પ્રકરણ 3
વિશ્વાસના ટુર ઓપરેટરને ટ્રેન એકસીડન્ટના સમાચાર જાણ થતાં જ તેમણે રેલ્વે હેલ્પ લાઈન પરથી ઘટનાની શક્ય એટલી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. ટુર ઓપરેટર પણ વિશ્વાસ અને તેના મિત્રોના પરિવારને ટ્રેન અકસ્માત વિશે દુઃખદ સમાચાર આપે છે. રેલ્વે દ્વારા બચાવ સાધન સામગ્રી, બચાવ ટીમ અને યાત્રીઓના પરિવારને ઘટના સ્થળે લઇ જવા માટે સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેનની જાહેરાત કરી હતી. અમદાવાદથી ગોવા ટ્રેનના યાત્રિકોના પરિવારજનો, વિશ્વાસના મિત્રોના પરિવારજનો અને ટુર ઓપરેટર ઘટના સ્થળે જવા સ્પેશ્યલ ટ્રેનમાં જવા તાબડતોડ રેલવેસ્ટેશન પર આવી પહોંચે છે. રેલ્વે એ જાહેર કરેલા સમયે આ સ્પેશ્યલ ટ્રેન ઉપડી અને સ્પેશ્યલ ટ્રેનમાં વાતાવરણ ગમગીન અને ચિંતાનું હતું. ટ્રેનમાં બધા યાત્રિકોના સગાઓનો જીવ તાળવે ચોંટેલ હતો અને બધા ભગવાનને પ્રાર્થના કરતા હતાં. સ્પેશ્યલ ટ્રેનમાં વિશ્વાસના ટુર ઓપરેટર, રેલ્વે કર્મચારીઓ અને બીજા સ્વયં સેવકો બધાને સાંત્વના આપી બધું સારું જ થશે તેવી હૈયા ધારણા આપતાં હતાં.
વિશ્વાસની સ્કુલમાં સ્વીમીંગ માટે સ્પેશ્યલ પ્રોગ્રામ ચાલતો હોવાથી લગભગ બધાને સ્વીમીંગ આવડતું હોવાથી કેટલાંક મિત્રો સ્વીમીંગ કરીને બચી પણ ગયા હતાં. વિશ્વાસ તો સ્વીમીંગમાં માસ્ટર હતો અને તે અંધારું અને અજાણી જગ્યા હોવા છતાં તરીને નજીકના ખેતર સુધી પહોંચી ગયો હતો. વિશ્વાસ તેના મિત્રોને અને ખાસ જાનકીને અંધારામાં શોધી રહ્યો હતો પણ તેને કોઈ પરિચિત મળ્યું ન હતું. અજવાળું થતાં ગામવાળા તેની પાસે ખેતરમાં પહોંચતા તે તેના મિત્રો ને બચાવવા આજીજી કરતો હતો અને ગામવાળા શક્ય મદદ કરવા સાંત્વના આપતાં હતાં. લોકોએ તેને થોડું ઘણું વાગ્યું હોવાથી હોસ્પીટલમાં જઈ સારવાર કરાવવાનું કહેતા હતાં પણ તે બચાવ કામગીરી કરતાં લોકો સાથે રહીને તેના મિત્રોની જાણકારી મેળવવા જીદ કરી ઘટના સ્થળ પર જ રોકાયો હતો. વિશ્વાસ ઘટના સ્થળે નદીમાંથી નીકળતી લાશોમાં પણ પોતાના મિત્રોને શોધતો હોય છે.
હોસ્પિટલ માં જેમ જેમ ઘવાયેલ યાત્રીઓ, બેભાન યાત્રીઓ અને મૃત યાત્રીઓની ઓળખ થતી જતી હતી તેમ તેમ રેલ્વે ના અધિકારીઓ લીસ્ટ બનાવી ઈમરજન્સી નંબર પર, રેલ્વે સ્ટેશન પર અને ટીવી ચેનલોના માધ્યમ થી યાત્રિકો ના પરિવાર સુધી માહિતી પહોંચાડવા પ્રયત્નો કરી રહ્યા હતાં. સ્પેશ્યલ સુપર ફાસ્ટ ટ્રેન ઘટના સ્થળની નજીકના સ્ટેશન આવી પહોંચી અને યાત્રિકોના પરિવારજન ને ત્યાંથી સીધા જ હોસ્પિટલ લઇ જવાય છે. હોસ્પિટલ પહોંચતા વાતાવરણ વધુ શોકમય બન્યું. કેટલાંક પોતાના સ્વજન ને મળીને ખુશ હતાં તો કેટલાંક પોતાના સ્વજનની લાશ જોઇને અત્યંત દુઃખી બન્યા હતાં તો કેટલાંક પોતાના સ્વજનની કોઈ જાણ ન મળતાં ચિંતામાં હતાં. જેઓને પોતાના સ્વજન નહોતા મળ્યા તેઓ રેલ્વે અધિકારીઓ અને હોસ્પિટલ સ્ટાફ જોડે હાથ જોડી વિનંતી કરતાં હતાં, ઝઘડતાં હતાં અને રડી રહ્યા હતાં.
વિશ્વાસ ના મિત્રોના સ્વજન અને ટુર ઓપરેટરે હોસ્પિટલમાં એકે એક વ્યક્તિની, લાશની તપાસ કરી અને લિસ્ટ પણ ચેક કરવાનું શરુ કરી દીધું. વિશ્વાસના ગ્રુપના ચાલીસ મિત્રોમાંથી ૩૨ મિત્રોની ભાળ મળી ગઈ હતી અને બાકીના ૮ ની તપાસ ચાલુ કરી. વિશ્વાસ તથા જાનકીનો પણ કોઇ પત્તો ન મળવાથી તેમની પણ શોધખોળ ચાલુ હતી. વિશ્વાસ ના ટુર ઓપરેટરને ઘટના સ્થળ પર જતાં વિશ્વાસ ઘાયલોની ઓળખ કરતો નજરે આવતાં તેમણે તેના પિતાને હોસ્પિટલ પર જાણ કરી અને ઓળખ લીસ્ટમાં વિશ્વાસ નો ઉમેરો કરવામાં આવે છે. વિશ્વાસ અને ટુર ઓપરેટર હોસ્પિટલ પહોંચતા વિશ્વાસના માતા પિતા અને તેના મિત્રો પણ તેને જોઈ ખુશ થઇ જાય છે.
વિશ્વાસ પણ બધાને જોઈ ખુશ થઇ જાય છે અને આ ઘટના માટે પોતાને જવાબદાર ગણી રોવા માંડે છે. બધા વિશ્વાસને શાંત રાખીને આમાં તેનો નહિ પણ કુદરતનો વાંક અને રેલ્વેની જવાબદારી છે તેમ સમજાવે છે. વિશ્વાસને થોડું ઘણું વાગ્યું હતું તેનો ઈલાજ કરવામાં આવે છે. વિશ્વાસ હોસ્પિટલમાં તેના પરિવારને અને રેલ્વે અધિકારીઓને ટ્રેનમાં ઘટના કેવી રીતે ઘટી ની વાત કરે છે,” અમે સૌએ ટ્રેનમાં આખો દિવસ મોજ મજા અને મસ્તી કરી પછી જમીને લાઈટો બંધ કરી આરામ કરતાં હતાં, તેવામાં જ ગાઢ અંધારામાં એક ધડાકો થયો અને ટ્રેન વહેતી નદીમાં ખાબકી, અમારો ડબ્બો S 2 પણ નદીમાં ખાબક્યો તો કેટલાંક ડબ્બા રેલ્વે ટ્રેક પર લટકતાં હતાં અને લોકો લટકતાં ડબ્બામાંથી વહેતી નદીમાં પડ્યા. અંધારું બહુ હતું અને કેટલાંક લોકો ઊંઘમાં પણ હતાં અને કેટલાંક બે ધ્યાન હતાં. જેમને પરીસ્થિત ની સમજ પડી,બાહોશ હતા, તરતા આવડતું હતું અને કિસ્મતે સાથ આપ્યો તે બચી ગયાં. ગામવાળા પણ મદદે આવ્યા અને ઘણા ડૂબતા લોકોને બચાવ્યા. “
વિશ્વાસે હોસ્પિટલમાં તેના મિત્રો ક્યાં ને કઈ હાલતમાં છે તેની પુછપરછ કરી તેના જવાબમાં હોસ્પિટલ તરફથી લીસ્ટ આપવામાં આવ્યું એમાં તેના ગ્રુપમાં તેની સાથે મળીને ૩૩ જણની ભાળ મળી ગઈ છે પણ હજુ ૭ મિત્રો નો શોધખોળ બીજા યાત્રીઓની સાથે ચાલુ છે. વિશ્વાસ જાનકી ના પરિવારને મળે છે અને જાનકી મળી કે કેમ ની પુછપરછ કરે છે અને જ્યાં તેને ખબર પડે છે હજુ જાનકી પણ લાપતા છે ત્યારે તેના શરીરમાં ભયનું લખલખું પ્રસરી ગયું. જાનકીના સમાચાર ના મળતાં વિશ્વાસના મનમાં શંકા કુશંકા વ્યાપી જાય છે અને મનોમન રોવે છે અને ઘટના માટે પોતાને જવાબદાર માની જાતને કોસતો હોય છે. હોસ્પીટલના તંગ વાતાવરણથી વિશ્વાસના કપાળે ગભરામણમાં પ્રસ્વેદબિંદુઓ જામવા લાગ્યા. વિશ્વાસ થોડો સ્વસ્થ થઇ રેલ્વેના ડોકટર, ટુર ઓપરેટર સાથે લાશોની ઓળખ કરવાની જીદ કરી જોવા જાય છે. કેટલીક લાશોની ઓળખ થઇ શકી નહોતી એટલે ખોવાયેલ યાત્રિકોના પરિવાર ચિંતામાં હતા ત્યારે વિશ્વાસે લાશની ઓળખ માટે ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેસ્ટ કરવા માટે વિનંતી કરે છે. વિશ્વાસ ત્યાં હાજર બધા લોકોને જણાવે છે, " ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેસ્ટ ટેકનોલોજીથી ડો સિંહે રાજીવ ગાંધીની ઓળખ કરી હતી અને આ ટેકનોલોજીથી ઘણી ઉપયોગી છે એવું મેં ટીવીમાં જોયુ હતું. અત્યારે અહિં આ ઘટનામાં પણ ડીએનએ ફિંગરપ્રિન્ટ ટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જ જોઇએ, જેથી ઘણુ જાણવા મળી શકશે. " ત્યાં હાજર બધા લોકોને વિશ્વાસની વાતમાં તથ્ય લાગ્યું અને રેલ્વે અધિકારીઓને રજુઆત કરી. રેલ્વે અધિકારીઓ અને ડોકટરની ટીમે આ ટેકનોલોજી સરળ ન હોવાની વાત કરી એટલે ત્યાં હાજર એક વ્યકતિએ ઉપલા લેવલે ફોન કરી ફિંગરપ્રિન્ટ ટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ હાલની ગંભીર પરિસ્થિતિમાં કરવા રજુઆત કરી અને તેમના પ્રયાસ તથા વિશ્વાસની જાણકારી પરથી સ્પેશિયલ ટીમ ઘટના સ્થળ પર ટેસ્ટ કરવા માટે આવવા રવાના થઇ. થોડાક જ કલાકોમાં ટીમ ઘટના સ્થળ આવી પહોંચતા ફિંગરપ્રિન્ટ ટેસ્ટ ટેકનોલોજીની કામગીરી શરુ કરવામાં આવે છે અને સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવે છે. જાનકીના મમ્મી પપ્પાના ડીએનએ સેમ્પલ પણ લેવામાં આવે છે. સેમ્પલોનું ટેસ્ટીંગ ઘટના સ્થળની હોસ્પિટલમાં શકય ન હોવાથી લાશોને માર્કિંગ કરી સેમ્પલો લઇ ટીમ લેબોરેટરી માટે તાત્કાલિક રવાના થાય છે. રીપોર્ટ આવવાની રાહ જોવાતી હોય છે અને વિશ્વાસ ઘટનાને લઈને ડીપ્રેશનમાં આવવાથી બેભાન થઇ જાય છે. હોસ્પીટલના ડોક્ટરે વિશ્વાસની હાલત વધુ બગડે તે પહેલાં તેને અહીંથી દુર અથવા ઘરે લઇ જવાની વાત કરી. વિશ્વાસને જરૂરી દવા આપી તેનો પરિવાર એમ્બ્યુલન્સમાં વિશ્વાસને ઘરે લઇ જવા રવાના થયો.
રેલવેએ ટ્રેનના ટીકીટ ચાર્ટ અને યાત્રિકોના પરિવારે કરેલ જાણ મુજબ યાત્રિકો અને હોસ્પિટલના લીસ્ટની તપાસ કરતાં હજુ લગભગ ૨૨ લોકોની ભાળ મળી ન હતી. આ લોકોની શોધખોળ માટે રેલ્વે અને સ્થાનિક તંત્ર એ તરવાના એક્સપર્ટ લોકોને બોલાવી નદીમાં શોધખોળ માટે કામે લગાડ્યા. રેલ્વેએ મોટી મોટી ક્રેન ડબ્બાનો કાટમાળ નદીમાંથી બહાર કાઢવા કામે લગાડી. નદી વહેતી હોવાથી આજુબાજુના ગામ, ખેતર,સીમ માં પણ સ્થાનિક લોકો અને તંત્રની મદદ લઇ રેલ્વેએ કામગીરી ચાલુ રાખી.
વિશ્વાસનો પરિવાર, સ્નેહીજનો અને મિત્રો એકાદ મહિના પછી વિશ્વાસ ડીપ્રેશનમાંથી બહાર આવી સમ્પૂર્ણ સ્વસ્થ થતાં ખુશ હતાં. વિશ્વાસે સ્વસ્થ થતાં ફરી પાછી ઘટનાને યાદ કરી અને તેના મિત્રો અંગે પુછપરછ કરી. વિશ્વાસના પિતાએ શાંત સ્વરે કહ્યું,” બેટા રેલ્વેએ ઘણી મહેનત કરીને બધાને નહિ પણ ઘણાં બધા યાત્રીઓને બચાવી લીધા અને તારા ગ્રુપના ૩૫ મિત્રોને બચાવી લીધા પણ કિસ્મતે ૫ મિત્રોને સાથ ન આપ્યો અને તેઓ હવે આપણી વચ્ચે નથી રહ્યા.” આ સાંભળી વિશ્વાસનું હ્રદય ઝડપભેર ધડકવા માંડ્યું અને તરત પુછે છે, “ જાનકી નું શું થયું અને ક્યાં ૫ મિત્રો નથી રહ્યા. ફિંગરપ્રિન્ટ ટેસ્ટ ટેકનોલોજીનો શું રીપોર્ટ આવ્યો? ” જ્યાં એને ખબર પડે છે કે એ ૫ મિત્રોમાં એક જાનકી પણ છે ત્યાં તે ધ્રુસકે ધ્રુસકે રોવા માંડે છે અને દુઃખી થઇ જાય છે. વિશ્વાસના પિતા માંડ માંડ મહા મુશ્કેલીથી રડી રહેલ વિશ્વાસ ને કન્ટ્રોલ કરે છે અને રીપોર્ટ અંગેની જાણકારી આપી. વિશ્વાસ ફરી ડિપ્રેશનમાં ના આવી જાય તેની સાવચેતી રાખી તેનો પરિવાર તેને શાંતિથી આખી ઘટના સમજાવે છે.
પ્રકરણ 3 પુર્ણ
પ્રકરણ ૪ માટે થોડી રાહ જુઓ અને જોડાયેલ રહેજો...
આપનો પ્રતિભાવ અને રેટીંગ પણ આપજો.