Software Engineer ni safar - 1 in Gujarati Love Stories by Irfan Juneja books and stories PDF | સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 1

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર

ભાગ - ૧

Linkedin ખોલી ને પોતાના પ્રોફેસનલ કોન્ટેક્ટસ ના અપડેટ્સ ચેક કરી રહેલા શાહિદ ની નજર Linkedin ના મેસેજ બોક્સ પર પડી. ઘણા લોકો ની બર્થડે વિશ ની સાથે સાથે ન્યૂ જોબ ના કૉંગ્રેટ્સ ના મેસેજ હતા. બધા ને થેન્ક્સ કેહતા કેહતા એને એક મેસેજ જોયો.

"હાય.."

શાહિદ એના મેસેજ ને જોઈ તરત એના પ્રોફાઇલ ને ખોલ્યું. નામ સોની પટેલ, સાયબેઝ ઇન્ફોટેક નામ ની કંપની માં સોફ્ટવેર એન્જિનિઅર તરીકે કામ કરતી સોની ને પોતેજ કોન્ટેક્ટ રિકવેસટ મોકલી હતી એ યાદ આવ્યું. બંને એક જ ટેકનોલોજી માં કામ કરતા હોવા થી કદાચ સોની એ એની રિકવેસટ એક્સેપ્ટ કરી હશે. પણ આ હાય વાળો મેસેજ કેમ..? શાહિદ મનોમન વિચારી રહ્યો હતો. Linkedin ના આટઆટલા કોન્ટેક્ટ માં કોઈ છોકરી એ પેહલી વાર "હાય.." મેસેજ લખવાથી થોડો વિચાર માં પડેલા શાહિદ એ આખરે સોની ને મેસેજ કરી જ દીધો.

"હાય.."

"તમે Java માં કામ કરો છો? " શાહિદ એ મેસેજ માં પૂછ્યું..

"હા , હું Java માં કામ કરું છું ને તમે?"

"હું પણ.. તમારો ખુબ ખુબ આભાર મને પોતાના આ પ્રોફેશનલ કોન્ટેક્ટ માં એડ કરવા .."

"યોર વેલકમ.."

"સારું સોની જી તો આપણે પ્રોફેશનલ ફ્રેન્ડ બની સકીયે??" શાહિદ એ પ્રશ્ન કર્યો...

"હા, ઓકે.."

સોની સાથે બસ આટલી જ વાત થઇ કે શાહિદ હવે આ વાત ને લઈને વિચારો ના વંટોળ માં ખોવાઈ ગયો. એ વિચારવા લાગ્યો કે આ પેહલી છોકરી છે જે એને બહુ સારી રીતે જવાબો આપી રહી છે. અને પ્રોફેશનલ ફ્રેન્ડ બનવાની પણ હા પાડી. મારી અત્યાર ની કંપની નો ગ્રોથ પણ નથી ને વાતાવરણ પણ સારું નઈ તો શું હું સોની ની કંપની માં ટ્રાન્સફર લઇ લઉ તો કેવું રે.. એ વિચારી શાહિદ ફરી થી એનું પ્રોફાઇલ ખોલી ને બધી માહિતી જોવા લાગ્યો. ગૂગલ પર જઈ એને સાયબેઝ ના પ્રતિભાવ જોયા. સ્ટાફ મોટી સંખ્યામાં હતો ને સાથે સાથે ત્યાં કામ કરી રહેલા લોકો અને જેમને તે કંપની છોડી હતી એ લોકો ના પણ પ્રતિભાવ સારા હતા. આ બધી જ માહિતી જોઈ ને શાહિદ એ પણ ત્યાં ટ્રાન્સફર લેવાનો વિચાર કર્યો.

સવાર પડી શાહિદ રાબેતા મુજબ સવારે 6:00 વાગે ઉઠ્યો. સવારે નહીધોઈ ને તૈયાર થઇ ને શાહિદ એ કુરઆન નો એક ભાગ "યાસીન સરીફ" નો પાઠ કર્યો. ત્યાં સુધી માં રૂમમાં પોતાની સાથે રહેલા અજય, પ્રશાંત, સ્મિત અને સત્યમ જાગી ગયા. એ લોકો પણ વારા ફરીથી ફ્રેશ થવા લાગ્યા.

"સ્મિત તમે લોકો તૈયાર થઇ જાઓ હું બધા માટે મહાકાળી એ થી ચા નાસ્તો લેતો આવું.."

"હા ભાઈ જલ્દી જા અમે તો ફટાફટ રેડી થઇ જશું.. " સ્મિત એ આંખો ચોળતા ચોળતા જવાબ આપ્યો.

શાહિદ મહાકાળી ટી સ્ટોલ પર પહોંચ્યો. ને ત્યાં ઉભેલા રાજસ્થાની કાકા ને કહ્યું

"અંકલ ચાર પૌઆ ઝીણી મોટી સેવ મિક્સ અને લીંબુ મુકવાનું ભૂલતા નઈ અને ચાર ચા પાર્સલ.."

"ઓકે થોડી વાર સાઈડ માં બેસો પાર્સલ રેડ્ડી થાય એટલે કઉ.."

થોડીવાર પછી કાકા એ પાર્સલ આપ્યું ને શાહિદ કાકા ને પૈસા આપી ને રવાના થયો. રૂમ પર પહોંચતા દરવાજો ખખડાવ્યો સત્યમ એ દરવાજો ખોલ્યો. બધા ફ્રેશ થઇ ગયા હતા ને સવાર ની રોજિંદી ક્રિયા માં વ્યસ્ત હતા. અજય પોતાની CA ફાઇનલ ની તૈયારી માટે સવાર માં જ પોતાના બેડ પર બુક , નોટ ને કેલ્સી લઈને બેસી ગયો હતો. સ્મિત એની નવી બનેલી ફ્રેન્ડ મોના સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. પ્રશાંત રોજ ની જેમ જ સવારે હનુમાન ચાલીસા નો પાઠ કરી રહ્યો હતો. સત્યમ The Hindu ન્યૂઝ પેપર વાંચી રહ્યો હતો. શાહિદ ના આવતાજ બધા પોતાનું કામ છોડી ને સ્મિત ની બેડ પર કુંડાળું વળી ને બેસી ગયા. પ્રશાંત પણ પાઠ પૂરો કરી કૃષ્ણ ભગવાનની છબી અને સરસ્વતી માં ની મૂર્તિ સામે નતમસ્તક કરી ને સ્મિત ની બેડ પર આવ્યો. હવે બધા નાસ્તો કરવા લાગ્યા. અજય એ બોલિવૂડ ના ન્યૂ સોન્ગસ ફોન માં મોટા અવાજે ચાલુ કર્યાં. બધા નાસ્તો કરતા કરતા ખુબ જ એન્જોય કરી રહ્યા હતા..

10:00 વાગ્યા હવે દરેક પોતાના કામ માં જાવા નીકળી રહ્યું હતું. પ્રશાંત અને શાહિદ IT કંપની માં કામ કરતા હતા એટલે એ બને એ સૌ પેહલા રૂમ છોડ્યો. ત્યારબાદ સ્મિત અને અજય પોતાના CA ના ક્લાસ માટે નીકળ્યા. સત્યમ UPSC ની તૈયારી કરતો હતો એટલે એને બપોરે 12:00 વાગે ક્લાસ માં જવાનું હતું.

શાહિદ ઑફિસ પહોંચ્યો. પણ જાણે આજે એનું મન નહોતું લાગતું એને વારંવાર મગજ માં સોની ની જ વાતો યાદ આવતી. શું હું સોની ની ઑફિસ માં ઇન્ટેરિયું આપી આવું? એ કંપની સારી તો હશે ને અહીં જેવું તો નહિ હોય ને? ત્યાં મને અહીં જેવા મિત્રો મળશે? આવા અઢળક સવાલો સાથે એ આજે વિચારો માં જ ઘેરાયેલો હતો.

"શાહિદ, આજે સુ ટાસ્ક છે તારી પાસે?.." પાછળ થી અવાજ આવ્યો. શાહિદ એ ફરી ને જોયું તો એ શનિ હતો..

"હાય શનિ ગુડ મોર્નિંગ ભાઈ, શું સવાર સવાર માં ટાસ્ક ટાસ્ક કરે છે?"

"અરે આજે ક્લાઈન્ટ ને ડેમો આપવાનો છે મારે ને 15 એક જેવા ઇસ્યુ છે, જો તારે કામ ના હોય તો હું તને 5-7 આપી દઉં..."

"હા શનિ આજે કઈ ખાસ કામ નથી. બસ લાલા જોડે થોડું ટેસ્ટિંગ કરવાનું છે અને થોડા GUI ના ચેન્જીસ છે.."

"ઓકે તો હું સર ને વાત કરી દઉં છું તું પેલા આ પ્રાયોરિટી માં લેજે.."

"ઓકે શનિ થઇ જશે ભાઈ, મોજ કરને.."

આમ જ કામ કરતા કરતા સાંજ પડી હવે 7:30 થઇ ગ્યા હતા. શાહિદ પોતાનું કમ્પ્યુટર બંધ કરી ને પંચ આઉટ કરવા લાઈન માં ઉભો હતો. તેનો વારો આવતા જ પંચ આઉટ કરી ને નજીક ના AMTS સ્ટેન્ડ પાસે પહોંચ્યો. 143 નંબર ની બસ આવી શાહિદ એમાં બેસી ને પોતાના PG એ પહોંચ્યો. સ્મિત , અજય અને સત્યમ રૂમ પર આવી ગયા હતા. શાહિદ રૂમ પર પહોંચી ને સ્મિત સાથે હાય ફાઈવ આપી અને થોડી વાર પોતાની બેડ માં એમ જ સુઈ ગયો. લગભગ 15 એક મિનિટ માં પ્રશાંત પણ રૂમ પર આવી ગયો. હવે પ્રશાંત અને શાહિદ ફ્રેશ થઇ નાઈટ ડ્રેસ પહેરી ને તૈયાર થઇ ગયા. સ્મિત, સત્યમ ને અજય પણ તૈયાર જ હતા. 5 એ જાણ ચાલતા ચાલતા હરિ ૐ માં જમવા ગયા જમતા જમતા એક બીજાએ આખા દિવસ માં સુ કર્યું એ જાણવાનું ચાલુ કર્યું..

"શાહિદ યાર આજ તો કલાસ મેં મજ્જા આ ગયા. એક નયી લડકી આયી હે. ક્યાં ગજબ લગ રહી થી યાર.." અજય બોલ્યો, અજય હિન્દી ભાષી હતો. મઘ્યપ્રદેશ ના એક નાના તાલુકા થી એ અહીં અમદાવાદ CA ના ક્લાસ કરવા આવ્યો હતો.

"દેખ અજય ફાઇનલ હે ઇસલિયે પહેલે CA બનજા , ફિર તો લડકીયો કી લાઈન લગે ગી.." શાહિદ એ થોડું મલકાતાં જવાબ આપ્યો..

"હા વો બાત તેરી સહી હે.. પર સાલે તેરી તો મંગની હો ચુકી હે ઇસલિયે તું ઐસી સલાહે દેતા રેહતા હે.." અજય આટલું બોલતા જ બધા હસવા લાગ્યા..

"સ્મિત તારું ચેટલે પહોચ્યું? મોના જોડે રોજ લાગેલો જ હોય સે..?" સત્યમ એ સ્મિત ને કટાક્ષ માં પૂછ્યું..

"અલા ટોપા તું શાંતિ રાખ વી આર જસ્ટ ફ્રેન્ડસ.."

"જસ્ટ ફ્રેન્ડસ છે તો પણ રાતના 3 વાગ્યા સુધી વાતો જ ઠોકતો હોય, તો વધુ હોત તો સુ કરેત??" પ્રશાંત એ શોટ માર્યો..

"અલા એ મને Sums શિખવાડતી હોય છે. મારે શરૂઆત ના લેક્ચર મિસ થયા તા ને એટલે.."

"તું હજી બનાય અમને.. તારી વાતો પરથી કે તારા ચેહરા ના હાવભાવ પરથી તો એવું ક્યારેય ના લાગ્યું કે તું કંઇક શિખતો હોય.." પ્રશાંત એ ભાર દઈને કહ્યું..

"ચાલો છોડો હવે જલ્દી જમો મારે કાલે ટેસ્ટ છે.." સ્મિત એ વાત કટ કરતા કહ્યું..

એમ કરતા કરતા 5 એ જામી ને રૂમ એ પાછા આવ્યા, શાહિદ પાછો પોતાના એ જ વિચારો લઈને બેસી ગયો, એને LinkedIn ખોલ્યું. સોની એ આપેલા જવાબ "હા ઓકે" થી આગળ કેમ વધવું એ જ વિચારી રહ્યો હતો..

"થેન્ક્સ સોની જી. મને તમારો પ્રોફેસનલ ફ્રેન્ડ બનાવવા માટે.." ઘણા વિચારો કરી ને શાહિદ એ આ મેસેજ મોકલી જ દીધો..

"યોર વેલકમ .." સોની પણ ઓનલાઈન જ હતી તો તરત જવાબ આવ્યો..

"સેલ વી ટોક ઈન ગુજ્જુ?.." શાહિદ એ પૂછ્યું..

"હા કેમ નઈ.." સોની એ તરત જવાબ આપ્યો..

"મારી આ કંપની માં સારું નથી , અહીં ટીમ પણ નાની છે ને Java માં પ્રોજેક્ટ પણ સારા નઈ. તમારી કંપની માં કેવું છે?"

"અહીં પણ ટીમ નાની જ છે Java માં તો પણ આખી કંપની માં 5000+ એમ્પલોયી છે. અને MNC છે એટલે વાતાવરણ પણ સારું છે.."

"તમને જો એતરાજ ના હોય તો એક વાત પૂછું?"

"હા પૂછો ને.." સોની એ તરત જ જવાબ આપ્યો..

"તમે મારી એક મદદ કરી શકશો? મારે કંપની ચેંજ કરવી છે તો તમારી કંપની માં જગ્યા હોય તો મારુ ઇન્ટરીયું કરાવી શકો?.."

"હા, હાલ અહીં જગ્યા ખાલી છે. તમે મને મારા ઇમેઇલ આઈ ડી પર તમારું Resume મોકલી આપો.."

"હા, સારું હું મોકલી આપીશ , તમારું મેલ આઈ ડી?"

સોની એ પોતાનું મેલ આઈ ડી આપ્યું, શાહીદ એ પોતાનું Resume સેર કર્યું. સોની એ એને પોતાના HR ને મોકલ્યું. બીજા જ દિવસે બપોરે 1:30 એ શાહિદ ને સાયબેઝ ઇન્ફોટેક માંથી ફોન આવ્યો.

"હેલો મી. શાહિદ આઈ એમ વિરાટ કોલિંગ ફ્રોમ સાયબેઝ ઇન્ફોટેક, વી ગોટ યોર Resume. ઇફ યુ હેવ ટાઈમ વી કેન ડિસ્કસ ફ્યુ પોઇન્ટસ નાઉ.."

"ઓકે સર, આઈ એમ અવેલેબલ ફોર નેક્સટ 15 મિનિટ.."

"ટેન્કસ શાહિદ.., હાઉ મચ ટોટલ એક્સપિરિઅન્સ ઈન Java, વાય યુ આર ચેન્જ કરંટ કંપની એન્ડ વિચ ડેટ ઇસ સુટેબલ ફોર ઇન્ટેરિયું?"

"સર, આઈ હેવ 1 ઈઅર ઓફ એક્સપિરિઅન્સ ઈન Java. આઈ વોન્ટ ટુ ચેંજ કંપની બીકોઝ હિઅર વેરી સ્મોલ ટીમ ઓલ્સો નોટ એની ગુડ પ્રોજેક્ટસ એન્ડ આઈ એમ અવેલેબલ ઓન 22 નવેમ્બર"

"ઓકે શાહિદ થેન્ક્સ ફોર યોર વેલ્યુએબલ ટાઈમ, આઈ એમ સ્કેડ્યુલિંગ ઇન્ટેરિયું ઓન 22 નવેમ્બર , 11:00 ઈન મોર્નિંગ.."

"ઓકે સર, થેંક્યું..."

શાહિદ એ વાત પુરી કરી ને ફોન મુક્યો. શાહિદ ને હવે એક ખુશી હતી કે આ કંપની માંથી હવે બીજે જવા મળશે અને એની Linkedin માં બનેલી પ્રોફેશનલ ફ્રેન્ડ ને રૂબરૂ જોવા પણ મળશે...