Nivrut thaya pachhi - 3 in Gujarati Moral Stories by Vijay Shah books and stories PDF | નિવૃત્ત થયા પછી (૩) કદી ન ઢુંકડુ આવે ઘરડા ઘર વિજય શાહ

Featured Books
Categories
Share

નિવૃત્ત થયા પછી (૩) કદી ન ઢુંકડુ આવે ઘરડા ઘર વિજય શાહ

કદી ન ઢુંકડું આવે ઘરડાઘર.

વિજય શાહ

રમણબેનનાં નાના દીકરા પ્રીત્યુશની વહુ પ્રીતિ કહે “બા હવે હું આવી ગઈ છું તમે ઘર કામમાં થી નિવૃત થાવ તો?”

ફુંગરાતા અવાજે રમણ બેન કહે “અલી હજી હમણા તો નવી નવી આવી છે અને અત્યારથીજ રાજ જોઇએ છે?”

“ના બા! રાજ તો તમારું જ પણ હવે થોડો પો’રો ખાવ.” પ્રીતિ વહુએ ટહુકો કર્ય!” અને પછી બોલી મારા જ્યોતિબા ને તો મારા ભાભીએ આટલું જ કહ્યુ હતું ને મારા જ્યોતિબા રાજી રાજી થઈ ગયા હતાં..ચાલો હવે ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે થવાનાં દિવસો આવ્યા..તેથી મેં પણ વિચાર્યુ કે બાને પણ મારા આવવાને લીધે આ ખાટલે થી પાટલે થવાનું સુખ આપું?.”

વરંડામાં છાપુ વાંચતા ભુપેંદ્ર ભાઇ જરા મુંછોમાં મલક્યાં અને રમણ બેન ને કહે “ભણેલી વહુની વાત સમજ જરા..તેમાં જરા મીઠાશ ઉમેરીને સ્વીકાર કે તે રાજ નહીં પણ તને સમય આપે છે અને કહે છે કે તમે ન જીવેલ જીવન હવે સુખેથી જીવો”.

“એટલે?”

” આપી દે આ ઘરની ચાવી અને સુખેથી જીવ.”

” મોટા અમિતની વહુ નીતિએ તો આવું કશું કહ્યું નહોતું.”

“પણ તેણે કર્યું જ એવુંકે આપણા ઘરની ચાવીની જરૂર જ ના પડી.. છોકરાનું ભવિષ્ય બનાવવાનાં નામે તેમનું પોતાનું નાનકડું આકાશ અમેરિકામાં બાંધી લીધું અને તે પણ છોકરાઓને ઉછેરીને…”

રમણ બેન વિચારમાં તો પડી ગયા.બહુ મનોમંથન ને અંતે એક વાત ગમી અને તે પો’રો ખાવાની. તેથી સાંજે જમતા જમતા પ્રીતિને કહ્યું ” તું બેજીવાતી થાય તે પછી તારું શરીર સાચવજે અને હું મારો પૌત્ર સાચવીશ. અત્યારે તો આપણે હળી મળીને કામ કરશું અને આમેય મને કામ કર્યા વિના જંપ નથી તેથી આ ઘરનાં રીત રીવાજ તને શીખવાડી દઉં પછી તું સંભાળજે આ ઘર અને હું પછી મારું કરીશ દેહનું કલ્યાણ, દેવ દર્શન અને તીરથ ધામ.

“ભલે બા તમે જેમ કહો તેમ” કહી પ્રીતિએ જીભ કચરી.

રમણબેન ભૂતકાળમાં ઉતરતા ગયા.. તેમના સાસુ લલીબાએ કદી ભરોંસો મુક્યો જ નહોંતો. અને ભુપેંદ્રભાઇ સદા કહેતા સમય સમયનો ફેર છે. તેઓ તારા ઉપર ભરોંસો નહોંતા મુકી શકતા તેનું કારણ ભણતર નહોંતું અને તેઓ પરંપરામાં માનતા હતા. પણ તું તો જાણે છે તે દિવસો જુદા હતા… ભણતરનાં ફરક સાથે બદલાતા સમયની વાતો તેમને સંકુચિત વિચાર ધારામાં ખેંચતા. એ ગામડું હતું અને પરિસ્થિતિઓ જુદી હતી. આજે તો એક વાત માનવી જ રહી..શહેરમાં ગ્રામ્ય જીવન જેવું તો ના જ જીવાય.

મનના વિચારોએ બીજી બાજુ ઝુલવાની શરુઆત કરી. કાલે ઉઠીને જરૂર પડે તો ભણેલી વહુએ કામે પણ જવું પડે અને તેમના છોકરા આપણે સાચવવા પણ પડે તે સમયે તેમ ના ક્હેવાય કે લલીબાએ નહોંતુ કર્યુ એટલે હું નહી કરું. વળી વહુ જો સામેથી માન આપતી હોય તો તેને શકની નજરે ન જોવાય.

નવા જમાનામાં છોકરાઓ પીઝા અને પાસ્તા માંગતા તે પ્રીતિ સરસ બનાવતી અને ત્યારે રમણ બેન ને રસોડે છુટ્ટી રહેતી. તેઓને માટે આ ભોજનો માં તૃપ્તિ નહોંતી મળતી તેથી પ્રીતિ તેમને માટે જુદુ અને સાદુ ખાવાનું બનાવતી. ભુપેંદ્રભાઇ તો બધુ શોખથી ખાતા. અને રમણ બેન ને પણ સમજાવતા કે નવો ટેસ્ટ ડેવલપ કર. આ શું બેવડૂં ભોજન ઘરમાં બનાવવાનું? બરીટો એ ભાખરી અને શાક જ છે. પણ તેમાં શાક કાચુ હોય અને ટામેટાનાં સૉસ અને ચીઝ ની તો મઝા છે ખાવાની…

જો કે પ્રીતિને બા માટે સાદુંખાવાનું જુદું બનાવવાનો કંટાળો નહોંતો. તે ટહુકતી પણ ખરી, બાનું ખાવાનું બનાવતા મને ખાસ સમય નથી લાગતો.

તે દિવસે લઝાનીયા પાર્ટીમાં ્પ્રિત્યુશનાં મિત્રો આવવાનાં હતા. રમણ બેન ને રસોડામાંથી બહાર જવું નહોંતુ તેથી પ્રીતિ તને સહાય કરું કરીને રસોડામાં બધુ જોવા રહ્યા ત્યારે પ્રીતિએ કહ્યું બા લઝાનીયા એટલે ઢોકળી જ…પણ આપણાં જેવો તેમાં વણવા અને કાપવાનો કે ઉકાળવાનો કુથો નહીં. બધુ તૈયાર મળે અને ઓવનમાં પકાવી દેવાનું…જુઓ અડધીજ કલાકમાં બધાનું ખાવાનું તૈયાર.. ટામેટાનો સૉસ પાનમાં પાથરતા તેણે લસાનીયા રાંધવાનું શરું કર્યુ. ચીઝ ભાજી અને બટાકાનાં પુરણ બે લઝાનીયાની વચ્ચે ભરતા ભરતા ટામેટાનાં સૉસ ભરપૂર ભરીને તેણે આખું પાન ત્રણેક ઇંચ જેટલુ સ્તર બનાવ્યું. તેમાં તેને ફક્ત દસજ મીનીટ લાગી. પાન ઑવન માં મુક્યું અને કહે બા ૧૫ મીનીટમાં બધાને પેટ ભરીને ખવાય તેટલા લઝાનીયા તૈયાર.

પ્રીત્યુશનાં ત્રણ મિત્રો અને મિત્ર પત્નીઓએ ગરમાગરમ મેક્ષીકન વ્યંજન લઝાનીયા વખાણી વખાણી ને ખાધા ત્યારે રમણબેનનો અવઢવ ચરમ કક્ષાએ હતો. તેમના માટે બનેલ ઢેબરા ખાતા પહેલા તેમણે પ્રીતિ ને કહ્યું

“મને લઝાનીયા ચાખવાની ઇચ્છા થઈ છે મને આપીશ?”

” ચોક્કસ બા. ”

ભુપેંદ્રભાઇ તે વખતે પ્રસન્ન વદને બોલ્યા ” એકવખત ચાખીશ તો આંગળા ચાટીને રહી જઈશ તેવા સરસ લઝાનીયા બન્યા છે.”

ચીઝ ભાજી અનેબટાકાનાં પુરણથી અને ટોમેટો સૉસ થી તરબતર લઝાનીયા પ્લેટમાં લઈને રમણ બેને ખાધા ત્યારે તે સ્વાદ એમની દાઢમાં રહી ગયો.

પ્રીત્યુશ કહે બા ” આ લઝાનીયામાં શરીરને નુકસાન કર્તા કશું જ નહી. અને તૃપ્તિ પણ પુરી આવે તેવું બધું જ છે. તમારું પેટ ભરાયુ?”

” હા બેટા…!”

“બા તમને ખબર પડી કે આ પાર્ટી શાની હતી?”

“તમે લોકો દરેક શનીવારે કોઇક્ને ત્યાં મળોછો તેની!”

“ના બા…તમારી પાસેથી રસોડાનો ચાર્જ લેવાનો છે ને તેની!”

” શું?”

” હા બા. તેને બીજો મહીનો ચાલે છે. મને કહેવાની ના કહી હતી. અને તેણે નક્કી કર્યુ હતુ કે બા ને કોઇ ભોજન તૃપ્તિકર લાગે પછી કહેવાનું હતું.”

ભુપેંદ્રભાઇએ આ જાણ્યું ત્યારે બહું રાજી થયા અને બોલ્યા..” દાદા અને દાદી તો અમે થયા હતા પણ આ વખતે સાચી ભાષામાં નિવૃત્ત થઈએ છે. જ્યારે ઘરનો નાણાનો ભાર છોકરો અને રસોડાનો ભાર વહુ ઉપાડશે.”

પ્રીત્યુષ કહે ” વડીલોનાં નિવૃત્ત થયા પછી બે જ કામ કરવાના હોય છે. સારા સંતાનોને જ્યારે જરુર પડે ત્યારે કાન આપવાનાં હોય છે. અને સંતાનોની આવડત અને કાબેલિયત ઉપર ભરોંસો મુકવાનો હોય છે.”

ભુપેંદ્રભાઇ કહે “સાચી વાત કહી પ્રીત્યુશ! નિવૃત્તિ અમારે માટે પણ એક વણ દેખેલ રસ્તો છે. જેમાં પગ મુકતા કે પ્રવેશ કરતા ઘણા બધા ભયો અમને પણ નડે છે. જેમાં નો એક ભય છે છુટા પડી જવાનો..એકલા પડી જવાનો અને તેથી જ અમારુ અજાગૃત મન ભયભીત રહે છે. વળી સમાચાર પત્રો આવા સમાચારો થી ભરેલું પડ્યું છે .જ્યાં દીકરાઓ વહુનાં આવ્યા પછી ઘરડા માબાપને ઘરડાઘરમાં મુકતા ખચકાતા નથી. પણ સાચી વાત તો એ છે કે આ અવિશ્વાસની દિવાલને તોડવી રહી. અમારે વધતી ઉંમરે જરુરીઆતોને ઘટાડવી રહી. અને ધીમે ધીમે જતું કરતા રહી સંતાનોને માબાપ માટે ગૌરવ થાય તેવું જીવવું જ રહ્યું..”

રમણબેન ગદગદ થઇને ભુપેંદ્રભાઇને સાંભળી રહ્યા હતા. તેમને મોટો દીકરો અમિત યાદ આવતો હતો. તે તો અમેરિકા જઈને બેઠો હતો..તેના બાપાની આવી સતયુગી વાતો સાંભળવા ના બેઠો.

પ્રીતિ રમણબેનનાં દ્રવિત મનને શાતા આપવા બોલી ” બા તમારે બે સંતાન એટલે સરખામણીનું દુઃખ કે સુખ મળે પણ અમારે તો તમે એક જ માબાપ. અમને અમારા સમયે તમારી સેવા કરવાનો લહાવો મળ્યોછે તેટલા સમય પુરતુ તો અમે તે ખોવાના નથી. વળી જનરેશન ગેપ બંને પેઢીની સમજથી ટળતો જ હોય છે. તમે અમને આશિષ આપો અને અમે તમને આદર આપીયે. ત્યારે કદી ન ઢુંકડું આવે ઘરડાઘર. વિજય શાહ

***