અંતર આગ
10. ચેતવણી...
'અંતર આગ' પુસ્તકનું છેલ્લું પાનુ વાંચી ઇન્સ્પેક્ટર રુદ્રસિંહ બધું સમજી ગયો કે મી. આદિત્યએ એને એ પુસ્તકની કડી કેમ આપી. થોડી વાર કઈક વિચારીને સિંગરનું પાકેટ નીકાળ્યું પણ એ ખાલી નીકળ્યું. પેકેટ પોતાના મજબૂત હાથથી મસળીને ફેંકતા તેણે બમ પાડી.....
"પૃથ્વી....."
પૃથ્વીદેસાઈ રુદ્રસિંહનો ડ્રાઇવર હતો. તેને જાસૂસીનો ગજબનો શોખ હતો પણ બદનસીબી અને પરિસ્થિતિએ એને પોલિશ ડ્રાઇવર બનવા મજબુર કર્યો હતો.
"જી સર....." પૃથ્વી અંદર દોડી આવ્યો, સેલ્યુટ તેની સામે ઉભો રહ્યો.
"લેસ્ટ ગો ....." રુદ્રસિંહ ચેરમાંથી ઉભો થયો વરદી સરખી કરી..
"સર ક્યાં જવાનું છે?"
"ધરણીધર રેસિડેન્સી. વિઠ્ઠલદાસ ના બંગલા ઉપર."
"ઓહ..... અમીરોની વસ્તીમાં." પૃથ્વી વડોદરાની એકે એક ગલી એક એક એરિયા થી વાકેફ હતો.
"વિઠ્ઠલદાસને વોર્નિંગ આપવા. એનું જીવન જોખમમાં છે. કાતિલની નજર હવે એના પર જ હશે." પાછળ આવતા પૃથ્વી તરફ જોઈ કહ્યું.
"વોર્નિંગ કેવી?" પૃથ્વીએ ઇગનીશનમાં કી દાખલ કરી અને ઘુમાવી.....
"રચિત પકડાઈ ન જાય ત્યાં સુધી વિઠ્ઠલદાસની સેફટી માટે એને સિક્યોરિટી આપવી પડશે....." રુદ્રસિંહે એની બાજુમાં બેઠક લીધી. ગાડીમાં પાછળ બે ગાર્ડસ બંદૂક 300 સાથે ગોઠવાયા.
"રચિત અગ્નિહોત્રી એ રાજવીર દક્ષની હત્યા કરી એજ ને ?" પૃથ્વીએ અજાણ બની ને પૂછ્યું. પણ ખરેખર તો એ પ્રદીપ શાહ નો મિત્ર હતો એને રચિત અગ્નિહોત્રી ની બધી જ ખબર હતી.
"હા." ટૂંકમાં રુદ્રસિંહ બોલ્યો.
"એને જોઈને તો કોઈ ન કહી શકે કે એ માણસ કોઈની હત્યા કરી શકે.....!" પૃથ્વીએ રુદ્રસિંહનું મન જાણવા પૂછ્યું.
"આજકાલ ચહેરાઓ ઉપર ચહેરા હોય છે પૃથ્વી. કોણ ક્યારે અસલી ચહેરો બતાવે છે એ કહેવું અને કળવું મુશ્કેલ છે." ગાદીએ ગાયકવાડ બ્રિજ પાસે વળાંક લીધો પછી ઉમેર્યું " અશક્ય કહો તો પણ યોગ્ય જ છે."
"આજકાલ તો વરૂ પણ ઘેટાની ખાલ ઓઢીને ફરતા હોય છે." પાછળ બેઠેલા બે ગાર્ડસમાંથી સુનિલ રસ્તોગીએ કટાક્ષ કર્યો....
સાંજ હોવાથી ટ્રાફિક વધારે હતી. વડોદરા શહેરમાં સાજના સમયે કેટલી ગિરદી હોય એતો વડોદરા ની સડક ઉપર એક સાંજ ગળનાર ને જ સમજાય.....! પણ પૃથ્વી એ ટ્રાફિકથી ટેવાયેલો હતો. ગમે તેવી ભીડમાં આસાનીથી ગાડી સરકાવી દે એવો અલ્લડ ડ્રાઇવર હતો. તેની આંખો વારંવાર રિઅર વ્યુ મિરર ઉપર જતી હતી.....
"સ્ટોપ હિઅર"
કેમ જાણે એ શબ્દોની રાહ જ જોતો હોય તેમ પૃથ્વી એ પહેલેથી જ ગાડીની સ્પીડ ધીમી કરી લીધી હતી. રુદ્રસિંહના શબ્દો એના કાને પહેલા પહોંચ્યા કે એનો પગ બ્રેક ઉપર પહોંચ્યા હશે એ કળવું મુશ્કેલ હતું. કદાચ પૃથ્વીએ હુકમ વગર જ બ્રેક મારી હશે. જો પૃથ્વીએ ગાડી રોકવાનું કારણ પૂછ્યું હોત તો જ એવું સમજી શકાત કે રુદ્રસિંહ ના અવાજથી એણે ગાડી રોકી હશે.
"સુનિલ સામે ના પાર્લર થી સિગારેટ લઇ આવ...." રુદ્રસિંહે કહ્યું..
"જી સાહેબ" કહી સુનિલ એની બંદૂક બીજા ગાર્ડ સૂરજની સોંપીને ઉતર્યો.
"તું રહેવાદે સુનિલ." અચાનક પૃથ્વીને કઈક સુજ્યું હોય એમ તેને રોક્યો. " હું જ જઈશ મારે એમ પણ મોં આવ્યું છે એટલે પાન લેવું છે."
બહાનું કરી પૃથ્વી ગાડીમાંથી ઉતરી કમમર પરનો બેલ્ટ સરખો કર્યો. નજીકમાં કોઈ વાહન ઝડપથી આવતું ન હતું. અમુક વાહનો, ટેક્સીઓ રોડ ઉપર ધીમી ગતિએ આવતી હતી. અમુક વાહનો રોડની એક સાઈડ ઉપર પાર્ક કરેલા હતા. પૃથ્વીએ બંને તરફ નજર દોડાવી ગાડીના પાછળના ભાગમાં જરૂર કરતાં વધારે જ એની નજર સ્થિર થઈ હતી. પછી એ 'મધુરાય પાન પાર્લર' તરફ ધસી ગયો. સિગારેટનું પેકેટ લઇ પાન બનાવાનું કહ્યું....
"મારુ રોજનું સ્પેશિયલ પાન બનાવજો કાકા" એણે પાનવાળાને એક સ્મિત આપ્યું.
"એમાં ભૂલ ન થાય સાહેબ"
પાન પાર્લરના કાઉન્ટર ઉપર જમણી દીવાલ ઉપર એક મોટો આયનો લાગેલો હતો. પૃથ્વી અહીં ઘણી વાર આવતો એટલે એને આયનાની લોકેશન પહેલેથી જ ખબર હતી. એ કોઈ પ્લાનિંગ થી જ પાન નું બહાનું કરી અહીં આવ્યો હતો. એના જાસૂસી દિમાગ માં કીડો ફર્યા કરતો હતો.
આયનો પાછળ રોડ ઉપર સડસડાટ વહી જતા વાહનોનું સંપૂર્ણ ચિત્ર બતાવતો હતો. પૃથ્વીની નજર આયના માં જ હતી. પાન લઇ એ ફરી જઈને ગાડીમાં ગોઠવાયો.
"લો સર."
રુદ્રસિંહે એક સિગારેટ નીકળી હોઠ વચ્ચે ભરાવીને સળગાવી. પૃથ્વીના ચહેરા ઉપર અલગ જ ભાવ હતા. કદાચ એ વ્યાકુળતા સિગારેટના ધુમાડાના લીધે થઈ હશે કે કોઈ બીજા ગભરાહટ થી થઈ હશે પણ તેનો ચહેરો ગંભીર તો હતો જ. એણે ગાડીની સ્પીડ વધારી. એક ગળીમાં ગાડી લીધી.
"કેમ અહીં?"
"સર આગળ રસ્તો બ્લોક છે. અને આ રસ્તો પણ ધરનીધર રેસિડેન્સી લઇ જાય છે."
"ઓકે."
ગાડી ગળીમાં લીધા પછી જ પૃથ્વીને નિરાંત થઈ હતી.
"રુદ્રસિંહ સિગારેટ પુરી કરે એ પહેલાં તો ગાડી વિઠ્ઠલદાસના બાંગ્લા આગળ પહોંચી ગઈ હતી.
ધરણીધર રેસિડેન્સીની ગલીમાં પહેલા નંબર માં જ એનો બંગલો હતો. રુદ્રસિંહે નજર કરી સામે એક બંગલો વર્ષોથી ખાલી પડ્યો હોય એવું લાગ્યું.....
"કમ ઓન ગાર્ડસ...." રુદ્રસિંહે ઉતરીને સુનિલ અને સૂરજને ઓર્ડર આપ્યો......
"યસ સર....." કહેતા બંને ગાર્ડસ રુદ્રસિંહની પાછળ ગયા. પૃથ્વી ગાડીમાં જ રહ્યો. એના મનમાં કૈક વિચાર ચાલતા હતા.
બગીચો પસાર કરતા જ ત્રણેક મિનિટ નો સમય લાગે એટલું વીશાળ અને દેખનાર અંજાઇ જાય એવો મહેલ જેવો બંગલો જોઈ બંને ગાર્ડસ નવાઈ પામ્યા હતા.
વિઠ્ઠલદાસ બગીચામાં જ બેઠક ઉપર છાપું વાંચી રહ્યો હતો. રુદ્રસિંહની નજરે બગીચો પૂરો થાય ત્યાં બિલ્ડિંગની આગળ એક મર્શડીઝ કાર ખડી જોઈ.
રુદ્રસિંહ અને તેની સાથે બંદૂક સાથે બે સંત્રીને જોઈને વિઠ્ઠલદાસ બે ઘડી તો ડઘાઈ ગયો હતો. તે ચેર પરથી ઉભો થઇ ગયો - તેના થી થઇ જવાયું.
"બી સીટેડ મી.વિઠ્ઠલ....." રુદ્રસિંહે હસીને કહ્યું.
"તમેં મિસ્ટર....?" રુદ્રસિંહે બેસતા પૂછ્યું.
"રાઠોર રુદ્રસિંહ રાઠોર. આ એરિયાનો નવો ઇન્સ્પેક્ટર." પોતાનું નામ ઓસ્કાર એવોર્ડ માટે નોમિનેટ થયું હોય એટલા ગર્વ થી એ બોલ્યો.
"વેલ. અહીં ?"
"રાજવીર દક્ષ તમારા મિત્ર હતાને?" રુદ્રસિંહે સામેની ચેરમાં ગોઠવાતા પૂછ્યું "રાજવીર દક્ષ દક્ષ પબ્લિકેસનનો મેનેજીંગ ડિરેક્ટર."
રાજવીરનું નામ સાંભળી બે -એક ઘડી તેના ચહેરા પર વ્યાકુળતા છવાઈ ગઈ. એ વ્યાકુળતા સમજી ન શકે એટલો મૂર્ખ તો રુદ્રસિંહ ન જ હતો.
"ઓહો રાજવીર તો મારો મિત્ર હતો." ચહેરા ઉપર ના ભાવ ઇન્સ્પેક્ટર કળી ન જાય એ માટે સહેજ હસીને એ બોલ્યો.
"હમમ તો તમારા મિત્ર અને એના ભત્રીજાની કતલ કરવામાં આવી છે." રુદ્રસિંહે ચેરમાં ટેકો લીધો.
"કતલ.....!" વિઠ્ઠલદાસ ફરી હચમચી ગયો " એ કતલ હતા?મને તો એવી ખબર મળી કે બન્ને દારૂના નશામાં અંદરોઅંદર ઝઘડીને એકબીજાની બુલેટનો શિકાર બન્યા....."
"હમમ. શિકાર બન્યા અને બુલેટ પણ એમની જ ગન માંથી છુટી " પછી ધીમે થી ઉમેર્યું " પણ ગન ની ટ્રિગર કોઈ ત્રીજી વ્યક્તિએ દબાવી હતી...."
એ ધીમો ઉમેરો વિઠ્ઠલદાસ ના શરીરમાંથી એક લખલખું થઈને પસાર થઈ ગયો.
"એટલે ? " વિઠલદાસે દાસે પૂછ્યું.
"એટલે મેડિકલ રિપોર્ટ અને પોલિશ તપાસ મુજબ બન્ને જઘડ્યા એ બરાબર પણ બે માંથી એક ની હત્યા કોઈ ત્રિજી જ વ્યક્તિએ કરી છે."
"કઈ રીતે ઇન્સ્પેક્ટર?" તે વચ્ચેજ અટકી ગયો.
વિઠ્ઠલદાસને કાઈ સમજાતું નહતું એટલે રુદ્રસિંહે વિગત સમજાવી.
"બન્ને કોર્પસ (ડેડ બોડી) બાથરૂમમાંથી મળી હતી. જયદીપની બોડી બાથરૂમની અંદર હતી અને રાજવીરની બોડી બાથરૂમના દરવાજા પાસે થી મળી હતી. તેનો છાતી અને માથાનો ભાગ બાથરૂમની અંદર હતો અને બાકીનો બાથરૂમ બહાર." શ્વાસ લઈ ફરી ઉમેર્યું "
જયદીપની બોડી ફર્શ ઉપર ચત્તી મળી હતી અને તેના માથાના પાછળના ભાગમાં બુલેટ હતી. કદાચ તેને રાજવીરેજ શૂટ કર્યો હશે. કારણ રાજવીરની બોડી એના પાછળ ના ભાગમાં હતી."
ધડકતા હૃદયે વિઠ્ઠલદાસ એ સાંભળી રહ્યો હતો. તેના ભમર ઊંચા થઈ ગયા. તેને સમજાતું ન હતુ કે ઇન્સ્પેક્ટર તેને આ બધું કેમ કહી રહ્યો હશે..... ? પેલા બે ગાર્ડસને ભરી બંદૂકે લઈને કેમ આવ્યો હશે.....?
"હં...." વિઠ્ઠલદાસે એકાકી જવાબ આપ્યો. બંદૂક જમીન ઉપર ટેકવીને ઉભેલા બંને ગાર્ડસ ઉપર એક નજર કરી તેને લાગ્યું કે કદાચ ઇન્સ્પેક્ટર એને જ કાતિલ માનતો હશે એટલે ઍરેસ્ટ કરવા આવ્યો છે.
"ત્રીજી વ્યક્તિએ જ કતલ કરી એવું તમે શા પરથી કહી શકો ઇન્સ્પેક્ટર ?" છાપાની ઘડી હાથમાં લઈ એણે સ્વસ્થ દેખાવાનો પ્રયાસ કર્યો.
"કેમ કે બુલેટ ખોપડીમાં ઘુસ્યા પછી જયદીપ એજ ઘડીએ મૃત્યુ પામ્યો હશે એમાં કોઈ બેમત નથી. તો પ્રશ્ન એ છે કે રાજવીરને કોણે માર્યો? મારી તપાસ મુજબ કાતીલે...."
"સાહેબ ચા..." ડેની આર્ચર ચાના મગ લઈને આવ્યો અને અંગ્રેજીમાં બોલ્યો.
રુદ્રસિંહ વચ્ચેજ અટકી ગયા. એક મગ ટ્રે માંથી ઉઠાવી ડેની સામે જોયું. ડેની વિઠ્ઠલદાસનો ડ્રાઇવર હતો. એ ઘરના કામ પણ કરી લેતો.
"કમિંગ ટુ ધ પોઇન્ટ" ચાનો એક ઘૂંટ ભરી ઉમેર્યું " હું તમને વોર્નિંગ આપવા આવ્યો છું."
"વોર્નિંગ?" ગરમ ચા થી જીભ બળી હોય એવો જાટકો લાગ્યો " કેવી વોર્નિંગ ?"
"તમારા જીવનું જોખમ છે. જ્યાં સુધી કાતિલ પકડાઈ ન જાય ત્યાં સુધી તમારી સેફટી માટે બે ગાર્ડસ તમારી પાસે રહેશે."
વિઠ્ઠલદાસ ને બેડ સરપ્રાઇઝના ઝટકા લાગતા હતા. "પણ મને શું ખતરો છે ?"
"એ બે કતલ નું કારણ તમારું પુસ્તક છે. 'અંતર આગ' પુસ્તકને લીધે એ કતલ થયા છે એટલે હવે કદાચ ત્રીજું કતલ...." રુદ્રસિંહના અધૂરા વાક્યમાં પણ સપસ્ટતા હતી જ.
"અંતર આગ" વિઠ્ઠલદાસને એક ઓર ઝટકો લાગ્યો " મારા પુસ્તકને એ કતલ થી શુ સંબંધ....?" બગીચા માંથી આવતો ઠંડો પવન એને લું જેવો લાગવા લાગ્યો.
"રાજવીરનો કાતિલ રચીત અગ્નિહોત્રિ છે."
"રચિત....?" અંગ્રેજી આલ્ફાબેટ o જેવું મોઢું કરી વિઠ્ઠલદાસ બોલ્યો.
"હા ડેડબોડી પાસે થી એ પુસ્તક લોહીથી ખરડાએલિ હાલત માં મળ્યું હતું. બટ યુ ડોન્ટ વરી હું એને બે જ દિવસમાં ઝડપી લઇશ."
વિઠ્ઠલદાસ નિઃશબ્દ હતો. રુદ્રસિંહે ઉભા થઇને ગાર્ડસ ને કહ્યું "યુ કેર ફોર હિમ"
વિઠ્ઠલદાસ સામે જોઈ કહ્યું " આઈ વિલ કેચ હિમ સૂન. બી સ્મૂથ..." કેપ સરખી કરીને એ નીકળ્યો.
ગેટ બહાર નીકળી રુદ્રસિંહ ગાડીમાં ગોઠવાયો એ વખતે પૃથ્વી ફોન ઉપર બીજી હતો. ઇન્સ્પેક્ટરને જોઈને તેણે ટૂંકાવ્યું, "તું બસ આવી જજે. સેમ પ્લેસ એન્ડ સેમ ટાઈમ. હું બધું તને પછી સમજાવીશ બાય." ફોન ગજવામાં સરકાવતા પૃથ્વીએ એક સ્મિત કર્યું. કોઈ ગજબનું તિર હાથમાં લાગ્યું હોય એવું એ ગૌરવભર્યું સ્મિત હતું.
ગાડી સ્ટાર્ટ થઈ એ પહેલાં રુદ્રસિંહે સિગારેટ સળગાવી ગર્વનો એક ઊંડો કસ લીધો. ધુમાડાનો એક ગુબ્બારો બન્યો અને બીજી જ પળે તેઝ ગાડીમાં ધસી આવતા પવન વિલીન થઈ ગયો.....
***
To be continue.....
વિકી ત્રિવેદી ‘ઉપેક્ષિત’