Facebook Foram - 3 in Gujarati Love Stories by Ravi Gohel books and stories PDF | ફેસબુકની ફોરમ - ભાગ - ૩

Featured Books
Categories
Share

ફેસબુકની ફોરમ - ભાગ - ૩

ફેસબુકની ફોરમ

ભાગ - ૩

આદિત્યએ ફરી મેસેન્જર ખોલ્યું અને ફોરમ ગોસ્વામીનાં એકાઉન્ટ પર મેસેજ કર્યો અને લખ્યું "હવે મેં પણ એક ભુલ કરી લીધી". આદિત્યએ જાણી જોઈને સામેથી ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી હતી, ત્યારથી બંને વચ્ચે સામસામે વાતોનો દોર ચાલ્યો હતો. ફોરમની એ અજાણી ફ્રેન્ડ રીકવેસ્ટથી આદિત્યનાં મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું. MALE છે કે FEMALE? અને બે-ત્રણ દિવસથી આજ વાતોની રોજિંદી જીવનની કહાનીઓ ચાલી રહી છે. એ વાતો વાતોમાં આદિત્યએ સીધું જ મેસેજમાં કહી દીધું કે, "તમે મારી...."

ક્રમશ:

આદિત્યએ સીધું જ કહી દીધું,

"તમે મારી આટલી બધી માહિતી લો છો, તમે સામે મને તો કાંઈ જણાવતાં જ નથી..!!!"

"હા, સાચું છે"

"અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતાં પહેલાં તેની માહિતી હોવી જરૂરી છે" - ફોરમે વાતમાં સુધડતા જણાવી

"હા, એ સાચું"

"ચાલો, કાંઈક મસ્ત મજાની નવી વાત કરો"

"ઓકે"

"તમને ગીત સાંભળવા ગમે??" - ફોરમે આદિને પુછ્યું

"હા, બહું જ ગમે કેમ કે સંગીત મારી જિંદગી છે"

"Good - મને પણ ગીત સાંભળવા બહું જ ગમે"

આવી બધી નાની નાની વાતોને બંને એકબીજા એવી રીતે પુછતાં હતાં જાણે - પાત્રોની સામસામેની પસંદગી કરવાની હોય! આવી જ માહિતીની આપ-લે થોડાં દિવસો સુધી ચાલી અને અચાનક ફોરમનાં મેસેજથી આદિત્ય સ્તબ્ધ બની ગયો. ફોરમનાં મેસેજમાં શું સમજવું? એ ખબર ન પડી, ફોરમે લખ્યું હતું :

"પહેલાં તો તમે મને 'તું'કહી શકો છો અને બીજી વાત હું એફ.બી. બંધ કરું છું. - BYE.."

બસ, પછી સીધું જ તેમનું એકાઉન્ટ ઓફલાઈન. આદિત્યને જવાબ આપવાનો મોકો ન મળ્યો કે ન સમજવાનો સમય મળ્યો. સાંજ સુધી ફોરમનો એકપણ મેસેજ નહીં. સામે આદિ એક પછી એક સવાલો મેસેજમાં લખી રહ્યો હતો. મેસેજથી ધણાં સવાલો લખીને પુછ્યાં....

"શું થયું??? મારાથી કાંઈ ભુલ થઈ છે??? નારાજ છો???" પણ એક પણ મેસેજનો જવાબ ન મળ્યો. મનમાં મનમાં વિચાર કરતો આદિત્ય મેસેન્જરમાં ફોરમ ઓનલાઈન છે કે નહીં એ ચકાસતો રહે છે. કોઈ જ ચહલપહલ નહીં. આખરે સમજાણું જ નહીં આ બધું શું બન્યું?

વાસ્તવિકમાં દરેક વ્યક્તિની વાત કરીએ તો જેની સાથે લાંબા સમયથી સંબંધ હૉય અને ડિજીટલ દુનિયામાં જેમની સાથે ચેટીંગથી વાતો કરવાની આદત પડી હોય એ પછી સીધું જ હંમેશાં માટે Bye કહી દે તો એ સ્વીકારવું ધણી અધરી વાત છે. એમ - આદિત્ય પાસે બીજો કોઈ રસ્તો ન હતૉ, જેનાથી ફોરમનો સંપર્ક કરી શકાય.

"બહુત ખાસ ઈન્સાન કી આદત,

જિંદગી મેં વક્ત ગુજરતે ઝહર હો જાતી હૈ"

***

બે દિવસ પછી આદિત્યનાં બધાં જ મેસેજનો જવાબ આવ્યો,

"અરે!! કોઈ જ વાત નથી બસ - એમ જ"

એ બે દિવસ પછીનો મેસેજ આદિ માટે ખડખડાટ હાસ્ય કરતાં પણ કાંઈ ઓછો ન હતો!!....

તરત જ રીપ્લાય આપ્યો,

"પહેલાં તો શું થયું હતું એ કહે મને તું જલ્દી"

સરળ જવાબ આપી દીધો ફોરમે - "અરે! બકા કાંઈ જ નહીં. થોડાં દિવસ પછી ફરી નવું ઈન્સ્ટોલ કરી લઈશ"

"સારું - જેવી તારી ઈચ્છા. તને જબરદસ્તી તો ન કહી શકાય પણ મને તારી સાથે વાત કરવાની આદત પડી ગઈ છે."

"હા, સાચું આદિ - મારી પણ અહીં એ જ હાલત છે. હવે, મેસેજ વગર નથી ચાલતું"

આદિત્યનું હાથનાં અંગુઠાનું લાઈકનું નિશાન આવ્યું. ફરી ફોરમે લખ્યું,

"હું તમને સામેથી જ મેસેજ કરી દઈશ..બસ"

"સારું - વાંધો નહીં"

એ જ દિવસે ફરી સાંજે ફોરમ મેસેજ કરે છે,

"Good Afternoon"

"Yes, Good afternoon - ક્યાં ખોવાઈ ગઈ હતી અત્યાર સુધી?" - આદિત્યએ પુછ્યું...

"ક્યાંય નહીં બસ ટી.વી. જોવ છું. સાવધાન ઈન્ડીયા"

"આઆઆહા..સારું પણ Be aware હો!!"

સ્માઈલી કાર્ટુનનું નિશાન બતાવી બંને મનમાં હસે છે.

આ મેસેજની ભાષા પણ કંઈક અલગ હોય છે. આજનાં ઝડપી જમાનામાં લોકો સ્માઈલીથી જ માહોલની ખબર મેળવી લે છે. યંગ જનરેશનનો આ ક્ષેત્રે મોટો ફાળો છે. અવનવી શબ્દોને લખવાની રીતો ઊપરાંત મેસેજમાં લખાતી ટુંક જવાબી ભાષા દિવસો વિતતાં નવી રીત બની જાય છે.

વાત તો મેસેજની એ બંનેની ચાલુ જ હતી,

ત્યારે આદિએ ફોરમને કટાક્ષમાં વખાણ કરતાં કહ્યું,

"B.Sc.નાં હોશીયાર વિદ્યાર્થી અને પ્રોફેસર બનવું હોય એને તો જાણ હોય જ. સાવધાન ઈન્ડીયા જોવાની જરૂર ન પડે"

"ના, એવું નથી"

"મમ્મી-પપ્પાનાં કહેવાથી હું પ્રોફેસર બનીશ"

આદિત્ય : "હા, મા-બાપ હંમેશાં સાચાં જ હોય છે. ઓકે, ચાલ હું મંદિરે જાવ છું પછી વાત કરીએ"

"હા - વાંધો નહીં"

***

અહીંથી આદિત્ય ઓફલાઈન. મંદિરે જાય છે. નવરા પડીને જોયું ત્યારે ખબર પડી કે ફોરમ તો હજું ઓનલાઈન હતી. તેનાં મેસેજ પણ આવેલાં હતાં. હવે, આદિત્યનાં ચહેરાનું સ્મિત જ બોલે છે કે, ફોરમનો મેસેજ હશે. ચહેરા ઊપરથી જાણ થઈ જાય છે એ છોકરી સાથેની વાતોનો માહોલ,

"મંદિરે??" - ફોરમને પ્રશ્ન થયો

"હા, કેમ ન જવાય?" -

"અરે! એમ નહીં. તમે હિંદુ છો એ ખબર છે પણ તમારી જ્ઞાતિ?"

"જ્ઞાતિ નથી..."

"મતલબ!!!"

"મતલબ - જ્ઞાતિની જરુર નથી પણ એક હિન્દુસ્તાની છું"

સામે ફોરમે એવું જણાવ્યું - "હા, એ સાચું અને હું મુસ્લીમ છું"

બસ, એ શબ્દમાં ધણી નવાઈ લાગી કે, ભલે આ મુસ્લીમ છે પણ બધાં સરખાં ન હોય એવું વાત વાતોમાં આદિત્યએ અનુભવી લીધું. ફોરમે ખુદ જણાવ્યું કે પોતે B.Sc. કરે છે, તેમનાં મમ્મી-પપ્પા પણ સારી પોસ્ટમાં છે. સંસ્કારી પરીવારની સુગંધ આદિત્યને વાતૉમાં લાગી. આદિ ધીમે ધીમે ફોરમને વાતોથી પસંદ કરવાં લાગ્યો હતો. એમ સામે ફોરમ પણ - પણ શું કરવું? એવી ખબર ન હતી બંનેને.

આદિત્યએ ફોરમનાં મેસેજનો જવાબ આપ્યો,

"ગુડ - હું પણ ધણીવાર દરગાહમાં જાવ છું. મારા ધણાં મિત્રોનું ગ્રુપ મુસ્લીમ છે. હું કોઈ નાત-જાતમાં નથી માનતો"

ફોરમને આ ખુબ ગમ્યું "ખુબ સરસ. મને ગમ્યું કે તમે આજનાં જમાના મુજબ વિચારૉ છો"

આદિત્યની વાત ફોરમને પસંદ આવી અને ફોરમની વાત આદિત્યને પસંદ આવી. ભલે, આદિ અને ફોરમ એકબીજાને વાતોમાં પસંદ કરતાં હોય પણ બીજું નવું બન્યું. ફોરમે આદિને કહ્યું,

"એક પ્રશ્ન પુછું?"

આદિએ જવાબ આપ્યો - "હા - હા કેમ નહીં!"

"હું દેખાવમાં કેવી લાગતી હશું?"

"વાહ, સરસ પ્રશ્ન..."

ફોરમે ફરી વાત આગળ વધારી, "તમે મને ઈમેજીન તો કરી જ હશે"

આદિએ સામે એમનો જવાબ માંગ્યો - "પહેલાં હું જ તને આ પ્રશ્ન કરું તો..."

"નાનાનાનાના....હું નહીં કહું. મેં પહેલાં પ્રશ્ન કર્યૉ હતો"

આદિત્યએ વાતને થોડી નબળી કરી ટાળવાનો પ્રયાસ કર્યો - "કદાચ તે તો મને એફ.બી.માં જોયો જ હશે"

"હા, મેં તમને જોયાં જ છે. એટલે તો મારે ઈમેજીન કરવાની જરુર ન રહે"

"ઓહહહ!! શું વાત છે. તારું કહું તો મારા મનમાં ચાલે એ કેવી રીતે શબ્દોમાં લખું એ ખબર નથી"

"ના, મને જવાબ આપો" - ફોરમ બાળક બની ગઈ. આજ તો જવાબ લઈને જ રહીશ

"પણ કેમ લખવું એ ખબર નથી યાર..."

"સારું ચાલો હું તમને મદદ કરું" - ફોરમે મદદ કરતાં કરતાં પ્રશ્નોનાં જવાબો માંગવાનું શરું કર્યું. જવાબની રમત ચાલુ થઈ અને એ રમત જેવી જ વાતોમાં ધણો ઉત્સાહ હતો, જેને અજાણ્યાં વ્યક્તિની ઓળખ પણ ન હતી એનો આટલો બધો સંબંધ આગળ પહોંચી જશે એવી ક્યાં ખબર હતી!!

"હું પાતળી કે જાડી?"

"મીડીયમ"

"ખોટું - હું પાતળી છું"

"બ્લેક એ વ્હાઈટ?"

"વ્હાઈટ"

"ખોટું - મીડીયમ"

"સીમ્પલ કે મોર્ડન?"

આદિએ નક્કી કરી મનમાં વિચારી સાચો જવાબ આપ્યો,"આમ સીમ્પલ પણ જોવામાં મોર્ડન"

"સાચું - ચાલો વાળ કેવા હશે?"

"ટુંકા"

"ઓહહહ!!... શું વાત છે. તમને કેમ ખબર?"

સ્માઈલીનો આશ્ચર્યનો કાર્ટુન એ વાતની મજા વધારતો હતો.

"હું મારા વાળ દર મહીને કપાવું છું"

"હમમમ...મને એ બહું ગમ્યું" - આદિને સાચે જ એનાં વાળ બહું ગમ્યાં હોય એવો વર્તાવ મેસેજમાં દેખાડ્યો.

ફોરમ હજું કંઈક કહે છે...એ મેસેન્જરમાં ટાઈપીંગ કરે છે એની નિશાની બતાવી રહી છે,

"એક કામ કરું તમારી સરપ્રાઈઝ ખુલ્લી કરી દઉં"

"શું? સરપ્રાઈઝ વળી!"

"તમને મારો ફોટો મોકલું છું. જોઈ લો કેવી લાગું છું હું" - ફોરમે આ એક જ મેસેજથી આદિનો ઉત્સાહ વધારી નાખ્યો.

એ ફોરમે મોકલેલ ફોટો ડાઉનલોડ થયો કે આદિ...

"ઓહોહોહો...!!!

વધુ આવતા અંકે...

Author - રવિ ગોહેલ