Backfoot Panch - 9 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | બેકફૂટ પંચ-પ્રકરણ ૯

Featured Books
Categories
Share

બેકફૂટ પંચ-પ્રકરણ ૯

બેકફૂટ પંચ

ભાગ ૯

(આગળ ના પ્રકરણ માં આપે વાંચ્યું કે આદિત્ય વર્મા ભારતીય ક્રિકેટ નો સીતારો બની ગયો હતો. પોતાની મા ની માનસિક સ્થિતિ થી પરેશાન આદિત્ય માઈન્ડ ફ્રેશ કરવા લંડન આવે છે જ્યાં સત્યા અને ચીના નામ ના બે કુખ્યાત આતંકવાદી ઓ દ્વારા એનો પીછો ચાલુ હોય છે ત્યારે એક ઘટના ના લીધે આદિત્ય ને જેલ માં જવું પડે છે જ્યાં એના જામીન કોઈ અજાણી વ્યક્તિ કરાવી જાય છે. આદિત્ય નું ખોવાયેલું પાકીટ લિસા કરીને કોઈ છોકરી એને આપવા આવે છે. આદિત્ય પ્રથમ મુલાકાતમાં લિસા નો દિવાનો બની જાય છે. લંડન દર્શન કરાવવા લિસા પોતાના જોડે આવશે એ વાત થી આનંદિત આદિત્ય હોટલ માં પાછો આવે છે.... હવે આગળ... )

" ઉન નૈંનો મૈં નીંદ કહાઁ,

જીન નૈનન મૈં ખ્વાબ સજે હો"

કાંઈક આવીજ દશા રાતભર આદિત્ય ની રહી.. લિસા નો સુંદર ચેહરો આખીરાત એની આંખો સામે રમતો રહ્યો.. !! પ્રેમ ની પરાકાષ્ટા એ પહોંચેલું આદિત્ય નું ચંચળ મન અત્યારે લિસા સિવાય બીજું કંઈ વિચારવા જ તૈયાર ન્હોતું. રાતે ૨ વાગ્યે આદિત્ય ને પરાણે ઊંઘ આવી અને સવારે વહેલા તો આંખ ૭:૩૦ એ મૂકેલું એલાર્મ વાગ્યા પેહલા જ ૭:૧૫ એ તો ખુલી ગઈ.. પથારી માં થી બેઠા થઈ આદિત્ય એ પોતાની જાત ને અરીસા માં જોઈ.. આંખો માં હજુ પણ ઊંઘ હતી પણ અરીસો તો આદિત્ય ના પ્રતિબિંબ માં લિસા નો ચેહરો દર્શાવી રહ્યો હતો.. !! આ બધો અનુભવ આપના mr. cricket માટે નવો હતો... આ હસીન અહેસાસ એ જીવી લેવા માંગતો હતો.. લિસા વિશે વિચારતા વિચારતા આદિત્ય બાથરૂમ માં પ્રવેશ્યો..

આદિત્ય માટે એનું સર્વસ્વ અત્યારે લિસા બની ગઈ હોય એવું લાગતું હતું.. એવું નહોતું કે પોતાની માં ની માનસિક સ્થિતિ ને એ ભૂલી ગયો હતો.. પણ અત્યારે જીવન માં ખીલેલી આ મીઠી સવાર ની તાજગી એ માણી લેવા માંગતો હતો.. તૈયાર થઈ એ લિસા એ કહ્યા મુજબ પાર્ક સ્કેવર વેસ્ટ આગળ ૯ વાગ્યા ના નક્કી કરેલા સમય પહેલા પોતાની બેન્ટલી કાર લઈને પહોંચી ગયો.. !! એ આજે ફરીથી લિસા ની રાહ જોવા માંગતો હતો.. એને ફરીથી ઇંતેજાર ની મજા માણવી હતી... આમ પણ જેને પ્રેમ કર્યો હશે એને ખબર જ હશે કે પ્રેમી યુગલો જે વાત થી કે જે ઘટના થી દિલ ના તાર ઝણઝણી ઉઠતા હોય, જે પ્રસંગ માં દિલ પ્રસન્ન થતું હોય એનું પુનરાવર્તન કરવા ઉત્સુક રહેતા હોય છે... !!

૧૦ મિનિટ જેટલો સમય વીતી ગયો હવે ૯ વાગવામાં ૫ મિનિટ જેટલો સમય જ બાકી હતો.. આદિત્ય માટે દિલ માં ઉઠી રહેલા ભાવો ને કંટ્રોલ કરવા જરૂરી હતાં... મહાપરાણે આદિ એ પોતાની જાત ને થોડી સ્વસ્થ કરી એટલા માં સામે થી આવીને ઉભી રહેલી ટેક્ષી માં થી લિસા ઉતરતી દેખાઈ.. !!

જાણે કોઈ ગીત નો સુર અને તાલ લયબદ્ધ રીતે ચાલતો હોય, કોઈ ઝરણું ખળખળ વહેતુ હોય એમ ધીરે ધીરે લિસા આદિત્ય ઉભો હતો એ તરફ આવી રહી હતી.. !! આજે કાળા રંગ નું ટોપ અને બ્લુ જીન્સ એના પર ગજબ નું શોભી રહ્યું હતું.. એના ગોરા માંસલ દેહ પર એને પહેરેલા વસ્ત્રો જાણે ચોંટી ગયા હોય એવું લાગતું હતું.. ખુલા કેશ માંથી આંખ પર આવતી લટ અને ગાલ માં પડતા ખંજન એની શોભા માં વધારો કરી રહ્યા હતા.

" ગુડ મોર્નિંગ આદિત્ય" પોતાની સામે એકીટશે જોઈ રહેલા આદિત્ય ની બાજુ માં આવીને લિસા એ કીધું.. એના આ શબ્દો થી આદિત્ય ના વિચારો ની ગાડી ને બ્રેક લાગી.

" હા.. હમ્મ... વેરી વેરી ગુડ મોર્નિંગ, લિસા" ધ્યાન ભંગ થતા આદિ એ લિસા ને સ્માઈલ આપતા કીધું..

" તમે તો આજે પણ વહેલા આવી ગયા" લિસા એ કીધું...

" અરે જેની પ્રતીક્ષા કરવાની હોય એ વ્યક્તિ આપ જેવું હોય તો આખી જિંદગી સુધી રાહ જોવી પોસાય એમ છે" આદિત્ય એ મોકા પર ચોક્કો મારી દીધો..

" હા હવે બહુ મસ્કા મારવાની જરૂર નથી, ચાલો નીકળીએ હવે. આજે તો તમને આખું લંડન બતાવવાનું છે" લિસા એ આદિ ની વાત થી થઈ રહેલી ખુશી છુપાવાની કોશિશ કરતા કીધું..

" હા તો ચાલો" એમ કહી આદિ એ કાર નો દરવાજો ખોલી લિસા ને બેસવા કહ્યું.. લિસા ના બેઠા પછી આદિત્ય એ ડ્રાઇવીંગ સીટ માં પોતાનું સ્થાન ગ્રહણ કર્યું અને કાર ને લિસા ના કહ્યા પ્રમાણે રોડ પર દોડાવી.

લિસા એ આદિત્ય ને લંડન ની દરેક પ્રખ્યાત જગ્યાની મુલાકાત કરાવી.. જેમાં પ્રખ્યાત બિગ બેંગ ટાવર, લંડન આઈ તરીકે ઓળખાતું વિશાળ ચકડોળ જેમાંથી આખું સિટી દેખાય, બકિંગહામ પેલેસ, ટાવર ઓફ લંડન, ટાવર બ્રિજ, લંડન મ્યુઝિયમ જેવા સ્થળો નો સમાવેશ થતો હતો.. આ બધી જગ્યા વિશે આદિત્ય એ સાંભળેલું પણ આજે આંખો સમક્ષ એને નિહાળવા મળી રહી હોવા છતાં પણ આદિત્ય ને એ સ્થળો ની મુલાકાત નો આનંદ હતો એના કરતાં ૧૦૦ ગણો આનંદ લિસા સાથે ફરવાનો અને આ રીતે સમય પસાર કરવાનો થતો હતો.. !! લિસા જ્યારે બોલતી ત્યારે આદિત્ય એના ગુલાબ ની પાંખડી જેવા હોઠ ને જોઈ રહેતો હતો..

ધીરે ધીરે દિવસ પૂર્ણ થવા આવી રહ્યો હતો.. સુરજ પશ્ચિમ દિશા માં ઢળી રહ્યો હતો. આજનો દિવસ આદિત્ય ની જિંદગી નો સૌથી સારો દિવસ હતો એ એના ચહેરા પર થી સ્પષ્ટ જોઈ શકાતું હતું. સાંજે બંને રોક એન્ડ રોસ નામ ની થેમ્સ નદી ના કિનારે આવેલી રેસ્ટોરેન્ટ માં જમવા આવ્યા. રોક એન્ડ રોસ રેસ્ટોરેન્ટ લંડન ની ફેમસ રેસ્ટોરેન્ટ હતી જેની સામે થી થેમ્સ નદી પસાર થતી. આ રેસ્ટોરેન્ટ યંગ કપલ માં બહુ જ પ્રખ્યાત હતી.

" બોલો મિસ લિસા શું જમવાનું લેશો?" આદિત્ય એ લિસા ને પૂછ્યું..

" Mr. આદિત્ય તમને ગમે એ મંગાવી લો" લિસા એ કીધું..

" ના હું નહીં તમે મંગાવો, પેહલા પાકીટ પાછું આપ્યું અને હવે આજ ના દિવસ ને મારા લાઈફ નો બેસ્ટ દિવસ બનાવ્યો તો એ માટે હું આટલી તો ટ્રીટ આપી જ શકું" આદિત્ય એ પોતાનો મજબૂત પક્ષ રજૂ કર્યો..

" અરે યાર, તું બિલકુલ પાગલ છે, લાવ મેનુ હું મંગાવી લઉં" લિસા એ મીઠા રણકાર જેવા અવાજ માં હસતા હસતા કીધું.

લિસા આખા દિવસ દરમિયાન આદિત્ય સાથે થોડી સહજ થઈ ગઈ હતી. અને અત્યારે તો એને આદિત્ય ને તું કીધું. એનું પાગલ કહીને સંબોધવું આદિ ને સાચેજ પાગલ કરી ગયું. દિવસ દરમિયાન આદિ અને લિસા એ બહુ મજાક મસ્તી કરી હતી. ઘણી જગ્યા એ બંને હાથ માં હાથ નાખી ને પણ ફર્યા હતા.. ૨ દિવસ ના ટૂંકાગાળામાં બંને એકબીજા ની ખૂબ નજીક આવી ગયા હતા. લિસા એ વેઈટર ને બોલાવી ઓર્ડર આપ્યો અને પછી બંને જણા એ લિજ્જતદાર પકવાન નો આનંદ લીધો. હોટલ નું બિલ ચૂકવી બંને જણા થેમ્સ ના કિનારે આવી ને બેઠા.

" આદિ બહુ મજા આવી આજે તો.. યુ આર સો ક્યૂટ.. " લિસા એ આદિત્ય ના ગાલ પકડી ને કીધું.

" હું ક્યૂટ છું તો તું કોઈ અપ્સરા થી કમ નથી, નસીબ તો મારા છે કે એ ચોર પાકીટ ચોરી ગયો અને તારી સાથે મુલાકાત થઈ" આદિત્ય પણ હવે લિસા ને તમે ની જગ્યા એ તું કેહવા લાગ્યો હતો..

" ઓહ.. ફ્લારટિંગ કરે છે.. લંડન ની હવા લાગી ગઈ લાગે છે" લિસા એ આંખ મિચકારતાં કીધું.

" લિસા હું ફ્લર્ટ નથી કરતો" આટલું બોલી આદિત્ય એ લિસા ના બંને હાથ પોતાના હાથ થી પકડી લીધા.. અને એની આંખો માં જોવા લાગ્યો..

" તો, શું કરે છે?" લિસા એ સવાલ કર્યો.

" લિસા તું મને અત્યાર સુધી મળેલી દુનિયા ની સૌથી સુંદર છોકરી છે. તું દેખાવ માં તો કુદરત ની સર્જેલી બેનમૂન કૃતિ છે પણ એ સિવાય ઉપરવાળા એ તારું હૃદય સોના નું બનાવ્યું છે.. જેમાં કરુણા, લાગણી, પ્રેમ, સહાનુભુતિ દરેક વસ્તુ રહેલી છે.. " આદિ લિસા ની આંખો માં આંખ નાખી બોલી ગયો.

" તો?" લિસા એ ટૂંક માં પતાવ્યું. આટલું બોલતા બોલતા એના સુંદર ચેહરા પર ની લાલિમા ખીલી ઉઠી હતી. એની આંખો ઢળી ગઈ હતી..

" લિસા હું તને બહુ પ્રેમ કરું છું.. આઈ લવ યુ.. !! હું મારી આ જિંદગી તારી સાથે પસાર કરવા માગું છું.. " આટલું બોલી આદિ એ પોતાના ખિસ્સા માંથી એક નાનું બોક્સ કાઢ્યું જેમાં હીરા જડિત વીંટી હતી જે એને લિસા તરફ લંબાવી.. લિસા શું જવાબ આપશે એ વિચારતા વધી રહેલી એની ધડકનો નો અવાજ જોર થી આવી રહ્યો હતો.

" આઈ લવ યુ ટુ, આદિત્ય.. મને પણ તારું બાળક જેવું દિલ અને મિત્રતા ભર્યો સરળ સ્વભાવ બહુ પસંદ આવ્યો.. આજે નહીં તો કાલે હું સામે થી તને પ્રપોઝ કરવા ઉત્સુક હતી.. આઈ એમ સો હેપ્પી" આટલું કહી આદિત્ય એ લંબાવેલી રિંગ એને પેહરી લીધી..

" આઈ એમ સો લકી" લિસા બોલી

" આઈ એમ સો સો લકી" આદિત્ય આટલું બોલી લિસા ને વળગી પડ્યો.

લિસા પણ આદિત્ય ના બાહુપાશ માં કોઈ વેલ વૃક્ષ ફરતે વીંટળાઈ જાય એમ વીંટળાઈ ગઈ.. ધીરે ધીરે આદિત્ય એ પોતાના અધર લિસા ના સુંદર અધર પર મૂકી દીધા. લિસા એ પણ કોઈ વિરોધ ના કર્યો.. જેમ ક્ષિતિજ પર સૂર્ય પૃથ્વી ને મળે એમ બંને એક બીજા માં સમાઈ જવા ઉત્સુક હતા. થેમ્સ નદી ના કિનારે આ બંને પ્રેમી પંખીડા વચ્ચે નું મિલન અદભુત લાગી રહ્યું હતું. આદિત્ય અને લિસા બંને એકબીજા માટે જ બન્યા હોય એવું લાગી રહ્યું હતું. ૫ મિનિટ સુધી બંને વચ્ચે અગાઢ ચુંબન ચાલતું રહ્યું. એકબીજા ના અધરો નું રસપાન જાણે એમને અમૃત ની ગરજ સારી રહ્યું હતું. થોડા સમય પછી બંને એક બીજા થી અલગ પડ્યા..

" લિસા હું તારા વગર નહિ જીવી શકું" આદિત્ય એ લિસા ના હાથ ને પકડી ને કીધું.

" અરે ડફર, હજુ હમણાં મળ્યા ને મરવાની વાતો કરે" એમ કહી લિસા એ આદિત્ય ના ગાલ પર એક હળવું ચુંબન કરી લીધું.

" સાચેજ લંડન નો ફેરો સફળ થયો" આદિત્ય એ કીધું.

" એવું પાછું? એવો તો શું જાદુ કર્યો મેં કે ૨ દિવસ માં તો તમે મારા દીવાના બની ગયા" લિસા એ કાતિલ મુસ્કાન આપીને સવાલ કર્યો..

" ઘણા સવાલો ના જવાબ ના હોય, એ સવાલો ફકત સવાલો સ્વરૂપે પૂર્ણવિરામ પામે તો એની ગરિમા સચવાઈ જાય" આદિ બોલ્યો.

" વાહ મારા પાગલ શબ્દોમાં વજન આવી ગયું" આંખ મારીને લિસા બોલી..

" હા હું પાગલ છું, આમ પણ જે પાગલ ના કરી મૂકે એ પ્રેમ નકામો છે.. અને આ પાગલ તમારા લીધે જ બન્યો છે જેની દવા એ તમારે કરવાની છે" આટલું કહી આદિત્ય એ લિસા ને પાછી પોતાની બાહો માં જકડી લીધી..

એક બીજા સાથે ઘણી બધી વાતો કર્યા બાદ રાતે ૯:૩૦ વાગે આદિત્ય લિસા ને એના કહ્યા મુજબ ની જગ્યા એ ઉતારી આવ્યો. ઉતરતા સમયે લિસા એ આદિત્ય ને નાનકડું ચુંબન આપ્યું સામે આદિત્ય એ પણ લિસા ના કપાળ પર એક ચુંબન કરી એ પોતે એની હંમેશા સંભાળ રાખશે એ દર્શાવ્યું..

લિસા ને ઉતાર્યા પછી આદિત્ય પોતાની કાર લઈને હોટલ ફોર્ચ્યુન લેન્ડમાર્ક તરફ પાછો વળ્યો.. ગાડી પાર્ક કરી ને એ પોતાના રૂમ માં આવ્યો અને રૂમ લોક કરી અંદર પ્રવેશ્યો.. રૂમ માં પહોંચી ને એને તરત જ લિસા ને મેસેજ કરી જણાવી દીધું કે એ પોતાના રૂમ પર પહોંચી ગયો છે. લિસા એ પણ પોતે પોતાના ઘરે પહોંચી ગઈ છે એની જાણકારી આપી..

રૂમ માં આવી આદિત્ય થોડો ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી પલંગ માં લંબાવે છે.. આજે એની જિંદગી નો ખરેખર સૌથી સારા માં સારો દિવસ હતો.. જ્યારે એને ટેસ્ટ પ્રવેશે સદી ફટકારી ટીમ ને જીતાડી ત્યારે પણ જેટલો ખુશ નહોતો થયો એથી પણ વધુ ખુશ આજે હતો.. આમ પણ પ્રેમ માં મળેલી સફળતા નો નશો બીજી જીત કરતા વધુ મહત્વ નો હોય છે એ વાત માં કોઈ બેમત નથી.. !!

આદિત્ય એ ટોની ને કોલ કરી સઘળી વાત જણાવી.. ટોની પણ ખૂબ ખુશ હતો.. ટોની એ લિસા સાથે મુલાકાત કરાવાનું કહ્યું તો આદિત્ય એ કીધું ટૂંક સમય માં હું તારી સાથે લિસા ની મુલાકાત કરાવું પણ એ માટે એક શરત છે તું પણ નિકી ને સાથે લઈ ને આવીશ..

ટોની નો કોલ કટ કર્યા પછી આદિત્ય એ લિસા સાથે ચેટિંગ ચાલુ કર્યું. બંને એ આજે એકબીજા સાથે પસાર કરેલા સુંદર સમય ની વાતો કરી... લિસા ની વાતો પર થી એની ખુશી જાહેર થતી હતી.. આદિત્ય માટે તો એ મહત્વ નું હતું કે લિસા એના વિશે વધુ જાણતી નહોતી છતાં પોતાના સ્વભાવ અને સારા હૃદય ના લીધે પ્રેમ નો સ્વીકાર કરવા તૈયાર થઈ... ટોની અને એની પ્રેમિકા નિકી ને મળવા જવાનું છે એની ચર્ચા કરી લીધી.. ૨ દિવસ પછી બધા બ્રિટિશ ઓસન નામ ની યોટ પર મળીશું એ બાબત નું લિસા તરફ થી કનફર્મેશન મળી ગઈ.. ગુડ નાઈટ ના પરસ્પર મેસેજ કરી ને આદિત્ય એ ફોન સાઈડ માં મુક્યો અને સુવા માટે આંખો બંધ કરી.. !!

***

આ તરફ આદિત્ય અને લિસા એકબીજા ની નજીક આવી રહ્યા હતા પણ એ બંને એકવાત થી અંજાન હતા કે આતંક-એ-ઇન્ડિયા ના કુખ્યાત આતંકવાદીઓ એમની પર બાજ નજર રાખી ને બેઠા હતા... આદિત્ય ના જેલ માં જવાથી માંડી એના લિસા સાથે ની પ્રથમ મુલાકાત, બંને નું આખો દિવસ સાંજે મળવું અને લિસા નો આદિત્ય ના પ્રેમ નો સ્વીકાર કરી લેવાની નાના માં નાની બાબત સત્યા અને ચીના એ પોતાના બોસે કહ્યા મુજબ એકત્રિત કરી હતી.. એ દિવસે આદિત્ય ના હોટલ માં પાછા ફર્યા પછી સત્યા અને ચીના પોતાના રૂમ તરફ પાછા આવે છે...

આદિત્ય ના લંડન આવ્યા ના બીજા દિવસે રૂબી પણ આવી પહોંચી હતી.. અત્યારે એ સલીમ ના રૂમ પર હતી.. આદિત્ય પર નજર રાખવાની અને એમના પ્લાન ને અંજામ આપવાની જવાબદારી હવે હવે રૂબી પર હતી.

" રૂબી મેડમ, એક બહોત બઢિયા ખબર લાયા હું" સત્યા એ આવતા ની સાથે રૂબી ને કીધું.. અત્યારે એ બધા મોઇન ના ઘર ની નીચે આવેલા ભોંયરા માં ઉપસ્થિત હતા.

" ક્યા ખબર હૈ ઉસ કાફીર કી" રૂબી એ આદિત્ય માટે કાફીર જેવો હલકી કક્ષા નો શબ્દ વાપર્યો.. એ પર થી એ તો સાબિત થતું હતું કે પોતે આદિત્ય ને કેટલી નફરત કરે છે..

" મેડમ આદિત્ય જીસ લડકી કો કલ મિલા થા આજ પુરે દિન ઉસકે સાથ થા" સત્ય એ જણાવ્યું.. ચીના હંમેશા ની જેમ મૂંગા મોઢે ઉભો હતો.. એને તો બસ અત્યારે કોકેઇન નો આનંદ ક્યારે માણવા મળે એની તલપ હતી.

" તો ઉસમેં ક્યાં અચ્છી ખબર હૈ?" રૂબી એ સવાલ કર્યો..

" શામ કો આદિત્ય ને ઉસ લડકી કો પ્રપોઝ કર દિયા" સત્યાએ ઘટસ્ફોટ કરતો હોય એમ કીધું.

" તો ઉસ લડકી ને ઉસકા પ્રપોઝ કા ઇકરાર કિયા કે નહીં?" ઉતાવળા બનેલા સલીમે રૂબી પૂછે એ પેહલા પૂછી લીધું.

" અરે આદિત્ય કો કૈસે કોઈ લડકી ના બોલ શકતી હૈ, દુનિયા કા સબસે અચ્છા ઔર પૈસેવાલા ક્રિકેટર હૈ" સત્યા એ વાત વાત માં આદિ ના વખાણ કરી લીધા.

" સત્યા ઉસ કાફીર કી તારીફ" રૂબી એ આંખ કરડી કરી કીધું..

" ગુસ્તાખી માફ" સત્યા બોલ્યો.

" વોહ લડકી આદિ સે પ્યાર કરતી હૈ ઉસમેં અચ્છી બાત હમારે લીયે કયા હૈ?" કાદિરે પૂછ્યું.

" હમારે મિશન મેં એ લડકી હમકો બહોત મદદ કર શકતી હૈ" સત્યા એ પોતાની વાત રજૂ કરી.

" હમારે મિશન મૈં વોહ લડકી કા ક્યા રોલ હો શકતા હૈ?" રૂબી એ પૂછ્યું.

" હમારા ટાર્ગેટ આદિત્ય હૈ, તો ઉસ લડકી કા ઇસ્તમાલ કરકે હમ ઉસકે નજદીક પહોંચ શકતે હૈ" સત્યા એ કીધું.. આ બોલતા સત્યા ની આંખો માં ગજબ ની ચમક હતી..

" વોહ કૈસે?" રૂબી એ સવાલ કર્યો..

આ બધી વાતચીત દરમિયાન ચૂપચાપ ઉભેલો મેથ્યુ બધા ની જોડે આવ્યો અને એને કીધું..

" સત્યા તુમ્હારે પાસ ઉસ લડકી કી ફોટો હૈ?"

" હા ભાઈજાન" આટલું કહી સત્યા એ પોતાના ફોન ની ગેલેરી ખોલી લિસા ના ચોરી થી પાડેલા ફોટા બધા ને બતાવ્યા.. !!

" બહોત ખૂબ" મેથ્યુ ઉર્ફે મોઇને સત્યા અને ચીના ના કામ ની તારીફ કરતા કહ્યું..

ત્યારબાદ મોઇને પોતાનો પ્લાન બધા ની સમક્ષ રજુ કર્યો.. અને એની બુદ્ધિ ક્ષમતા પર ત્યાં ઉપસ્થિત સર્વે લોકો ને ગર્વ થઈ ગયો.. !

" બહોત ફૂલપ્રૂફ પ્લાન હૈ" કાદિરે કહ્યું..

" હા બહોત ખૂબ" સલીમ બોલ્યો..

" અભી ખુશ હોને કી જરૂરત નહીં હૈ, અભી તો હમારા પ્લાન તો હમારે પુરે મકસદ કા પહેલા કદમ હૈ ... તો પહેલે અપના પુરા ધ્યાન ફોકસ રખો" રૂબી એ શાંત સ્વરે સૂચન આપ્યું..

રૂબી ની વાત સાથે બધા સહમત થયા અને મોઇને બનાવેલા પ્લાન ને કઈ રીતે અંજામ આપવો એની તૈયારી માં લાગી ગયા..

To be continued......

આદિત્ય ની જિંદગી ની ગાડી કયા રસ્તા પર જવાની છે અને એના ભવિષ્ય માં શું લખ્યું છે એ જાણવા વાંચતા રહો બેકફૂટ પંચ.. આપના વધુ પ્રશ્નો નો જવાબ આવતા મંગળવારે.. આપનો અભિપ્રાય મારા whatsup નંબર 8733097096 પર આપી શકો છો..

-જતીન. આર. પટેલ