વિક્ટર વિશે તો બધા ને ખબર પડી ગઈ પણ બીજા પાત્રો વિશે જાણવું હતું. ધર્માદેવી અને બાબા નરસિંહ ને ખજાના સાથે અને હવેલી સાથે શુ સબંધ છે?
“તમારે અને બાબા નરસિંહ ને શુ સબંધ છે?” મુકીમે બીજો વાર ધર્માદેવી પર કર્યો.
“એ ગુરુ છે આ પરિવાર ના, તમને ખબર તો છે.” ધર્માદેવી એ જવાબ આપ્યો.
“તો નાવ્યા સાથે શુ સબંધ છે?” હવે ચોકવા નો વારો ધર્માદેવી અને બાબા નરસિંહ નો હતો. જૂનો ફોટો કાઢી ને રાખ્યો ને સાથે નાવ્યા નો ફોટો બતાવ્યો. આબેહૂબ નાવ્યા ધર્માદેવી જેવી જ લાગતી. ત્યારે ચોકવા નો વારો અભિજિત નો હતો. નાવ્યા સાચે ધર્માદેવી જેવી જ લાગતી હતી.
“એ…” બાબા નરસિંહે ચૂપ રહેવા નો ઈશારો કર્યો ને ધર્માદેવી બોલતા બોલતા અટકી ગયા.
“તારા સાસુ સસરા છે.” મુકીમે અભિજિત ને મેણું માર્યું.
“તું શું કહી રહ્યો છે? નાવ્યા તો અનાથ છે.” અભિજિત ને માનવામાં નહતું આવતું કે આવું પણ બની શકે.
“ધર્માદેવી ને બાબા નરસિંહે આ ખજાના ની લાલચ માં નાવ્યા ને અનાથ આશ્રમ માં મૂકી દીધેલી. શુ સાચું કહ્યું ને?” મુકીમે ધર્માંદેવી ને અને બાબા નરસિંહ ને પૂછ્યું.
“હા.” ધર્માંદેવીએ હકાર માં માથું ધુણાવ્યું.
“જોયું અહીંયા બધા ખજાના માટે કેવા કાવાદાવા કરે છે. પણ તમને ખજાના વિશે કેવી રીતે ખબર પડી?” મુકીમે બોલ્યો.
“મીરા કરી ને નર્તકી હતી જે રાજા ભૂપતસિંહ ના દરબાર માં મનોરંજન કરતી હતી. તેના દ્વારા રાજા ભૂપતસિંહ અને ધર્મવીર પત્રો ની આપ લે કરતા હતા. મીરા પર રાજા ને વિશ્વાસ હતો. પણ એકવાર મીરા ભૂલ થી પત્ર વાંચી ગઈ. અને ખજાના વિશે ખબર પડી ગઈ. એના થી ના રહેવાયું ને રાજા ને ખજાના વિશે પૂછ્યું. એ પછી રાજા એ એના દ્વારા બીજા પત્ર વ્યવહાર ના કર્યો એ પછી મીરા પાસે કોઈ માહિતી હતી નહિ સિવાય કે આ હવેલી માં ખજાનો છે. મીરા એ એની ઠળતી ઉંમર માં એક છોકરી ને દત્તક લીધેલી જેને એને એના બધા રહસ્યો એ ઉપરાંત નૃત્ય ની પણ પુરી તાલીમ આપેલી. સિત્તેર વર્ષ ની ઉંમરે પણ મીરા એવું જ નાચતી હતી. દત્તક પુત્રી એવીજ તૈયાર થયેલી એની દીકરી હું. હું અને બાબા નરસિંહ ઉર્ફે નરુ એક જ નાટક કંપની માં કામ કરતા ને પ્રેમ માં પડી લગ્ન કર્યા હતા. નાટક કંપની માંથી બહુ આવક થતી નહિ, ત્યારે પૈસા ની બહુ તંગી રહેતી. બે જણ નું ઘર ચલાવવું અઘરું પડતું. ત્યાં નાવ્યા નો જન્મ થયો. તેનું કપડાં કે કશું નીકળતું નહિ. એવી કટોકટી ના સમય માં અમને બીજું સૂઝ્યું નહીં ને નાવ્યા ને અનાથ આશ્રમ માં મૂકી ને અમે અહીંયા આવવા નો પ્લાન બનાવ્યો. ધીરે રહી ને નરુ ને અહીંયા બાબા નરસિંહ ના રૂપ માં લઇ આવી. જેથી ખજાનો શોધવા માં સરળતા રહે. પણ લાખ પ્રયત્નો પછી કશું ન મળ્યું. અને નાવ્યા ક્યાં મોટી થઈ ગઈ એ પણ ખબર ના રહી.”
“નાવ્યા શુ કરે છે? મજામાં હશે ને? તમારા જેવા સુપરસ્ટાર જોડે એના લગ્ન થયા છે તો.” બાબા નરસિંહ બોલ્યા વગર ના રહેવાયું.
“હા.” અભિજિત વધારે કશું ન બોલી શક્યો. તેને આજે લાગ્યું કે આ દુનિયા કેટલી નાની છે! જ્યાં જઈ ત્યાં બધા કનેક્શન નીકળે છે. નાવ્યા ને એના માતા પિતા સાથે મિલન કરાવી સરપ્રાઈઝ આપીશ. એ ખુશ થઈ જશે.
“પણ ખજાનો ક્યાં છે? તું બીજી બધી પંચાત છોડ ને ખજાનો શોધ.” વ્હોરા ને આ બધી વાર્તા માં કોઈ રસ નહતો. વહોરા ને ફક્ત ખજાના માં જ રસ હતો.
“હવેલી નો દરેક ખૂણો શોધી કાઢ્યા ક્યાંય ખજાનો નથી.” મુકીમે કહ્યું.
“ભોંયરમાં ?” અભિજીતે પૂછ્યું.
“ત્યાં તો નથી.” મુકીમે કીધું.
“ના હોય એવું કેવી રીતે બને? મને ઉલ્લુ ના બનાવતો નહિતર નહિ છોડું.” વ્હોરા મુકિમ ને ધમકી આપી રહ્યો હતો.
“તમે જાતે જ શોધી શકો છો. તમારી સામે જ ચાવી મળી, નહિતર ચાવી મારી પાસે જ નહોત!” મુકીમે વ્હોરા ને ચાવી નું યાદ કરાવ્યું.
“તો હવે શોધો.” વ્હોરા એ મુકિમ ની સાથે એના માણસો ને પણ આદેશ આપ્યો.
બધા હવેલી ના ખુણે ખૂણે ફરી વળ્યાં. પણ કોઈ ને કશું ના મળ્યું. કોઈ ખજાના ની ભાળ પણ ના મળી. મુકિમ ખજાના ના તલાશ માટે ફરી ભોંયરા માં ગયો. તેની નજર ફોટા પર પડી. તેણે ફરી ફોટા ને ધારી ધારી જોયા કે કદાચ કોઈ કડી મળી જાય. રાજા ભૂપતસિંહ ના ચિત્ર માં કલમ જ હતી જ્યારે નારાયણી દેવી ના ચિત્ર માં કંગન હતા. જો રાજા ભૂપતસિંહ ના ચિત્ર માં કલમ હોય, નારાયણી દેવી ના ચિત્ર માં કંગન હોય તો પછી રાધા - કૃષ્ણ ના ચિત્ર માં કોઈ કડી જરૂર હોવી જોઈએ.
રાધા - કૃષ્ણ ના ચિત્ર માં બંસરી હતી. કદાચ બંસરી ને કોઈ કનેક્શન હોય ખજાના સાથે! પણ શું હોઈ શકે? અને બંસરી તો કૃષ્ણના ચિત્ર માં હોય જ. તો કદાચ ખાલી એમનેમ જ આ ચિત્ર મૂક્યું હોય એવું પણ બને. પણ આ ચિત્ર જ કેમ, બીજું કોઈ ચિત્ર કેમ નહિ? કોઈ કડી તો હોવી જ જોઈએ. રાધા કૃષ્ણ ના ચિત્ર પાછાળ કૂવો છે. ફૂવો ને કદાચ કોઈ કનેક્શન હોય! ત્યાં અચાનક જ યાદ આવ્યું કે હવેલી ની બહાર ઝાંપા ની સામે કૂવો છે. તો શું એ ફૂવો માં ખજાનો હશે? કૂવો ક્યારેય વપરાયેલો નથી તો પાક્કું કૂવા માં હોવો જોઈએ કારણકે હવેલી ની અંદર ક્યાંય નથી તો હવેલી બહાર કૂવા માં હોઈ શકે!
મુકિમ તરત જ બહાર ગયો બધા એની સાથે બહાર ગયા. મુકીમે વ્હોરા ના માણસો ને ફૂવો પર ઘણા સમય ના ભેગા થયેલા પાંદડા હટાવવા કહ્યું. મુકીમે જોઈ ને એવું લાગ્યું કે પાંદડા તાજા ગોઠવેલા હોય, જાણે કે સજાવેલું ના હોય! પાંદડા હટાવ્યા કે તરત લોખડ ની જાળી હતી. બધા એ પોતા ના મોબાઈલ ની ટોર્ચ ચાલુ કરી. પ્રકાશ પડતા જ એમાં સીડી દેખાઈ. જાળી ખોલી સૌથી પહેલા મુકિમ અને પાછળ વ્હોરા એ પછી બીજા બધા અંદર ગયા. કૂવા જેટલો નાનકડો ઓરડો જેવું હતું એમ સીડી પછી તરત નાનો ગોખલો હતો એમાં કોતરણી વાળો લોખંડ નો પટારો હતો. રાજા મહારાજા ની સાહેબી માં બનેલો કદાચ એન્ટિક કહી શકાય એવો પટારો હતો. પણ એક વિશિષ્ટ ખાસિયત એ હતી કે એ પટારો સામાન્ય રીતે ખુલે એમ નહતો. એની ઉપર વિશિષ્ટ રચના કરેલી કે જો એક આકા વાળું ચકરડું ચાલે તો બીજું ચાલે અને પછી ત્રીજું એમ પાંચ ચકરડા ખુલે ત્યારે તાળાં પર ની પટ્ટી ખુલ્લે ને પછી તાળું ચાવી થી ખુલે. પણ એ ચકરડું ને કેવી રીતે ચલાવું? ત્યાં અભિજીતે કંગન મંગાવ્યુ. કંગન ગોઠવ્યું એની જગ્યા એ કે તરત પાંચે પાંચ આકાવાળા ચકરડા ચાલ્યા ને પટ્ટી ખુલી ગઈ. ચાવી ની મદદ થી તાળું ખોલ્યું. પણ બધા ની આંખ ખુલી રહી ગઈ. અંદર એક કાગળ સિવાય કશું નહતું.
બધા ને બે મિનિટ સુધી આઘાત માં સરી પડ્યા જે વર્ષો થી બધા એ મેહનત કરી એ ખજાનો કોઈ ને મળ્યો જ નહીં
મુકીમે કાગળ લીધો ને વાંચ્યું.
‘મોડા પડ્યા.’
***