Jindagini karvat - 2 in Gujarati Fiction Stories by MANIYAR ANKIT HARESHBHAI books and stories PDF | જિંદગીની કરવટ - 2

Featured Books
Categories
Share

જિંદગીની કરવટ - 2

જિંદગી ની કરવટ – 2

આગળ ના એપિસોડ માં :

આજે આર્યન પોતાના આલીશાન ઘર ના ગોડાઉન માં જાઈ છે. પોતાની બધી યાદો આજે એ તાજા કરવા માગે છે. આજ થી લગભગ એ 20 વર્ષ પહેલા ની દુનિયા માં ચાલ્યો જાઈ છે. અત્યાર કરતાં સાવ જ વિપરીત દુનિયા માં એ સમયે એ હતો નહતું આ નામ ખૂબ જ વિપરીત પરિસ્થિત ઘણો બધી મુસ્કેલી, ઘણા બધા આડા રસ્તા , ક્યારએય પણ સપના માં ભી નહતું વિચાર્યું એક રસ્તા પર નો જુગારી આટલી ઉચાઈ મેડવસે.

ગતાંક થી ચાલુ :

20 વર્ષ પહેલા ની વાત આર્યન ના દિમાગ માં એ રીતે આવી ગઈ જાણે કાલ ની જ વાત હોય. ગુજરાત નું રળિયામણું વાતાવરણ છે. ગુજરાત !! ભારત નું સૌથી સમૃદ્ધ રાજ્ય !! એવી’ જ ત્યાની સવાર છે, પંખી ના કલબલાટ માં, ખેતરો ના લહેરાવ માં , ખેડૂતો ના ગીત માં, કહેવાતા “ બિજનેસ-મેન “ ની રૂપિયા ની ખનક માં, સામાન્ય માણસો ની નોકરીએ જવાની ઉતાવળ માં ગુજરાત ની સવાર હમેશ ની જેમ વ્યસ્ત છે આજે. ગુજરાત રૂપેયા નું રાજ્ય એ થી પણ વધુ દિલદાર લોકો નું રાજ્ય. પોતાની જાત ઘસી ને લોકો ને મદદ કરતાં લોકો નું રાજ્ય, ગાંધી – સરદાર નું રાજ્ય. ગુજરાત માં ઘણા બધા મહાનગરો, નગરો, નાના શહેરો, ગામડાઑ આવેલા છે. ગુજરાત ના જ એક મુખ્ય શહેર તરીકે ગણના થાય એવા જ રાજકોટ શહેર ની એક સવાર છે, ઉનાળા ની સવાર, શાળા ના છોકરાઓ માટે રજાઓ નો મહિનો છે. રાજકોટ શહેર ના એક સહ-કુટુંબ માં રહેતા પરિવાર ની આ વાત છે.

કૌશિક નું આજે છેલ્લું પેપર પૂરું થયું છે, વેકેશન ની મજા માણવા ના દિવસો છે. શાળા ના એ દિવસો અનોખા હોય છે. એ જ દિવસો માં જલ્દી મોટા થઈ ને કસુ બની જવાની જંખના હોય છે. નથી કોઈ ની પરવા ના કઈ ભી ટેન્શન, બસ શાળા ને રમત. બચપણ કહેવતો જિંદગી નો સૌથી સુવર્ણ સમય છે. પણ આ શાળા ના લોકો ને પોતાનો વિચાર તો હોય જ છે. અને ભવિષ્ય માં શું બનવાના છે તેનું ઘડતર તેમના વિચાર પર થી ત્યારે જ થઈ જાઈ છે. કૌશિક છેલ્લું પેપર પૂરું કરી ને ઘરે આવે છે. કાયમ વર્ગ માં પહેલો કે બીજો અંક એ થી પાસ થવાની એની આદત હતી. જીણા એવા વાળ ડાબી બાજુ પાથી છે, આંખો માં એક ચમક છે કઈક કરવાની તમન્ના છે, પરીક્ષા તો આવે ને જાઈ આપનું પરિણામ તો નક્કી જ છે !! તેવો આત્મવિશ્વાસ છે, હાર હજુ કોઈ દિવસ જિંદગી માં જોઈ નથી હજુ તો ઉમર જ શું છે બસ ખાલી 10 વર્ષ. શાળા ના ગણવેશ માં બ્લૂ રંગ નું પેન્ટ અને સફેદ રંગ ના બુશોર્ટ માં કૌશિક ઘરે પહોચે છે. કૌશિક એક ફ્લૅટ માં રહે છે. ઘર માં નીચે પહોચતા જ ફળિયા માં કપડાં ધોતા નમ્રતા આંટી થી પૂછવાનું ચાલુ થયું. નમ્રતા આંટી એ પૂછ્યું, “ અરે, કૌશિક પેપર કેવું ગયું ? આ વખતે તો પહેલા અંક થી જ પાસ થવાનું છે. “ કૌશિક માટે આ નિત્ય ક્રમ હોય એ રીતે હસી ને નીકળી ગયો. સાથે ચાલતા મનીષ ને નમ્રતા આંટી એ પૂછ્યું, “ મનીષ કેવું ગયું તારું પેપર, પાસ તો થઈ જાઈસ ને ? “. મનીષ ત્યાં ફ્લૅટ માં જ નીચે રહેતો હતો એ ભણવામાં એટલો હોશિયાર નહતો

મનીષ એ પણ આ વસ્તુ ધ્યાન માં ન લીધી એમને મન પણ આ વસ્તુ રોજ ની હતી. મનીષ ના મુખ પર એક ઉદાસીનતા જોવા મળતી હતી. કપાસ ના ખેતર માં જેમ કપાસ લહેરતા હોય એ રીત ના એના માથા પર સિલ્કી વાળ લહેરતા હતા. ગુજરાત ના દરિયા કિનારા ની જેમ લાંબુ એનું મોઢું હતું એમાં પણ કાયમ જીતવાની અને બધા કૌશિક ની જેમ પોતાના ભી વખાણ કરે એવી આશા જોવા મળતી હતી. એવું નહતું કે મનીષ પાસ નહતો થતો પણ એક સાથે પરિણામ આવાથી એની તુલના કાયમ કૌશિક સાથે થતી ને કાયમ એ અપમાન નો ઘૂટડો ભરી જતો. બહુ સામાન્ય આ વાત ની બાળ માનસ પર થતી અસર ની કલ્પના કરવી પણ અશક્ય હતી. ભારત-પાકિસ્તાન મેચ માં ભારત ની હાર થતાં ભારતીય ફૅન ના ગુસ્સા કરતાં પણ વધુ ગુસ્સો મનીષ ના મન માં આવતો. ઉમર ની સાથે આ ગુસ્સો વધતો જતો હતો. પણ મન માં આટલું બધુ ચાલતું હોવા છતાં બહાર થી તો એ સામાન્ય જ હતો.

ફળિયા માથી કૌશિક એના ઘરે ઉપર જતાં જતાં કહી ગયો, “ મનીષ, આપણાં નક્કી થયા મુજબ આપણે અત્યરે મેચ માંગેલો છે, ફટાફટ જમી ને મળી “. મનીષ ભી તૈયાર થઈ ગયો. આખા ઘર માં ખબર હતી આ લોકો ની રજા એટ્લે ક્રિકેટ !! અડધા લોકો માટે આ ક્રિકેટ એટ્લે પોતાનું બચપણ યાદ કરવાનો મોકો હતો જ્યારે અડધા લોકો માટે માથા નો દુખાવો હતો. તો ભી ક્રિકેટ ને રમતા રોકી શકાય એવું નહતું. ક્રિકેટ નો માહોલ બંધાય ગયો હતો. મનીષ અને કૌશિક બપોરે જમી ને આરામ કરી ને સાંજે નીકળ્યા છે. કૌશિક નીચે ઉતરે છે હાથ માં હનુમાન ના ગદા ની જેમ “બેટ” પકડેલું છે. બેટ તો શું ક્રિકેટ રમે એટ્લે બેટ કહી શકાય બાકી ધોકો જ હતો પણ હાવ-ભાવ તો એવા છે જાણે કોહલી બેટ લઈ ને પાકિસ્તાન સામે રમવા ઊતરતો હોય. આ બાજુ થી મનીષ પણ આવી ગયો હતો પોતાના વાળ ને સરખા કરતો “ હાફ-પેન્ટ “ માં જાણે ભારત – પાકિસ્તાન ના મેચ માં મુખ્ય બોલર ની જવાબદારી એની હોય એવી રીતે એ ફળિયા માં પોતાની પિચ પર આવે છે. કૌશિક ભી આવી જાય છે. એમની ક્રિકેટ પિચ એટ્લે ઘર નું “પાર્કિંગ”. 10 ફૂટ નો પટો એમની પિચ છે ॰જેમ પોતાને અનુકૂળ આવે એવી રીતે બનાવેલા નિયમ છે. સ્ટંપ ની બદલે મોટો એવો બીમ છે એમાં પોતાની હાઈટ પ્રમાણે નિશાન કરેલા એના થી નીચે અડતા આઉટ છે. આવા તો કેટલા નિયમો બનાવેલા છે.

બને જણા પોતાની જ્ગ્યા એ ઉભા રહી જાય છે કૌશિક બેટિંગ કરવા અને મનીષ બૌલિંગ માટે. રમત શરૂ થાય છે એક બૉલ પર શૉટ મારવાથી બૉલ ફ્લૅટ ની બહાર જતો રહે છે. ફ્લૅટ ની બહાર બૉલ લેવા બને દોડે છે ત્યાં જ એક રોડ પર પસાર થતી શાનદાર ગાડી ને બને જોવે છે બને ના બાળ –સહજ મન માં એક સાથે સેંકડો ખ્યાલો આવી જાય છે. કૌશિક એ ગાડી ને જોતો જ રહી જાઈ છે. પોતાના ભવિષ્ય માં આવી ગાડી લઈ સૂટ-બુટ પહેરી ને ફરવાના સપના બને જોવા લાગ્યા પરંતુ બને ના વિચાર અલગ-અલગ હતા બને પોતાની ભવિષ્ય ની નીવ અજાણી રીતે જ નાખી રહ્યા હતા ઘર ના બધા લોકો માટે નાના લોકો કાયમ નાના હોય છે પરંતુ એમની આજુ-બાજુ નું વાતાવરણ એમને સતત એક ભવિષ્ય તરફ લઈ જતું હોય છે. આપણે અથવા બીજા ગમે તે લોકો કઈ પણ ભી કાર્ય કરે છે એના માટે એનું ભૂતકાળ જવાબદાર હોય છે, કોઈ ભી માણસ કયારેય પણ ખોટો કે સાચો હોતો નથી એનું ભૂતકાળ અને એની આજુ બાજુ નું વાતાવરણ કાયમ માટે મગજ માં એ વસ્તુ ની બહુ ગહેરી છાપ છોડે છે. કોને ખબર હતી કે સામે થી નીકળતી એક કાર થી 2 જણા અલગ અલગ રસ્તે ચાલ્યા જસે. 2 જણા ની અલગ વિચાર અને તેની આજુ બાજુ નું વાતાવરણ તેને આમ કરવા પ્રેરિત કરે છે પણ બને નું મકસદ તો એક જ છે.

કૌશિક ના મગજ માં બહુ સ્પષ્ટ હતું, એના માટે ભણવા થી જ રસ્તો બનવાનો હતો કૌશિક વિચારે છે, કે ભણી ગણી ને એ ખૂબ નામ કમાશે અને ખૂબ પૈસાદાર થશે. અને આવી ગાડી માં પોતે ભી ફરશે, પરંતુ આજ સમય એ મનીષ પણ એ જ વિચારે છે. પરંતુ બીજી જ પળ એ મનીષ ના મગજ માં ચમકારો થાય છે. મનીષ ને એક સાથે જ બીજા કેટલા વિચાર આવી જાઈ છે કે પોતે તો ભણવા માં પણ એટલો હોશિયાર નથી પછી એ કઈ રીતે આગળ વધી શકશે ? અચાનક જ ઘણા બધા વિચારો એક સાથે એના મગજ માં આવી જાય છે. પછી બૉલ લઈ આવી ને બને રમવા માંડે છે. રાતે બને ઘરે જાય છે. પણ મનીષ ના મગજ માં હજુ એ જ વિચાર ચાલતો હતો એનું મન હવે ભણવા સિવાય નો બીજો રસ્તો ગોતતો હતો. એનો કૌશિક પ્રત્યે નો ગુસ્સો હવે વધતો જતો હતો એને મન એ પોતાના જીવન માં હારી રહો હતો. એનું મન પૂરું વિસાદ થી ભરેલું હતું. એને મન કૌશિક એને નીચો બતાવી રહ્યો હતો બધી વાતે એની સહન-શક્તિ હવે જવાબ આપી રહી હતી. એને મન આ આખી દુનિયા એને નીચી બતાવવા મથી રહી હતી બધા જ એને હારેલો સાબિત કરવા માટે મથી રહ્યા હતા. એને હવે જીતવા માટે બીજો રસ્તો જરૂરી હતો. એના માટે હવે આ પ્રતિષ્ઠા નો જંગ થઈ ગયો હતો એને ગમે તેમ કરી કૌશિક થી આગળ વધવાનું હતું.

શું કામ હતી આ જંગ ? શા માટે આ બાળક નું મગજ આપણી કલ્પના બહાર નું વિચારી રહ્યું હતું ?? કારણ કે આ બને વચ્ચે હરીફાઈ થઈ શકે એમ જ નહતી આપણાં સમાજ ની વિચાર-ધારા પ્રમાણે ભણવું એટ્લે જ સફળ થવું આપણાં દેસ માં બાકી બધી પ્રતિભા “ સાઈડ – બિજનેસ “ જ કહેવાય છે. અહિ હુસૈન બૌલ્ટ અને વિરાટ કોહલી વચ્ચે હરિફાઇ થઈ રહી હતી. બને એક બીજા થી અલગ જ ક્ષેત્ર ની પ્રતિભા ધરાવતા હતા પણ અહિ બધા માટે ભણવું એ જ જરૂરી છે.

બીજો દિવસ થયો, કોયલ ના કલબલાટ અને નાની – નાની બાળાઓ ના કલબલાટ સાથે એક નવી જ સવાર ઊગી છે. વહેલી સવાર છે, આખી રાત ની ખાલી સડક પાછી માણસો થી ભરવા આતુર છે. આખી રાત ની ખાલી સડક જાણે મન ભરી ને માણસો ની પ્રતિક્ષા કરે છે, જાણે કે ખેડુતો મન ભરી ને વરસાદ ની રાહ જોઈ રહ્યા હોય એવી રીતે. વહેલી સવાર માં લોકો ચાલવાની મજા માણી રહ્યા છે, અમૂક લોકો દાક્તર ની સલાહ થી ચાલી રહ્યા છે જ્યારે અમૂક લોકો માટે ચાલી ને તંદુરસ્ત રહેવું એ પ્રાણ-પ્રતિષ્ઠા નો પ્રશ્ન છે. પણ બધા જ પોતાના વિચારો પોતાના વર્તન થી આ શહેર ને જીવતું કરે છે. આખી રાત ની શાંત સડક જાણે ગાઢ નીંદર માથી પડખું ફેરવી ને જાગી રહી હોય એવી રીતે જાગે છે. આખું શહેર પ્રફુલિત છે પણ એક માણસ ની જિદગી બદલતી સવાર હતી આજે !! અને એ એક સવાર ઘણા લોકો ની જિંદગી બદલાવની હતી !!

મનીષ અને કૌશિક ની જિંદગી કેવી કરવટ લે છે એ હવે પછી ના એપિસોડ માં !!

***