Gunegaar in Gujarati Short Stories by NIKHIL books and stories PDF | ગુનેગાર

The Author
Featured Books
Categories
Share

ગુનેગાર

ગુનેગાર!?

'તો મિસ્ટર નિશ્ર્ચય, આજે પણ બંક મારવાની ઈચ્છા થઈ છે કે શુ?'

સામેથી આવેલો અવાજ જાણીતો હતો, પણ તોય કેન્ટીન ના ખૂણાના ટેબલ પર બેઠેલા નિશ્ર્ચયે આશ્ચયૅથી આવનારની સામે જોયુ અને હકારમા માથુ હલાવ્યુ.'

અરે, માન્યુ કે આ ટેબલ આપણુ થઈ ચુકયુ છે એનો મતલબ એવો તો નથી ને કે તુ આખો દિવસ અહી જ બેસી રહે અને આમેય હજૂ તો સેમેસ્ટર શરૂ જ થયુ છે ને અત્યારથી આમ બંક મારીએ તો કેમ ચાલશે? અને પેલો નમુનો કયા? જવાબમા નિશ્ર્ચયે ફકત આખથી ઇશારો કર્યો.

તો આજે કયો અવતાર બતાવાના છો મિસ્ટર નિશ્ર્ચય?

બસ કોઇ નહિ, પણ તે આજે મને તારા પટારામાથી કાઢેલુ નામ આપવાને બદલે નિશ્ર્ચય કહ્યો એટલે વિચારૂ છુ કે તુ ખરેખર બહુ ખુશ છે કે મારુ કઈ કામ પડયુ તને, પણ તારા ચહેરા પર કોઇ ખુશીની રેખાઓ દેખાતી નથી

એટલે વિચારૂ છુ કે શુ કામ હસે?

ઓહ! તો મિસ્ટર ફિલોસોફર, એટલો જ વિશ્વાસ હોય તો શુ કામ છે

એ જરા શેરલોક્સવાળુ મગજ વાપરીને કહીદે કે શુ કામ છે?

બસ આટલી વાતોની વચ્ચે જ નમૂનો એટલે કે હુ આવી પહોચ્યો આમ તો મારુ આ સ્ટોરીમા કઇ કામ નથી પણ મારી સ્ટોરી છે તો હુ ગમે ત્યારે આવી શકુ, અને હમેશંની મારી આદત જેમ વચ્ચે બોલ્યો કે જયારે વિશ્વાસની વાત થાય જ છે તો કઇ દઉ કે વિશ્વાસ ની કોઈ કીમત નથી હોતી, તમે કોઇની ૫૦ રૂપિયાની છેતરપીન્ડી કરી નાખો ને પછી એને ૫૦ હજાર આપીને પણ એનો વિશ્વાસના ખરીદી શકો એટલો મોન્ઘો થઈ જાય છે તો કયારેક ૫ રૂપિયાના બિસ્કિટ ખવડાવો તો કોઇ કુતરુ પણ વિશ્વાસ આવી જાય કે કોઇ હોયના હોય તમે એના માટે જ છો...પણ મારી જેમ મારી વાતની એ કહી કીમત ના હોય એમ મારી વાતને અવગણી ને નિશ્ર્ચય, પુજા સામે જોઈને બોલ્યો.

તુ આજે લેપટોપ બેગ લઈને આવી છો અને બે દિવસ પહેલા તે મને કહ્યુ હતુ કે લેપટોપ કામ નથી કરતુ એટલે કદાચ એનુ રીપેરીન્ગ કરાવાનુ હોઈ શકે.

તો કયારે ફ્રી છો તુ? પુજા બોલી. હમણા તો નહિ જવાય, પછીનુ રાખને.

'પુજા, હુ ફ્રી જ છુ, હુ આવુ તારી સાથે તુ કહેતી હોય તો...

ના, ચાલશે હો એના કરતા તો હુ જાતે કરી લઈશ તો સારુ રે'શે એ એનુ મો બગાડતા બગાડતા બોલી.... અને જતા જતા ગુસ્સાની ઠીકરી નિશ્ર્ચય પર ફોડતા બોલતી ગઇ કે નિશ્ર્ચય હજુ એ મને ખાલી પ્રોજેક્ટપાર્ટનર જ સમજે છે ને એટલે જ મને આમ અવોઇડ કરે છે ને...!

પણ નિશ્ર્ચયે જાણે કે એની વાત સામ્ભલી જ નહી્..!

વાત તો પૂજાની એકદમ સાચી હતી ૬ મહિનાથી હુ નિશ્ર્ચયને ઓળખતો હતો પણ એની મમ્મી અને એની બેન સિવાય ખાલી પૂજા જ એકલી એવી છોકરી હતી જેની સાથે મે નિશ્ર્ચય ને વાત કરતા જોયો હોય...અને બોલવામા એટલો પાવરધો કે કોઇ બોલવામા એની સામે જીતી ના શકે..

પણ હમેશા એની બેન સામે હારી જતો કારણકે એની બેન પાસે પપ્પા નામનુ બ્રહ્માસ્ત્ર હતુ જે એ હમેશા વાપરીને જીતી જતી.… અને નિશ્ર્ચયને હુ ૩ માથાવાળો જ કે'તો કારણકે એનો પરચો એને બીજા જ લેકચરમા બતાવી દીધેલો..ફિઝીક્સનો લેક્ચર હતો અને ટોપિક હતો વેલોસિટી..હુ અને નિશ્ર્ચય એકબીજાને ઓળખતા નહોતા પણ તોય સાથે બેઠેલા..બસ ૫ મિનિટ વીતી હશે લેક્ચરમા અને પ્રોફેસરે અમને લાસ્ટ બેન્ચરસને છુટો મારયો...યસ લાસ્ટબેન્ચરસ what is the Meaning off my speed is 130km/h on my bike..,એટલે મે જરા વિચારીને કહયુ કે. ઈટ મીનસ યોર બાઈક ઇસ ટુ ગુડ સર...

નેકસ્ટ વન, તમે કહેવા માન્ગશો મારી બાઈક વિશે કે પછી કઈ એક્સપ્લેનેશન આપશો? એ નિશ્ર્ચય હતો અને એણે બોલવાનુ શરુ કર્યુ...સર! ધેર આર લોટ ઑફ મીનીન્ગ ઑફ ધીસ સેન્ટેન્સ, ઈટ ડિપેન્ડસ અપોન આઈધર યુ આર ગોઈન્ગ સ્ટ્રેઇટ ઓર રોટેશનલ મુવમેન્ટ, ઈફ યુ આર ગોઈન્ગ સ્ટ્રેઇટ ધેન યોર ડિસ્પ્લેશમેન્ટ વીલ અકર… એન્ડ ઇટ વીલ ઓલ્સો ડિપેન્ડ અપોન હાઉમચ ટાઈમ યુ ટ્રાવેલ..એન્ડ ઈફ યુ આર રોટેટિન્ગ ધેન યોર ડિસ્પ્લેશમેન્ટ વીલ બી ઝીરો...બટ ઇફ યુ આર રોટેટિન્ગ ઓન સેમ એક્ષિસ ઓન વીચ અર્થ ઇસ રોટેટિન્ગ ધેન યુ આર રોટેટિન્ગ અરાઉન્ડ ધ સન મોર ધેન અર્થ'સ સ્પીડ!..એન્ડ ઇફ સમહાઉ યુ કેન મેનેજ ટુ ગો ફાસ્ટર ધેન લાઈટ...યુ કેન ડિફીટ ટાઈમ એન્ડ ટેક મોર લેક્ચરસ એન્ડ ધેટ્સ ઓલ યૂ વોન્ટ...એનો જવાબ સામ્ભળીને પ્રોફેસરે અમને બેઉને હમેશા માટે રજાનુ ઈનામ આપ્યુ હતુ..બહાર આવતા આવતા મે નિશ્ચય ને કહ્યુ...તુ જ કે ભાઈ આ હાથી જેવી પડછંદ કાયાને લઈને કયુ

બાઇક ૧૩૦ ની ઝડપે દોડે?..ના તારી વાત તો એકદમ સાચી હતી..એણે જવાબ આપ્યો..બસ ત્યારથી મારીને એની દોસ્તીની શરૂઆત થઈ..

અને પુજા અમને પ્રોજેકટ પાર્ટનર ના રૂપમા મલી...પેલા તો મને એ એકદમ શાન્ત સ્વભાવની લાગતી...પણ અમારા પ્રોજેકટ દરમ્યાન એને અમારા કાન પક્વી દીધા...એ હદ સુધી કે અમે એને ચૂપ રાખવા નાસ્તો પણ કરાવતા...પણ એનો આ સ્વભાવ જ એની ખાસિયત હતી..જે એના મનમા હોય એજ એના હોઠ પર હોતુ, અને એક બીજી વસ્તુ જે એના એના હોઠ પર હમેશા હોતુ એ છે એનુ સ્મિત.અને એવૂ પણ નહોતુ કે એની સુન્દરતામા કોઈ કમી નહોતી...

તો પૂજા કેન્ટીનમાથી જતી રહી...તો 'નિશ્ચય તારી બધી થીયરીઓ કદાચ મગજમા ઘુસી જાય પણ આ એન્ટિગર્લ થીયરી મારી સમજમા કદી નહિ આવે....

પણ મે તને કયા કહ્યુ જ કે તુ મારી થિયરીઓ સમજવાની કોશિશ કર..

અચ્છા! તો નિશ્ચય મનેય કઈક શીખવાડ તો આપણો ય કાઈ મેળ પડે..

અલ્યા ગઈ વખતે તો શીખવાડ્યુ તુ તને એ ટ્રાય કર ને....

બે એ ટ્રીક તો મે વાપરી જોઈ, સાવ પોપટ થઈ ગયૉ...

કેમ શુ થયુ એ તો કે જરા..! નિશ્ચય બોલ્યો..

અરે, મે કહ્યુ એને જઈને કે તુ મારી જીન્દગી છે તો એતો'જીન્દગી ના મિલેગી દોબારા' એમ કહીને જતી રહી...

સારૂ છે ને જિન્દગી બેવફા ના નીકળી એ ટોન્ટ મારતા બોલ્યો...

સારુ સારુ ચાલ કીટલીએ બેઠક કરીએ આમ પણ હવે બધા લેક્ચરો આપણને રજા મળેલી હોય એવા જ છે...

હા, ચાલ આમેય હુ કન્ટાલી ગયો તો અહી બેસીને..નિશ્ચય બોલ્યો...

ચા જ નિશ્ચયની દિલરૂબા હતી ને કીટલી એનુ ઠેકાણુ...ચા વિશે બોલવામા

નિશ્ચય ડિગ્રીઓ લઈ શકે એમ હતો...કોઈ નાનુ છોકરુ જેમ મા ને મલીને ખુશ થાય એમ નિશ્ચય ચા પીને ખુશ થતો...

ચા ની કીટલીએ પહોચીને મે ખબર નહિ કેમ પણ એને એની એન્ટીગર્લ થીયરી વિશે પૂછયુ...

એવા સવાલો ના કર જેના જવાબ તુ જાણવા ના માન્ગતો હોય...એનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ચુક્યો હતો...

મને થોડુ અજુગતુ લાગ્યુ કારણકે મે એને આના પેલા આટલા ગુસ્સામા કદી નહોતો જોયો.

સારુ સારુ હવે નહિ પુછુ કાઈ મે કહ્યુ...

બસ આટલી વાત થઈ...

સમય એક્ઝામસ, વાઈવા અને રખડપટી વચ્ચે કયા વીતી રહ્યો હતો એની ખબર જ નહોતી પડી રહી...

પણ આ સમયની વચ્ચે પુજાનુ નિશ્ચય પ્રત્યેનુ આકર્ષણ વધતુ જઈ રહ્યુ હતુ...

એ કોઈને કોઈ બહાના થી નિશ્ચય સાથે વાત કરવાની કોશિશ કરતી...

પણ નિશ્ચય એને જરાય મચક નહોતો આપી રહ્યો...

પણ મને ખબર જ હતી કે પુજાના હૈયે જે છે એ હોઠ પર આવ્યા વિના નહિ રહે..

એક દિવસ બન્યુ પણ એવૂ જ હુ અને નિશ્ચય મુવી જોવા જવાના હતા... તો એના માટે ટિકીટ મે પુજા પાસે મન્ગાવી કારણકે થિયેટર એના ઘરથી નજીક જ હતુ..

(ઓનલાઈન જી.એસ.ટી અને સર્વિસ ચાર્જ ઉપરથી કોઈ ઓફર પણ નહોતી..)

તો હુ અને નિશ્ચય હમેશાની જેમ કેન્ટીનમા જ બેઠા હતા..

પૂજા આવીને બોલી..શુ નિશ્ચય આજે મુવી જોવા આવાનો તો ઘરે જરુર આવજે..

નિશ્ચયે. ફરી બહાનુ કાઢ્યુ...કે એ નથી આવાનો...

નિશ્ચય કોઈ તમારી સાથે વાત કરવા માન્ગતુ હોય અને તમને પ્રાયોરિટી આપતુ હોય એનો આમ ફાયદો ન ઉપાડવાનો હોય..સમજ્યો ને...પુજા નિશ્ચયના હાથમા ટિકીટ આપતા આપતા બોલી..અને ત્યાથી ચાલી ગઈ...

તુ મને ક્યારે કહેવાનો હતો..કે આપડી ટિકિટ્સ પુજા લાવાની છે કઈ નહિ ચાલ ચા પીવા મુડ ખરાબ થઈ ગયો...

આજે ખબર નહી પઢ કેમ નિશ્ચય ચાર ચા ઢીચી ગયો..પછી કઈક. વિચારીને બોલ્યો કે એમા કોઈ શન્કા નથી કે પૂજા મને બહુ પસન્દ કરે છે પણ હુ શુ કરુ એવુ કે એ મને બોલાવે પણ નહી...

મને ખબર હતી કે એનો નિર્ણય તદન ખોટો જ છે પણ તોય દોસ્ત હોવાના ના'તે મને એનો સાથ આપવાનુ યોગ્ય લાગ્યુ એટલે મે એને કહ્યુ તુ એને એમ કહી દે ને કે તને કોઈ બીજી છોકરી પસન્દ છે..

હુ આવુ તને કહીશ તો તુ માનીશ કે મને કોઈ છોકરી પસન્દ છે એમ?

ના, મે કહ્યુ

તો એ કેમ માનશે?

એ તો તારે વિચારવાનુ હોય...

ઠીક છે વિચારી લીધુ આપડે એને વિશ્વાસ અપાવી દઈશુ કે મને કોઈ છોકરી ગમે છે...બસ તુ હુ કહુ એમ જ કરજે… પણ નિશ્ચય અચાનક આવો નિર્ણય કેમ?

અચાનક લેવાયેલો નિર્ણય નથી આ...બહુ વિચાર કરીને લીધો છે...

પણ તને એટલો શું પ્રોબ્લેમ પડ્યો છે પુજાથી..?

એનો જવાબ હું તને સમય આવશે એટલે જ આપીશ..

આ વાત ને થોડા દિવસો વીત્યા.. હું બેઠો હતો ત્યાં મને પૂજા આવતી દેખાઈ..

પૂજા એ પોતાની હંમેશા ની મુજબ મને આવી ને નિશ્ચય વિશે પુછ્યું..એટલા માં મારો ફોન રણક્યો..

'હા, નિશ્ચય ક્યાં છે તું?

'હુ અહીં તન્વી ને મલવા આવ્યો છું..'આટલુ કહીને એણે ફોન કાપી નાખ્યો..

ક્યાં છે એ? પૂજા એ ફરી પૂછ્યું...

તન્વી ને મલવા ગયો છે બસ આવે જ છે..

કોણ તન્વી?

એ જાણવા ની ઈચ્છા તો મારીએ હતી કે કોણ તન્વી પણ મેં તોય એને કહ્યું

નિશ્ચય તને વધારે સારી રીતે સમજાવી શકશે...એ આવે એટલે એને જ પૂછી લેજે..

પણ તન્વી નું નામ સાંભળતા જ પુજાના ચહેરા ની રેખાઓ બદલાઈ ગઈ..

અને પછી એને કઈ કામ છે એમ કહીને ત્યાંથી ચાલી ગઇ..

થોડીવાર માં નિશ્ચય ત્યાં આવ્યો...

પણ મારામાં તન્વી વિશે જાણવાની આતુરતા જ એટલી હતી કે..

નિશ્ચય બેસે એ પહેલાં જ હું બોલી પડ્યો..

'નિશ્ચય કોણ છે આ તન્વી?'

એનું નામ સાંભળીને પુજાના હાવભાવ પણ બદલાઈ ગયેલા..

કહું કહું છું શાંતિ રાખ તને આટલી બધી તાલાવેલી જાગી છે..

તો પુજા શું વિચારતી હશે એ વિચારુ છું હું...?

હા, પણ કોણ છે આ તન્વી?

અરે, હું તને પછી મલાવી દઈશ.. એની સાથે..

સારું સારું...જોઈએ તો ખરા કોણ છે.. જેને મલવા નિશ્ચય ટાઈમ

કાઢે છે..

હા હા મલી લેજે... નિશ્ચય બોલ્યો...

બીજા દિવસે હું અને નિશ્ચય બેઠા હતા ત્યાં જ એણે પુછ્યું કે

આ પુજા ક્યાં છે?

કેમ અચાનક એની યાદ આવી તને..? આવો ચેન્જ અચાનક..?

બસ તું બોલાવ તો ખરી એને..

સારું સારું બોલાવું છું...અને મેં એને બોલાવી...

પુજા આવી ને નિશ્ચય સાથે તન્વી વિશે બડબડાટ કરવા લાગ્યો..

પણ પુજા એને જાણતી નહોતી તોય જાણે એ એની જન્મોજન્મ ની

તન્વીની વેરી હોય એમ બીજા દિવસે ગુસ્સામાં મને ફરી પુછ્યું કે

આ તન્વી છે કોણ?

મને નથી ખબર પુજા...

ત્યાં જ નિશ્ચય આવ્યો.. અને પુજા ને કહેવા લાગ્યો..

'પુજા મેં તન્વી માટે કાંઈક લખ્યું છે..આવ તને સંભલાવુ.. અને એને લખેલી

કવિતાઓ સંભળાવી...

નિશ્ચય તે કવિતાઓ તો ખૂબ સરસ લખી છે...પણ તે જેવું લખ્યું છે..

એ એવી જ છે તે જાણવા માટે મારે એને મલવુ જ રહ્યુ...

હા હા મલી લેજે... ફરીથી એનો એજ જવાબ હતો...

આમ કરતાં કરતાં મહિનો વીતી ગયો...

તન્વી જેને અમે ઓળખતા નહોતા પણ જાણતાં હતાં નિશ્ચય ની વાતો દ્વારા!

તને ખબર છે યાર કાલે હું કોને મલી? પુજા બહુ ખુશ થતાં બોલી..

'હા' હું બોલ્યો..

તને કેમ ખબર કે હું કાલે તન્વી ને મલી...

બસ હું બધાના મનની વાત જાણી લીધી છું..પણ એ જવા દે તન્વી વિશે કે..

અરે જેવી નિશ્ચય કહેતો એ બિલકુલ એવી જ છે...એ ટુંક માં વાત પતાવીને

ચાલી ગઈ..

મને નિશ્ચય પર ગુસ્સો આવ્યો હતો કે મને ના મલાવ્યો એને તન્વી સાથે..

અને નિશ્ચય જેવો મલ્યો એવું જ મેં એને સંભળાવી દીધું કે તે પુજા ને

મલાવી તન્વી સાથે અને મને કેમ ન મલાવ્યો...?

મેં નથી મલાવી તન્વી ને પુજા સાથે...પુજા ક્યાં મલી એને? નિશ્ચયે પુછ્યું..

મને શું ખબર તન્વી એ તને કહ્યું જ હશે ને તો તને ખબર હોવી જોઈએ ને..?

અરે,પણ તન્વીને એ કંઈ રીતે ઓળખી શકે એનો ફોટો જોયો છે તે કે એણે?

'ના' મેં કહ્યું...

મને તો લાગે કે પુજા એ તારી મશ્કરી કરી લાગે છે.. નિશ્ચય મારી પર હસતો હસતો બોલ્યો...

વાત ને બે ત્રણ દિવસ વીત્યા હશે..

પુજા ફરી મારી પાસે આવી... અને તન્વીની વાતો કરવા લાગી..

તે એને કઈ રીતે ઓળખી તે કદી એનો ફોટો જોયો છે ખરો?

ના પણ નિશ્ચયે લખેલી કવિતાઓની બુક હતી જે એ મેં એની પાસે જોઈ એટલે.. મેં એને ઓળખી લીધી..

અને હવેતો પુજા પણ તન્વી ની વાતો કરતી રહેતી હતી...

આ બધાની વચ્ચે એકવાર પુજા ની મમ્મી એ મને મલવા બોલાવ્યો...

કેમ આન્ટી બોલો શું કામ પડ્યું?

કંઈ નહીં પણ મારે ખાલી આ તન્વી ને તું ઓળખે છે કે નહીં એ જાણવું છે..

ફરીથી એ જ સવાલ જેનો જવાબ મારી પાસે નહોતો..

ના, આન્ટી પણ કેમ તમે એના વિશે જાણવા માન્ગો છો?

કંઈ નહીં પણ પુજા આજ કાલ એની સાથે જ ફરતી હોય છે...

એટલે મને એમ કે એ તમારી કોમન ફ્રેન્ડ હશે...

આજ કાલ જ્યારથી પુજા એની સાથે ફરે છે ત્યારથી એનું વર્તન પણ બદલાયેલું

જણાય છે...

મને તો એવું કંઈ નથી લાગતું આન્ટી.. હા પુજા એના વિશે વાતો કરતી હોય છે..

સારું તું ઓળખતો નથી તો હું શું કહું હવે..

નિશ્ચયને મલીને મેં સમગ્ર પરિસ્થિતિ વિશે કહ્યું... અને તન્વીની સાથે મુલાકાત કરાવાનું કહ્યું...

તન્વી હાલ બહારગામ છે આવશે એટલે મલાવીશ..

પણ ધીમે ધીમે આન્ટી ની જેમ મને પણ પુજા ના વર્તન માં ફેરફાર લાગવા લાગ્યું..

પુજા સમ્પૂર્ણ પણે બદલાઈ ચુકી હતી...

ફરીથી આન્ટી એ મને બોલાવ્યો..

તારે અમારી સાથે આવવાનું છે..

ક્યાં?

ચાલ ખબર પડી જ જશે..

એ મને સાઈકેટ્રીસ્ટની પાસે લઈ ગયા...

સાઈકેટ્રીસ્ટ એ મારી પાસે બધું જાણ્યું અને મને નિશ્ચયને બોલાવા કહ્યું..

બીજા દિવસે હું નિશ્ચયને ત્યા લઈ ગયો.અને નિશ્ચયને તન્વી વિશે પુછ્યું..

એનો જવાબ સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો..

એવી કોઈ વ્યક્તિ ને હું મળ્યો જ નથી..એ તો ફક્ત ને ફક્ત એક કહાની

હતી જેનો વિશ્વાસ મેં પુજા ને અપાવ્યો...

પણ તારી આ કહાની પુજા માટે હકીકત બની ચુકી છે... તારા વિશ્વાસમાં વિશ્વાસ

રાખીને એણે હવે તન્વી ને એના વિચારો થકી જન્મ આપ્યો છે... અને હવે એ

એના વિચારોરૂપી તન્વી ના કાબુમાં છે...અને એ કદાચ શું કરશે એ કહી ના

શકાય...એ બહુ દર્દમાંથી પસાર થઈ રહી છે.. અને આ બધી જ વસ્તુઓનો

જવાબદાર ફક્ત અને ફક્ત તું જ હોઈશ..

આ સાંભળી ને નિશ્ચય ત્યાં થી જતો રહ્યો..

ચિન્તા ના કરીશ એ અત્યારે અપરાધી ભાવ મહેસૂસ કરી રહ્યો છે.. એટલે આવું થશે

થોડીવાર માં બધું ઠીક થઈ જશે...

પણ મારૂં મન નહોતું માની રહ્યું... હું એની પાછળ પાછળ ગયો..એ કેનાલ પાસે જઈ રહ્યો હતો..

એટલામાં મને કોલ આવ્યો કે પુજા એ આત્મહત્યા કરી લીધી છે...આ સાંભળી ને

હું ભાન ભૂલી બેઠો..પણ મને પછી નિશ્ચય નો ખ્યાલ આવ્યો...

પણ હું મોડો પડ્યો.. નિશ્ચય પણ પોતાનુ જીવન ટૂંકાવી ચુક્યો હતો..

બંને નહોતા રહ્યા...

પણ એક તરફ પુજા જેણે પ્રેમમાં જીવ ગુમાવ્યો...

અને બીજી તરફ નિશ્ચય જેણે નફરત માં જીવ ગુમાવ્યો...

નફરત તો નહીં પણ એની નાપસંદ હતી..

પણ એની ગેરસમજ માં લેવાયેલો નિર્ણય હતો..જેની કિંમત બંને એ

ચુકવવી પડી...

ક્યાંક ને ક્યાંક હું પણ એટલો જ ગુનેગાર હતો જેટલો નિશ્ચય હતો..

પણ ક્યારેક ક્યારેક વિચારું છું કે જેણે નફરત એવી કરી કે એમાં જીવ

આપ્યો એ પ્રેમ કેવો કરત!

બસ આ જ અંત!

પણ જેમ દરેક વ્યક્તિ ની નજર અલગ હોય છે એમ આ જ કહાની ને કંઈક અલગ રીતે જોઈશુ..

***