આજના જમાના માં મિત્રતા વાસ્તવ માં ઓછી ને કાલ્પનિક વધુ જોવા મળી રહી છે. તમારી પાસે બેઠેલા મિત્ર સાથે વાત કરવાની જગ્યા એ તમને સોશિયલ મીડિયા પર રહેલા મિત્રો એટલે કે ફેસબુક, વોટ્સએપ અને બીજી ઘણી ડેટિંગ કે મોબાઇલ ચેટ સાઈટ પર વાતો કરવી વધુ ગમે છે. કાલ્પનિક દુનિયા માં તમને કોઈક એવું પણ મળી જાય છે કે જેને તમે ક્યારેય મળ્યા નથી કે ના એના ચ્હેરા ને જોયો છે તેમ છતાં એક લાગણી નો સંબંધ બંધાઈ જાય છે.
એક દિવસ લેપટોપ માં પ્રોગ્રામિંગ કરી ને કંટાળેલા શાહિદ એ ગૂગલ માં ટોપ ટેન ચેટ સાઈટ શોધી ત્યાં એની નજર એક સાઈટ પર પડી જે પ્રથમ નંબરે આવી રહી હતી. શાહિદ એ ટાઈમપાસ માટે એમાં પોતાનું એક એકાઉન્ટ બનાવ્યું. "રોકચેટ" પર વન-ટૂ-વન ચેટ, ગ્રુપ ચેટ, અલગ અલગ ગેમ્સ અને સાપ્તાહિક સ્પર્ધા નું આયોજન કરવામાં આવતું હતું. શાહિદ ને ધીમે ધીમે આ સાપ્તાહિક સ્પર્ધા માં રસ પળવા લાગ્યો. શાહીદ પોતાની નવરાસ ની પળો માં "રોકચેટ" પર સમય વિતાવતો.
અહીં એને ક્યારેક સ્પર્ધા માં જીતવાની ખુશી મળતી તો ક્યારેક કોઈ નવું મિત્ર બની જતું ને એની સાથે વાતો કરવામાં સમય વીતી જતો. "રોકચેટ" પર અલગ અલગ દેશ ના લોકો ના એકાઉન્ટ હતા. શાહિદ ને બીજા દેશ ની સંસ્કૃતિ જાણવામાં તથા નવા અજાણ્યા મિત્રો બનાવવામાં ખુશી મળતી.
અલગ અલગ દેશો માં રહેલા લોકો ની મનોવૃત્તિ પણ અલગ અલગ હોય છે. જેમકે પાકિસ્તાન માં રહેલા લોકો હિન્દુસ્તાન વિષે શું વિચારે છે? એ જાણી ને પણ શાહિદ ખુશ થતો. હા લોકો ના વિચારો થી કોઈ દેશ કે એની સંસ્કૃતિ વિષે કઈ પણ કેહવું થોડું મુશ્કેલ છે પણ તમે સારા વિચારો અને એમના માં રહેલી સારી સંસ્કૃતિ ની ઝલક ને અપનાવી શકો.
તમને હરેક વખતે સારી અને સાચી વ્યક્તિ જ સોશિયલ મીડિયા પર મળે એ જરૂરી નથી. કોઈક વ્યક્તિ ખોટું પણ હોય જેમકે છોકરી ના નામે છોકરો એકાઉન્ટ બનાવે ને બધાનું આકર્ષણ બને. કેટલાક છોકરાઓ ખાલી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવા માટે જ એકાઉન્ટ બનાવે. કોઈક લોકો તો રાજકારણ ને પ્રસારીત કરવા કે કોઈ ધર્મ નો પ્રચાર કરવા બીજા ના ધર્મ કે રાજકીય પાર્ટી ની નિંદા માટે એકાઉન્ટ બનાવે. કોઈ ધંધાકીય છોકરી (વેસ્યાં) પણ તેના ગ્રાહક વધારવા એકાઉન્ટ બનાવે. આથી જેટલા સોશિયલ મીડિયા ના ફાયદા છે એના થી વધુ ગેરફાયદા છે પણ એ તમારી પર છે કે તમે એમાં થી શું મેળવો છો.
શાહિદ ને તો અલગ અલગ દેશ ની સંસ્કૃતિ, ત્યાંની ખાણીપીણી, ત્યાંના નોકરીના અલગ અલગ સ્ત્રોતો, ત્યાંની ચલણીનોટો ની હિન્દુસ્તાન સાથે સરખામણી, ત્યાંની ભાષા, ત્યાંના લોકો ની વિચારસરણી અને સારા લોકો સાથે મિત્રતા જ કરવી હતી.
સમય વીતતો ગયો ને શાહિદ ના ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, ઇજિપ્ત, યુએસએ, કેનેડા, હિન્દુસ્તાન અને બીજા ઘણા દેશો ના મિત્રો બન્યા હતા. એમાંથી માત્ર એક ટકા જેટલા જ મિત્રો એના ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવી શકયા.
"રોકચેટ" પર શાહિદ લગભગ એક વર્ષ વિતાવી ચુક્યો હતો પણ હજી એને કોઈ એવું નહોતું મળ્યું કે જેને એ પોતાનો વાસ્તવિક જીવન નો મિત્ર બનાવી શકે. એને ઘણું નવું જાણવા મળ્યું પણ એના મનમાં એક ઈચ્છા હતી કે એને "રોકચેટ" પર એક મિત્ર મળે જેની સાથે એ હંમેશા સંપર્ક માં રહે અને એ મિત્ર એના માટે ખુબ જ ખાસ હોય.
"રોકચેટ" પર એકવાર મુસ્લિમ ધર્મ વિશે ની સ્પર્ધા નું આયોજન થયું. શાહિદ ને ખબર ન હતી કે આ સ્પર્ધા એની ચાલી રહેલી ખોજ ની મંજિલ સુધી પહોંચાડશે. એને સ્પર્ધા માં ખુબ જ સારૂ પ્રદર્શન કર્યું ને એ જોઈ પરિણામ ની રાત્રે એને એક સંદેશ આવ્યો. "અસ્સલામું અલયકુમ" એ સંદેશ નો જવાબ "વઅલયકુમ સલામ" કહીને શાહિદ એ આપ્યો. એ પછી તરત જેના તરફ થી સંદેશ આવ્યો હતો એ વ્યક્તિનું એકાઉન્ટ જોયું. ત્યાં પ્રોફાઇલ પર કોઈ ઇસ્લામિક છબી હતી અને નામ કાયનાત હતું. શાહિદ એ એના એકાઉન્ટ ને સારી રીતે જોયું પણ સોશિયલ મીડિયા પર કોનું એકાઉન્ટ સાચું હશે એ વિશ્વાસ કરતા ઘણો સમય લાગી જાય છે.
દિવસો વીતતા ગયા ને શાહિદ અને કાયનાત વચ્ચે વાતો નો દૌર ચાલુ થયો. કાયનાત હિન્દીભાષી હોવાથી વાતો હિન્દી માં થઇ પણ હું અહીં એને ગુજરાતી વર્ણવ્યું છું.
"કાયનાત તમે ક્યાંથી છો?"
"ઉત્તરપ્રદેશ નું એક નાનકડું ગામ મારૂ વતન છે. પણ હાલ હું પરિવાર સાથે કલકત્તા માં રહુ છું." કાયનાત એ જવાબ આપ્યો.
"તમેં અહીં રોકચેટ પર છો? અને તમારા એકાઉન્ટ ને જોઈને લાગે છે કે તમે પણ લગભગ છ માસ થી અહીં સક્રિય સભ્ય છો?"
"હા હું અહીં છ માસ થી સક્રિય છું. મને નવા મિત્રો બનાવવાનો ખુબ જ શોખ છે. પણ હજી કોઈ એવું નથી મળ્યું જેને હું મિત્ર માની શકું. તમે કેમ છો અહીં?" કાયનાત એ વળતો પ્રશ્ન કર્યો.
"હું પણ તમારી જેમ અહીં નવા મિત્રો બનાવવા જ આવ્યો છું પણ તમારી જેમ મને પણ હજી કોઈ મળ્યું નથી. મને એવું લાગે છે કે તમે મારા સારા મિત્ર બનશો."
"હા હું કોશિશ કરીશ પણ તમેં મારી સાથે ફ્લર્ટ કરવા કે ખરાબ વાતો કરવા માટે મિત્ર બનવાના હોવ તો પેહલા થી જ કહીદો. કેમ કે મને આવા લોકો પસંદ નથી. અને અહીં અત્યાર સુધી માં લગભગ ૮૦% આવા જ લોકો મળ્યા છે" કાયનાત એ થોડી ચિંતા સાથે જવાબ આપ્યો.
"ના કાયનાત તમે એ બાબતે બે ફિકર રહો હું તમને ક્યારેય આ બાબતે હેરાન નહી કરૂં. મેં અનુભવ્યું છે કે સારી છોકરીઓ આ માટે જ આ સાઈટ પર નઈ આવતી હોય. તમે મારા પર વિશ્વાસ મૂકી શકો. તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા હશો નઈ?"
"હા શાહિદ હું બી.એસ.સી. ના પ્રથમ વર્ષ માં છું. પણ મારો ભણવામાં બહુ રસ નથી. મને તો ટી.વી., રમત-ગમત, અલગ અલગ જગ્યા એ ફરવા જવું એ જ ગમે પણ મમ્મી કહે છે એટલે ભણી લઉ છું." હસતા હસતા કાયનાત એ પ્રત્યુત્તર આપ્યો.
"મને પણ ભણવાનો શોખ નઈ પણ નોકરી મળી જાય એના માટે જ ભણું છું. સારૂં તો એ કહો કોણ કોણ છે તમારા પરિવાર માં?"
"શાહિદ સાચું કહું તો આપણે આજ જ વાતો ચાલુ કરી છે અને હજી તમે કેવા છો એ પણ મને ખબર નથી તો હું મારા પરિવાર વિશે તમને નઈ જણાવી શકું. મને આ માટે માફ કરો"
માફી ના ભાવ સાથે કાયનાત એ જવાબ આપ્યો.
"સારૂં કાયનાત વાંધો નઈ તમને ઠીક લાગે ત્યારે આપણે આ વાત આગળ વધારશું. તો ચાલો હવે મને નીંદર આવી રહી છે, ગુડ નાઈટ."
"ગુડ નાઈટ નઈ અલ્લાહ હાફિઝ કહેવાનું, ચાલો અલ્લાહ હાફિઝ દુઆ માં યાદ રાખજો" કાયનાત એ વળતો જવાબ આપ્યો.
"સારૂં કાયનાત હવે હંમેશા અલ્લાહ હાફિઝ કહીશ."
સમય વિતતો ગયો ને કાયનાત શાહિદ ને ઇસ્લામિક હદીસ વિશે ઘણું શિખવાડતી ગઈ. હવે કાયનાત ને શાહિદ પર વિશ્વાસ બેસી ગયો હતો. એટલે એને એના પરિવાર વિશે તથા એની બીજી ઘણી વાતો શાહિદ સાથે કરી. શાહિદ એ પણ એના વિશે બધું જ કહ્યું.
શાહિદ ખુબ જ ખુશ હતો કે રોકચેટ એ એને એક સારી મિત્ર આપી દીધી હતી. કાયનાત નું પણ રોકચેટ પર આવવું સાકાર થયું એવું લાગી રહ્યું હતું. પણ કાયનાત અને શાહિદ એ એક બીજા ના ચેહરા હજી જોયા નહોતા. એમની વચ્ચે ચાલી રહેલા સંવાદ માં બંને એ એક બીજા ની છબી જોવાની ઈચ્છા વ્યક્ત નહોતી કરી. તેમ છતાં એ બંને ખુબ જ સારા મિત્ર બની ગયા હતા.
એક વર્ષ આજ રીતે વાતો માં વીતી ગયું. હવે કાયનાત રોકચેટ પરથી પોતાનું એકાઉન્ટ હટાવાની હતી. એ પેહલા એને શાહિદ ને પોતાના ફેસબુક એકાઉન્ટ માં જોડાવા વિનંતી કરી. શાહિદ એ પણ એની વિનંતી ને સ્વીકાર કરી ને ફેસબુક માં એનો સંપર્ક કર્યો. ફેસબુક પર બંને સંપર્ક માં આવ્યા પછી શાહિદ એ પણ રોકચેટ એકાઉન્ટ બંધ કર્યું ને કાયનાત સાથે ફેસબુક માં વાતો થવા લાગી.
આ વાતો દરમ્યાન કાયનાત એ શાહિદ ને એની છબી બતાવી. શાહિદ એ કાયનાત ને એક વર્ષ ના આ સંબંધ પછી જોઈ. કાળા કલર ની કુર્તી, કાનમાં નાજુક ઇયરીંગ, ગળા માં એક પાતળી પેન્ડલ વાળી ચેન, અને માથાના ખુલ્લા વાળ તથા ફેર સ્કિન સાથે એનો ચેહરો ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. એના ફોટો ને જોઈ ને લાગતું નહોતું કે એને કોઈ મેકઅપ નો શોખ હશે. પણ એની આ સાદગી માં જ એ ખુબ જ સુંદર લાગતી હતી.
શાહિદ એ એની છબી ને જોઈ ને ખુબ જ વખાણ કર્યા પણ એણે અલ્લાહ નો આભાર વ્યક્ત કરી ને શાહિદ ને કહ્યું કે બધાને અલ્લાહ એ જ બનાવ્યા છે પણ તમારૂં મન જેટલું સારૂં રાખો એટલા જ તમે બીજા ને ગમો. હું ખુશ છું કે તમે મારા મિત્ર બન્યા.
શાહિદ એ પણ ખુદા નો આભાર માન્યો ને કાયનાત સાથે હંમેશા સંપર્ક માં રહેવાનું પ્રોમિસ કર્યું. જીવન ના દરેક તહેવારો, અવનવા પ્રસંગો, એક બીજા ના ફેમિલી ની વાતો ને ઘણું એક બીજા સાથે આપ-લે કરતા રહ્યા.
એટલે જ કેહવાય છેને કુદરત ઇચ્છે એને તમારો મિત્ર બનાવી દે. ચાહે એ દુનિયા ના કોઈપણ ખૂણા માં કેમ ન હોય. ના શાહિદ ક્યારેય કલકત્તા ગયો હશે ના કાયનાત ક્યારેય અમદાવાદ આવી હશે. પણ તેમ છતાં એ બંને એટલા સારા મિત્રો બની ગયા જે કદાચ રોજ મળનાર પણ નઈ બની શક્યા હોય.
"તેરે જૈસા યાર કહા... કહા ઐસા યારાના..
યાદ કારેગી દુનિયા... તેરા મેરા અફસાના.."
લેખકઃ ઈરફાન જુણેજા