પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર (પીએમએસ )
પોર્ટફોલિયો મેનેજર એ એક વ્યક્તિ કે કંપની હોય છે જે તમારા પૈસા તમારા નામે શેરબજારમાં રોકાણ કરવા એની સલાહ આપે છે અથવા તમારા પૈસા તમારા નામે જાતે રોકાણ કરી તમને યોગ્ય વળતર અપાવે છે. અહી તમારે માત્ર એ કઈ રીતે રોકાણ કરે છે એનું ધ્યાન જ રાખવાનું હોય છે જે દર મહીને એનો અહેવાલ તમને આપશે.
જયારે એ માત્ર સલાહ આપે છે ત્યારે એને નોન-ડીસક્રેઇશનરી મેનેજર કહેવાય છે, પણ જયારે પોતાની મરજીથી રોકાણ કરે ત્યારે ડીસક્રીએશનરી મેનેજેર તરીકે ઓળખાય છે.
પોર્ટફોલિયો મેનેજર તરીકે ક્વોલિફાય થવા સ્ટોક એક્ષચેન્જ નિયામક આપણે ત્યાં ‘સેક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા’ ટુકમાં ‘સેબી’માં રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. હાલના કાયદા મુજબ સેબીમાં રૂ દસ લાખ ફી ભરી નોંધણી કરાવવી પડે છે. અને એની પાસે ઓછામાંઓછા બે કરોડની નેટવર્થ હોવી જરૂરી છે જેની પાસે પોતા પાસે પૈસા નથી એ બીજાના પૈસા નફાકારક રીતે કઈ રીતે ર્પોકન કરશે ?
મ્યુચ્યુઅલ ફંડ અને પોર્ટફોલિયો મેનેજરમાં ખાસ ફરક નથી. મ્યુચ્યુઅલ ફંડ આપની પાસે પૈસા લઇ જે યુનિટ સ્વરૂપે લેવાય છે, એનું કોર્પસ બનાવી શેરબજારમાં રૂકન કરે છે. એમાંથી એનો ખર્ચ બાદ કરી નફો ડીવીડન્ડ તરીકે રોકાણકારને આપે છે. આપણા યુનિટમાં “એનએવી” નેટ એસેટ વેલ્યુ એ મ્યુચ્યુઅલ ફંડોનું પરફોમન્સ ઈન્ડીકેટર છે.
જયારે પોર્ટફોલિયો મેનેજર આપણા પૈસા આપણા નામે જ રોકાણ કરે છે અને એ આપણને પર્સનાલાઈઝડ સર્વિસ આપે છે. એના માટે આપણા તરફથી એને પાવર ઓફ ઓથોરીટી આપવામાં આવે છે. એ રોકાણ કરે ત્યારે આપણને દેખાય છે કે એણે કયા કયા શેરમાં રોકાણ કર્યું છે. આપણા નામે અને એનું વળતર કેટલું છૂટે છે.
આ બંને પ્રકારના રોકાણમાં “સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક“ હોય છે એથી જો નુકશાન થાય તો ય આપણું અને નફો થાય એ પણ આપણો. મેનેજરને આપણા પૈસા મેનેજ કરવાની ફી મળે છે.
જયારે નોનડીસ્ક્રેશનરી મેનેજેમેન્ટ હોય ત્યારે એ પોતાની સલાહ આપતો હોય છે અને આપણે એની સલાહ મુજબ રોકાણ કરવું ના કરવું આપણા હાથની બાબત છે. આમ એ ત્યારે આપણો માર્ગદર્શક છે, પરંતુ ડીસક્રેશનરી પોર્ટફોલિયો મેનેજર સમક્ષ આપણે એનો અનુભવ અને એક્સપરટાઈઝ પર વિશ્વાસ મૂકી એને ખરીદી-વીક્રીની સત્તા આપતા હોઈએ છીએ. આમ એના પરના વિશ્વાસને લીધે એને આપણા પૈસા પણ આપી શેરબજારમાં રમવા દઈએ છીએ.
તો આવા પોર્ટફોલિયો મેનેજરને આપણા પૈસા શેરબજારમાં રમવા આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી કે જેથી આપણા પૈસા સલામત રહે એ જોઈએ.
સૌ પહેલા તો એની પાસે આમ પોર્ટફોલિયો ચલાવવા લાગતાવળગતા નિયામકનું લાયસન્સ અહી સેબીનું લાયસન્સ છે કે નહિ એ જેવું જોઈએ. આના બે અર્થ થાય, એક તો એના પોતાના પૈસા છે અને કમાવી જાણે છે એમ ધારી લેવાય અને બીજું જો કોઈ વાંધો પડે તો સેબીમાં એની સામે ફરિયાદ થઇ શકે, અન્યથા સામાન્ય કોર્ટમાં જવું પડે તો એ બહુ લાંબી પક્રિયા છે.
પોર્ટફોલિયો મેનેજરને આપણે પૈસા આપીએ છીએ. એનો અર્થ એના પર આપણો વિશ્વાસ થયો. સાહજિક એ વિશ્વાસ આપણે કોઈ સાવ અજાણ્યા વ્યક્તિ કે કંપની પર ન રાખી શકીએ. પણ જાણીતી અને પ્રતિષ્ઠિત જ હોય તો આ વિશ્વાસ કાયમ રહે એનો આધાર, એ પોર્ટફોલિયો મેનેજર અથવા કંપની પર છે.
અહીં અહી એક કિસ્સો બન્યો હતો એ જોઈએ. જેમાં એક પ્રતિષ્ઠિત બેંક પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ આપતી હતી. પરંતુ એનો ગેરફાયદો લઇ એના એક મેનેજર કર્મચારીએ ગ્રાહકોના પૈસા બેન્કના નામે ન લેતા પોતાના નામે ઉઘરાવ્યા અને રાજીનામું આપી ભાગી ગયો. આ કિસ્સામાં બેન્કે હાથ ઉચા કરી દીધા. આ કેસ ચલી રહ્યો છે. તો આપણે કોની સાથે વ્યવહાર કરીએ છીએ એ તપાસી લેવું પૈસા ચેકથી આપવાના અને કોના નામે આપીએ છીએ એનું ધ્યાન રાખવાનું જેથી ફસામણી ના થાય.
વિશ્વાસ એ વ્યક્તિગત હોય છે. એકવાર વિશ્વાસ બેસે તો પણ આપણે આપણી મહેનતની કમાણી જ એ મેનેજરને આપીએ છીએ. એની મરજી અનુસાર શેરબજારમાં રોકાણ કરવા, એ બજારમાં કે જ્યાં માર્કેટ રિસ્ક છે એથી ખાસ આ કાળજી લેવી જોઈએ કે,
જયારે મેનેજર ખરીદી કે વેચાણ કરે ત્યારે આજ શેરબજારના નિયામક સેબીના કાયદાનુસાર આ ખરીદી કે વેચાણ માટે કોન્ટ્રાક્ટ નોટ તાબોડતોબ એની પાસે લઇ લેવી, જેથી આપણા નામે શેર ચઢે અને એ કઈ રીતે રમે છે એની જાણ આપણને રહે.
શેરબજારમાં સટ્ટાનો એક પ્રકાર ડેરાઈવીટીઝ (Derivates) તરીકે ઓળખાય છે. એમાં અમુક કંપનીના શેરના ભાવ અઠવાડિયું કે મહિના પછી શું હશે એના આધારે ખરીદી વીક્રી થતી હોય છે. એને ફ્યુચર એન્ડ ઓપ્શન (Future & Option )કહેવાય છે. આમાં ઊંડાણમાં ના જતા આના માટે જગતનો શેરબજારનો ખા વોરન બફે શું કહે છે એ જોઈએ. એના કહેવા પ્રમાણે “ ડેરાઈવીટીઝ આર ફાયનાન્શિયલ વેપન્સ ઓફ માસ ડીસસટ્ટરકશન“. એથી આપણા પૈસા પોર્ટફોલિયો મેનેજરને ડેરાઈવીટીઝ માટે નહિ જ આપવું યોગ્ય રહેશે.
પોર્ટફોલિયો મેનેજર આપણા માટે જે કંપનીના શેર ખરીદી વેચાણ કરે એના પરથી આપણને જાણ થાય છે કે એની ખરીદી વેચાણની સ્ટ્રેટેજી શું છે. કંપનીનું નામ જોઇ અને આપણે જાણી શકીએ કે એ પ્રતિષ્ઠિત કંપનીમાં નાણા રોકે છે કે કોઈ નાની કંપનીમાં. અને એનો પણ ખ્યાલ આવે કે એનું જજમેન્ટ રીસર્ચ બેઝ્ડ છે કે ટીપ બેઝ્ડ.
રીસર્ચ બેઝ્ડમાં કંપનીનું પોતાનું રીસર્ચ ડીપાર્ટમેન્ટ હશે, જે કંપની અંગે રીસર્ચ કરતુ રહે. આ રિસર્ચમાં કંપનીનું ભૂતકાળનું પરફોમન્સ, મેનેજમેન્ટ ક્વોલીટી, પ્રોડક્ટ ડીમાંડ, બ્રાન્ડ વેલ્યુ, નેટવર્ક ભાવી પ્રોજેક્ટ વગેરે પાસાઓ આવરી લેવાય છે એ જાણી રોકાણ કરવામાં આવે છે.
રોકાણ ટીપ બેઝ્ડ હોય તો એ અન્ય લોકોની ટીપ પર કંપનીના કર્મચારીની ટીપ પર કે બજારમાં મળતી ટીપ પર આધાર રાખશે. આવા સંજોગોમાં રીક્સ ફેક્ટર વધુ હોય છે.
“સ્પ્રેડ ઓફ પોર્ટફોલિયો મસ્ટ બી ઇન વ્હેરીયસ કંપનીઝ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ“. આપણે એવો આગ્રહ રાખવો જોઈએ કે મેનેજરે આપણા પૈસા માત્ર મોખરાની ચાર પાંચ કંપનીઓમાં જ રોકાણ ના કરતા, વીસ પચ્ચીસ ત્રીસ કંપનીમાં રોકાણ કરે. દસ થી બાર જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરે. જેમકે પાવર બેન્કિંગ, કન્ઝુમર ગુડ્સ સોફ્ટવેર વગેરે જુઈ જુદી જેથી રીક્સ ફેક્ટર ઘટે અને સલામતી વધે.
આમ આપણે પોર્ટફોલિયો મેનેજરને ઓળખી શકીએ. અને જો એને ઓળખી શકીએ, તો એ પણ ઓળખી શકાય કે આપણા પૈસા એના હાથમાં કેટલા સુરક્ષિત છે અને એ કેટલું વળતર આપી શકે છે.
નરેશ વણજારા