Last Typing... 10 in Gujarati Fiction Stories by Krunal Dhakecha books and stories PDF | લાસ્ટ ટાઈપીંગ...10

Featured Books
Categories
Share

લાસ્ટ ટાઈપીંગ...10

સવારે વહેલો ઉઠ્યો ને તૈયાર થઈ ને સારા ના ઘરે ગયો.. ત્યાં નીચે ઉભો રહ્યો. થોડી વાર માં સારા આવી. સારા એ મને ગુડ મોર્નિંગ કહી બાઈક પર બેથી.. મેં પણ ગુડ મોર્નિંગ કહ્યું અને અમે બંને કોલેજ જવા નીકળ્યો. સારા એ મને કહ્યું” કોલેજ થી છૂટી ને મારી રાહ નહિ જોતો હું મારી ફ્રેન્ડ સાથે ચાલી જઈશ” ” કેમ અમે ફ્રેન્ડ નથી? “મેં કહ્યું. ” ના એવું નથી આજે હું બધી ફ્રેન્ડ ને પાર્ટી અપવાનીં છું તો કોઈક ની સાથે જતી રહીશ. ” સારા એ કહ્યું. ” ઓકે, મારી પાર્ટી “મેં કહ્યું. ” તારી પાર્ટી પછી “સારા એ કહ્યું. ” ઓકે એવું” મેં કહ્યું.

અમે બંને કોલેજ પહોચ્યા. ગેટ પાસે સારા ની બધી ફ્રેન્ડ ઉભી હતી. તો મેં સારા ને ત્યાં ઉતારી. બાઈક પાર્ક કરી હું પણ મારા મિત્ર પાસે ગયો. ” કેમ છે ભાઈઓ, ગુડ મોર્નિંગ... ” મેં કહ્યું. ” સારું છે પણ તમારા જેવું તો નહિ જ,શું કહેવું સાહિલ તારું? “ પ્રિન્સ એ કહ્યું. સાહિલ એ પણ માથું ધુણાવ્યું ને હા પડી ... ” બસ.. બસ.. પ્રિન્સ અને સાહિલ મારે કઈજ નથી” મેં કહ્યું. ” કઈ નહિ બેસ બેસ અમે તો મસ્તી કરતા હતા. ” સાહિલ એ કહ્યું. ” ચાલો ભાઈઓ ક્લાસ માં નહિ જવું પેલા કાનુડાનો લેકચર છે” બ્રિજેશ એ કહ્યું. ” હા.. હા .. ચાલો.. ચાલો આજે પણ બાર જ બેસવું છે” દીગેશ એ કહ્યું. અમે બધા ઉભા થયા ને ક્લાસ માં પહોચ્યા. થોડી વાર માં કાનુડો આવ્યો.. બધા બોલ્યા “ગુડ... મોર્નિંગ.... સર.... ” કાલ ની જેમ આજે પણ. કાનુડા એ કહ્યું.. ” ડફોળો.. તમે નહિ સુધરો. તમે ત્યાંથી ઉભા થઇ ને પેહલી બેંચ પર આવી જાવ.. ” “ના સર.... અમેં ભગત માણસો” નીકુજ એ કહ્યું.. ” હા.. હું જાણું જ છું તમે કેવા ભગત છો... ” સર એ કહ્યું.. ” હા સર આવીએ ત્યાં અમારે જરા પણ અભિમાન નથી.. ’પ્રિન્સ એ કહ્યું. છેલ્લી બે બેંચ ના બધા છોકરાઓ આગળ ગયા. લેકચર પૂરો થયો.. થયું કઈ નહિ પણ દરરોજ કરતા આજે જરા માથું વધારે દર્દ હતો.. પછી શું બીજા લેકચર માં છેલ્લી બેંચ માં જતા રહ્યા.

છેલ્લી બેંચ થી તમે જાણકાર જ છો કે છેલ્લી બેંચ શું છે? લાઈફ નો ગોલ્ડન સમય એટલે છેલ્લીબેંચ. છેલ્લી બેંચ એટલે આખી દુનિયા ની વાત થાય તે છેલ્લી બેંચ. કોલેજ ની કોઈ પણ છોકરા છોકરી ની માહિતી નું સર્ચ એન્જિન એટલે છેલ્લી બેંચ. ક્લાસ નું સૌથી મોટું સંગઠન એટલે છેલ્લી બેંચ. જે શક્ય ન હોય તે શક્ય જો કોઈ સ્થળે થતું હોય તો એ છે છેલ્લી બેંચ. જે જગ્યા એ થી મિત્રતા ની શરૂઆત થાય તો છેલ્લી બેંચ. અને ખાસ વાત પ્રોફેસર અથવા શિક્ષકો ને સૌથી વધારે ગર્વ જો કોઈ પર હોય તો તે છે છેલ્લી બેંચ પર બેઠેલા વિદ્યાર્થી. કારણ કે અમુક લોકો ની દુનિયા માત્ર ચોપડા અને બુક મા જ હોય છે પરંતુ તે એ નથી જાણતા કે સાચી જીંદગી શું છે?. માત્ર ચોપડી માં લખેલું એજ સાચું બસ આવી વિચારધારા થી જીવન પસાર કરે છે. અને જિંદગી ને સમજી શકતા નથી. જયારે સ્કુલ કોલેજ છોડીએ ત્યારે આ છેલ્લી બેંચ ની ખુબ યાદ આવે છે.

બીજો લેકચર હતો તૃપ્તિ મેડમ નો. મેમ આવ્યા બધા એ ગૂડ મોર્નિંગ કહ્યું. ” સીટ ડાઉન પ્લીઝ” મેમ એ કહ્યું. (બધા નીચે બેઠા) “કાલે જે ચાલ્યું એ વાચો હમણાં હું પૂછીશ. ત્યાં હું બોર્ડવર્ક કરી લઉં” મેમ એ કહ્યું. ” એ.... હા.. હો... ” બીજેશ એ કહ્યું. ” બસ વધારે ઓવર સ્માર્ટ નહિ ખબર છે કેટલું આવડે છે” મેમ એ કહ્યું. બિચારા બ્રિજેશ ની ઈજ્જત નીકળી ગઈ. ” બસ હવે કોઈ નહિ બોલે. ” પ્રિન્સ બોલી. ફરી બોલ્યો “મારા સિવાય... ” થોડીવાર માં મેમ એ પોતાનું બોર્ડવર્ક પૂર્ણ કર્યું અને કહ્યું” ચાલો અહિયાં ધ્યાન” “હવે મજા આવશે.. ” પ્રિન્સ એ કહ્યું. મેમ એ સમજાવવાનું ચાલુ કર્યું અને બધા એ ચાળા પડવાનું.. થોડા સમય માં કોલેજ માં છુટી પડી. હું સારા ને લેવા માટે તેની પાસે જતો હતો. ત્યાં યાદ આવ્યું કે સારા તેની ફ્રેન્ડ સાથે જવાની છે. એટલે હું મારી બાઈક તરફ વળ્યો. બાઈક લઈને ઘરે ગયો.

સાચું કોલેજ લાઈફ ખુબ જ મજા ની હોય છે. કોલેજ લાઈફ એટલે જીવનનો ગોલ્ડન સમય. રોજ ની અલગ ફેશન,રોજ નવા લોકો,દરેક સવાર એક નવી આશાઓ આ બધું જીવન માં નવા યુવાની ના રંગો ભરે છે.

સાંજે હું જામી ને બેઠો હતો. ત્યારે સારા નો મેસેગ આવ્યો.

“hi”

“hi” મેં કહ્યું.

“શું કરે છે?” સારા એ પૂછ્યું.

“બેઠા છીએ શું કરીએ અત્યારે” મેં કહ્યું.

“શા માટે બેઠો છે. ઉભો થઇ જા” સારા એ કહ્યું.

“હા ચાલ ઉભો થઈ ગયો બોલ” મેં કહ્યું.

“ના હવે બેસી જ હવે. હું તને એક વાત કહું છું ધ્યાન થી સંભાળ” સારા એ કહ્યું.

“હા બોલ બેસી ગયો” મેં કહ્યું.

“જો આજે શનિવાર છે કાલે રવિવાર છે. ” સારા એ કહ્યું.

“હા તો... ” મેં કહ્યું.

“પેહલા પૂરી વાત સંભાળ વચ્ચે નહિ બોલ્યા કર “સારા એ કહ્યું.

“ઓકે” મે કહ્યું.

“જો આજે શનિવાર છે. કાલે રવિવાર છે આજે મેં મારી બધી ફ્રેન્ડ ને પાર્ટી આપી. હવે કાલે તને પાર્ટી આપીશ.... ” સારા એ કહ્યું.

“ઓહ.. સૂર્ય આજે કઈ દિશા માં ઉગ્યો ??” મેં સારા ને પૂછ્યું.

“જ્યાંથી દરરોજ ઉગે ત્યાંથીજ ઉગ્યો છે” સારા એ કહ્યું.

“બોલ ક્યાં પાર્ટી આપું?” સારા એ પૂછ્યું.

“તું આપીશ ત્યાં “મેં કહ્યું.

“ઓકે તો આપણે બંને સાંજે કેન્ડલ લાઈટ ડીનર માટે જઈએ” સારા એ કહ્યું.

“ઓકે “મેં કહ્યું.

“કાલે તું ફ્રી છે ?” સારા એ પૂછ્યું.

“હા કેમ ?” મેં પૂછ્યું.

“કાલે આપણે મુવી જોવા જઈએ કેટલા સમય થી નથી જોયું “ સારા એ કહ્યું.

“ઓકે પણ કયું મુવી જોવું છે હું અત્યારે ટીકીટ બૂક કરી આપું. ” મેં કહ્યું.

“half girlfriend” સારા એ કહ્યું.

“ઓકે” મેં કહ્યું.

“ક્યાં જઈશું મુવી જોવા માટે? “મે પૂછ્યું.

“PVR “સારા એ કહ્યું.

“ચાલ બાય ,આજે બહુ થાકી ગઈ છું

ગૂડ નાઈટ ,ટેક કેર “સારા એ કહ્યું.

“ઓકે બાય ,ગૂડ નાઈટ ,ટેક કેર “મેં કહ્યું.

સારા ને બાય કહી ને paytm ખોલ્યું ને અને 4 વાગ્યા માં શો ની બે ટીકીટ બુક કરાવી.

બીજા દિવસે સવારે રવિવાર હતો. એટલે હું મોડા સુધી સુતી રહ્યો. જયારે હું ઉઠ્યો ત્યારે મેં મારો ફોન હાથ માં લીધો, સ્ક્રીન ઓન કરી તો મેસેન્જેર ની નોટીફીકેશન દેખાતી હતી. મેં નોટીફીકેશન પણ ક્લિક કર્યું તો સારા નો મેસેજ હતો.

“ગૂડ મોર્નિંગ વિશ્વ”

મેં તેનો રીપ્લાય આપતા કહ્યું “ હા ગૂડ મોર્નીગ સારા”

સારા ને ગૂડ મોર્નિંગ કહીને હું નાહવા ચાલ્યો. નાહતા નાહતા યાદ આવ્યું આજે સારા સાથે મુવી જોવા જવાનું છે. આ યાદ આવતા ની સાથે મેં થોડી ઝડપ રાખી. મારા રૂમ માંથી નીચે ગયો. મમ્મી રસોડા ના રસોઈ બનાવતા હતા. ” મમ્મી આજે સાંજે મારું જમવાનું નહિ બતાવતા હું સાંજે નહિ આવું જમવા” મેં કહ્યું. ” ક્યાં જવાનો પ્લાન છે વહુ જોડે ડીનર માં જવાનો ?” મમ્મી એ કહ્યું. બધાની મમ્મી ની એક વાત સરખી હોય છે. તમે તેનાથી કોઈ પણ વાત છુપાતી રાખો તેને ખબર પડી જ છે. આજે મારે પણ એમ થયું. ” ના મમ્મી એવું કઈ નથી બધા મિત્રો બહાર જમવા જઈએ છીએ. ” મેં કહ્યું. ” સારું મમ્મી હું રૂમ માં છું. રસોઈ બની જાય એટલે મને બોલાવજો. ” મેં કહ્યું. ” ઓકે દિકા” મમ્મી એ કહ્યું.

હું મારી રૂમ માં ગયો. અને ટીવી ચાલુ કરી ને “યે હૈ આશીકી “ જોવાનું શરુ કર્યું. ખુબ જ સરસ લવ સ્ટોરી હતી. એ જોતા જોતા મને પણ વિચાર આવ્યો. ક્યારે મારી પણ આવી સ્ટોરી હશે. થોડી વાર થઇ ને મમ્મી એ બુમ પડી “બેટા ચાલ રસોઈ બની ગઈ છે” હું ફટાફટ નીચે ગયો. ” આપો આપો જલદી આજે બહુ ભૂખ લાગી છે” મે કહ્યુ. ” હા પણ, આપું છુંશંતિ રાખ “મમ્મી એ કહ્યું. મમ્મી એ રસોઈ પીરસી. હું ફટાફટ જામી રૂમ માં ગયો અને ૩ વાગ્યા નું અલાર્મ મુક્યું અને સુઈ ગયો કારણ કે ૪ વાગે અમારા શોવ ની ટીકીટ હતી.

વધારે વાંચવા માટે આગળના ભાગ ની રાહ જુઓ.. અને આ સ્ટોરી પસંદ આવી હોય તો આપો તમારો feedback.

***