Premni Jeet ke pachhi in Gujarati Love Stories by Parth Toroneel books and stories PDF | પ્રેમની જીત કે પછી...

Featured Books
Categories
Share

પ્રેમની જીત કે પછી...

(ગયા સપ્તાહે તમે વાંચ્યું... શ્રેયાને હોસ્પિટલેથી ઘરે લાવ્યા પછી તે શ્વેતાભાભીને હિરેનની પ્રપોઝલ વિષે વાત કરે છે. શ્વેતાભાભી સાચા પ્રેમની રજૂઆત શ્રેયાને કહી હિરેનની મેરેજ-પ્રપોઝલ માટે ‘હા’ કે ‘ના’ કહેવી એનો નિર્ણય શ્રેયા પર છોડે છે. હવે આગળ...,)

***

એ અઠવાડિયાના શનિવારે બન્નેએ ફોન પર વાત કરીને કોફી લવર્સ કાફેમાં મુલાકાત ગોઠવી. કાફે આગળ શ્રેયાનું એક્ટિવા જોઈ બહારથી આવતા હિરેનને કાચમાંથી શ્રેયાની બેઠક તરફ નજર કરી. શ્રેયા તેની બૂકમાં કશુંક લખવામાં વ્યસ્ત હતી. હિરેનને આવતો જોઈને તેણે હુંફાળું સ્મિત કર્યું.

“હેય... હાઉ આર યુ?” હિરેને હગ કરી રુઝાઇ ગયેલા ઘાને જોઈને પૂછ્યું.

“આઈ એમ ફાઇન... એન્ડ યુ?” શ્રેયાએ વાળની લટ કાન પાછળ સેરવી લઈને કહ્યું.

“નોટ ગુડ...” હિરેને દુભાયેલા ભાવે કહ્યું.

“કેમ? શું થયું?” શ્રેયાએ તેને વધુ દુભાવતા પૂછ્યું.

“શ્રેયા, આઈ વોન્ટ ટુ નો યોર આન્સર. હજુ કેટલી રાહ જોવડાવીશ!!”, તેણે હ્રદય પર હાથ મુકીને કહ્યું, “મારા દિલમાં તારા પ્રત્યે જે પ્રેમની લાગણી હતી એ તારી સામે અભિવ્યક્ત કરી, પ્લીઝ શ્રેયા, આન્સર મી નાઉ. આઈ એમ બર્નિંગ ઈન્સાઇડ ટુ નો વ્હોટ યુ ફિલ ફોર મી...” તેણે લાલ દડો જોકરની જેમ નાક પર લગાવી, શ્રેયાનો હાથ હાથમાં લઈને ફરીથી પ્રપોઝ કરીને કહ્યું, “આઈ એકસેપ્ટ યુ એઝ યુ આર શ્રેયા. લોકો આપણાં વિશે શું વિચારશે, શું કહેશે, એ બધુ ભૂલી જા. જસ્ટ ટેલ મી ઇફ યુ હેવ લવ ફોર મી ઇન યોર હાર્ટ મોર ધેન અવર ફ્રેંડશિપ, વિલ યુ મેરી મી શ્રેયા?”

“આઈ વિલ મેરી વિથ યુ હિરેન”, છાતીમાં ઘૂંટાતા આછા મીઠા દર્દે અને મુસ્કુરાતા હોઠે શ્રેયાએ સતત હકારમાં માથું હલાવતા કહ્યું, “આઈ વિલ. આઈ એમ ટ્રૂલી, મેડલી, એન્ડ ડીપ્લી ઇન લવ વિથ યુ.”

શ્રેયાના મધભર્યા મીઠા શબ્દરવ હિરેનના કાનમાં પડતાં છાતીમાં હાશકારો મહેસુસ થયો. આંખો મીંચતા જ હોઠ પર રાહતભર્યું સ્મિત ફરકવા લાગ્યું, હ્રદયમાં પ્રેમ ઉમળકાભેર થનગનવા લાગ્યો. પ્રેમની લાગણીઓ દિલમાંથી ઉભરાઇ રોમરોમમાં વહેવા લાગી. મીંચેલી આંખો ધીરેથી ખોલી, હસતાં હોઠે હ્રદય પર હાથ મૂકી, ભીની આંખોથી શ્રેયા સામે જોયું. હિરેને તેના નાક પરથી લાલ દડો કાઢીને શ્રેયાના નાક પર લગાવ્યો. શ્રેયાએ મુસ્કુરાતા હોઠે આલિંગન માટે બન્ને હાથ સાથે દિલના દરવાજા ખોલી દીધા, હિરેને રાઉન્ડ સોફા પરથી સહેજ ખસી શ્રેયાને કસ્સીને પ્રેમાવેશમાં જકડી લીધી. પ્રેમ ઝંખતા બન્ને દિલો ભેગા થઈ એકબીજામાં ભળી જાણે એકરૂપ થઈ ગયા. બન્નેના ચહેરા પર અસીમ આનંદ છવાઈ ગયો હતો. દિલમાં પ્રેમનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. કાફેમાં બેઠેલા કેટલાકની નજર બન્ને પ્રેમીઓને આલિંગનમાં જકડી રાખેલા જોઈ મનમાં જરાક મલકાઇ આજુબાજુ બેઠેલા લોકો સામે જોયું.

શ્રેયાએ ભીના અવાજે કહ્યું, “આઈ લવ યુ હિરેન...”

“આઈ લવ યુ ટુ શ્રેયા.” કહીને બન્ને ગાઢ આલિંગનમાંથી છૂટી એકબીજાની આંખની ગહેરાઈમાં જોયું, હિરેને ફરિયાદ કરતાં શ્રેયાને કહ્યું, “યુ હેવ બિન સો મચ ક્રુલ ઓન માય હાર્ટ બાય ગિવિંગ મી ટુ લેટ આન્સર...”

“સોરી હિરેન, મને તારા પ્રેમ પર પૂરેપૂરો વિશ્વાસ હતો. પણ મને મારા પર વિશ્વાસ નહતો કે હું તને મારી ડિસએબીલીટી સાથે એક નોર્મલ જીવનસાથીની જેમ પ્રેમ કરી શકીશ કે નહીં” શ્રેયાએ સાચું કારણ જણાવતા કહ્યું.

“શ્રેયા, મેં મારા દિલનો અવાજ સાંભળ્યાં પછી પણ તને પ્રપોઝ કરતાં પહેલા હજાર વાર વિચાર્યું હતું કે ભવિષ્યમાં કેવી પરિસ્થિતિઓ ઊભી થશે. તને પ્રેમ કરવામાં મને તારી ડિસએબીલીટી ક્યારેય અડચણરૂપ નહીં બને.” હિરેને તેની આંખમાં જોઈને કહ્યું.

શ્રેયાએ સ્નેહભરી આંખે તેની સામે જોઈને માત્ર મુસ્કુરાતી રહી.

બન્નેએ કોલ્ડ કોફીની સીપ લીધી, પછી શ્રેયાએ પૂછ્યું, “હિરેન, હવે આપણે આપણાં પેરેન્ટ્સને કેવી રીતે કન્વીન્સ કરીશું? આઈ એમ સ્યોર યુ મસ્ટ હેવ થોટ એબાઉટ ઈટ...” શ્રેયાએ ગંભીર વાતને કોફીની સિપ લઈ મજાકમાં કહી.

“હમ્મ... ધેટ્સ હાર્ડ પાર્ટ...”, હિરેને ઊંડો શ્વાસ લેતા કહ્યું, “...શ્રેયા, તારા પેરેન્ટ્સ તો મને સારી રીતે ઓળખે છે, તારા ફ્રેન્ડ તરીકે મને પસંદ પણ કરે છે”

“હિરેન, આપણી લવ સ્ટોરી મેં ભાભીને કહી દીધી છે.” શ્રેયા હસીને કહ્યું.

“વ્હોટ? એમણે શું કહ્યું પછી? હાઉ વોઝ હર રીએક્સન??” હિરેને ત્વરાથી પૂછી લીધું.

શ્રેયાએ સહ:સ્મિતે કહ્યું, “એચ્યુલી, યુ નો વોટ, એમણે જ મને કન્વીન્સ કરી હતી, ટુ એક્સેપ્ટ યોર પ્રપોઝલ... મેં એમને આપણી લવ સ્ટોરી ઘરમાં કોઈને ન કહેવા પ્રોમિસથી બાંધી દીધા છે...” શ્રેયાએ હસીને કહ્યું.

“વાઉ... ધેટ્સ પરફેક્ટ... તારે તો હવે કશું કરવાનું નહીં રહે...” હિરેને ચિંતાગ્રસ્ત ચહેરે મોઢું મચકોડયું.

“કેમ?” શ્રેયાએ ઉત્સુકતાથી હસીને પૂછ્યું.

“ઇટ્સ સિમ્પલ યાર, તારે ભાભી કહી દેવાનું કે આપણી લવ સ્ટોરી ઘરમાં છૂટી મૂકી દે. ભાભી પહેલા તારા ભાઈને કહેશે, પછી એ વાત તારા પપ્પાને પહોંચી જશે... મેળામાં નાનું છોકરું એના પેરેન્ટ્સથી છૂટું પડી ગયું હોય એવા એક્પ્રેસન તારે આપવાના... ઘરમાં તારા વિરુધ્ધ કોઈ એક શબ્દ નહીં ઉચ્ચારે...” હિરેને આછું હસીને કહ્યું.

શ્રેયા હિરેનની વાત સાંભળીને ખડખડાટ હસી પડી.

“મને જોબ મળી છે એના પેંડા તો ઘરમાં બધાએ ખાધા હતા ને!” હિરેને ગંભીર પણ મજાકીયા અંદાજે પૂછ્યું.

“ઓફ કોર્સ... પણ એનું શું કનેકસન થાય કન્વીન્સ કરવા?” શ્રેયાએ આંખો ઝીણી કરીને પૂછ્યું.

“ઓબ્વિયસ્લિ, આઈ હેવ જોબ ટુ અર્ન મની...” હિરેને તર્ક રજૂ કર્યો.

“પોઈન્ટ...”, શ્રેયાએ મુસ્કુરાઈને કહ્યું, “વેલ, તે કહ્યું એમ હું ભાભીને ઘરમાં વાત લીકેજ કરવાનું કહી દઇશ. પણ તારા પેરેન્ટ્સને કન્વીન્સ કરવાનું તે શું પ્લાનિગ વિચાર્યું છે?”

“આઈ હેવ નો આઇડ્યા શ્રેયા. મારા પેરેન્ટ્સને હું કન્વીન્સ કરી શકીશ કે નહીં! બટ આઈ વિલ મેરી વિથ યુ. ધેટ્સ માય કમિટમેન્ટ...” હિરેને શ્રેયાનો સ્નેહભર્યા અંદાજમાં હાથ દબાવી તેની આંખમાં ઝાંખીને કહ્યું.

શ્રેયાએ આઈબ્રો ભેગી કરી સહેજ ગંભીરતાથી કહ્યું, “હિરેન, જો તારા પેરેટ્સ કન્વીન્સ નહીં થાય તો આપણે ભાગીને....!!”

“ના શ્રેયા, ક્યારેય નહીં. આપણો પ્રેમ સાવ હલકો નથી. પ્યોર છે. ભાગીને મેરેજ કરવામાં ખુદ્દારી નથી. વી વિલ કન્વીન્સ અવર પેરેન્ટ્સ એન્ડ ધેન મેરી વિથ ધેર બ્લેસિંગ... આપણે સમાજ અને સોસાયટીમાં આપણો પ્રેમ જોઈને લોકોની માન્યતામાં લવ એન્ડ એક્સેપ્ટન્સનો પોઝીટીવ મેસેજ ઉતરશે. ભાગી જવાથી લોકોમાં પ્રેમ વગોવાતો હોય છે. જો બે લવર્સ એકબીજા સામે પ્રેમ કન્ફેસ કરી દિલની વાત કરી શકતા હોય, તો એટલિસ્ટ એમના ફેમેલી સામે કફ્રન્ટેશન (મુકાબલો) કરવાના ગટ્સ પણ હોવા જ જોઈએ. સોસાયટી અને સમાજમાં આપણાં પેરેન્ટ્સને શરમને લીધે માથું નીચું કરવું ન પડે એટ્લે આપણે આપણાં એમને સમજાવવું જ પડશે કે આપણે પ્રેમ કરીને કશું ખોટું કર્યું નથી. વી મસ્ટ કંફ્રંન્ટ ફોર અવર લવ...” હિરેને ગર્વ ઊછળતી આંખે કહ્યું.

શ્રેયાએ બન્ને હોઠ ગર્વથી દબાવી સંમતિપૂર્વક હકારમાં માથું હલાવી કહ્યું, “હિરેન, આઈ ટ્રૂલી સેલ્યુટ યોર થિંકિંગ... આઈ હોપ કે આપણાં પેરેન્ટ્સ કન્વીન્સ થઈ જાય અને આપણાં પ્રેમને એક્સેસેપ્ટ કરે...” શ્રેયાએ કહ્યું.

“આઈ હોપ ટુ...” હિરેને શ્રેયાના હાથ પર હાથ મૂકીને કહ્યું, “વી વિલ ટ્રાય અવર બેસ્ટ...”

***