Mamta in Gujarati Short Stories by Irfan Juneja books and stories PDF | મમતા

Featured Books
Categories
Share

મમતા

મમતા

  • એક નાનકડા ગામ માં રેહતી આશા જયારે બીજા ધોરણ માં આવી અને એના પિતા એને છોડી ને ચાલ્યા ગયા. જીવન ના આ કઠિન સમય માં દાદાજી નો પ્રેમ મળ્યો અને નાના મોટા ભાઈઓ નો પણ. નાનપણથી જ માતા ની હરેક કામ માં આશા મદદ કરવા લાગી. સમય વીતતો ગયો ને હવે આશા ના લગ્ન ની વાત આવવા લાગી. દાદાજી ને છોકરા ના પરિવાર વિષે જાણ હતી એટલે એમને માંગુ ઠુકરાવ્યું પણ માતા ની મરજી આગળ દાદાજી નું ના ચાલ્યું.
  • આશા લગ્ન કરી ને સાસરે આવી. આશા ખુબજ સુંવાળી હતી. દાદાજી ના લાડકોડ માં પળેલી આશા એ ઘર બહાર ના કામ એટલે કે ઢોર ની રખવાળી , ખેતર ના કામ નહોતા કરેલા. આશા ના દાદાજી એક કપાસ ના વેપારી હતા અને ઘર બાર ઘણા સારા હતા એટલે આશા એ ગરીબી જોઈ નહોતી. પણ સાસરે આની વિપરીત પરિસ્થિતિ હતી. રોજ નું કરયાનું પણ રોજે લાવવું પડતું. ખુબ જ કરકસર પૂર્વક જીવન જીવવું પડતું હતું. પેહલા તો આશા ને ખુબ જ મુશ્કેલીઓ પડી રહી હતી પણ સમય જતા એ આ વાતાવરણ માં ભળી ગઈ હતી.
  • નાના દિયર અને નણંદ સાથે એ સમય પસાર કરી લેતી. ૧૦ સભ્યો ના પરિવાર માં આશા હવે ધીમે ધીમે એમના રંગ માં રંગાવા લાગી હતી. ઘરમાં સાસુ થોડા કડક સ્વભાવ ના હતા પણ આશા બધું જ અપનાવીને ચેહરા પર ખુશી લાવી ને જીવી રહી હતી.
  • સમય વીતતો ગયો લગ્ન ને એક.. બે.. ત્રણ.. એમ કરતા કરતા વર્ષો વીતવા લાગ્યા ને દિયર ના લગ્ન થયા, નણંદ ના થયા પણ હજી આશા ને ઘરે પાલણુ બંધાણું નહોતું. દિયર ને ત્યાં પણ ચાર દીકરીઓ થઇ ગઈ. અને લગ્ન ને નવ વર્ષ થઇ ગયા પણ હજી આશા ને માં કહેનાર દુનિયા માં નહોતું આવ્યું.
  • સમાજ ટીકા કરવા લાગ્યું. આશા ના પતિ ને પણ લોકો કેહવા લાગ્યા કે હવે તું બીજા લગ્ન કરી લે. આશા તને સંતાન સુખ નઈ આપી સકે. લોકો આશા ને અભાગણ , અપશુકનિયાળ માનવા લાગ્યા. આશા ઘર ની બહાર નીકળે તો પણ લોકો એને કેટલું સંભળાવી દેતા.
  • આશા ને ભગવાન પર શ્રદ્ધા હતી કે ભગવાન એ એને નાનપણ થી ખુબ જ દુઃખ આપ્યા છે પણ એ ક્યારેક તો એને સુખ ના દિવસો દેખાડશે. લગ્ન ના ૧૧ વર્ષ પછી આશા એ એક પુત્ર ને જન્મ આપ્યો. એ દિવસ ખરેખર આશા ના જીવન નો ખુબ જ અમૂલ્ય દિવસ હતો.
  • આશા ની આખોં આંશુઓથી છલકાઈ ગઈ હતી. પણ આજે ખુશીના આંશુ હતા. આજે આશા ના જીવન ની નવી સરૂઆત હતી. એના દીકરા ને માટે એની મમતા એની આંખો માં છલકાઈ રહી હતી.
  • આશા એના પુત્ર અવિનાશ ને લઈને પોતાના સાસરે આવી. અવિનાશ તો માત્ર દોઢ જ માસ નો હતો અને એની તબિયત ખરાબ થઇ ગઈ. ગામ માં કોઈ સારા ડૉક્ટર ન હોવાથી આશા એની નણંદ અને બનેવી સાથે નજીક ના શહેર ની હોસ્પિટલ એ લઇ ગઈ. અવિનાશ ને એક માસ માટે ત્યાં દાખલ કરવામાં આવ્યો. આશા અંદર થી ખુબ જ ડરી રહી હતી કે એની આવેલી આ ૧૧ વર્ષ ની ખુશી ને કોની નજર લાગી ગઈ હશે. એની અવિનાશ માટે ની ચિંતા સબ્દો માં વર્ણવી સકાય એમ નથી. ખુબ જ પ્રાર્થના થી ભગવાન પણ એની દિલ ની વાત સમજી ને અવિનાશ ને ફરી થી તંદુરસ્ત બનાવી દીધો.
  • અવિનાશ ને એ ખુબ જ વહાલ કરતી. પોતાનું પહેલું અને છેલ્લું સંતાન અવિનાશ જ હતું. હવે અવિનાશ જ એની દુનિયા હતી. એની ખુશી માં જ એ ખુશ રેહવા લાગી. અવિનાશ ની નાની નાની ઉપલબ્ધીઓ માં એ ખુબ જ ખુશ થતી. જેમ કે અવિનાશ નું ચાલતા શીખવું, શાળા માં પ્રથમ નંબરે પાસ થવું, ૧૫ ઓગસ્ટ કે ૨૬ જાન્યુઆરી માં નાટક માં ભાગ લેવો. એના ચેહરા પર આ ખુશી નું તેજ વર્તાતું.
  • અવિનાશ મોટો થયો ને હવે એને હોસ્ટેલ માં ભણવા માટે જવું પડે એમ હતું. આ સમયે આશા ના ચેહરા નું તેજ જાણે ક્યાંક અંધકાર માં ખોવાઈ ગયું હતું. આશા પોતાના ના લાડકા અવિનાશ ને ક્યાંય જવા દેવા નહોતી માનતી. પણ એના સારા ભવિષ્ય માટે એને મન પર પથ્થર મૂકી ને હા પાડી.
  • રોજ સાંજે જ્યાં સુધી અવિનાશ સાથે વાત ન થાય ત્યાં સુધી ના એ જમતી કે ના એને નીંદર આવતી. અવિનાશ એના હોસ્ટેલ ના મિત્રો સાથે વાતો માં જો આશા નો ફોન ન ઉપાડે તો આશા અધૂરી થઇ જતી. એના ગળા નીચે પાણી પણ ઉતરતું નહિ.
  • ધીરેધીરે સમય વીતતો ગયો ને અવિનાશ ભણી ને એક સારી નોકરી એ લાગી ગયો. આ દિવસ જોઈ ને આશા ખુબ જ ખુશ હતી. કે એનું સંતાન આજે કંઇક બની ગયું અને હવે હંમેશા એની સાથે રેહવા મળશે.
  • નોકરી મળ્યા પછી અવિનાશ ની સગપણ અને લગ્ન થયા. હવે અવિનાશ પણ એની પત્ની તથા પિતા અને એની માતા આશા સાથે રેહવા લાગ્યો.
  • આશા ને અવિનાશ ના પિતા પણ હવે એક શહેર માં રેહવા આવી ગયા હતા જ્યાં અવિનાશ ની નોકરી હતી. સમય એ આશા ને ઘણા અનુભવો કરાવ્યા. ક્યારેક સમાજ ની નિંદા તો ક્યારેક ગરીબી નું જીવન. ક્યારેક બાળક ની જીદ તો ક્યારેક ઘરના લોકો ની ટીકા. પણ આશા ક્યારેય ડરી નહિ ને એના ૧૧ વર્ષ પછી આવેલા અવિનાશ માટે એ હંમેશા દરેક પરિસ્થિતિ નો સામનો કરી ને જીવી.
  • આજે પણ અવિનાશ ને થોડો અમથો તાવ આવી જાય તો પણ આશા ના ચેહરા પર એટલી જ ચિંતા દેખાઈ આવે જેટલી ૨૫ વર્ષ પેહલા હતી. એના પ્રેમ માં કે વહાલ માં આજે પણ કંઇજ ફર્ક પડ્યો નથી. એ અવિનાશ ની ખુશી માં જ ખુશ છે ને જીવન ના આ નવા યુગ માં પણ અવિનાશ ની માટે ખુબ જ પ્રાર્થના કરે છે. એને અંતર આત્માથી પ્રેમ આપે છે. એટલે જ કોઈક એ કહ્યું હશે "જનની ની જોડ સખી નઈ જડે રે લોલ"
  • "માં તે માં બીજા બધા વગડા ના વા..."
  • આશા નું આ બલિદાન ના અવિનાશ ક્યારેય ના ભૂલી સકે. આશા એ અવિનાશ ને આ સ્થાને પહોંચાડ્યો એમાં વેઢેલી દરેક તકલીફ ને આપ સૌ સમક્ષ રજુ કરી છે. આપ સૌ વાચક મિત્રો ને વિનંતી છે કે તમે તમારા અભિપ્રાયો આપશો એવી લાગણી ની ભીનાશ. અવિનાશ ને આશા ની બાકી રહેલી જિંદગી માં એને ખુશ રાખવા શું કરવું જોઈએ એ માટે ની સલાહ પણ દિલ થી આવકાર્ય છે. તમે તમારો કિંમતી સમય આપી આ વાર્તા વાંચી એ માટે હું આપ સૌ નો ખુબ જ આ ભરી છું.
  • લેખક: ઈરફાન જુણેજા
  • લેખક વિશે
  • ઈરફાન જુણેજા એક સોફ્ટવેર એન્જિનિઅર છે. ગુજરાતી સાહિત્ય લખવા અને વાંચવાનો શોખ ધરાવતા હોવાથી આપ સમક્ષ ટૂંકીવાર્તાઓ લખી મનના વિચારો ને પ્રગટ કરવાની કોશિસ કરે છે. આપ સૌ ખામીઓ અને ખૂબીઓ સાચા દિલ થી જણાવી ભૂલો ને સુધારવા મદદ અને સારી વાતો માટે સારા રેટિંગ આપી મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરો એવી જ આશા...
  • ***