Last typing - 13 in Gujarati Fiction Stories by Krunal Dhakecha books and stories PDF | લાસ્ટ ટાઈપીંગ...13

Featured Books
Categories
Share

લાસ્ટ ટાઈપીંગ...13

સવારે ઉઠીને કોલેજ જવું ફરી આવવું. આવું ચાલ્યા કર્યુ. ધીમે ધીમે દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા અને સારા ટુર્નામેન્ટના દિવસો નજીક આવતા ગયા. એક દિવસ સારાનો ફોન આવ્યો” મારે તને મળવું છે. તું મારા ઘરે આવીશ?”

” હા આવું છુ. ” મેં કહ્યું.

હું ફટાફટ સારાના ઘરે પહોચ્યો.

“વિશ્વ હવે માત્ર ૭ દિવસ જ રહ્યા છે, અમેરિકા જવાના તું મારી સાથે આવીશ અમેરિકા? ત્યાં જવાનો ખર્ચ ક્લબ આપશે. ” સારાએ કહ્યું.

“સારા પણ એટલે દુર... ” મેં કહ્યું.

“હા વિશ્વ, કોચે મને કહ્યું છે કે તું તારી સાથે એક વ્યક્તિને લાવી શકે છે. એટલે વિશ્વ હું તને લઇ જવા માગું છું” સારાએ કહ્યું.

“ પણ... સારા” હું એટલું બોલ્યો. ત્યાં સારાએ મેન અટકાવતા કહ્યું. ” વિશ્વ હવે તારું સપનું પૂર્ણ થવા આવ્યું છે અને તું આવું કરે છે”

“હા સારું હું આવીશ તારી સાથે પણ ક્યારે જવાનું અને શું શું લઇ જવાનું છે? એ તો જણાવ” મેં કહ્યું.

“એ બધું કોચ કાલે કહેશે. હું તને ફોન કરીશ કાલે એટલે તું ક્લબ આવજે. “સારાએ કહ્યું.

“ઓકે” મેં કહ્યું.

“વિશ્વ,આપણે અમેરિકા જઈએ છીએ. વિચાર તો કર.... ” સારાએ ખુબ ઉત્સાહ સાથે કહ્યું.

“હા સારાએ તારા કારણે શક્ય બન્યું છે. તારા કારણે હું પણ અમેરિકા જોઈ શકીશ” મેં કહ્યું.

“વિશ્વ અમેરિકા કેવું હશે.. ” એમ કહી સારા કુદકા મારવા લાગી.

“બસ.. સારા બસ.. વધારે ઉછાળીશ નહિ. કુદકા નહિ માર અને શાંતિથી બેસ” મેં કહ્યું.

“હવે બેસીને શું છે.. હવે સાચા દિવસો છે જીવન જીવવાના” સારાએ કહ્યું. પણ સારાએ જાણતી ન હતી કે હવે શું થવાનું છે.

“ચાલ સારા હવે હું ઘરે જઉં છુ” મેં કહ્યું.

“હા ઓકે તું જઈ શકે છે. તમને થોડી ના કહી શકાય. ” સારાએ મસ્તી કરતા કહ્યું.

“બસ હો, સારા હવે” મેં કહ્યું.

“હા ઓકે,કાલે ફોન કરું એટલે પહોચી જઈશને?” સારાએ કહ્યું.

“હા સારા, પહોચી જઈશ” મેં કહ્યું. હું સારાના ઘરેથી નીકળી મારા ઘરે પહોચ્યો.

બીજા દિવસે બપોર પછી ૪ વાગે સારાનો ફોન આવ્યો. ” વિશ્વ ક્યાં છે તું ? ક્લબ આવતો.. ”

“ઘરે છું,બસ થોડીવારમાં પહોચ્યો. ” મેં કહીને ફોન કટ કરી નાખ્યો અને ઘરેથી નીકળી ક્લબ પહોચ્યો. ત્યાં પહોચી સારાને મળ્યો. સારા મને એક રૂમમાં લઇ ગઈ અને બેસાડ્યો. મેં સારાને પૂછ્યું. “ક્યાં છે કોચ સારા ?”

“કેમ જનાબ ?ઘરે તમારે કઈ કામ છે?” સારાએ કહ્યું.

“ના કામ તો કઈ નથી” મેં કહ્યું.

“તો બેસોને શાંતિથી” સારાએ હસીને કહ્યું.

“થોડીવારમાં આવે છે કોચ વિશ્વ” સારાએ કહ્યું.

થોડીવારનમાં કોચ આવ્યા અને સારાને પૂછ્યું “આ ભાઈ આવે છે તારી સાથે” સારા હસીને કહ્યું” સર આ મારો ભાઈ નથી. મારો ફ્રેન્ડ છે. ” “ઓકે સારા મને લાગ્યું તારો ભાઈ છે કારણ કે ઘણીવાર મેં ક્લબમાં તારી સાથે જોયેલો છે. ” કોચે કહ્યું. ” હા તે ઘણીવાર આવે છે મારી સાથે “સારાએ પણ કહ્યું. “કઈ નહિ આપણે કામની વાત કરીએ. વલ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ આવતી ૭ તારીખે છે અને આજે પેહલી તારીખ છે. અહીંથી આપણે ત્રણ વ્યક્તિ જવાના છીએ . સારા તું,હું અને તારો ફ્રેન્ડ. આપણે સુરત થી મુંબઈ જઈશું . ત્યાં છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ જઈશું. ત્યાંથી વોશિંગટન એરપોર્ટ પર ઉતરીશું. ત્યાં જઈ આપણે હોટેલમાં રહીશું અને બે ત્રણ દિવસ ફરીશું. પછી ટુર્નામેન્ટ પૂરી થશે એટલે ભારત પરત ફરીશું, ઓકે કોઈને કોઈ પણ સવાલ?” કોચે પૂછ્યું.

“સર પણ ફલાઈટનો સમય શું છે?” મેં કોચને પૂછ્યું.

“ત્રણ તારીખે સાંજે ૧૧:૩૦ ની ફલાઈટ છે અને આપણે ત્રણ તારીખે બપોરે ૨ વાગે મુંબઈ જવા માટે નીકળીશું. તો આજ અને કાલ બે દિવસનો સમય છે તૈયારી કરવા માટે અને વધારે કઈ સામાન લેવો નહિ. ” કોચે કહ્યું.

“ઓકે સર,તો હવે અમે જઈ શકીએ ?” સારાએ કહ્યું.

“હા હવે તમે જઈ શકો છો” કોચે કહ્યું.

હું અને સારા બને ક્લબ થી નીકળ્યા. હું ઘરે પહોચ્યોને મમ્મીને બધી વાત કરી અને યશને ફોન કર્યો “ હલો,યશ એક ખુશ ખબર આપું?” મેં કહ્યું.

“હા આપ” યશે કહ્યું.

“યશ, હું અમેરિકા જઈ રહ્યો છું. સારા સાથે” મેં કહ્યું.

“ઓહ્હ.. શું વાત કરે. ક્યારે જાય છે તું ?” યશએ પૂછ્યું.

“૭ તારીખે ટુર્નામેન્ટ છે અને અમે ૩ તારીખે જઈએ છીએ” મેં કહ્યું.

“સરસ વિશ્વ,ગર્વ છે તારા પર “યશએ કહ્યું.

“શા માટે?” મેં પૂછ્યું.

“તે સારાને અંત સુધી મદદ કરી એટલે અને તે તારું પ્રોમિસ પૂરું કર્યું હો. “યશએ કહ્યું.

“ના મેં કઈ મદદ નથી કરી એતો સારાની મેહનત નું ફળ છે આનંદની વાત તો એ છે કે મને પણ આ ફળ થોડું ચાખવા મળે છે ? કયું પ્રોમિસ ?” મેં કહ્યું.

“અરે ભૂલી ગયો પ્રોમિસ. મેં તને એક વખત કહ્યું હતું કે ‘ તું લાઈફમાં એક ફ્રેન્ડ શીપ સારી રીતે નિભાવીશ’ યાદ છે?” યશએ કહ્યું.

“હા યાદ આવ્યું યશ.. પણ હજુ પ્રોમિસ પૂર્ણ થયું નથી સારા ટુર્નામેન્ટ હજુ જીતી નથી. તે જીતે ત્યારે પ્રોમિસ પૂર્ણ થાય. ” મેં કહ્યું.

“હા,કઈ નહિ કઈ કામ હોય તો ફોન કરજે” યશએ કહ્યું.

“હા ચોક્કસ કહીશ “મેં કહ્યું અને ફોન કટ કરી નાખ્યો.

ત્યાર બાદ મારા બધા મિત્રને ફોન કર્યો. અને બધાને જાણ કરી. ત્યાર બાદ જામીને હું સુઈ ગયો.

સવારે ઉઠ્યો અને સારાને ફોન કર્યો. ” હલો સારા,શું શું લઇ જવું છે? કઈ સમજ નથી પડતી. ”

“એમાં શું કપડાને આવું બધું લઇ લે.. અને હા પાસપોર્ટ ભૂલતો નહિ. નહીતર પ્લેનમાં કોઈ નહિ ચડવા દેશે. ” સારાએ કહ્યું.

હું હસ્યો..

“હસ નહિ સાચું કહું છું અને મને પેકિંગ કરવા દઈશ. ” સારાએ કહ્યું.

“હા ચાલ બાય “મેં કહ્યું અને ફોન કટ કરી નાખ્યો.

મારી લાઈફના કેવા દિવસો છે. રોજ સવારે ઉઠીને પહેલો ફોન સારાને જ કરવાનો થાય છે. મારા જીવનમાં સારા ખુબ મહત્વનો ભાગ છે. કારણ કે સારા સાથે મારી લાગણીઓ જોડાયેલી છે. જે આજે મને અમેરિકા તરફ ખેચી રહી છે. મારા અને સારા માટે અમેરિકાનો સફર જીંદગીનો એક યાદગાર સફર હશે.

મેં મારી બેગ કાઢી અને બધા કપડા,પરફ્યુમ બધી જોઈતી વસ્તુ નાખી. અને નીચે ગયો અને મમ્મીને પાસપોર્ટ આપવાનું કહ્યું. મમ્મીએ પાસપોર્ટ આપ્યો. પાસપોર્ટ લઇને રૂમમાં ગયો અને બેગના ખીચ્ચામાં મુક્યો. બધું યાદ કરી કરીને બેગ ભરવામાં ૨ કલાક કેમ ચાલી ગઈ ખબર જ ન રહી. થોડી વાર થઇને સારાનો ફોન આવ્યો.

“વિશ્વ પેકિંગ થઇ ગયું?”

“હા” મેં કહ્યું.

“બધુ જ લઇ લીધું?” સારાએ પૂછ્યું.

“હા બધુ જ” મેં કહ્યું.

“એક વસ્તુ એવી છે જે બાકી છે” સારાએ કહ્યું.

“એવું તે શું છે ? જે મને નથી ખબરને તને ખબર છે” મેં કહ્યું.

“ફોનનું ચાર્જેર” સારાએ કહ્યું.

“હા એ બાકી છે” મેં કહ્યું.

“એમાં શું છે. વિશ્વ અમેરિકા અત્યારે એટલો વિકસિત નથી થયો કે ત્યાં ફોનમાં ચાર્જીંગના કરવું પડે. ” સારાએ કહ્યું.

‘હા હવે ભૂલી ગયો ચાર્જર” મેં કહ્યું.

“વિશ્વ હું પણ ભૂલી ગઈ હતી પણ મમ્મીએ યાદ અપાવ્યું એટલે મને થયું કે વિશ્વ પણ ભુલજ ગયો હશે. એટલે ફોન કર્યો” સારાએ કહ્યું.

“મતબલ તું પણ ભુલક્કડ છે” મેં કહ્યું.

“ના પણ ઉત્સાહ ઉત્સાહમાં ભૂલી ગઈ” સારાએ કહ્યું.

“કઈ નહી ચાલ બાય” સારાએ કહ્યું અને ફોન કટ કરી નાખ્યો.

અખો દિવસ વીતી ગયો સાંજે જમીને હું સુઈ ગયો બીજા દિવસે સવારે. સારાનો ફોન આવ્યો.

“વિશ્વ કોચનો ફોન આવ્યો હતો કે ૧ વાગે કલબ પહોચવાનું છે એટલે તું તાર કોઈક ફ્રેન્ડને વાત કરજે ને કે આપણને બંનેને કલબ સુધી મુકવા આવે. ”

“હા હું કહીશ સ્મિતને એ ફોરવિલ લઇને મૂકી જશે ક્લબ”

મેં સ્મિતને ફોન કર્યો અને ક્લબ મુકવા આવવા કહ્યું. સ્મિતએ હા માં જવાબ આપ્યો. મેં તેને ૧૨:૪૫ એ મારા ઘરે પહોચવા કહ્યું.

૧૨ :૪૫ એ સ્મિત મારા ઘરે આવ્યો. મેં મારા મમ્મીના આશીર્વાદ લીધા અને ઘરે થી નીકળ્યો. નીકળતા સમયે સારાને ફોન કરીને કહ્યું .

“સારા હું થોડીવારમાં તારા ઘરે પહોચીશ તું તૈયાર રહેજે”

વધારે વાંચવા માટે આગળના ભાગ ની રાહ જુઓ.. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો આપો તમારો feedback.