Shant Neer - 1 in Gujarati Biography by Nirav Chauhan books and stories PDF | શાંત નીર

Featured Books
Categories
Share

શાંત નીર

શાંત નીર

સ્વીકૃતિ

મારી બુકમાં બહુ બધા પાત્ર છે જેમને મને આ બૂક લખવાની ઇન્સ્પિરેશન આપી. પેહલા તો હું પોતે કે જે મુખ્ય (લેખક), મારી માતા, મારી ફ્રેન્ડ, મારો ભાઈ,મારા સર અને બીજા બહુ કે જેને લીધે હું આ બુક લખી શક્યો.

મારી આ બુકમાં મારા જીવનમાં બનતી દર્રેક ઘટનાઓ નું વર્ણન કર્યું છે અને આમાં દરેક પાત્રએ પોતાનો મહત્વ નો ભાગ અને સાથ આપ્યો છે.

કેવી રીતે હું જીવનની દરેક સમસ્યાનો સામનો કરું છું અને કેવી રીતે એનું નિવારણ લાવું છું એ બધું આ બુક માં વર્ણન કરેલું છે.

બુકમાં બનેલી હાસ્ય ઘટનાઓ અને મારા પ્રવાસ અંગેનું વર્ણન કર્યું છે.

સૌ પ્રથમ મારી માતા કે જે મારા જીવન માં એક મહત્વનો ભાગ છે અને દરેક સમયે મારો સાથ આપ્યો છે.

ત્યારબાદ મારો ખાસ મિત્ર જેને મારી દરેક સમસ્યા અને કઠિન નિર્ણય લેવા માં મારો સાથ આપ્યો છે.. એ મારો ખાલી ખાસ મિત્ર નહિ મારો સારો સહલકાર પણ છે.

મારો પિતરાઈ ભાઈ જે મારો ખાસ મિત્ર છે અને મારી દરેક થયેલી ઘટનાની જાણ છે. કોઈ વાર એ મારો સહલકાર અને કોઈક વાર હું બની જાઉં!

મારા કોલેજના ફ્રેન્ડસ જે હંમેશા મારા પ્રેયણાદાઇ રહ્યા છે અને છેલ્લે એક અગત્ય નું પાત્ર જેનું વર્ણન હું બુક માં કરેલ છે.

એટલે એમનો નિરવ ચૌહાણ તરફથી આભાર.......

આજે હું ટ્રેન ના ટાઈમ કરતા ૨૦મીન વહેલો સ્ટેશન આવ્યો .મારા દરરોજ ના પાસ ની તારીખ પતી ગઈ હતી એટલે આજે મને ટિકિટ લેવા ની હતી .

હું ૨૦ મીનીટ વહેલા નીકળ્યો એ સારું થયું કારણકે હું જોઈ શકતો હતો કે ટિકિટ બારી પાર લાઈન હતી એ પણ એક નઈ ૬-૭ બારી હતી, તેમ છતાં લાઈન હતી .મને વિચાર આવ્યો કે ટિકિટ ના લાઉ તો ચાલે કારણ કે ટ્રેન માં ટિકિટ જોવા માટે કોઈ આવતું નથી પણ પછી યાદ આવ્યું કે,પેહલા હું એ એવું કર્યું છે અને પક્ડયાઓ છું એટલે રિસ્ક નથી લેવો .એટલે છેલ્લે ટિકિટ ની લાઈન માં રહ્યો.

થોડા ટાઈમ પછી અનનોઉન્સમેન્ટ થઇ કે "વલસાડ ઇન્ટરસિટી થોડા ટાઈમમાં વડોદરા સ્ટેશન એ આવી રહી છે ." એટલે હું જલ્દી થી ટિકિટ લઇ ને દોડ્યો ત્યારે ખબર પડી કે ટ્રેન જે રેગ્યુલર પ્લેટફોર્મ પર આવે એના જગ્યા એ ૩ નંબર ના પ્લેટફોર્મ પર આવશે. એટલે મારી ગતિ વધી ગઈ. છેલ્લે હું ટ્રેન આવી ત્યારે પ્લેટફોર્મ પર આવી ગયો તો. ત્યારે મને શાંતિ થઇ.

હું એ જોયું કે આજે ભીડ દરરોજ કરતા વધારે હતી ,એમ હશે કે આજે શનિવાર હોવા થી વિદ્યાર્થી અથવા નોકરીવાળા પોતાના ઘરે જતા હશે.

ટ્રેન લગભગ સાંજે ૫:૪૬ એ આવી અને હું હજુ એ ટ્રેન માં જવા માટે ટ્રેન માં ઉભો છું. મારી આગળ એક વૃદ્ધ કાકી હતા ,કેટલાક વિદ્યાર્થી તો કેટલાક નોકરી કરવા વાળા મુસાફરો હતા કે જે ટ્રેન માં ચડવા માટે ધક્કા-મુક્કી કરી રહ્યા હતા પણ મારુ ધ્યાન એક છોકરી પર ગયું જેની પાસે એક મોટી બેગ હતી તેથી હું એ એને પેહલા જવા દીધી.

હવે હું ઘણી મેહનત પછી ટ્રેન માં ચડી ગયો અને બેસવા માટે જગ્યા શોધી રહ્યો હતો. એટલા માં બે સીટ વળી જગ્યા માં એક ભાઈ હતા જેમને મને બેસવા કહ્યું કારણ કે મારી તબિયત સારી નહતી જે મારા ચેહરા પર દેખાઈ આવતું હતું. પછી મારુ ધ્યાન ગયું કે પેલી મોટા બેગ વળી છોકરી ઉભી હતી.

મને વિચાર આયો કે હું તો દરરોજ આવું છું એટલે મને જગ્યા મળે કે ના મળે એનો વાંધો નહતો કારણકે હું એના થી ટેવાયેલો હતો. પણ એ છોકરી પાસે મોટું બેગ હતું એટલે મારી બેસવા ની જગ્યા તે છોકરી ને આપી અને તેનું બેગ ઉપર મૂકી આપ્યું.

ટ્રેન એના ટાઈમ પર ચાલુ થઇ અને હું એ ઉભો રહી શકું એવી જગ્યા શોધી લીધી હતી .

થોડા સ્ટેશન આવ્યા બાદ એક સ્ટેશન પાર ટ્રેન ઉભી રહી.ટ્રેન માં ભીડ હતી એટલે દરવાજા થી ચડી રહેલા એક વૃદ્ધ અંકલ ને બરાબર જોઈ શકતો નહતો. ઘણી મેહનત પછી એ અંકલ ટ્રેન ના ડબ્બા ચડ્યા. ભીડ હતી એટલે એ વૃદ્ધ અંકલ ને બેસવા ની જગ્યા ના મળી તેમ છતાં એ જગ્યા શોધી રહ્યા હતા .

"એ ભાઈ જરા જગ્યા કરી આપોને…. એ વૃદ્ધ અંકલ બોલ્યા પોતાના નીચા અને શાંત સ્વર થી. " તેમ છતાં એ ભાઈ એ અંકલને જગ્યા ના કરી આપી અને બોલ્યો "અહીં ક્યાં જગ્યા છે અંકલ બીજે જઈને બેસો ને."

અંકલ એની સાથે ઝગડો કાર્ય વગર બીજે જઈએ ને શોધવા લાગ્યા. એમની ઉમર મોટી હોવા થી ધીમે ચાલી રહ્યા હતા .છેવટે જગ્યા ના મળતા એ ભીડ માં જ ઉભા રહયા. આ બધું હું જોઈ રહ્યો હતો કે આજકાલ ના જુવાન છોકરા ઓ ને પોતાનાથી મોટી ઉમર વાળા નું સમ્માન કરતા આવડતું નથી.

એ અંકલ ના ચેહરા પર સામાન્ય સ્મિત હતું એમ લાગતું હતું કે એ મારી વાત સમજી રહ્યા હસે.અંકલ એ ભીડની વચ્ચે સરસ પોતાના ધ્યાન માં ભગવાનની ધૂન કરી રહ્યા હતા. શું તેજ હતું એ અંકલ ના ચેહરા પર.!!

ભરૂચ સ્ટેશન આવા ને થોડા ટાઈમ પેહલા ટ્રેન માં ફેરિયાઓ આવ્યા જેમની પાસે સરસ ખરી સીંગ ,મસાલા વળી ચણાની દળ ... જે બૂમો પડી ને વેહચી રહ્યા હતા.

મારી પાસે આવી ને મને પણ પૂછ્યું કે કઈ જોઈએ છે પણ આજે શનિવાર હોવાથી મારો ઉપવાસ હતો એટલે હું લાચાર હતો નહિ તો ડેઇલી ટ્રેન માં હું ખરી સીંગ લાઉ .

"ના ભાઈ આજે નઈ જોઈએ"હું બોલ્યો. "કેમ ભાઈ...????" એ ફેરિયા વાળો બોલ્યો. કારણકે એ દરરોજ એ જ ટ્રેન માં આવતો હતો અને હું દરરોજ એ ટ્રેન માં એ ભાઈ પાસે થી કંઈક લેતો એટલે મને સારી રીતે ઓળખતો હતો.

"આજે શનિવારનો ઉપવાસ છે એટલે કસું નઈ લાઉ." હું બોલ્યો "ઠીક છે ભાઈ કઈ વાંધો નઈ." પેલી છોકરી હજુ મને જોઈ ને સ્મિત આપી રહી હતી. મને થોડું અજીબ લાગતું હતું કારણકે આજુ-બાજુ વાળા બધા મને જોઈ રહ્યા હતા.તેમ છતાં હુ એ એ છોકરી ને સ્મિત આપી.

મારા મોબાઈલમાં એક નોટિફિકેશન આવી વોટ્સએપ્પ ની જોયું કે એ મારી કોલેજની ફ્રેન્ડ મીરા નો મેસેજ હતો.

લખ્યું હતું કે "ટ્રેન માં બેસી ગયો ને બરાબર ??? જગ્યા મળી કે નઈ?? મને ખાતરી છે કે નઈ મળી હોય અને દરવાજા પર બેઠો હસે .... તને સારી રીતે ઓળખું છું ને ..."

હુ એ રિપ્લાય આપ્યો "શાંત થઇ જાઓ માતા...!!! મને બોલવા તો દો...તમે જ બોલો છો , આજે ટ્રેન માં ભીડ હતી એટલે મને જગ્યા નથી મળી અને ટ્રેન ની અંદર ઉભો છું બહાર નઈ "..

"તો બરાબર" મીરા નો મેસેજ આયો. મેં "ઓકે ભરૂચ પહોંચી ને મેસેજ કરું " લખીને મોબાઈલ બંધ કર્યો. અને ભરૂચ સ્ટેશન આવા ની રાહ જોઈ રહ્યો હતો.