એક અજનબી
એક સવાર નો સમય હતો. તે પણ શિયાળા ની સવાર, શિયાળ ની ડાંગ ના પોકાર જેવી કાતિલ ઠંડી હતી. વાતાવરણ શાંત હતું. પવનના સુસવાટાનો અવાજ અને તે કાળજળ રાત્રિ ના અંધકાર સિવાય કાંઇ જ નજર પડતું ન હતું. તેમાં એક કન્યા, કોમલ, સુવાળી, નમણી અને નાજુક પોતાના શરીર ને આ ઠંડી માં સાચવતી જતી હતી. એ બસ એ મોસમ ને પારખવા આવી હોય એમ મસ્તી થી એ વાતાવરણ સાથે રમી રહી હતી. ગીતો ગાતિ આગળ વધતિ હતી અને તેનું નામ હતું 'આશી'.
હરણ ના જેવી ચાલ.... આંખો માં કઈક અલગ જ તેજ..... નમણાઈ માં કોઈ અપ્સરા ને પાછી પાડી દે એવિ..... તેનું શરીર આકર્ષક હતું.
સમય પસાર થઈ રહ્યો હતો અને તે બસ પોતાની જ મસ્તી માં ચાલતી હતી. ધીમે-ધીમે સૂર્ય ના કિરણો પ્રસારવા લાગ્યા. સૂર્યનું એક-એક કિરણ જાણે તેના અંગો માથી પસાર થઈ તેની પવિત્રતા નું આસ્વાદન કરી રહ્યું હોય તેવું લાગતું હતું.
તે ક્યારેય કોઈ સાથે વાત ન કરતી બસ પોતાની જ રીતે એકલવાયું જીવન ગાળતી. ક્યારેક કોઈ બોલાવીને કઈ સવાલ પૂછે તો તેના સવાલનો જવાબ આપવા પૂરતું જ બોલતી હતી. અને પછી નદીના છીછરા પાણી ની જેમ શાંત થઈ જતી હતી. એક જગ્યાએ બેસી ને ગીતો ગાતી તો ક્યારેક કોઈ બૂક વાંચ્યા કરતી. તેનું કોઈ friend ન હતું. કદાચ તેને કોઈ friend બનાવવા માંગતુ જ ન હતું.
એક દિવસ સવાર થયું અને આશી તેની રોજની ટેવ મુજબ ચાલવા નીકળી ગઈ. પણ રસ્તા માં તે ને એક ચિઠી દેખાઈ. તેને ઊંચકી. અને તે ત્યાંજ રાખી ને ચાલી ગઈ.
તે રસ્તામાં જતી હતી ત્યાંજ ઘણા વિચારો તેના મનમાં આવા લાગ્યા. તે ચિઠી કોની હશે? કોણ ત્યાં મૂકી ગયું હશે? કદાચ તે કોઈ ના ખિસ્સા માથી નઇ પડી ગઈ હોય ને! આવા અનેક સવાલો તેના મનમાં આવવા લાગ્યા.
કારણકે તે દરરોજ સવારે નીકળતી પરંતુ ક્યારેય આ રીતે સુવ્યવસ્થિત રીતે કાગળ તેના રસ્તા માં પડેલો તેણે જોયો ન હતો.
તેણે પાછા પગલાં ભર્યા અને તે ચિઠી પાસે પહોચી અને તેને રસ્તા પરથી ઉઠાવી ખોલી અને જોવાનો પ્રયત્ન કર્યો. ચિઠી ખુબજ અલગ હતી. તેને વાંચ્યું તો તેમાં બસ એટલે જ લખ્યું હતું કે,
"તમારું નામ જણાવશો?"
-એક અજનબી.
આશીને થયું કે કદાચ આ બીજા કોઈ માટે હશે. તેથી તેને તેણે ફરીથી વાળી અને તે ચિઠીને ત્યાંજ મૂકીને આગળ વધી. પરંતુ થોડા સમય પછી કોઈ 6 ફૂટની ઊંચાઈ નો બ્લેક જેકેટ પહેરેલો કોઈ વ્યક્તિ તેમની સામે આવ્યો અને ચિઠી આપીને ચાલ્યો ગયો. તે પેલી ચિઠી જ હતી જે આશિએ વાંચીને ફેકી દીધી હતી.
હવે તેને એટલું તો સમજાઈ ગયું હતું કે આ તેના માટે જ હતી. પણ તે વ્યક્તિ કોણ હતો જે આવીને આ ચિઠી તેના હાથમાં આપી. તેને ચહેરા પર રૂમાલ બાંધ્યો હતો. અને માથા પર ટોપી પહેરી હતી. તેથી તેનો ચહેરો સ્પષ્ટ રીતે જોવો સહેલો ન હતો.
આશી એ તેમાં પોતાનું નામ લખ્યું,
"આશી દવે"
અને તે ચિઠી ને ફરી ત્યાં રસ્તા પર મૂકીને ઘર તરફ ચાલવા લાગી.
ઘરેથી તે સ્કૂલ જવા નીકળી ત્યારે પાછી તેના જ રસ્તામાં એક ચિઠી મળી તેમાં લખ્યું હતું.
"ક્યાં જાવ છો?"
-એક અજનબી
આ વખતે તે સમજી ગઈ કે આ તેના માટે જ હતી. તેને તરત જ તે ચિઠી માં વળતો જવાબ આપ્યો કે,
"શાળાએ જાવ છુ."
અને તેને સામે એક પ્રશ્ન પણ મૂક્યો કે,
"તમે કોણ?" બસ આટલું લખી તે ચીઠીને ત્યાંજ મૂકીને ચાલતી થઈ.
શાળાએથી પાછી ફરી અને ઘરે જઇ મો ધોઈ ફ્રેસ થઈ એકસ્ટ્રા ક્લાસ માટે નીકળી ત્યારે ફરી પાછી એક ચિઠી મળી તેને ચિઠી ઉઠાવતા પહેલા આજુ-બાજુ નજર કરી પણ કોઈ દેખાયું નહીં આથી તેણે ચિઠી ઉઠાવી. તેમાં જવાબ સ્વરૂપે લખ્યું હતું કે,
"એક અજનબી છુ અને તમારો frend બનવા માંગુ છુ."
-એક અજનબી
આશીના મો પર આ વાંચીને આનંદ હતો. તે ખુશ હતી. તેને ફરી એ ચિઠી માં લખ્યું,
"friend હોય ઇ આવી રીતે વાત ન કરે. તે હમેશા સામેથી જ વાત કરે અને પોતાની પહેચાન તો ક્યારેય ન છુપાવે."
આમ આશીએ કદાચ એ માટે કહ્યું કારણ કે તે વ્યક્તિ ને તે જોવા માંગતી હતી. પછી તે તેના એક્સ્ટ્રા ક્લાસ પર ગઈ અને પાછી ઘરે પહોંચી સૂઈ ગઈ.
બીજે દિવસે સવારે જ્યારે આશી ચાલવા નીકળી ત્યારે ચિઠી મળી અને તેમાં લખ્યું હતું કે,
"ફ્રેન્ડ સાથે પેલા કોલ પર વાત કરવાનું પસંદ કરશો?"
આ મારો નંબર છે-3872931114
-એક અજનબી.
આશીને પહેલતો અનેક વિચારો આવ્યા કોણ હશે આ વ્યક્તિ? શું કરવા મારો ફ્રેન્ડ બનવા માંગે છે? તેનું કોઈ મકસદ તો નહીં હોય ને?
આવા વિચારો આશીને મનને કોરી ખાતા હતા. આ ચિઠી મળ્યાના 2 મહિના સુધી કોઈ જ જવાબ આશિએ ન આપ્યો. ના કોઈ આવી ચિઠી મળી કે ન કોલ પર વાત થઈ.
પરંતુ આ વાત વિત્યા ના 2 મહિના થવા છતા પણ આશી તે વ્યક્તિને જાણવા માંગતી હતી. કોણ હતું તે? અથવાતો તેને શું થયું? કેમ કોઈ સવાલ કે જવાબ ન પૂછ્યા? કેમ કોઈ બીજી ચિઠી ન આવી?
આવા સવાલો જ તેના મનમાં ચાલતા હતા.
થોડી વાર પછી થઈ તેને ચિઠી માં આપેલા નંબર પર ફોન કર્યો. ફોનમાં રિંગ વાગતી હતી ટ્રીંગ...ટ્રીંગ..ટ્રીંગ... અને એ વાગતની સાથે જ અલગ જ અહેસાસ થી તેના રુવાટા ઊભા થવા લાગ્યા હતા.
તેના આખા શરીરમાં ઠંડી પ્રસરી રહી હતી.
ત્યાં કોઈએ કોલ ઉપડયો અને તેનો અવાજ સંભળાયો.
"હાલો" કોણ બોલે છે?
"આશી દવે " આશીએ જવાબ આપ્યો.
સામેથી કોઈ જ જવાબ ન મળ્યો. બધુજ શાંત થઈ ગયું.
"તમે કોણ" આશીએ પુછ્યું
"તમારો એક ફ્રેન્ડ" સામેથી જવાબ આપ્યો.
"તેણે સામેથી જવાબ આપ્યો કે,
"તમે મને ઓળખો છો હું તમારા જ ધોરણ 11 માં છુ અને તમારા જ ક્લાસમાં છુ"
"નામ કહોને તમારું પ્લીઝ..." આશીએ કહ્યું.
"હૈદર ખાન" સામેથી જવાબ આપ્યો.
"પણ હું તો તમને નથી ઓળખતી" આશીએ કહ્યું.
"પણ હું તમને ઓળખું છુ. મારા ફ્રેન્ડ બનશો" હૈદરે પુછ્યું.
"કેમ તને મારા ફ્રેન્ડ બનવા માંગો છો એ વાતનું કારણ જાણી શકું" આશીએ પુછ્યું.
આશી તેને ઉદભવતા દરેક પ્રશ્નની રજૂઆત કરવા તૈયાર થઈ ગઈ હોય તેવું લાગતું હતું.
"મિત્રતામાં કોઈ કારણ ના હોય બસ એક મિત્રતાની લાગણી હોય",
હૈદરે જવાબ આપતા કહ્યું.
"હવે પછી વાત, અત્યારે મારે કામ છે" આટલું કહીને આશીએ કોલ કાપી નાખ્યો.
(2 મહિના અને 17 દિવસ સુધી આ રીતે બંનેની કોલ પર વાત ચાલુ રહી)
તે સમયની વાતો દરમિયાન આશીએ હૈદરની ફ્રેન્ડ નહીં પણ પ્રેમિકા બની ગઈ હતી. હૈદર તેના માટે કઈક અલગ જ અનુભવવા તો હતો પણ તેને ક્યારેય આશીને એ વાત કહેવાની હિમ્મત જ ન હતી.
પરંતુ તે દિવસે તેને હિમ્મત કરીને આશીને પોતાના દિલની વાત જણાવતા કહ્યું કે,
"આશી હું તને જ ચાહું છુ અને મારી આખી જિંદગી તારી સાથે જ વિતાવવા માંગુ છુ."
આશી ને તે વખતે કઈ જ ન સુજયું અને તે હૈદરને ફક્ત એટલું જ કહી શકી કે,
"આપની કાસ્ટ અલગ છે હું હિન્દુ છુ અને તું મુસ્લિમ. આવું posible જ નથી. પણ હું તને 2 દિવસ પછી જવાબ આપું" આટલું કહી તેને અંતે એમ પણ કહ્યું,
બસ આટલું કહીને આશીએ ફોન કાપી નાખ્યો.
એક બાજુ આશી આ વાતનો જવાબ આપવો તે બાબત એક અંધારા રૂમના ખૂણામાં એકલી બેસીને વિચારતી હતી.
અને બીજી બાજુ હૈદર બસ બે દિવસ પસાર થવાની રાહ જોતો હતો. એક દિવસ તો પસાર થઈ ગયો. પરંતુ બીજા દિવસે જ્યારે આશીએ હૈદરને કોલ કર્યો ત્યારે રિંગ વાગી ટ્રીંગ..ટ્રીંગ...અને કોલ ઉપાડતની સાથે જ કોઈ અલગ જ અવાજ આવ્યો આ અવાજને આશી ઓળખી ન શકી પણ એટલું તો સમજી ગઈ કે ચોક્કસ આ અવાજ હૈદર નો તો નથી જ.
આથી આશીએ પુછ્યું "હૈદર ક્યાં?"તેની સાથે વાત કરી શકું?"
થોડીવાર તો શાંતિ પ્રસરી ગઈ. થોડી ક્ષણો પછી એ વ્યક્તિ કઈ બોલી ના શક્યો. તેની તબિયત બગડવા લાગી અને તેમ છતા અંતે તેણે જવાબ આપ્યો."તે હાજર નથી"
આશીને ચિંતા થઈ અને અચાનક તેના મો માથી નીકળી ગયું "ક્યાં છે તે?" તેને કઈ થયું તો નથી ને? અને તમે કોણ બોલો છો?"
"હું હૈદર નો મિત્ર "સલિમ" તમે કોણ બોલો છો તે હું જાણી શકું સામેથી પ્રશ્ન આવ્યો.
"આશી દવે" હૈદરની મિત્ર " આશિએ કહ્યું.
"હા તો તમે જ છો જેના માટે હૈદર કઈક છોડી ગયો છે." સલિમે જણાવ્યુ.
હૈદર કઈક છોડી ગયો છે! કેમ તે ક્યાં ગયો છે? મને બધુ વિસ્તાર થી જણાવો આશિએ ચિંતા સાથે કહ્યું.
સલિમે કહેવાની શરૂઆત કરી.
" તે આજે સવારે જ્યારે રસ્તા પરથી જતો હતો, ત્યારે તેની ગાડી સામેના ટ્રક સાથે અથડાઇ અને તે ટ્રક ની આગળ પડ્યો. ટ્રક ના ડ્રાઇવરે બ્રેક તો મારી પરંતુ ટ્રક નું આગળ નું વ્હીલ તેના પગ પર આવી ગયું અને જેમ કોઈ કાચની વસ્તુ પડવાથી તે કાચના ટુકડા થાય અને જેવો આવાજ આવે તેવા આવાજ સાથે તેના બંને પગ તૂટી ગયા. અને તેને પોતાના બંને પગ ગુમાવ્યા, પરંતુ જ્યારે તે હોસ્પિટલ માં હતો ત્યારે તેણે મને બોલાવીને એક ચિઠી આપી અને કહ્યું કે "આશી દવે ને આપી દેજે આજે કદાચ આશી દવે નો ફોને આવશે. આટલું કહેતાની સાથે જ અસહ્ય પીડાને કારણે તેણે મારી નજર સમક્ષ જ પોતાના પ્રાણ ગુમાવ્યા."
સલિમે કહેવાનું પૂરું કર્યું અને તે શાંત થઈ ગયો.
આશિએ હૈદર માટે પોતાનો જવાબ તૈયાર રાખ્યો હતો. તે કહેવા માટે જ તેને તેણે કોલ કર્યો હતો. પણ કઈ કહી ના શકી. અંતે એનાથી એટલું જ બોલાયું,
"આ ચિઠી હું લઈ જઇ શકું."
"હા, સીટી હોસ્પિટલ કાલે સવારે 9:00 વાગ્યે આવી ને રિસેપ્સન ટેબલ પરથી મેળવી લેજો." સલિમે ઉત્તર આપ્યો.
"ok" ફક્ત એટલું જ બોલીને આશિએ call કાપી નાખ્યો.
તે રાતે આશી માટે ખૂબ ભયાનક હતી. જે વ્યક્તિને એ ચાહવા લાગી હતી. તેને પ્રેમ કરવા લાગી હતી. તે વ્યક્તિ એટલે કે "હૈદર" તેની આ સપનની દુનિયામાંથી જ નહીં પણ આ મતલબી દુનિયાને છોડી ને પણ જય ચૂક્યો હતો.
આશી બસ એજ વિચારતી હતી. ક્યારે મારી પણ જિંદગી પૂરી થશે? એના વગર રહીશ કેમ. હવે હું પાછી પેલા જેવી એકલી થઈ જઈશ. મારૂ કોઈ friend નહીં હોય. અને કદાચ કોઈને બનાવી પણ નહીં શકું.
આવા ઘણા વિચારો અને અઢળક સવાલો તેના મનમાં આવી રહ્યા હતા. પણ આ વિચારોની અસર તેના મનને થતી ન હતી. તેનું હદય જોર જોર થી બૂમો પાડીને રડી રહ્યું હતું અને ભગવાન ને દોષ આપી રહ્યું હતું.તેની આંખો એક જરણાં ની જેમ વહી રહી હતી. તેનું આખું શરીર અને તેના રોમ-રોમ પથારીમાં જ જકડાઈ ગયા હતા. તે ન તો આખી રાત હાલી શકી કે ના તો સૂઈ શકી. બસ હૈદર ના જ વિચારો અને તેણે ખોઈ નાખ્યું તેનું દુ:ખ તેણે કોરી ખાતું હતું.
સવાર થઈ. તે તૈયાર થઈ ને 9:00 વાગ્યે પહોચવાને બદલે 7:00 વાગ્યે ત્યાં સિટી હોસ્પિટલ એ પહોચી ગઈ. રિસેપ્સન ટેબલ પર પુછ્યું કે કોઈ આશી દવે ના નામ પર ચિઠી આવી છે. ત્યારે ના નો જવાબ સાંભળી તે ત્યાંજ સામેના ટેબલ પર બેસી ગઈ.
છેલ્લે 9:00 વાગ્યાની તૈયારી હતી. 8:55...8:56...8:57...8:58... ત્યાંજ એક વ્યક્તિ ત્યાં રિસેપ્સન ટેબલ પર આવ્યો અને તે કઈક ત્યાં દઈ ને ચાલ્યો ગયો. તે વ્યક્તિ એટલે "સલિમ". એકજેટ 9:02 કલાકે રિસેપ્સનિષ્ટે બૂમ પડી. કોઈ આશી દવે નો કાગળ છે.
આશી ત્યાં પહોચી અને તે કાગળ લઈ ત્યાંથી ચાલી ગઈ.
ઘરે જતાં પહેલા એક રસ્તામાં જાડના ટેકે બેસી તે ચિઠી ખોલી અને જોયું તો આ પહેલા જેવી કોઈ એક વાક્યની નહીં, પરંતુ એક આખી જિંદગી ને તેમાં સમાવી શકે તેટલી મોટી હતી. આશિએ તે વાચવાની શરૂઆત કરી, તેમાં લખ્યું હતું,
હેલો આશી,
તને બધી વાત ની એટલે કે મારા એક્સિડંટ ની ખબર પડી જ ગઈ હશે. પણ તે પહેલાની વાત તને નહીં ખબર હોય કેમ કે આ વાત 3 વચ્ચે જ રહેશે એક તો હું, તારો હૈદર, બીજી મારી ફ્રેન્ડ એટલે કે તું આશી. અને ત્રીજો આ કાગળ. બસ આ ત્રણની જ વચ્ચે.
જે દિવસે તે call પર કહ્યું હતું કે આપના બંને ની કાસ્ટ અલગ છે. તેજ દિવસે તું ઘરેથી નીકળી પછી હું તારા પિતાને મળ્યો. બધી વાત કરી અને એ પણ કહ્યું કે, હું મારી બાકી ની જિંદગી આશી સાથે વિતાવવા માંગુ છુ, તારા પપ્પા આ બધુ સાંભળીને ગુસ્સે થઈ ગયા અને હાથ પકડી ઘરની બહાર ખૂબ જ બેરહેમિથી તારા ઘર તરફ ઠસડી ગયા. ત્યાં ઘરના સભ્યોને આ વાત જણાવી. ઘરમાથી મને કાઢી મૂકવામાં આવ્યો. ત્યારે મે તે રાત ગાર્ડન ના બકડા પર બેસીને કાઢી. પણ તે વાત નું દુ:ખ ન હતું. કારણકે બીજો દિવસ થઈ ગયો હતો અને તારા જવાબ ની રાહ જોઈ રહ્યો હતો.
વિચારતો હતો કે ક્યારે તારો call આવશે. તું મને તારો જવાબ ક્યારે આપીશ? એ જવાબ હા હશે કે ના? મારી જિંદગી મારી સાથે રહેશે કે નહીં? શું તારા રદય માં મારા માટે પણ એજ સ્થાન હશે?
આટલું વિચારતો હતો અને રસ્તા પર જઇ રહ્યો હતો. ત્યારે કોઈ એક લોકોનું ટોળું આવ્યું અને જેમ કોઈ હરણ પર એક શિયાળ હુમલો કરે તે રીતે મારી પર હુમલો કરવા મારી સામે દોડી આવતું હતું આથી મે ગાડી પાછી વાળી અને હું ભાગ્યો અને એક ટ્રક સાથે અથડાઇ ગયો અને મારૂ એક્સીડંટ થઈ ગયું.
મને નથી ખબર કે હવે હું તને મળી શકીશ કે નહીં તેથી જ આ ચિઠી મારા મિત્ર સલિમ ને આપું છુ કે જો મને કઈ થઈ જાય તો હું તને આ વાત જણાવી શકું.
તારુ ધ્યાન રાખજે.
લી.
તારા પ્રેમની ખોજ માં રહેલો
તારો હૈદર,
આટલું તો આશી માંડ માંડ કરીને વાંચી શકી. તે ઊભી થઈ અને ઘર તરફ ચાલવા લાગી. પણ તેના પગ જાણે અટકી ગયા હતા. તે ચાલી શક્તી ન હતી. તે ઘર તરફ ના રસ્તે જવાને બદલે પાછી ફરી અને કબરસ્તાનના રસ્તે ચાલી ગઈ.
કબ્રસ્તાન પહોંચી અને થોડે દૂર થી હૈદરની કબર પર ચઢાવવા થોડા ફૂલ ખરીદ્યા. અને એક કાગળ અને એક પેન ખરીદી ચિઠી લખી.
"i love you હૈદર
લી.
બસ તારી જ આશી.
પછી કબ્રસ્તાન માં જઇ હૈદર ની કબર પાસે પહોંચી અને ત્યાં જ ઢળી ગઈ. તેનામાં ઊભૂ થવાની હિમત્ત રહી ન હતી. ત્યાં જ જાણે હૈદરનું અસ્તિત્વ તેને રોકવા માંગતુ હતું. સાથે લાવેલા ફૂલ તેણે હૈદર ની કબર પર મૂક્યા. અને સાથે લાવેલી ચિઠી પણ ત્યાંજ મૂકી. અને તે કબર પર માથું રાખી સૂઈ ગઈ. તેના મનમાં આવતા દરેક વિચારો શાંત પાડવા લાગ્યા. તેના હદય નું બધુ જ દુ:ખ તે વિસરતી ગઈ. તેનેપોતાનું કે પોતાના શરીર નું પણ કાંઇ ભાન ના રહ્યું અને તેણે ત્યાંજ પોતાના સ્વાસ રોકી દીધા તેનો જીવ તેના શરીર ને છોડી ને જતો રહ્યો. અને આશી હૈદરને મળી ગઈ.
***