સફરમાં મળેલ હમસફર
ભાગ-8
(ક્રમશઃ)
રુદ્રના સુઈ ગયા પછી જિંકલ મેહુલના વિચારોમાં ખોવાઈ ગયી.
તે દિવસે મેહુલ સાંજના સાડા છ વાગ્યે મને એક ગાર્ડન રેસ્ટોરન્ટમાં લઈ ગયો હતો,કેન્ડલ નાઈટ ડિનર માટે.મેં ડ્રેસ ચૅન્જ કરી રેડ કલરની સાડી પહેરી લીધી હતી જ્યારે મેહુલ તે જ પ્લેઇન વાઇટ શર્ટમાં હતો.ગાર્ડનને દિવડાઓથી પ્રકાશિત કરી દેવામાં આવ્યું કારણ કે એક ફૂટના અંતરે ઠેર ઠેર દિવડાઓ મુકવામાં આવ્યા હતા.ગાર્ડના ગેટથી ટેબલ સુધી ગુલાબની પંખુડીઓ બિછાવવામાં આવી હતી.ટેબલને વિવિધ વનગીઓથી ભરી દીધું હતું.
હું આ નજરો જોઈને દંગ રહી ગયી હતી.મેં બપોરે ચાર કલાક એકલતામાં ડાયરી અને ટેડ્ડી સાથે પસાર કર્યા હતા તે પણ ભૂલી ગયી…અરે મેહુલ સાથે મીઠો ઝગડો કરવાનું પણ ભુલાઈ ગયું આજે.અમે બંનેએ સાથે ડિનર કર્યું,ડિનર પહેલા કપલ ડાન્સ તો હું કેવી રીતે ભૂલી શકું?,એક હાથ મેહુલના હાથમાં અને બીજો હાથ મેહુલના ખભા પર,જ્યારે મેહુલે તે કસેલી કમર પર હાથ મુક્યો હતો અને મજાકમાં ટોન્ટ માર્યો હતો કે “આપણી વચ્ચે કઇ જ નહીં થાયને જિંકલ??” ત્યારે હું થોડી સહેમી ગયી હતી અને પહેલીવાર મેં કોઈની સાથે કપલ ડાન્સ કરવાની મંજૂરી આપી દીધી હતી.એકબીજાની આંખોમાં આંખો પરોવીને અલગ જ દુનિયામાં ચાલ્યા ગયા’તા અમે બંને.એ તો બાજુમાંથી ભૂલથી બીજું સોંગ વાગ્યું ત્યારે ભાન થયું કે ડિનર હજી બાકી છે.
“જિંકલ એક વાત કહેવી હતી મારે”મેહુલે ધીમેથી મારા કાનમાં કહ્યું.
“હા બોલ”
“આજે મને એક પરસન મળ્યા હતા,કોણ હતા ખબર નહિ બટ મને તે ઓળખતા હશે તેવું લાગ્યું.”મેહુલે ફરી મને કહ્યું.
“તો શું થયું”
“હું તેને નહીં ઓળખતો અને તેઓ મારા વિશે બધું જ જાણે છે,કાલે મળવા કહ્યું છે.”
“હા તો મળી લે જે.”
“હમમ, કાલે મળવું જ પડશે.”
મેં વિચાર્યું હતું ડિનર કરતા સમયે મેહુલ રોમેન્ટિક વાતો કરશે,પણ તેનાથી ઊલટું થઈ ગયું.અમે બંનેએ ડિનર પૂરું કર્યું.ત્યારબાદ લોન્ગડ્રાઈવ માટે બંને નીકળી ગયા.શહેરથી થોડે દુર એક ટેકરી નજરે ચડતી હતી,મેં ત્યાં કાર ઉભી રાખવા કહ્યું કારણ કે આજે મારે મેહુલને પ્રોપઝ કરવો હતો,પ્રેમ માટે નહીં લગ્ન માટે,મેહુલને એટલી હદ સુધી મારી લાઈફમાં ઇનવોલ્વ કરવો હતો કે મારે કોઈની જરૂર જ ના રહે. ટેકરી પર ચડતા શહેરનો કંઈક અલગ જ નજારો જોવા મળ્યો.આકાશમાં ટમટમતા તારલાઓની જેમ શહેરની લાઈટો લાગતી હતી,બંને ટેકરી પર રહેલા મોટા પથ્થર પર બેઠા.મારા હાથમાં સવારે જે બોક્સ હતું તે અહીં પણ લાવી હતી અને છુટા પડતી વેળાએ આ બોક્સ મેહુલને આપવું હતું,તેના માટે સ્પેશિયલ ગિફ્ટ હતું.
“તો મેહુલ ધી કૂલ મેન,તારી કોલેજ લાઈફમાં કોઈ છોકરી ન હતી? ,બિલકુલ સ્વપ્ન જેવી,ડ્રીમગર્લ.!!!”મેં ફ્લર્ટના અંદાજમાં મેહુલના હાથમાં હાથ રાખતા કહ્યું.
“જો ઉપર ચાંદ દેખાય છે?બિલકુલ તેના જેવી જ મારી કોલેજ લાઈફ રહી હતી.”મેહુલે પૂનમના ચાંદ તરફ આંગળી કરતા કહ્યું.
“યાર,તું કંઈક સમજાય તેવી ભાષામાં વાતો કરને, તારી આ હાઈ લેવલની વાતો મારા પલળે નહિ પડતી.”મેં ટોન્ટ મારતા કહ્યું.
“લેટ મી એક્સપ્લેઇન,જેમ આ ચાંદ પાસે ચાંદની છે પણ તેની શીતળતાથી બીજાને લાભ થાય છે,તેમ જ મારી કોલેજ લાઈફમાં થયું હતું.”મેહુલે વધારે અસમંજસ ભર્યા શબ્દોમાં કહ્યું.
હું થોડી ઉશ્કેરાઈ મેં મેહુલ તરફ મોં ફેરવી કહ્યું “જો યાર,તારે ના કહેવું હોય તો હું કઇ ફોર્સ નહિ કરતી…મને લાગ્યું આજે આપણે ઘણીબધી વાતો કરીશું..બટ તમે તો શરૂઆતમાં જ..”મેં બીજી બાજુ ફરવાનું પસંદ કર્યું,મને ખબર હતી મેહુલ મને મનાવી જ લેશે.
“શરૂઆતમાં જ આવું થાય..તારે સાંભળવી જ ને મારી કોલેજ લાઈફની સ્ટોરી?”મારો હાથ પકડીને તેણે મને તેના તરફ ખેંચતા કાહ્યુ.
“હમમ”મેં સ્માઈલ આપતા કહ્યું.
“હું કોલેજના પહેલા વર્ષમાં હતો,જ્યારે મારુ કોલેજ ગ્રુપ ખૂબ જ મોટું હતું અને સૌ સાથે બંક મારી કેન્ટીન અને કેમ્પસમાં ટાઈમ પાસ કરતા....સેમ 2 માં એક ન્યૂ ગર્લનું એડમિશન થયું,નામ એનું ભૂમિ…કોલેજમાં સૌથી સુંદર અને સ્વભાવની સરળ…સૌની સાથે હસતા ચહેરે જ વાતો કરે અને તેના કારણે જ તેના ફેન ફોલોવર્ ન ગણી શકાય એટલા હતા,જેઓમાં હું પણ હતો….તે જ્યારે હસતી ત્યારે ગાલ પર ના ડિમ્પલ…આહહ”મેહુલે એક ક્ષણ આંખો બંધ કરી પછી મારી સામે જોયું.
“આગળ..”મેં પોતાનો હાથ ગોળ ફેરવતા કહ્યું,મને લાગ્યું કે મેહુલની લાઈફમાં હજી તે છે એટલે મારા હાવભાવ બદલાવા લાગ્યા.
“આગળ?..સૌ તેની સાથે વાતો કરતા અને તે પણ સામેવાળાને પસંદ આવે તેવા જવાબ આપતી,પણ આપણી કોઈ દિવસ હિંમત ના થઇ તેની સાથે વાતો કરવાની…બસ દૂરથી જોઈને જ ખુશ થતો.”
“આગળ”મેં ફરી અધીરાઈથી કહ્યું.
“ત્યારે હું આવી રીતે કોઈની સાથે વાતો ના કરતો એટલે ડર લાગતો,ક્યારેક તે મારી સામે જોઇને મુસ્કુરાતી પણ આપણે ત્યારે કઈ જ ના કરતા,ચહેરો છુપાવી છુમંતર થઈ જતા,બીજા સેમના એન્ડમાં મારા દોસ્ત સાથે એક ચિઠ્ઠી મોકલી જેમાં I Love You લખેલું હતું,સાચું નામ ન લખી ગુરુ લખ્યું.અને તેણે વળતી ચિઠ્ઠી મોકલી..”
“શું હતું તે ચિઠ્ઠીમાં?” મારી અધીરાઈ હવે જવાબ આપી ચુકી હતી.
“તેમાં લખ્યું હતું કે ‘જે છોકરો સામેથી પ્રપોઝ નહિ મારી શકતો તે શું કરશે?? અને કાલે જ તારા ગ્રુપના છોકરાએ મને ફેસ ટુ ફેસ પ્રપોઝ માર્યો હતો અને મેં હા પણ કહી દીધી છે.. સો..સૉરી.”
“હાહાહા..સાચુ જ કહ્યું હતું.ચાંદનીની શીતળતાનો લાભ બીજાને જ મળે છે,એક દમ સાચી લાઈન ચિપકાવી તે.”મેં મેહુલના ખભે એક મુક્કો માર્યો,ખરેખર વાત શું હતી તેનાથી મને કોઈ મતલબ ન હતી,હું મેહુલ સાથે ફ્રેંડલી થતી હતી તેથી હું ખુશ હતી.
“તને હસવું આવે છે,તે દિવસે મને કેવી ફીલિંગ્સ આવતી હતી ખબર છે?,પંકજ ઉદાસના ગીતો બે કલાક સાંભળ્યા હતા.”
“તો તો તમને રડવું પણ આવ્યું હશે નહિ?”મેં ફરી હસતા હસતા મજાકમાં કહ્યું.
“હાહાહા,ખૂબ હસવું આવે છે નહીં? પહેલા મારી વાત સાંભળ..”કહેતા મેહુલે મારા વાળ ખેંચ્યા અને વાત આગળ વધારી “ત્રીજા સેમની શરૂઆતમાં તેના બોયફ્રેન્ડે મને આવીને કહ્યું કે ‘તું ખુશ નસીબ છો ભાઈ…દેખાવમાં જેવી ક્યૂટ છે એટલી જ અંદરથી ચુડેલ છે….ભાઈ એકવાર મળવા જાઉં તો એટલો ખર્ચો કરાવે છે કે એ ખર્ચાથી હું પૂરો મહિનો ચલાવી શકું,સાથે તેની સહેલી,તેની સાહેલીની સહેલી,આપણે કાઈ ATM છીએ?…છોડી દીધી.’વિચાર જિંકલ ત્યારે મને કેવી ફીલિંગ્સ આવી હશે?”
“કેવી આવી હતી?.”
મેહુલ હસવા લાગ્યો અને કહ્યું “ત્રણ વાર હનુમાન ચાલીસા વાંચી.”હું પણ જોરથી હસવા લાગી.
“પછી બિચારી ભૂમિનું શું થયું?
“પછીના દિવસે ભૂમિ મને મળવા આવી હતી અને મને કહ્યું ‘મેહુલ સૉરી,તારી ફ્રેંડ તને ખૂબ જ પસંદ કરે છે,અને તેણે જ મને તારી પ્રપોઝલ ઍક્સેપ્ટ કરવાની ના પાડી હતી,નહિતર તું મને પસંદ જ છો.’મેં પણ નો પ્રોબ્લેમ કહી વાત પૂરી કરી.એક દિવસ અમે બંને ઓચિંતા કલાસમાં એકલા રહી ગયા અને ત્યારે તેણે મને કિસ કરવા ફોર્સ કર્યો,ત્યારે હું જે ભાગ્યો છું, ઘર સુધી પાછું ફરી ને ના જોયું…હાહાહા.”
હું પણ હસી પડી.મેં ફરી પૂછ્યું“તો એ રમતિયાળ મેહુલમાંથી આ સમજદાર મેહુલ કેમ થઈ ગયો?”
“બસ સમજી ગયો કે પ્રેમ કઇ શોધવા જેવી વસ્તુ નહિ,એ ફોર્સ કરે અને હું હા કહું એતો ફોર્મલિટી જ પુરી કરી કહેવાય,જો આપણી ફીલિંગ્સ સાચી હોય તો પ્રેમ આપણને….”મેહુલ કઈ આગળ બોલે તે પહેલાં મેં ઓચિંતું ચુંબન મેહુલના ગાલ પર કરી લીધું…શું ખબર મને ત્યારે શું થયું હતું?.“આપણી ફીલિંગ્સ સાચી હોય તો પ્રેમ આપણને સામેથી જ શોધી લે છે ”મેહુલે અધૂરી વાત પૂરી કરી.થોડી ક્ષણ માટે બંનેની આંખો મળી, ફરી મેં મેહુલના હોઠ પર મારા ગુલાબી હોઠનું એક તસમસતું ચુંબન ચોડી દીધું. “થેન્ક્સ”મેહુલ ફરી કઇ બોલી ના શક્યો.
“થેન્ક્સ?,મેહુલ મેં તને હમણાં કિસ કરી.”મેં ગુંચવાતા કાહ્યુ.
“યા,બટ તે શા માટે કરી?”મેહુલે અસમંજસમાં પૂછ્યું.
“How I don’t know, બટ આપણે હવે જવું જોઈએ.”હું ઉભી થઇ ચાલવા લાગી.મેહુલ પણ વિચારમાં પડી ગયો કે આ શું થઈ ગયું.અમેબંને સમજી જ ગયા હતા કે આ શું થઈ રહ્યું છે પણ કોઈ એકરાર નો’હતું કરતું.
એ રાત્રે મારી અને મેહુલ વચ્ચે એક શબ્દની પણ વાત ના થઇ,હું તો પ્રયાસ કરતી જ હતી મેહુલ સાથે વાતો કરવાની બટ મેહુલ તરફ જોવાની મારી હિંમત જ ન થઈ,બસ મગજમાં વિચારોનો ઝંઝાવાત હતો.મેહુલે મને ઘરે ડ્રોપ કરતી સમયે પૂછ્યું “જિંકલ તારું બોક્સ કારમાં રહી ગયું.”
ત્યારે રડતા અવાજે મેં એટલું જ કહ્યું હતું કે “આ બોક્સ તારા માટે જ હતું પાગલ.”હું અંદર જઈને સીધી બેડ પર રડતી રડતી પડી રહી.શું મને પ્રેમ થઈ ગયો હતો? આ જ વિચારે પુરી રાત લઈ લીધી,સવારે પાંચ વાગ્યે નીંદ આવી અને ત્યારે મને એટલો ફીવર હતો કે હું ઉભી પણ રહી શકતી ન હતી,એટલે હું સુઈ રહી.
સાંજે જ્યારે પાંચ વાગ્યે મારી આંખો ખુલ્લી ત્યારે,મારો હાથ મેહુલના હાથમાં હતો અને તે મારા બેડની બાજુમાં મારા હાથ પર સર રાખીને સૂતો હતો.મેં હાથ હલાવવાની કોશિશ કરી તો તે જાગી ગયો અને તેની આંખોમાં આંસુ જોઈ હું તો ડઘાઈ જ ગયી.
“ના ઉઠવાની કોશિશ ન કર,ડોકટરે ના પાડી છે.”મેહુલે મને સુવા કહ્યું.
હું કઈ આગળ કહું તે પહેલાં મેહુલે કહ્યું “I love You,સૉરી કાલ માટે…મેં વિચાર્યું ન હતું આવું કઈ થશે એટલે મેં રુડ બિહેવ કર્યું,બટ હવે હું ક્લિયર છું.”
“તારે પહેલા ના સમજાય,મને આટલી હેરાન કરવાની શું જરૂર હતી?”મેં રડતા રડતા કહ્યું.
“સૉરી,”મેહુલે ફરી કહ્યું.ફરી મારી આંખો મેહુલ સાથે મળી,મેહુલની ના કહેવા છતાં હું ઉભી થઇ…હજી મેહુલ મને હગ કરવા આગળ વધતો હતો ત્યાં પાછળથી દિશા આવી. “નૉક, નૉક.. હું આવી ગયી છું હો.”હસતા હસતા દિશાએ કહ્યું.
“મેહુલ તું ઘરે જા, આપણે કાલે મળશું”મેં કહ્યું.
“ના,આજે હું અહી જ રહીશ.”મેહુલે કહ્યું.
“તું સમજ મેહુલ,દિશા અહીં છે…એવું કંઈ હશે તો હું તને કોલ કરીશ…”મેં ફરી કહ્યું.
“આઈ થિંક હું કબાબમાં હડ્ડી બનું છું, જિંકલ હું બહાર વેઇટ કરું છું.”દિશાએ દરવાજો બંધ કરી બહાર ચાલી ગયી.મેહુલ સતત મારી સામે જોઈ રહ્યો હતો. “શું..છે?” મેં ત્રાસી નજર કરી પૂછ્યું.
મેહુલે હળવું સ્મિત વેર્યુ,મેં પણ સ્મિત કર્યું.મેહુલ મારી નજીક આવ્યો,પોકેટમાંથી એક બોક્સ કાઢ્યું,જેમાં એક રિંગ હતી,
“જો તે કાલે કઈ ના કહ્યું હોત તો આજે હું તને પ્રપોઝ કરવાનો હતો…કાલે જ આપવી હતી બટ…”
“શશશશ…”મેં મેહુલના હાથમાંથી પોતાને રિંગ પહેરાવી પછી “We kissed each other, Long kiss.. It’s really beautiful feelings..then Mehul kissed on my head.”
“બસ હવે,તને ભી ફિવર આવી જશે.”મેં હસતા હસતા કહ્યું.મેહુલ ભી મુસ્કુરાયો.મેહુલે મને ટેબલેટ લેવા કહ્યું,જમવાની તો ડોકટરે ના જ પાડી હતી અને અમસ્તા ભી આજે મને ભૂખ ન લાગે….મેહુલે ચુરાવેલું દિલ પાછું જો મળી ગયું હતું.
***
જિંકલે સવારે રુદ્રને તૈયાર કરી તેના દાદા ભરતભાઇ સાથે સ્કૂલ જવા રવાના કરી દીધો,ત્યારબાદ તે કાલે રાત્રે આવેલા વિચારો પર વિચારતી હતી,ઓચિંતા તેને કંઈક સુજ્યું અને ઘરના ભંડકીયમાંથી એક બેગ કાઢી,જેમાં મેહુલની બુક્સ રહેતી. જિંકલે તેમાંથી એક બુક પર નજર સ્થિર કરી,જે તેને વધારે આકર્ષક અને રહસ્યમય લાગતી હતી.વાંચવા માટે તેણે મુખપૃષ્ઠ ખોલ્યું…..
(ક્રમશઃ)