સફરમાં મળેલ હમસફર
ભાગ - 9
“Can I Kiss You? ” મેં ધીમેથી જિંકલના કાનમાં કહ્યું.
“You Naughty boy.,..” જિંકલ શરમાઈ ગયી.તેની પલકો જયારે નીચે ઝૂકી ત્યારે મન થયું કે એક જ લાઈનમાં તેનું વર્ણન કરી બતાઉં, પણ ત્યારે સમય ન હતો.
“શું નૉટી?, પરમિશન લઉં છું, તારો મૂડ કેવો હોય…”
“ She kissed my lips, then kissed on the cheek and then on the head.”
“તારો મૂડ કેવો હોય…મને શું ખબર…થેન્કસ” મેં અધૂરું વાક્ય પૂરું કર્યું.
“થેન્ક્સ, મેહુલ મેં તને કિસ કરી હમણાં.? જિંકલ મારી સામે જોઈ કહ્યું.
“હા, કિસ તો કરી, બટ શા માટે કરી? ” હું અનજાન હોઉં તેમ કહ્યું.
***
(ક્રમશઃ)
જિંકલના હાથમાં આવેલી મેહુલની ડાયરી જિંકલે કોઈ દિવસ જોઈ ન હતી, વાંચવા માટે તેણે મુખપૃષ્ઠ ખોલ્યું.
(જિંકલના જન્મદિવસની રાત…સમય રાત્રીના 11:20)
“જિંકલ આજે શું કરી બેસી? ?, મેં આ માટે તો તેનો બ’ડે સેલિબ્રિટ ન’હોતો કર્યો?, એવું નહિ કે મને તે પસંદ નહિ, પણ એનો મતલબ તો એમ જ થયો ને કે મેં પૂરો દિવસ તેનું મનોરંજન કર્યું એટલે તેણે મને બદલામાં કિસ આપી, ના એવું ના હોય તેને મારા માટે ફીલિંગ્સ છે જ એટલે જ તેણે આમ કર્યું હશે અને હું પણ કેવો ગાંડો છુ તેની સાથે આવું વર્તન કર્યું, કાલે જ બધી ગેરસમજ દૂર કરી નાખીશ.” આટલું વિચારવામાં હું બે થી ત્રણ સિગરેટ ઘટકાવી ગયો હતો, હજી એક લેવા જઈ રહ્યો હતો ત્યાં મારુ ધ્યાન પેલા જિંકલે આપેલા બોક્સ પર પડ્યું, હજી બોક્સ હાથમાં લીધું ત્યાં મારા મોબાઈલમાં મેસેજ પૉપ-અપ થયો. “આપણે કાલે સવારે દસ વાગ્યે મળીશું, કોફીહાઉસમાં…ટેબલ નં-7, ડ્રેસ કોડ બ્લેક સૂટ વિથ રેડ ટાઈ..કાલે સવારે ડ્રેસ સુહાનીના ઘરે પહોંચી જશે.-From -રણજીતસિંહ.” મેસેજ વાંચી મેં મોબાઈલ બાજુમાં મુક્યો અને જિંકલનું બોક્સ લઈ અગાસીમાં ચાલ્યો ગયો, આજે મને ખબર હતી હું લાખ પ્રયત્ન કરું સુવાના પણ નીંદ આવવાની નહિ તેથી મારી પર્સનલ ડાયરી લઈ હું ઉપર આવી ગયો.જિંકલે આપેલું બોક્સ ખોલ્યું તો હું જોતો જ રહી ગયો, તેમાં એક સિગરેટનું બોક્સ હતું અને સાથે એક કાગળ હતો.
કાગળમાં કંઈક આવું લખ્યું હતું “એ યાર મારો પહેલો પ્રેમ મારાથી ના છીનવ, હું એકલી રહી જઈશ જો આ પ્રેમ છીનવાઈ ગયો, કોઈક પ્રેમગુરુએ સાચું જ કહ્યું છે ‘સફરમાં કોઈ દિવસ હમસફર ના છોડાઈ’ કદાચ હું અત્યારે નહિ કહું તો મારી સૌથી મોટી ભૂલ હશે એ..., Mr.Mer Mehul, શું તું મને Ms.Jinkal માંથી Mrs.Mer Jinkal બનાવીશ? અને હા વિચારતો નહિ કે આ સિગારેટનું પેકેટ કેમ આપ્યું? , આટલો તો હવે મારો અધિકાર છે…આ પેકેટ તારા માટે છેલ્લું છે, બસ પછી તું સિગરેટ નહિ જલાવ…And yes…I'm waiting for your answer…Love You.”
મેં કાગળ ડાયરીમાં મૂકી જિંકલે આપેલ પેકેટમાંથી એક સિગરેટ જલાવી, શું ખબર આજે પહેલીવાર આટલો લાંબો સમય સિગરેટ ચાલી, હું હર એક ક્રશ સાથે જિંકલને મહેસુસ કરી રહ્યો હતો, જિંકલ “I Love You Too” મનમાં જ બબડયો.એક ક્ષણ લાગ્યું કે જિંકલને ફોન કરી બધું જ કહી દઉં, પણ સમય અને સંજોગ જોતા મેં કોલ કરવાનું મુલતવી રાખ્યું.” આટલું વાંચતા જિંકલના આંખમાં આંસુ આવી ગયા મનમાં બોલી “તે રાત્રે જ કોલ કર્યો હોત તો સારું હોત.” જિંકલે ડાયરી બંધ કરી, ઘરનું કામ પૂરું કરી ફરી ડાયરી વાંચવાનું શરૂ કર્યું.
“ સવારે રાબેતા મુજબ સાડા છ વાગ્યે જોગીંગ માટે હું પાર્ક પહોંચ્યો પણ આજે જિંકલ આવી નહિ, ‘ગિલ્ટી ફિલ થતું હશે અને પોતાનાથી જ ગુસ્સે હશે તેથી અત્યારે વાત નહિ કરવી' તેમ વિચારી મેં સાંજે છ વાગ્યે મળશું તેવો મેસેજ જિંકલને મોકલી દીધો અને જોગીંગ કરી પરત ફર્યો.ઘરે પહોંચ્યો તો સુહાની એકટિવની રાહ જોઈ બહાર ઉભી હતી.
“સોરી મારે લેટ થઈ ગયું, આ તારી ચાવી અને મેં ટેન્કી ફૂલ કરાવી દીધી છે.” મેં ચાવી ધરતા કહ્યું.
“ના, તું જ રાખ.અત્યારે નિખિલ લેવા આવે છે અને તારા નામે પાર્સલ આવ્યું છે.” સુહાનિએ થોડા ગુસ્સામાં મોં મારોડતા કહ્યું.
“કેમ શું થયું, સવાર સવારમાં મૂડ ખરાબ છે? ”
“તું જ કહેતો હતો ને યાર, કાલે સાંજે નિખિલ વિશે વાત કહીશ અને કાલે રાત્રે આવ્યો તો મને મળ્યો પણ નહિ? ”
“કાલે મૂડ ન’હતો યાર અને નિખિલની વાતો પરથી મને એવું લાગે છે….” હું અટકી ગયો..મને એવું લાગ્યું કે સુહાનીને આ વાત કરવી યોગ્ય નહિ.
“શું લાગ્યું તને? ” સુહાનીએ ઉત્સુકતાથી પૂછ્યું.
“એકવાર ફરી વિચારી લેજે અને જે પણ પગલું ભર પૂરું સત્ય જાણીને જ ભરજે.” મેં ગંભીરતાથી કહ્યું.
સામેથી બાઈકનો હોર્ન વાગ્યો, નિખિલની બાઈક હતી.સુહાનીનો ચહેરો ઉતરી ગયો હતો, મારી સામે જુઠ્ઠું હસી નિખિલની બાઈક પર બેસી સુહાની કોલેજ જવા નીકળી ગયી.હું પણ બ્લેક સુટ પર રેડ ટાઈ પહેરી દસ વાગ્યે કોફીહાઉસ પહોંચી ગયો.
ટેબલ નં-7 પર બે વ્યક્તિ બેસેલી હતી.એક રણજીતસિંહ હતા જે તેના રોજિંદા વૅલ બ્લેક સૂટમાં હતા, બીજી ત્રેવીસેક વર્ષની છોકરી હતી જેણે બ્લુ જીન્સ પર પ્લેન બ્લેક શર્ટનું ઇનશર્ટ કરેલું હતું.હું ટેબલ પાસે આવી ઉભો રહ્યો.” એક્સક્યુઝ મી” મને જોઈને તે છોકરી ઉભી થઇ, ટેબલ છોડી બહાર નીકળી ગયી.
“આવ બેસ મેહુલ, શું ચાલશે? , કૉફી, કૅપચીનો યા બીજું કંઇ? ” રણજીતસિંહે ઔપચારિકતા પુરી કરી.
“કૉફી” મેં ચેઇર પર બેસતા કહ્યું
“સૌથી પહેલા હું મારો પરિચય આપું, હું રણજીતસિંહ ચૌધરી, એક વર્ષ પહેલાં CID નો માંધાતા ઑફિસર હતો, હવે નવા ઑફિસરને જૉઇન કરી, તેઓને ટ્રેનિંગ આપી તૈયાર કરવાની જવાબદારી લીધી છે અને તું પણ મારી પહેલી નજરે પસંદ કરાયેલ છોકરો છો.” ટૂંકમાં પરિચય આપતા રણજીતસિંહે કહ્યું.
“શું.. શું.. હું અને CID ઑફિસર?, તમે શું જોઈને મને પસંદ કર્યો.હું કોમર્શિયલ ફિલ્ડનો વ્યક્તિ છું, અને હું ઑફિસર નહિ બનવા માંગતો.” મેં અજીબોગરીબ કિસમથી વાત કરી.
“મેં તને પૂછ્યું નહિ હજી, મેં તને માત્ર પસંદ કર્યો છે અને તારે આ ફિલ્ડ પસંદ કરવી છે કે નહિ તે મારી વાત પૂરી થાય પછી કહેજે.”
“કહો શું પ્રસ્તાવ છે તમારો” મેં રિલેક્સ થતા કહ્યું.સામેથી બે કૉફી આવી રણજીતસિંહે કૉફી સાથે વાત આગળ ધપાવી.
“સિમ્પલ છે, તું CID જોઈન કર તેના બદલામાં તને એ બધી ફેસિલિટી મળશે, જેની તારે જરૂર છે.મતલબ…રહેવા માટે ફ્લેટ, કાર, બાઇક પ્લસ સેલેરી..મારી પાસે એક એવો પેચીદો કેસ છે જેના માટે મારે એક અંડર કવર કૉપની જરૂર છે જેનો પાસ્ટમાં કોઈ રેકોર્ડ ના હોય અને તેના માટે તું પરફેક્ટ છો.”
“પણ હું જ શા માટે?, મને તો કઈ ખબર જ નહિ તેના વિશે.”
“મેં તને તે રાત્રે ચોર પકડતા જોયો હતો, તારૂ પ્રેઝન્સ ઑફ માઈન્ડ જોરદાર છે અને તને જો થોડી ટ્રેનિંગ આપવામાં આવે તો તું તારો બેસ્ટ આપી શકે છો.” રણજીતસિંહે કહ્યું.
“હું ના કહું તો? ” મેં પૂછ્યું.
“તારી મરજી પછી વિચારી લેજે, એક વર્ષમાં કઈ નહિ થઈ શકે, લક્ષ્મીજી સામેથી ચાંલ્લો કરવા આવે છે, ત્યારે મોં ધોવા ના જા તો સારું.” રણજીતસિંહે હસતા હસતા કહ્યું.
“હું કઈ સમજ્યો નહિ? ” મેં અસમંજસતાથી કહ્યું.
“તને સામેથી તક મળે છે ત્યારે તું બહાના બનાવે છો.. વિચાર આવી તક માટે સૌ કેટલો પ્રયત્ન કરતા હોય છે.”
“એમ નહિ, સમજો હું તૈયાર થઈ જાઉં, તો મારા સપનાનું શું? મારૂ કંઈક અલગ સપનું પણ હોઈ શકે ને? ”
“ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મારે આ ત્રણેય લોકમાં ન તો કશું કર્તવ્ય છે, ન કશું પ્રાપ્ત કરવા જેવી વસ્તુ છે છતાં હું કર્મ કરું છું.મતલબ તારું સપનું સાકાર કરવા તારે કર્મ તો કરવું જ પડે અને તે કર્મ કદાચ આ જ છે.” રણજીતસિંહે સમજાવતા કહ્યું.
“હા પણ તેનાથી હું મારી લાઈફમાં જે કરવું હોય તે ના કરી શકું ને? ”
“મેં એવું તો નહિ કહ્યું, તારે નોર્મલ લાઈફમાં જ રહેવાનું છે અને તને લાગતું હોય કે તને મજા નહિ આવતી તો આ એક કેસ સોલ્વ કરી આપણો એગ્રીમેન્ટ પૂરો અને મને વિશ્વાસ છે તને મજા આવશે જ, બોલ શું વિચાર છે? ”
“હું વિચારીને કહું? ” મેં વિચારવા માટે સમય લીધો.
“હા ચોક્કસ, અને તારો જે કઈ નિર્ણય હોય તે તારી અને મારી વચ્ચે જ રહે તેનું ધ્યાન રાખજે અને તારા જવાબની કાલ સુધી જ રાહ જોઇશ.” રણજીતસિંહે ફરી સૂચના આપી અને કડક શબ્દોમાં ચેતવણી પણ આપી.
અડધી કલાકની એ મિટિંગથી હું કંટાળી ગયો, રણજીતસિંહને વળાવી હું પેલા જોગસ પાર્કમાં બેસવા ગયો અને ત્યાં જઈ મને અમદાવાદની યાદ આવવા લાગી, મેં રણવીરને કોલ કર્યો તેની સાથે થોડી વાતચિત્ત કરી ત્યારબાદ મમ્મીને ફોન કર્યો. જ્યારે તેની સાથે વાત કરી ત્યારે તો લગભગ હું રડી જ પડ્યો હતો, કારણ કે મારા અને પાપાના ઝઘડા વચ્ચે મારી મમ્મીનો કશો જ વાંક ન હતો, મેં પાપાના પણ ખબર પૂછ્યા અને જ્યારે મને ખબર પડી કે રણવીરે બધી વાત કહી દીધી છે અને પાપા આટલું બધું ગિલ્ટી ફિલ કરતા હોવાથી મને કોલ કરી શક્યા નહી, ત્યારે મારા પાપા પર મને ગર્વ થતો હતો.
છેલ્લે મેં જિંકલની વાત મમ્મીને કરી ત્યારે મમ્મીએ કહ્યું કે “બેટા, આવ ત્યારે વહું ને સાથે લઈ ને જ આવજે અને તારા પાપાની ચિંતા ના કરતો તેને હું સંભાળી લઈશ.” આટલી લાઈન વાંચતા જિંકલ મનમાં હસી અને બોલી “મને પણ ક્યાં ખબર હતી સાસુમાં, કે મારે પહેલેથી જ અહીં આવવાનું હતું, નહીંતર આટલી પળોજણ થાત જ નહિ” જિંકલે વાંચવાનું શરૂ રાખ્યું.
મમ્મીની એ વાત હું કઈ સમજી ન શક્યો પણ મારામાં થોડી વધારે હિંમત આવી, મમ્મી સાથે વાત પુરી કરી તરત જ જિંકલે ફોન કર્યો, પણ મેં જે વાત સાંભળી તે વાતથી હું બધું જ ભૂલી ગયો. ફોન દિશાએ રિસીવ કર્યો હતો અને કહ્યું કે જિંકલને ખૂબ જ ફીવર છે અને તે બેભાન અવસ્થામાં છે.
હું બધુ જ ભૂલી દિશાના ઘરે પહોંચી ગયો, હજી જિંકલ બેભાન જ હતી અને કદાચ કાલે રાત્રે રડી હશે તેથી આંખો પણ સોજી ગયી હતી અને કાજળ પણ ગાલ પર આવી ગયેલ હતું.
“ડોકટરે કહ્યું છે કે ડિપ્રેશનના કારણે આમ થયું છે, આજે પૂરો દિવસ આરામ કરશે એટલે સારું થઈ જશે” મારી સાથે વાત કરતા દિશાએ કહ્યું.
“બાય ધ વે, કાલે શું થયું હતું તો જિંકલ આટલી ડિપ્રેશનમાં આવી ગયી? ” દિશાએ વાત આગળ ચલાવી.
“કઈ ખાસ નહિ, બસ નાનો ઝગડો થયો હતો.” મેં આંખો ચૂરવતા ખોટું કહ્યું.
“ઠીક છે તું બેસ હું કૉફી લેતી આવું.” દિશાએ કહ્યું.
“ના, થેન્ક યુ, જિંકલની સાથે એકવાર વાત થવા દે, પછી બધું ચાલશે.” મેં કહ્યું.દિશા તેના કામમાં વ્યસ્ત થઈ ગયી.
હું જિંકલની બાજુમાં બેસી વિચારતો હતો “યાર પ્લીઝ એકવાર આંખો ખોલ, મારી બધી ભૂલ મારે કબુલવી છે અને તારી સામે સરેન્ડર કરવું છે, હું પહેલા કેમ કઈ સમજી શક્યો નહિ?, પ્લીઝ યાર એકવાર આંખો ખોલ” જિંકલનો ચહેરો જોઈ હું મારા આંસુ રોકી ના શક્યો, હું તેને ખુશી તો ના દઈ શક્યો ઉલટાનું બદલામાં આટલું મોટું દુઃખ પહોચાડ્યું?, ધિક્કાર છે મને મારા આવા વિચારો પર, જે જિંકલને દુઃખ પહોંચાડે.” આટલું વાંચતા જિંકલના આંખોના ખૂણે પણ ઝાકળ બિંદુ આવી ગયા.
ફરી આંસુ લૂછી વાંચવાનું શરૂ કર્યું “એક કલાક પોતાની સાથે વાતો કરી પછી મને એક નીંદનું ઝોકું આવી ગયું, જિંકલનો હાથ મારા હાથમાં લઈ તેના પર માથું રાખી હું સુઈ ગયો, જયારે જિંકલનો હાથ સવળ્યો ત્યારે હું જાગ્યો.
“ના ઉઠવાની કોશિશ ન કર, ડોકટરે ના પાડી છે.” મેં જિંકલને સુવા કહ્યું.
જિંકલ કઈ આગળ કહે તે પહેલાં મેં કહ્યું “I love You, સૉરી કાલ માટે…મેં વિચાર્યું ન હતું આવું કઈ થશે એટલે મેં રુડ બિહેવ કર્યું, બટ હવે હું ક્લિયર છું.”
“તારે પહેલા ના સમજાય, મને આટલી હેરાન કરવાની શું જરૂર હતી? ” જિંકલે રડતા રડતા કહ્યું.
“સૉરી, ” મેં ફરી કહ્યું.જિંકલની આંખો મારી સાથે મળી, મારા ના કહેવા છતાં જિંકલ ઉભી થઇ…હજી હું જિંકલને હગ કરવા આગળ વધતો હતો ત્યાં પાછળથી દિશા આવી. “નૉક, નૉક.. હું આવી ગયી છું હો.” હસતા હસતા દિશાએ કહ્યું.
“મેહુલ તું ઘરે જા, આપણે કાલે મળશું” જિંકલે કહ્યું.
“ના, આજે હું અહી જ રહીશ.” મે કહ્યું.
“તું સમજ મેહુલ, દિશા અહીં છે…એવું કંઈ હશે તો હું તને કોલ કરીશ…” જિંકલે ફરી કહ્યું.
“આઈ થિંક હું કબાબમાં હડ્ડી બનું છું, જિંકલ હું બહાર વેઇટ કરું છું.” દિશાએ દરવાજો બંધ કરી બહાર ચાલી ગયી.હું સતત જિંકલ સામે જોઈ રહ્યો હતો. “શું..છે? ” જિંકલે ત્રાસી નજર કરી પૂછ્યું.
મેં હળવું સ્મિત વેર્યુ, જિંકલે પણ સ્મિત કર્યું. હું જિંકલની નજીક ગયો, પોકેટમાંથી એક બોક્સ કાઢ્યું, જેમાં એક રિંગ હતી,
“જો તે કાલે કઈ ના કહ્યું હોત તો આજે હું તને પ્રપોઝ કરવાનો હતો…કાલે જ આપવી હતી બટ…”
“શશશશ…” જિંકલે મારા હાથમાંથી પોતાને રિંગ પહેરાવી પછી “We kissed each other, Long kiss.. It’s really beautiful feelings..then I kissed her head .”
“બસ હવે, તને ભી ફિવર આવી જશે.” જિંકલે હસતા હસતા કહ્યું.હું ભી મુસ્કુરાયો. મેં જિંકલને ટેબલેટ લેવા કહ્યું.
“મેહુલ તું મને આજે સાંજે બહાર લઈ જઈશ? ” જિંકલે મારા હાથ પર હાથ રાખતા કહ્યું.
“તું ઉભી થવાની હાલતમાં નહિ ને તારે બહાર જવું છે? તું આરામ કર હું અહી જ બેસું છું.” મેં ફરી કહ્યું.
“સારું, થોડીવાર બેસ, મને પણ મજા આવશે.” જિંકલે કહ્યું.
“દિશાશા…જિંકલ માટે કૉફી લાવજે પ્લીઝ.” મેં કહ્યું.
“તું કાલે કોઈકને મળવાનું કહેતો હતો ને? શું થયું? ” જિંકલે પૂછ્યું. એક મિનિટ માટે મને લાગ્યું કે બધું જ કહી દઉં, પછી વિચાર આવ્યો નહિ કહેવું એટલે જુઠ્ઠું બોલવું પડ્યું.
દિશા કોફી લઈ આવી, જિંકલને હવે સારું હતું તેથી તેણે મને જવા કહ્યું, કાલે સવારે મળશું કહી હું ત્યાંથી નીકળી ગયો.
સુહાનીના ઘરે પહોંચ્યો તો ગાર્ડનમાં સુહાની બેઠી હતી.મેં ત્યાં જઈ પૂછ્યું “હેય, આ સમયે અહીં શું કરે છે? ”
“યું ડૅમ, લૂઝર, ચીટર…તારા લીધે જ મારો ઝઘડો થયો છે.એક વર્ષની રિલેશન એક મિનિટમાં તોડી નાખી નિખિલે…” સુહાનીએ રડતા અવાજે મારા પર બરાડા પડ્યા.
“પણ શું થયું એમ તો કહે? ” મેં સહજતાથી પૂછ્યું.
“શું થયુંયુંયું?, મેં તને એક સારો દોસ્ત માન્યો હતો અને તે મારી અને નિખિલ વચ્ચે જ ઝઘડો કરાવ્યો? …શું જરૂર હતી તારે કાલે નિખિલ સાથે આવી વાતો કરવાની? , આટલી રુડલી વાત કરીને તું શું જાતાવવા માંગતો હતો? કે તે એક બત્તમિઝ છોકરો છે એમ? કે પછી તેના કરતાં તું મારુ વધારે ધ્યાન રાખે છે એમ.? ” સુહાની મારા પર શબ્દોના બાણ છોડી રહી હતી.
“મારી વાત તો સાંભળ સુહાની.” હું આગળ કહું તે પહેલાં ફરી સુહાની ભડકી “મારે કઇ નહિ સાંભળવું, મેં તને સારો દોસ્ત સમજીને મારી પ્રોબ્લેમ કહી હતી, તું તો CID ના ઑફિસર જેમ પૂછપરછ કરવા લાગ્યો…ડૅમ યું…..ડમ્પ કરી આજે મને અને તારા જ લીધે જ.”
“સૉરી, બટ મારી ભૂલ શુ છે અને નિખિલે શું કહ્યું” મેં પૂછ્યું.
સુહાની હજી રડતી જ જતી હતી અને મારા પર બ્લેમ કરતી હતી “ ‘મારાથી વધારે તો મેહુલ તને વધારે સમજે છે અને તે વધારે ખ્યાલ રાખે છે તો તારે મારી શું જરૂર છે?, આજ પછી આપણે નહીં મળીયે હું તારી લાઈફમાંથી દુર ચાલ્યો જાઉં છું’રડતા રડતા આટલું કહી નિખિલ મને છોડી ગયો.” સુહાનીએ કહ્યું.
મેં સાંત્વના આપવા તેનો હાથ પકડ્યો પણ તેણે મને જોરથી ધક્કો માર્યો અને દૂર કરી નાખ્યો.” મારી સાથે વાત કરવાની કોશિશ નહિ કરતો, મારે તારો ચહેરો જ નહિ જોવો એન્ડ લિવ મી અલોન યું ચીટર….મહેમાન છો ને મહેમાન બનીને જ રહે.” સુહાનીએ શું વાત કરી દીધી. આગળ હું એક શબ્દ ન બોલી શક્યો, સુહાની રૂમમાં ચાલી ગયી.
મેં રણજીતસિંહને કૉલ કર્યો, “મને મંજુર છે, તમે કહેશો તે બધું કરીશ બસ મને આજે જ ફ્લેટની ચાવી આપી દો, મારી પાસે રહેવા ઘર નહીં.”
“અત્યારે તો હું આઉટ ઑફ મુંબઇ છું, તું એક કામ કર આજે મારા ઘરે ચાલ્યો જા, આજનો દિવસ તું મારો મહેમાન, કાલે તને ફ્લેટની ચાવી અને બીજું બધું મળી જશે.” સામેથી રણજીતસિંહે કહ્યું.
“નહિ બનવું મારે મહેમાન, કાલે હું તમને મળીશ” ગુસ્સામાં મેં ફોન કાપી નાખ્યો.તે દિવસે હું સુહાનીના ઘરે કહ્યા વિના જ નીકળી ગયો, તે દિવસની રાત મેં હોટેલમાં રહેવાનું નક્કી કર્યું..જિંકલની બહેનના ઘણા કૉલ આવ્યા બટ મેં રિસીવ જ ના કર્યા.શુ ખબર શું થયું હતું મને મારે સુહાનીને બતાવવું હતું કે હું ગલત નહિ અને મારી પ્રૉબ્લેમ જ એ છે કે હું નિર્ણય તરત જ લઈ લઉં છું અને ખૂબી એ છે કે ભલે હું સાચો કે ખોટો નિર્ણય લઉં, પણ તે નિર્ણય પર અટલ રહું છું, મેં નક્કી કરી લીધું હતું કે હવે નિખિલ વિશે પુરી વાત જાણવી અને સત્ય શું છે તે જાણવું.સુહાનીએ શબ્દો રૂપી જે ઈંટ મને મારી હતી તેની જ દીવાલો પર ઘર બનાવવું હતું.
હું હોટેલની સામે એક બેન્ચ પર બેઠો હતો ત્યારે જિંકલનો કૉલ આવ્યો. “હાઈ, શું કરી રહ્યો છો? ” સામેથી ઉત્સાહમાં જિંકલે પૂછ્યું.પળભર માટે મને મારી અને જિંકલની પહેલી મુલાકાત યાદ આવી ગયી, ત્યારે પણ હું આવા જ વિચારોમાં ખોવાયેલો હતો અને ત્યારે મેં મારા વિચારોને બ્રેક આપી જિંકલ સાથે વાતો કરી હતી.
“બસ જો ટહેલવા નીકળ્યો છું, તને ફોન કરવાનો જ હતો, કેમ છે તબિયત હવે.” મેં સ્વસ્થ થઈ કહ્યું.
“મને તો સારું છે પણ આ તારા અવાજ ને શું થયું, કેમ ઉદાસ છે? ” જિંકલે કહ્યું.હું તો સ્તબ્ધ રહી ગયો, હજી આજે જ અમે રિલેશનમાં જોડાયા હતા છતાં જિંકલ મને કળી ગયી?, જિંકલનો મૂડ સ્પોઇલ ન થાય તેથી હું ખોટું બોલ્યો કે મને કંઈ નહિ થયું.ત્યારે જિંકલે કહ્યું “કોઈ વાંધો નહિ, તું ના કહી શકતો હોય તો..., તને ઈચ્છા ના હોય તો આપણે આજે એ વાત નહીં કરીએ.” આ સમયમાં મારે જિંકલનો સાથ જોઈતો હતો પણ હું કહી શકતો ન હતો..અને તે બખૂબી પોતાનો રોલ નિભાવી રહી હતી.
“મારે તને એક વાત કહેવી છે મેહુલ” જિંકલે કહ્યું.
“હા બોલ ને જિંકલ”
“હું મુંબઇ તારા માટે જ આવી હતી યાર” જિંકલે કહ્યું.
“શું.. શું..”
“ભરત અંકલે મારા પાપાને કહ્યું હતું કે તું તારા પાપા સાથે ઝઘડો કરીને મુંબઈ જાય છે અને તારા પર નજર રાખવા મને અહીં આવવા કહેલું.” જિંકલે કાહ્યુ.
“હા. હા.. ભરતભાઇ પણ જબરા છે, પણ તું મને અત્યારે કેમ કહે છો? ” મેં પૂછ્યું.
“કારણ કે આપણા રિલેશનની દીવાલ હું કોઈ જુઠ્ઠા આક્ષેપોથી ચણવા નહિ માંગતી.”
“ધેટ્સ ગુડ, તો ભરતભાઈએ શું કહ્યું તને.”
“કઈ નહિ, છોડ એ બધું કાલે આપણે મળીયે છીએને? ” જિંકલે વાત બદલી.
“તું કહેતી હોય તો અત્યારે મળવા આવું બોલ” મેં મજાકમાં કહ્યું.
“સમય જોયો? , અગિયાર વાગ્યા…અને હું તો તને કહેતી હતી ચાલ બહાર જઈએ પણ તે ના કહ્યું…. છોકરો છો ને…ફીલિંગ્સ ના સમજી શકે.” ટોન્ટ મારતા જિંકલે કહ્યું.
“ઑય બકુ, ટોન્ટ મારમાં હો, હું અત્યારે આવી શકું છું, આવી શું શકું? , આવું જ છું ચલ.” હું ઉત્સાહમાં આવી ગયો.
“ઑકે , ઍસ યોર વિશ” સામેથી ચાંપલી કરતી જિંકલ હસી.
મેં ફોન કટ કર્યો, બહાર આવી ટેક્સીમાં બેઠો, હજી ટેક્સીએ હોટેલથી આગળનો વળાંક લીધો ત્યાં સામેથી નિખિલની બાઈક પસાર થઈ, તેની સાથે બીજી એક બાઈક પણ હતી.
મેં કઈ પણ વિચાર્યા વિના ટેક્સી તેની પાછળ દોડાવવા કહ્યું.ત્યાં જઈ જોયું તો સૌએ ‘ગેલેક્સી સિનેમા’ બહાર બાઈક ઉભી રાખી અને અંદર ચાલ્યા ગયા, મને લાગ્યું કદાચ મારી જ ભૂલ થાય છે એટલે મેં ટેક્સી જિંકલના ઘર તરફ લઈ જવા કહ્યું.
રસ્તામાં જિંકલના બે થી ત્રણ કૉલ આવ્યા પણ મેં રિસીવ ના કર્યા, તેના ઘરની બહાર જઇ ઉભો રહ્યો તો મને જોઈ જિંકલ દબેપાવ , સેન્ડલ હાથમાં લઈ બહાર આવી.
“કેમ આમ આવી? મેં પૂછ્યું.
“સ્ટુપીડ, બાર વાગ્યે કોઈ એનાઉસમેન્ટ કરીને બહાર ના જાય, આમ જ નીકળવું પડે, ચાલ હવે.” મારો હાથ પકડી તે મને ગેટની બાજુમાં લઈ ગયી. “હું એનાઉસ કરીને નીકળતો તો પણ ભરતભાઇ કઇ ના કહેતા.” ધીમેથી હુ બબડયો.
“ફીવર ચાલ્યો ભી ગયો? ” મેં હસતા હસતા કહ્યું.
“હમમ, હમણાં જ ગયો છે, તું કહે તો પાછો બોલવું? ” જિંકલે કહ્યું.
“ના..ના.. ફરીવાર નહિ, નહીંતર ફરી તું મને કહીશ કે તને ભી ફીવર થઈ જશે.”
“શું થયું મેહુલ? હવે બોલ” જિંકલે પૂછ્યું.
“શું…કઈ તો નહીં થયું.” મેં નજર ચુરાવવાની કોશિશ કરી.
“ના, તારે કહેવું જ પડશે.”
“તને ખોટું તો નહીં લાગે ને? ” મેં એક યુક્તિ શોધી કાઢી.
“ના, જલ્દી બોલ.”
“Can I Kiss You? ” મેં ધીમેથી જિંકલના કાનમાં કહ્યું.
“You Naughty boy., ..” જિંકલ શરમાઈ ગયી.તેની પલકો જયારે નીચે ઝૂકી ત્યારે મન થયું કે એક જ લાઈનમાં તેનું વર્ણન કરી બતાઉં, પણ ત્યારે સમય ન હતો.
“શું નૉટી? , પરમિશન લઉં છું, તારો મૂડ કેવો હોય……”
“ She kissed my lips, then kissed on the cheek and then on the head.”
“તારો મૂડ કેવો હોય…મને શું ખબર…થેન્કસ” મેં અધૂરું વાક્ય પૂરું કર્યું.
“થેન્ક્સ, મેહુલ મેં તને કિસ કરી હમણાં.? જિંકલ મારી સામે જોઈ કહ્યું.
“હા, કિસ તો કરી, બટ શા માટે કરી? ” હું અનજાન હોઉં તેમ કહ્યું.
બંને એકબીજા સામે જોઈ રહ્યા, પછી બંને હસી પડ્યા.થોડીવાર બેસી જિંકલ અંદર ચાલી ગયી અને હું હોટેલ તરફ વળ્યો, રસ્તામાં બસ જિંકલની એ કિસ જ યાદ આવતી હતી…wow…..” જિંકલ આગળ વાંચે તે પહેલાં બાર વાગ્યાની ઝણકાર ઘડિયાળમાંથી સંભળાઇ, જિંકલ બુક બાજુમાં છોડી, રુદ્રને લેવા નીકળી ગયી.
(ક્રમશઃ)
Mer Mehul