ધૃવલ:જિંદગી એક સફર-16
આ સમયે સુધાબેન અને ગોપાલભાઇ જોય રહ્યા ધૃવલની આ મજાકને! !
તારામાં મીઠું વધી ગયુ કે શુ?
પૂનમ કહે એટલે?
ધૃવલ બોલ્યો આ ભજિયા જે ખાય ને તે સાંજ સુધી વોશરુમમાં જ રહે તેવા છે! !
પૂનમ કહે રીઅલી!!! સોરી! ! ! સોરી! ! ધૃવલ મને ખબર નહી હોય ને બે વાર સોલ્ટ નાખી દીધુ.�
આ સમયે ગોપાલભાઇ સુધાબેન અને ધૃવલ પૂનમનો ચેહરો જોય રહ્યાને ન રહેવાયુ તે જોર-જોરથી હસવા લાગ્યા.પૂનમ બધુ જ સમજી ગયને ધૃવલને મારવા લાગી.
સુધાબેન કહે ધૃવલ,તારા કારણે જ મારી દિકરી આટલી આગળ આવી છે,ખરેખર ધન્ય છે તારી જનેતાને!!
ગોપાલભાઈ કહે ;સુધા,મને જમીનના કાગળ કાઢી આપતો,મારે કોર્ટમાં જવાનુ છે.
સુધાબેન કહે જી બંને જતા રહે છે.
પૂનમે હવે ધૃવલને પાછળથી તેના ગળામાં બંને હાથ પોરવ્યાને કાન પર સહેજ કરડીને બોલી મિસ્ટર! ! ! તમને મમ્મી-પાપા હોય ત્યારે ચીડવવાની મજા આવે છે.
ધૃવલે પૂનમને પોતાનાથી દુર કરતા બોલ્યો જી! ! ! નહીતર તુ મને ક્યા પહોચવા દે?એ સહજ ભાવે બોલ્યો...
પૂનમે ફરીવાર ધૃવલનો હાથ પકડ્યોને બોલી; જો કોઇની ઇજાજત હોય તો હુ જિંદગીભર આમ જ ચીડાવા તૈયાર છુ!!
ધૃવલ ગભરાયો અકળાયો બોલ્યો પૂનમ,મારે કામ છે આવુ છુ.
પૂનમ કહે તેની નજીક જયને બોલી તારુ કામ મારાથી દુર જવાનુ છે જા...ધૃવલ જતો રહ્યો..
તે પોતાના રૂમમાં જઇને વિચારવા લાગ્યો...
મને લાગે છે પૂનમ મારી દોસ્તીને વધારે જ કંઇક સમજે છે.શાયદ પ્રેમ? ના, ના, મારુ દિલ માનતુ નથી.પૂનમ મારા વિશે એવુ ન વિચારે! પણ હા,તેણે એકવાર મને પુછેલુ મારી કોઇ છોકરી દોસ્ત છે?
શાયદ, એ જાણવા જ માંગતી હતી કે હુ કોઇને પ્રેમ કરુ છુ કે નહી? હે કાન્હા!! મારાથી શુ ભુલ થઇ ગઇ?મે સાચુ જ કહી દીધુ હોત તો સારુ હતુ કે હુ ભાગીને આવ્યો છુ. હવે,તો મને ભગવાન જ બચાવી શકે છે.
પૂનમ આવી ચલ મમ્મી એ બજાર જવાનું કહ્યું છે.ધ્રુવલનો હાથ પકડી બોલી...
ધ્રુવલે હાથ છોડાવ્યો તો નાટક કરી ધ્રુવલની બાહુપાશમાં આવી ધ્રુવલના શર્ટને પકડી બોલી છોડતો નહીં, હું પડીશને ધ્રુવલની છાતી સરસો કાન રાખી બોલવા પૂનમ..પૂનમ...આવું બોલને...ધ્રુવલના દિલની ધડકન.
એ બજાર જાય છે....
ગામમાં બીજા જમીનદાર પણ ખરા તેમાના એક ગોરધનભાઇ તેના પત્ની ગૌરીબેન ને તેની દિકરી ગ્રીષ્મા.આ ગ્રીષ્માને પૂનમને 36નો અંક.બંને બજારમાં સામ-સામે આવી જાય છે.
બંને મોજડીની દુકાન પર જાય છે.
ગ્રીષ્મા કહે લઇલે લઇલે. તારે વધારે જરુર છે,ભાઇ મને સેંડલ બાતાઓ.પૂનમે નામ ન લીધું તોય ગ્રીષ્મમાં બોલી...
પૂનમ બોલી તે તુ ખુલ્લા પગે ચાલવાની છે?
ગ્રીષ્મા બોલી તારે પેલાને ઇમ્પ્રેસ કરવા થશે?તુ ધૃવલ સાથે વાડીમાને ઘરમા ઇશ્ક લડાવે છે!! તુ શુ માને બધા અજાણ છે તારી હરકતથી?બસ આવું જ સંભળાવવા માટે ગ્રીષ્મા એ પૂનમના ચાળા કરેલા..
પૂનમ બોલી તે તારે શુ છે?
ગ્રીષ્મા બોલી હા,ધ્યાન રાખજે ઇશ્ક આની સાથેને લગ્ન બીજા જોડે ન થઇ જાય. [હસવા લાગી]
આ સમયે ગ્રીષ્માની પાછળ પાછળ કિશન આવી જાય છે તેને ખબર હોતી નથી.
કિશન કહે ગ્રીષ્મા જોરથી મજાકની પણ હદ હોય?
ગ્રીષ્મા બોલી કોઇ મજાક નથી,હુ જે કહુ તે સત્ય જ છે.પુછ તારી લાડલીને?
[કિશને પૂનમને ગાડીમાં બેસાડીને તે ઘેર લઇ ગયોને એક રૂમમા લઇને બોલ્યો..
કિશન બોલ્યો ગ્રીષ્મા શુ કહેતી હતી પૂનમ?
પૂનમ બોલી નીચે જોઇ ને હા...ભાઇ.
કિશને એક જાપટ લગાવી.બોલ્યો પૂનમ તને ખબર છે તુ શુ કરે છે?
પૂનમ બોલી હા, મને ખબર છે હુ શુ કરુ છુ? તુ તો મારી દુશ્મનને પ્રેમ કરે છે ભાઇ!!!પણ તારા કરતા મારી હેસિયત સારી છે કે હુ તારા દોસ્તને પ્રેમ કરુ છુ!!
કિશન બોલ્યો પૂનમ(જોરથી બોલ્યો )
પૂનમ કહે ભાઇ,હુ લગ્ન કરીશ તો ધૃવલ સાથે જ!
ગોપાલભાઇ કહે તુ શુ બોલી?આ સમયે ગોપાલભાઈ આવી જાય છે એ કિશન કે પૂનમને ખબર રહેતી નથી.
કિશન કહે કંઇ નહી પાપા એમ જ!!
ગોપાલભાઇ બોલ્યા બસ,કિશન,હુ ફરીવાર એ જ શબ્દો સાંભળવા માંગુ છુ જે તુ બોલી
[તે એટલા ઉંચા સ્વરમા બોલ્યા કે પૂનમ ડરી ગઇ]ગોપાલભાઈ ગુસ્સાવાળાને થોડા દાદાગીરીને ગુંડાગીરીવાળા એટલે કિશન તેને કશું કેહવા ન્હોતો માંગતો પણ....
પૂનમ બોલી પાપા,હુ લગ્ન કરીશ તો ધૃવલ સાથે જ એમ!!!તે નીચું જોઈ ખૂબ જ ધીમેથી બોલી.
ગોપાલભાઇ કહે પૂનમ!!!! મે તને વચન આપ્યુ છે કે તુ જે માંગીશ તે આપીશ!!!જા તને ધૃવલ આપ્યો!!!
પૂનમ ખુશ થઈ ગઈ.
કિશન કહે પણ,પાપા!!.
ગોપાલભાઇ બોલ્યા કિશન મને પૂનમની પસંદ સાથે કોઇ એતરાઝ નથી.પૂનમ તુ ખુશ રહે બેટા!!!એ જ મારી ઇચ્છા છે.મારી દિકરી તારી પસંદ લાજવાબ છે જા બેટા,જા...પૂનમ ને કિશન બન્ને જતા રહ્યા.
[કિશન ધૃવલ પાસે ગયોને પૂનમને પાપા વચ્ચે થયેલી વાત કિશન ધૃવલને જણાવે છે]
ધૃવલ કહે ટ્રસ્ટ મી કિશન મે એવુ કોઇ કામ નથી કર્યુ કે પૂનમને મારા પ્રત્યે લાગણી થાય.તારી ગેરહાજરીમાં કોઇ ભુલ નથી કરી.
કિશન બોલ્યો મને વિશ્વાસ છે ધૃવલ કે તુ કાવ્યાને મેળવવા માટે તુ ઘરેથી ભાગીને આવ્યોને તુ કોઇ નીચ હરકત ન જ કરે!!!અરે તમારા બન્ને પ્રેમની તો મને આપણા કોલેજ સમયથી જ ખબર છે.એક ભાઈ પોતાની બેનને જાણી જોઈ કૂવામાં પડવા પણ ન દે...
ધૃવલ કહે હુ પૂનમને મળીને હમણા જ તેનો શક દુર કરુ,હુ તેની સાથે તેના દોસ્તની જેમ રહ્યો નહી કે..?
કિશન બોલ્યો નહી...એ ભુલ ક્યારેય નહી કરતો....
ધૃવલ ડરીને બોલ્યો પણ કેમ...?હકીકત જાણ્યા વગર એ નહીં સમજે.
કિશન કહે મારા પાપા પૂનમને વચન આપી ચુક્યા છે મતલબ આપી ચુક્યા,હવે કોઇ ફેરફાર ન થાય.બીજુ પૂનમ જીદ્દી છોકરી છે.એ હુ જ જાણુ છુ તે ધારે તે કરીને જ રહે છે.તેને કાબુમા કરવી મારા જ હાથની વાત છે માટે હવે જે કરીશ તે હુ કરીશ તુ નહી.
પૂનમ આ બધુ સાંભળી રહી પણ આગળ જ્યારે કાવ્યાની વાત થય તે ન સાંભળી તે બોલી...
પૂનમ કહે ભાઇ,તુ ચાહે ગમે તે કરે હુ ધૃવલને મેળવીને જ રહીશ ધૃવલ ચાહે કે ન ચાહે.!! તેનાથી મને કોઇ ફર્ક પડતો નથી.પણ હા,જો મને ધૃવલ નહી મળે તો તને ગ્રીષ્મા ક્યારેય નહી મળે.એ મારુ તને વચન છે કિશન.
ધૃવલ ખૂબ જ પરેશાન છે. તે વિચારે છે કે પૂનમને કહી દેવુ જોઇતુ હતુ કે તે ભાગીને આવ્યો છે કાવ્યા માટે.
કિશન કહે તુ ચિંતા ન કર દોસ્ત.હુ બધુ જ સંભાળી લઇશ.હુ પૂનમને અવશ્ય સમજાવીશ.
ધૃવલ કહે હમમ,ઓકે! ! ! એક નિઃસાસો નાખતા.
આ બાજુ ગોપાલભાઇ અને તેના 7-8 માણસો પોતાની દિકરી માટે ધૃવલનો હાથ માંગવા જાય છે.સાથે હથિયાર પણ છે.શામપુરથી ગીતનગરનો રસ્તો 50 કી.મી. 45મિનિટમાં તે પહોચી ગયા.
ધડાધડ ફોર વ્હીલના દરવાજા ખુલ્યાને શગુનના થાળ સાથે માણસો પ્રવેશ કરવા જાય છે તો વોચમેન અટકાવે છે.પણ તે હથિયાર બતાવીને અંદર પ્રવેશ કરી જાય છે.આ માણસો હોલમાં આવીને ઉભા રહે છે.
ગોપાલભાઇ હોલમાં નજર ફેરવે છે તો લાઇટીંગવાળા 5 જુમ્મર છતની શોભા વધારી રહ્યા છે.બે સામ-સામે સોફા સેટ સામસામેની દીવાલ બાજુમા મુકેલા છે.થોડી બીજી લાકડાના ફર્નિચરમાથી બનાવેલી ખુરશીઓ પણ હોલમા પડી છે.સામે સિનેમાના પડદા જેવુ મોટુ ટી.વી છે.
સાઇડમાથી ડાઇનીંગ રૂમ સ્પષ્ટ દેખાય છે.નીચે મોરની ડીઝાઇનવાળી જાજમ પાથરેલી છે.બે બારણાવાળો આલિશાન દરવાજો છે. હોલમા બે સી.ડી છે. બંને બાજુથી ઉપર જવાય છે.હોલમા ચાર મોટી-મોટી બારીઓ આવેલી છે.ને બારી સાથે બહારના ફુલો વારંવાર અથડાય છે.
રાકેશ,વિજય,રાજ,દિનેશ ગોપાલભાઇની નજર ફરતા ગુજરાતી પરિવારને ઘેરી વળે છે.ગોપાલભાઇ એ સગાઇની વાત કરી! ને! ને! ને!
ધરમકાકા બોલ્યા ના એ શક્ય નથી.
એમ કહ્યુ તો તેની સાથે જબરદસ્તી કરવામા આવીને તેને એક મારી પણ દીધી.ગોપાલભાઈના માણસે...આ રીતે ગોપાલભાઈ આવ્યા એ પૂનમને ખબર પણ નથી...
ગોપાલભાઇ બોલ્યા :ધરમકાકાના ગળા પર ચપ્પુ રાખી બોલ્યા "સગાઈ મંજૂર છે કે ઉડાવી દઉ" કાકા ખૂબ ડરી ગયેલા.
તો,નિશાંતને ના છુટકે ફરીવાર ફસાય ને સગાઇની માંગ સ્વીકારે છે.એક મુશ્કેલી હજુ પાર ન પડી કે બીજી આવી!હજુ માંડ આ ધૃવલ જેવો દેખાતો માણસ ગયો ત્યા જ આ મુસિબત દરવાજે દસ્તક દેતી આવી પહોચી.
ગોપાલભાઇ બોલ્યા લગ્ન મારા ઘેર જ થશે ને જ્યા સુધી લગ્ન નહી થાય ત્યા સુધી ધૃવલ મારા માણસોની નજરકેદમાં જ રહેશે.!! તમારા તરફથી તમામ તૈયારી અમારા તરફથી છે ને બીજુ એ કે તમે બધા અમારા ઘેર વહેલા પધારશો!!! મારા માણસો આપને લેવા આવશે ને લગ્ન એક મહિનામા જ થશે!! જય સિયારામ!! જલ્દી મળીશુ!
ગુજરાતી પરિવાર ગોપાલભાઈની ધમકી પર કોઈ એક્શન લેતું નથી કેમકે ધ્રુવલ ત્યાં સહી સલામત છે.
★★★
કિશન કહે પૂનમ તુ જે કરે તે વ્યાજબી નથી.�
પૂનમ બોલવા તો તુ મારી દુશ્મનને પ્રેમ કરે એ વ્યાજબી?
કિશન બોલ્યો તુ સમજતી કેમ નથી?ધૃવલને તારી સાથે સગાઇ નથી કરવી તો જબરદસ્તી ન કરાયને?
પૂનમ બોલી હુ મેરેજ તો ધૃવલ સાથે જ કરીશ.�
કિશન બોલ્યો ;પાપા તો કશુ નથી સાંભળતા ...પણ...
[ત્યા જ એક પછી એક ગાડીનો અવાજ આવવા લાગ્યોને પૂનમ દોડીને બહાર ગયને ...પા...પા એમ બોલી...]
પાપા કહે બેટા,તારી સગાઇને મેરેજ પાકકા કરીને આવ્યો છુ,તુ ચિંતા ન કર!
સુધાબેન બોલ્યા પણ પૂનમ!!! આ જબરદસ્તી વ્યાજબી નથી.
ગોપાલભાઇ બોલ્યા તુ બસ કર,મારી દિકરી એ પહેલીવાર કશુ માંગ્યુને હુ ન આપુ?સુધાબેન ચૂપ થઈ ગયા...
કિશન બોલ્યો પણ પાપા, આમ કોઇને દુ:ખી કરીને? કોઇની ખુશી છીનવીને? એ તો વ્યાજબી જ નથીને આમ....
ગોપાલભાઇ બોલ્યા બસ,કિશન!! હુ તારો બાપ છુ! તુ મારો નહી!!!જતા રહે છે.
એક અંધારી રાત ફરીવાર કાળરાત્રી બનીને ધૃવલને ગુજરતી પરિવાર પર સવાર થઇ જાય છે.બધાના મનમા એ જ ચિંતા હતી કે આ શુ થય રહ્યુ છે ને એ કોણ જે આમ અચાનક ધમકી આપીને જતુ રહ્યુ?
બોવ બધુ ઇશ્વરને કહેવુ છે પણ ઇશ્વર પણ હવે સાંભળવા તૈયાર નથી. એવુ લાગે છે જાણે હવે દુ:ખ રોજનો ક્રમ બની ગયુને આમ જ જીવવાનુ છે.વરસાદની મોસમની શરુઆત છે ને મેહુલિયો હજુ આવ્યો નથી પણ વાતાવરણ જાણે અંધકારમય બની ગયુ છે.
કોઇ એક ઘરમા વાતો કરતુ હતુ કે અષાઢી બીજના દિવસે સગાઇ આજે એ ઘરમા આંસુની ધારા વહે છે.નિકિ કેટલુય સમજાવે કે ધૃવલ અવશ્ય પાછો આવશે પણ આ એક ધમકી ફરીવાર આવીને અપેક્ષાનુ દિલ જાણે કાચન ટુકડા બનીને તેને જ વાગવા લાગ્યા તો
કાવ્યા દરેક ક્ષણ એક જ પ્રાર્થના કરતી હતી કે ચાહે ધૃવલની હમસફર ગમે તે બને પણ ધૃવલ સલામત રહે એટલે ઘણુ. રાતના અંધકારમા એ કાન્હા સામે આવીને બેસી રહી.કોઇ બંધ રૂમમાથી કોઇ આંખ બંધ કરીને તો કોઇ ખુલ્લી આંખે ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યુ.
ધૃવલ કહે પૂનમ,તારુ દિલ તોડ્વા નથી માંગતો પણ હુ તને પ્રેમ પણ નથી કરતો!
પૂનમ બોલી તે મને કહ્યુ હતુ કે તારી લાઇફમા કોઇ નથી તો પછી મને જ પ્રેમ કરી લે ને તને શુ પ્રોબ્લેમ છે?
ધૃવલ બોલ્યો પૂનમ,જો તુ દુ:ખી ન થાય પણ....
કિશન કહે પૂનમ,તને પાપા બોલાવે છે ચલ,બંને ભાઇ-બેન જતા રહે છે.
ગોપલભાઇ બોલ્યા કિશન તુ ને પૂનમ મારા માટે સરખા જ છો,મે ક્યારેય નથી વિચાર્યુ કે પૂનમ દિકરી છે તો કિશન એકલોતો વારસદાર છે.�
કિશન બોલ્યો જી પાપા,મારી લાડલીનો આ ઘરમા એટલો જ હક છે જેટલો મારો.
સુધાબેન કહે એ તો તારો પ્રેમ છે કિશન,બાકી દિકરી બાપની મિલકતમાથી તણખલુ પણ નથી લેતી આ જ સંસ્કાર છે.
પૂનમ બોલી હા,ભાઇ.મારે આ ઘરમાથી કશુ નથી જોઇતુ બસ, તારો પ્રેમ ક્યારેય ન બદલાય.
કિશન બોલ્યો પગલી [માથેહાથમુક્યો] તુ મારી લાડલી જ રહીશ.લવ યુ
પૂનમ;લવ યુ ટુ....
ગોપાલભાઇ કહે બેટા,કાલે ખરીદી માટે જવુ તો તૈયાર રહેજો બંને ભાઇ-બેન.
કિશન કહે જી પાપા
[જતો રહ્યો,પૂનમ પણ]
ધૃવલને કિશન વાડીમાં બેઠા-બેઠા વિચારી જ રહ્યા કે ન જાણે હવે શુ થશે ને કેમ થશે?બંનેમાથી એક પણ કશુ બોલતા નથી ને ચુપચાપ આ પવનને માણી રહ્યા,તેના અવાજને કાન સાથે અથડાવી રહ્યા.તરંગો જાણે અથડાયને પાછા જઇ રહ્યા.
આ બાજુ પૂનમ પણ ધૃવલના વિચારોમાં ખોવાયેલી છે.સોરી ધૃવલ મારી જબરદ્સ્તી વ્યાજબી તો નથી જ પણ હુ તને એટલો પ્રેમ કરુ છુ કે તને છોડી શકુ એટલી મહાન હુ બનવાથી માંગતી.હુ તારી સાથે જીવવા માંગુ છુ.મારી જિંદગી હુ તારા ખળખળ વહેતા પ્રમમા વહેવડાવવા માંગુ છુ.
તારો નશો એટલો છે મારા શ્વાસમાં કે હુ સત્ય જાણતી હોવા છતા સમજી શક્તિ નથી.પણ તારી લાઇફમા કોઇ નથી તો હુ જબરદસ્તી પણ તારી લાઇફમા આવવા માંગુ છુ.સોરી રાજા,માય ડીઅર ધુલુ...
કિશન કહે ;ધૃવલ આ કોઇ દિલ માંગે મોરની કહાની છે?
ધૃવલ કશુ ન સમજ્યો,તે બોલ્યો હે!!!!!
કિશન કહે શાહિદ કપૂર જે છોકરીને પ્રેમ કરતો એ છોકરી બીજા છોકરાને મહોબ્બત કરતી હોય છે પણ તુ? તુ તો જ્યારથી ખબર પડે ત્યારથી કાવ્યાને જ ચાહે છે ને કાવ્યા તને તો,પછી આવુ કેમ થાય છે?.તુ અપેક્ષા સાથે મેરેજ ન થાય માટે અહીં આવ્યો તો? મે તને ફસાવ્યો?
ધૃવલ કહે તે નહી!! મારા નસીબ,કિશન નસીબના ખેલ છે.
મારાથી બે પગલા આગળ જ રહે છે.આખરે પૂનમ સાથે મે જ દગો કર્યો છે!
કિશન બોલ્યો નહી!!!એ પૂનમનો વહેમ છે.તે નહીં...
ધૃવલ કહે અકસર પ્રેમમાં વહેમ જ રહે છે.�એ હતાશ થઈ બોલ્યો.
કિશન બોલ્યો ;ધૃવલ,તારા જ્ઞાનને વિરામ આપ.
બંને ઘેર જતા રહે છે.બે માથી એકપણને મૂડ નથી,તેમ છતાય બંન્ને એકબીજાને બસ દિલાસો આપતા હતા ને સમયની ચાલે ચાલતા હતા.રાત્રે કિશન પૂનમને ધૃવલની બધી વાત કરવા માટે ગયો.
કિશન કહે પૂનમ...
પૂનમ બોલી ભાઇ
કિશન બોલ્યો લાડલી,હુ ફરી એ જ વાત કરીશ,જે તુ સાંભળવા માંગતી નથી.
પૂનમ બોલી ભાઇ, તુ જતો રહે!!મારે કોઇ વાત....�
કિશન વચ્ચે જ;[પૂનમના ખભ્ભા પર હાથ મુક્યો પછી,તેના ગાલ પર પછી બોલ્યો] પૂનમ,મને-મમ્મી-પાપાને કોઇ કિડનેપ કરીલે ને તારી સાથે જબરદસ્તી લગ્ન કરી લે તો? શું તુ ખુશ હોય, એ લગ્ન માટે?
પૂનમ ગુસ્સાથી બોલી પાપા,ધૃવલના ઘેર તેના પાપા સાથે વાત કરીને આવ્યા તેમા જબરદસ્તી શાની?
કિશન ધીમેથી બોલ્યો પૂનમ,તુ શુ માને છે કે પાપા સાચુ બોલ છે?
પૂનમ કહે મને પાપા પર, તારા-મારાને મારા જીવ કરતા વધારે વિશ્વાસ છે.હા,ધૃવલની ઇચ્છા મેરેજ કરવાની નથી પણ?તેના મમ્મી-પાપા એ હા કહી તો ધૃવલ આજે નહી તો કાલે મને એકસેપ્ટ કરી જ લેશે!!!
કિશન કહે પૂન...મ!!
પૂનમ બોલી ભાઇ,તુ ગ્રીષ્માને લવ કરે,મે ક્યારેય વિરોધ કર્યો?તને ખબર છે,અમે બંને સદેવ એકબીજાના વિરોધી જ છીએ.તેમ છતાય તુ તેને જ લવ કરે છે,પણ મે ઉફ પણ કર્યુ નહીને?તો તુ મારા પ્રેમનો કેમ વિરોધ કરે છે ભાઇ?શુ તારી ફરજ નથી કે તારી લાડલીની દુશ્મન તે તારી પણ તો કેમ તુ તેને જ પ્રેમ કરે છે?
કિશન બોલ્યો પૂનમ!!!તુ પ્લીઝ,આમ ઉંધુ ન વિચાર!!
પૂનમ કહે ભાઇ,તું મારા પ્રેમને નથી જોઇ શકતો?તું મારી ખુશી નથી જોઇ શક્તો?બીજુ તને ગ્રીષ્મા જ ચડાવતી હશે?એટલે જ આ બધુ થાય છે!!!
કિશન બોલ્યો પૂનમ,તેણે મને કશુ જ નથી કહ્યુ,તુ હજુય ઉલ્ટુ જ વિચારે છે.
પૂનમ બોલી જોરથી બસ ભાઇ!!!જોઇ આ દવાની બોટલ!!!
કિશન હડબડાહટમાં કહે પૂનમ! પૂનમ!
પૂનમ બોલી જો તમે મારા મેરેજમાં ક્યાય એટલે ક્યાય વચ્ચે આવ્યા તો હુ આ બોટલ એ જ સમયે પી જાશ!!!પૂનમ કિશનને ધમકાવી રહી છે.
કિશન ખૂબ જ ડરી ગયો એ કહે નહી,પૂનમ નહી!!!!પ્લીઝ,તારા ભાઇ માટે નહી.
પૂનમ ઉંડા શ્વાસ લઈ બોલવા લાગી ભાઇ,બોવ થયુ હવે કોઇ શબ્દ નહી! યાદ રાખજે મારી પાસે આ બોટલ છે.જા અહીંથી જા!!
કિશન કહે પૂનમ,બોટલ મને આપી દે તને મારી કસમ.�
પૂનમ બોલી મેરેજ થઇ જાય પછી[તે પાછળ હાથ કરી જાય છે ને પાછળ પાછળ ચાલે છે કિશન પૂનમની નજીક જતો જાય છે]
કિશન બોલી પૂનમ,હુ તને પ્રોમીઝ કરુ છુ,હુ તારા લગ્ન ધૃવલ સાથે કરાવીશ.હવે,આપી દે પ્લીઝ!!!
પૂનમ બોલી ના ના જોર જોરથી
કિશન કહે તને યાદ છે ને તારો ભાઇ તેનુ વચન હર,હાલ નિભાવે છે.
પૂનમ કહે તો પણ!!!
કિશન બોલ્યો અચ્છા,મારા પર વિશ્વાસ નથી.
પૂનમ કહે એવી વાત જ ક્યા છે.?
કિશન રિસાઈને કહે નો પ્રોબ્લેમ
પૂનમ નરમાશથી બોલી ભાઇ!
કિશન પાછલ ફરી કહે ;ઓકે,મને તારો જવાબ મળી ગયો
પૂનમ બોલી કિશનની સામે જઇને,લે આ બોટલ! ! ભાઇ મને તારા પર મારા કરતા વધારે વિશ્વાસ છે.
[કિશને તેની લાડલીને તેની બાહોમાં લઇ લીધીને પોતાના મિત્રને મનોમન સોરી કહી રહ્યો,ધૃવલ હુ શુ કરુ?મને પણ સમજાતુ નથી.કિશન પૂનમના માથા પર હાથ ફેરવી રહ્યોને પૂનમ પોતાના ભાઇના વચન પર વિશ્વાસ મુકી રહી, પોતાની જાનથી પણ વધારે]
પૂનમ,કિશન,મમ્મી-પાપા બધા જ સવાર-સવારમમાંતૈયાર થઇને ખરીદી કરવા ઉપડ્યા,ગાડીમાં બેસી ગયા પૂનમને યાદ આવી રહ્યુ તે જાગીને સીધી જ ધૃવલ પાસે ગઇને બોલી
પૂનમ પ્રેમથી કહે આજે આપણા મેરેજ માટે ખરીદી કરવા જવાની છે તો તુ આવીશ તો મને ગમશે!!
ધૃવલ નિરાશ થઈ બોલ્યો પૂનમ,તને જે ગમશે એ મને પણ ગમશે જ!
પૂનમ બોલી પણ....!
ધૃવલ બોલ્યો પૂનમ,તુ જઇ શકે છે!!!
ત્યા જ ગોપાલભાઇ બોલ્યા પૂનમ,તુ ચિંતા ન કરતી. આમ અચાનક લગ્નની વાત સાંભળી ધૃવલ ભલે રિસાય પણ તેના મમ્મી-પાપાની હા છે તો એ આજે નહી તો કાલે માની જ જશે.
કિશન વિચારી રહ્યો ધરમકાકાના ગળા પર ચપ્પુ રાખીને હા પડાવીને કેટલુ જુઠ બોલે છે.!!!આ માણસ...દીકરીના મેરેજ પણ જૂઠ બોલી કરાવે છે.પેલા મારી મમ્મી જોડે મારઝૂડ કરતાને હવે દીકરીનો પ્રેમ મેળવવા ગુંદગીરી કરે છે.
પૂનમ હજુય ખોવાયેલી છે ધૃવલના વિચારોમાં.... જ્યારે ધૃવલ મારો હાથ પકડશેને કહેશે કે તારા જેવી મારી જીવનસાથી બીજી કોઇ હોઇ જ ન શકે ત્યારે હુ કહીશ કે ધૃવલ,મારા માટે તારા જેવો હમસફર તો કોઇ હોય જ નહી.
હુ તારી સાથે હાથ પકડીને વાડીમાં ફરી છુ,રખડી છુ,તારી પાસેને તારી સાથે પ્રોજેક્ટ વર્ક કર્યુ છે,તારો હાથ પકડી ગીતનગર કેટલીય વાર આવીને હવે ગીતનગરની વહુ બનીશ.☺
સુધાબેન બોલ્યા પૂનમ,બેટા,તુ આ પરિવારના સંસ્કારને જાળવી રાખજે બેટા,આટલુ જલ્દી બધુ બની ગયુ કે મને સમજાતુ જ નથી કે હુ શુ કરુ?
ગોપલભાઇ ગર્વથી કહે તુ મારી દિકરીને કશુ ન કહે એ મારી ડાહી દિકરી છે મારી.
કિશન મનમાં જબોલ્યો હા,પણ તમે એક સારા પાપા નથી,જુઠ બોલ્યા...
[આજે ખરીદીમાં કપડા પસંદ કરવાના છે,પૂનમને ખબર છે કે કિશન રસ લેતો નથી બીજુ કિશનનો મૂડ પણ નથી તેમ છતાય]
પૂનમ બોલી એ ભાઇ,આ કેમ છે કલર?
કિશન કહે તારે પહેરવાનુ છે તને ગમે તે લઇ લે!!
[પૂનમને યાદ આવી....જ્યારે તે બંને ખરીદી માટે જતા ને કિશન કહેતો....
કિશન કહે ના,આ બિલકુલ નહી
પૂનમ બોલી ;પહેરવાનુ કોને છે?
કિશન બોલ્યો ;તારે
પૂનમ કહે તો કોને પસંદ આવે તેવુ લેવાનુ?
કિશન કહે ;મને!!
પૂનમ કહે આહા બોવ સારુ!!!
કિશન બોલ્યો શુ તમેય છોકરીઓ નાખી દેવાના કલર ઓછા પૈસામા આપે તે લઇને દોડવા લાગો છો!!
પૂનમ કહે તે તારી ગ્રીષ્મા
કિશન બોલ્યો તમે બંન્ને]
[જ્યારે આજ પૂનમના કપડામા કિશન ધ્યાન આપ્યા વગર જ એ ગ્રીષ્માને કોલ કરે છે
ગ્રીષ્મા બોલી બોલ!!!!
કિશન કહે ;મને મળવુ છે
ગ્રીષ્મા કહે સોરી,ગીતનગર કોલેજ છુ
કિશન કહે હુ પણ
ગ્રીષ્મા કહે ;કેમ?
કિશન કહે ;ક્યા આવે છે તુ?
ગ્રીષ્મા ;તુ કહે ત્યા.
કિશન;હેપ્પી પાર્લર..
ગ્રીષ્મા બોલી જી,આવીને કોલ કર
[આ એ જ કોલેજ જ્યા નિશાંતને નિકિ ભણ્યાને એ જ જ્યા કિશન, કાવ્યાને ધૃવલ ને હાલ પૂનમને ગ્રેષ્મા ભણી રહ્યા છે]
કિશને પહોચીને કોલ કર્યોને ગ્રીષ્મા આવીને કિશન તેને ગાડી પાછળ બેસાડીને ગીતનગરની બહાર લઇને જતો રહ્યો.ગ્રીષ્મા એક શબ્દ ન બોલીને કિશન પણ.ગ્રીષ્માને રસ્તા પરથી ખ્યાલ આવ્યો કે આ રસ્તો ગણપતિ મંદિરનો છે.કિશન પરેશાન છે ને તે જાતે ન બોલે ત્યા સુધી બોલવુ નહી,નહિતર તેનો ગુસ્સો સાતમા આસમાને પહોચી જાય.થોડીવારમા પહોચી ગયાને દર્શન કરી સુમસામ જગ્યામા ગયા કે કિશને ગ્રીષ્માને તેની બાહોમા લઇ લીધીને બોલ્યો....�
કિશન રડતા રડતા કહે પૂનમ, મારુ નથી માનતી, મારો દોસ્ત કાવ્યા માટે ઘર છોડીને આવ્યોને મે જ પૂનમને વચન આપ્યુ કે તેના અને ધૃવલના મેરેજ કરાવીશ!!! હુ શુ કરુ ગ્રીષ્મા?દોસ્તી નિભાવુ કે ભાઇ નુ ફર્જ?
[જો આ સમયે ચાહે તો ગ્રીષ્મા ભાઇ-બેન વચ્ચે મોટી દરાર લાવી શકી હોત પણ ગ્રીષ્મા એ એવુ ન કર્યુ,તેને ખબર હતી કે પૂનમ જિદ્દી છે તેનુ કારણ કિશન પોતે જ છે. બીજુ તે બંન્ને ન તુ બનતુ તેનો અર્થ એ ન હતો કે પૂનમને કિશનને એકબીજાથી દુર કરી દેવા!!! કિશનને ખબર હોવા છતાય એ ગ્રીષ્માને છોડતો ન હતો કેમ કે ગ્રીષ્મા એ ક્યારેય પૂનમની કોઇ ફરિયાદ તેના ભાઇ પાસે નોંધાવી ન હતી,ગ્રીષ્મા હંમેશા કેહતી આ લડાઇ મારીને પૂનમની છે માટે તારે વચ્ચે ન બોલવુ]
ગ્રીષ્મા કહે દોસ્તી નિભાવ.
કિશન ગ્રીષ્મા સામે જોઈ બોલ્યો તો ભાઇનુ ફર્જ ભુલી જવ?
ગ્રીષ્મા કહે એવુ તો મે નથી કહ્યુ!?
કિશન બોલ્યો અર્થ તો એવો જ થયો?
ગ્રીષ્મા કહે ;બિલકુલ નહી.
કિશન બોલ્યો ;તો?
ગ્રીષ્મા કહે તારુ ફર્જ એ છે કે તુ ત્રણ જિંદગીને બરબાદ થતી બચાવ.એ માટે તુ ધૃવલનો સાથ આપ,પછી પૂનમને તુટતી બચાવવા માટે પૂનમનો સાથ આપ!!!
તારો દોસ્ત!! તેના પ્રેમ માટે તેનો પરિવાર છોડીને તારી પાસે મદદની આશા એ આવ્યોને તે પૂનમને વચન પણ આપી દીધુ એ તારી ભુલ છે! ધૃવલની કે પૂનમની નહી?
હુ માનુ છુ કે તુ પૂનમને પ્રેમ કરે છે પણ તેનો અર્થ એ બિલકુલ નથી કે તુ તારી આ રણનીતિમાં દોસ્તીનુ ફર્જ ભુલી જા.બીજુ જે ભુલ થઇ તે પૂનમથી. ધૃવલ આમા ક્યાય ભુલમાં નથી...એકવાત યાદ રાખજે તારી એક ભુલ કાયમ માટે તને ધૃવલથી દુર કરી દેશે!!
કિશન બોલ્યો ;થેંક્સ,તુ મને હંમેશા મને મુશ્કેલીમાંથી બચાવે છે.મને ખુશી છે કે તુ તારીને પૂનમની દુશ્મની ક્યારેય અમારા ભાઇ-બેનના પ્રેમની વચ્ચે નથી લાવતી.
ગ્રીષ્મા નિરાશ થઈબોલી ;હુ પૂનમને પ્રેમ કરુ જ છુ, પણ કેમ તે મને વધારેને વધારે મારાથી દુર થતી જાય છે?
કિશન હવે થોડું નરમાશથી બોલ્યો ;તુ મારા પ્રશ્ન સોલ્વ કરી શકે પણ...પૂનમને ઢીલ નથી આપતી?
ગ્રીષ્મા બોલી જવા દે એ વાત!!
કિશન એક ગાલ પર કિસ કરીને તો?
ગ્રીષ્મા બોલી આઇ લવ યુ
કિશન બોલ્યો લવ યુ,તુ કેમ હમણા મને મળવા નથી આવતી.?
ગ્રીષ્મા કહે સમય જ નથી રહેતો.
કિશન ગ્રીષ્માનો હાથ પકડતા બોલ્યો મારા માટે પણ?
ગ્રીષ્મા બોલી હમમ,શુ કરુ?,[એમ બોલી તેનુ મો છુપાવ્યુ કિશનની છાતી સરસુ]
કિશન બોલ્યો ;જુઠ, રહેવા દે,તુ નારાજ હતી એટલે?
ગ્રીષ્મા બોલી તો મનાવી કેમ નહી?
કિશન કહે ;ગ્રીષ્માને તેની નજીક ખેચતા બોલ્યો,સમય જ ન હતો.હુ ક્યારનોય તરસી ગયો તો આ ગુલાબી..લીપને ટચ કરવાને
ગ્રીષ્મા કહે ને?
કિશન બોલ્યો કિસ કરીને આમ કિસ કરવા.
ગ્રીષ્મા શરમાય ગઇ
કિશન કહે ;તને ખબર છે,મને તારી યાદ બોવ સતાવે પણ ઘણીવાર પૂનમને તારા વચ્ચેની રકજક મને પરેશાન કરી દે કે હુ શુ કરુ?
ગ્રીષ્મા કહે;તેનુ માથુ ઉંચુ કરતા બોલી,પાગલ છે તુ.
કિશન બોલ્યો તારા માટે?
ગ્રીષ્મા કહે લાગતુ નથી
કિશન બોલ્યો અજમાવી જો.
ગ્રીષ્મા કહે તો વિશ્વાસ છે!!!!
કિશન બોલ્યો તેનુ માથુ ગ્રીષ્માના માથા જોડે અટકાવીને ગ્રીષ્માના હોઠ પર કિશને આંગળી મુકીને બોલ્યો પ્લીઝ ચુપ બસ,મને થોડીવાર તારી બાહોમાં શાંતિથી બેસવુ છે સુકુન મેળવવુ છે.
ગ્રીષ્મા કહે હમમ
[આ જ સમયે ગ્રીષ્માની સલાહને વિચાર કરતો એક પ્લાન બનાવ્યોને તેને ફોલો કરવાનુ વિચાર્યુ]