Manni Bhavna vicharoni jyanti - 2 in Gujarati Fiction Stories by Harshika Suthar Harshi True Living books and stories PDF | મનની ભાવના વિચારોની જયંતી-ભાગ૨

Featured Books
Categories
Share

મનની ભાવના વિચારોની જયંતી-ભાગ૨

“મનની ભાવના વિચારોની જયંતી”

(Part 2)

3 - ઈચ્છાધારી સાપો સાથે મુલાકાત

સ્વર્ગમાં પરીએ ખુશ રહેતા લોકોને જોયા ત્યાં જેને જ્યાં ફરવું હોય ત્યાં ફરી શકતા કેટલાક અહિયાં પણ ભગવાન ની ભક્તિ કરતા તો કેટલાક અપ્સરાઓ, ગંધર્વો અને નર્તકીયો ને નિહાળતા હતા આવા સમયે પરી એકલી સુનમુન બેસી રહેતી આથી ત્યાના લોકો એ પરી ને કહ્યુંજો તેને અહિયાં ન ગમતું હોય તો તે પૃથ્વી પર કે અન્ય જ્યાં ફરવા જવું હોય તો જઈ શકે છે,પરી ને તે યોગ્ય લાગ્યું પરી સ્વર્ગ માંથી નીકળી પૃથ્વી પર ના સુંદર વાતાવરણ ને માણવા લાગી તે જ્યાં ઉભી હતી ત્યાંથી દૂર ઝાંખળ માં ઢંકાયેલા ઘર દેખાયા હતા તેને આ ઘર નજીક થી જોવા ની ઈચ્છા થઇ તે, તે તરફ વધવા લાગી ત્યાં એક ગામ હતું તેણે એ જોયું કે તે ગામ ની નારીયો ગામમાં કૂવો હોવા છતાં દૂર નદીએ પાણી ભરવા જતી હતી આથી પરીએ કુવા નું નિરીક્ષણ કર્યું કુવા માં પાણી ન હતું પરી એ આ ગામ ની સમસ્યા નો ઉકેલ મેળવવા નું વિચાર્યું તેણે ગામ લોકો ની નજરો થી બચીને કુવા માં છલાંગ મારી અને ઉડતા ઉડતા કુવામાં પહોંચી

કુવા માં ઘણા બધા સાપો હતા પણ આ વખતે પરી પાસે પીછાસ્ત્ર હતું આથી તે ડરી નહિ આ બધા સાપો એક નાની બખોલ માં જઈ રહ્યા હતા તેઓ બખોલ માં પહોંચતા જ માનવ રૂપ માં આવી જતા હતા તે ઈચ્છાધારી સાપો હતા પરી પણ બખોલ માં પહોંચી ત્યાના ઈચ્છાધારી સાપો એ પરી ને ઘેરી લીધી પરી ને પકડી ને તેવો તેને, તેમની સાત વર્ષીય સાપોની રાણી પાસે લઇ ગયા આ સાત વર્ષીય રાણી અહીયાં નો રાજપાટ સંભાળતી હતી તે નાની હતી પણ તેની પાસે અભુત શક્તિ હતી તે સાપો એ રાણી ને પ્રણામ કર્યા પરીએ પણ રાણી નું અભિવાદન કર્યું

રાણી એ પરીને પૂછ્યું કે તું કોણ છે?શા માટે અમારા લોક માં આવી છે ?” પરી એ પોતાના આવવાનો આશય જણાવ્યો કૂવામાં પાણી ન આવવાનું કારણ આ સાપો ની વસ્તી હતી તેવો એ જ પાણી આવવાનો માર્ગે રોકી રાખ્યો હતો પરી ની વાત સાંભળી રાણી એ કહ્યું પરંતુ અમે અહી છેલ્લા કેટલાય વર્ષો થી સ્થાયી છીએ અમે આ લોક છોડી ને ક્યાય જઈ શકીશું નહિ આથી હું તમારી મદદ નહી કરી શકું .પરી એ જવાબ અપાતા કહ્યું, “જો તમે સહમત હોય તો હું મારા પીછાસ્ત્ર ની મદદથી જાદુઈ શક્તિ દ્વારા આ બખોલ માં પાણી ન ઘુસી શકે તેવી વ્યવસ્થા કરી આપીશ આ સાંભળી રાણી પરી ની વાત સાથે સહમત થઇ અને વિરપરી એ તે પ્રમાણે કર્યું અને કૂવા માં પાણી આવી ગયું ગામના લોકો ની સમસ્યા દૂર થઇ

4 - વિરપરી નો ધરતી પર અંતિમ દિન

હવે પરી આ કાર્ય પૂર્ણ કરી એક જગ્યા એ થાક ખાવા બેઠી અને અત્યાર સુધી જે પણ ઘટનાઓ બની તે એક પછી એક તેને યાદ આવવા લાગી તેવામાં વાદળ છવાય ગયા વીજળી ના ચમકારા થવા લાગ્યા જેનો અવાજ વિચારો માં પડેલી પરી સાંભળી શકી નહિ ઠંડો ઠંડો સુસવાટા મારતો પવન વહેવા લાગ્યો અને વરસાદ ના છાંટા વરસવા લાગ્યા અને તે જાગી ગઈ વાદળ છવાયેલા હતા આકાશ ગરજતું હતું અને વાતાવરણ અંધકારમય બની ગયું વરસાદ થી બચવા પરી આમ તેમ ફરવા લાગી તેણી એક ઘટાદાર વૃક્ષ નીચે ઉભી રહી પવન ના કારણે વાદળો આગળ ખેંચાઈ ગયા અને વરસાદ બંધ થઇ ગયો પરી ને હાસ થઇ ઝાડ થી દૂર પરી એ એક નદી જોઈ તે નદી પાસે ગઈ કિનારે પહોંચી વરસાદી પાણી થી અડધા ધોવાયેલા મુખ પર પાણી છાટ્યું પોતાની આંખો સાફ કરી નદી કિનારે એક મોટો પથ્થર હતો તે તેના પર બેઠી તેણે નદી માં ની નાની મોટી માછલીઓ જોઈ પરીને આનંદ આવ્યો માછલીઓ એકબીજાની પાછળ પાછળ ફરી રહી હતી તે આ દ્રશ્ય હસતા હસતા નિહાળી રહી હતી અને ત્વરિત જ શાંત થઇ ગઈ,એકાએક કોઈકે તેના ખભા પર હાથ મુક્યો વિરરીએ ત્વરિત પાછળ જોયું એક સ્ત્રી ગુલાબી વસ્ત્રો થી સજ્જ, તેની વિરુધ્ધ દિશામાં મુખ રાખીને જઈ રહી હતી

પરીને જાણવા ની ઈચ્છા થઇ આ કોણ હતું પરી તેની પાછળ જવા લાગી આ સ્ત્રી એક ખુલ્લા મેદાનમાં આવી એક કુંતલ આકારે વળેલો, લીલી વેલો તેમજ ગુલાબી પુષ્પો થી સજ્જ દાદર હતો તે આકાશ તરફ જઈ રહ્યો હતો સ્ત્રી દાદાર પર ચડવા લાગી તેની સાથે પરી પણ હવે આ દાદર નું છેલ્લું પગથીયું પણ આવી ગયું પરી અહિયાં પહોંચી પણ કોઈ ન હતું પણ અહી સૂર્ય ના કિરણો તેના મુખ પર સ્મિત લઈને છવાઈ ગયા સુર્યપ્રકાશ થી પરી એ પહેરેલા અલંકારો ચમકી ને શોભા વધારી રહ્યા પરી ના લાંબા વાળ તેમજ વસ્ત્રો પવન સાથે ઉડવા લાગ્યા પરી ની પાંખો ફડફડીયા મારવા લાગી અને પરી ખુલ્લા ગગન માં ઉડવા લાગી ઉડતા ઉડતા તે અચાનક થંભી ગઈ અને તેની ખુશી નો પાર ન રહ્યો પેલી ગુલાબી વસ્ત્રો વાળી સ્ત્રી તેણી ની માતા હતી પરી તેણી પાસે જઈને તેને ભેટી પડી અને ખુશી ના આંસુએ તેની માતાનો ખભો ભીંજવવા લાગી પરી તેની માં સાથે પરીસ્તાન જવા નીકળી પડી

5 - સ્વપ્નાસ્ત્ર

પરિસ્તાન આવીને પરી એ ઘણા દિવસો આરામ કર્યો અહી એક દિવસ વિરપરી તે ની સખીઓ સાથે બેઠી હતી ત્યાં કોઈકે પૂછયું “વિરપરી તું પૃથ્વી પર ફરી ને આવી ત્યાં તે શું જોયું?” આથી વિરપરીએ તેની સખીયો ને વિગત વાર પૃથ્વી પર જે જોયું, જે અનુભવ્યું તે કહ્યું આ જાણી પરીની સખીઓ ને પૃથ્વી જોવાની ઈચ્છા થઇ તેવો એ પરી ને કહ્યું “અમારે પણ પૃથ્વી, સ્વર્ગ, નરક અને સર્પલોક જોવા છે “પરી તેમની સાથે સમંત થઇ, બધી પરી ઓ રાજા પરાવીર પાસે અનુમતિ લેવા ગઈ

રાજાએ વિરપરી ને બધી પરીયો નું ધ્યાન રાખવાની જવાબદારી સાથે અનુમતિ આપી

આમ એક વિરપરી અને બીજી નવ કુલ દસ પરીઓ એ પૃથ્વીપર પ્રસ્થાન કર્યું બધી પરી ઓ રાજી રાજી થઇ ગઈ પૃથ્વી પરનું વાતાવરણ મનમોહક હતું પરીઓ એ ધરાઈ ને જંગલ માં મજા માણી તેવામાં સંધ્યાકાર થઇ ગયો પરીયો ફરી ફરી ને થાકી ગઈ આથી એક જગ્યા એ થાક ખાવા બેઠી ધીરે ધીરે રાત્રી થવા લાગી અંધકાર ચારે તરફ છવાઈ ગયો વિરપરી એક મોટી શિલા ને ટેકો દઈ,આકાશ તરફ મુખ રાખી બેઠી હતી વાતાવરણ શાંત હતું તેટલામાં પરીએ ઝાંઝર નો અવાજ સંભાળ્યો પરી અવાજ તરફ્ આકર્ષાઈ તેણે જોયું કે એક નાની છોકરી ચાલીને જઈ રહી હતી, તે છોકરી, એક મોટા ઝાડ પાસે જઈને અદ્રશ્ય થઇ જાય છે પરીએ આ બધું જોયું પરી તે ઝાડ પાસે ગઈ ત્યાં તે પેલી છોકરી ને શોધવા લાગી તે ક્યાય નજરે ન પડી પણ તે ઝાડ ના થડીયા પાસે એક શસ્ત્ર પડેલું જોયું અને પરી એ એ શાસ્ત્ર ને હાથમાં લીધું

અને કોઈ બોલ્યું “વિરપરી, વિરપરી ‘કયા સપનાં માં ખોવાઈ છું ?” પરી એ ઘાઢ નિદ્રા માંથી આંખો ખોલી અને જોયું સવાર થઇ ચુકી હતી અને તેના હાથમાં જોયું તો તેના આશ્ચર્ય નો પાર ન રહ્યો પેલું સપના વાળું શસ્ત્ર તેના હાથમાં હતું પરીએ આ વિષે તેણી સખીઓ ને જણાવ્યું બધાને નવાઈ લાગી સપનાં માંથી મળેલા આ શસ્ત્ર નું નામ પરીએ સ્વપ્નાસ્ત્ર રાખ્યું

***