Foram - Prem ni pratiksha in Gujarati Fiction Stories by Yogesh chandegara books and stories PDF | ફોરમ - પ્રેમ ની પ્રતિક્ષા

Featured Books
Categories
Share

ફોરમ - પ્રેમ ની પ્રતિક્ષા

" ફોરમ " પ્રેમ ની પ્રતિક્ષા....

એક અનોખી નવલકથા

" ગુજરાતી હાસ્ય નવલકથા " કોલેજ ની છેલ્લી બેન્ચ "

યોગેશ ચાંદેગરા ( યુગ )

હું આમ તો હું ખુદ ને એક સારો લેખક તો ના કહી શકું, પણ હા એટલું જરૂર કહી શકું કે હું જે લખું છું એ મને તો સારું જ લાગે છે. આમ પણ કહેવાય છે ને કે પોતનું હોય એટલે આપણે સારું જ લાગે છે, પારકા ને એ સારું લાગે એ મહત્વનું છે. મેં એક " કોલજની છેલ્લી બેન્ચ " અને એક " હમારી અધુરી કહાની " આ બંને સ્ટોરી ની સફળતા બાદ એક અનોખી લવ સ્ટોરી આપણી સમક્ષ રજુ કરી છે. હા ! હું માનું છું કે ઘણા ને ના પણ પસંદ આવે પણ એવું જરૂરી નથી કે બધાં ને ના પણ ગમે. વાંચકો ઉપર નિર્ભર કરે છે કે એ સ્ટોરી ને કેટલો સમજી શક્યો છે. મારી આ નોવેલ એપિસોડ માં પણ કાંઈક એવું જ છે. તમને શરૂવાત માં થોડીક બોરીગ લાગશે પણ જેમ તમે વાંચતા જશો તેમ સ્ટોરી તમને પકડી રાખશે...

જો તમને સ્ટોરી સારી લાગે તો આપણા રિવ્યૂ આપજો અને જો ખરાબ લાગે તો તમને જે મન માં આવે તો કહી દેજો પણ કંઈક કેજો તો ખરી. આમ પણ આપણે તો ગુજરાતી છીએ એટલે બોલવા માં તો કોઈ ને ના પોહચવા દઈ.

સંપર્ક - E- mail yogeshchanadegara@gmail.com

Whatsapp - 8155043932 ( વોટ્સએપ ના ગ્રુપ માં જોડવો અને રોજ નવી સાહીત્ય તથા લેખકો ની માહિતી મેળવો..

" સંદેશ "

આ નવલકથા નો હેતુ એ છે, કે જિંદગી માં જયારે પણ તક મળે એ ઝૂંટવી લેવી કારણ કે એક વાર જે સમય ચાલ્યો ગયો એ કાયરે પાછો નથી આવતો.

મેં આ ખુદ અનુભવ્યું છે. કારણ કે મને ખબર છે કે એક ભૂલ આપણી જિંદગી બદલી શકે છે. છેવટે અફસોસ કર્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. એટલે જ પેહલા ભણવામાં પછી પ્રેમ માં કારણ કે પ્રેમ રો ગમે તે ઉંમર થઈ શકે પણ જો એક વાર ભણવાની ઉંમર ચાલી ગઈ એ કાયરે પાછી નથી આવતી એટલે જ સ્કૂલ ના દિવસો માં અને કોલેજ લાઈફ માં ત્યારે આપણું ધ્યાન ભણવામાં જ હોવું જોઈએ. જે કરો એ તમારું વિચારી ને કરો. પ્રેમ તો આજે છે ને કાલે નફરત માં પણ બદલી શકે પણ એક બેસ્ટ ફ્રેન્ડ તમને કયારે ના છોડી શકે.

"અર્પણ"

આ બુક એ એવા બધાં વ્યક્તિઓ ને સમર્પિત છે. જેને પોતાની જિંદગી માં એ સમય ને ગુમાવી દીધો છે, જ્યારે એ સમય એના માટે કિંમતી હતો.

" વિશેષ આભાર "

આ નવલકથા નું નામ આપનાર મારો ફ્રેન્ડ " સંકેત "....

" ફોરમ "

( પ્રેમ ની પ્રતિક્ષા )

મને જો સૌથી વધુ કાંઈ ગમતું હોય તો તે ઉનાળા નું વેકેશન છે. આજે પણ મને યાદ છે. મારા એ સ્કૂલ ના દિવસો ને હું ક્યારે પણ નહીં ભુલીશ. હું જયારે ૧૦ ધોરણ માં આવ્યો ત્યાર થી જ મેં ડાયરી લખવા નું ચાલું કર્યું . એ ડાયરી મારી પાસે હજી પણ છે, તું જાણવા માંગે છો ને કે ફોરમ કોણ છે...?

" ફોરમ " જેવું તેનું નામ છે તેવો જ તેનો સ્વાભાવ હતો. જ્યાં પણ એ જાતી ત્યાં પોતાની સુંગધ ફેલાવી ને જ આવતી. તેનું વ્યક્તિવ જ એવુ હતું કે જ્યાં એ હોય છે ત્યાં ગમ માટે કોઈ જગ્યા જ નથી હોતી, બસ એ જ્યાં હોય ત્યાં ખુશી નો માહોલ બની જાતો. ફોરમ હજી ૧૫ વર્ષ ની હતી ત્યારે એ એટલી સુંદર હતી કે તેને શબ્દો માં પણ વર્ણન ના કરી શકીએ. મને આજે પણ અમારી પેહલી મુલાકાત યાદ છે.

૧૬ એપ્રિલ ૨૦૧૨.

' કેશોદ ' ગુજરાત

ક્રિષ્ના પાર્ક શેરી નં ૧૦૧

બપોર ના ૧ :૩૦ વાગ્યે હું કેન્ડી લેવા જતો હતો. આમ તો મને આદત જ પડી ગઈ કે જમ્યા પછી કેન્ડી ખાવી જ જોયે એટલે હું મારી સાઇકલ લય ને નીકળી ગ્યો. હું તો મારી મોજ માં જ હતો અને આપણે જ્યારે મોજ માં હોય ત્યારે એની માં ને સામે કોણ આવ્યું એ ખબર જ ન પડે પછી ઠોકતાં વાર પણ ના લાગે જેનું જે થવું હોય તે થાય. હું કેન્ડી લઈ ને હવે ઘરે જતો હતો ત્યારે મારી સાઇકલ સાવ સ્લો ચાલતી હતી કારણ કે હાથ માં હતી કેન્ડી અને જો એ પડી ગઈ તો ધકો માથે પડે એના કરતાં શાંતિ થી જાવું સારું આમ પણ મારા બાપા ની ક્યાં જાન વઇ જાય છે. હું તો મારી મોજ માં ધીરે ધીરે સાઇકલ ચલાવતો હતો ત્યાં કોઈક મને બોલાવ્યો.

" મી. એક્સક્યુસમી ક્રિષ્ના પાર્ક કહા પર હે ?

( હું તો વિચાર માં પડી ગયો કે કોઈ છોકરી મને ભાઈ કહી ને પણ ના બોલાવે ને આ કોણ છે ? જે મને મિસ્ટર કહી ને બોલાવે છે.

પાછળ ફરી ને જોયું તો મારી તો આંખો ખુલી ને ખૂલી જ રહી ગઈ.. અરે યાર શું એ છોકરી હતી જોતા જ મારું મન મોર બની ને થનગનાટ કરવા લાગ્યું હતું. જેમ હું ખમણ ઢોકલા ને જોય ને તેની તરફ દોડવા લાગું તેમ હું આને જોય ને તેની તફર દોડવા લાગ્યો. હું તેની નજીક ગયો. મેં તેનાં સામે જોયું તો સૌથી પેહલી નજર તેની આંખો પર ગઈ, તેણી આખો એકદમ ભૂરી અને એમાં પણ એના વાળ કર્લી અને રૂપાળી તો એટલી હતી કે એક તમાચો મારો તો લાલ ટમેટા જેવી થઈ જાય.

( હું તો એક જ નજર તેની સામે જોતો હતો તેનાં સિવાય મને બીજું કાંઈ દેખાતું ના હતું કે ના તો કાંઈ સંભળાતું હતું.)

" મેં ને આપકો કુછ પૂછા હૈ. ક્યાં આપ કો પતા હૈ કી ક્રિષ્ના પાર્ક કહા પર હૈ ?

( એ બિચારી ક્યાંર ની મને પૂછતી હતી, એને એમ હતું કે હું તેની ભાષા નથી સમજતો પણ એ ગાંડી ને કોણ સમજાવે કે હું તો પેહલી જ નજર માં તારા પ્રેમ માં પડી ગયો. ગુજરાતી એને બોલતા નોહતું આવડતું તો પણ એને બોલવા ની ટ્રાય કરી. " અરે જયારે એ ગુજરાતી બોલી તો કેટલી કયુટ લાગતી હતી એની બોલી એટલી મીઠી હતી કે જાણે ગુલાબ જાંબુ ની ચાસણી હોય."

" ક્રિષ્ના પાર્ક ક્યાં આવ્યું છે...?

( હું એનાં મોઢે થી ગુજરાતી સાંભળીને ભાન માં આવી ગયો.)

મેં એને પૂછ્યું " આપ ક્રિષ્ના પાર્ક મેં હી હો લેકિન આપ કો કોનસી સોસાયટી મેં જાના હૈ ?

( એ વિચાર માં પડી ગઈ એને તેનાં પર્સ માં થી એક ફોટો કાઢ્યો અને મને બતાવ્યો અને એને મને કહ્યું કે મારે આ અંકલ ના ઘરે જાવા નું છે. હું એ ફોટો જોય ને ગાંડો થઈ ગયો કારણ કે એ અંકલ બીજું કોઈ નહિ પણ મારા જ પાપા હતા. ભગવાન પણ જાણે મારી સાથે હોય તેવું લાગતું હતું. મમ્મી એ મને આજે જ કહ્યું હતું કે મુંબઈ થી મહેમાન આવી રહ્યા છે. જે હવે થી આપના જ બીજા ઘર માં રેન્ટ પર રહેવા ના છે. મેં તેનો હાથ પકડી લિધો અને કહ્યું. )

" ચલ મેરે સાથ આ જા તુમે જીસકે ઘર જાના હૈ વોહ મેરા હી ઘર હૈ.. મેરી સાઇકલ કે પીછે બેઠ જા.

" નહિ મુજે ડર લગતા હૈ. ક્યાં પતા તુમ મુજે ગિરા દોગે તો ઔર એક બાત મેં કૈસે માન લૂ કી તુમ સચ હી બોલ રહે હો.

( મેં તેને મારા વોલેટ માંથી ફેમલી ફોટો દેખાડ્યો પછી એ માની અને મારી સાથે આવી. )

હું ઘરે ગયો તો મારી કેન્ડી જ ઓગળી ગઇ જેના માટે ગ્યો તો એ તો સાવ પાણી માં જ ગયું. અફસોસ ના હતો કારણ કે કેન્ડી ના બદલા માં મને આ જો મળી હતી. ઘરે અંદર જતા જ મેં બૂમ પાડી " મમ્મી જો હું કોણે લઈ ને આવ્યો છું "

મેં અંદર જોયું તો અંદર પહેલે થી જ તેના મમ્મી પાપા મારા ઘરે પોહચી ગયાં હતાં.

સારું થયું " વ્યોમ " કે તું " ફોરમ" ને તારી સાથે જ લઈ આવ્યો.. બધાં ક્યાંર ના ચિંતા કરી રહ્યા હતાં કે ફોરમ ક્યાં ચાલી ગઈ ?

મમ્મી " ફોરમ " આ નામ તો મેં કાયક સાંભડયું છે..??

" અરે મારા દીકરા તું આ તારી " ફોરમ " ને ભૂલી ગયો જેની સાથે તું ઘરઘોટલા રમ્યો, આ એ જ તારી વાંદરી છે,જે રોજ બપોર ના ૨ : ૩૦ વાગ્યાં નથી અને તને બોલવા આવી નથી કે વ્યોમ ચાલ ને ઘર ઘર રમીએ.

" ફોરમ " આ મારો લાલુ તો તને ના ઓળખ્યો પણ તું પણ આને ના ઓળખી ??

" કૃતિકા આંટી " હું તો આ વાંદરા ને ત્યારે જ ઓળખી ગઈ હતી જયારે મેં તેના હાથ માં રાસ બૈરી કેન્ડી જોઇ, હું તો જાણી જોય ને તેની સામેં મસ્તી કરતી હતી.

ફોરમ અને હું બનેં સોસાયટીમાં માં ગયા. હવે તો ફોરમ મારી સાથે જ રહેવા ની છે. ફોરમ અને હું જ્યારે ઘર ઘર રમતા ત્યાર થી જ એ મને બોવ જ ગમતી હતી, પણ હું ક્યારે એને કહી ના શક્યો . જયારે એ ૭ std માં આવી તો એ અચાનક મુંબઈ ચાલી ગઈ ત્યાર પછી મારી ફોરમ સાથે વાત જ નોહતી થઈ.

" ફોરમ " મારી લાઈફ ના સેલીબ્સ નું ફેવરિટ ચેપ્ટર. હું અને ફોરમ બંને બાળપણ ના ફ્રેંડ હતા, ફોરમ મારા વિના કશું પણ ના કરતી, એક પલ પણ તે મારા વિના ના રહી શકતી, જ્યાં હું હોવ છું ત્યાં ફોરમ મારી પાસે જ હોય છે, જેમ ભમરો ફૂલો ને નથી છોડતો તેમ ફોરમ મારા થી નથી દૂર થતી. બાળપણ થી જ તે મને કહેતી કે હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરિશ.

" ફોરમ નું સ્કૂલ માં એડમીશન "

દીવાળી નું વેકેશન પૂરું થયું અને હવે ૧૦ ધોરણ નું હવે લાસ્ટ સેમસ્ટર હતું .. ટેનસન તો બોર્ડ ની પરીક્ષા માં આવશે ત્યારે સોટ થઈ જશે એટલે બોર્ડ પરીક્ષા પેહલા જેટલી મોજ કરવી હોય તેટલી કરી લઇએ. અમારી સ્કૂલ બોયર્સ એન્ડ ગલર્સ બને સાથે જ રહેતા પણ જયારે બ્રેક પડતો ત્યારે જુદા થઈ જાવા નું બને નું અલગ ગ્રાઉન્ડ હતું. સ્કૂલ ની શરૂવાત ૭ am થતી . પ્રાર્થના પુરી થયા બાદ પહેલો પિરિયડ અમારા કલાસ ટીચર " ઉષા મેડમ " નો હોય . આજે ફોરમ નો પહેલો દિવસ હતો એટલે હું આજે તેને મારી સાથે જ લઈ ગયો.

મેં આઈ કમીન મેડમ...

( મેડમ મારી સામે જોયું કશું બોલ્યાં નહિ. કારણ કે તેની આદત હતી કે કોઈ પણ વિધાર્થી મોડો આવે એટલે કાંઈ બોલે નહિ બસ એ ઉભા થાય પછી જે થાઈ એ જોવા જેવું હોય વાટ લાગતા વાર ના લાગે. જયારે જ્વાલા મારવા નું ચાલુ કરે ત્યારે એ લાલ કરી નાખે એવી મારે. કલાસ રૂમ માં બધાં એને " જ્વાલા ડાકણ " નામ થી જ બોલવતા. એ અમારા કલાસ ની વર્ગ શિક્ષક જ નહીં પણ પ્રિન્સીપાલ પણ હતી. " મેડમ મેં મને બેસી જવા નું કહ્યું. " હું તો આજે વિચાર માં પડી ગયો કે આ શું થયું આજે જ્વાલા મુખી ફાટ્યો કેમ નહિ ? હવે તેણે બોલવા નું ચાલું કર્યું. )

હેલો ગુડ મોર્નિંગ સુડેન્ટ્સ.

" ફોરમ " તમાંરી ન્યુ કલાસમેટ જે આજ થી તમારા કલાસ ની મોનીટર પણ રહેશે. તમે બધાં વિચારતા હસો કે આ ને આવતાં ની સાથે જ કેમ કલાસ મોનીટર બનાવી ? તો તમને બધાં ને કહી દવ કે " ફોરમ " એ મુંબઈ થી આવી છે. જે ત્યાં ની સ્કૂલ માં ટોપર પણ છે. " ફોરમ " ના પપ્પા આ સ્કૂલ ના ટ્રસ્ટી પણ છે અને ફોરમ એ આપણી સ્કૂલ માં ૬ વર્ષે સુધી અભ્યાસ કરી ચુકી છે.

કોઈ ને કાઈ પ્રોબ્લેમ હોય તો બોલો..??

" જયારે જ્વાલા બોલતી હોય ત્યારે અમારા કલાસ માંથી એક જ વ્યક્તિ ઊભી થાતી તે હતી. " ફાલ્ગુની " આમ તો હું અને ફાલ્ગુની બેસ્ટ ફ્રેન્ડ હતાં પણ સ્કૂલમાં બધાં ને એમ જ લાગે છે, મારી અને ફાલ્ગુની બંને વચ્ચે કાંઈક ચક્કર ચાલી રહ્યું છે. આમ પણ કોઈ છોકરી સાથે હોય એટલે બધાં ને એમ જ લાગે કે આનું આની સાથે લફળું છે. ફાલ્ગુની ના દિલ માં મારા વિશે શું હતું એ હું જાણતો જ નથી. હું જો કોઈ બીજી છોકરી સાથે વાત કરું તો એ ગરમ જ થઈ જાય બે દિવસ સુંધી તો બોલાવે પણ નહીં. આજે પણ હું જયારે ફોરમ સાથે હતો, ત્યારે એ મને જોય ગઈ ત્યાર પછી એ મારી સાથે બોલી પણ નહીં. ફાલ્ગુની કલાસ માં ફર્સ્ટ નંબર આવતી જો ક્યારે હું ભૂલ થી પણ જો મારો વિકલી ટેસ્ટ માં નંબર પહેલો આવ્યો તો પણ એને એ ના ગમતું. હવે જ ચાલું થવા જહી રહી છે, અસલી કહાની ફોરમ અને ફાલ્ગુની બંને ની રાશી પણ એક જ છે, ખેલ તો નસીબ નો છે કે કોને કોણ મળશે.?

ફોરમ અને ફાલ્ગુની ની બંને ની મેં ફ્રેંડશીપ કરાવી. આમાં તો ફાલ્ગુની જેટલી હોશિયાર હતી, તેના કરતાં તે વધારે મસ્તી ખોર હતી. અમારા ગ્રુપ માં ૫ વ્યક્તિ હતાં. એક તો પોતે હું ગ્રુપ નો લીડર અમારી સ્કૂલમાં બધાં ની ફાટતી અમારા ગ્રુપ ને જોય ને અમને પૂછ્યા વગર કોઈ સ્કૂલમાં કાંઈ કરી જ ન શકતું. બીજો મારો ખાસ ભાઈબંધ" જેનીલ " તે ભણવમાં માં હોશિયાર પણ મસ્તી ખોર બોવ હતો દરેક વાત માં તેને મસ્તી સિવાય કાંઈ આવડે જ નહીં. દેખાવ માં એ એટલો ક્યુટ હતો કે સ્કુલ ની કેટલી છોકરીઓ તેની પાછળ પડી હતી. જેનીલ સાવ ડફોળ તેને આવા લફડા જરા પણ ના ગમતા, એ ખાલી એક જ ને લાઈક કરતો તેનું નામ હતું, " કૃતિકા " તેનો સ્વભાવ સાવ શાંત અને સરળ કામ સિવાય કોઈ જોડે બોલવું જ નહીં. એ પણ અમારાં જ ગ્રુપ માં હતી ત્રીજો સૌથી ડેન્જર અને અમારા ગ્રુપ નો ડોન. હું તો ખાલી નામ નો જ લીડર હતો બાકી અસલી લીડર તો " શિવ " હતો. શિવ ને ગુસ્સો આવે એટલે સામે જે હોઈ તેની વાટ લાગી જાય પછી ભલે હું પોતે જ હોવ. શિવ ની એક ગર્લફ્રેંડ હતી તે અમારા પ્રિન્સીપાલ ની છોકરી હતી. " કરુણા " તે અમારા ગ્રુપ માં ના હતી કારણ કે જ્વાલા ને ખબર હતી કે અમારી ગૅગ કેવી હતી. " કરુણા " સ્કૂલમાં માં અમારી સાથે જ હોય, બસ જ્યાં જ્વાલા દેખાની ત્યારે તે પ્રિન્સીપાલ ની ખબરી બની જતી.

" આ છે અમારી ૬ ની ટોળકી હવે આમાં આવી રહી હતી " ફોરમ " સ્કૂલમાં લોકો એ તેનું નામ " ફદુડી " પાડયુ હતું કારણ કે તે હંમેશા મારી પાછળ ફરતી હોય. સ્કૂલમાં લોકો ને એવું જ લાગતું કે ફોરમ ને હું એકબીજા ને લાઈક કરીયે છે. હજી તો તે આવી તેનો એક દિવસ પણ નોહતો થયો ત્યાં તો બધાં મને કહેવા લાગ્યા કે " વ્યોમ મુંબઈ થી ભાભી ગોતી લાવ્યો.."

" સ્કૂલ નો પહેલો દિવસ "

સ્કુલ ની શરૂવાત પ્રાથના હોલ થી શરૂ થતી. હું અને શિવ ક્યારેક પ્રાર્થના સભા માં જતાં પણ, અમે એક કામ સારું કરતા જે લોકો પ્રાર્થના માં ના જતાં તે લોકો ને જરૂર મોકલતા પણ અમે ખુદ ક્યારેય ના જતા.

આજે પણ ૭ વાગ્યે અમે સ્કુલ પહોંચી ગયા. હું જાણતો હતો કે આજે સભા માં મારે બોલવા નો વારો છે એટલે મારે આજે જાવું પડે એમ હતું એટલે હું ગયો. અને ફોરમ માટે પહેલો દિવસ હતો એટલે તેને પણ આજે સભા માં પોતાનો ઇન્ટ્રોડ્રકશન આપવા નું હતું. સભા પુરી થયા બાદ હું અને ફોરમ પેહલી બેન્ચ બેઠાં ત્યાં જ ફાલ્ગુની આવી અને બોલી.

" વ્યોમ આ જ્ગ્યા મારી છે. આને સમજાવી લેજે કે ફાલ્ગુની જેને પોતાનું માની લે છે એને એ ક્યારે પણ નથી છોડતી પછી ભલે વસ્તું હોય કે વ્યક્તિ. તું મારી ફ્રેન્ડ છો એ અલગ વાત છે,પણ પેહલી બેન્ચ તો હું બેસી.

ફાલ્ગુની કારણ વગર ઓવર એક્ટીંગ કરે છે. હજી તો ફોરમ નો પહેલો દિવસ છે ત્યાં જ આને પોતાનો પરચો દેખાડી આપ્યો. મેં ફોરમ ને મારી પાસે બેસવા નું કહ્યું હતું . આ બનેં નો ઝગડો એટલો ચાલ્યો કે પ્રિન્સીપાલ ની ઓફીસ માં જાવું પડ્યું. ફોરમ અને ફાલ્ગુની બંને ને એક સાથે જ બેસવા નું કહ્યું એ પણ બીજી બેંચ. અમારો પહેલો લેક્ચર તો આ બનેં ના ઝગડા માં જ પતિ ગયો. હવે મોરી સર નો લેક્ચર આવા નો હતો. હમે બધાં લોકો તેંને લબાડ કહી ને બોલવતા હતાં. )

ગુડ મોર્નિંગ.. સ્ટુડન્ટસ

" આજે આપણે લેવાં નું છે, બધાં ને યાદ તો છે ને..??

( પાછળ થી કોઈક બોલ્યું " હાં સર હું તો કાયર નો ખોલી ને બેઠો તમે લ્યો એટલી જ વાર છે. )

આખો ક્લાસ દાંત કાઢવા લાગ્યો . લબાડ ને ખબર પડી જ ગઈ હતી કે આ કોણ બોલ્યું એટલે તેંને કહ્યું.

" સ્વૈચ્છિક રીતે જે હોય તે ઉભો થઇ જાય નહીંતર મને તો ખબર જ છે કે કોણ બોલ્યું..

૫ મિનિટ તો બધાં એક બીજા સામે જોવા મળ્યાં. લબાડ જેવી લાકડી હાથ માં લીધી ત્યાં પાછળ થી " સાહિલ " ઉભો થયો.

( " સાહિલ" એ અમારા ગ્રૂપ માં જ હતો પણ તેનાં નખરાં વધારે હતા, વધારે પડતો મસ્તીખોર અને ભણવમાં પણ સાવ નબળો એટલે અમે તેને અમારા ગ્રૂપ માંથી કાઢી નાંખ્યો. સાહિલ ને ફાલ્ગુની બોવ જ ગમતી હતી તે ફાલ્ગુની ની પાછળ પડ્યો હતો. સાહિલ ને લાગતું હતું,કે હું ફાલ્ગુની ને લવ કરું છું, એટલે તેને મારી સાથે બોલવા નું પણ બંધ કરી દીધું. ફાલ્ગુની ને પણ ખબર જ હતી કે સાહિલ તેને કેટલો લવ કરે છે.)

" લબાડ" એ સાહિલ ને લાકડી લાકડી માર્યો, આજે પણ બીજો લેક્ચર સાહિલ ને લીધે ચાલ્યો ગયો..

હવે " મધુબાલા " નો લેક્ચર આવા નો હતો એ લેક્ચર લેવા ની શરૂ કરે એટલે અમે બધાં સુઈ જ જતાં. એનો લેક્ચર પત્યો એટલે " બાટલી " નો લેક્ચર આવે તે બિચારા ને ઇંગ્લિશ સારું આવડતું પણ કોઈ પણ તેના લેક્ચર માં ઘ્યાન જ ન આપે.

" બાટલી નો લેક્ચર પતે એટલે અમારા " ફેવરિટ સર નો લેક્ચર આવતો હમે બધાં એના પિરિયડ માં એટલું ધ્યાન આપતાં હતા કે ટાચણી પડે તો પણ અવાજ આવે, એક સર નો અવાજ અને બીજો ઘડિયાળ ની ટિકટિક એ બે નો જ અવાજ આવતો. એ સર અમારું મેથ્સ લેતા હતા.. અમે બધાં સ્કૂલમાં એટલી મોજ કરી કે અમને ખબર જ ન પડી કે આમારી બોર્ડ ની પરીક્ષા પણ આવી ગઈ. અમે તો બસ આખું વર્ષ સર અને મેડમ ના નામ પાડવા મા અને ઝગડા કરવા માં અને લવ ના ચક્કર માં રહ્યા હવે તો

અમે બધાં એ ૧૦ બોર્ડ ની પરીક્ષા માટે ફૂલ તૈયારી કરવા નું ચાલુ કરી દીધું.હવે અમારો એક જ ગોલ હતો એ હતું બોર્ડ ની પરીક્ષા માં ટોપર બનવું. આ ટોપર ની રેસ માં " શિવ, ફોરમ,ફાલ્ગુની " અમે બધાં તો ૬૦% વારા જ હતા.

" અમારા બધાં ના માટે આ સ્કૂલ માં લાસ્ટ યર હતું કારણ કે બોર્ડ ની પરીક્ષા પછી અમે બધાં જ જુદાં પડી જવા માં હતાં .

આ સ્કૂલ ની કેટલી યાદો અમે બધાં સાથે લઈ ને જવા ના હતા.

આમ ને આમ અમારા બોર્ડ ની ફાઈનલ એક્ષામ આવી ગઈ...

" મને આજે પણ યાદ છે બધું " એ પેહલી બેંચ એ બેસવું અને ત્યાં બેસી ને ફોરમ ની સામે જોતું રેહવું અને જ્યારે સર ને ખબર પડતી ત્યારે એક ફટકો પડતો અને ગાલ પણ લાલ ચોડ થઈ જતો. ફાલ્ગુની સાથે ની મસ્તી એને ચીડવા મી મજા જ કંઇક અલગ હતી. બ્રેક પડ્યો નથી અને હું ને જેનીલ ને શિવ બધા ને હેરાન કરવા ચાલી નીકળતા અને અમારી દાદાગીરી દેખાડતા.સ્કૂલ થી ક્યારેક બમ્પ મારી ને અમે અક્ષયનાથ જતાં ત્યાં હું અને શિવ ને જેનીલ એટલી મોજ કરતા કે એ દિવસો હવે ક્યારે પાછા નથી આવા ના આ બોર્ડ ની પરીક્ષા પછી અમે બધાં જ અલગ પડી જવા ના છે. ફાલ્ગુની અમદાવાદ રહેવા જવા ની છે. શિવ અને જેનીલ બનેં ગરુકુલ માં જતા રહેવા ના અને હું બરોડા જતો રહેવા નો, કૃતિકા અને કરુણા અને ફોરમ એ ત્રણ જ સાથે રહેવા ની હતી બાકી અમે બધાં અલગ પડી જવા ના છે. " સ્કૂલ ના દિવસો ને અમે ક્યારે નહિ ભૂલીએ દરેક પલ યાદ જ છે. કાંઈ પણ ડખો થતો એટલે શિવ અને હું ત્યાં પોહચી જતાં પછી ત્યાં થોડીક વાર તો એ મફત ની મજા માણતા ત્યાર બાદ એમાં પ્રેટોલ નાખતા અને સળગાવી ને આવતા રહેતા. સાહિલ સાથે તો હમે રોજ ઝગડો કરતાં અને તેનું કારણ ફાલ્ગુની જ હોય. સાહિલ એટલો પાગલ થઈ ગયો હતો ફાલ્ગુની ના પ્રેમ માં કે તેને ફાલ્ગુની સિવાય બીજું કોઈ દેખાતું જ નહીં. મોજ અને પ્રેમ ની મસ્તી માં અમારી બોર્ડ ની પરીક્ષા પુરી થઈ ગઈ હતી. હવે તો બધાં હમે રીઝલ્ટ આવી જાય તેની રાહ જોતા હતા.

સ્કૂલ ના દિવસો પુરા થઈ ગયા અને હવે શરૂ થવા જઈ રહી છે, અમારી લાઈફ ની એક નવી સફર...

" પ્રેમ ની શરૂવાત "

સ્કૂલ માં વેકેશન પડી ગયું હતું,એટલે હવે હું ફોરમ અને અમારી પાંચ ટોળકી એ ફૂલ મોજ કરવા નો પાલન બનાવ્યો હતો.

હવે તો બોર્ડ ની પરીક્ષા પણ પુરી થઇ ગઇ હતી. રીઝલ્ટ આવે તેની રાહ જોતા હતા. ટેનસન પણ એટલું જ હતું કે રિઝલ્ટ શુ આવશે ? આખું વર્ષે ખાલી મોજ મસ્તી અને લફડા માં જ પડ્યા. સોટ તો અમારી ત્યારે થઈ ગઈ જયારે બોર્ડ ના પેપર હાથ માં આવ્યા હતા. હવે તો બીસી એ વાત નું ટેનસન હતું કે આ પાડોશી ને પણ આપણું ટેનસન. જાણે હું તેનો દીકરો કેમ હોવ . ઘર વારા કરતા તો એ મને રોજ પૂછ્યા કરે કે " લાલા " તારું રિઝલ્ટ શું આવશે, પાસ તો થઈ જાય ને ? એવી મોટી મોટી દેવાનું મન થાતું. રિઝલ્ટ મારું આવા નું એમાં તારી શું બળતી હશે. ? હું ક્યાં તારા ઘર નો બાજરો ખાવા આવું છું ? જેમ આવે તેમ બોલી જ દીધું. ત્યાર પછી આવ્યો મારા બાપ પાસે અને બોલવા લાગ્યો કે તમારા છોકરા ને સંસ્કાર આપો વડીલ ને માન આપે તેની સામે અશબ્દો ના બોલે. " હું પણ બોલ્યા વગર રહી ન શક્યો એટલે બોલાઈ ગયું મારા થી " પપ્પા તમારા આ વડીલ ને કહી દો કે પપ્પા તમે જ કહ્યું જે લોકો જેવા હોય તેવા વર્તાય જ આવે એને ગમે તે કહેવા થી કાઈ ખોટુ નથી. પાડોશી, સંબધી બધાં ને મારા રિઝલ્ટ નું જ ટેનસન હતું, જાણે હું જ એકલો કેમ બોર્ડ ની પરીક્ષા દય ને આવ્યો હોય. આમ ને આમ જ્યાં સુધી બોર્ડ ની રિઝલ્ટ નથી આવા નું ત્યાં સુધી આ ટેનસન રહેવા નું જ હતું એટલે અમે બધા એ બહાર પીકનીક માં જવા નું નક્કી કર્યું.

પીકીનીક અમે સવાર ના ૮ વાગ્યા ના પોહચી ગયાં હતાં. ત્યાં હું અને ફોરમ એ બંને સાથે જ રેહવા નું નકી કર્યું હતું, બધાં પોતાના કપલ સાથે હતાં.

" ફાલ્ગુની એકલી હતી, એટલે સાહિલ તેની પાસે ગ્યો અને બોલ્યો.. " ફાલ્ગુની તું જેની રાહ જોવે છે એને તો કોઈક બીજું જ લઇ ગયું . તું એક એવા વ્યક્તિ ની પાછળ પડી છો જે તને લાઈક પણ નથી કરતો છતાં પણ તું એને એટલો લવ કરે છો. એ તો તને બેસ્ટ ફ્રેન્ડ માને છે. તું જાણે છે કે વ્યોમ તને ક્યારે પણ હા નહિ પાડે જે તું સાંભળવા માંગે છો..

ફાલ્ગુની બોલી " સાહિલ " મારી એકલી નો લવ અમારા બનેં માટે કાફી છે. એ મને પ્રેમ નથી કરતો પણ હું તો તેને કરું છું. સાચો પ્રેમ તો એને કહેવાય જે એક તરફી હોય.

સાહિલ એ પણ ફાલ્ગુની ને એ જ કહ્યું કે હું પણ તને એટલો જ લવ કરું છું જેટલો તું વ્યોમ ને કરે છો. મેં પણ તારી જેમ બીજા ની ખુશી માં આપણી ખુશી જોતા શીખી લીધી છે.

મોર્નિંગ થી નૂન થઈ ગયું અમે બધા ખૂબ મજા કરી અને બધાં એ નક્કી કર્યું કે ૫ વર્ષ બધાં એ આયહ જ મળવા નું છે.

રાત થઈ ગઈ એટલે અમે જમી ને બધાં સાથે બેઠા હતા એટલે શિવ કહ્યું કે ચાલો કંઇક ગેમ રમીએ.

અમે બધાં એ ટુર્થ એન્ડ ડેર રમવા નું નક્કી કર્યું.. હું અને ફોરમ બનેં સામે બેઠાં હતાં અને મારી બાજુમાં ફાલ્ગુની અને તેની શિવ બેઠો હતો. જેનીલ ની સામે કૃતિકા અને શિવ ની સામે કરુણા બેઠી હતી હવે ફાલ્ગુની સામે સાહિલ બેઠો હતો. અમે બધાં નકી કર્યું હતું કે સાહિલ ને ફરીથી અમારા ગ્રુપ માં એડ કરવો. ગેમ રમવા નું ચાલુ કર્યું. સૌથી પહેલો વારો શિવ નો આવ્યો એટલે ફોરમ એ શિવ ને પૂછ્યું.

" શિવ તું શું કરુણા ને તારી લાઈફ પાર્ટનર બનાવીશ કે પછી ખાલી તું એની સાથે ટાઈમપાસ કરે છો.

શિવ મસ્ત જવાબ આપ્યો " હું કરુણા ને એટલો લવ કરું છું કે હું ક્યારે સપના માં પણ એવું ના વિચારી શકું મેં તેની સાથે ક્યારે ફીઝીકલ રીલેશન રાખ્યા જ નથી. હું તેને એટલો લવ કરું છું, કે એ જો મને છોડી ને પણ ચાલી જશે તો પણ હું તેને જ પ્રેમ કરીશ તેના સિવાય મારી લાઈફ માં બીજું કોઈ જગ્યા ના લઈ શકે.

" ફોરમ બોલી " શિવ આ બધું બોલવા માં સારું લાગે નિભાવુ તેટલું જ અઘરું છે..

શિવ થી બોલ્યા વગર રહેવાયુ નહિ એટલે એ ગુસ્સામાં બોલી ગયો.

" વ્યોમ " તો તને બાળપણ થી જ લાઈક કરે છે. તે ક્યારે પણ તેના પ્રેમ ની કદર કરી છે, એ તને સામે બોલી નથી શકતો કે એ તને લવ કરે છે. તું જાણે છો છતાં પણ અજાણ બને છો, તને તો ખબર છે કે વ્યોમ તને કેટલો લવ કરે છે.

" મેં શિવ ને સમજાવ્યો અરે ડફોળ શું કામ ખોટું બોલે છો..?? હું અને ફોરમ ને લવ કરું એવું બને જ નહીં અને જો હું ફોરમ ને લવ કરતો હોવ તો તેને કહી જ દીધું હોય.મુક એ વાત ને અને ગેમ ચાલુ રાખો ચાલો બોટલ ફેરવો.

( શિવ ની વાત સાંભળી ને ફાલ્ગુની ની આંખ માંથી આંસુ આવી ગયા, કૃતિકા એ પૂછ્યું કેમ ફાલ્ગુની શિવ ની વાત સાંભળી ને તારી આંખ માં આંસુ કેમ આવી ગયા..? તું તો કોઈ ને એક તરફી પ્રેમ નથી કરતી ને ??

ફાલ્ગુની બોલી " કૃતિકા તું તારા જેનીલ નું ધ્યાન રાખ બીજા ની વાતો કરવા નું રહેવા દે.

" હું ઉભો થઇ ગયો અને બોલ્યો " આપણે પીકનીક માં આવ્યા છે કે ઝગડો કરવા ? શું તમે પણ યાર આ પ્રેમ ની વાત લઈ ને બેસી ગયાં. તમારે જાણવું છે ને કે હું કોને લવ કરું છું...?

મેં ફોરમ નો હાથ પકડી લીધો અને તેને કહ્યું " ફોરમ આઈ લવ યુ " તું મારી લાઈફ ના સેલીબ્સ નું ફેવરિટ ચેપ્ટર છો તું શું મારી ગર્લફ્રેન્ડ બનવા માંગે છો તો આજ થી તારો હાથ મારા હાથ માં આપી દે..

ફાલ્ગુની ત્યાંથી ચાલી ગઈ એટલે ફોરમ એ મને કહ્યું " વ્યોમ આ તે ઠીક નથી કર્યું." હું કોઈક ના દુઃખ નું કારણ બનિને તને મેડવા નથી માંગતી. હા ! હું માનું છું કે તું મને લવ કરે છો પણ તું ફાલ્ગુની ને પણ હર્ટ ના કરી શકે. હું પણ તને લવ કરું છું પણ હું ફાલ્ગુની ની ને દુઃખી કરી ને તને નથી મેડવા માંગતી. તું પણ હમણાં બોર્ડ નું રીઝલ્ટ આવ્યા પછી બરોડા જતો રેહવા નો પછી શું તું મને એટલો જ પ્રેમ કરીશ જેટલો તું મને આજે પ્રેમ કરે છો ?

મેં ફોરમ ને સમજાવી અને કહ્યું " ફોરમ તારા થી દુર ભલે હું થઈ જાવ પણ મારું દિલ તો તારા માં જ રહેશે હું જ્યારે પાછો આવીશ ત્યારે પણ તારો એ જ વ્યોમ હશે જે તને આજે છોડી ને જાય છે. હું ફાલ્ગુની ને પ્રેમ કરતો જ નથી તો હું તેની સાથે કેમ ખુશ રહી શકું ? તું કેમ નથી સમજતી કે પ્રેમ તો બે વ્યક્તિઓ વચ્ચે થઈ શકે. એક તરફી પ્રેમ દુઃખ સિવાય કાઈ નથી મળતું. ફાલ્ગુની જાણે છે કે હું તને પ્રેમ કરું છું,છતાં પણ તે તેની ઝીદ છોડતી જ નથી. ફોરમ હું તને પ્રોમિસ કરું છું કે હું તને ક્યારે નહિ ભલું.

( પીકીનીક ની આખરી રાત એ અમારા બધાં માટે આખરી રાત હતી. કાલે સવારે રિઝલ્ટ આવા નું હતું એટલે અમે બધાં વહેલા ઘરે ચાલ્યા ગયા. સવાર ના ૮ am વગ્યા થી હાથ માં ફોન લઈ ને બેસી ગયાં બધાં અને રિઝલ્ટ ની રાહ જોવા લાગ્યા. પહેલું રિઝલ્ટ ફાલ્ગુની નું જોયું. એ 97.95 % પાસ થઈ ત્યાર પછી ફોરમ એનું રીઝલ્ટ સૌથી હાઈએસ્ટ હતું. 98.99% અને શિવ નું 98 % અને જેનીલ 95.87% કૃતિકા 91.76% કરુણા 98.99% અને મારું રીઝલ્ટ 95.99% અને છેલ્લું રીઝલ્ટ હતું સાહિલ નું એટલે અમે બધાં હસવા લાગ્યા કે સાહિલ નું રિઝલ્ટ શુ જોવું એ તો ફેલ જ હશે.

સાહિલ નું રીઝલ્ટ જ્યારે હમે જોયું તો અમારા બધાં ની તો આંખો જ ખુલી ગઈ અને વિશ્વાસ જ નોહતો આવતો કે આ સપનું છે કે પછી બોર્ડ વારા ની મિસ્ટેક સાહિલ અમારી સ્કૂલ માં ટોપર એ પણ 99.99% જે હમે ક્યારે સપના માં પણ નોહતા વિચરતા એ છોકરો બોર્ડ ની પરીક્ષા માં પહેલો નંબર લાવ્યો. અમે બધાં સ્કૂલ ગયા ત્યાં આજે અમારો આખરી દિવસ હતો એટલે એક નાની પાર્ટી હતી તેમાં સ્ટુન્ડટ ઓફ ધ યર નો એવોર્ડ " શિવ " બેસ્ટ સ્ટુડન્ટ " ફાલ્ગુની " બેસ્ટ મોનીટરીંગ " વ્યોમ " અને બેસ્ટ સ્કૂલ કેમ્પર્સ " ફોરમ " અને છેલ્લો એવોર્ડ હતો " બોર્ડ ટોપર " સાહિલ" જે હમે ક્યારે જ વિચાર્યું એ આજે અમારી નજર સામે હતું.

સ્કૂલ નું ફંકશન પૂરું થયું એટલે હમે બધા સાથે બેઠા એટલે સાહિલ ઉભો થયો અને ફાલ્ગુની ને કહ્યું..

" ફાલ્ગુની હવે તો હા ! પાડી દે તે જે કહ્યું હતું તે મેં કરી પણ બતાવ્યું. તે મને કહ્યું હતું ને કે તું બોર્ડ ની એક્સામ તો પાસ કરી ને બતાવ અને મેં એ કરી બતાવ્યું. બોર્ડ પરીક્ષા પાસ કરવા ખાતર પાસ નથી કરી પણ ટોપર પણ બની ગયો એ પણ તારા માટે. હું તને એટલો લવ કરતો હતો કે મેં તારા ખાતિર બધું જ છોડી દીધું હતું પણ જયારે તે મને એમ કહ્યું કે તું પેહલા જેવો થઈ જા અને બોર્ડ ની એક્ઝામ માં પાસ થઈ ને બતાવ.

ફાલ્ગુની થોડીકવાર માટે તો ચુપચાપ તેની સામે જોતી રહી કારણ કે તેની પાસે કોઈ શબ્દો જ ન હતા. અમે બધાં પણ સાહિલ નો સાથ આપવા લાગ્યા અને ફાલ્ગુની ને કહ્યું કે હવે તો તારે સાહિલ ને હા પાડવી જ પડશે..

" ફાલ્ગુની એ ઉભી થઇ ને પેહલા તો મને એક થપ્પડ મારી દીધી અને બોલી..

" સાહિલ " મેં તને બોર્ડ ની પરીક્ષા પાસ કરવા નું કહ્યું હતું. મારુ સપનું હતું કે હું બોર્ડ ની પરિક્ષા માં પેહલા નંબર આવું પણ તે મારી જ્ગ્યા લઈ લીઘી. અને તને શું લાગે કે હું તને હજી પણ હા પાડું ? સાહિલ હું વ્યોમ ને ક લવ કરું છું અને જિંદગી ભર એને જ પ્રેમ કરીશ.. " ફાલ્ગુની આટલું બોલીને ત્યાં થી ચાલી ગઈ અને આ અમારી આખરી મુલાકત હતી..

" અમે બધાં આયહ થી આજે છુટા પડી ગયા. કોઈ પણ એક બીજા ને કોન્ટેક ના કરવા નું પ્રોમીસ કર્યું. " ૫ વર્ષ પછી અમે બધાં અક્ષયનાથ મળવા ના હતાં.. એટલે બધાં ને કહી દીધું હતું કે કોઈ પણ આ ૫ વર્ષ પહેલાં કોઈ ને પણ મળવા નું નથી કે ફોન માં પણ વાત નહિ કરવા ની. ફોરમ અને મેં પણ નક્કી કર્યું કે પેહલા ફ્યુચર પછી આપનો લવ એટલે હમે પણ ના મળવા નું પ્રોમિસ કર્યું. આ ૫ વર્ષ પછી હમરા બધાં ની દુનિયા બદલવા ની હતી. જાણે બધું જ અલગ થઈ જવા નું હતું કારણ કે કોઈને પણ કોઈ વિશે ખબર જ ન હતી કે કોણ શું કરવા નું છે. બધાં એ જાણતા હતા કે કોણ ક્યાં છે પણ એ કોઈ ને ખબર ના હતી કે એ કોણ ક્યાં ફિલ્ડ માં જવા નું છે.. જિંદગી ની સાચી સફર તો હવે શરૂ થવા જઈ રહી છે.

" સાથો સાથ હવે શરૂ થઈ રહી છે. " ફોરમ ની પ્રેમ ની પ્રતિક્ષા " શું વ્યોમ ફોરમ ને ભુલી જશે ? ફાલ્ગુની તેનો પ્રેમ મળશે કે પછી તે સાહિલ ને એક્સેપટ કરી લેશે.? એવા તો ઘણાં બધાં સવાલો અકબંધ રહશે એના સાવલો ના જવાબો મેડવા તમારે થોડીક રાહ જોવી પડશે...જલ્દી જ આવી રહી છે. પાર્ટ ૨ " ફોરમ " સાચી પ્રેમ કહાની તો હવે શરૂ થવા જઈ રહી છે. ફોરમ અને ફાલ્ગુની વચ્ચે એક વ્યોમ ને મેડવા માટે ની તાલાવેલી જાગી છે.

" ફોરમ અને ફાલ્ગુની રાશિ પણ એક જ છે. ખેલ તો હવે નસીબ નો છે કે કોને કોણ મળે છે."

એક ઝલક " ફોરમ - પાર્ટ ૨ "

" પાર્ટ ૨ - જેમ હમે બધાં એ નક્કી કર્યું હતું એ શરત પ્રમાણે હમે બધાં અલગ પડી ગયા. હવે શરૂ થવા ની હતી અમારી જિંદગી ની એક નવી સફર. અતિયાર સુધી તો હમે બધાં સાથે હતા એટલે કોઈ ના બાપ ની બીક નોહતી કે કોઈ હાથ પણ લગાડી જાય. જોવા જેવી તો હવે થવા ની હતી કારણ કે કોલજ આવી ગઈ હતી ત્યાં તો આપણું સ્કૂલ માં હાલતું એવું તો આયહ હાલે એમ નોહતું. હા આપણે પણ કાંઈ જેવા તેવા નથી કે કોઈ ની દબાણ નીચે રહીએ. કોઈક ગરુકુલ માં ગયું તો કોઈ રૂમ રાખી મેં રહેતું હશે તો કોઈક હોસ્ટેલ માં રહેતો હશે. અને કોઈક તો પોતાનું શહેર ના છોડવા નું વિચારી ને ત્યાં જ રહી ગયા હશે. પ્રોમિસ તો બધાં એ પોતાની ગર્લફ્રેન્ડ ને કર્યા છે. આયહ નું માહોલ જ કંઈક અલગ છે કે ભણવામાં પણ મન ન લાગે જ્યાં જોવો ત્યાં કંઈક અનોખી જ રોનક જોવા મળે. એક ને જોવો તો બીજી જોવા મળે...

***