Premrog - 7 in Gujarati Moral Stories by Meghna mehta books and stories PDF | પ્રેમરોગ - 7

Featured Books
Categories
Share

પ્રેમરોગ - 7

બપોર પડતા પડતા વરસાદ રોકાઈ ગયો હતો. અને પાણી પણ ઉતરવા માંડ્યા હતા. મીતા મોહિત પાસે થી ઘરે જવા માટે રજા માંગે છે. અને તેના ઘરે રાખવા માટે આભાર માને છે. મોહિત તેને કહે છે કે મારે તને ઘરે મુકવાની છે. અને એ કાર્ય હું જ કરીશ. એટલા માં જીગર નો ફોન આવે છે. તે મીતા ને પૂછે છે કે તે ક્યાં આગળ છે? મીતા તેને પેહલા બધી પરિસ્થિતિ સમજાવી ચુકી હતી. નસીબજોગે જીગર ની હોટેલ મોહિત ના ઘર ની પાસે હતી. એટલે એ મીતા ને રાહ જોવા માટે કહે છે અને કહે છે કે હું પંદર મિનિટ માં તને લેવા માટે પહોંચું છું.

ઓકે કહી ને મીતા ફોન મૂકે છે. અને તે મોહિત ને કહે છે કે જીગર મને લેવા માટે આવી રહ્યો છે. એટલે હવે તું નિશ્ચિંત થઈ ને આરામ કરી શકે છે. મોહિત મનોમન બળી ઉઠે છે. હે ઈશ્વર! તે જ મને મીતા સાથે રહેવાની તક આપી. અને હવે તેને મારાથી દુર પણ કરવા માંડી. મોહિત તારા પગ નો દુઃખાવો કેમ છે? મીતા ના અવાજ થી મોહિત તેના વિચારો માં થી બહાર આવે છે. તું ડોકટર ને બતાવી આવજે પ્લીઝ.... નહિતર પાછો દુઃખાવો વધી જશે. દુઃખાવો પગ માં નહિ દિલ માં થઈ રહ્યો છે. મોહિત મનોમન બબડી ઉઠે છે.

એટલી વાર માં જીગર આવી જાય છે. તે મીતા ને ગેટ પાસે ઉભેલી જોઈ ગાડી માં થી બહાર નીકળે છે. અને તેને લેવા માટે જાય છે. મીતા ચલ નીકળીએ. મોહિત પણ તેની સાથે જ ઉભો હોય છે. મીતા જીગર ની ઓળખાણ તેની સાથે કરાવે છે.

મોહિત જીગર ની તરફ હાથ લંબાવે છે અને જીગર પણ તેનું અભિવાદન કરે છે. અને પછી બાય મોહિતકહી મીતા નો હાથ પકડી ને બહાર જવા નીકળે છે. મોહિત આ જોઈ રહે છે. મીતા જાણે તેને છોડી ને જઇ રહી હોય એવી વેદના અનુભવે છે.

મીતા અને જીગર બન્ને ગાડી માં બેસે છે. અને મીતા મોહિત ને ફરી બાય કહે છે અને ડોકટર ને બતાવા તાકીદ કરે છે. એટલું કહેતા ગાડી ચાલવા લાગે છે.

વરસાદ બંધ થવાથી આ બાજુ રીટા પણ અધીરી થઈ ગઈ છે કે મીતા અને મોહિત વચ્ચે કંઈ થયું નહિ હોય ને! શું કરું મીતા ને ફોન કરું કે મોહિત ને ફોન કરું? કે પછી મોહિત ના ઘરે જઈ આવું? હમમ એ જ ઠીક રહેશે. મોહિત ના ઘરે જઈશ તો બધી વાત ખબર પડશે ફોન પર કશું જાણી શકાશે નહીં. એમ વિચારી ને તે તૈયાર થઈ ને મોહિત ના ઘરે જવા માટે નીકળે છે.

મોહિત ડોકટર ને બતાવવા જ નીકળી રહયો હોય છે અને ત્યાંજ રીટા પહોંચે છે. અરે ! રીટા તું અહીંયા શુ કરે છે? બસ તને જોવા માટે જ આવી હતી. તારા પગ માં કેવું છે? બસ જો ડોકટર ને બતાવવા માટે જ જઇ રહ્યો છું. ચાલ હું પણ તારી સાથે આવું છું. કઈ પણ જરૂર હશે તો તારી મદદ કરી શકીશ. ઓકે ચાલ કહી મોહિત ડ્રાઇવર ને ગાડી કાઢવા માટે કહે છે.

બન્ને જણા ગાડી માં બેસે છે. રીટા બેચેન છે મોહિત પાસે થી બધી વાત જાણવા માટે. એ મોહિત ને પૂછે છે કે મીતા એના ઘરે જતી રહી? હા, એનો ફ્રેન્ડ જીગર આવેલો એને લેવા માટે. એની સાથે જ એ ગઈ. શુ તને ખબર છે કે જીગર એનો બેસ્ટ ફ્રેન્ડ છે? હા, મને ખબર છે. એ બન્ને વચ્ચે બધી વાત થાય છે. પણ હું ક્યારેય તેને મળી નથી. કેમ કંઈ થયું? ના , હું ખાલી જ પૂછું છું. પણ એ બન્ને વચ્ચે દોસ્તી જ છે કે એનાથી કઈ વધારે? મોહિત અધીરો થઈ રહ્યો હતો જીગર વિશે જાણવા માટે. ના, જ્યાં સુધી ને ખબર છે ત્યાં સુધી દોસ્તી જ છે. કંઈ વધારે હોય તો મને ખબર નથી. પણ હું નથી માનતી કે મીતા આવું કઈ કરે.

આ વાત સાંભળીને મોહિત ને હાશ થાય છે. અને આ બાજુ રીટા ને પણ હાશ થાય છે કે મોહિત અને મીતા વચ્ચે કઈ બન્યું નથી. ડોકટર નું દવાખાનું આવતા બન્ને ગાડી માં થી ઉતરે છે અને ડોકટર અસે પહોંચે છે. ડોકટર ને પહેલે થઈ ફોન કર્યો હોવા થી બન્ને સીધા તેમના કેબીન માં જાય છે. ડોકટર મોહિત ને ચેક કરી ને એક્સ રે પડાવા માટે કહે છે. બન્ને પાછા એક્સ રે પડાવા માટે નીચે ના ફ્લોર પર જાય છે.

એક્સ રે પડાવી પાછા ડૉકટર પાસે આવે છે. ડૉકટર એક્સ રે જોઈ ને કહે છે કે પગ માં હેર લાઈન ક્રેક પડી છે. આથી પ્લાસ્ટર બાંધવું પડશે. અને બે વીક બેડ રેસ્ટ કરવો પડશે. આ સાંભળી ને મોહિત નું મોઢું પડી જાય છે. બે વીક આરામ ડોકટર મારે કોલેજ તો જવું જ પડશે. કોઈક તો રસ્તો કાઢો. પણ ડોકટર ચોખ્ખી ના પાડી દે છે. અને કહે છે કે આરામ નહીં કરો તો પગ માં કાયમ માટે ની તકલીફ રહી જશે. કોલેજ માટે હું તમને મેડિકલ સર્ટિફિકેટ લખી આપું છું એ આપી દેશો એટલે કોઈ પ્રોબ્લેમ નહિ આવે.

આ વાત ચાલી જ રહી હોય છે ત્યાં મીતા નો ફોન મોહિત પર આવે છે. મોહિત ના ફોન ઉપાડતા જ મીતા તેના પર પ્રશ્નો નો વરસાદ કરી મૂકે છે? મોહિત તેને બધી વાત જણાવે છે. અને એને કોલેજ આવું છે પણ ડોકટર ના પાડે છે એમ પણ કહે છે. મીતા તેને જીદ ના કરવા સમજાવે છે. અને કોલેજ નું ટેંશન ના લેવા માટે કહે છે. તે કોલેજ નું બધું જ વર્ક કરવા માં તેની મદદ કરશે એમ આશ્વાસન આપે છે.

મીતા ની વાત સાંભળીને મોહિત વાત માની જાય છે. રીટા બધું જ જોઈ રહી હોય છે પણ તે ચૂપ છે. મોહિત માટે તેનું અસ્તિત્વ જ નથી એ જોઈ રહે છે. આ બાજુ મોહિત એ વાત થી ખુશ છે કે મીતા ને તેની આટલી બધી ચિંતા છે. રીટા ને મોહિત ઘરે જવા નીકળે છે. મોહિત ના ઘરે પહોંચી ને રીટા દવાઓ નું લિસ્ટ નોકર ને આપી ને દવાઓ લઈ આવવા માટે કહે છે. મોહિત ને જરૂરી સૂચનો આપી ને પાછા પોતાના ઘરે જવા માટે નીકળે છે.

રીટા ના ગયા પછી મોહિત ફરી મીતા ને ફોન લગાડે છે. મીતા ફોન ઉપાડે છે હા બોલ મોહિત! શુ થયું? કઈ તકલીફ છે? મોહિત હસી પડે છે. અરે ! ના કોઈ તકલીફ નથી. બસ તને એ કહેવા માટે ફોન કર્યો છે કે તારું પ્રોમિસ ભુલતી નહિ. તારે મને રોજ કોલજ માં જે કઈ પણ ભણ્યું હોય એ શીખવાડવું પડશે. એજ શરત પર હું બે વીક માટે બેડરેસ્ટ કરવા તૈયાર થયો છું. હા, મોહિત મને યાદ છે. હું તને ફરી થી પ્રોમિસ આપું છું કે જે હું કોલેજ માં ભણીશ એ તને સાંજે શીખવાડીશ. તું આરામ કર. ભણવાની ચિંતા મારા પર છોડી દે. કાલે સાંજે આપણે મળીશું.

***