Backfoot Panch - 8 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | બેકફૂટ પંચ-૮

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

બેકફૂટ પંચ-૮

પ્રકરણ-૮

(આગળ ના પ્રકરણ માં આપે વાંચ્યું કે આદિત્ય વર્મા ભારતીય ક્રિકેટ નો સીતારો બની ગયો હતો. આદિની ની માં એ એના પિતાની મદદ વગર બહુ મુશ્કેલી થી એને ઉછેર્યો હતો પણ આદિ જ્યારે સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એની મા ની માનસિક સ્થિતિ કોઈ કારણે બગડી જાય છે અને એ આદિત્ય ને પોતાનો દુશ્મન માનવા લાગે છે. પોતાનો થોડો ભાર હળવો કરવા આદિત્ય લંડન જવાનું વિચારે છે પણ અમુક લોકો એના પાછળ કાંઈક કાવતરું ઘડી રહ્યા હતા. આદિત્ય નો સત્યા અને ચીના નામ ના બે કુખ્યાત આતંકવાદી ઓ દ્વારા પીછો ચાલુ હોય છે ત્યારે એક ઘટના ના લીધે આદિત્ય ને જેલ માં જવું પડે છે જ્યાં એના જામીન કોઈ અજાણી વ્યક્તિ કરાવી જાય છે.... હવે આગળ... )

રાત ના નવ વાગ્યા સુધી આદિત્ય ઊંઘતો રહ્યો અચાનક જમવાનો સમય થતા હોટલ ના રૂમ ની ડોરબેલ ના અવાજ થી એ ઊંઘ માંથી સફાળો બેઠો થયો... ઘડિયાળ માં નજર કરી તો કાંટો નવ પર હતો... આખા દિવસ ના માનસિક થાક ને લીધે એ ત્રણ કલાક સુધી ઊંઘતો રહ્યો એનું ભાન જ ના રહ્યું.. ઉભો થઇ એ બહાર હોલ માં આવ્યો અને ડોર સ્ક્રીન માં બહાર નું દ્રશ્ય જોયું તો એમાં હોટલ સ્ટાફ નો વેઈટર હતો જે ગઈ કાલે આવ્યો હતો... એટલે આદિત્ય એ દરવાજો ખોલી ને પૂછ્યું" શું કામ છે" ?

" સર આતો નવ વાગી ગયા અને તમે ડિનર માટે નો ઓર્ડર ના આપ્યો તો બધું ઓ. કે છે કે નહીં એ જોવા આવ્યો હતો" એ વેઇટરે કીધું.

" હું સૂતો હતો... સારું કર્યું તમે આવી ને ઉઠાડ્યો... એક કામ કરો એક ચોકલેટ મિલ્ક શેક અને જામ ટોસ્ટ લેતા આવો" આદિત્ય એ પોતાની આદત મુજબ માન થી કીધું... આદિત્ય હંમેશા પોતાના થી નીચી પાયરી નો માણસ હોય પણ તુકારે ના બોલાવતો..

" Ok સર" આટલું કહી એ વેઈટર ગયો... એના ગયા પછી આદિત્ય એ ચાર્જ કરવા મુકેલો ફોન હાથ માં લઇ સ્વિચ ઓન કર્યો... મોબાઈલ સ્વિચ ઓન થતા જ એ ટોની ને આજે બનેલું બધું જણાવવા માંગતો હતો... પણ એટલા માં મોબાઈલ માં કોઈ અનનોન નમ્બર પર થી મેસેજ આવેલો હતો..." call me urgent" ... નમ્બર પર થી આદિત્ય ને એતો સમજાઈ ગયું કે એ નમ્બર લંડન નો હતો.. આદિત્ય એ પોલીસ સ્ટેશન થી જ BCCI માં કોલ કરી જણાવી દીધું હતું કે એના જામીન થઈ ગયા એટલે એ તરફ થી તો શાંતિ હતી.. બસ ટોની ને જણાવી દેતો થોડા પૈસા ની વ્યવસ્થા થઈ જાય કેમકે એના પાકીટ માંજ એના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ હતા.. પણ આ મેસેજ વાંચી આદિત્ય એ પેલા નમ્બર પર કોલ કરવાનું વિચાર્યું અને એ નમ્બર પર કોલ કર્યો...

" ટ્રીન... ટ્રીન... ટ્રીન.... ૨-૩ રિંગ વાગી ત્યાંતો કોલ કટ થઈ ગયો અને સામે ટેપિંગ સંભળાયું" ધ નમ્બર યુ ટ્રાઇંગ ઇસ કરન્ટલી બ્યુસી"

કોલ કટ કર્યો એટલે મેસેજ આવ્યો" આઈ એમ બ્યુસી નાઉ, કોલ યુ લેટર" સામે વાળી વ્યક્તિ કોઈ કામ માં હતી એટલે થોડો સમય પછી કોલ કરશે... આટલું મનોમન વિચારી આદિત્ય ફ્રેશ થવા બાથરૂમ માં ગયો..

બાથરૂમ માં થી આદિત્ય ટુવાલ વીંટી ને બહાર નીકળ્યો ત્યાં તો ડોરબેલ વાગી જરૂર વેઈટર આવી ગયો હશે એમ વિચારી એને દરવાજો ખોલ્યો અને સામે વેઈટર જ હતો.. એને મિલ્ક શેક અને જામ ટોસ્ટ આદિત્ય ના રૂમ માં રાખી અને પછી રૂમ ની બહાર નીકળ્યો...

આદિત્ય એ એના જતા ની સાથે ટેલિવિઝન ઓન કર્યું અને જોડે રાખેલી ત્રિપાઈ પરથી ચોકલેટ મિલ્ક શેક હાથ માં લીધો પછી ટોની ને કોલ કર્યો.. અને એના ગયા પછી શું બન્યું એ બધું જણાવી દીધું... ટોની એ પૂછ્યું કે કોઈ મદદ જોઈએ તો અત્યારે આવું પણ આદિત્ય એ ટોની ને આવવાની ના કહી અને કીધું કાલે સવારે આવજે શાંતિ થી.. બાય.. ગુડ નાઈટ... પછી કોલ કટ કરી ને મિલ્ક શેક અને જામ ટોસ્ટ ને ન્યાય આપ્યો...

ન્યુઝ ચેનલ ઓન કરી તો ટીમ સિલેકશન અને ચેમ્પિયન ટ્રોફી ની વાતો ની ચર્ચા ચાલી રહી હતી.. એમાં બધા એક્સપર્ટ આદિત્ય ને ટીમ નો મુખ્ય બેટિંગ નો આધાર માની રહ્યા હતા... એની બેટિંગ ટેકનિક વિદેશ ની ભૂમિ પર સફળતા અપાવશે એ વાત સાથે બધા સહમત હતા.. આદિત્ય માટે ગર્વ લેવા જેવી બાબત હતી કે વિશ્વ ના મોટા મોટા દિગજ્જ એની બેટિંગ ના દીવાના હતા... આદિત્ય નું ધ્યાન ટી. વી માં હતું એટલામાં એના ફોન ની રિંગ વાગી.... મોબાઈલ ની ડિસ્પ્લે પર પેલો નમ્બર જ દેખાતો હતો જે થોડો સમય પહેલા એને ડાયલ કર્યો હતો..

" હેલ્લો કોણ" ? સામે થી મધ નીતરતો અવાજ સાંભળી આદિત્ય તો ખોવાઈ ગયો..

" હું આદિત્ય, તમે મેસેજ કર્યો હતો... તમે કોણ? " એને સામો સવાલ આપ્યો..

" હું લિસા વાત કરું... મને અહીં મોલ પાસે થી એક પાકીટ મળ્યું જેમાં તમારા કેટલાક ડોક્યુમેન્ટ્સ હતા.. અને એમાં એક કાર્ડ હતું જેમાં તમારો કોન્ટેક્ટ નમ્બર હતો તો મેં કોલ કર્યો... મને લાગ્યું તમને જણાવી દઉં કેમકે આમાં તમારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને અંગત ડોક્યુમેન્ટ્સ છે... " કોઈ આંબડાળે કોયલ ચહુકતી હોય એવો અવાજ સાંભળવા મળ્યો.. અવાજ પર થી આદિત્ય સમજી ગયો કે કોઈ યુવતી છે સામે...

" ખૂબ ખૂબ આભાર મિસ લિસા.... તમને ખબર નથી તમે મારા પર કેટલો મોટો ઉપકાર કર્યો છે... એ કાર્ડ અને ડોક્યુમેન્ટ્સ કરતા એ એક ખાસ વસ્તુ એ પાકીટ માં છે... જે મને જીવ થી એ વ્હાલી છે... સવારે એક ચોર આ પાકીટ ચોરી ગયો હતો.. મેં એનો પીછો પણ કર્યો અને પકડી પણ લીધો પણ એના જોડે પાકીટ ના મળ્યું.. એને રસ્તા માં ફેંકી દીધું હશે... સારું થયું તમને મળ્યું... નહીં તો બીજું કોઈ આમ તકલીફ થોડી લે" આદિત્ય એ એ કોલ કરનાર યુવતી માટે વિવેક બતાવતા કીધું..

" અરે એમાં ઉપકાર શેનો.. આતો મારી ફરજ હતી... નામ પર થી તમે ઇન્ડિયન લાગો છો.. એન્ડ કાર્ડ માં નંબર અને નામ સિવાય બીજું કાંઈ છે નહીં સો કોલ કર્યો.. પણ એ સમયે સ્વિચ ઓફ હતો... " એકવાર ફરીવાર એ કર્ણપ્રિય અવાજ રેલાયો..

" હા, એતો મારા ફોન માં બેટરી લો હતી એટલે.. " આદિત્ય એ જણાવ્યું

" તમે નામ પર થી ઇન્ડિયન લાગો છો... હું પણ ઇન્ડિયન જ છું.. એન્ડ એક ઇન્ડિયન જ બીજા ઇન્ડિયન ને હેલ્પ કરશે નહીં તો બીજું કોણ કરશે", લિસા એ કીધું..

" સાચી વાત... અત્યારે તો મોડું થઈ ગયું છે તો નહીં આવી શકું પાકીટ લેવા માટે.. પણ કાલે તમે કહો ત્યાં મળીએ... " આદિત્ય એ કીધું..

" હું તમને બપોરે મેસેજ કરુ એમાં જગ્યા અને સમય જણાવું", લિસા એ કીધું..

" વાંધો નહીં તો કાલે મળીએ" આદિત્ય એ પોતાના મન ની બેતાબી છુપાવતા કીધું..

" ગુડ નાઈટ, બાય" આટલું કહી લિસા એ કોલ કટ કરી દીધો..

કોલ તો કટ થઈ ગયો પણ હવે આદિત્ય ના મન ના વિચારો અટકવાનું નામ નહોતા લેતા.... ! લિસા ના અવાજ નો મીઠો પડઘો હજુ એના કાને અફડાતો હતો..... ! એ માત્ર લિસા કેવી હશે એની કલ્પના જ કરી શકે એમ હતો... પ્રથમ વાર એના દિલ માં કોઈ માટે લાગણી નું ઘોડાપુર ઉમટયું હતું.

જેની પાછળ કરોડો યુવતીઓ દિવાની છે એ કોઈનો અવાજ સાંભળી એના પ્રેમ માં ડૂબી જાય એ અશક્ય આજે શક્ય બની ગયું હતું!!!... બસ કાલે લિસા જોડે મુલાકાત થાય એની રાહ જોયા સિવાય બીજો કોઈ ઉપાય નહોતો... આખરે બહુ વિચારો કર્યા સિવાય સુઈ જવું સારું એમ વિચારી એ હોલ માં થી ઉભો થઇ પોતાના બેડરૂમ માં આવ્યો અને પલંગ માં આડો પડ્યો... આંખો બંધ કરી તો મીઠા શબ્દો બોલતા લિસા ના ગુલાબની પાંખડી જેવા ફૂલ ગુલાબી હોઠ આંખો સમક્ષ આવી જતા!!!... આવી જ મીઠી કલ્પના કરતો કરતો એ આખરે સુઈ ગયો.... !

સવારે બારી માંથી આવતો સૂર્ય નો પ્રકાશ આંખ પર પડતા આદિત્ય ની આંખ ખુલી ગઈ.. એને સમય જોયો તો ૮:૩૦ વાગી ગયા હતા.. થોડીવાર માં ટોની હોટલ માં આવતો જ હશે એમ વિચારી એ ફટાફટ એ બેડ પર થી ઉભો થયો અને બાથરૂમ માં ઘૂસ્યો..

એક કલાક પછી એ અને ટોની હોટલ ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા કાફે માં બેઠા બેઠા કાલ ની ઘટના વિશે વાતો કરી રહ્યા હતા.. ટોની ને આદિત્ય એ રાતે ટેક્ષીવાળા ને આપવા માટે લીધેલા પૈસા કાઉન્ટર પર ચુકવી દીધા હતા..

" આદિત્ય તને ખબર નથી કે કોને તારી બેલ કરાવી? " ટોની એ આશ્ચર્ય સાથે પૂછ્યું..

" ના યાર, મેં BCCI માં પણ કોલ કર્યો હતો પણ ત્યાંથી ઓફિશિયલ મેમ્બરે એમ કીધું કે એમને કોઈ એકશન લીધી એ પેહલા તો મારા બેલ થઈ ગયા હતા... અને ટોની તારા સિવાય અહીં મને કોઈ ઓળખતું જ નથી.. અને ઓળખતું હોય તો પણ આમ અચાનક, ચોક્કસ સમયે આમ પહોંચવું મને બહુ વિચિત્ર લાગે છે" આદિત્ય ના સ્વર માં ચિંતા નો રણકો હતો..

" વાત સાચી છે.. મને એવું લાગે છે તારી કોઈ ફિમેઇલ ફેન હશે.. જે તારો પીછો કરતો હશે... તને મુશ્કેલી માં ફસાયેલો જોઈ તારી હેલ્પ કરી દીધી... !સો સિમ્પલ... " ટોની એ વાતાવરણ ની ગંભીરતા ને પારખી પોતાના હળવા અંદાજ માં વાત કરી..

" બસ હવે ટોની.. આમ હવા માં વાતો ના કરીશ" આદી એ હસતા હસતા કીધું..

" અરે પણ ભાઈ તું ટેન્સન માં હતો તો તારો મૂડ સરખો કરવા થોડી હવા માં વાતો કરી લીધી.. અને તારા ચેહરા પર સ્માઈલ આવી પણ ગઈ" ટોની એ બેફિકરાઈ થી કીધું..

" અરે એક વાત તો તને કહેવાની રહી જ ગઈ... એક અજાણ્યા નમ્બર પરથી મારા પર મેસેજ આવ્યો હતો.. કે call me, its urgent!!" આદિત્ય એ કીધું.

" તો તે કોલ કર્યો, કોણ હતું... ? ટોની એ ઉપરાઉપરી સવાલો નો મારો ચલાવી દીધો.

" પછી મેં કોલ કર્યો પણ સામેથી કોલ કપાઈ ગયો અને એ બ્યુઝી છે એવો મેસેજ આવ્યો. " આદિ બોલ્યો.

" પછી, વાત થઈ કે નહીં? " ટોની એ સવાલ નો સિલસિલો ચાલુ રાખ્યો.

" હા ભાઈ વાત થઈ, કોઈ લિસા કરી છોકરી હતી. એ ઇન્ડિયન છે... એના જોડે મારુ પાકીટ છે.. એને રસ્તા માંથી મળ્યું હતું.. " આદિત્ય એ જવાબ આપતા કીધું..

" સરસ.. અમારે તો કોઈનો રોંગ નમ્બર આવે એમાં એ છોકરી નથી હોતી... હા તો પછી.. ? " ટોની આજે આદિત્ય ને ચીડવવા ના મૂડ માં હતો..

" પછી થોડી નાની મોટી વાત થઈ... આજે બપોરે એનો મેસેજ આવશે અને એ મળવાનું ક્યાં એમ જણાવશે" આદિત્ય એ કીધું..

" ગુડ.. એ બહાને મળી પણ લેવાશે એ મદદગાર ને" ટોની બોલ્યો.

" હા યાર મારે પણ મળવું છે લિસા ને.. એનો મીઠો અવાજ જ્યારથી સાંભળ્યો છે ત્યારથી મગજ એના જ વિચારો કરે છે... ખબર નહીં મને શું થઈ ગયું છે... આંખો સામે એનું જ પ્રતિબિંબ રચાય છે... બીજું કંઈ સૂઝતું એ નથી... " આદિત્ય એ પોતાની નજર ટેબલ પર ફૂલદાની માં ગોઠવેલા ફૂલો પર રાખી કીધું..

" ઓહોહો મારો ભાઈ પ્રેમ માં પડી ગયો... " ટોની એ આદિત્ય સામે જોઈ કીધું..

" અરે એને મળ્યો નથી તો પણ આ હાલત છે.. જ્યારે મળીશ ત્યારે શું થશે એ સમજાતું નથી.. " આદિત્ય એ ટોની ને પોતાના દિલ નો હાલ જણાવ્યો..

" એમાં ચિંતા ના કરીશ.. એને ખબર પડશે કે એ કોને મળવાની છે ત્યારે એને ચિંતા થશે કે શું વાત કરવી. યુ આર વર્લ્ડ નમ્બર વન ક્રિકેટર , સો રિલેક્સ. " ટોની એ ઠંડા અવાજે કીધું..

" હા પણ હું એને ખબર નહિ હોય મારા વિશે તો સામે થી કાંઈ નહીં જણાવું... એકવાર મળું પછી આગળ નો પ્લાન વિચારીશ.. " આદિત્ય એ કીધું.

" જેવી આપ ની મરજી.. તમારી લિસા મીઠા અવાજ ની સાથે સુંદર દિલ અને સુંદર ચેહરા ની મલિક હોય એવી પ્રાર્થના" ટોની એ ક્રોસ ની નિશાની છાતી પર બનાવી કીધું..

" મારી લિસા? શું તું પણ ટોની અત્યાર થી એને મારી બનાવી દીધી? " આદિ બોલ્યો..

" અરે દોસ્ત તું જે વસ્તુ ચાહે એ તને ચોક્કસ મળશે... તું તારી હકીકત નહિ જણાવે તો પણ તારા વ્યક્તિત્વ થી અંજાયા વિના એ નહીં રહે... એ તારા સ્વભાવ અને સારા દિલ ને સમજશે તો ચોક્કસ સામે થી પ્રેમ નો પ્રસ્તાવ મૂકી દેશે.. " ટોની એ કીધું..

ટોની ની વાતો થી પોતાની જાત ને આદિત્ય એ થોડી હળવી મહેસુસ જરૂર કરી.. પછી બંને એ ત્યાં નાસ્તો કર્યો અને ટોની કોઈ અગત્ય નું કામ હોવાથી રાતે મળું એમ કહી ત્યાંથી નીકળ્યો.. એના ગયા પછી આદિત્ય પાછો પોતાના રૂમ માં આવ્યો અને ટીવી ચાલુ કરી બેઠો... અચાનક એને કંઇક યાદ આવતા કોમ્પ્યુટર ઓન કર્યું અને કોઈક ને મેઈલ કર્યો... પછી આવીને પાછો ટીવી આગળ બેઠો.. ટીવી માં પોતાની જ સાઉથ આફ્રિકા સામે રમેલી એક શાનદાર ૧૬૭* રન ની ઈંનિંગ્સ જોઈ ને એ પોતાની બેટિંગ ટેક્નિક માં હજુ શું કમી છે એ તપાસી રહ્યો હતો.. આ એની ખાસિયત હતી એ હંમેશા પોતાની જાત ને વધુ પેરફેક્ટ બનાવવા પ્રયત્નશીલ રહેતો..

૨ કલાક જેટલો સમય ટીવી જોવામાં વિતાવ્યા પછી આદિત્ય એ થોડું જમવાનું વિચાર્યું.. ફોન કરી એને વેઈટર ને લંચ માં શું લઈને મોકલવો એ જણાવી ફોન કટ કરી દીધો.. થોડીવાર માં જમવાનું પતાવી એ બાલ્કની માં આરામ ખુરશી માં બેઠો.. એના હાથ માં અત્યારે એક બુક હતી.. વાંચન કરવું આદી ને પસંદ હતું.. અમુક બુક્સ એ હંમેશા જોડે જ રાખતો..

અચાનક મોબાઈલ માં મેસેજ ટોન સાંભળતા જ એને ફોન હાથ માં લીધો.. એની ધારણા પ્રમાણે મેસેજ લિસા નો જ હતો... " we will meet 5 o'clock at hotel the volunteer near the Sherlock Holmes museum"

આદિત્ય એ તરતજ પોતાના મોબાઈલ માં ગૂગલ મેપ ઓપન કરી જોઈ લીધું કે આ સ્થળ ક્યાં છે.. શેરલોક હોમ્સ નામ નું કાલ્પનિક જાસૂસી પાત્ર તો દુનિયા ભર માં પ્રખ્યાત છે.. પણ એમના નામ પર મ્યુઝિયમ પણ છે એ આદિત્ય ને આજે ખબર પડી... એક કાલ્પનિક પાત્ર ની આટલી બધી લોકપ્રિયતા ખરેખર ગજબ કહેવાય.. હોટલ the volunteer એની બાજુ માં જ હતી.. અને હોટલ લેન્ડમાર્ક જ્યાં એ અત્યારે રહે છે ત્યાંથી એ સ્થળ ખૂબ નજીક છે.. લગભગ ૧૦ મિનિટ નો રસ્તો હતો.. અત્યારે ૩ વાગ્યા હતા તો હજુ નીકળવાની વાર છે એમ વિચારી આદિત્ય એ એક ઝોકું ખાઈ લેવાનું વિચાર્યું અને બાલકની માંથી આવી બેડ ઉપર આડો પડ્યો..

બહુ પ્રયત્ન કર્યા છતાં આજે આદિત્ય ને ઊંઘ જોડે વર્ષો ની દુશમની હોય એવું લાગતું હતું બસ એને ઊંઘ આવી નહોતી રહી અને મન લિસા ને મળવા દોડી જતું હતું.. ખબર નહીં કેમ આવું થાય છે? એ આદિત્ય ને સમજાતું નહોતું.. કેમકે એ હજુ લિસા ને મળ્યો પણ નહોતો અને ઓળખતો પણ નહોતો.. અરે એ કેવી દેખાય છે એ પણ આદિત્ય ને નહોતી ખબર.. પણ અહીં રહીને પણ એ કોઈ બીજા અજાણ્યા વ્યક્તિ માટે હેલ્પ કરવા પ્રયત્ન કરી રહી હતી.. એના માં રહેલી આ સાર આદિત્ય ને સ્પર્શી ગઈ એવું લાગતું હતું..

૪:૧૫ માંડ થયા હતા ત્યાંતો આદિત્ય પલંગ માંથી ઉભો થઇ ગયો.. પેહલા ફ્રેશ થયો પછી શું પેહરુ એ માથાકૂટ માં સમય વિતાવ્યો.. આખરે એને સિમ્પલ બની ને લિસા ને મળવું એમ નક્કી કર્યું.. ગ્રે શર્ટ અને બ્લુ જીન્સ પર એને બહુ સરસ શૂટ થતા હતા.. એને પગ માં લોફર પહેર્યા અને હાથ માં ઘડિયાળ. આદિત્ય એ પોતાના માથા ના વાળ સેટ કર્યા અને નીકળી પડયો લિસા એ કિધેલી જગ્યા એ જવા માટે...

આજે સવારે ટોની આવ્યો ત્યારે પોતે પોતાની કાર ડ્રાઇવ કરી ને આવ્યો અને જોડે પોતાના ડ્રાયવર ની સાથે આદિત્ય માટે એક બેન્ટલી કાર ને લેતો આવ્યો હતો. જેની ચાવી સવારે એને આદિત્ય ને આપી હતી.. આદિત્ય એ પાર્કિંગ માંથી કાર નીકાળી અને દોડાવી મૂકી લંડન ની આરસપહાણ જેવી સડકો પર..

૧૫ મિનિટ માં તો આદિત્ય the volunteer માં પહોંચી ગયો હતો.. અત્યારે ૪:૫૦ થઈ હતી એટલે એ ૧૦ મિનિટ વહેલો હતો માટે એ રેસ્ટોરેન્ટ માં દાખલ થયો જ્યાં એને લિસા નો વેઇટ કરવાનો હતો.. આ ૧૦ મિનિટ માં એના હૃદય ની ગતિ વધી ગઈ હતી... વારંવાર એની નજર રેસ્ટોરેન્ટ ના દરવાજા તરફ જતી હતી.... એક એક સેકન્ડ એક કલાક જેવી ભાસ થતી હતી.. એક છોકરી જેને હજુ સારી રીતે ઓળખતો પણ નહોતો એના માટે આટલી બધી બેતાબી આદિત્ય ને મનોમન આ વાત મગજ માં ઘૂમી રહી હતી.. આ સમયે આદી ને બચ્ચન સાહેબ ની શરાબી ફિલ્મ નું એક ગીત યાદ આવી ગયું અને એ ગાવા લાગ્યો..

" ઇન્તેહા હો ગયી ઇન્તેઝાર કી, આયી ના કુછ ખબર મેરે યાર કી..

એ હમેં હૈ યકીન, બેવફા વૉહ નહીં, ફિર વજહ ક્યા હુઈ ઇન્તજાર કી...

અચાનક જાણે સમય થંભી ગયો.. આદિત્ય ની નજર દરવાજા સામે સ્થિર હતી.. ત્યાં એક ૨૪-૨૫ વર્ષ ની યુવતી અંદર પ્રવેશતી દેખાઈ... એ યુવતી એ અંદર આવી ચારેકોર રેસ્ટોરેન્ટ માં નજર નાખી ... આદિત્ય ને ખબર પડી ગઈ કે એ લિસા જ છે... પણ સામે થી બોલાવવા જાય અને બીજું કોઈ નીકળે એના કરતાં આદિત્ય એ રાહ જોવું ઉચિત સમજ્યું..

એ યુવતી એ પોતાના પર્સ માં થી મોબાઈલ ફોન નીકળ્યો અને કોલ કર્યો... આદિત્ય ના ફોન માં રિંગ વાગતા એ યુવતી નું ધ્યાન આદિત્ય તરફ ગયું અને એ ફોન કટ કરી આદિત્ય જે ટેબલ પર બેઠો હતો એ ટેબલ તરફ આવી..

" હેલ્લો, તમે આદિત્ય? , m i right? " યુવતી એ આંખો પટપટાવતા સવાલ કર્યો..

" હા હું આદિત્ય, અને તમે લિસા, પ્લીઝ આ ખુરશી પર બેસો" આટલું બોલતા બોલતા તો આદિત્ય નો જીવ તાળવે ચોંટી ગયો હતો..

લિસા ના બેઠા પછી આદિત્ય એ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.. આદિત્ય ની નજર અત્યારે લિસા ની તરફ એવી રીતે સ્થિર હતી. જાણે ચકોર ચાંદ ને જોવે એમ એ લિસા ની ખૂબસૂરતી ને નિહાળી રહ્યો હતો ખરા અર્થ માં તો માણી રહ્યો હતો એવું કહેવું જોઈએ..

આજે પર્પલ રંગ ના ફ્રોક માં લિસા ગજબ ની મનમોહક લાગી રહી હતી.. વસંત માં જેમ ફુલ ખીલે એમ અત્યારે લિસા ખીલી રહી હતી.. આજે લિસા એ કોઈ મેકઅપ કર્યો નહોતો છતાં એ અતિ સુંદર લાગી રહી હતી.. મેકઅપ ના નામે ચેહરા પર બસ એને આઈલાઈનર કરેલી હતી.. જે એની આંખો ને વધુ નશીલી બનાવી રહી હતી. એક વાર જો કોઈ આ આંખો નો જામ પી લે તો આખી જિંદગી એનો નશો રહે એ વાત માં કોઈ શક નહોતો.. !! એની સુંદર આંગળીઓમાં મેચિંગ નેઇલ પોલીસ હતી... !!

કોઈ કવિ ની કલ્પના થી પણ એ વધુ આકર્ષક હતી.. એના ફુલ ની પાંખડી જેવા હોઠ અને દાડમ ના દાણા જેવા દાંત એના ચહેરા ને અજબ નો ઓપ આપી રહ્યા હતા.. !!કુદરત પણ એના પર રિઝી હોય એમ એના શરીર ના અંગ ઉપાંગ ને ઘડ્યું હતું.. એના ફ્રોક માં એના નાજુક પગ કોઈ હરણી માફક દેખાતા હતા.. ફ્રોક સ્લીવલેસ હતું જે ખાલી ૨ ખભા સુધી હતું જેના લીધે લિસા ના સ્તનયુગમ વચ્ચે ની જગ્યા કોઈ પણ ઋષિ મુનિ ના ધ્યાન ને ભંગ કરવા કાફી હતા!!...

" હેલ્લો, mr. આદિત્ય, સોરી હું પાંચ મિનિટ લેટ પડી" લિસા નો રણકાર ભર્યો અવાજ આદિત્ય ના કાને પડ્યો અને એનું ધ્યાન ભંગ થયું..

" નો.. પ્રોબ્લેમ.. એમાં સોરી કેહવાની કોઈ જરૂર નથી.. મને પણ રાહ જોવાની મજા આવી" આદિત્ય એ સસ્મિત કહ્યું..

" એવું પાછું? રાહ જોવાની પણ મજા આવે એ પહેલીવાર સાંભળ્યું.. સા.. લો આ તમારું પાકીટ ચેક કરી લો.. કોઈ વસ્તુ મિસ નથી ને? .. ફરી થી લિસા રૂપી કોયલ ટહુંકી..

" થેન્ક્સ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. આટલું બોલી લિસા એ લંબાવેલું પાકીટ આદિત્ય એ પોતાના હાથ માં લીધું.. આદિત્ય એ અંદર બધું ચેક કર્યું.. બધા ડોક્યુમેન્ટ એમના એમ જ હતા...

" બધા ડોક્યુમેન્ટ છે.. તમારો આભાર માનું એટલો ઓછો છે.. અને તમે કીધું કે રાહ જોવાની મજા આવે તો હા રાહ જોવાની પણ મજા આવે પણ ત્યારે જ્યારે જેની રાહ જોવાતી હોય એ વ્યક્તિ વિનસ ની સાક્ષાત મુરત હોય" આદિ એ હસતા હસતા લિસા ની સુંદરતા ના વખાણ કરી લીધા..

" તમે તો શબ્દો નો સારો પ્રયોગ કરો છો... અને એમાં આભાર શેનો.. કોઈની પણ હેલ્પ કરવી એ તો દરેક વ્યક્તિ ની ફરજ છે" લિસા એ આંખો મીંચકારતા કીધું.. એની આ અદા એ આદિત્ય ના હૃદય ના તાર હલાવી નાખ્યા..

" સારું ચલો તો તમે કોફી લેશો કે બીજું કાંઈ... આભાર વ્યક્ત કરવા આટલું તો કરી જ શકું.. " !!આદિ એ વિવેક થી કીધું..

" અરે ખાલી કોફી થી કાંઈ ના થાય , આભાર વ્યક્ત કરવો હોય તો નાસ્તો પણ કરાવવો પડે" આટલું બોલી લિસા એ આદિત્ય સામે આંખ મારી.. અને મોટું સ્મિત આપ્યું..

એની આ હરકત તો કોઈને પણ ઘાયલ કરવા કાફી હતી.. અને આતો બિચારો આદિત્ય પેહલા થી જ ઘવાયેલો હતો.. એની દશા તો આ હરકત થી બુરી થઈ ગઈ..

" સ્યોર કેમ નહીં... તમારે જે મંગાવવું હોય એ મંગાવો.. આમ પણ મને ખબર નથી કે અહીંની કઈ આઈટમ સારી હોય છે... " આદિ એ કીધું..

" ઓકે.. " આટલું કહી લિસા એ વેઈટર ને બોલાવ્યો અને બંને માટે કોફી અને નાસ્તા નો ઓર્ડર આપ્યો..

નાસ્તો કરતા કરતા આદિત્ય અને લિસા એ બહુ બધી વાતો કરી.. લિસા નો સ્વભાવ આદિત્ય ને બહુ પસંદ આવ્યો.. આદિત્ય પ્રત્યે લિસા પણ એવું જ વિચારતી હતી એવું એના હાવભાવ પર થી લાગી રહ્યું હતું.. લિસા એ પોતે એક ફાઇનાન્સ કમ્પની માં જોબ કરે છે એમ જણાવ્યું.. તો આદિત્ય એ પણ પોતે મુંબઇ ખાતે એક કાર મેન્યુફેક્ચરિંગ કમ્પની માં વર્ક કરે છે અને કમ્પની ના પ્રોજેકટ માટે અહીં લંડન આવ્યો છે એમ જણાવ્યું...

વાતો કરતા કરતા બંને એકબીજા સાથે હસી મજાક કરી રહ્યા હતા.. લિસા ફ્રી માઇન્ડેડ હતી એતો એની વાતો પર થી સ્પષ્ટ હતું... ઘણીવાર મજાક મજાક માં એ આદિત્ય ને સ્પર્શ કરી લેતી જે આદિત્ય માટે ૪૪૦ વોલ્ટ ના ઝટકા સમાન હતું..

" કાલે તમે ફ્રી છો?" આદિત્ય એ લિસા ને સવાલ કર્યો..

" હા, કેમ? કાંઈ કામ હતું?" લિસા એ ઉપરાઉપરી સવાલો નો મારો ચલાવ્યો..

" મેં અહીં લંડન માં કંઈ જોયું નથી તો કાલે તમે ફ્રી હોય તો તમે કાલ પુરતા મારા ગાઈડ બની શકશો?? આ રીતે આદિત્ય લિસા જોડે વધુ સમય વિતાવવા માંગતો હતો..

" કેમ નહિ.. એક ઇન્ડિયન ની સેવા કરવી મને ગમશે.. એન્ડ નાઉ વિ આર ફ્રેન્ડ.. એન્ડ ફ્રેન્ડ ની હેલ્પ તો કરવી જ જોઈએ.. " આટલું કહી લિસા એ આદિત્ય સામે પોતાનો હાથ હેન્ડશેક ની મુદ્રા માં લંબાવ્યો... લિસા એ લંબાવેલો હાથ આદિ આખી જિંદગી પકડી રાખવા માંગતો હતો...

" Thanks" આટલું કહી આદિત્ય એ લિસા ના નાજુક હાથ ને પોતાના હાથ માં સમાવી લીધો.. ૧૦-૧૨ સેકન્ડ માટે નો આ સ્પર્શ આદિત્ય માટે અવર્ણનીય હતો..

" તો કાલે પાર્ક સ્કેવર વેસ્ટ જોડે થી સવારે ૯:૦૦ વાગે મને પિક કરી લેજો.. હું ત્યાં તમારી વેઇટ કરતી હોઈશ.. પણ આ વખત ટાઈમે આવી જઈશ" લિસા એ હસીને કીધું..

" હું ત્યાં ૮:૦૦ વાગે હાજર હોઈશ.. મને આજે વેઇટ કરવાની ખૂબ મજા આવી જે હું ફરી થી માણવા માંગુ છું" આદિ એ પણ ડાયલોગ મારતો હોય એમ કીધુ.

" ઓહો એવું છે.. ત્યારે જોજો મારી રાહ હું તો ૯:૦૦ વાગે જ આવીશ.. ચલો ત્યારે હું નીકળું" આટલું કહી લિસા ઉભી થઇ..

" અરે તમને વાંધો ન હોય તો હું તમને ડ્રોપ કરી દઉં તમારે જવું હોય એ જગ્યા એ... ના કહેતા નહિ... આટલું તો હું કરી જ શકું છું" આદિત્ય ના અવાજ માં થોડો હક હોય એમ બોલ્યો..

" વ્હાય નોટ.. ચાલો ત્યારે.. " લિસા એ પોતાની સહમતિ દર્શાવી..

ત્યારબાદ હોટલ નું બિલ ચૂકવી આદિત્ય લિસા ને એના કહ્યા પ્રમાણે ના સ્થાને છોડી પોતાની હોટલ તરફ પાછો વળ્યો.. વૃંદાવન આશ્રમ માં થી નીકળ્યો ત્યારે જેટલી બેચેની હતી એના જેટલી ખુશી આજે આદિત્ય ના ચેહરા પર છવાઈ ગઈ હતી.. ખબર નહિ કાલે લિસા સાથે ની મુલાકાત એની જિંદગી માં શું નવીનતા લાવવાની હતી? લંડન નો એનો આ પ્રવાસ આજે સફળ થયો હતો...

TO BE CONTINUE

આદિત્ય ની જિંદગી હવે શું વળાંક લેવાની છે એ તો કુદરત જ જાણે.. લિસા સાથે ની એની બીજી મુલાકાત કેવી હશે અને એવાજ બીજા તમારા મન માં ઉદભવી રહેલા ઘણા બધા સવાલો ના જવાબ જાણવા વાંચતા રહો બેકફૂટ પંચ.. નવો ભાગ આવતા મંગળવારે.... આ નોવેલ અંગે નો આપનો અભિપ્રાય આપ મારા whatsup નમ્બર 8733097096 પર જણાવી શકો છો...

- જતીનઆર. પટેલ