Vaat ek ratni - 2 in Gujarati Fiction Stories by Viral Chauhan Aarzu books and stories PDF | વાત એક રાતની

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

વાત એક રાતની

ઇવા થોડી અચકાઇ અને એ સ્વપ્ન પુરુષ પણ જાણે સપનામાથી જાગ્યો હોય તેમ ચમકીને પોતાની જાતને સંભાળી લીધી ઇવા ને બે ચાર છીંકો આવી અને ઇવાની થરથરતી કાયા જોઇ સ્વપ્નપુરુષે લોખંડી સ્વરે મૌન તોડયુ . “જાઓ પેલા તાપણા પાસે બેસો સારુ લાગશે.” તે ચુપચાપ તાપણા પાસે બેસી ગઇ કડીયા કુટુંબ ક યારે જમી પરવારીને ઉપલા માળે ઉંઘવા ચાલ્ચુ ગયુ તેની ખબર જ ના પડી.

“મારુ નામ અનવ. હુ ઇંજીનીયર છુ અને આ ઇમારત મારો પ્રોજેક્ટ છે અણધાર્યા વરસાદે મને અહી જ રોકી દિધો તમે અહી કેવી રીતે આવી પડ્યા ?” ઇવા એકીટશે અનવને જોઇ રહી હતી અચાનક જવાબ આપવાનો વખત આવ્યો ને તે થોડી અચકાઇ, “હુ ઇવા; બી.કોમ ફાઇનલ યરમા છુ. બસ ખોટકાઇ જતા આશરો લેવા અહી આવી ચડી.” “આવા ખંડીયેર ઇમારતમા આવતા ડર ના લાગ્યો?’’ અનવે વળતો પ્રશ્ન કર્યો . ઇવાની નજર બલ્બ પર પડી, “ અંજવાળુ જોતા અનાયાસે પગલા અહી પડ્યા”.

બન્ને વચ્ચે મૌન પથરાઇ ગયુ વરસાદનુ જોર વધ્યુ હતુ કડાકા ભડાકા પણ થતા હતા બંધ પડેલા મોબાઇલ પર ઈવાએ થોડી ગુસ્સાભરી દ્રષ્ટી નાખી અને ભીની થયેલી સાડીને થોડી વ્યવસ્થિત કરી. “કેટલા વાગ્યા હશે ?’ અનવે કાંડાની ઘડીયાળમાં જોતા કહ્યુ, “સવા અગિયાર”. એ સાથે જ ઇવા ચમકી, “બાપ રે!!! સવા અગિયાર હુ ઘરે ક્યારે પહોચીશ આ વરસાદ..... અનવ પણ ઇવાની ચિંતાથી થોડો વ્યથિત તો થયો પણ પોતે પણ કંઇ પણ કરી શકવાને અક્ષમ હતો તેનો પોતાનો સેલફોન પણ લૉ બેટરીને કારણે બંધ પડી ગયો હતો. અનવ સત્વરે બોલ્યો, “ તમે જરાયે ચિંતા કરો નહી જેવો આ વરસાદ ધીમો પડે કે તરત જ તમારા ઘરે પહોચાડી દેવાની જવાબદારી મારી. આ વરસાદે તો મારી આજની એક મિટીંગ પણ કૅંસલ કરાવી દિધી “ એકબીજાની વાતોમા તલ્લીન હતા કે બન્ને અચાનક ઉભા થઇ ગયા. ઇમારતમાં પાણી ભરાવા લાગ્યા બન્નેએ દાદર ભણી દોટ મુકી ત્રીજા પગથીયે ઇવાની સાડી સળીયામા ભરાય ગઇ અને તેને છોડાવામા હાથમાનુ પર્સ છુટીને પાણીમા તણાવા મંડ્યુ ઇવાનો જીવ દેખીતી રીતે જ તેના પર્સમાં હતો. “અનવ. અનવ છોડ મને મારુ પર્સ !!! પણ અનવે ઇવાને બે હાથે ઉંચકીને બીજા માળે લઈ ગયો. અનવ ગિન્નાયો, “મૅડમ પર્સ બીજુ લઇ શકાશે આ વરસાદનુ રૌદ્ર સ્વરુપ જોયુ છે!!?” ઇવાના ભાગે મૌન આવ્યુ -

થોડીવારે ઇવા ભડકી, “ તમે સમજો છો શુ તમારી જાતને કે મને ઇંપ્રેસ કરવા માંગો છો અને આમ મને ઉપાડવાની હિમ્મત કરી જ કેમ ? એકલતાનો લાભ લેવા માંગો છો હુ ચકોર અને ચાલાક છુ એમ કંઇ તમારી હિરોગીરીમાં આવી નહી જાવ થોડી ઝડપ કરી હોતને તો મારી પર્સ અત્યારે મારી પાસે હોત” અનવ ચુપચાપ ઇવાનો બકવાસ સાંભળી રહ્યો હતો અને ચુપ રહેવામા જ ઉચિત માન્યુ. તેણે આજુબાજુ નઝર કરી. આખરે એમ જ નીચે પલાંઠી વાળી બેસવા ગયો ત્યા તો ઇવા જોરથી બોલી અનવ ચલ જલ્દી ઉપલા માળે. અનવે જોયુ કે બીજા માળના દાદર પર પાણી ધસીને આવી રહ્યુ હતુ. બન્ને મુઠ્ઠી વાળીને ઉપલા માળ તરફ દોડ્યા. ભર વરસાદમાં પસીનો છુટી રહ્યો હતો. ઇવા ખુબ જ ડરી ગઇ હતી. અનાયાસપણે જ તેણે અનવનો હાથ પકડેલો હતો આકાશમા વીજળીનો ચમકારો થયો અને ગભરાયેલી ઇવા અનવને વળગી પડી તે વિચારમાં પડી ગયો. ઘડી પહેલા રોફ જમાવતી ઇવા અત્યારે કેવી એક હરણીની જેમ ગભરાયેલી છે!!! ઇવાનો માસુમ ચહેરો ડરને કારણે વધુ પ્રેમાળ લાગતો હતો !!! તેની કમનીય કાયા ભીની અને અસ્તવ્યસ્ણ સાડી અનવને બેકાબુ બનાવી રહી હતી.

રાતના બે વાગી ચુકયા હતા હવે ઇવાથી રહેવાયુ નહી. “અનવ મને ભુખ લાગી છે..” અનવ ચાંદ જેવા ચહેરાને આમ મુરઝાતા જોઇ ના શકયો તેના હદય પર ટીસ પડી. કાશ…. તે ભાવતા ભોજન પોતાના હાથે જમાડી શકતો હોત!!! તે અદબ વાળીને ઉભો હતો ઇવાને ભુખ લાગી છે તેમ સાંભળી સાવધ થઇ ગયો “હ... ઇવા આ વરસાદમાં શું ખાવા મળે?” કહેતા તેણે ખીસામાં હાથ નાખ્યો અને ચહેરા પર ચમક આવી, “ આ લે ....” ” વાઉ....” કહેતી ઇવાએ ઝડપથી મોટી બધી ચોકલેટ લઈ લીધી અનવ તેને ખુશ થતા નિહાળી મલકયો. ઘનઘોર રાત, ઉપરથી ધોધમાર વર્ષા, દેખાય શુ પણ છતાયે આકાશમા નિહાળી રહ્યો ઇવા તેને સાદ પાડીને ચોકલેટ ઑફર કરી રહી હતી અનવ પોતાના વિચારોમાં ગુલ હતો

થાંભલાના સહારે બન્ને બેઠા આખરે અલપ ઝલપની વાતો કરતા બન્ને નિંદ્રાવશ થઇ ગયા સવારના ઉઘાડ થયો. વરસાદ રહી ગયો હતો. કુમળા તડકાની ગરમીએ બન્નેની આંખો નવ વાગે ઉઘડી. ઇવા સફાળી ઉભી થઇ ગઇ. “અનવ પ્લીઝ મને ઘર સુધી છોડી દો” ઇવાના મુખ પર રાતભર બહાર રહેવાનો કચવાટ સ્પષ્ટ વર્તાઇ રહ્યો હતો ભીની સાડી સુકાય ગઈ હતી અને હવામા લહેરાય રહી હતી. ચહેરા પર થાક જણાય રહયો હતો પણ તેનુ સૌદર્ય અકબંધ હતુ. અનવ ઉભો થયો, નીચે દ્રષ્ટી નાખી પાણી તો ઓસરી ગયા હતા પણ ઠેર ઠેર કાદવના થર જામેલા હતા. અચકાતા ધીમે પગલે ફુંકીને પગ માંડતા બન્ને માંડ ભોયતળીયે ઉતર્યા .ઇવા સહમી ઉઠી. એક તો ગારામાં ચાલવાનું ઉપરથી આ સાડી... ઉફ્ફ.... અનવ તેની દ્વિધા સારી પેઠે સમજી ગયો. થોડા કલાકના સહવાસમાં તે એક વાત સમજી ગયો હતો કે આ છોકરી છે નિર્મળ હદયની. દિલની વાત, ગમો- અણગમો સ્પષ્ટપણે ચહેરા પર દેખાય જતો હતો ,અનવનો હાથ પકડ્યા છતા ઇવાથી કાદવમાં પગલા મંડાતા નહોતા અને મંડાય પણ કયાથી? કાદવથી યુધ્ધ છેડે કે સાડી સંભાળે ? અનવે આંખોથી પ્રશ્ન કર્યો અને ઇવાએ નજરો ઢાળી જવાબ આપ્યો. અનવે કમરથી ઝાલીને ઇવાને ઉંચકી લીધી. બીજો હાથ તેના ગોઠણો નીચે ગોઠવ્યો. ઇવાના બન્ને હાથ આપોઆપ અનવના ગળાનો હાર બની ગયો!!! ઇવા ધડકતા હૈયે તેને નિહાળતી રહી અને અનવ હિંમતભેર ડગ માંડતો હાઈવે સુધી આવી પહોચ્યો. ઇવાને નીચે ઉતારી અને તે ઝબકી. રસ્તો કયારે કપાય ગયો ખબર જ ના પડી!!! તેણે ઘણીવાર સાંભળ્યુ હતુ કે પૂરુષ તાકાતવાન હોય તે આ તાકાતથી અંજાય ગઇ!! તેના તરફ ખેંચાઇ રહી હતી…. “ તો બોલો મૅડમ કયા છે તમારુ ઘર એટલે તમને છોડી દઉ સુખરુપ. ઇવાનો ચહેરો પડી ગયો. ઘરનુ સરનામુ બતાવ્યુ, વાહન ભાડે કર્યુ. લૅડીઝ ફર્સ્ટ કહીને અનવે ઇવાને પહેલા ચડવા કહ્યુ, ઇવાએ આ કઇ પહેલી વાર સ્ત્રીદાક્ષીણ્ય નહોતુ માણ્યુ . છતાય જાણે જીવનમાં પહેલીવાર સાંભળતી હોય તેમ લાગ્યુ!! ઘર તરફ ગતિ કરતુ વાહન ઇવાને ઉદાસ કરી રહ્યુ હતુ. હા તેને અનવથી દુર નહોતુ થવુ !! રાત જેની સાથે ફફડતા હૈયે ગાળી તેને તે પોતાનો માનવા લાગી હતી!!! તેને ઓછામાં ઓછુ અનવનો કોંટાક્ટ નંબર જોઈતો હતો પણ બન્ને વચ્ચે મૌન પથરાયેલુ હતુ જે ઇવાને અકળાવતુ હતુ. અહી અનવ તદ્દન નિર્લેપ હતો. થોડીવારમાં બહાર જોતો હતો. ઘડીકમાં પોતાના વાળ સરખા કરતો હતો, ઘડીકમાં દાઢી ખંજવાળતો હતો . આખરે ઇવાએ મૌન તોડ્યુ, “અનવ મારે ઘરે એક કૉલ કરવો છે”. “ બૅટરી ડાઉન”. જવાબ સાંભળી ઇવાનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ ગયો. સોસાયટી નજીક રીક્ષા ઉભી રહી ભારે હૈયે નીચે ઉતરી ઉભી રહી. “ ચાલો સંભાળીને ઘરે જા.” ઇવા અવાક્ થઇ ગઇ.” અરે મારા ઘરે તો ચલ બસ નજીક જ છે” “ના થૅક્સ!! મારે પણ ઘરે જવુ છે ઘરવાળા ચિંતા કરતા હશે ને “. ઇવાને ગળે ડુમો ભરાય ગયો. નહી તેને આવજો નહી જ કહી શકે!!! અનવે રિક્ષાને પોતાના ઘર તરફ દોડાવી છેલ્લી વખત બાય કહીને તે જડવત રીક્ષાને જોતી રહી. અત્યારે તેની આખોમાથી વરસાદ વરસી રહ્યો હતો!!! જેમ તેમ ઘરે પહોચી અને હો હા મચી ગઇ. “ ઇવા બેટા તુ આવી ગઇ આ વરસાદે તો ભારે કરી... ક્યા આશરો લીધો હતો રાતભર?? તારો ફોન પણ બંધ જ આવે છે. ઇવાએ મહાપ્રયત્ને પોતાને સંભાળી અને જવાબ આપ્યા. તે ફ્રેશ થઇ અને કઇ પણ ખાધા વગર અનવને યાદ કરતા સુઇ ગઇ કદાચ સપનામા એ આવે.

ઈવાએ પડખુ ફેરવ્યુ. ઘડીયાલમાં નજર પડી. સાડા ચાર વાગ્યા હતા. નાકમાં ઘીમાં તળાતી સુંઠની સોડમ ભરાઈ. ઓહ!!! નીતા ફોઈ આવ્યા છે. તે જ્યારે પણ આવતા સુખડી જરુર બનાવતા, અને મીઠી મીઠી સોડમથી ફકત ઘરના જ નહી આજુબાજુમાં ય ખબર પડી જતી કે ઈવાના માનીતા નીતા ફોઇ આવ્યા છે. ઈવા ઝડપથી ઉઠી ગરમ ગરમ સુખડી ખાવા માટે. હાથ મો ધોયુ અને ડાયનીંગ ટેબલ પર બેસી. બધાજ ઘરનાં સભ્યો ત્યા ગોઠવાયેલા હતાં ઈવાના મમ્મીએ નીતાફોઈને ખાસ બોલાવેલા જેથી ઈવા છોકરો જોવા હા પાડી દે ઈવાએ એક પ્લેટ ઉપાડી અને એક ચકતું મો મા નાખ્યુ. “ આ...હ” સ્વાદથી તેનુ મ્હો ભરાઈ આવ્યુ ઈવાની મમ્મીએ નીતા ફોઈની સામે આંખ મીંચકારી અને નીતા ફોઇએ મુરતિયાનો ફોટો ઈવા સામે ઘરી દીધો. બેટા આ છોકરો ય સુખડી જેવો જ મધમીઠો છે તુ હા પાડે તો મિટીંગ.... ઈવા અનવના ફોટાને જોઇ આશ્ચર્યથી હરખાઇ ઉઠી અને નીતા ફોઈ પોરસાણા, “ઈવા મારી વાત ના માને એવુ બને ખરુ??!!”

(સમાપ્ત)