રોધાએ પિશાચોને જન્મ આપ્યો અને સુરક્ષિના ગર્ભથી ગૌ તથા મહિષ પેદા થયા.
આ વંશ પરંપરામાં ઓગણપચાસ મરુદેવ પણ થયા, જેમના નામ આ પ્રકારે છે - એકજ્યોતિ, દ્વિજ્યોતિ, ત્રિજ્યોતિ, ચતુર્જ્યોતિ, એક શુક્ર, દ્વિશુક્ર, ત્રિશુક્ર, બહાબલ, ઈદ્દક, અવાદ્દક, સદ્દક, પ્રતિસદ્દક, નિત્ત સમિત મહાબળવાન, ઋજિત, સત્યાજિત, સુષેણ, સેનાજિત, અમિત્ર, અમિમિત્ર, દૂરમિત્ર, અજિત ઋતુ, ઋતુધર્મા, વિહર્તા, વરુણ, ધ્રુવ વિધારણ, વહચતુર્થ, એકગણ, કથિત, ઇદ્દક્ષ, એતાદૃક્ષ, મિતાસન, એવન, પ્રસદક્ષ, સુરત, મહાતપ્પા, તાદૃગુગ્ર, ધ્વનિ, ભાસ, વિયુક્ત વિક્ષિપ, સહ, દ્યુતિવમ બલાધુષ્ય, લાભકામીજય, વિરાટ, ઉદ્વેષણ, ગણનામ, સપ્તમ વાયુસ્કંધ.
અમે આ સૃષ્ટિનું વૃત્તાંત બતાવ્યું, સર્વપ્રથમ અમૈથુનીય રચના પછી મૈથુનીય સૃષ્ટિ થઈ. અસુર અને સુરો હરિભજન કર્યું અને ભગવાન એમના પર પ્રસન્ન થયા તથા એમના આશીર્વાદ લઈને પોત-પોતાના લોકમાં રહેવા માટે ચાલ્યા ગયા.
***
ઉપસંહાર
ગરુડ પુરાણમાં ધર્મસાર કથન, યમપુરી વર્ણન અને પ્રેતયોનિ વર્ણનની મહત્તા છે. એના પ્રમુખ વક્તા ભગવાન નારાયણ ખુદ છે અને શ્રોતા એમના વાહન શ્રી ગરુડ. પરંતુ મધ્યમાં અન્ય શ્રોતા અને વક્તાઓનું અસ્તિત્વ પણ છે! એમાં ભગવાન વ્યાસ, શૌનકજી, સૂતજીની પ્રમુખતા છે પરંતુ એનાથી પણ મહત્ત્વ ઉમા અને ભગવાન શંકરના શ્રોતા-વક્તા હોવાનું મહત્ત્વ છે.
વસ્તુતઃ આપણા સમાજમાં આ પ્રશ્ન વધારે મહત્ત્વપૂર્ણ અને દ્વન્દ્વમય છે કે પૂર્વજન્મ, જન્મ જન્માંતરનું અસ્તિત્વ છે કે નહીં. ભારતીય મનીષા જન્મ જન્માંતરોનું અસ્તિત્વ માને છે અને એના અનુસાર કર્મવિધાન પર વ્યાપક રૃપથી લખવામાં આવ્યું છે.
આધુનિક વૈજ્ઞાનિક યુગમાં પણ જન્મોની પરિકલ્પના પર વિશ્વાસ થતો જઈ રહ્યો છે, તેમ છતાં એનો વિરોધ પણ ઓછો નથી થઈ રહ્યો. પણ કર્મફળ આપણી આત્માની ચેતનાનું એક અંગ છે. એનું વિશદ વર્ણન એથી પણ કરવામાં આવે છે કે મનુષ્ય સત્યાચરણ પર વધારે ધ્યાન આપે. કર્મફળ પ્રારબ્ધથી જોડાઈને મનુષ્યની જીવનશક્તિ ઓછી નથી થતી. એને પોતાના કર્મફળ માટે સંતોષ કરવાને કારણે શાંતિ મળે છે.
આ સંપૂર્ણ સંસાર અવિનાશી છે. વિનાશ એક વસ્તુનો પણ નથી થતો, એનું રૃપાંતરણ થાય છે. માનવ શરીરથી આત્મા મુક્ત થવા પર એનો ફરીથી જન્મ લેવો પ્રશ્ન થઈ શકે છે પણ એ જ કે તે કયા રૃપમાં આવે છે? પણ તે ફરીથી જરૃર થાય છે. જ્યારે આપણે પોતાના સ્વાભાવિક જીવનમાં કરેલા ફળ ભોગવીએ છીએ તો એનો વિશદ ભાવભૂતિ પર સ્વીકાર કરવામાં આપત્તિ શું છે?
***