Backfoot Panch - 7 in Gujarati Fiction Stories by Jatin.R.patel books and stories PDF | બેકફૂટ પંચ -૭

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

બેકફૂટ પંચ -૭

પ્રકરણ - ૭

(આગળ ના પ્રકરણ માં આપે વાંચ્યું કે આદિત્ય વર્મા ભારતીય ક્રિકેટ નો સીતારો બની ગયો હતો. આદીની ની માં રિમા એ એના પિતાની મદદ વગર બહુ મુશ્કેલી થી એને ઉછેર્યો હતો પણ આદિ જ્યારે સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એની મા ની માનસિક સ્થિતિ કોઈ કારણે બગડી જાય છે અને એ આદિત્ય ને પોતાનો દુશ્મન માનવા લાગે છે. પોતાનો થોડો ભાર હળવો કરવા આદિત્ય લંડન જવાનું વિચારે છે પણ અમુક લોકો એના પાછળ કાંઈક કાવતરું ઘડી રહ્યા હતા. આદિત્ય શોપિંગ કરી બહાર નીકળે છે ત્યારે એનો પીછો કરતા આતંક-એ-ઇન્ડિયા ના સત્યા અને ચીના ની ગાડી બગડે છે.. હવે આગળ... )

સત્યા અને ચીના વીલા મોઢે બગડેલી કાર જોડે ઉભા હતા, કોઈપણ સંજોગો માં આદિત્ય એમની નજર થી દુર ના થવો જોઈએ એવો એમના બોસ નો આદેશ હતો. સાંજે રૂબી આવશે તો શું જવાબ આપશે એ વિચારી બંને બાઘા ની જેમ એકબીજા સામે જોઈ રહ્યા હતા. અચાનક સત્યા ને કંઈક યાદ આવ્યું હોય બોલ્યો"અરે ચીના આપણે કેમ ભૂલી ગયા કે આદિત્ય ની ગાડી પર ટ્રેકર મૂકેલું છે તો મોઇન ને ફોન કરી એની ગાડી નું લોકેશન માલુમ કરી લઈએ તો આદિત્ય ક્યાં છે એની પણ જાણ થઈ જાય..

"હા તો ચાલો ઉપર જઈએ તો નેટવર્ક પકડાય તો મોઇન ને ફોન કરી શકીએ"ચીના એ ઉતાવળા અવાજે કીધું.

ત્યારબાદ સત્યા અને ચીના બેસમેન્ટ માંથી ઉપર ની તરફ આવ્યા અને મોઇન ને સઘળી હકીકત જણાવી દીધી. સામે મોઇને એમને કીધું વાંધો નહીં હું બધું ચેક કરીને તમને કોલબેક કરું છું કે આદિત્ય ક્યાં છે. અને તમે કાર ને પેટ્રોલ માં સ્ટાર્ટ કરો એ સ્ટાર્ટ થઈ જશે મને લાગે છે કે અંદર ગેસ પતી ગયો હશે. એ માટે સ્ટેયરિંગ ની નીચે આવેલું યેલો રંગ નું બટન દબાવો કાર સ્ટાર્ટ થઈ જશે. હવે જલ્દી નીચે પહોંચો અને કાર ચાલુ કરો હું આદિત્ય ની કાર ને ટ્રેકિંગ પર મૂકી કોલ કરી ને જે એડ્રેસ કહું ત્યાં પહોંચી જજો આદિત્ય આજુબાજુ માંજ ક્યાંક હશે.

મોઇન ની વાત સાંભળી બંને ને હાશ થઈ અને બંને દોડતા કાર ની જોડે આવ્યા અને મોઇન ના કહ્યા મુજબ કાર સ્ટાર્ટ કરે છે અને બેસમેન્ટ પર થી મેઈન રોડ પર આવે છે એટલામાં મોઇન નો કોલ આવે છે જે ચીના રિસીવ કરે છે "દેખો તુમ દોનો મેડમ તુસાદ મ્યુઝિયમ કે પાસ જો ફૂડ સ્ટ્રીટ હે વહાં પર ચલે જાઓ.. આદિત્ય કી કાર વહી ખડી હૈ તો વૉહ વહી હોગા, પર અબ ધ્યાન રખના વૉહ તુમ્હારી આંખો સે ઇસબાર દૂર નહીં હોના ચાહિયે. ઉસકી કાર કા લોકેશન મેને આપકો ભેજા હૈ ઉસે ફોલો કરકે વહાં પર પહોંચ જાઓ. ખુદા હમારે સાથ હૈ"

"પાકિસ્તાન જીંદબાદ, મોઇન ભાઈ" આટલું કહી ચીના એ ફોન કાપ્યો અને મોઇને જણાવેલી સઘળી વાત સત્યા ને કરી.. એની વાત સાંભળી સત્યા ના જીવ ને હાશ થઈ..

અત્યારે આદિત્ય અને ટોની મેડમ તુસાદ મ્યુઝિયમ ની જોડે આવેલી ફૂડ સ્ટ્રીટ માં "પંજાબ કી શાન" નામ ની મીની રેસ્ટોરેન્ટ ટાઈપ હોટલ માં બેઠા હતા.. ત્યાં કામ કરતા બધા લોકો ઇન્ડિયન હોવાથી આદિત્ય ને પળવાર માં જ ઓળખી ગયા.. હોટલ ના મલિક ગુરવિંદર પંજાબી એ તો પોતે આવીને આદિત્ય અને ટોની નો ઓર્ડર લીધો.. અને સાથે એ પણ જણાવ્યું કે આજે તમને અમારી બધી સ્પેશિયલ ડિશ સર્વ થશે અને તમારે એનો કોઈ ચાર્જ આપવાનો નથી... તમે અમારા ખાસ મહેમાન છો... અમારા અહોભાગ્ય કે તમે અહીં આવ્યા માટે આજનું બધું ભોજન અમારા આતિથ્ય પેટે સ્વીકારવા વિનંતી..

આમતો આદિત્ય કાંઈ પણ વસ્તુ ફ્રી માં ના લે પણ ગુરવિંદર નો પ્રેમ જોઈ એ ના પાડી શક્યો.. પણ આદિત્ય એ હોટલ ના બધા સ્ટાફ જોડે ફોટો પડાવી પોતાના ફેસબૂક એકાઉન્ટ પર અપલોડ કર્યા જેથી આ મીની રેસ્ટોરેન્ટ નું નામ થઈ જાય... આદિત્ય ની આ વાત થી સૌના ચેહરા પર ખુશી છવાઈ ગઈ..

પછી તો હોટલ ના સ્ટાફ એ એક પછી એક પંજાબી વાનગીઓ સર્વ કરી... જેમાં બટર ચિકન, તવા પુલાઉ, દાલ મખની, દહીં ની કાઢી, લચ્છી, સરસો નું શાક ઇત્યાદિ નો સમાવેશ થતો હતો... આદિત્ય અને ટોની તો આંગળીઓ ચાટતા રહી ગયા.. બંને આખી જિંદગી આવો ટેસ્ટ ફરી ક્યારે ચાખવા મળશે એવું મનોમન વિચારતા હતા.. એટલામાં ટોની ના મોબાઈલ માં રિંગ રણકી....

"હાય જાન... હાઉ આર યુ"?

"સોરી યાર આઈ એમ નોટ કમિંગ.. આઈ એમ વિથ આદિત્ય... "

આટલું કહી એને ફોન કટ કરી દીધો.

આદિત્ય એ ટોની ને પૂછ્યું"ભાઈ કોણ હતું.. ? જાન બોલ્યો એટલે તારી પ્રેમિકા? વાહ ટોની ભાઈ બહુ ખૂબ.. નામ શું રાખ્યું છે ભાભી નું?

"યાર એનું નામ નિકી છે... એ પણ ઇન્ડિયન છે... આજે એને લઈને શોપિંગ કરવાનું હતું અને પછી બ્રિટિશ ઓસન માં પાર્ટી માં જવાનું હતું.. પણ હું એને કહેવાનું ભૂલી ગયો કે આજે આખો દિવસ તારા જોડે જ છું.. "

"ટોની તું જતો આવ એને લઈને ... હું મેનેજ કરી લઈશ.. થોડો ટાઈમ તુસાદ મ્યુઝિયમ માં સુંદર મીણ ની પ્રતિમાઓ જોઇશ અને પછી ટેક્ષી કરી હોટલ જતો રહીશ.. તું બધી શોપિંગ બેગ હોટલ ના નીચે કેબીન પર આપી દેજે.. હું કલેક્ટ કરી લઈશ.. એન્ડ આ બ્રિટિશ ઓસન તો એક ક્રુઝ છે ને??

"હા ક્રુઝ છે.. ત્યાં બહુ મજા આવે.. તું ફ્રી હોય તો સાંજે તું પણ આવ... "

"ના આજે નહીં પછી આવીશ મારે પણ ઈચ્છા છે.., તું નીકળ નહીં તો નિકી ભાભી મારી નાંખશે"

"સોરી યાર.. મારે નીકળવું પડશે.. હું ખુબજ દિલગીર છું... "કાલે સવારે ચોક્કસ મળું અને તારી શોપિંગ બેગ હોટલ માં આપતો જઈશ.. "

"એ ટોની ના બચ્ચા સોરી બોરી જેવું ના બોલ અને નકામી ફોર્મલિટી કર્યા વગર નિકલ"આટલું કહી આદિત્ય એ ટોની ને હડસેલો માર્યો...

"બાય.. આદિ... હું નીકળું... ટેક કેર... "આટલું કહી ટોની એ ગાડી મારી મૂકી..

આ તરફ સત્યા અને ચીના પણ મોઇન ના કહ્યા પ્રમાણે આદિત્ય અને ટોની જમતા હતા ત્યાં આવી ને બેસી ગયા.. એ પંજાબ ની શાન રેસ્ટોરેન્ટ ની સામે આવેલી લાહોર એ લુફત નામની રેસ્ટોરેન્ટ માં આદિ કે ટોની નું ધ્યાન ના જાય એમ બેઠા હતા.... એમને મોઇન ને સઘળી વાત ફોન કરી જણાવી દીધી હતી... હવે મોઇન ને કોઈ ચિંતા નહોતી.. આ વખતે મોઇને સત્યા ને આદિત્ય નો પીછો પડછાયો બની કરવાનું સૂચન કરી દીધું હતું....

"ઓ. કે મોઇન ભાઈ ઇસબાર કોઈ ગલતી નહીં હોગી.. ખુદહાફિસ" આટલું કહી સત્યા એ મોઇન ને ભરોસો આપ્યો..

ચીના તો પોતાની ડ્રગ ની લત ના લીધે આ આતંકવાદીઓ જોડે હતો પણ સત્યા એક હિન્દૂ હોવા છતાં આમની સાથે કેમ હતો એ ટૂંક માં જણાવી દઉં. સત્યા આમ તો ભોપાલ ના ગરીબ બ્રાહ્મણ પરિવાર માંથી આવતો હતો.. માતા પિતા બહુ સંસ્કારી અને વિવેકી હતા અને એવું ઇચ્છતા કે સત્યા મૂળ નામ સત્યપ્રકાશ પણ એવો બને.. સત્યા ભણવા માં બહુ હોંશિયાર હતો.. ૧૨ માં ધોરણ માં સારું રિઝલ્ટ મેળવી એ ઉચ્ચ અભ્યાસ માટે દિલ્હી ગયો.. બધું સારી રીતે ચાલી રહ્યું હતું... પણ કહેવત છે ને સમય સૌથી બળવાન છે.

એમનો પરિવાર જે વિસ્તાર માં રહેતો એની આજુ બાજુ માં જુગાર, વલ્લી, દારુ નો વેપાર ચાલતો... સત્યના પિતાજી એ એકવાર આ જુગરધામ અને દારુ ના ગેરકાનૂની વેપાર સામે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરી... પોલીસે ગુનેગારો ને પકડી પણ લીધા અને ૨૪ કલાક ની અંદર તો છોડી પણ દીધા.. કેમકે એમના આ ગોરખધંધા ના હપ્તા મોટા મોટા મિનિસ્ટર સુધી પહોંચતા હતા.. ઉપર થી આવેલા ફોન કોલ એ પોલીસવાળા ને મજબૂર કરી દીધા... એ લોકો એ જેલ માંથી બહાર આવ્યા એટલે એમને સૌપ્રથમ સત્યા ના માતા પિતા ને ભર બઝારે ક્રૂરતા પૂર્વક રહેંસી નાખ્યા... શરીર પર સેંકડો ચાકુ ના ઘા વાળી એમની લાશો કેટલોય સમય રઝળતી રહી...

સત્યપ્રકાશ આ ઘટના ને જાણ થતાં જ ભોપલ આવી ગયો ત્યાં બજાર વચ્ચે એના માતા પિતા ની લાશો જોઈને એ માનસિક રીતે ભાંગી ગયો... એ રડવા માંગતો હતો પણ રડ્યો નહીં.. કેમકે રડવા ના લીધે એના મન નો ગુસ્સો ઓછો થઈ જશે એવું એ માનતો હતો... માતા પિતા ના અંતિમ સંસ્કાર કરાવ્યા પછી એ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગયો પણ કોઈને એની વાત ના સાંભળી.. એને મોટા મોટા મંત્રી ઓ ના દરવાજા ખખડાવ્યા પણ બધું બેકાર... દિલ માં બદલા ની આગ લઇ એ કંટાળી ગયો... પોતાના માં બાપ નો બદલો લેવાની એને બહુ તાલાવેલી હતી પણ અત્યારે એ એકલો પડી ગયો હતો...

સત્યપ્રકાશ ના આવા સમયે એની વ્હારે આવ્યા અસલમ મલિક અને છોટે ખાન... આ બંને ની મદદ થી સત્યપ્રકાશ એ પોતાના માં બાપ ના કાતીલો ને ભર બઝારે લોકો ની સામે જ મારી નાખ્યા... આ બદલો લીધા પછી સત્યપ્રકાશ મરી ગયો અને સત્યા નો જન્મ થયો.. પછી તો મારામારી અને હત્યા સત્યા માટે સામાન્ય બની ગયા હતા.. મધ્યપ્રદેશ માં બધા એના નામ થી થરથર ધ્રુજતા હતા.. પોલીસે સત્યા માટે શૂટ એન્ડ સાઈટ નો ઓર્ડર આપી દીધો હતો..

છોટે ખાન ની સમજાવટ થી એ વેશ બદલી મુંબઇ આવી ગયો અને પોતાની મહત્વકાંક્ષા સંતોષવા એ આ આતંકવાદી સંગઠન માં જોડાઈ ગયો... આમ પણ એના માટે ભારત ના મંત્રી ઓ અને પોલીસ પ્રત્યે મન માં ઝેર હતું.. અને આ લોકો એ એના મન માં સમગ્ર દેશ પ્રત્યે વેર ભરી દીધું... આતંકે-એ-ઇન્ડિયા માં હિન્દૂ તરીકે ઊંચો હોદ્દો ધરાવતો સત્યા એકમાત્ર વ્યક્તિ હતો.. સત્યા એ વાત થી સાવ અજાણ હતો કે એનો ઉપયોગ તો એક પ્યાદા ની જેમ એ લોકો કરી રહ્યા હતા.... સમય ની લાત અને અન્યાય ના લીધે, ભ્રષ્ટચાર અને ગેર વહીવટ ના લીધે દેશ નો એક ભાવિ આશાસ્પદ યુવાન આતંકવાદ ના દલદલ માં ફસાયો એનું સત્યા જીવતું અને જાગતું ઉદાહરણ હતું...

ટોની ના ગયા પછી આદિત્ય મેડમ તુસાદ મ્યુઝિયમ માં પ્રવેશ્યો... મેડમ તુસાદ મ્યુઝિયમ દુનિયાભર માં પ્રખ્યાત મ્યુઝિયમ હતું.... આ મ્યુઝિયમ માં દુનિયાભર ની અલગ અલગ ક્ષેત્ર ની મહાન વ્યક્તિ ઓ ની મીણ ની પ્રતિમા ઓ રાખવામાં આવેલી છે... વૈજ્ઞાનિકો થી લઇ નેતાઓ... ફિલ્મ સ્ટાર થી લઈ સંગીતકારો... સ્પોર્ટ્સ પર્સન થી લઈ ને ક્રાંતિકારો... બધા એક સાથે જોવા હોય તો આ મ્યુઝિયમ માં જોવા મળતા હતા... આ મ્યુઝિયમ ની સ્થાપના ઇ. સ ૧૮૩૫ માં મેરી તુસાદ નામની શિલ્પકાર એ કરી હતી... એમના નામ પર થી જ આ મ્યુઝિયમ નું નામ મેડમ તુસાદ મ્યુઝિયમ પડી ગયું..

ગાંધીજી, હિટલર, ચર્ચિલ, આઈન્સ્ટાઈન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, શાહરૂખ ખાન, નેલ્સન મંડેલા, માઈકલ જેકસન, મેરલીન મનરો, બ્રિટની સ્પીયર્સ, બીટલ્સ, આઇન્સ્ટન, ન્યુટન, માઇક ટાઇસન, ટાઇગર વુડસ, સચિન તેંડુલકર, પેલે, મેરેડોના જેવા દુનિયા ભર ના ખ્યાતનામ વ્યક્તિઓ ની આબેહૂબ મીણ ની પ્રતિમા ઓ આ મ્યુઝિયમ માં આવેલ હતી... ધીરે ધીરે આ મ્યુઝિયમ ની પ્રસિદ્ધિ બહુ જ વધવા લાગી... લોકો પોતાના મનગમતા સેલિબ્રિટી જોડે ફોટો પડાવવા પડાપડી કરવા લાગ્યા અને એના લીધે જ દુનિયા ના અલગ અલગ શહેરો માં આની શાખા ઓ બની.. જેમકે હોંગકોંગ, એમસ્ટર્ડમ, લોસ એન્જલસ, શાંઘાઈ વગેરે.... પણ લંડન માં આવેલું આ મુખ્ય મ્યુઝિયમ સૌથી વધુ પ્રખ્યાત હતું...

આદિત્ય જેવો અંદર પ્રવેશ્યો એટલે એની નજર એક પછી એક પ્રતિમા ઓ પર પડી... દરેક પ્રતિમા નો ચેહરો આબેહૂબ એના અસલ વ્યક્તિ સાથે મળતો આવતો હતો... દરેક ની ઊંચાઈ... હેયર સ્ટાઇલ... કપડાં.... બધું જ મીણ વડે બહુ કારીગરી થી બનાવાયું હતું... આદિત્ય એ મનોમન આ મીણ પ્રતિમા ઓની કારીગરી ના વખાણ કરતો હતો..

આદિત્ય ને ત્યાં આવેલા ઘણા લોકો ઓળખી ગયા એટલે લોકો એ મીણ ની પ્રતિમાઓ જોડે ફોટો પડાવાનું પડતું મૂકી આદિત્ય જોડે ફોટો પડાવવા પડાપડી કરી... આતો ભલું થાજો મ્યુઝિયમ ના સિક્યુરિટી વાળા નું જેમને બધા ને આદિત્ય થી દૂર કર્યા... ત્યારબાદ આદિત્ય એ અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, બાહુબલી પ્રભાસ, માઈકલ જેકસન, મેરલીન મનરો, ડેવિડ બેકહમ જોડે સેલ્ફી ખેંચી... સેલ્ફી ખેંચતા ખેંચતા એકવાર આદિત્ય ને એવો વિચાર આવ્યો કે એક દિવસ એની પણ મીણ ની પ્રતિમા આ મહાનુભવો જોડે હશે... મ્યુઝિયમ માં સ્ટાફે આદિત્ય ને બહુ પ્રેમ થી મ્યુઝિયમ નો ખૂણે ખૂણો બતાવ્યો અને આ પ્રતિમા ઓ બનાવવા થતી મેહનત અને કારીગરી થી પણ અવગત કર્યો... એમનો આભાર માની આદિત્ય મ્યુઝિયમ ની બહાર નીકળ્યો...

આદિત્ય જ્યારે રોડ ક્રોસ કરતો હતો ત્યારે રસ્તા માં એક નાનો છોકરો રોડ ની સાઈડ પર સર્કસ જેવા કરતબ કરતો હતો.. અને પછી ટોપી લઈ જોવા આવેલા બધા જોડે ફરતો... લોકો એના અદભુત કરતબ જોઈ એને કૈક ને કૈંક આપતા... આદિત્ય ને પણ એ છોકરા નો ખેલ ગમ્યો અને એને કૈક પૈસા આપવા પાકીટ ખિસ્સામાંથી બહાર કાઢયું.. ત્યાંતો એક ઓચિંતી ઘટના બની... જેવું આદિત્ય એ પૈસા આપ્યા પછી પાકીટ ખિસ્સા માં મુકવા ગયો એવામાં કોઈ ૨૦-૨૧ વરસ નો અશ્વેત યુવાન એનું પાકીટ ઝુંટવી ને ભાગ્યો...

એ ચોરી કરનાર છોકરા માં ગજબ ની સ્ફૂર્તિ હતી... પણ આદિ પણ ક્યાં હાર માને એવો હતો... અને ચાલુ થઈ ગઈ બિલ્લી ઉંદર ની દોડ... એ છોકરો આગળ અને આદિત્ય પાછળ... પેલો ચોર અલગ અલગ ગલી અને દીવાલો કુદી ને આદિત્ય ને હંફાવવા આમ થી તેમ દોડાવતો રહ્યો પણ આદિત્ય મચક આપે એવો નહોતો... એ પણ એક ફિટ બોડી નો મલિક હતો... ચુસ્તી અને ફુરતી થી એ પણ બધી અડચણ વટાવી એ ચોર ને બહુ દૂર જવા દેતો નહોતો... અચાનક દોડતા દોડતા એ ચોર એક ગલી ના ડેડ પોઇન્ટ આગળ અટકી ગયો... આગળ મોટી દીવાલ હતી કોઈ રસ્તો નહોતો.. હવે બચવાનો કોઈ ઉપાય નહોતો..

"ગીવ મી માય પોકેટ... મારુ પાકીટ આપી દે"આદિત્ય જોર થી ચિલ્લાયો..

"નો મેન... ઇફ યુ હેવ ગટ્સ થેન ટેક ઇટ.. નહીં આપું... જો તારા માં હિમ્મત હોય તો લઈ લે"એ કાળિયો પેન્ટ માં ખોસેલું ચપ્પુ હાથ માં લઈ ને બોલ્યો..

પછી તો આદિત્ય અને એ અશ્વેત યુવાન વચ્ચે મારામારી થઈ ગઈ.. એક બે વાર તો એની ધારદાર છરી થી આદિત્ય માંડ માંડ બચ્યો... આદિત્ય કરાટે માં એક્સપર્ટ હતો એટલે એને એ કાળીયા ના હાથ માંથી ચપ્પુ દૂર ફેંકાવી દીધું હતું... આખરે ૧૦-૧૫ મિનિટ જેટલી ઝપાઝપી પછી એ કાળિયો થાકી ગયો હતો .. ત્યાં પેટ્રોલિંગ માં નીકળેલી પોલીસ ની ગાડી માંથી એક પોલીસ વાળા ની નજર આ બંને ની ઝપાઝપી પર પડી અને એમને ગાડી મેઈન રોડ પર થી સાંકડી ગલી માં વાળી અને એ બંને ના જોડે આવી ઉભી રાખી.. જેમાંથી બે રુવાબદર પોલીસ ઇન્સ્પેક્ટર નીચે ઉતર્યા.. બંને પોલીસવાળા પહેલવાન જેવા લાગતા હતા... એમને જોઈ આદિત્ય અને પેલા ચોર એ ઝપાઝપી બંધ કરી..

"વૉટ ઇસ હેપન હિયર... અહીં શુ થાય છે?"એમાંથી એક પોલીસવાળા એ રોફ થી પૂછ્યું..

"સર થિસ મેન ઇસ થિફ.. હી સ્ટીલ માય પોકેટ.. સર આ માણસે મારુ પાકીટ ચોરી લીધું છે.. એ ચોર છે"આદિત્ય એ ત્યાં આવેલા ઇન્સ્પેક્ટર ને કીધું..

"નો સર હી ઇઝ લાય... ઇફ યુ વોન્ટ ચેક મી થેન ચેક.. આ માણસ ખોટું બોલે છે... મારુ ચેકીંગ કરવું હોય તો કરી લો"એ ચોરે પોલીસ ને કીધું.. એને રસ્તામાં ક્યાંક પાકીટ ફેંકી દીધું હતું જે આદિત્ય ના ધ્યાન બહાર હતું..

એ ઓફિસરે એ અશ્વેત યુવક નું ચેકીંગ કર્યું... પણ કાંઈ હાથ ના લાગ્યું... આદિત્ય એ ઘણું કીધું પણ એની વાત નો કોઈ મતલબ જ નહોતો... આવેલા ઓફિસરે પોતાના જોડે આવેલા બીજા ઓફિસર ને કીધું"ડેવિડ એરેસ્ટ બોથ ઇન અ કેસ ઓફ પબ્લિક વાયોલન્સ.. આ બંને ને પકડી લો.. જાહેર માં હિંસા ફેલાવના કેસ માં"

"સર, આઈ એમ આદિત્ય વર્મા.. ફેમસ ઇન્ડિયન ક્રિકેટર.. હાઉ કેન યુ એરેસ્ટ મી.. "આદિત્ય એ પોતાનો બચાવ કરવાના મૂડ માં કીધું..

"વિ ડોન્ટ કેર હુ આર યુ.. અમને કાંઈ ફરક નથી પડતો તમે કોણ છો"આટલું કહી એમને આદિત્ય અને પેલા ચોર ને હથકડી પહેરાવી કાર માં બેસાડી દીધાં... આદિત્ય નો ફોન કાઢ્યો પણ એ સ્વિચ ઓફ હતો હવે એ મદદ માટે ટોની નો સંપર્ક પણ સાધી શકે એમ નહોતો...

આદિત્ય ને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો.. જ્યાં બીજી પ્રોસેસ પતાવી આદિત્ય ને જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો હતો.. આદિત્ય માટે અત્યારે બહુ ચિંતા ની બાબત હતી કેમકે આજે શુક્રવાર હતો અને ૪:૪૦ થઈ ગઈ હતી.. ૫ વાગ્યા સુધી જામીન ના મળે તો સોમવાર સુધી રાહ જોવી પડે એમ હતું.. આદિત્ય એ વિનંતી કરી પોલીસ ઇન્સ્પેક્ટર જોડે bcci માં કોલ કરાવી સમગ્ર ઘટના વિશે વાત કરી હતી.. પણ આદિત્ય માટે કોઈ મદદ માટે આવી જામીન કરાવી જાય એમાં કલાક લાગી હશે એવું ત્યાંથી જણાવાયું હતું... ટોની નો નંબર મેળવી કોલ કરવો પણ વ્યર્થ હતો કેમકે એને આવતા પણ અડધો કલાક તો લાગી જ જાય એટલે સોમવાર સુધી લોકર માં રહેવાનું મન બનાવી આદિત્ય અંદર સેલ માં ગયો.. ક્યાં લંડન ફરવા આવ્યો હતો ને ક્યાં આ મુસીબત માં ફસાઈ ગયો.. લંડન ની આ શેર તો એને બહુ ભારે પડી ગઈ હતી.. જો મીડિયા માં આ વાત ફેલાય તો એની અને ઇન્ડિયન ટીમ ની શાખ ને ફટકો પડે.. આ ઉપરાંત એને પાકીટ પણ ગુમાવ્યું જેમાં એ નાનો હતો ત્યારનો એનો અને એની માં નો ફોટો હતો.. એનું મગજ અત્યારે દિશાશૂન્ય બની ગયું..

૪:૫૫ વાગ્યા ત્યાંતો આદિત્ય ના સેલ ખોલીને એક ઇન્સ્પેક્ટર આવી ને બોલ્યો"સર, યુ કેન ગો નાઉ, યોર બેલ પ્રોસેસર ઇઝ ડન... તમે જઈ શકો છો.. તમારા જામીન થઈ ગયા છે... "

આદિત્ય ના આશ્ચર્ય નો પાર નહોતો... એ વિચારમાં પડી ગયો કે એની જામીન કોને કરાવી? કેમકે bcci માંથી મદદ આવતા તો હજુ સમય લાગે એમ હતો.. ટોની સિવાય લંડન માં એને કોઈ ઓળખતું નહીં... તો પછી એના જામીન કોને કરાવ્યા... ?

"સર સાઈન હિયર એન્ડ યુ કેન ગો.. અહીં સહી કરો અને તમે જઇ શકો છો"ઇન્ચાર્જ મેઈન ઇન્સ્પેક્ટરે એક ફાઇલ અને પેન આદિત્ય ને આપતા કીધું...

"Thanks.. બટ યુ નો મી હુ ગીવ માય બેલ.. આભાર તમે જણાવી શકશો કે મારી બેલ કોને કરાવી?"આદિત્ય એ સવાલ કર્યો..

"નો સર.. વિ કેન્ટ... બિકોઝ ધ પર્સન હુ ગીવ યોર બેલ ટોલ્ડ અસ ધેટ નોટ ટેલ હિસ નેમ.. અમે નામ નહીં આપીએ કેમકે જેને તમારી જામીન કરાવી છે એને પોતાનું નામ કહેવાની ના કહી છે.. ઇન્સ્પેક્ટર એ ના પાડી.

Ok.. નો પ્રોબ્લેમ.. આટલું કહી આદિત્ય ત્યાંથી બહાર નીકળ્યો.. અને ટેક્ષી કરી હોટલ તરફ આગળ વધ્યો. ખિસ્સા માં ફૂટી પાય પણ નહોતી એટલે ટેક્ષી વાળા ને ૨ મિનિટ રોકાવાનું કહી એ હોટલ ના કેબીન પર પહોંચ્યો એને કેબીન પર હાજર રહેલા માણસ જોડે થોડા પૈસા લઈ ટેક્ષી વાળા ને ચૂકવ્યા અને ત્યાંથી ટોની એ છોડેલો શોપિંગ નો સામાન લઈ પોતાના રૂમ તરફ આગળ વધ્યો.. રૂમ માં પ્રવેશી એને પોતાના પલંગ માં પડતું મૂક્યું અને વિચારો માં ખોવાઈ ગયો... એના માટે એ શોધવું જરૂરી હતું કે એના જામીન કોને કર્યા હતા.. એને પોતાનો મોબાઈલ ચારજિંગ માં મુક્યો અને ફ્રેશ થઈ આડો પડ્યો... દિવસ ભર ની દોડાદોડ ની આદિત્ય ને ક્યારે ઊંઘ આવી ગઈ એની ખબર જ ના રહી..

To be continued...

આપ સૌને બેકફૂટ પંચ નો આ ભાગ કેવો લાગ્યો એ મારા whatsup number 8733097096 પર જણાવી શકો છો.. આવતો ભાગ પણ આના થી વધુ રસપ્રદ હશે… આદિત્ય ની જિંદગી નું એક નવું પ્રકરણ આવતા ભાગ માં..

- જતીન આર. પટેલ