નિવૃત્ત થયા પછી અમે બે
(૨)
વિજય શાહ
નાની બહેન હેમુ એ શીકાગોથી વોટ્સ એપ મોકલેલ અજ્ઞાત કવિની કવિતા” અમે બે”થી પ્રકરણ બે ની શરુઆત કરું છું.
નિવૃત થયા પછી સૌથી મોટો સાથ હોય છે જીવન સાથીનો.કવિતામાં આ સાથ માણતા બે હકારત્મક જીવોની વાત છે
દીકરી અમારી યુરોપમાં અને દીકરો અમારો યુ એસમાં
અહીનો બસ અમે બે જ
જમાઈ ઓફીસમાં રાજ કરેને વહુરાણી પણ ડોલર કમાઇને લાવે
અમારી મદદે આવો એવો સતત એમનોઆગ્રહ, પણ
અમે ચતુરાઈથી એ આમંત્રણ ટાળીએ . કારણ કે અહીં અમે લાઇફ એંજોય કરીયે છે.
મારી પત્ની ખુબ શોખીન છે, બપોરે એ બીઝી રહે છે.
મને કોઇ શોખ નથી એટલે બાકી રહેલ નીંદર પુરી કરું છું
કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.
સાંજે અમે સીનેમા જોવા ઉપદી જઈએ , પાછા ફરતા બહાર જમીને જ આવીયે
ઘરની પાછળ સુર્યાસ્ત થાય અને અમારી મસ્તી મજાકનો સુર્યોદય થાય
કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.
એક દિવસ દીકરાનો તો બીજે દિવસે દીકરીનો ફોન આવે
સમય જ નથી મળતો એવી ફરિયાદ કરે, અમારું મન ભરાઇ આવે
પછી તમે પણ એંજોય કરશો એવી તેમને હૈયા ધારણ આપીયે
કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.
એક વાર નવી નવાઇનુંઅમેરિકા ફરી પણ આવ્યા
સ્વચ્છ્ને સુંદર જગ્યાઓ જોઇને માણી સુધ્ધાં આવ્યા
અમે બેઉ દુનિયા માણીએ, કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.
નથી કોઇ જવાબદારી કે નથી કોઇ ફરિયાદ
નથી કોઇ આડચણ ને અમે સેકંડ હનીમૂન એંજોય કરીયે છીયે
કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.
મરણની વાતો અમે કરતા જ નથી, પાર્ટીમા જઈએ અને પીકનીક માં ફરીએ
પૈસાની છે છુટ અને સમય તેમજ મિત્રો પણ છે ભરપૂર
સંતાનો ને કારણે બંધાઇ રહેવાનાં દિવસો ગયા એ વિચાર માત્રથી ખુશ થવાય છે
કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.
બાળકો ને અમારી ઇર્ષ્યા ના થાય એ માટે અમારી મોજ મજા એમનાથી છાની રાખીયે
મારી આ ટ્રીકથી પત્ની હસી પડે એને સાથ આપીને હું પણ હસી લઉં
કારણ કે અહીં અમે બે જ હોઇએ છે.
અજ્ઞાત
આ કવિતા ને શાંતી થી વાંચીયે તો નિવૃત થયા બાદનો શરુઆતનો એડ્જેસ્ટ્મેંટ સમય સરસ રીતે ગોઠવાઇ જાય છે. પતિ પત્ની તો એના એજ છે પણ હવે દિવસનાં આઠ કલાક જે કામ ધંધે જતા હતા અને એકમેક્ની દૂરી હતી તે નથી રહી…સંવનન અને ઉન્માદ છીછરાં લાગે છે. ત્યારે એકમેકમાં ધ્યાનસ્થ થવાથી એક વાત સ્પષ્ટ થાય છે કે અત્યાર સુધી ન જોયેલી ઘણી ખૂબીઓ ( કે ખામીઓ) દેખાવા લાગે છે. અને પુખ્ત મન ખૂબીઓ ને પ્રસન્નતા વધાવે છે. અને ખામીઓને સમજાવવા લાગે છે.
રીટા અને અંશુમાન એક આવું જોડું છે. અંશુમાંન ધીખતે ધંધે નિવૃત્ત થયો.
તેણે વિચારેલ કે હવે વધારાના મળેલા ૮ કલાક યોગ કરીશું,મન ગમતી ચોપડી ઓ વાંચશું, ફીલ્મો જોઇશું, અને મનને ગમતું બધું કરશું. પણ અશુમાન એ ભુલી ગયો હતો કે રીટા ની ફરજોમાં ફેર નહોંતો પડ્યો. તે તો હજી ઘર કામ માં ગળા ડૂબ હતી.તેથી ” તું રીટાયર થયો છું હું નહીં” માં છ મહીના ગયાં
મેડીકેર મળ્યુ તેથી ડોક્ટરોને ત્યાં આવવા જવામાં.અને ફીટ્નેસનાં પ્રોગ્રામોમાં રીટાને જોડી અંશુમાને તેને ઘરની બહાર કાઢી તો રીટા કહે હું તો ઘરકામ કરુ એટલે બધી કસરતો થઈ જાય.
ચાલ તને રસોઇમાં મદદ કરું તો કહે અંશુમાન તારાથી તે નહીં બને અને આપણા બેનું ખાવાનું બનાવવામાં કંઈ સમય નથી લાગતો. વળી ક્યારેક કહે “તારા હાથની રસોઇ નથી ફાવતી. તુ એમ કર ખાલી ચા મુકને તે પણ તારી એકલાની. તે સિવાય રસોડામાં પ્રવેશ બંધ શું સમજ્યો?”
અંશુમાન તો વરસમાં નિવૃત્તીથી કંટાળી ગયો. ઘરમાં નવરો બેઠેલો તેથી જ્યાં ત્યાં રીટા સાથે અથડાયા કરતો. અને રીટા પણ કહે “મને તારી સાથે ખેંચ ખેંચ ન કર..તું કરે છે તે મને ગમતું નથી અને તને કહું છું પછી મારો જીવ બળે છે ..તારું માન મારાથી રહેતું નથી.”
તે સાંજે અંશુમાને બહુ વિચાર પછી રીટાને કહ્યું “રીટા તુ કેરીઓકીનો ઉપયોગ કરને ..ભજનો તો તું સરસ ગાય છે. હું પણ તને સાથ આપીશ.”
“ભજનો? અને તું?”
” હા. કેમ નહીં? ”
” ભલે પૂજા સમયે સાથે ગાઇશું.
મનમાં અંશુમાન બોલ્યો..એક સાથે ૮ કલાક્તો તું આપવાની નહોંતી તેથી તે મમત છોડી દીધી..હવે જ્યાં છીંડું પાડ્દ્યુ છે ત્યાં થી શરુ કરી જોઉં.
ફોન ઉપર મોટીબહેન સાથે વાત કરતા રીટા કહે અમારું ગાડુ લાઈન પર ચઢે તે માટે તેને મેં કેરીઓકી પર ગાવાનું કહ્યું છે..પણ મોટીબેન કેરીઓકી પર આપણા ભજનો તેને ક્યાં મળવાના?
હવે તો યૂ ટ્યુબ ઉપર બધુ મળે છે . ભજનની એક લીટી લખીશ તો ઘણા મળશે…
ફોન ઉપરનો જવાબ સાંભળી રીટા એ અંશુમાન ને બીજે દિવસે કહ્યું “હબી..યુ ટ્યુબ ઉપરથી આરતી થોડીક વાર સાંભળી લેજે કે જેથી શબ્દો તને યાદ રહે ”
બીજે દિવસે સવારથી અંશુમાન યુ ટ્યુબ ઉપર હતો..ડાયરી ભરાતી જતી હતી. એકલી આરતી જ નહી પણ ભજનો અને પ્રભુ સ્તુતિનાં ફીલ્મી ગીતો પણ ઉમેરાતા હતા. રીટા તો સોલ્જર હબીનાં મીઠા અવાજ ઉપર મોહાઈ અને બોલી આટલું સરસ તું ગાય છે મને તો ખબર જ નહીં.
“એવીતો ઘણી બાબતો છે જ્યાં તેં મને અજમાવ્યો નથી જાણ્યો નથી”
” હબી પૈસા કમાઈ શકે છે તેટલું જાણવું જ પુરતુ હતું મારે માટે તો.”
“હની! સાંજે હું પ્રાર્થનામાં પહેલું ફીલ્મી ગીત ગાઈશ.”
” ભલે આપણે બે જ હોઇશું એટલે વાંધો નહીં.”
સાંજે જ્યારે દીવા ટાણૂં થયુ ત્યારે નાના મંદિરમાં જ્યા રીટા એકલી બેસતી હતી ત્યા બે આસનિયા મુકાઇ ગયા હતા બાજુમાં કોંપ્યુટર અને તેમાં કેરિઓકી હતી અને અંશુમાને ઓ દુનિયાકે રખવાલેનું મ્યુઝીક તૈયાર રાખ્યુ હતું તે શરુ કર્યું અને રીટા જોઇજ રહી અંશુમાન કેટલી સહજ્તાથી ઉતારચઢાવ ગાતો હતો.છેલ્લો ચઢાવ તો તેનો કમાલ જ હતો..
રીટા ખુબ જ પ્રસન્ન હતી.
૪૫ વરસથી તે સાથે હતી પણ ક્યારેય તેને જાણવા નહોંતો મળ્યો તે હબી આજે તેને મળ્યો હતો.
થોડીક સાંધ્ય વીધી પછી આરતી શરુ થઈ ત્યારે પતિ અને પત્ની ના અવાજે જય આદ્યા શક્તિ મા જય જગદંબે નો શંખ ધ્વની ગૂંજી રહ્યો.
આરતી પુરી થયા પછી જમતી વખતે રીટા બોલી ” અવિનાશ તું આટલુ સરસ ગાય છે તે તેં ક્યારેય મને કહ્યું જ નહીં.”
“જો સખી! એક વસ્તુ સમજ. હું ૬૬નો થયો મને પૈસા કમાવાની જરુર નથી તો તેજ રીતે તું પણ ૬૪ની તો થઈને? બહુ કર્યુ રસોડુ અને એકધારું જીવન. તું પણ મારી સાથે પો’રો ખા. ક્યાંક બહાર નીકળ અને જરા ખુલીને મળ.. કેટલુંક આપણે પૈસાની દોડમાં સાથે નથી જીવ્યા તે જીવીએ.”
“મને તું નિવૃત્ત થયો પછી મને તારી સાથે રાખવાનો તારો તલસાટ મને સમજાતો નહોતો.”
“મારી અંદર હજી તારો યુવા સાથી જીવતો છે અને હું ઇચ્છું છું કે તું તારામાંની એ અતૃપ્ત સાથીને જીવતી કર. કારણ કે અહીં આપણે બે જ હોઇએ છે. નિવૃત્ત થવું એટલે થોડું આપણા માટે પણ જીવવું.
***