Khoj 27 in Gujarati Fiction Stories by shruti shah books and stories PDF | ખોજ 27

Featured Books
  • మీ టూ

    “సుకుమారమైన పువ్వుకి కూడా తుమ్మెద బరువు కాదు. మీరు మరీ అంత బ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 5

    మౌనిక: రష్యా వెళ్లేముందు సార్ నాతో  చాలా మాట్లాడారు.ఒక వైపు...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 23

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నెవెర్ జడ్జ్ ఏ Women - 4

    సూర్య ఇండియాకి వస్తుంది.తనకి తెలియకుండా కొంతమంది తనని Airpor...

  • మన్మథుడు

    "ఇక చెప్పింది చాల్లే అమ్మాయ్.. నీకు ఎంతవరకు అర్ధమయిందోకాని మ...

Categories
Share

ખોજ 27

મુકીમે રાયગઢ પહોંચતા ની સાથે મણિયાર પર નજર રાખવા નું શરૂ કર્યું. એને સૌથી પહેલા એ જાણવું હતું કે મણિયાર અપંગ છે કે નહીં. એમ-નેમ તો શક્ય નથી જાણવું એટલે જેમ મણિયાર ને રૂમ માંથી બહાર કાઢેલો એવી જ રીતે એને કંઈક જુગાડ કરવો પડશે.

બપોર ના સમયે મુકીમે મણિયાર ના રૂમ ની બહારઆગ લાગી’ - ‘આગ લાગીએવું રેકોર્ડિંગ મૂકી દીધું. જે મોટે થી સંભળાય મણિયાર ને, એવી ગોઠવણ કરી દીધી. જેવું મોટેથી રેકોર્ડિંગ વાગવાનું શરૂ થયું કે તરત જ મણિયાર દોડી ને બહાર આવી ગયો. અને સામે જોયું તો મુકિમ ઉભો હતો ને ક્યાંય કોઈ જગ્યાએ આગ લાગી હોય એવું લાગતું નહતું. અને રેકોર્ડિંગ સતત વાગી રહ્યું હતું. મણિયાર ને પણ સમજતા વાર ના લાગી કે આ એની માટે ટ્રેપ હતો. મણિયાર ત્યાંજ ઉભો રહી ગયો. પોતે પકડાઈ ગયો છે એવુ એને લાગ્યું. ત્યાં મુકિમ ચાલતો ચાલતો રેકોર્ડિંગ પાસે ગયો અને બંધ કર્યું. મણિયાર ને એ નહતું સમજતું કે મુકિમ ઉર્ફે રસોઈયો ભીમસિંગ આવું શા માટે કરે? મુકિમ મણિયાર ના સવાલ ની રાહ જોઈ રહ્યો હતો.

તે આવું શા માટે કર્યું?મણિયાર થી રહેવાયું નહિ.

અગર ઘર માં બધા ને કહી દઉં તો?મુકીમે ધમકવવા નું શરૂ કર્યું.

અને ચૂપ રહેવાની કિંમત?મણિયાર ને આઘાત સાથે આશ્ચર્ય હતું કે ભીમસિંગ આવું કરી શકે!

આ રિંગ કોની છે?મુકીમે મણિયાર ને પેલી રિંગ બતાવતા કહ્યું.

આ..?મણિયાર રિંગ જોઈ સમસમી ગયો. તને વિચારી નહતો શકતો કે આ રિંગ ભીમસિંગ પાસે કેવી રીતે પોહચી હશે?

સવાલ ના જવાબ ફટાફટ આપ નહિતર …મુકીમે આંખ કાઢતા કહ્યું.

પણ આ રિંગ મળી ક્યાં થી? મને તો મારા દાદા મહેશ્વરે આપેલી.મણિયાર એ ગભરાતા ગભરાતા જવાબ આપ્યો.

તો આ રિંગ છેલ્લે ક્યારે પહેરેલી? અને મહેશ્વર ને ધર્મવીર ના શુ થાય.મુકીમે ઉલટ તપાસ ચાલુ કરી.

મને બહુ યાદ નથી. પણ ક્યાક પડી ગયેલી. ધર્મવીર અને મહેશ્વર બન્ને ભાઈઓ.

હું યાદ કરાવું?મુકિમ આવજ દબાવી ને બોલ્યો.

ખરેખર મને યાદ નથી.મણિયાર હજી ખોટું બોલી રહ્યો હતો.

આ રિંગ વિશ્વમભર શેઠ પાસે કેવી રીતે પોહચી?મુકીમે સવાલ કર્યો. સાંભળતા જ મણિયાર ની આંખ ચમકી.

ક્યાંક પડી ગઈ હશે અને કદાચ વિશ્વમભર શેઠ ને મળી હોય.મણિયાર અચકાઈ અચકાઈ ને જવાબ આપ્યો.

હું જાણું છું તે જ વિશ્વમભર શેઠ નું ખૂન કર્યું છે, જે હોય તે મને સાચું કહી દે તો કોઈ ને નહીં કહું નહીંતર પોલીસ ને બધું સાચે સાચું કહી દઈશ.

હા..મેં કર્યું હતું વિશ્વમભર નું ખૂન.મણિયાર બોલતા બોલતા નીચું જોઈ ગયો. પોતાનો અપરાધ ની કબૂલાત વખતે આંખ ના મિલાવી શક્યો.

કેમ, કેવી રીતે અને શા માટે?મુકિમ નો આત્મવિશ્વાસ વધી ગયો.

એ રાત્રે હું કામ થી ભોંયરા માં ગયો હતો…

ખજાના ની તલાશ માં?મુકીમે અધ વચ્ચે વાત કાપતા કહ્યું.

હા, ત્યારે વિશ્વમભર મને જોઈ ગયા. અંધારા માં ખબર ના પડી કે હું કોણ છું? તેમને લાગ્યું કે હું કોઈ ચોર છું, હું એમને ખબર ના પડે એટલા માટે દોડ્યો અને એ મારી પાછળ ભાગ્યા. અમે લગભગ હવેલી ના પાછળ ના ભાગમાં આવી ગયા ત્યારે મને પથ્થર ની ઠેસ વાગી કે હું પડ્યો ને પકડાઈ ગયો. એજ વખતે મારામારી થઈ અને વિશ્વમભર ના હાથ માં મારી રિંગ આવી ગઇ તેથી વિશ્વમભર ને ખબર પડી ગઈ કે હું મણિયાર છું અને હું ચાલી શકું છું. મેં જે બધું કીધું છે એ ખોટું છે. તેમણે મને ત્યાં ને ત્યાં પૂછવા નું શરૂ કર્યું કેમેં કેમ આવું કર્યું? ખજાના માટે તો નથી કર્યું ને ?ત્યારે હું બોલી ગયો કે,હા, મેં ખજાના માટે જ કર્યું છે.તો એમને પોલીસ ને ફોન કરવા માટે મોબાઇલ ખિસ્સા માંથી કાઢયો. મને કંઈ સૂઝ્યું નહિ, ખજાના ની લાલચે મેં વિચાર્યા વગર ગન કાઢી ને ચલાવી દીધી. પછી ત્યાં થી ભાગી ગયો. પણ રિંગ તમને કેવી રીતે મળી? મેં ખૂબ શોધી મને ક્યાંય ના મળી.મણિયાર એ પોતા નો ગુનો મુકિમ ઉર્ફે ભીમસિંગ આગળ કબૂલ્યો.

સમય આવશે ત્યારે કહીશ.

મહેરબાની કરી કોઈ ને કહેતા નહિ, તું જે કહીશ એ કરીશ.મણિયાર કગરી રહ્યો હતો. મુકિમ ને પોતા નું કામ પત્યું કે ચાલવા લાગ્યો પાછળ વળી ને જોયું મણિયાર સામે મલકાઈ ને જતો રહયો. મણિયાર ને કઇ સમજાયું નહીં. મુકીમે પોતાના રૂમ માં આવી છુપાડેલો કેમેરો શર્ટ માંથી બહાર કાઢ્યો ને એની કલીપ બનાવી અભિજિત ને મોકલી દીધી.

મુકિમ બેડ પર આડો પડ્યો ને વિચાર માં ખોવાઈ ગયો. ઘણી ખરી કડીઓ ખુલી ગઇ પણ ઘણી ખરી કડીઓ ના જવાબ નહતા મળ્યા. હજી મહત્વ નો સવાલ એજ હતો કે ખજાનો ક્યાં છે? જ્યાં સુધી ખજાનો ના મળે ત્યાં સુધી મણિયાર ને જેલ માં મોકલી ના શક્યા કે વિશુ ને છોડાવી પણ ના શકાય. જો એવું કરે તો બધા ને પોતા ના વિશે ખબર પડી જાય પછી ખજાનો શોધવો અઘરો થઈ જાય એટલે ત્યાં સુધી મો બંધ રાખવું પડે.

પત્ર માં મીરા ના નામ નો ઉલ્લેખ હતો તો એ મીરા કોણ હશે? પૂછવું પડશે મણિયાર ને કે આ મીરા કોણ છે? કલમ, કંગન, રિંગ અને બીજા પાસા ક્યાં હશે અને એના થી ચાવી કેવી રીતે બનતી હશે? હવેલી ના બધા ખૂણા તપાસી લીધા હતા. ક્યાં કોઈ જગ્યા હતી નહિ કે ખજાનો છુપાડ્યો હોય! તો પછી ખજાનો ક્યાં છુપાડ્યો હશે?

જો આજ રાત્રે ખજાનો મળી જાય તો તે અહીં થી કોઈ ને કીધા વગર ખજાનો લઇ ને આફ્રિકા ભાગી જાય. મુંબઇ જઈ ને જોઇ આવેલો કે બધી ભાગવા ની તૈયારી થઈ ગઇ છે. એટલે પછી નહતો કમલ સફારી થી ડરવા ની જરૂર છે કે ના અભિજિત રહે કે ન વ્હોરા ની ગુલામી રહે.

મુકીમે કલમ, કંગન, અને રિંગ કાઢી. તેમાં થી ચાવી કેવી રીતે બને એ પ્રયત્ન કર્યો. કલમ ની અંદર થી ચાવી નો અડધો ભાગ મળ્યો. અને બીજો અડધો ભાગ ક્યાં હશે? એ શોધવો પડશે. રિંગ ની ઉપર નો E જેવો આકાર રિંગ માંથી છૂટો પડી ગયો. જે કદાચ ચાવી ની આગળ નો ભાગ હોઈ શકે! પણ અડધી ચાવી બીજી ચાવી ક્યાં હશે? અને આ કંગન શુ કામ હશે?

મુકીમે ઘણું વિચાર્યું ક્યાંય યાદ ના આવ્યું. ત્યાં સાંજ ની રસોઈ બનાવવા નો સમય થઈ ગયો ને રસોડામાં પોહચી ગયો.

બધા જમવા આવી ગયા પણ વ્યોમેશ જમવા નહતો આવ્યો. બે દિવસ થી મુકીમે વ્યોમેશ ને જોયો નહતો. ત્યાં ધર્મા દેવીએ વિક્ટર ને વ્યોમેશ વિશે પૂછ્યું.

બહારગામ કોઈક કામે ગયો છે.

શેના કામે?ધર્મા દેવી જાણતાં હતા કે વ્યોમેશ ક્યારેય બહારગામ જવાનું થતું નહિ. આમ અચાનક ક્યાં ગયો હશે?

મને પણ નથી ખબર. એટલું જ કીધું હતું કે હું થોડા દિવસ નથી બહારગામ જવું છું.વિકટરે જવાબ આપ્યો.

સારું.ધર્માંદેવીએ પછી બહુ મગજમારી કરી નહિ.

ત્યારે મુકિમ ની નજર ધર્માદેવી ના પેડન્ટ પર પડી અને અચાનક જ સૂઝ્યું કે નોબ આકાર જેવું પેડન્ટ હતું તો એ ચાવી નો બીજો અડધો ભાગ ના હોય! લગભગ એજ હશે. આજ રાત્રે ગમે તેમ કરી ને એ ચોરવું પડશે!

***