Gaajarni vangio in Gujarati Cooking Recipe by Mital Thakkar books and stories PDF | ગાજરની વાનગીઓ

Featured Books
Categories
Share

ગાજરની વાનગીઓ

ગાજરની વાનગીઓ

મીતલ ઠક્કર

ભાગ-૪

ગાજરનો એક ગ્લાસ રસ એક ટંકના ભોજન સમાન ગણાય છે. ગાજરમાં અનેક ઔષધી ગુણ જોવા મળે છે. કોઈપણ બીમારીમાં ગાજરનું સેવન કરી શકાય છે. ગાજર ખાવાથી શરીરમાં લોહીની ઊણપ દૂર થાય છે. તેથી જ ગાજર કોઈપણ બીમારીમાં પણ ખાઈ શકાય છે. ગાજર કાચું ખાવ કે તેનો રસ પીવો. તેનાથી વિટામિન એ, બી, ડી અને ઈ નો ફાયદો શરીરને થાય છે. ગાજરનો રસ પીવાથી કે કાચા ગાજર ખાવાથી ગેસની તકલીફમાં રાહત મળે છે. કમળામાં પણ ગાજરનો ઉપયોગ કરવાથી ઘણો ફાયદો થાય છે. શરીરમાં ખરાબ કૉલેસ્ટ્રોલને દૂર કરે છે. જે વ્યક્તિના શરીરમાં ખરાબ કૉલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે. તે જો નિયમિત ગાજરનું સેવન કરે તો ફાયદો થાય છે. રાત્રિના ભોજન બાદ ગાજરનો એક ગ્લાસ રસ પીવાની આદત પાળવી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ગણાય છે. ગાજર આંખો માટે ગુણકારી ગણાય છે. ગાજરમાં બીટા કેરોટિન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે લિવરમાં જઈને તંદુરસ્તી વધારવામાં મદદરૂપ થાય છે. આંખોનું તેજ વધારવામાં મદદ કરે છે. ગાજર પેટ સાફ કરવામાં, બુદ્ધિ સતેજ કરવામાં, મનને પ્રસન્નતા બક્ષવામાં મદદ કરે છે. ગાજર ખાવાથી શરીરમાં લોહી ઝડપથી વધવા લાગે છે. તેથી જ ગાજરને કુદરતી ટોનિક ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે ગાજરમાં બીટા કેરોટીન ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. શરીરના દરેક અંગોમાં થયેલા નુકસાન માટે ગાજરનો ઉપયોગ એન્ટિઑક્સિડન્ટ સમાન છે. ગાજર ખાવાથી યુવાની ટકી રહે છે. આટલા બધા ગાજરના લાભ મેળવવા માટે આપને ગાજરની કેટલીક સરસ વાનગીઓ બતાવીએ.

***

ગાજરનો ઉપમા

સામગ્રી: એક કપ રવો, એક નંગ મોટું ગાજર, એક નાની ઝૂડી કોથમીર, આદું લીલાં મરચાંની પેસ્ટ, એક ચમચો અડદની દાળ, અખરોટ, કાજુના ટુકડા, છ ચમચી ઘી, ચપટી હળદર, અડધા લીંબુનો રસ, અને મીઠું (સ્વાદ પ્રમાણે).

રીત: રવો કઢાઈમાં સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકો. ગાજર ધોઈને છીણો. કાંદો કોથમીર ઝીણા સમારો. લીલાં મરચાં આખા નાખવા હોય તો ઊભી ચીરી કરો. એલ્યુમિનિયમના પૅનમાં ઘી ગરમ કરો. લીમડો અને રાઈ નાખી તતડવા દો. અડદનાં દાણાં, કાજુ, અખરોટ નાખી સાંતળો. બાઉલમાં જુદું કાઢી લો. ઝીણો સમારેલો કાંદો સાંતળો. બે કપ પાણી નાખો. ઉકળવા દો. પાણી બરાબર ઉકળે એટલે રવો અને કાજુ-અખરોટ વગેરે ઉમેરો. જરૂર હોય તો પાણી ઉમેરો. બરાબર હલાવો. પાણી શોષાઈ જાય પછી એક ચમચી હળદર અને મીઠું ઉમેરો. લીંબુનો રસ મિક્સ કરો. ગરમાગરમ ઉપમા પીરસો.

***

ગાજર -લીલાં શાકભાજી સૅલડ

સામગ્રી: ત્રણ નંગ ગાજર, ત્રણ સ્ટૉક સે’લરિ, બે નંગ બીટ, એક સલગમ, અડધી ઝૂડી પાલકની ભાજી, અડધી કૉબી, અડધો કાંદો, બે કળી ફોલેલું લસણ.

રીત: બધાં શાકભાજીને સારી રીતે ધોઈ પાણી નીતારીને બ્લેન્ડરમાં નાખી પીસી લો. જ્યૂસ પણ લઈ શકો. આ ડિટોક્સ ડાયેટ ખૂબ અસરકારક છે.

ગાજરનો આઈસ્ક્રીમ

સામગ્રી : ૧ લીટર દૂધ, ૫૦૦ ગ્રામ ગાજર, ૨૦૦ ગ્રામ માવો, ૩૫૦ ગ્રામ ખાંડ, ૧૦૦ ગ્રામ ક્રીમ (નાખવું હોય તો) ૨ ટી.સ્પૂન ચાઈના ગ્રાસ, આઈસ્ક્રીમ એસેન્સ, સૂકોમેવો: બદામ, કાજુ, દ્રાક્ષ, એલચી વગેરે

રીત : ગાજરને ખમણી લેવું. ખમણેલું ગાજર અને દૂધ મિક્સરમાં એકરસ કરો. માવાને ખમણી લો. થોડા ઠંડા દૂધમાં ચાઈના ગ્રાસ ઓગાળો. હવે ગાજરને દૂધના મિશ્રણને ઉકાળો (અડધો કલાક ઉકાળો) પછી તેમાં ખાંડ નાખી ઉકાળો. ત્યારબાદ માવાને ઉકળતા દૂધમાં નાખી, સતત હલાવો, જેથી નીચે બેસી ન જાય. તે ઉકળતા મિશ્રણમાં ઓગાળેલ ચાઇના ગ્રાસનું મિશ્રણ નાખો. થોડીવાર પછી નીચે ઉતારી ઠરવા દો. ઠરી ગયેલા મિશ્રણને આઈસ્ક્રીમના સંચાની કોઠીમાં રેડો. ત્યારબાદ તેને હલાવો (કોઠીમાં બરફને મીઠું નાખવું) સારો એવો ઘટ્ટ થઈ જાય ત્યારે ચમચાથી સરસ રીતે નીચે તળિયા સુધી હલાવો. ત્યારબાદ અંદર ક્રીમ-એસેન્સ-સૂકોમેવો નાખી જમાવો. યાદ રાખો કે ફ્રીઝમાં સેટ કરવા મૂકો તો એકવાર સેટ થયા બાદ ટુકડા કરી મીક્સરમાં એકરસ કરો. ત્યારબાદ ક્રીમ એસેન્સ, સૂકોમેવો નાખો અને પાછો ફ્રીઝમાં સેટ કરવા મુકો.

કાકડી- પાર્સલી- ગાજરનો જ્યુસ

સામગ્રી: ૧ મોટી કાકડી કાપેલી, ૩ ગાજર કાપેલા, ૧ જુદી પાર્સલી.

રીત : બધી જ સામગ્રીને જ્યુસરમાં મિક્સ કરીને એકરસ કરો. થોડો બરફ મિક્સ કરીને ગ્લાસમાં કાઢીને પીરસો.

ગાજર- સંતરાના રસનો સૂપ

સામગ્રી : ૪ ચમચી માખણ, રકમ ઝીણી સમારેલી ડુંગળી, ૧૨ ગાજર છાલ ઉતારીને સમારેલાં, ૪ કપ શાકભાજીનું પાણી, ૧ મોટો ગ્લાસ સંતરાનો રસ, મીઠું અને મરી પાઉડર સ્વાદ મુજબ.

રીત: એક તપેલી ગરમ કરી તેમાં માખણ નાખો. તેમાં સમારેલી ડુંગળી નાખીને આઠ-દસ મિનિટ સુધી સાંતળો. તેમાં શાકભાજીનું પાણી અને ગાજરના ટુકડા નાખી ધીમા તાપે લગભગ અડધો કલાક સુધી ચડવા દો. સૂપ ગાળી લો અને શાકભાજી મિક્સરમાં પીસીને ફરી સૂપમાં નાખી દો. સૂપને ફરીથી ગેસ પર મૂકો. તેમાં સંતરાનો જ્યૂસ પણ મિક્સ કરી દો. ઉપર મીઠું અને મરી પાઉડર નાખીને ગરમા ગરમ પીરસો.

લસણીયા ગાજર

સામગ્રી: ગાજર, લીલું અથવા સૂકુ લસણ, મીઠું, લાલ મરચુ પાઉડર, 2-3ચમચી શીંગ તેલ, 3-4 ટીપા લિમ્બુનો રસ

રીત: સૌ પ્રથમ ગાજરની નાની નાની લામ્બી ચીરીઓ કરી લેવી. હવે એક બાઉલમાં ગાજરની ચીરીઓ લઈ તેમા વાટેલુ લસણ, મીઠું, લાલ મરચું, લિમ્બુ અને તેલ ઉમેરી બરાબર મિક્ષ કરવું. પરોઠા, થેપલા કે પૂરી જોડે સર્વ કરવું.

ગાજરની ખીર

સામગ્રી : ૨ નંગ મોટા ગાજરનુ છીણ, ૧ લીટર દૂધ, ૧/૨ કપ ખાંડ, ૨૦૦ ગ્રામ કન્ડેન્સ મિલ્ક (ઓપ્સનલ), ડ્રાયફૂટની કતરન ( કાજુ, બદામ , પિસ્તા), ૧ ટી.સ્પૂન દ્રાક્ષ, ૧/૨ ટી .સ્પૂન ઈલાયચી પાવડર

રીત :- એક જાડા તળીયા વાળી તપલી મા દૂધ ગરમ કરો. દૂધમાં એક ઉકાળો આવે એટલે તેમા ગાજર નાખો અને થોડી થોડી વારે હલાવતા ઉકળવા દો. ગાજર થોડી ચઢીજાય એટલે તેમા કન્ડેનસ મિલ્ક નાખી ઉકાળો. ખીર ધટ થાય એટલે તેમા ખાંડ અને ડ્રાયફૂટ નાખી મિકસ કરી ૫ થી ૭ મિનિટ ઉકાળો. ખીર કેટલી જાડી કે પતલી જોઈયે એ પ્રમાણે પ્રમાણ રાખવું. ગાજરની ખીર ગરમ ગરમ સવૅ કરો. અથવા ફ્રિઝમાં ઠંડી કરી ને પણ સવૅ કરાય.

ગાજરના ક્રિપ્સી રોલ

સામગ્રી: પૂરણ માટેની સામગ્રી, ત્રણ ડુંગળી ઝીણી સમારેલી, એક કેપ્સિકમ ઝીણું સમારેલુ, ત્રણ બાફેલા બટાકાનો માવો, એક વાટકી બાફેલા વટાણા, છ ગાજરનું છીણ, બે ટીસ્પૂન આદું-મરચાંની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, ખાંડ જરૂર મુજબ, એક ચમચી લીંબુનો રસ, એક ચમચી ગરમ મસાલો, એક ચમચી ચાટ મસાલો, એક ચમચી ચિલી ફ્લેક્સ

વઘાર માટે : તેલ, ચપટી હિંગ, ધાણાજીરું, હળદર, ટોસ્ટનો ભૂકો.

પૂરી માટે : અઢીસો ગ્રામ મેંદો, મીઠું સ્વાદ મુજબ, ત્રણ ટીસ્પૂન તેલ મોણ માટે, ત્રણ ટીસ્પૂન મરી પાઉડર, બે ટીસ્પૂન ચિલી ફ્લેક્સ

રીત : એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ, ડુંગળી, આદું-મરચાંની પેસ્ટ નાખી સાંતળી લો. હવે તેમાં કેપ્સિકમ મરચાં ઝીણા સમારેલા નાખો. ગાજરને નીચોવીને પાણી કાઢી લો અને તે નાખો. તેમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, લીંબુનો રસ, હળદર, ગરમ મસાલો, ચાટ મસાલો, ધાણાજીરું, ચિલી ફ્લેક્સ, કોથમીર નાખી મિક્સ કરી સાંતળી લો. પછી નીચે ઉતારી બટાકાનો માવો, બાફીને નીતારેલા વટાણા, ટોસ્ટનો ભૂકો નાખી લંબગોળ રોલ વાળી લો. હવે મેંદાના લોટમાંથી લુઆ વાળી મીડિયમ સાઈઝની રોટલી વણી લો. પછી વચ્ચે લંબગોળ રોલ મૂકીને રોટલી પર આજુબાજુએ કાપા પાડી લો. હવે પાણી લગાડી કિનારી ઉપર અને એક પટ્ટી ઉપર બીજી પટ્ટી ક્રોસમાં લગાડી લો. ત્યાર બાદ રોલને તેલમાં મીડિયમ આંચે તળી લો. લાઈટ બ્રાઉન કલરના થાય એટલે કાઢી ઉપર ચાટ મસાલો છાંટી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.

કાકડી ગાજરના મસ્ત મૂઠિયા

સામગી: 1 કાકડી છીણેલી. 1 ગાજર છીણેલુ, 1 કપ ઘઉ નો લોટ, ½ કપ ચણા નો લોટ, ½ કપ રવો, 1 કાંદો છીણેલો, 2 ચમચી વાટેલી સિંગ, 1 ચમચો ફુદીનો, 2 ચમચા કોથમીર, ચપટી હિંગ1
ચમચી ઇનો, 1 ચમચી ખાંડ, મિઠુ સ્વાદ જેટલુ, 1 ચમચી હળદર, 1 ચમચી આદુ લસણ મરચા ની પેસ્ટ, 1 ચમચી વાટેલુ જીરુ, 2 ચમચા તેલ, 1 ચમચી રાઈ, 1 ચમચી આખૂ જીરુ, 2 ચમચી તલ

રીત: છીણેલી કાકડી અને કાંદા માથી પાણી નીતારી કાડો. એક બાઉલ મા ઘઉ, ચણા નો લોટ, રવો , મિઠુ, હળદર, ખાંડ મિક્ષ કરો. પછી એમાં કાકડી, કાંદા, ગાજર, કોથમીર, ફુદિનો, ઈનો, આદુ લસણ મરચા ની પેસ્ટ, વાટેલી સિંગ, વાટેલુ જીરુ ઉમેરો. એક ચમચી તેલ ઉમેરો. હાથ મા એક ચમચી તેલ લઈ હળવા હાથ થી મુઠિયા વાળો. તેલ લગાડેલી થાડી મા મુઠીયા થોડા અંતરે મૂકી 20 થી 25 મિનિટ બાફો. સહેજ ઠંડુ થયા પછી ½ " કાપી નાંખો. હવે નોન-સ્ટીક કઢાઈ માં તેલ ગરમ કરી રાઈ ઉમેરો.પછી જીરુ અને તલ ઉમેરો. પછી તેમા હિંગ નાખો. 2 થી 3 મિનિટ માટે માધ્યમ ગેસ પર મુઠીયાને સાતળો. તૈયાર છે કાકડી ગાજરના મુઠીયા.

ગાજર- પાલકનું સૂપ

સામગ્રી : 1/2 કપ , 1/2 કપ , 1/2 કપ , 2 નંગ , 1/2 કપ , 1/4 કપ , સ્વાદ પ્રમાણે , સ્વાદ પ્રમાણે ં

રીત: ગાજર ,સમારેલા બટાટા ને સમારેલા ડુંગળીને 1/2 કપ પાણીમાં નાખી અને પ્રેશર કૂકરમાં ત્રણ સીટી લગાવી દો.આને પૂર્ણ રીતે ઠંડુ થવા દો. પછી એને મિક્સીમાં વાટી લો અને જુદી મુકી દો. એક કઢાઈમાં માખણ ગરમ કરો એમાં ડુંગળી નાખી અને બે મિનિટ માટે ફ્રાઈ કરો. એમાં સમારેલ પાલક નાખી અને ધીમા તાપે એક મિનિટ માટે રાંધો. હવે ગાજર બટાટાનું પેસ્ટ એમાં નાખો . તેમાં 1/4 કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરો અને એક મિનિટ માટે રાંધો. હવે દૂધ નાખી મિક્સ કરો અને થોડીવાર થવા દો. આખરે મીઠું અને કાળી મરી નાખી અને 5-10 મિનિટ સુધી રાંધો અને ગરમ ગરમ સર્વ કરો.

  • ગાજર-બટાટાના પીઝા
  • સામગ્રી: પડ માટે – 500 ગ્રામ બટાકા, 250 ગ્રામ ગાજર, 3 બ્રેડની સ્લાઈસ, 4 લીલાં મરચાં,કટકો આદું, મીઠું – પ્રમાણસર, ફિલિંગ માટે – 250 ગ્રામ લીલા વટાણા, 100 ગ્રામ ફણસી, 100 ગ્રામ તુવેરના લીલવા, 2 લીલાં મરચાં, 1 લીંબુ, 1 ઝૂડી લીલા ધાણા, 2 ટેબલસ્પૂન કોપરાનું ખમણ, 1 ટેબલસ્પૂન તલ, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ખાંડ, મીઠું, તેલ,તજ, લવિંગ – પ્રમાણસર. સોસ માટે – 1 કિલો ટામેટા, 2 ડુંગળી, 6 કળી લસણ, 2 ટેબલસ્પૂન ખાંડ, 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટેબલસ્પૂન તેલ, મીઠું – પ્રમાણસર. ઉપર ગોઠવવા માટે – 100 ગ્રામ ચીઝ, 1 ટેબલસ્પૂન માખણ, 3 કેપ્સીકમ

    રીત: બટાકાને બાફી માવો બનાવવો. ગાજરને છોલી, વચ્ચેનો સફેદ ભાગ કાઢી, કટકા કરી, વરાળથી બાફી, છૂંદો કરવો બન્ને ભેગા કરી, તમાં મીઠું, વાટેલા આદું-મરચાં નાંખવા. બ્રેડની સ્લાઈસની બાજુથી કિનાર કાપી, પાણીમાં પલાળી દાબી પાણી કાઢી નાંખવું. પછી મસળી, બટાકા – ગાજરમાં નાંખી, કણક તૈયાર કરવી. એક વાસણમાં પાણી ઉકાળી તેમાં થોડો સોડા નાંખી, લીલા વટાણા, ફણસીના કટકા અને તુવેરના લીલાવા નાંખી, બાફવા (કુકરમાં નહિ) તેમાં થોડુ મીઠું નાખવું. બફાઈ જાય એટલે ચાળણીમાં નાંખી, પાણી નિતારી લેવું. એક વાસણમાં તેલ, તજ-લવિંગનો વઘાર કરી શાક વઘારવું. તેમાં મીઠું, ખાંડ, ગરમ મસાલો, તલ, કોપરાનું ખમણ નાંખી, ઉતારી લેવું. પછી લીંબુનો રસ અને લીલા ધાણાને સમારી ધોઈ કોરા કરી નાંખવા. એક તપેલીમાં તેલ મૂકી, તેમાં વાટેલું લસણ અને ડુંગળીનું કચુંબર નાંખવું. પછી તેમાં ટામેટાના કટકા, મીઠું, ખાંડ અને મરચું નાખવું. ઉકળે એટલે નીચે ઉતારી લેવું. ઠંડુ પડે એટલે મિક્સરમાં એકરસ કરવું. પાતળું લાગે તો ગરમ કરી જાડો રસો બનાવવો. બેકિંગ ટ્રેમાં થોડું ગરમ તેલ નાંખવું. પછી બટાકાની કણકમાંથી રોટલો થાપી મૂકવો. તેના ઉપર તૈયાર કરેલું શાકનું પૂરણ પાથરવું. તેના ઉપર મરચાંની રિંગ ગોઠવવી. ઉપર ખમણેલું ચીઝ નાંખવું. થોડી જગ્યાએ માખણના ટપકાં મૂકવા. પછી પ્રિહીટેડ ઓવનમાં 350 ફે. ઉષ્ણતામાને 15 થી 20 મિનિટ બેક કરવું. કડક થાય એટલે ઉતારી, ટોમેટો કેચપ સાથે પીરસવા.

    ***