Agyaat Sambandh - 13 in Gujarati Fiction Stories by Shabda Sangath Group books and stories PDF | અજ્ઞાત સંબંધ - ૧૩

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

અજ્ઞાત સંબંધ - ૧૩

પ્રકરણ-૧૩

જોખમી નિશ્ચય...

(દિવાનગઢમાં શ્યામા નામના પહેલવાનના શરીરને વશ કરીને એક અગોચર શક્તિ કહેર વર્તાવે છે. જ્યારે પોલીસ ટીમ પણ એની સામે ઝૂકી જાય છે ત્યારે રતનસિંહ નામનો એક ભુવો શ્યામાની અંદર રહેલી એ શક્તિને બોટલમાં કેદ કરી લે છે. મંકોડીનો તે માલિક છે અને જંગલની પેલી ગુફા પણ એની જ છે. આ બધું જાણીને ઇન્સ. રણજિત પૂછતાછ માટે એને પોલીસ સ્ટેશને બોલાવે છે. રણજિતને એ માણસ રહસ્યમય લાગે છે. હવે આગળ...)

રતનસિંહ આમ રહસ્યમય સ્મિત સાથે વિદાય થઈ ગયો એ પછી રણજિત પણ ચકરાવે ચઢ્યો હતો. પરંતુ ખૂનો કોણ કરે છે અને શા માટે કરે છે એ પોતે શોધીને જ જંપશે એવું એણે મનોમન નક્કી કરી લીધું હતું, પણ એ પહેલાં એણે આ નાનકડા ભુવા એટલે કે રતનસિંહ વિશે વધુ જાણવાનો પ્રયત્ન શરુ કર્યો.

અસીતો કોપાણ લાતુકે શું છે ? તેનો અને રતનસિંહ વચ્ચેનો શો સંબંધ છે ? ગુફામાં રહેલી, રતનની સાત કાચની બોટલોનું શું રહસ્ય છે ? આ બધી બાબતોને જાણવા રણજિત અને એનો સાથીદાર આહિર તપાસે વળગ્યા.

***

બીજી તરફ પેલા પહાડી માણસ-કમ-શેતાને વનરાજને જાણે નવું જીવન આપ્યું હતું. વનરાજ હવે એકદમ સાજો થઈ ગયો હતો અને તેની પ્રિયસંગિની રિયા પણ હોસ્પિટલ આવી પહોંચી હતી. વનરાજ બરાબર છે એ જોઈને એ તેને ગળે વળગી ત્યારે ની આંખોમાંથી અશ્રુની વર્ષા થવા લાગી હતી. વનરાજને કહી રહી હતી, “આઈ એમ સો સોરી ડીયર ! મારા લીધે તારે આ બધું સહન કરવું પડ્યું છે...” અને આક્રંદ કરવા લાગી હતી. વનરાજે પણ આટલાં દિવસોથી રિયા સાથેના અબોલાને છોડીને, પોતે કોફી પીતાં સમયે કરેલા વ્યવહાર બદલ માફી માંગી અને રિયાના માથા પર હાથ ફેરવતાં એને સાંત્વન આપ્યું. પોતે એકદમ સાજો છે અને હવે આ વાતની સુધી જશે એવો વનરાજે નિશ્ચય કર્યો.

ત્યાર બાદ વનરાજે રિયાને સુરતમાં પોતાની સાથે થયેલા ભૂતિયા હુમલાની વિગતવાર વાત કરી. તેણે જ્યારથી રિયાનું લોકેટ પોતાના ગળામાં બાંધ્યું હતું, ત્યારથી જ તેની સાથે કંઈક અજુગતું થ રહ્યું હતું. એ દિવસે જેમ રિયાને સ્વપ્નો આવતાં એમ વનરાજને પણ રાત્રે એવા જ ભયાનક સ્વપ્નનો અનુભવ થયો હતો. જેવો તે જાગૃત અવસ્થામાં આવી બારી બંધ કરવા ગયો હતો કે તરત જ એક પિશાચી પંજો આવીને તેના ગળા પર વાર કર્યો હતો. આમ હંમેશા સ્વપ્નમાં અથવા તો કોઈ બનેલી ઘટના લોકેટ સાથે સંબંધ ધરાવે છે એવું વનરાજને લાગવા માંડ્યું હતું. એણે પેલા લોકેટને એવી જગ્યાએ મૂકવાનું નક્કી કર્યું હતું કે જેથી અને ની રિયા હંમેશ માટે આ વસ્તુથી દૂર રહે.

વનરાજે આગળ કહ્યું કે પોતે કોહિનૂર બિઝનેસ હબ’ના બિલ્ડીંગની અંદર આવેલી સેન્ટ્રલ લાઈબ્રેરીના ખૂબ જ ઓછા વંચાયેલા પુસ્તક દિવાનગઢનો તિહાસમાં લોકેટ સરકાવીને પાછો વળતો હતો ત્યારે તે લિફ્ટ નંબર ચાર, જે અસ્તિત્વમાં જ નથી તેવી લિફ્ટ મારફતે મારતના બેઝમેન્ટમાં પહોંચી ગયો હતો. એનાં ભય અને આશ્ચર્ય વચ્ચે આબેહૂબ સેન્ટ્રલ લાઈબ્રેરીની પ્રતિકૃતિ જેવી એ બીજી અંધારી, નિર્જન લાઈબ્રેરી હતી.

વનરાજે એ ભૂતિયા લાઈબ્રેરીમાં પોતાની સાથે થયેલો ભયાવહ અનુભવ રિયાને જણાવ્યો. આ બધી વાત સાંભળીને રિયા એકદમ ગળગળી થઈ ગઈ. જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ હોય તેમ એ એકસાથે કેટલાય વિચારોમાં ગરકાવ થઈ ગઈ.

વનરાજે નંખાઈ ગયેલા અવાજે પેલા પહાડી આદમી એટલે કે શેતાને ઉચ્ચારેલી ધમકી વિશે રિયાને કહ્યું, “એ શેતાને ને તારાથી દૂર રહેવા કહ્યું છે, રિયા. જો હું એવું નહીં કરું તો એ શેતાન દિવાનગઢમાં આપણાં બંનેની કબરો બનાવી દેશે.”

વનરાજનું આ વાક્ય સાંભળતાં જ રિયા આઘાતમાં વનરાજના પલંગથી દૂર ખસી ગઈ. પોતે જેને પ્રેમ કરતી હોય, જેને દિલોજાનથી ચાહતી હોય એની સાથે આવી ઘટનાઓ માત્ર ને માત્ર પોતાના લીધે જ બનતી હોય તે ક રીતે સાંખી શકે...?

વનરાજ ! તું... તું મને છોડી દે. તને હવે હું જરા પણ હેરાન કરવા નથી ઇચ્છતી. મારું દિલ દુભાય છે...” રિયાએ ભીનાં અવાજે આજીજી કરી.

વનરાજે પોતાના જીવથી પણ જેને વધારે ચાહતો હતો રિયા સામે જોયું, “અત્યાર સુધી તારી સાથે બનેલી એ યાતનાઓથી શું મારું દિલ નહીં દુભાયું હોય ? તને એમ હેરાન થતી જોઈને મારો આત્મા રડી પડતો હતો. તું મારો પ્રત્યેક શ્વાસ છે, રિયા. જો તું નથી તો મારા શ્વાસ નથી. અને શ્વાસ વિના તો માણસનું મૃત...” રિયા ઝડપથી દોડતી આવી અને વનરાજના હોઠ પર પોતાની નાજુક આંગળી મૂકી દીધી, “એવું ના બોલ, પ્લીઝ. હું પણ તારા વગર નથી જીવી શકવાની, વનરાજ...!” એ વનરાજની બાજુમાં, પલંગ પર એમ જ બેસી રહી. થોડી વાર બંને મૌન રહ્યાં અને એકબીજાની આંખોમાં આંખ પરોવી જોતાં રહ્યાં.

***

સવારનો સૂર્ય શહેર પર પોતાનાં સોનેરી કિરણો પાથરી રહ્યો હતો.

છેલ્લા કેટલાય સમયથી શારીરિક અને માનસિક તણાવથી પરેશાન થયેલાં વનરાજ અને રિયા આજે ઘણા દિવસો પછી બહાર ફરવા નીકળ્યાં હતાં. બંને કોઈ એકાંતમય જગ્યા શોધી રહ્યાં હતાં. અમદાવાદ જેવા શહેરમાં એકાંત જગ્યા મળવી થોડી મુશ્કેલ હતી, પણ છેવટે એક પબ્લિક ગાર્ડનમાં બંનેને એક એકાંત ખૂણો મળ્યો. બંને એકબીજાના હાથમાં હાથ ભીડીને સૂર્યનું હુંફાળું તેજ માણી રહ્યાં હતાં.

વનરાજ ! આ બધું આપણી સાથે શા માટે થ રહ્યું છે ?” રિયાએ ધીમા, માસૂમ અવાજે પૂછ્યું, “આપણે કોઈનું શું બગાડ્યું છે ? આ ઘટનાઓથી છુટકારો ક્યારે મળશે ? અને ક રીતે મળશે ?”

રિયાના એક પછી એક થયેલા પ્રશ્નોનો વનરાજ પાસે કોઈ જ જવાબ નહોતો. એ શું કહે ? એનાં મૌનથી રિયાને પોતાના પ્રશ્નો વ્યર્થ લાગ્યા.

તેઓ બસ આખો દિવસ શહેરમાં ફર્યાં અને રાત્રે આલીશાન હોટલમાં જમીને પાછાં ફર્યાં. રિયાને અત્યારે પોતાને ત્યાં રાખવી એ છાજે એવું નહોતું. એટલે વનરાજ રિયાને એનાં ફ્લેટ પર ઉતારીને પોતાના બંગલે ચાલ્યો ગયો.

***

વનરાજ અને રિયા જેમતેમ કરીને દિવસો કાઢી રહ્યા હતા, કારણ કે હજુ પણ પહેલાં જેવા સ્વપ્નો આવવાનું અને એવી અનિષ્ટ ઘટનાઓ બનવાનું ચાલુ જ હતું. હવે બંને આ ઘટનાઓથી ત્રસ્ત થ ચૂક્યાં હતાં. કરી પણ શું શકે ? પરંતુ હવે સહન થાય તેમ નહોતું. બંને આખો દિવસ એ જ વિચારમાં ખોવાયેલાંહેતાં.

રિયા અનાથ આશ્રમમાં મોટી થઈ હોવાથી એની પાસે એવી વડીલ વ્યક્તિની પણ ઊણપ હતી કે જે આ વિશે અથવા તો રિયાના ભૂતકાળ વિશે જાણતા હોય. બસ, તેની પાસે એક માત્ર લોકેટ હતું, પણ અત્યારે તો એ પણ તેની પાસે નહોતું રહ્યું.

વનરાજ, પેલા પહાડી આદમીએ એવું કેમ કહ્યું હતું કે દિવાનગઢમાં બે કબરો ખોદવી પડશે ? તેં લોકેટને દિવાનગઢવાળા પુસ્તકમાં મૂક્યું એટલે તો નહીં ને...?” રિયાએ એક દિવસ પૂછ્યું.

વનરાજ પણ થોડો ચમક્યો. એણે રિયાની વાતમાં હામી ભરતાં કહ્યું, કદાચ એવું બની શકે !! પણ હવે શું કરીશું ?”

બસ, વળી એ જ સવાલ આવીને એ પ્રેમી પંખીડાઓ સામે આવીને ઊભો રહ્યો. રિયાને મન એનું લોકેટ ની મમ્મીની આખરી નિશાની હતું, એટલે રિયા વનરાજને હળવા સાદે પૂછ્યું, વનરાજ, આપણે મારી મમ્મીની એકમાત્ર નિશાનીને પરત તો આવીશું ને ?”

રિયા, મને એવું જ લાગે છે કે આ બધી ફસાતનીડ એ લોકેટ જ છે. હરેક વખતે ગરદન પર જ હુમલો થવો એ એનો જ ઈશારો છે.” વનરાજ આવેશમાં આવી જતાં બોલ્યો, “અને ટલે જ હું તેને એવી જગ્યાએ મૂકી આવ્યો એ સારું થયું. આપણે મજબૂર છીએ, રિયા.” રિયા શો જવાબ આપે ? એને તો એની મમ્મીના પડછાયા સમા એ લોકેટ સાથે ખૂબ જ મમત્વ હતું. એને પોતાની મમ્મીથી આમ દૂર થવાનો એક આંતરિક ભય કોરી રહ્યો હતો. અલબત્ત, અહીં રિયા એની મમ્મીથી તો હંમેશને માટે દૂર હતી, પણ એ લોકેટ પોતાની સાથે રહેતું એથી એ એની મમ્મીને મહેસુસ કરતી. એના પ્રેમને અનુભવતી.

રિયાને આમ ભાવભીની થયેલી જોઈને વનરાજ હવે એ લોકેટને પાછું લઈ આવવાનો વિચાર કરતો હતો. પરંતુ સાથે જ ત્યાં થયેલો ભયાનક અનુભવ હજી ભૂલી શક્યો નહોતો.

એક દિવસ વનરાજ રિયાના લોકેટને પરત લઈ આવવા અંગે વિચારતો હતો ત્યારે જ એને લાઈબ્રેરીમાંના પેલા પુસ્તકનું નામ યાદ આવ્યું દિવાનગઢનો ઇતિહાસ !’ સાથે જ તેના મનમાં શેતાનની ધમકી પણ પડઘાઈ...

‘...રિયાથી દૂર થઈ જા, નહિ તો અંજામ સારો નહીં આવે...’

‘...નહીં તો દિવાનગઢમાં એક ને બદલે બે કબરો બનાવવી પડશે...’

તરત જ આ જુવાન એન્જીનિયરનું દિમાગ દોડવા માંડ્યું. તેણે તરતરિયાને કોલ કર્યો, રિયા ! મેં નક્કી કરી લીધું છે. આપણે તારી મમ્મીની આખરી નિશાની પરત લેવા માટે સુરત જઈશું.”

વનરાજની વાત સાંભળીને રિયા ખૂબ ખુશ થઈ ગઈ અને ફોનમાં જ વનરાજનો આભાર વ્યક્ત કરતાં કેટલાંય અદ્રશ્ય ચુંબનો એણે મનોમન વનરાજને જડી દીધાં.

વનરાજ ફોન કટ કરતાં મનમાં બબડ્યો, “રિયા ! આપણે તારા જીવન સાથેના આઅજ્ઞાત સંબંધને જ્ઞાત કરવા જ રહ્યાં છીએ.” એણે આખરે મન મક્કમ કરીને સુરત જવાનો નિશ્ચય કરી લીધો હતો.

***

રિયાનું એ રહસ્યમય લોકેટ પોતાના નાના સુરેશભાઈને પહોંચાડવા માટે ઈશાન અમદાવાદ આવી પહોંચીને તેને શોધવાની કામગીરીમાં લાગી ગયો હતો. પોતાનો રિયા સાથે સંપર્ક થાય એની જ રાહ જોતો હતો.

દિવાનગઢમાં બની રહેલી અજુગતી ઘટનાઓ તો અમુક સમયના અંતરાલ સાથે ચાલુ જ હતી. રતનસિંહ પણ આ બધા ઘટનાસ્થળોએ પહોંચીને પોતાની રીતે મદદ કરવાની કોશિશો કરતો હતો. કાચની એની બોટલોમાં ગેબી શક્તિઓને કેદ કરતો જતો હતો. બીજી તરફ રણજિત પણ સરળતાથી થાકે એમ નહોતો. અને આહિર આ ઘટનાઓના આરોપીને જ શોધી રહ્યા હતા, પરંતુ એમને કોણ સમજાવે કે આ આરોપી સામાન્ય મનુષ્ય નહોતો, પણ અલૌકિક શક્તિઓ ધરાવતો શેતાન હતો !

***

વનરાજ અને રિયા સુરત જવા રવાના થઈ ચૂક્યાં હતાં. રાતનો સમય હોવાથી અને અનિષ્ટ ઘટનાઓ બનવાની શક્યતાને કારણે વનરાજની કાર વડે જવાનું ટાળીને બંને એસ.ટી. બસ મારફતે સુરત પહોંચી ગયાં.

સવારના સવા ચાર વાગ્યાનો સમય હતો. શિયાળાની સિઝન પણ પૂર જોશમાં ખીલી હતી, જેથી સવારે ઠંડીનું પ્રમાણ ખાસ્સું તું. રિયા સહેજ ધ્રૂજી રહી હતી એટલે વનરાજે પોતાનું જેકેટ ઉતારીને રિયાને ઓઢાડી દીધું. આટલી વહેલી સવારના સમયે પણ ‘મેગા સિટી’ તરીકે ધમધમતા સુરતમાં તેઓ એક સારી હોટલ પર પહોચ્યાં અને ડબલબેડનો એક રૂમ લઈને એમાં આરામ કરવા માટે ચાલ્યા ગયાં.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: ઉદય ભાનુશાલી