Lengingma dekhav laajawab in Gujarati Women Focused by Mital Thakkar books and stories PDF | લેગિંગમાં દેખાવ લાજવાબ

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

Categories
Share

લેગિંગમાં દેખાવ લાજવાબ

લેગિંગમાં દેખાવ લાજવાબ

- મિતલ ઠક્કર

ફેશન જગતમાં લેગિંગ આજકાલ બહુ ડીમાન્ડમાં છે. શરીર ભલે વધુ પડતું પાતળું હોય કે પછી ભરાવદાર હોય દરેક ઉંમરની મહિલાઓ તેને પસંદ કરી રહી છે. અને બીજા વસ્ત્રોની સરખામણીએ સારી વાત એ છે કે લેગિંગ પહેરવા માટે કોઈપણ જાતના નિયમની જરૂર નથી. લાંબી કે ઠીંગણી કોઈપણ વ્યક્તિ લેગિંગ પહેરી શકે છે. હવે તો લેગિંગ કોઈપણ વયની તથા કદની સ્ત્રી પહેરતી જ હોય છે. પણ લેગિંગ પહેરીને આકર્ષક દેખાવાની ઈચ્છા હોય તો કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તે જાણી લો.

* પહેલી વાત એ કે લેગિંગના કાપડની ગુણવત્તા સારી હોવી જરૂરી છે.

* લેગિંગ પહેરતી વખતે શરીરના ભાગો ઊભરી આવે છે. જો લેગિંગનું કાપડ વધુ પડતું પાતળું હોય તો પગના દરેક ઉભાર દેખાઈ આવે છે. કાપડ પાતળું હોવાથી પગનો વધુ ચરબીવાળો ભાગ કદરૂપો લાગે છે. એટલે લેગિંગની ખરીદી કરતી વખતે તે પહેરીને જોઈ લેવું. લેગિંગ પહેર્યા બાદ સરળતાથી વળી શકાતું હોય તો તેની પસંદગી કરી શકાય છે.

* લેગિંગ્સ બિલકુલ સ્કિન સાથે ચોંટેલી હોય છે, તેથી ક્રોપ ટોપ અથવા શોર્ટ ટોપ પહેરવાથી Buttsનું ફિટિંગ દેખાવા લાગે છે. ચાલતી વખતે તો તમારો લુક ઓર અજીબ લાગે છે. તેથી લેગિંગ્સની સાથે હંમેશા લોંગ ટોપ અથવા ટ્યૂનિક પહેરવા જોઇએ.

* લેગિંગ પહેર્યા બાદ તેમાંથી આંતરિક વસ્ત્રો દેખાય નહીં તેની પણ યોગ્ય કાળજી લેવી.

* ઠંડીની મોસમમાં મળતા ખાસ લેગિંગની ખરીદી યોગ્ય ગણાય છે. કારણકે તે ઠંડીમાં ગરમાવો પણ આપે છે અને પગના ચરબીયુક્ત ભાગને ઢાંકી પણ દે છે.

* ટોપ્સની સાથે ક્યારેય એન્કલની પાસે એકઠી થતી લેગિંગ્સ ના પહેરો. તે તમારાં આખા લુકને ડલ બનાવી દે છે. કૂર્તાની સાથે ઠીક છે કારણ કે તેનાથી ચુડીદારનો લુક મળે છે. પરંતુ ટોપની સાથે આ પ્રકારની લેગિંગ્સ મોટી ભૂલ ગણાશે.

* બને ત્યાં સુધી સાદા, ઘેરા લેગિંગ પસંદ કરવા જોઇએ. નિયોન રંગના તથા બિલાડી કે ચિત્તાની પ્રિન્ટવાળા લેગિંગ પહેરવાની ફેશન આજકાલ ઘણી જોવા મળે છે. લેગિંગમાં સૌથી વધુ વપરાતા રંગમાં કાળો, ભૂરો કે રાખોડી રંગનો સમાવેશ થાય છે. લેગિંગની ખરીદી કરતી વખતે સફેદ કે ત્વચાના રંગને પસંદ કરવો નહીં.

* લેગિંગ ઉપરનું ટોપ પણ ઘેરી પ્રિન્ટવાળું પહેર્યું હોય તથા નીચે પણ પ્રિન્ટવાળું લેગિંગ પેહેરવામાં આવે તો કોઈપણ વ્યક્તિની મોહકતા ઘટી જાય છે.

* જિમમાં જતી વખતે લેગિંગ પહેરવાનું હોય તો તેની સાઈઝ ૩/૪ હોય તેવું પસંદ કરવું. ઍન્કલ લેન્થનું કે ઘૂંટણ સુધીનું લેગિંગ પસંદ કરી શકાય છે. શરીર તંદુરસ્ત હોય તો ઍન્કલ સુધીની લંબાઈવાળું લેગિંગ પહેરવું હિતાવહ ગણાય છે.

* એવું કહેવાય છે કે લેગિંગની ઉપર પહેરવાનું ટોપ પ્રમાણમાં લાબું હોય તે જરૂરી છે પણ વધું પડતું ઢીલું ટોપ લેગિંગ સાથે પહેરવું યોગ્ય નથી. તે તમારા અંગોને બેડોળ દેખાડે છે. ટ્યુનિક કે સ્વેટર સ્ટાઈલનું ટોપ પહેરવું યોગ્ય ગણાય છે. સિલ્કનું ટોપ પણ લેગિંગ ઉપર પહેરી શકાય છે. ટોપને વધુ પડતું ખૂલતું ન પહેરવું. ખૂલતું ટોપ તમારી વયને વધારવાની સાથે તમારા શરીરને બેડોળ બનાવી દે છે.

* લેગિંગ ઉપરનું ટોપ આગળની બાજુ કરતાં પાછળની બાજુ લાંબું હોય તેવું અથવા તેનાથી વિરુદ્ધ એટલે કે પાછળની બાજુ ટૂંકું અને આગળની બાજુ લાંબું હોય તેવું પસંદ કરવું. જે પહેરવાથી તમે ફેશનેબલ લાગો છો.

* લેગિંગ સાથે પહેરવાના વસ્ત્રો આરામદાયક લાગે તેવા હોય તેનું ખાસ ધ્યાન રાખવું. પગમાં જે ચંપલ, શૂઝ કે બૂટ એવા પસંદ કરવા કે જે પહેરવાથી તમારી ઍન્કલનો ભાગ દેખાય જે તમારા લૂકને આકર્ષક બનાવે છે.

* લેગિંગ સાથે થોડા ટાઈટ ફિટિંગ ધરાવતા વસ્ત્રો પહેરવાનું પસંદ કરી શકાય છે. ઘેરા રંગના ડ્રેસ સાથે, બેલ્ટ કે અન્ય એક્સેસરીઝ સાથે મેચિંગ રંગનું લેગિંગ પહેરી શકાય છે. લેગિંગ સાથે પહેરવામાં આવતા ટોપ્સમાં શરીરનો આગળનો અને પાછળનો ભાગ ઢંકાઈ જાય તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. સાથે સાથે પગની ઘૂંટી દેખાય તેનું ધ્યાન રાખવું જેથી તમારો લૂક સ્માર્ટ લાગે.

* લૅગિંગ્સ ટાઈટ અને સ્લિમ હોવાથી પહેરનારના શરીરનાં દરેક વળાંક નજરે પડે છે. હૅવીબોડી ધરાવતી સ્ત્રી જીન્સ પર ખૂલતું ટૉપ પહેરે તો વળાંક છુપાવી શકે છે.

* પરફેક્ટ લુક માટે તમારાં કપડાં બેલેન્સ્ડ હોવા જોઇએ. લેગિંગ્સ ખૂબ જ ફિટેડ હોય છે, એવામાં જ્યારે તમે તેની સાથે ટાઇટ ટોપ પહેરી લો છો તો તે વધારે અજીબ લાગે છે. તેથી ટોપ અથવા બોટમમાંથી કોઇ એકને નોર્મલ રાખો.

* ગર્ભવતી સ્ત્રીઓ માટે લેગિંગ અનુકૂળ બની રહે છે. તે સ્ટ્રેચેબલ હોવાથી સરળતાથી ઊઠબેસ થઇ શકે છે. સ્માર્ટલુક માટે લેગિંગની સાથે ટોપ, ટ્યુનિક કે કુરતી પહેરી શકાય.

* જો તમે લેગિંગ્સની સાથે ટાઇટ પેન્ટી પહેરી રહ્યા છો તો હવે તમારી આદત બદલો. કારણ કે લેગિંગ્સની સાથે ટાઇટ પેન્ટી પહેરવાથી પેન્ટી લાઇન સ્પષ્ટ દેખાય છે. તેની સાથે સીમલેસ પેન્ટી પહેરવી જોઇએ.

* હાઈટ વધુ હોય તો લૉંગ થ્રીફોર્થ લાઈનિંગ વાળી કુર્તી અને તેની સાથે મૅચ થતી રેડ અથવા પિન્ક કલરની લૅગિંગ અને સાથે સ્ટીલેટો હિલ્સવાળા શૂઝ

સફેદ લૅગિંગ સાથે ભગવો લીલો, કેસરી, શ્યામ ગુલાબી, જાંબુડી રંગના કુર્તા અફલાતૂન લાગે છે.

* પહેલાં લાઇક્રા ફૅબ્રિકનાં ટાઇટ્સ આવતાં જે તમે ઇનર તરીકે પહેરી શકો એટલે કે સ્કર્ટમાં, વનપીસમાં, કે ઘાઘરામાં એને થોડું મૉડિફાય કરી હોઝિયરીના ચૂડીદાર બનાવવામાં આવ્યા. એ દેખાવમાં સાઇઝ પ્રમાણે એકદમ નાનાં લાગે છે, પરંતુ સ્ટ્રેચેબલ હોવાને કારણે બરાબર બેસે છે. લેગિંગ્સની એક ખૂબી હોય છે કે એ પર્ફેક્ટ ફિટિંગમાં જ બેસે અને સીવડાવેલા ચૂડીદારનું ફિટિંગ કેવું બેસશે એનાથી છુટકારો મળી જાય. એને લીધે પ્રૉપર લુક મેઇન્ટેન થાય.

* શાઇની લેગિંગ્સ પહેલાં મોટા ભાગે ગોલ્ડ, કૉપર અને સિલ્વરમાં જ મળતાં. આવાં લેગિંગ્સ તમે ફૉર્મલ કે પાર્ટીવેઅર તરીકે પહેરી શકો. જો તમારે કોઈ ફંક્શનમાં જવાનું હોય અને તમારા હેવી ડ્રેસ સાથે તમારે ડ્રેસમાં આવેલો મૅચિંગ ચૂડીદાર ન પહેરવો હોય તો આવા શાઇની લેગિંગ્સ પહેરવાં. એને લીધે ડ્રેસ પણ થોડો બ્રાઇટ લાગે. હવે તો બધા કલર શાઇન ઇફેક્ટમાં મળે છે, જેમ કે રેડમાં ગોલ્ડન ઇફેક્ટ વગેરે.

* નેટેડ લેગિંગ્સ એટલે લેગિંગ્સમાં ઘૂંટણથી નીચે નેટ ફૅબ્રિક હોય છે, જે સ્ટ્રેચેબલ હોય છે અને સૉફ્ટ નેટ હોવાને કારણે શરીરને ખૂંચતી નથી. નેટેડ લેગિંગ્સમાં ઘૂંટણથી નીચે નેટ આવે છે. એ માટે જ આવાં લેગિંગ્સ સાથે શૉર્ટ કુરતી સારી લાગી શકે અથવા હૉલ્ટર કે સ્લીવલેસ કુરતી સારી લાગી શકે અથવા તો શૉર્ટ કલીહાર કુરતી હાઈ હીલ્સ સાથે પહેરી શકાય.

* ગ્લિટરવાળા લેગિંગ્સમાં સાઇડ પર ગ્લિટર લગાડવામાં આવે છે; જેમ કે સિલ્વર, ગોલ્ડન અથવા કૉપર અથવા તો રેડ કલરના ગ્લિટર લેગિંગ્સ પાર્ટીવેઅર તરીકે પહેરી શકાય. જો કુરતી પહેરી ટિપિકલ ઇન્ડિયન લુક જ આપવો હોય તો શૉર્ટ ટૉપ પહેરી એને ઇન્ડો વેસ્ટર્ન લુક આપી શકાય.

* પ્રિન્ટેડ લેગિંગ્સ એટલે કે આખા લેગિંગ્સમાં અથવા અડધા લેગિંગ્સમાં અલગ-અલગ જાતની પ્રિન્ટ આવે છે. પ્રિન્ટવાળાં લેગિંગ્સ બૉડી-ટાઇપને ધ્યાનમાં રાખી પહેરવાં. સ્થૂળ શરીરવાળાઓએ ઝીણી પ્રિન્ટ પસંદ કરવી. જેમની હાઇટ ઓછી છે તેમણે બહુ બોલ્ડ પ્રિન્ટ ન પહેરવી. આવા પ્રિન્ટેડ લેગિંગ્સ સાથે અનઈવન હેમલાઇનવાળાં ટૉપ સારાં લાગે.

* લૅગિંગ્સનું મટિરિયલ જરા જાડું હોવું જોઈએ. ઘણાં પારદર્શક મટિરિયલ્સમાંથી બનાવેલાં અથવા કોતરણીવાળાં લૅગિંગ્સ પહેરવાનું પસંદ કરે છે. આવા મટિરિયલ્સનાં લૅગિંગ્સની પસંદગી કદી ન કરવી. લૅગિંગ પસંદ કરતી વખતે ટ્રાયલ રૂમમાં લાઈટ સામે પકડી રાખો. તેનું મટિરિયલ જાડું હશે તો આરપાર નહીં જોઈ શકો. પહેરીને જુઓ કે લંબાઈ ઘૂંટી સુધીની છે કે નહીં.

* લૅગિંગ પહેરનારના પગ લાંબા લાગે છે. એટલે તમારી ઊંચાઈ લંબાઈને ધ્યાનમાં રાખીને પસંદ કરવા. કંઈ હટકે પહેરવું હોય તો બેઝમાં ક્રીમ કલર, ઉપર બાદલા વર્ક, અને એ પણ કોતરકામવાળી લૉંગ કુર્તી સાથે ક્રીમ કલરનું લૅગિંગ તથા સ્ટ્રાઈપ્સવાળા પ્લેટફોર્મ સૅન્ડલ્સ પહેરી શકો.