Last typing ... 14 in Gujarati Fiction Stories by Krunal Dhakecha books and stories PDF | લાસ્ટ ટાઈપીંગ...14

Featured Books
Categories
Share

લાસ્ટ ટાઈપીંગ...14

થોડીવારમાં હું અને સ્મિત સારાના ઘેર પહોચ્યા.સારાએ દરવાજો ખોલ્યો અને બેગ ગાડીમાં મુક્યું અને તે ગાડીમાં બેઠી. અમે ત્રણેય ક્લબ તરફ જવા નીકળ્યા.ત્રણેય વાતો કરતા કરતા કલબ પહોચ્યા.હું અને સારા ગાડી માંથી ઉતર્યા.સારા ગાડી માંથી ઉતરીને ચાલવા લાગી.મેં સ્મિતને “થેંકયુ” કહ્યું .”ના ભાઈ એમાં શું થેંક્યું અને હા ,અમેરીકા થી પરત ફરે ત્યારે ફોન કરજે હું લેવા માટે આવીશ બધાને” સ્મિતએ કહ્યું. “બધા નહિ હું એક જ” મેં ઉદાસ ચેહરે કહ્યું. “કેમ તું એક જ ?” સ્મિતએ પૂછ્યું “કઈ નહિ હું તને ફોન કરીશ ચાલ બાય”મેં સ્મિતને બાય કહી જતો કર્યો.

થોડીવારમાં સારા અને કોચ બહાર આવ્યા.અમે ત્રણેય ઓટોરીક્ષામાં બેસી રેલ્વેસ્ટેશન પહોચ્યા.સ્ટેશન પર અમે ટ્રેનની રાહ જોઈને બેઠા હતા.૨ વાગ્યા અને અંતે ટ્રેન આવી.અમે ટ્રેનમાં બેસ્યા ત્યારે હાશકારો અનુભવ્યો.ટ્રેન સુરત સ્ટેશન થી નીકળી .જેમ જેમ ટ્રેન મુંબઈ તરફ આગળ વધતી તેમ-તેમ અમારો ઉત્સાહ વધવા લાગ્યો.૬ વાગે અમે મુંબઈ પહોચ્યા.સાંજ સુધી મુંબઈમાં ફર્યા.૧૦ વાગે છત્રપતિ શિવાજી એરપોર્ટ પર પહોચ્યા.એરપોર્ટમાં પ્રવેશ કર્યો.થોડીવાર થઇને અમારી ફલાઈટનું એનાઉન્સમેંટ થયું.અમે આગળ ગયા ત્યાં અમારા સમાનનું ચેકિંગ કરવામાં આવ્યું.ત્યાર બાદ અમે પ્લેનમાં બેઠા.મેં સારાને કહ્યું. “congratulation sara for first flight ”

“સેમ ટુ યુ, વિશ્વ” સારાએં કહ્યું.

અમે પ્લાનમાં બેઠા અને થોડીવારમાં પ્લેન ટેકઓફ થયું.હું અને સારા બંને પ્લેન માંથી બધું નિહાળતા હતા.બધુંજ ખુબ નાનું નાનું લાગતું હતું.૨૦ કલાક પછી અમે અમે“અમેરકા વોશિંગટન ડીસી.” એરપોર્ટ પર પહોચ્યા.ત્યાં આમારા પ્લેનએ લેન્ડ કર્યુ.એરપોર્ટ ખુબ મોટું,આલીશાન અને ખુબ સુંદર હતું. પ્લાનમાંથી અમે બહાર નીકળ્યા અને પેહલીવાર અમેરિકાની હવાનો સ્પર્શ થયો.એરપોર્ટ પર અમારું ચેકિંગ કરવામાં આવ્યું.અમે એરપોર્ટ થી બહાર નીકળ્યા અને ટેક્ષી દ્વારા “કેપિટલ હિલ હોટેલ” જવા માટે નીકળ્યા.ત્યાં અમારે રેહવાનું હતું.હોટેલ પર જઈને અમે રૂમની ચાવી લીધી. આ રૂમ ક્લબ દ્વારા બુક કરવામાં આવેલો હતો.અમે રૂમમાં ગયા.બધા ફ્રેશ થાય ગયા. હું એટલો ખુશ હતો અની વાત ના પૂછો.મને આ એક સપના જેવું લાગતું હતું.પણ એક વિચાર જેના કારણે હું મુંઝાતો હતો.સારા મારી પાસે આવીને કહ્યું. “વિશ્વ કેવું લાગ્યું વોશિંગટન?”

“અરે સારા વાત ના પૂછ ખુબ જ સરસ છે,મને એમ થાય છે કે મારે જરા મોડું થાય ગયું છે.મારે થોડું વેહલા આવવું હતું.મજા આવે એવું છે અહિયાં તો...”મેં કહ્યું.

“તો વિશ્વ છે ને જબરદસ્ત...મને પણ ખુબ ગમ્યું..”સારાએ કહ્યું.

“તમે લોકો શું જમવાનું પસંદ કરશો.? હું ઓર્ડર કરું છું.”કોચે પૂછ્યું.

“અહિયાં શું મળે છે. અમેં નથી જાણતા.જે સારું હોય તે ઓર્ડર કરો.”સારાએ કહ્યું.

“ઓકે તો હું પીઝા ઓર્ડર કરું છું ચાલશેને બધાને ?”કોચે પૂછ્યું.

કોચે પીઝાનો ઓર્ડર આપ્યો અને થોડીવારમાં અમારા રૂમમાં સ્વાદિષ્ટ પીઝા આવ્યા.ફટાફટ અમે પીઝા ખાઈને બહાર ફરવા નીકળ્યા.અમે ખુબ ફર્યા ખુબ શોપિંગ કરી.અમે હોટેલ પરત ફર્યા. સવારે ઉઠીને ફરવા નીકળ્યા આખો દિવસ ફર્યા.ખુબ મસ્તી કરી.

બીજા દિવસે કોચે કહ્યું.સારા,આજે તુ આરામ કરીલે મેચ છે.આપણે સવારે વેહલા RFK Stadium જવા માટે નીકળીશું. ત્યાં યોજાવાની છે “world badminton championship” આખો દિવસ અમે બધા રૂમમાં રહ્યા અને સાંજે સુઈ ગયા.સવારે વેહલા ઉઠીને અમે તૈયાર થાય ગયા RFK Stadium જવા માટે.અમે ટેક્ષી પકડીને RFK Stadium પહોચ્યા.મેચનો સમય ૧ વાગ્યાનો હતો.હું સારા સાથેજ હતો.એ બધી પળોમાં જયારે સારાને મારી જરૂર હતી.ખબરજ ન રહી કે સારા સાથે ૩ વર્ષ કેમ નીકળી ગયા અને આજે મારું અને સારાનું સપનું પૂરું થવાનું છે. લોકો બે પ્રકારના સપનાઓ જુએ છે એક જે આંખ બંધ કરીને જુએ અને એક જે ખુલી આંખે જુએ.આજે ખુલી આંખે જોયેલું સપનું પૂરું થવા આવ્યું છે.થોડીવારમાં બધા ખેલાડીઓ આવવા લાગ્યા અને સ્ટેડીયમમાં લોકો પણ આવવા લાગ્યા.કોચ મારી અને સારા પાસે આવ્યાને કહ્યું. “સારા હવે થોડીવારમાં ટુર્નામેન્ટ ચાલુ થવાની છે.તું તૈયાર છે ને ?”

“હા હું કયારની તૈયાર છું..”સારાએ કહ્યું.

“થોડીવારમાં મેચ ચાલુ થઇ પેહલી ટુર્નામેન્ટ રશિયા અને ન્યુયોર્ક વચ્ચે હતી.થોડા સમયમાં ટુર્નામેન્ટ પૂરી થઇ.ન્યુયોર્ક વિજેતા બન્યો...ત્યાર બાદ એનાઉન્સમેન્ટથયું“The second tournament is between India and Englend” એનાઉન્સમેન્ટ થતા મારા દિલમાં એક હાશકારો થયો કે હવે એ સમય દુર નહિ જે મેં વિચાર્યો હતો.

“બેસ્ટ ઓફ લક સારા “મેં કહ્યું.

“થેન્ક યુ વિશ્વ”સારાએ કહ્યું.

“બેસ્ટ ઓફ લક સારા,બરાબર રમજે.આજે તુ તારા માટે નહિ ભારત માટે રમે છે. તો ધ્યાન રાખજે દેશની આબરૂ સાચવજે..”કોચે કહ્યું.

“હા સર હું પૂરું ધ્યાન રાખીશ...”સારાએ કહ્યું.

સારા ચાલતી થઇ...અચાનક મારૂ દિલ અને જોવા તડપતી હતું મેં ખુબ કોશીશ કરી છતાં મારા મોઢા માંથી બોલાય ગયું”સારા.......”

સારાએ પાછળ ફરીને જોયું અને કહ્યું. “બોલ..”

“ના કઈ નહિ તું જા બેસ્ટ ઓફ લક” મેં કહ્યું.

સારા ગ્રાઉન્ડમાં ઉતરી અહિયાં સારા અને સામે ઈન્ગલેન્ડની ખેલાડી..આખા સ્ટેડીયમમાં ઇન્ડિયા... ઇન્ડિયા... ઈન્ગલેન્ડ... ઈન્ગલેન્ડ... નો શોર સંભળાતો હતો.મેચ શરુ થઈ.થોડીવાર મેચ ચાલી અને અંતે એક પળ એવી આવી જેની રાહ હું અને સારા વર્ષોથી જોઈ રહ્યા હતા.સારા મેચ જીતી ગઈ.આખા સ્ટેડીયમમાં ઇન્ડિયા....ઇન્ડિયા...ઇન્ડિયા...ઇન્ડિયા... સાંભળતું હતી.હું ખુબ જ ખુશ હતો મારી આંખમાં ખુશીના આંસુ હતા. સ્વાસ ચડી ગયો હતો અને દિલ માં એક હાશકારો અને એક મીઠી ઠંડક હતી.સારા દોડતી દોડતી પ્લેયર એરિયામાં આવી જ્યાં હું અને કોચ ઉભા હતા.. આવીને મને ગળે વળગીને કહ્યું...

“વિશ્વ...વિશ્વ...વિશ્વ...વિશ્વ...હું મેચ જીતી ગઈ...”

“હા સારા...”મેં ખુબ આનંદમાં કહ્યું.

“સરસ સારા congratulation ખુબ સરસ રમી” કોચે કહ્યું.

“થેન્ક યુ સર “સરએ કોચને કહ્યું.

“હવે તું અહિયાં શાંતિથી બેસ”મેં સારાને કહ્યું.

ત્રીજો રાઉન્ડ શરુ થયો.ત્રીજા રાઉન્ડમાં ફ્રાન્સ અને ફિલીપાઈન્સ હતા.ત્રીજો રાઉન્ડ શરુ થયો .થોડીવાર મેચ ચાલી અને આ રાઉન્ડમાં ફ્ર્ન્સ વિજેંતા બન્યું.

ચોથો રાઉન્ડ શરુ થયો .તેમાં ઓસ્ટ્રેલિયા અને જર્મની હતા..આ મેચ પણ થોડીવાર ચાલી અને પૂરી થઇ.આ રાઉન્ડમાં જર્મની વિજેતા બન્યું.

ચોથો રાઉન્ડ પૂરો થતા વિજેતા દેશના નામ લેવાયા “ The winner is newyork,india, france and germany and Now a matches will be played between of India and New York and between of france and Germany ”

“સારા હવે ભારત અને ન્યુયોર્ક વચ્ચે સેમી ફાઈનલ છે.બસ હવે માત્ર બે રાઉન્ડ છે એક સેમી ફાઈનલ અને ફાઈનલ બે રાઉન્ડમાં જીત મેળવવી જ પડશે.સારા....”કોચે કહ્યું.

“હા હું જીતીશ...”સારાએ કહ્યું.

‘ઓકે” કોચે કહ્યું.

જે પરિસ્થિતિ મારી સામે હતીએ જોઈને મારી આંખમાં આંસુ આવી ગયા..અને આ આંસુ સારા જોઈ ગઈ સારાએ મને પૂછ્યું “કેમ વિશ્વ શું થયું ..રડે છે કેમ...?”

“કઈ નહિ સારા આતો ખુશીના આંસુ છે..મારું સપનું પણ પૂર્ણ થવા આવ્યું.”મેં કહ્યું.

“ના જનાબ હજુ પૂર્ણ નથી થયું હજુ બે રાઉન્ડ બાકી છે એ જીતીશ પછી સપનું પૂર્ણ થશે..”સારા મને હિમ્મત આપતા કહ્યું.

એનાઉન્સમેટ થયું.” This match will start in sometime. The players from both the countries come in the ground sooner”

“ચાલ વિશ્વ હું જાવ છુ.મને આંસુ સાથે તું મોકલીશ? થોડી સ્માઈલ કર..”સારાએ કહ્યું.. મેં મારા મોઢા સ્માઈલ કરી અને સારા ગઈ.

મેચ શરુ થઈ.લાંબા સમય સુધી મેચ ચાલી.અંતે મેચ પૂર્ણ થઇ અને સારા જીતી ગઈ....હું આવેશ આવ્યો. ને કુદકો મારી બુમ પડી ”સારા...........” ફરી આ રાઉન્ડમાં સારા જીતી..આખા સ્ટીયમમાં ફરી એકવાર “ઇન્ડિયા...ઇન્ડિયા...”ગુંજી ઉઠ્યું....

સારા અમારી પાસે આવે તે ખુબ ખુશ હતી..મેં અને કોચે ફરી congratulation કહ્યું.

વધારે વાંચવા માટે આગળના ભાગ ની રાહ જુઓ..અને આ સ્ટોરી પસંદ આવી હોય તો આપો તમારો feedback.