Just a minute in Gujarati Comedy stories by Parthivi Adhyaru Shah books and stories PDF | જસ્ટ અ મિનિટ

Featured Books
Categories
Share

જસ્ટ અ મિનિટ

જસ્ટ અ મિનિટ

પાર્થિવી અધ્યારુ શાહ

♦ લગ્નની તારીખ અને પત્નીઓ બર્થ ડે યાદ રાખવા શું કરવું જોઇએ ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- એકાદ બે વાર ભૂલી જવાનું !!!

♦ દુનિયામાં ચાલાક માણસો કેટલા ? (ચિરાગ પંચાલ, પંચમહાલ)

- વાંઢા હોય એટલા !

♦ તમે તમારાં માતાપિતાને શું માનો છો ? (હંસા ભરૂચ, મુંબઇ)

- પ.પૂ. !

♦ લગ્ન પછી દુલ્હન રડે છે, વરરાજા કેમ નહીં ? (દિલીપ વોરા, અમદાવાદ)

- લગ્નટાણે ગવાતા ભયંકર કરુણ ગાયનોથી બિચારી દુલ્હનનો તો રડવું જ પડે છે અને વરરાજાએ તો પછી એ જ કરવાનું છે !

♦ જો ભગવાન ફેસબુકમાં એન્ટ્રી કરે તો ? (મહીપાલ, જંબુસર)

- તો ‘વોટ્સ ઇન યોર માઇન્ડ’માં લખાય કે, ‘હરિ તારા નામ છે હજાર, કિયા નામે તને મોકલવી ફ્રેન્ડ રિકવેસ્ટ’ !

♦ ગોકુળના ‘લાલા’ અનુ બિહારના ‘લાલુ’ માં શું ફર્ક છે ? (દેવરાજ ગઢવી,માંડવી)

- એકના જીવનમાં ‘માખણ’ છે. તો બીજાના જીવનમાં ‘રાબડી’ !

♦ ગાંધીબાપુએ ત્રણ બંદર કેમ પસંદ કર્યા ! રિંછ કેમ નહીં ? (હર્ષદભાઇ વ્યાસ, ભવાનગર)

- તેઓ પોરબંદરમાં જન્મયા હતા માટે !

♦ ‘ગુઝારિશ’ ફિલ્મમાં ઐશ્વર્યાં નો રોલ તમને મળ્યો હોત તો ?

- તો મારે ઐશ્વર્યા ને કોલમ લખવાની ‘ગુઝારિશ’ કરવી પડત !

♦ તમારી કોલમને નેશનલ એવોર્ડ ક્યારે મળશે ? (નિમેષ ડોબરિયા, ચલાલા)

- દર અઠવાડિયે મળતા વાચકોનાં અસંખ્ય પોસ્ટકાર્ડસ નેશનલ એવોર્ડ કરતાં પણ વધારે છે ભાઇ!

♦ મફતનું શું ખાવા મળે ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- દિમાગ !

♦ મને જાગ્યા પછી ઊંઘ નથી આવતી, ખાધા પછી ભૂખ નથી લાગતી, તો કોઇ એનો ઉપાય ? (વિશાલ પટેલ, રૂપાલકંપા)

- તમારો પ્રોબ્લેમ જોતાં એમ લાગે છે કે, તમને ઉપાય બતાવ્યા પછી યે કોઇ હલ નહીં મળે !

♦ વીતેલી જવાની ક્યારે યાદ આવે ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- જવાની ‘જવાની’ હોય ત્યારે !

♦ દુનિયાનો અંત ક્યારે છે ? (સમીર રાજપૂત, દ્વારકા)

- જયારે દુનિયામા એકેય સાચો ‘સંત’ નહીં રહે, ત્યારે દુનિયાનો ‘અંત’ નક્કી છે ?

♦ નેતા કોને કહેવાય ? (ચિરાગ પંચાલ, પંચમહાલ)

- સત્તા વત્તા મત= નેતા !

♦ ર્ડો. મનમોહનસિંહ અને ભીષ્મપિતામહ વચ્ચે શું ફેર ? (અલકાં ચંદારણા મીઠાપુર)

- ભીષ્મપિતામહના સમયમાં ‘પ્રતિજ્ઞા’ હતી, ર્ડો. મનમોહનસિંહના સમયમાં ‘પ્રતિભા’ છે !

♦ તમને નરેન્દ્ર મોદીની જગ્યાએ મૂકવામાં આવે તો, તમે જવાબો આપવાનું ચાલુ રાખો ? (વંદના રાકેશ મિસ્ત્રી, ભાવનગર)

- જવાબો અપવાનું ચાલું તો રાખું ગુજરાતી સાડા પાંચ કરોડની જનતાના... પણ ભાષણોમાં !

♦ જમાઇ જો ‘દેસમો ગ્રહ’ કહેવાય તો વહુને શું કહેવાય ?(ક્ષિતિજ, ગાંધીનગર)

- આકાશગંગા!

♦ તમે મંગળ ઉપર જાવ તો સૌથી પહેલું કામ શું કરો ? (હર્ષ હંસલિયા, મોરબી)

- છાપુ શરૂ કરવાનું !

♦ સમ વિશે આપનું મંતવ્ય ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- તમારા સમ... હોં ભાઇ... આપણે સમ વિશે કાંઇ જાણતા નથી !

♦ મહાકવિ કાલિદાસ કઇ ભાષાના કવિ હતા ? (સુરેશ આલસિંગા, પાલનપુર)

- પ્રેમની ભાષાના !

♦ તમને સવાલ વાંચવા ગમે કે જવાબ આપવા ગમે ? (દીપક,બગથરિયા)

- સવાલ –જવાબ તો વાંચવા-આપવા ગમે પણ તેના કરતાં ચિત્રવિચિત્ર ગામોનાં નામ વાંચવામાં વધારે મઝા આવે છે. !

♦ લોકો લગ્ન શા માટે કરે છે ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- બસ, લોકોને એવી એક ‘લગન્’ હોય છે માટે !

♦ ગાંધીજી આજે હયાત હોત તો ? (મુકેશ ચંદારણાં, મીઠાપુર)

- તો ‘સત્યના પ્રયોગો’ લોન્ચ થઇ હોત !

♦ આપણાં દેશમાં બદમાશો, બેવકૂફોને બેશરમોની સંખ્યા કેટલી ?(દિનેશ જોષ, મુંબઇ)

- બેસુમાર, બેહદ, બેમિસાલ !

♦ 1+1=2 કો 1+1=11 ? તમારું શું કહેવું છે ? (પ્રિયલ સોમાણી, વાયા ઇ-મેઇલ)

- કેલ્કયુલેટર મળે એટલે ગણીને કહું. !

♦ તમારું ફેસબુકનું ‘યુઝરનેમ’ શું છે ? (સૂરજ પટેલ)

- ‘બુક’ની દુનિયા જાણું છું. ‘ફેસબુક’ની નહીં !

♦ શું તમને સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ગમે છે ? (સાગર સોલંકી, વાયા ઇ-મેઇલ)

- હાસ્તો ત્યારે એન્ટિસોશિયલ તો ન જ ગમે ને !

♦ તમે કયા ધર્મમાં માનો છે ! (મહંમદ કુંભાર, વાયા ઇ-મેઇલ)

- માનવતાના !

♦ શું મહત્વનું પૈસા કે પ્રેમ ? (સંજય, વાયા ઇ-મેઇલ)

- બંનેની પૂજા મહત્વની છે !

♦ ‘જસ્ટ એ મિનિટ’ ક્યાં સુધી ચલાવવું છે તમારે ? (ધર્મેશ વિરાણી, વાયા ઇ-મેઇલ)

- સવાલો મળતા રહે ત્યાં સુધી !

♦ 10 વર્ષ પછી લગ્ન કરવામાં શું પરિસ્થિતિ હશે ? ( વૈશાલી, અમદાવાદ)

- પહેલાં હોલ શોધવો પછી મુરતિયા !

♦ પોવિટિક્સ અને સિરિયલમાં શું તફાવત છે ? (રોનક રાઠોડ, બરોડા)

- પોલિટિક્સમાં ‘સિરિયલ બ્લાસ્ટ’ થાય છે અને સિરિયલમાં ‘પોલિટિક્સ’ થાય છે. !

♦ ‘આઇ લવ યું’ નો શોધક કોણ હશે ? (કેવલ શાહ, વાયા ઇ-મેઇલ)

- ‘આઇ મિસ યુ’વાળો !

♦ આજકાલ ભષ્ટ્રાચાર થાય છે, તે માટે તમારે શું કહેવું છે ? (મહીરાજ, વાયા ઇ-મેઇલ)

- ‘‘જે કહીશ તે સત્ય કહીશ... સત્ય સિવાય બીજું કંઇક જ નહીં કહું’’... એમાં મારો કોઇ જ હાથ નથી !’.

♦ ગપ્પાં કેવાં હોવાં જોઇએ ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- ‘નરોવાકુંજરોવા’ જેવાં !

♦ ભગવાન કેવા લોકોથી દૂર રહે છે ? કેમ ? (દિનેશ જોષી, દહીંસર)

- જોષીસાહેબ, ભગવાન લોકોથી દૂર નથી રહેતા, લોકો ભગવાનથી દૂર રહે છે !

♦ પત્ની રિસાઇને પિયર જાય તો... પતિ ક્યાં જાય ? (ભાનુપ્રસાદ કનોજિયા, અમદાવાદ)

- એને મનાવવા !

♦ સુંદરમાં સુંદર વસ્તુ કઇ ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- દામોદર !

♦ ગુરુદ્રોણે જમણાં હાથનો અંગૂઠો માગ્યો ને એકલવ્યો તરત આજ્ઞાનું પાલન કર્યું. આજના જમાનામાં શું ? (દિલીપ શાહ, અમદાવાદ)

- જમણા હાથનો અંગૂઠો ‘માગે’ તો ડાબા હાથનો અંગૂઠો ‘બતાવે’ !

♦ પહેલા મુન્ની બદનામ થઇ, ત્યારબાદ શીલા જવાન થઇ, તો હવે શું થશે ? (હિતેશ હડિયાલ, જામનગર)

- હવે નીરા રાડો પાડશે !

♦ તમે બધા લોકોના પ્રશ્નોના જવાબ કઇ રીતે આપો છો ? (ઇજાના પંડ્યા,વાયા ઇ-મેઇલ)

- વાહ જનાબ... એમ કંઇ પેપર થોડું ફેકાય !

♦ હું ટેલિફિલ્મમાં ‘એવોર્ડ’ કેવી રીતે મેળવું ? (પાર્થ પટેલ, વાયા ઇ-મેઇલ)

- તમારા નામ પ્રમાણે ગુણ કેળવીને !

♦ સાચા પ્રેમીઓ સમાજની પરવા કેમ નથી કરતાં ? (હર્ષદ વ્યાસ, ભાવનગર)

- કારણ કે સમાજ સાચા પ્રેમીઓની પરવા નથી કરે !

♦ પહેલાંના માનવ અને આજના માનવામાં શું તફાવત છે ? (નવાઝ બુખારી, વાયા ઇ-મેઇલ)

- પહેલાંના માનવ ‘બ્રાન્ચ’ વચ્ચે જીવતા, જ્યારે આજના માનવ ‘બ્રાન્ડ’ વચ્ચે જીવે છે !

♦ રાહુલ ગાંધી અને વરુણ ગાંધીમાં શું ફર્ક છે ? પટેલ નીલેશ, વાયા ઇ-મેઇલ)

- ઇટાલિયન પિઝા અને દેશી પિઝા જેટલો !

♦ ટાટાની ‘વોટરકાર’ માટે તમારો શું અભિપ્રાય છે ? (હિમાંશુ ગોસ્વામી, વાયા ઇ-મેઇલ)

- નેનો પર પાણી ફરી વળશે !

♦ ‘પા’ ફિલ્મ જોવા માટે ‘આખી’ ટિકિટ લેવી કેટલા અંશે વાજબી છે ? (કનુભાઇ વ્યાસ, બોટાદ)

- આવા વાંધો પાડો છો તેના કરતાં ‘તીસ મારખાં’ એક ટિકિટમાં જોઇ લો ને !

♦ જો લાલુ પ્રસાદ યાદવ આખા દેશમાં ‘પાંજરાપોળ’ બંધાવે તો... ? (જગદીશ બોટાદરા, પરા)

- તો ઘણાબધા મંત્રીઓ એમાં ‘રોકાઇ’ જાય.

♦ દાંત સાફ રાખવા દંતમંજન જરૂરી તો હૃદય સાફ રાખવા ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- સંતસેવા અને ભજન !

♦ રામાયણ અને મહાભારતમાં શું તફાવત છે ? (અમિત રાઠોડ, ગાંધીધામ)

- રામાયણમાં ‘સીતા’ છે, તો મહાભારતમાં ‘ગીતા’ છે !

♦ ભારતની લોકશાહી ખતરમાં છે ? (કે.એન. રાજદેવ, સુરેન્દ્રનગર)

- ભારતની લોકશાહી ‘ખતરા’માં છે કે નહીં એની મને ‘ખાતરી’ નથી હો ભાઇ!

♦ રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાની ના કેમ પાડે છે ? (વૈભવ પરમાર, કનકપુરા)

- બનવાની ના પાડે છે, બનાવવાની ક્યાં ના પાડે છે !

♦ જીવન હાસ્ય વગર કેવું લાગે છે ? (હંસા ભરૂચા, મુંબઇ)

- મોળી ચા જેવુ !

♦ દુનિયામાં માણસને નડે એવી વસ્તુ કઇ ? (કેતન મોદી, વાય ઇ-મેઇલ)

- માણસ !

♦ યે પ્યાર કૈસે હોતા હૈ ? (સતીષ પ્રજાપતિ, વાયા ઇ-મેઇલ)

- આમ તો ‘બાય હાર્ટ’ પ્યાર થાય... પ્રોબ્લેમ હોય તો ‘બાયપાસ’ કરાવીને ટ્રાય કરો !

♦ તમારી ખાસિયત તમને ખબર છે ? (હેપ્પી, વાયા ઇ-મેઇલ)

- હા, ટેઢા જવાબ આપવાની!

♦ તમે હિટલર વિશે શું કહો છો ? (નીલેશ આહિર, વાય ઇ-મેઇલ)

- હિટલરે મારા વિશે કંઇ કહ્યું નહોતું એટલે મારે પણ એમના વિશે કંઇ કહેવું નથી !

♦ અક્કલ વધારે ચલાવવી જોઇએ કે ઓછી ? (રીતેશ શાહ, અમદાવાદ)

- અક્કલ વધારે કે ઓછી નહીં. પણ સમયસર ચલાવવી જોઇએ !

♦ ગ્રહો નડતા હોય તો નંગ ધારણ કરાય પરંતુ પડોશી નડતા હોય તો (રક્ષિત વોરા, ગાંધીનગર)

- તો એ પડોશી જ સ્વયં ‘નંગ’ કહેવાય !

♦ ર્ડો. મનમોહનસિંહને તમે મળે તો સૌ પ્રથમ શેના વિશે વાત કરો ?(ભારવી પટેલ, વાયા ઇ-મેઇલ)

- ‘જાગો મોહન પ્યારે જાગો’ એ વિશે !

♦ ડુંગળીનો ભાવ કયારે ઘટશે ? (રાજબાલા, રાજકોટ)

- જ્યારે ડુંગળી કાપ્યા વગર ભાવ સાંભળીને જ આંખમાં ‘પાણી’ આવશે ત્યારે !

♦ ટોળામાં ‘માથા’ વધારે ને ‘મગજ’ ઓછા હોય.. રાજકારણ માટે શું માનવું છે ? (દિલીપ શાહ, અમદાવાદ)

- ભાઇ, મોટામાથા માટે ‘સ્કેન’ કરાવીને બોલવું સારું ....નહીંતર એમાં જ ભરાઇ જવાય !

♦ તમને ભારતીય ટીમના કોચ બનાવવામાં આવે તો ? (રાજુ, ભરાડા)

- હવે આઇ.પી.એલ. ના જમાનામાં ‘કોચ’ નહીં પણ ટીમના ‘સટ્ટાખોર’ બનવાની મઝા આવે !

♦ સંત-મહાત્મા સત્ય અને પોલિટિશિયન વચ્ચે શું તફાવત છે ? (કેતન મોદી, સુરત)

- સંત – મહાત્મા સત્ય માટે ‘ભગવા’ પહેરે અને પોલિટિશિયન સત્યથી ‘ભાગવા’ જાય !

♦ નરેન્દ્રમોદી ‘સી.એમ.’માંથી ‘પી.એમ.’ થઇ જાય તો ? (સતીષ પ્રજાપતિ, વાયા ઇ-મેઇલ)

- નરેન્દ્ર મોદી ‘સી.એમ.’ બને કે ‘પી. એમ.’ તેઓ ‘એન.એમ.’ તો હંમેશા રહેશે જ !

♦ રાજકરણીઓનો ધર્મ કયો ? (મુકેશ ચંદારણા, મીઠાપુર)

- ‘ચલો દિલ્હી’ !

♦ પડોશીને ત્યાં ‘મેળવણ’ લેવા જોઇએ ત્યારે શું ધ્યાના રાખવું ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- કે કેટલામી વાર ‘મેળવણ’ લેવા આવ્યા છો !

♦ મોબાઇલ યુગના વિદ્યાર્થી અને મંત્રયુગના વિદ્યાર્થી વચ્ચેનો તફાવત શું ? (પ્રહલાદ રાવળ, રાજપીપળા)

- મંત્રયુગના વિદ્યાર્થી ‘મંત્ર’ જપતા હતા, મોબાઇલ યુગના વિદ્યાર્થીઓ મોબાઇલ ‘મંત્રે’ છે !

♦ માણસ મૃત્યુ જ ના પામતો હોત તો શું થાત ? (શિવરામન, વાયા ઇ-મેઇલ)

- તો હોસ્પિટલને બદલે ‘પાગલખાનાં’ ખૂલતાં હોત !

♦ નેતા અને કાંદામાં શું તફાવત છે ? (ઘનશ્યામ, વાયા ઇ-મેઇલ)

- રાજકાલ નેતાઓ કશો કાંદો નથઈ કાઢતા અને આજકાલ કાંદા નેતાઓને બહાર કાઢે છે ! (કાંદાના ભાવ આજકાલ નેતાઓ કરતાં વધારે છે !)

♦ વિશ્વની અજાયબી સાત છે., તો માણસની અજાયબી કેટલી ? (આહીર નીલેશ, વાયા ઇ-મેઇલ)

- માણસ પોતે જ વિશ્વની ખતરનાક અજાયબી છે !

♦ પત્ની અને મોબાઇલ વચ્ચે શું તફાવત છે ? (જૈમિની, ગાંધીનગર)

- મોબાઇલને ‘સાઇલન્ટ’ કરી શકાય... પત્નીને ‘સાઇલન્ટ’ ન કરી શકાય!

♦ સ્ત્રી એટલે શું ? સ્ત્રીની ખાસિયત શું ? (ભાર્વી પટેલ, ભરૂચ)

- જેને ‘મતા’ નહીં, પરંતુ ‘મમતા’ જોઇએ તે જ સ્ત્રી !

♦ વાઇફ, લાઇફ અને નાઇફમાં ફરક કેટલો ? (જય મોદી, સુરત)

- 100,101, અને 108 જેટલો !

♦ હિન્દી ફિલ્મો અને અંગ્રેજી ફિલ્મો વચ્ચે શું ફરક છે ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- અઘરું છે બોસ... હિન્દી ફિલ્મો હિન્દીમાં હોય છે, ને અંગ્રેજી ફિલ્મો અંગ્રેજીમાં !

♦ ‘જસ્ટ એ મિનિટ’ની ચોપડી ક્યારે પ્રકાશિત કરો છો !(ર્ડો. હેમંત જોષી, વડોદરા)

- રીલિઝિંગ શોર્ટલી !

♦ લાગણી અને માંગણીમાં ફરક શું ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- ગણી ગણીને થાય એ ‘માંગણી’ અને અગણિત હોય તે ‘લાગણી’ !

♦ શું આપણા પ્રધાનો હૃદય વગરના છે ? (પંકજ દફતરી, રાજકોટ)

- ના, ના, તેઓએ પણ એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ કરાવી હોય તેવું સાંભળ્યું તો છે !

♦ તમને નરેન્દ્ર મોદીની જગ્યા મળી જાય તો તમે શું કરો ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- ના પાડી દઉં... કારણ કે મને તો ભાઇ રોજ રોજ અહી ઓફિસ સુધી ગાંધીનગરથી અપ-ડાઉન કરવાનું ના ફાવે !

♦ ગુજરાતી વ્યક્તિને કઇ રીતે ઓળખવો ? (રતન રાઠોડ, ગાંધીંધામ)

- દારૂ માગે ત્યાં દૂધ હાજર કરે તે જ ખરો ગુજરાતી !

♦ આપણો દૈનિક જીવનમંત્ર શું હોવો જોઇએ ? (હિતાંશ જૈન, અમદાવાદ)

- જીવો અને જીવવા દો !

♦ તમારા મત પ્રમાણે ભારતમાં સૌથી મોંઘી અને સૌથી સસ્તી વસ્તુ કંઇ છે ? (કુનાલ ભટ્ટ, અમદાવાદ)

- મત !

♦ ભારત દેશમાં છાપું બોલવા લાગે તો ? (નિલેશ બદલાણિયા, વાય ઇ-મેઇલ)

- તો કેટલાયનાં મોઢાં સિવાઇ જાય !

♦ પત્ની રિસાય તો તેને મનાવવા કયું ગીત સેટ થઇ શકે ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- ‘ખંભે જેસી ખડી હૈ, લડકી હૈ યા ફૂલઝડી હૈ’... આંખો મેં ગુસ્સા હૈ... દેખો યારો ખુદ કોસમજતી હૈ ક્યા...’ યે ગીત ગાઇ જોજો !

♦ બીડી સ્વર્ગની સીડી ગણાય તો સિગારેટ ? (રવિ, વાયા ઇ-મેઇલ)

- એસ્કેલરેટર !

♦ મલ્લિકા શેરાવત બોલિવુડ છોડીને રાજનીતિમાં આવે તો શું થાય ? (મનિષા નાયકા, અમદાવાદ)

- તો લોકસભા, રાજયસભા, વિધાનસભામાં પણ ‘સેન્સર બોર્ડ’ સ્થાપવું પડે !

♦ સત્ય હંમેશા કડવું કેમ લાગે છે ? (શિવમ્ આચાર્ય, વાયા ઇ-મેઇલ)

- એ સાઇકોલોજીકલ ડિફેક્ટ છે !

♦ આ મોંઘવારી વધવાથી હાર્ટએટેકની સંખ્યા વધી ગઇ છે તો શું કરવું જોઇએ ? (નીતિન જોષી, મહુવા)

- એટલિસ્ટ, હાર્ટએટેક રીલેટેક ટ્રીટમેન્ટ સસ્તી કરવી જોઇએ !

♦ દારૂ પીવાથી ફાયદો ખરો ? (સોનલ ભાભોર, વાયા ઇ-મેઇલ)

- દારૂબંધીવાળા ગાંધીના ગુજરતમાં આવા પ્રશ્નો ન પૂછાય !

♦ આ દુનિયામાં અસલી રાવણ કોણ ? (નીરજ ભણસાલી, વાયા ઇ-મેઇલ)

- આજકાલ અસલી કે નકલી વસ્તુઓમાં ખબર જક્યાં પડે છે!

♦ પ્યારનું બીજું નામ શું છે ? (વિપુલ સોનકર, વાયા ઇ-મેઇલ)

- ચોરી ઉપર સે સિનાજોરી !

♦ ચામાં ખાંડની જગ્યાએ મીઠું પડી ગયું હોય તેવી ચાને શું કહેવાય ? (નિહાર પટેલ, અમદાવાદ)

- ‘નમકહલાલ’ ચા !

♦ પોલિટિશિયન લોકોની જિંદગીનું લક્ષ્ય શું હોય છે ?(જય સોની, અમદાવાદ)

- લાગતાવળગતાઓનાં લક્ષ્ય !

♦ આ દેશમાં કૌભાંડો પૂરાં થશે ? (તીર્થ પટેલ, આણંદ)

- આવો ‘ભાંડો’ ફોડવામાં કોઇ માલ નથી... ખોટા જ પડાય !

♦ સમય અને સંજોગમાં શું તફાવત છે ? (સોહિલ બુખારી, વાયા ઇ-મેઇલ)

- ઊંઘ અને ઝોકા જેટલો !

♦ નોકરીમાં નિવૃત થવાની વયમર્યાદા હોય છે. રાજકારણમાં કેમ નહીં ? (વિમલ સવજિયાણી, જામજોઘપુર)

- કારણ કે, આજકાલ રાજકારણ નિવૃત્તિની જ પ્રવૃત્તિ થઇ ગઇ છે.

♦ અત્યારે કઇ જગ્યા ઉપર ભષ્ટ્રાચાર નથી ? (રાકેશ પરમાર, ભાવનગર)

- ઉપર !

♦ નજરથી નજર મળે તો તે ‘મિસકોલ’ છે, તો હાસ્યથી હાસ્ય મળે તે ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- ‘કોલ બેક’ !

♦ ‘સત્યાગ્રહ’ અને ‘સત્તાગ્રહ’ વિશે આપ શું કહેશો ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- એ તો બંનેના ‘ગ્રહો’ જોવડાવા પડે !

♦ જો આપણા દેશના પોલિટિશિયન સુધરી જાય તો ? (રોનક અમીન, વાયા ઇ-મેઇલ)

- આપણા દેશમાં પોલ્યુશન અને પોલિટિશિયન કદીયેના સુધરે !

♦ મારે ‘જસ્ટ એ મિનિટ’ બંધ કરાવવું છે, તો શું કરું ? (ચંદ્રકાંત, અમદાવાદ)

- લોકસભામાં ઠરાવ પસાર કરાવવો પડશે, ભાઇ !

♦ નરેન્દ્ર મોદી આપનો ઓટો ગ્રાફ માગે તો આપણને કેવું ફીલ થાય ? (અલ્પા જોશી, મહુવા)

- મોદીજી જેવું જ !

♦ બધા જ લોકો ડાહ્યા’ થઇ જાય તો શું થાય ? (હિમાંશુ ગોસ્વામી, વાયા ઇ-મેઇલ)

- તો યે ‘દોઢ ડાહ્યા’ ઓછા નહીં થાય !

♦ મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની વ્યાખ્યા આપો. (હાર્દિક મોરી, કોડિનાર)

- એની એ જ તકલીફો બીજા નામે !

♦ આઇ લવ નરેન્દ્ર મોદી... કોઇ કોમેન્ટ ? (મહેશ મજિઠિયા, વાયા ઇ-મેઇલ)

- કીપ ઇટ અપ!

♦ જો ગધેડો ઘોડો બની જાય તો? (જૈમિની સોલંકી, ગાંધીનગર)

- તોયે બોલે તો હોંચી હોંચી જ

♦ પ્યાર કિયા તો ડરના કયા ? પ્યાર કિયા તો ? (કૃણાલ રાવલ, વાયા ઇ-મેઇલ )

- મરના કયા !જીના કયાં !

♦ પ્રેમ વિશે તમારો શું અભિપ્રાય છે ?(જયમેશપટેલ, અમદાવાદ)

- પ્રેમ એક ‘વહેમ’ છે !

♦ દેશમાં રાજાશાહી પાછી આવી જાય તો ? (ક્રિષ્ના સિંહ, વાયા ઇ-મેઇલ)

- રાજા, વાજા ને વાંદરા સિસ્ટમ ચાલુ થઇ જાય !

♦ પાણીથી ગાડી ચાલશે ત્યારે પણ મોંધવારી એટલી જ હશે ? (જંયંતી રૂપારેલ,વાયા ઇ-મેઇલ)

- મોંઘવારી બધા પર પાણી ના ફેરવે તો સારું !

♦ અત્યારના જમાનામાં ઇમાનદાર કોને કહેવાય ? (રોનક અમીન, વાયા ઇ-મેઇલ)

- ઇમાનદારી જમાના પ્રામણે બદલાય નહીં... ઇમાનદારી એટલે ઇમાનદારી !

♦ આ દેશમાંથી કરપ્શન ક્યારે જશે ? (મિતેશ કવૈયા, વાયા ઇ-મેઇલ)

- ‘કરતાર’ કૃપા કરે ત્યારે !

♦ મહાત્મા ગાંધીએ દર્શાવેલા સિદ્ધાંતોના અમલ કેમ નથી થતો ? (રસિક વ્યાસ, ભાવનગર)

- સત્ય, અહિંસા અને સ્વનિર્ભરતા આ ત્રણેમાંથી ‘સ્વનિર્ભરતા’ ના સિદ્ધાંતનો મોટાભાગના નેતાઓ અમલ કરે જ છે ને !

♦ ક્રેડિટ કાર્ડ શાપ છે કે આશીર્વાદ ? (ઘનશ્યામ ભરૂચા, મુંબઇ)

- શોપિંગવાદ તો છેજ !

♦ માણસને જયારે દુઃખ પડે ત્યારે જ કેમ ભગવાન યાદ આવે છે ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- જયારે દુઃખ પડે ત્યારે માણસ ભગવાનને ‘ફરિયાદ’ કરવા માટે તેને યાદ કરે છે !

♦ સૌથી બુદ્ધિશાળી પ્રાણી એટલે માણસ તો પ્રાણી એટલે શું ? (કિશોર બાબરચા, ભાવનગર)

- બજેટ, ટેક્સ વગેરેની ચિંતાથી પર એવો જીવ તે પ્રાણી

♦ નરેન્દ્ર મોદી અને લાલુપ્રસાદ યાદવ વચ્ચે શો ફર્ક છે ? (વરુણ શાહ, અમદાવાદ)

- એક માને છે કે ‘ન બોલવામા ન ગુણ’, જયારે બીજા માને છે ‘બોલે એના બોર વેચાય’ !

♦ આજે લગ્નમાં મઝા છે કે છૂટાછેડામાં ? (હંસા ભરૂચા, મુંબઇ)

- છૂટાછેડામાં યે જમણવારો યોજાવા લાગે તો એમાંયે લોકોને મઝા પડી જાય !

♦ કુંવારા છોકરા ‘ફાંફા’ કેમ મારતા હશે ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- ‘લાફા’ ખાવા !

♦ ફિલ્મનું ટાઇટલ ‘એવરી બડી ક્લિડ જેસિકા’ એવું હોવું જોઇતું હતું, શું કહો છો ? (મહેશ માંકડ, અમદાવાદ)

- અમે ‘ટાઇટલ ક્લિયરન્સ’નાં કામ નથી કરતાં !

♦ માણસને દુઃખના સમયે જ કેમ ભગવાન યાદ આવે છે ? (હર્ષ જોષી, અમદાવાદ)

- એમ કહો ને કે દુઃખના સમયે તો ભગવાન યાદ આવે છે બિચારા માણસને !

♦ ‘મધર ઇન્ડિયા’ ફિલ્મ જોઇને તમને શું લાગ્યું ! (મીરા રાજ, મુંબઇ)

- ‘ફાધર ઇન્ડિયા’, ‘બ્રધર ઇન્ડિયા’, ‘સિસ્ટર ઇન્ડિયા’ એમ બધી જ ફિલ્મ બનાવવી જોઇએ !

♦ શું તમે કરીના કપૂર જેવાં લાગો છો ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- સવાલ સે મેં ‘ફિંદા’ હું, પર મુઝે ઇસ મેં ‘ઐતરાઝ’ હૈ... ‘ક્યોં કિ’....!

♦ જો ભગવાન એક દિવસ પોલિટિશિયન્સ સાથે રહે તો ? (રોનક અમીન, વાયા ઇ-મેઇલ)

- તો તો એ ય ‘નારાયણ-નારાયણ’ બોલી ઉઠે !

♦ પન્ની વારેઘડીયે એના પિયર જતાં રહેવાની રધમકી આપતી હોય તો શું કરવું ? (ચંદ્રકાંત, અમદાવાદ)

- ખરેખર જતી રહે ત્યારે વાત !

♦ જો આજે ગાંધીજી જીવતા હોત તો ભારત ક્યાં હોત ? (જતીન તન્ના, રાજકોટ)

- મને તો એમ થાય છે કે આજે ગાંધીજી જીવતા હોત તો એ પોતે જ કયાં હોત !

♦ વર્લ્ડ કપ ફાઇનલમાં પાકિસ્તાન વર્લ્ડ કપ જીતી જાય તો ? (નવીન પ્રજાપતિ, વાયા ઇ મેઇલ)

- તો વર્લ્ડ કપને ય બુરખો ઓઢાડીને મૂકી રાખે !

♦ રાખી સાવંત ગુજરાતની મુખ્યમંત્રી બની જાય તે ?

- ‘રાખી સાવંત’-આવી ‘સાવ નાખી’ દેવા જેતી વાત શું કરતા હશો !

♦ હિન્દી ફિલ્મમેકર્સ હોલિવૂડના મૂવિઝની કોપી કેમ કરે છે ? (પ્રતીક સોની, સિડની)

- એ તો બિચારાઓ મૂવિઝના આઇડિયાઝ ‘ઇમ્પોર્ટ’ કરે છે !

♦ જો તમે ના હોત તો અમારું શું થાત ? (ભાર્ગવ સોલંકી, વાયા ઇ-મેઇલ)

- ડોન્ટ વરી... ‘મૈ હૂં ના’ !

♦ શું લાગે છે... ઇન્ડિયા વર્લ્ડ કપ જીતશે ! (રશીદ,ભાલે)

- અત્યારે તો કશું લાગતું નથી પણ નહીં. જીતે તો બહુ ‘લાગી’ આવશે !

♦ પત્ની, વાઇફ અને બીવીમાં શું ફર્ક ? (હિતેશ, વાયા ઇ-મેઇલ)

- ‘સાંભળો’, ‘લિસન’ અને ‘અજી, સુનતે હો’ જેટલો !

♦ આપણો દેશ કયારે પ્રગતિ કરશે ? (નિમિષ ખારા, વાયા ઇ-મેઇલ)

- જયારે ‘માંરુ –મારું’ ને ‘તારું-મારું સહિયારુ’ની નીતિ જશે ત્યારે !

♦ હવે કોલમ રાઇટરને પણ ટેક્સ ભરવો પડશે. કોઇ કોમેન્ટ ? (ધાર્મિક વ્યાસ, વાયા ઇ-મેઇલ)

- મારે પ્રશ્નોની ભરેલાં અઢળક પોસ્ટકાર્ડ આવે છે... ‘ઓડિટ’ કરાવીને 40 ટકા પોસ્ટકાર્ડ ટેક્સરૂપે આપી દઇશ !

♦ આજકાલ લવમેરેજ વધવાનું કારણ શું ? (ચિરાગ પટેલ,વાયા ઇ-મેઇલ)

- રોજરોજ ‘આપસ-આપસ મૈં પ્યાર સે રહો’ એમ કહેવામાં આવે તો બીજું થાય શું ?

♦ રજી અને 3જીમાં ફર્ક શું ? (દીપક સોલંકી, અમદાવાદ)

- ‘એ રાજાજી’ જાણે !

♦ ભગવાને માણસને પૂંછડી કેમ ના આપી ? (ચંદ્રકાંત, હેતલ, અમાદાવાદ)

- ના આપી તો ના આપી.. હવે પાછળથી પૂંછડા પછાડવાનો શું અર્થ !

♦ સાચો મિત્ર કોને કહેવાય ? (દિનેશ દરજી, વાયા ઇ-મેઇલ)

- જે ‘આફ્ટરશોક’ ના આપે તે જ સાચો વિકલ્પ

♦ પ્રણવ મુખર્જી અને રાણી મુખર્જીમાં શું ફર્ક ? (નવીન પ્રજાપતિ, વાયા ઇ-મેઇલ)

- અવાજમાં તો કોઇ ફર્ક નથી !

♦ જો ભગવાન પ્રતિભા પાટિલની જગ્યાએ હોત તો ? (પાર્થ ચૌહાણ, ભૂજ)

- તો આપણું રાષ્ટ્રીય ગીત હોત... ‘જાગો ‘મોહન’પ્યારે જાગો’ !

♦ ઇસુ ખ્રિસ્ત અમદાવાદી હોત તો ? (મહીપાલે બોરાધરા, જંબુરા)

- તો અમદાવાદમાં ‘સાબરમતી’ ને બદલે ‘મધરમેરી’ નદી વહેતી હોત !

♦ મુંબઇને ‘માયાનગરી’ કહેવાય તો અમદાવાદને ? (રક્ષિત વોરા, અમદાવાદ)

- ‘જબ કુત્તે યે સસ્સા આયા’ની નગરી!

♦ હાસ્યલેખક/ હાસ્યલેખિકા સાથે ઘરસંસાર મંડાય તો ? (કાજલ-કુશલ,ન્યૂયોર્ક)

- તો ‘હાસ્ય’ પેદા થાય !

♦ નરેન્દ્ર મોદી આજે ગુજરાતના મુખ્યમંત્રી ન હોત તો ? (મનહર,મહુવા)

- તો ‘કાલે’ હોત !

♦ સલમાન ખાન લગ્ન કેમ નથી કરતો ? (પ્રતીક, સેવાલિયા)

- એને ‘કૈફે’ ચઢી ગયો છે !

♦ તમને વડાપ્રધાન બનાવવામાં આવે તો તમે ઇન્ડિયામાં શેમાં ‘ચેન્જ’ લાવો ? (વિષ્ણુ દેસાઇ, વાયા ઇ-મેઇલ)

- ‘એક્સચેન્જ’માં(1રૂ.=40 ર્ડોલરનો રેશિયો સેટ કરું)

♦ ભારત વર્લ્ડકપ નહીં જીતે તો શું થશે ? (નૈયા સોની, સિડની)

- ક્રિકેટની વર્લ્ડ વોર !

♦ ભારતમાં ‘રાજા’ શાહી ચાલુ થાય તો શું થાય ? (રાણા યુવરાજ, રાજકોટ)

- 4 જી કૌભાંડ !

♦ કથાનો થાક લાગે તો શું કરવું ? (મહેશ માંકડ, અમદાવાદ)

- સાષ્ટાંગ દંડવત્ પ્રણામ !

♦ હમણાં જાપનમાં થયું તે પાકિસ્તાનમાં થયું હોત તો ? (બિપિન, રાજકોટ)

- તો આપણેય ધ્રુજતા હોય !

♦ ગાંધીજી અત્યારે જીવતા હોત તો શું વિચારતા હોત ? (દીપક સોલંકી, જયસુખ,નિકોલ)

- કે ‘વિદેશી માલની હોળી’ને બદલે અહીં તો વિદેશી જ ‘ગાંધી’બની બેઠી છે !

♦ ર્ડો.મનમોહનસિંઘનું મન ‘મોહન‘મોહન’ જેવું ક્યારેય થશે ? (રિતેશ સુખડિયા, ખંભાત)

- પાર્લામેન્ટમાં ‘રાસલીલા’ રચાશે ત્યારે !

♦ દેશનું સંચાલન ખરેખર કોના હાથમાં છે ? રિમોટ કોના હાથમાં છે ? (સુરેશ મકાતી, વડોદરા)

- આ ‘સુરેશ કલમાડી’ને થાય તેવો પ્રશ્ન તમને ક્યાંથી થયો !

♦ ડુંગળીમાં ભાવ ઘટ્યા, ચાંદીના ભાવ વધ્યા એ માટે શું કહેવું છે ? (પ્રકાશ ગીદવાણી. સંતરોડ)

- ટકે શેર ભાજીને ટકે શેર ખાજા જેવું રાજ તો નથી આપણે ત્યાં !

♦ આપને ચૂંટણી લડવાનું કહેવામા આવે ત્યારે તો આપ કયા પક્ષની ટિકિટ લો ? (ધવલ સોની, ગોધરા)

- વી.આઇ.પી.ને કોમ્પ્લિમેન્ટ્રી ટિકિટ મળે તે પક્ષની !

♦ તમે તમારી કોલમમાં તમારું નામ પૂરેપૂરું લખો છો પણ અમારા વાચકોનાં નામ પર ‘કાતર’ શા માટે ફેરવો છો ? (એમ.દોશી.રાજકોટ)

- લાડમાં !

♦ સચિન તેંડુલકર ગાયક હોત તો ? (અજય શર્મા, કલોલ)

- તો ક્રિકેટના ગીતોના ‘બોલ’ હવામાં વીંઝાતા હોત !

♦ માણસ ‘માણસ’ બનવા કેમ નથી માગતો ? (દીપક, જયસુખ, નિકોલ)

- કેટલીવાર પ્રયત્ન કરે !

♦ જાપાનમાં ભૂકંપ થયો ત્યારે તમે ત્યાં હોત તો ? (સાહર રાજા, વાયા ઇ-મેઇલ)

- તોયે ચીસો તો ગુજરાતીમાં જ પડી હોત !

♦ ‘જસ્ટ એ મિનિટ’ ને બી.એસ.ઇ.ના લીસ્ટ કરવામાં આવે તો (મહેશ માંકડ, અમદાવાદ)

- તો તો પછી મારે ‘ઇન્કમટેક્સમાં’ યે ‘જવાબો’ દેવા પડે !

♦ અત્યારે કઇ જગ્યાએ ભ્રષ્ટાચાર નથી ? (ર્ડો.ડી.સી. શુકલ, અમદાવાદમાં)

- ભ્રષ્ટાચાર તો આજે ‘તું જહા જહાં ચલેગા, મેરા સાયા સાથ હોગા’ની જેમ છે !

♦ જો ભારતમાં ધરતીકંપ આવે તો શું થાય ? (પિયુષ ચૌરસિયા, વાયા ઇ-મેઇલ)

- અને એમાં ભારતનું કેપિટલ જ ‘એપીસેન્ટર’ બને તો શું થાય !!!

♦ જો પાવર જ ન શોધાયો હોત તો શું થાત ? (પ્રતીક સોની, વાયા ઇ-મેઇલ)

- તો ‘મેનપાવર’થી કામ થાત !

♦ નરેન્દ્ર મોદીને આપણી ક્રિકેટટીમના કેપ્ટન બનાવવામાં આવે તો ? (કુલદીપ ગોર,ભૂજ)

- ‘લલિત મોદી’ વિચારોને ભાઇ....એમને આ બધાંમાં વધારે ‘જ્ઞાન’ છે ’ છે !

♦ પત્ની પતિની કોઇ વાત ન માનતી હોય તો શું કરવાનું ? (ચંદ્રકાંત રાઠોડ, અમદાવાદ)

- આરતી ઉતારવાની !

♦ સોનિયા ગાંધી અને ઇન્દિરા ગાંધીમાં શું તફાવત દેખાયો છે !(નિહારી, વાયા ઇ-મેઇલ)

- ‘બેકસ્ટેજ આર્ટિસ્ટ’ અને ‘ઓનસ્ટેજ આર્ટિસ્ટ’ જેટલો !

♦ ગુજરાતી સાહિત્યમાં ‘લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’ આપવા જરૂરી નથી લાગતા ? (રસીલા શાહ, અમદાવાદ)

- ‘લાઇફટાઇમ અચિવમેન્ટ એવોર્ડ’ ! ગુજરાતી ભાષાની ખુદની જ લાઇફના કયાં ઠેકાણાં છે !

♦ વોરંટી અને ગેરંટી વિશે તમારો અભિપ્રાય આપો. (જયેશ,લીંકડી)

- વોરંટી એટલે ‘ચાર દિવસની ચાંદની’ અને ગેરંટી એટલે ‘ચાંદ છુપા બાદલ મેં !

♦ વાચકોના સવાલના જવાબ તમે કેટલી વારમાં આપો છો ? (સાહેબ દવે, બેંગ્લોર)

- મલિંગાનો બોલ બેટ્સમેન સુધી પહોંચે એટલી વારમાં !

♦ તમને જો ‘જસ્ટ એ મિનિટ’ માં સવાલ પૂછવાનો મોકો મળે તો તમે કયો સવાલ પૂછો ? (દીપક,ઝાલા, મોરબી)

- કાય ઝાલા !

♦ ‘એકઝામ’ અને ‘ઇલેકશન’ વચ્ચે શું તફાવત છે ? (મેહુલ જાદવ, વાયા ઇ-મેઇલ)

- લગ્ન અને સમૂહલગ્ન જેટલો !

♦ છોકરીની ઉંમર શા માટે ના પુછાય ? (પરેશ સોની, વાયા ઇ-મેઇલ)

- બીજાને જુંઠ્ઠુ બોલવા મજબૂર કરવા પણ પાપ છે માટે !

♦ મહેન્દ્રસિંહ ધોની અને કપિલદેવમાં શું ફરક છે ? (તારીક શેરસિયા, વાંકાનેર)

- બી.એમ.ડબ્લ્યુ અને મર્સિડિસ જેટલો !

♦ પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ એટલે શું ? (દીપક, જયેશ, નિકોલ ગામ )

- પતિ,પત્નિ અને વો !

♦ મોબાઇલથી મોબાઇલ દુનિયાભરમાં ફ્રી વાતો થવા લાગે તો શું થાય ? (શિવરામન પ્રજાપતિ, ભાભર)

- વાતોના વડાં !

♦ દોસ્ત અને દુશ્મનને કેવી રીતે ઓળખવા ? (રશીદા, ભાલેજ)

- પોતાની જાતને ઓળખીને !

♦ ભારતદેશ દેવું કરીને શા માટે વિકાસ કરે છે ? (રસિક વ્યાસ, ભાવનગર)

- કંઇ નહીં તો એમાં દેવાનો વિકાસ તો થાય છે ને !

♦ તમને શાહિદ કપૂર સાથે ફિલ્મ કરવાની ઓફર મળે તો ? (બિપીન, પ્રીતિ, રાજકોટ)

- મને ‘શહાદત’ વહોરવાનો બિલકુલ શોખ નથી !

♦ શું ‘બિલ’ પાસ થઇ જશે ?(દીપક સોલંકી, નિકોલ)

- અરે, ‘કોમનવેલ્થ ગેમ્સ’ વખતે ભલભલાં બિલ પાસ થઇ ગયાં !

♦ આજે,પણ રામે રાવણોને હરાવી દીધા. શું કહો છો ? (ચેન પરમાર, વાયા ઇ-મેઇલ)

- અરે, હરાવ્યા શું ! રામે રાવણોના ‘રામ રમાડી’ દીધા !

♦ પ્રતિભા પાટિલને ‘રાષ્ટ્રપતિ’ કહેવાય કે ‘રાષ્ટ્રપત્ની’ ? (શિવરામ પ્રજાપતી, ભાભર)

- તમારી કોમમાં સ્ત્રીઓ પોતાની અટક ‘પ્રજાપતિ’ લખે છે કે ‘પ્રજાપત્ની’ !

♦ જો વડાપ્રધાન કુસ્તીમાં ખલીને હરાવી દે તો ? (ઇમ્તિયાઝ શેરસિયા, વાયા ઇ-મેઇલ)

- તો મોહનના ‘નાગદમન’ ની જેમ મનમોહને ‘ખલીદમન’ કર્યુ કહેવાય !

♦ ‘જાગો વાચક મિત્રો...’ આ અનુસંધાનમાં તમારે કંઇ કહેવું છે ? (દિલીપ શાહ, અમદાવાદ)

- ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં!

♦ ‘આત્મા’ અને ‘ભગવાન’માં શું ફર્ક છે ? (હરેશ સિંગાલા, વાયા ઇ-મેઇલ)

- ‘મન’ અને ‘મોહન’ જેટલો !

♦ સ્ત્રીઓ પાસે ‘પિયરની’ ધમકી છે, તો બિચારા પુરુષો પાસે ? (કાજલ-કુશલ ન્યૂયોર્ક)

- ‘દમ મારો દમ... મિટ જાયે હમ’ સિવાય કંઇ નહીં !

♦ હં પાચેક મેઇલ કરું ત્યારે તમે એકાદવાર કેમ જવાબ આપો છો ? (બિપીન-પ્રીતિ, રાજકોટ)

- ‘રેશનિંગ’ કરવું પડે છે.

♦ અણ્ણા હજારે વિશે તમારે શું કહેવું છે ? (ભાવેશ ગુના, અમરેલી)

- એક ગાંધીટોપીએ અનેક મોટાં માથાઓને ટોપી પહેરાવી !

♦ આઇ.પી.એલ. પછી શું આવશે ? (જયેશ દરજી, નિકોલ)

- આઇ.પી.એલ. કૌભાંડ પાર્ટ-2 !

♦ આઇ.પી.એલ. નું ફુલફોર્મ કહો, તમારા અંદાજમાં ! દીપક,મોરબી)

- ઇન્ડિયન્સ પરફોર્મિંગ ‘લલિત’ કલા !

♦ કોચને રૂ।. 50 લાખ, જયારે શિષ્ય ક્રિકેટર્સને રૂ।. 1 કરોડ.... આ અન્યાય નથી ? (ડી.આર.શાહ. ઉવારસદ)

- ‘મિયાં-બીબી રાજુ તો ક્યા કરેગા કાજી’ જેવું છે આ વાતમાં !

♦ વિદેશોની બેકમાં નાણાં ભારતમાં વપરાય તો ? (જી.એચ.દેલવાડિયા) અંકલેશ્વર)

- તો તો એ પણ ‘ચાંઉ’ થઇ જાય !

♦ આપણા દેશમાંથી ભ્રષ્ટાચાર, મોંઘવારી, ગરીબીનો અંત ક્યારે આવશે ? (રિતેશ સુખડિયા, ખંભાત)

- દેશનો દરેક નાગરિક ‘અણ્ણા હજારે’ બનશે ત્યારે !

♦ ભારતની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય કયો ? (પ્રતીક સોની, સિડની)

- ઇ.સ. 3000 પછી

♦ મારે સી.એમ. બનવું છે...(જતીન હીંગુ, વાયા ઇ-મેઇલ)

- તથાસ્તુ !

♦ અણ્ણા હજારેની જગ્યાએ તમે અનશન પર ઊતર્યા હોત તો લોકપાલ બિલ પાસ થયું હોત ? (જય સોની, અમદાવાદ)

- બાપરે... અનશન! અહીં તો એક અગિયારશનો ઉપવાસ પણ જોરદાર ફરાળ ખાઇખાઇને માંડમાંડ કરી શકું છું !

♦ મોબાઇલમાં 3જી આવ્યા પછી હવે શું આવશે ? (પીયુષ ચોરસિયા, અમદાવાદ)

- 3જી પછીની તો ખબર નથી. અહીં તો ટાવરના પ્રોબ્લેમથી આખોયે દા’ડો ‘હેંજી હેંજી’ કરવું પડે છે !

♦ નેરન્દ્ર મોદી અને લલિતા મોદી વચ્ચેનો તફાવત ? (મીત દરજી, વાયા ઇ-મેઇલ)

- એ ગ્રેડ અને ઝેડ ગ્રેડ જેટલો !

♦ પતિ પરમેશ્વર તો પત્ની ? (દેવ જોષી, વાયડ)

- પત્ની હંમેશા પત્ની જ રહે છે !

♦ શું તમે બચપનથી આવા છો ? (બિપીન મકવાણા, રાજકોટ)

- યે તો આગે સે ચલી આતી હૈ ભાઇ !

♦ ‘જસ્ટ એ મિનિટ’ સૌથી વધુ સવાલ પૂછનારનું નામ જણાવશો ? (પ્રહલાદ રાવળ, રાજપીપળા)

- તમે નથી એમાં એટલું પાંકું !

♦ જો આપણે સ્વર્ગ જોવું હોય તો ? (પ્રહલાદ જોષી, ભીલાડી)

- નામ આગળ ‘સ્વ.’ લગાવવું પડે !

♦ તમારા ‘જસ્ટ એ મિનિટ’ પર કોઇ કોમેન્ટ ? (સુનીલ ગોહિલ, વાયા ઇ-મેઇલ)

- ‘તમારા’ નહીં સાહેબ, ‘આપણાં’ !

♦ તમે ‘જસ્ટ એ મિનિટ’ક્યાં સુધી ચલાવશો ? (ધર્મેશ વિરાણી, વાયા ઇ-મેઇલ)

- સવાલો મળે ત્યાં સુધી !

♦ ‘જસ્ટ એ મિનિટ’ ની ચોપડી કયારે પ્રકાશિત કરો છો ? (ર્ડો.હેમંત જોષી, વડોદરા)

- રીલીઝિંગ શોર્ટલી !

♦ તમે ‘જસ્ટ એ મિનિટ’માં મારા પ્રશ્નનો ઉત્તર કેમ નથી આપતા ? (રાજેશ ઉપાધ્યાય, અમદાવાદ)

- તમે કતારમાં છો.... કૃપા કરી પ્રતિક્ષા કરો !

♦ તમને ‘જસ્ટ એ મિનિટ’ સવાલ પૂછવાનો મોકો મળે તો તમે કયો સવાલ પૂછો ? (દીપક,ઝાલા, મોરબી)

- કાય ઝાલા !

♦ ‘જસ્ટ એ મિનિટ’ માં તમને કઇ બાબતમાં આનંદ આવે છે ? (યશ ઉંડવિયા,ગઢડા)

- ઇ-મેઇલના જમાનામાં પોસ્ટકાર્ડના ઢગલાં જોઇને !

♦ ‘જસ્ટ એ મિનિટ’ નો ઉદ્દેશ શું છે ભલા ? (હાર્દિક તાદ, ભૂજ)

- ‘હંસતે હસતે કટ જાયે રસ્તે, જિંદગી યુંહી ચલતી રહે’ !

♦ ‘જસ્ટ એ મિનિટ’ રોજ કેમ નહીં ? (અલકા ચંદારણા, મીટાપુર)

- કોઇપણ વસ્તુનો ‘ઓવરડોઝ’ સારો નહીં. !

♦ લગ્ન મંડપની ચોરીમાં નવવધૂના કાનમાં આજે તમારી સ્ટાઇલમાં શું કહેવાય ? (સી.એ.કે.શાહ, અમદાવાદ)

- કે સાસરીમાં બહુ સવાલો ય ના કરીશ, ને બહુ જવાબો ય ના દઇશ !

♦ પેટ્રોલ-ડીઝલના ભાવ પર કોઇ ટિપ્પણી ? (ફતાર્થ પંડિત,વાયા ઇ-મેઇલ)

- કે સારું છે અમારી આ પેન પેટ્રોલ-ડીઝલથી નથી ચાલતી. નહીં તો લેવાના દેવા થઇ જાત !

♦ લગ્નની મોસમ પુરબહારમાં જામી છે... શું કહો છો ? (ભાવિન,વાયા ઇ-મેઇલ)

- કે લગ્ન બાદ તેઓના જીવનમાં ‘બહાર’ આવે ... ‘પૂર’ ના આવે !

♦ પ્રેમ કેમ આંધળો છે ? (કૃપેશ ઉત્તેકર, વડોદરા)

- પ્રેમ માત્ર આંધળો જ નહીં પાગલ પણ છે !

♦ મેનકા ગાંધી અને સોનિયા ગાંધીમાં શું ફર્ક છે ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- 2જી અને 3જી જેટલો !

♦ જો માણસને મગજ ન હોત તો ? (કૌશલ, અમદાવાદ)

- તો ‘મગજમારી’ જ ન થાત !

♦ ‘બોલે એના બોર વેચાય’ એ સાચું કે ‘નવ બોલવામાં નવ ગુણ’ સાચું ?

- સમય વર્તે સાવધાન !

♦ અમુક વાર તમારા જવાબોમાં મઝા નથી આવતી... છે જવાબ ? (દીપ ગોહિલ, વાયા ઇ-મેઇલ)

- વાંધો નહીં, ઘણીવાર ‘ટપ્પી’ ના પડે તો એવું થાય !

♦ તમે ‘જસ્ટ એ મિનિટ’માં બધા સવાલોના જવાબ આપતાં શું ખાવ છો ?(દીપક ઝાલા,વાયા ઇ-મેઇલ)

- મારાં પપ્પાં મમ્મીનું માથું !

♦ નાણાખાતું કોઇ મહિલાપ્રધાનને સોપવામાં આવે તો ? (દિનેશ જોષી,દહીસર)

- તો ‘ગાંધી છાપ’ સાથે કદાચ ‘કસ્તૂરબા છાપ’ નોટો પણ દેખાય !

♦ સો વર્ષ સુધી જીવવું હોય તો શું કરવું જોઇએ ? (પ્રકાશ વાઘેશ્વરી, વાયા ઇ-મેઇલ)

- સો વર્ષ સુધી જીવવું હોય તો શું શું ના કરવું તે જાણવું જોઇએ !

♦ તમને પ્રશ્નો પૂછીને હું ‘હેરાન’તો નથી કરતી ને ? (પલક વૈષ્ણવ, વાયા ઇ-મેઇલ)

- ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ જે, ‘પીડપરાઇ’ જાણે રે !’

♦ ઘણાં પોલીસમેનના પેટ મોટા કેમ હોય છે ? (શૈલૈષ,અમદાવાદ)

- ઘણાં રાજકારણીઓના પેટ પણ ક્યાં કંઇ કામ હોય છે ?

♦ સાચા માણસને જ કેમ હંમેશા ભોગવવાનું આવે છે ? (પ્રીતિ પટેલ,ડીંગુચા)

- ‘બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે. જૂઠો જીતે ને સાચો હારે, એવી બાજી જેનું નામ જગત છે. !’

♦ આજે ગાંધીજી હયાત હોત તો ? (સંવેગ શાહ, અમદાવાદ)

- તો તેમને ત્રણને બદલે પાંચ-છ વાંદરા ‘લોન્ચ’ કરવા પડત !

♦ મારેય તમારી સાથે ‘જસ્ટ એ મિનિટ’માં કામ કરવું છે...બોલો કયારથી આવું ? (બિપીન,રાજકોટ)

- એમાં આવવાની કોઇ જરૂર નથી, ત્યાં બેઠે બેઠે તમતમારે પ્રશ્નો મોકલવાતા રહોને .... આભાર !

♦ દરજીની કાતર અને ડોક્ટરની કાતરમાં તફાવત શું ? (કાજલ,કુશલ,આયુષ,યુએસએ)

- એક ‘શણગારે’ અને બીજી ‘ઉગારે !

♦ માયા, શીવા, જયા, મમતા, પ્રતિભા... તમારો શું પ્રતિભાવ છે ? (મનીષ બાખડા,જૂનાગઢ)

- ‘કોઇ હમકો રોકો... કોઇ તો સમ્હાલો... કહીં હમ ગિર ના પડે !’

♦ ‘જસ્ટ એ મિનિટ’ તમે સિનેમાઓમાં નથી આવતાં ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- ના, પણ જઉં છું ખરી !

♦ ઘરવાળી બહારવાળીમાં શું ફર્ક ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- હાર્ડડિસ્ક અને રિમુવેબલ ડિસ્ક જેટલા !

♦ માતા એ મમતાની ‘મૂર્તિ’ છે તો પિતા એ ? (રક્ષિત વોરા,ગાંધીનગર)

- પૂજારી !

♦ પાણી અને દારૂમાં શું ફર્ક ? (રાજવી,ગાંધીધામ)

- ‘અંગૂર’ અને ‘અંગૂર કી બેટી’ જેટલો !

♦ મહેન્દ્રસિંહ ધોનીનું ટેકો કરાવવાનું કારણ શું હોઇ શકે ? (પ્રતીક દોશી,મહુવા)

- હવે મેદાન સાફ થઇ ગયું છે તેના ‘સાક્ષી’ તરીકે !

♦ ‘અટપટા’ સવાલોના ‘ચટપટા’ જવાબો આપી શકો છો ? (આ માટે તમારો પ્રેરણાંગ્રંથ કયો ? (પ્રદીપ હાથી, ભૂંજ)

- આ પીળા પોસ્ટકાર્ડને જોતાં જ દિમાંગ ‘ચાર્જ’ થવા લાગે છે, એટલે ‘પોસ્ટકાર્ડસ’ જ પ્રેરણાગ્રંથ !

♦ બધા ધર્મો માનવતાનો સંદેશ આપે છે, છતાંયે યે માનવતા કેમ કયાંય દેખાતી નથી ? (ભરત ભાડ, વાયા ઇ-મેઇલ)

- ધર્મયે ક્યાંય દેખાય છે ત્યારે !

♦ લાદેન મર્યા પછી સ્વર્ગમાં ગયો હશે કે નર્કમાં ? (ઝલક,વડોદરા)

- એ શોધવા હવે ‘દાઉદ’ ને મોકલવાનો છે !

♦ મારે તમને કંઇ પૂછ્યૂં છે. તો શું પૂછું ? (સૌમિલ,અમદાવાદ)

- અહીં સવાલો નહીં, માત્ર જવાબો મળે છે !

♦ તમે આવા અઘરા-જવાબો કેમ આપો છો ? થોડા સહેલા કેમ નહી ? (અજય ભીમાણી, વાયા ઇ-મેઇલ)

- મને વાચકોની બુદ્ધિ માટે માન છે માટે !

♦ તમે ‘ફેસબુક’ ‘ઓર્કુટ’ વગેરેમાં કયાય છો કે ખાલી દિવ્ય ભાસ્કરમાં જ ‘વિસ્ફોટ’ કર્યા કરો છો ? (અજય ભીમાણી, વાયા ઇ-મેઇલ)

- ‘કલમ’ લાગી જશે !

♦ ‘જસ્ટ એ મિનિટ’ કેમ ? ‘જસ્ટ ટુ મિનિટ્સ’ કેમ નહીં ? (અનિલ પોપટ, વડોદરા)

- આપણે કયાં અહીં ‘મેગી’ બનાવવી છે !

♦ ભ્રષ્ટાચાર કોણ રોકી શકે છે ? (સાગર સોલંકી, વાયા ઇ-મેઇલ)

- સદાચાર, સદ્દવિચાર, શિષ્ટાચાર અને સમાચાર !

♦ રાહુલ ગાંધી લગ્ન કેમ નથી કરતા ? (અલ્પેશ પટેલ, સુરત)

- ભારતને વંશપરંપરાગત ગાદીમાંથી છોડાવાવ !

♦ ભગવાન ઉપર બેઠા બેઠા આપણે વિશે શું વિચારતા હશે ? (શૈલેષ દરજી, અમદાવાદ)

- કે, હું બેઠો છું નીચે અને તો પણ લોકો શા માટે મને ‘ઉપર’ શોધતા હશે !

♦ તમારી પાસે કાળું ધન કેટલું છે ? (પટેલ,વાયા ઇ-મેઇલ)

- ફસ્ટઁ ઓફ ઓલ...પ્લીઝ શો મી યોર આઇડી કાર્ડ ઓફ ધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ !

♦ તમે ‘જસ્ટ એ મિનિટ’ ફેસબુક પર કેમ ચાલુ નથી કરતાં ? (પ્રદીપ વાઘેલા,વાયા ઇ-મેઇલ)

- કારણ કે મને ‘વોલ’ પર નહીં ‘પેપર’ પર લખવું ગમે છે. !

♦ લાદેન કોની ‘દેન’ ગચો ? (સુરેશ રામાણી,ખેડા)

- બિચારો લખતો’તો તો ખરો કે ‘બિન’-લા-દેન !

♦ દિલ તૂટી જાય તો શું કરવું ? (કેતન,રાજકોટ)

- ‘એ-દિલે-નાંદા’ ગાવું !

♦ તમારો બેસ્ટ ‘ટીવી શો’ ક્યો ? (આકાશ કોટડિયા, વાયા ઇ-મેઇલ)

- હું ‘ટીવી શો’ નથી કરતી !

♦ જીવન સારું જીવવું હોય તો શું કરવું ? (જય મહેરા, પંચમહાલ)

- બહુ સવાલો ન કરવા !

♦ પત્ની વારેવારે રિસાઇ જાય તો ? (પવનકુમાર,વાય ઇ-મેઇલ)

- એટલિસ્ટ, રવિવારે રજા રખાવવી !

♦ સસ્તા રોયે 100 બાર,મહેગા રોયે 1 બાર, આપકા જવાબ પઢનેવાલા રોયે કિતની બાર ? (જે.ડી.પંડ્યા, વાયા ઇ-મેઇલ)

- સિર્ફ ‘પઢનેવાલા’ રોયે બાર બાર... ‘સમજનેવાલા’ના રોયે એક ભી બાર !

♦ અમદાવાદની ઓળખાણ કઇ ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- પોસ્ટકાર્ડની પ્રશન પૂછે એ સાચા અમદાવાદી !

♦ ગધેડા અને ઘોડામાં શું ફરક છે ?(ગૌરવ લિંબાચિયા, સૂંઢિયા)

- સવાલ પૂછનાર અને જવાબ દેનાર જેટલો !

♦ શેરબજાર અને પ્રેમમાં શું સામ્યતા છે ? (મિહુલ ફાફડાવાળા, મહુવા)

- બંનેમાં હાર થવાથી ‘બાવા’ થઇ જવાય !

♦ લોકો જિંદગીથી ધરાઇ જાય ત્યારે શું કરવું જોઇએ ? (બાબુ દફતરી, રાજકોટ)

- ઓડકાર ખાઇ લેવો જોઇએ !

♦ માણસો લગ્ન કેમ કરે છે ? (કંજલ ઓઝા, અમદાવાદ)

- ફેમિલી કોર્ટ ચલાવવા !

♦ લગ્નમાં વરરાજા જ શા માટે ‘ફેંટો’ પહેરે છે ? વહુરાણી શા માટે નહીં ? (રોનક પટેલ,દિવ્યાંગ અમદાવાદ)

- વહુરાણી ‘ફેંટો’ પહેરે નહીં, ‘ફેંટો’ મારે !

♦ વડાપ્રધાનને સ્વાઇન ફ્લૂ થાય તો તે શું કરે ? (હાર્દિક રાઉલજી, અમદાવાદ)

- ‘સ્વાઇન’ ને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી દેવાય અને ‘સ્વાઇન ફ્લૂ સમિતિ’ની રચના પણ કરવામાં આવે !

♦ દેશનું સુકાન વ્યવસ્થિત રાખવા માટે કેવા નેતાઓ જોઇએ ? (રમ્પા વ્યાસ, ભરૂચ)

- ખરેખર ‘સુકાન’ ધરાવતા હોય તેવા !

♦ માણસની કઇ ટેવ તમને ગમતી નથી ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- પોતાની જાતને માણસ સમજવાની !

♦ આપણને બગાસાં શાથી આવે છે ? (રૂચા શાહ, અમદાવાદ)

- આવા વિચિત્ર પ્રશ્નો સાંભળવાથી !

♦ લોકો સુખને શોધવામાં કેમ સફળ થતા નથી ? (રસિક વ્યાસ, ભાવનગર)

- એમાં ‘બગલમાં છોકરું ને ગામમાં શોધવા જાય’ તેવી વાત છે માટે !

♦ હાલમાં સતત મોંઘવારી વઘતી જાય છે, તો પણ સરકાર ‘આંખ આડા કાન’ કેમ રાખે છે ? (સમીપા રાણા, અમદાવાદ)

- અચ્છા તો સરકારને આંખ ને કાન હોય છે ખરા ?!

♦ આજના યુગને ‘ઇ-યુગ’ સિવાય બીજું શું નામ આપી શકાય ? (પૂર્વી પંડિત, રાજકોટ)

- સોફ્ટયુગ ! (આજે સોફ્ટવેર,સોફ્ટટોઇઝ,સોફ્ટ ડ્રિંક્સ, સોફ્ટી આઇસ્ક્રીમ વગેરેની ડિમાન્ડ છે.)

♦ ખરાબ અક્ષરને સુધારવા શું કરવું જોઇએ ? (ઘનશ્યામ ભરૂચા,મુંબઇ)

- એ માટે તો બીજો જનમ લેવો પડે !

♦ હું માનવી માનવ થાઉં તો ઘણું’ તો પછી ગધેડા શું વિચારતા હશે ? (ચિરાગ પંચાલ, પંચમહાલ)

- એ જાતભાઇઓને વધુ ખબર પડે... તો જરા ચર્ચા કરીને જવાબ મોકલાવશો તો ઘન્યવાદ !

♦ તમને રેલવેમંત્રી બનાવવામાં આવે તો તમે શું કરો ? (ક્રિષ્ના ઠાકર, ભરાડા)

- દરેક ‘ગાડીને ખરેખર પાટા પર લવી દઉં’ !

♦ અનેક પુરુષો દાઢી શા માટે રાખે છે ? (રૂપાલી મિશ્રા, જૂનાગઢ)

- ‘દાઢીની દાઢી ને સાવરણીની સાવરણી’ કરવા !

♦ તમને નથી લાગતું કે આધુનિકતા શાપરૂપ બની રહી છે ? (બબુ દફતરી,રાજકોટ)

- આમેય આજકાલ આશીર્વાદરૂપ છે શું !

♦ ખરાબ લગ્નજીવનમાં કોની ઊંઘ હરામ થઇ જાય ? પતિની કે પત્નીની ? (હર્ષદ વ્યાસ,ભાવનગર)

- પડોશીની !

♦ અમીર અને ગરીબમાં સામ્યતા શું છે ? (સૈયદ માહી,હાડગુડ)

- બંનેની જાન કિંમતી હોય છે !

♦ બધા જ ધંધામાં મંદી છે. તમારે કેમ છે ? (ગીતા ડાંગર,રાજકોટ)

- આપણે તો ‘મોનોપોલી’ છે !

♦ રામાયણ –ભાગવત્ સાંભળવા છતાં લોકોમાં પરિવર્તન કેમ નથી આવતું ? (રસિક વ્યાસ,ભાવનગર)

- કહેવાય છે ને કે ‘ભેંસ આગળ ભાગવત્’ એની આ રામાયણ છે !

♦ માણસનો સ્વભાવ કેમ સુધરતો નથી ? (જય શાહ, મુંબઇ)

- કારણ કે એ માણસ છે. !

♦ જાને કયું લોગ મહોબ્બત કિયા કરતે હૈ ? (મહેશ માંકડ,બેંગલોર)

- અનજાનેમૈં !

♦ ઘડપણમાં જવાની કયારે ખીલી ઉઠે છે ? (હંસા ભરૂચા,મુંબઇ)

- ઘડપણમાં ‘જવાની’ જવાની હોય ત્યાં ખીલવાની વાત કેવી !

♦ ગુજરાતમાં ભય, ભૂખ ને ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થશે ? (લક્ષ્મી વસંત, જામનગર)

- સોનાનો સૂરજ ઊગશે ત્યારે !

♦ 1857માં ક્રાંતિકારી હતા, તો એકવીસમી સદીમાં શું ? (ધીરેન ડોડિયા,ભાવનગર)

- ઉત્ક્રાંતિકારી !

♦ શું રાવણને દસ માથા હતા ? (રાજીવ ગુપ્તા, ગાંધીનગર)

- રાવણને દસ માથા હતા કે પંદર, તેનાં માટે આપણે આપણું એકનું એક માથું શા માટે ફોડવું !

♦ મોંઘવારી નાથવા તમને 24 કલાકનો સમય આપવામાં આવે તો તમે શું કરો ? (રસિક લાઠી,પઢિયાર)

- ઘડિયાળ બંધ કરી દઉં !

♦ આ દુનિયામાં માણસ ન હોત તો શું વાત ? (સમીર રાજપૂત, દ્વારકા)

- તો આ દુનિયા સ્વર્ગ હોત !

♦ સૌથી મૂર્ખ માણસ કોણ ? (નાજિયા સાજીદ, અમદાવાદ)

- જે પોતાને સૌથી ડાહ્યો સમજે તે !

♦ સરકારી કચેરીઓમાં કરકસરનું પાલન શા માટે નથી થતું ? (રસિક ભાવસાર, ભાવનગર)

- કોના બાપની દિવાળી !

♦ જાલી નોટનું દૂષણ ખતમ કરવા સરકારે શું પગલાં લેવા જોઇએ ? (સીમા પટેલ,ગોંડલ)

- દરેકને નોટો છાપવાની છૂટ આપી દેવાં જોઇએ !

♦ ‘જસ્ટ એ મિનિટ’ તમે મારા પ્રશ્નનો જવાબ કેમ નથી આપતા ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- ‘જસ્ટ એ મિનિટ’ આ અત્યારે આપ્યો ને !

♦ ફિલ્મો અને વાસ્તવિક જીવન વચ્ચે શું ફેર ? (ચિરાગ પંચાલ, પંચમહાલ)

- ફિલ્મોમાં રડવા માટે પૈસા ખર્ચવા પડે છે, જ્યારે વાસ્તવિક જીવનમાં મફત રડાય છે !

♦ મારી પડોશણ રોજ મને જોઇને હસે છે તો શું કરું ? (ઇશ્વર પુરોહિત,પાંથાવાડા)

- પડોશ બદલાવી નાખો !

♦ પત્નીથી બચવાનો કોઇ ઉપાય ખરો ? ( કિશોરગીરી ગોસ્વામી-પોરબંદર)

- ભજમન નિશદિન શ્યામસુંદર, સુખસાગર હરિશ્રી રાધાવર !

♦ ભ્રષ્ટાચાર એટલે શું ? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

- આચાર –વિચારમાં પાપાચાર એટલે ભ્રષ્ટાચાર !

♦ માણસને કઇ વાતમાં સંતોષ મળે છે ? (મૌલિક ઉંડવિયા, ગંઢડા)

- પ્રશ્નો પૂછવાથી !

♦ પાણીની ‘પરબ’ અને હોટેસનાં ‘પબ’ વચ્ચે ફર્ક શું ? (ઘનશ્યામ ભરૂચ, મુંબઇ)

- ‘પરબ’થી તરસ છીપાય અને ‘પબ’થી તરસ વધે !

♦ કદાચ સુનીતા વિલિયમ્સની જગ્યાએ તમે હોત તો ? (મહુલ જાદવ,સૂંઢિયા)

- તો ‘જસ્ટ એ મિનિટ’ સ્પેસયાનમાં લખાતું હોત !

♦ ‘જસ્ટ એ મિનિટ’ વિભાગની લંબાઇ ક્યારે વધારશો ? (ચિરાગ પંચાલ,પંચમહાલ)

- જયારે સરકાર પોસ્ટકાર્ડની લંબાઇ વધારશે !

♦ મગજને ગરમ થતા વાર નથી લાગતી પણ ઠંડુ થતા આટલી વાર કેમ લાગે છે ? (આતિશ, ર્દષ્ટિ-અમદાવાદ)

- ગ્લોબલવોર્મિંગની અસર હવે બધે વર્તાવા લાગી છે !

♦ પ્રાયશ્ચિત બાદ પણ માણસનું ચિત્ત ફરીથી એ જ ભૂલ કરવા દોરાય છે તેનું કારણ શું ? (મહેશ માંકડ, બેંગ્લોર)

- ચિત્તભ્રમ !

♦ ભારતસરકાર આતંકવાદ સામેની કામગીરીમાં તદ્દન નિર્માલ્ય પુરવાર શા માટે થઇ રહી છે ? (હર્ષદ પરીખ, અમદાવાદ)

- મેરા ભારત મહાન !

♦ લગ્ન બાદ ઘણી સ્ત્રીઓ પોતાની અટક બે કેમ લાગે છે ? (ઘનશ્યામ ભરૂચા, મુંબઇ)

- કેમ, તમને પણ મન થઇ ગયું ?!

♦ ઇ.સી.જી. અને બી.સી.જીમાં ફર્ક શું ? (શાર્દુલ હાથી, વડોદરા)

- જી, હાથી અને કીડી જેટલો !

♦ નરેન્દ્ર મોદી આવ્યા પછી ગુજરાતનું શું થયું ? (રાકેશ ધિયા, અમદાવાદ)

- મોડિફિકેશન !

♦ સિંહ અને સિંહણ વચ્ચે શો તફાવત ? (અનસ સોહેલ, ગોધરા)

- શ્રીમાન સોહેલ અને શ્રીમતી સોહેલ જેટલો !

♦ ‘માર દિયા જાય કે છોડ દિયા જાય’ એ પરિસ્થિતિમાં પહેલું શું કરવું (ર્ડો. નાયક, અમદાવાદ)

- તમને કે મને ?

♦ માણસ પહેલા પ્રેમમાં પડે, પછી વહેમમાં, પછી ડેમમાં અને પછી ? (ઇલ્યાસ તરવાડી, ચલાલા)

- ફેમમાં !

♦ વાતનું વતેસર એટલે શું ? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

- આ તમે કરી રહ્યા છો તે !

♦ આજના જમાનામાં મહાદાનેશ્વરી કર્ણ જોવા મળે ? (દિલીપ વોરા, અમદાવાદ)

- આજના જમાનામાં જો દુર્યોધન, દુઃશાસન ને શકુનિ જોવા મળે છે તો કર્ણ યે ક્યાંક તો જોવા મળે ને !

♦ શું દર વખતે ચૂંટીને ફકત દસ જ સવાલના જવાબ આપવામાં આવે છે ? (સુધીર ભટ્ટ, ભાવનગર)

- હાજી, આમાં મને ‘જનરલ ઓપ્શન’ આપવામાં આવેલું છે.!

♦ ખાંડના ભાવ આસમાને અને પાણીનો ભાવ નીચે કેમ ? (જુવાનસિંહ ડાભી, ભરકુંડા)

- ખાંડના ભાવને ઓગાળવા !

♦ માણસની જિંદગીના કેટલા પ્રકાર હોઇ શકે ? (ધીરેન ડોડિયા, ભાવનગર)

- બે જ.... એક ‘હરામ’ની જિંદગી ને બીજી ‘હે રામ’ની જિંદગી !

♦ ‘લાઇફ’ અને ‘વાઇફ’ માં શું તફાવત છે ? (વિજય ભેડા, સાવરકુંડલા)

- ‘લાઇફ’ જન્મથી જ હોય છે, જયારે ‘વાઇફ’ અડધી લાઇફ પછી આવે છે.

♦ ગુલામીમાંથી આઝાદ થઇને શું મેળવ્યું ? (મુકેશ ચંદારણા, મીઠાપુર)

- પઇની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં !

♦ પરણેલા પુરુષને ઓળખવાની નિશાની કઇ ? (મહાસુખ દરજી, ઇશનપુર)

- ટાલ !

♦ લગ્ન કરવાથી શું ફાયદો ? (કમલેશ, સુનીતા,રાજકોટ)

- ફાયદો કશો યે નહીં... એમાં તો ‘બ્રેકઇવન’ આવે તો યે ઘણું કહેવાય !

♦ મારે સવારમાં કડકમીઠી ચા પીવી પડે છે પણ હાલમાં ખાંડ મોંઘી થઇ ગઇ છે તો શું કરવું ? (જિતેન્દ્ર રાઠોડ, પ્રાંતિજ)

- ડાયાબિટિસ

♦ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થાય તો ? (અશોક ભર્ગા, અંકલેશ્વર)

- ઓલ ઇઝ વેલ... ઓલ ઇઝ... વેલ !

♦ આત્માનો અવાજ કેમ સંભળાતો નથી ? (ઘનશ્યામ ભરૂચ, મુંબઇ)

- તમે બીજાના આત્માનો અવાજ સાંભળવા મથતા હશો માટે !

♦ ન બોલવામાં ‘નવ’ ગુણ તો બોલવામાં કેટલા ગુણ ? (અર્ચના જોરવિયા,સુરત)

- બહેન, આ કંઇ ‘રિયાલિટી શો’ નથી કે અહીં ફટાફટ ગુણ આપી શકાય !

♦ મેઘાલય રાજયમાં જ મુખ્યમંત્રી છે. ગુજરાતમાં 3 ઓછા છે શું કહો છો ? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

- એ બાકીના ત્રણની વિસાત અમદાવાદીઓ પૂરી પાડે છે !

♦ ભ્રષ્ટાચારીને દયાભાવ કેમ નહીં હોય ? (રસિક લાઠી, પઢિયાર)

- ભ્રષ્ટાચારીને માત્ર ‘ભાવ’નો ખ્યાલ હોય છે, દયાનો નહીં !

♦ વ્હાઇટનાં ‘બ્લેક’ કરાય તો બ્લેકના ‘વ્હાઇટ’ કરવા શું કરાય ? (દર્શિની શાહ, અમદાવાદ)

- ‘રેડ’ પડાવાય !

♦ નેતા કોને કહેવાય ? (રાજવી સૂબેદાર, અમદાવાદ)

- સિર્ફ ‘લેતા’, કભી ને ‘દેતા’, વહી હૈ નેતા !

♦ ફૂલ અને કાંટા સાથે જ કેમ હોય છે ? (રમુના અગ્રવાલ, મુંબઇ)

- એમાં સવાલ-જવાબ જેવું છે !(કાંટા સવાલ છે, તો ફૂલ એનો જવાબ છે.)

♦ સ્ત્રીઓની દાઢી-મૂછ ઊગતાં હોત તો ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- તો એ માટે પણ ફેશન એસેસરીઝ ડિઝાઇન થતી હોત !

♦ દીકરી પારકી થાપણ તો દીકરો ? (રંજના દત્ત, રાજકોટ)

- ઓ.ડી.એફ.ડી. !

♦ કૂતરાંની પૂંછડી સીધી થઇ તે સમાચાર આવે તો ? (અલકા ચંદારાણા, મીઠપુર)

- બ્રેકિંગ ન્યૂઝ બની જાય !

♦ જે ગીતમાં સૂર, લય ને તાલ ન હોય તેને શું કહેવાય ? (પંચાલ ચિરાગ, પંચમહાલ)

- પ્રીત !

♦ પ્રેમમાં પડવાથી શું થાય ? (સનત વ્યાસ, અમદાવાદ)

- દિલમા વાગી શકે છે !

♦ માણસ પોતાની ભૂલ કેમ સ્વીકારી શકતો નથી ? (પ્રવીણ ધુંધળવા, ભાવનગર)

- કારણ કે માણસજાત પોતે જ ભગવાનની ભૂલનું પરિણામ છે.

♦ અત્યારે ગાંધી જીવિત હોત તો આપણો દેશ કેટલો આગળ હોત ? (મનિષ ડામોર, હિંમતનગર)

- કયા ‘ગાંધી’ !!

♦ આજકાલ ગૃહિણીઓ ઘરને બદલે હોટલનું ફૂડ કેમ વધુ લાવતી થઇ ગઇ છે ? (હંસા ભરૂચા, મુંબઇ)

- કારણ કે આજકાલ પતિદેવોને ‘બહાર’ ની ચીજો વધુ પસંદ પડતી હોય છે !

♦ યમદૂત લેવા આવે ત્યારે શું કહીએ તો તે પ્રાણ લેતા અટકી જાય ?(પારસ દોષી,બરોડા)

- જસ્ટ અ મિનિટ !

♦ પત્નીની વ્યાખ્યા આપશો ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- પત્નીની ‘વ્યાખ્યા’ ના હોય... પત્ની પર તો મોટું ‘વ્યાખ્યાન’ રચાય !

♦ પ્રેમિકા જ જો ઘરની બાજુમાં ઘર માંડે તો ? (કૂશાલ,આયુષ,ન્યૂયોર્ક)

- ‘બે-ઘર’ થઇ જવાય !

♦ પ્રેમ અને લગ્નમાં શું ફરક છે ? (પટેલ શહેજાદ, ભરૂચ)

- પ્રેમ ‘નિર્બંધ છે, જ્યારે લગ્ન એ નિબંધ’ છે !

♦ બિન લાદેન કોની દેન છે ? (અલ્કા ચંદારણા, મીઠાપુર)

- કોની ‘દેન’ છે એ તો ઠીક પણ એની સામે પડવાની કોની ‘દેન’ છે ? !

♦ પરિણિત સ્ત્રીઓને ધર્મપત્ની કહેવાય તો પુરુષોને શું કહેવાય ? (હર્ષદ વ્યાસ, ભાવનગર)

- ધર્મસ્થાન !

♦ નેતાઓ સફેદ કપડાં પહેરીને કાળા કામ શું કામ કરે છે ? (પ્રવીણ ચંદઢર મનાણી, રાજકોટ)

- ‘કાળાધોળા’ કર્યા તો જ કહેવાય ને !

♦ અમુક ઉંમર પછી માણસની બુદ્ધિ ભ્રષ્ટ કેમ થઇ જાય છે ? (મુકેશ,શિલ્પા, અમદાવાદ)

- માણસની બુદ્ધિ તો પહેલેથી જ ભ્રષ્ટ જ હોય છે. પણ અમુક ઉંમર પછી તેને તે રિયલાઇઝ થાય છે !

♦ પગાર, પ્રવાસ, પ્રારબ્ધ, પુરુષાર્થ...કોને કેટલા ટકા આપવા જોઇએ ? (અશોક ભર્ગા, અંકલેશ્વર)

- એમાં ‘ટકે શેર ભાજી ટકે શેર ખાજા’ જેવું છે !

♦ લાંચ લેનાર અને ભ્રષ્ટાચારીને સરકાર સજા કેમ નથી આપતો ? (રસિક પઢિયાર, અમરેલી)

- ભલા, આજ સુધી કોઇને પોતાની જાતને શિક્ષા આપતા જોયા છે ?!

♦ રિટાયર્ડ થવાની ઉંમરે રાજકારણીઓ કેમ વધુ સત્તા મેળવવા દોડ છે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- ‘બુઝતો દીવો સળગે ઘણો’ જેવું છે !

♦ જીભ ને કાબૂમાં રાખવા શું કરવું જોઇએ ? (ર્દષ્ટિ પટેલ, અમદાવાદ)

- બોબડી બંધ રાખવી જોઇએ.

♦ માણસની ‘કિંમત’ કયારે વધે છે ? (દિન મોહમ્મદ રાજાણી, ભાવનગર)

- ‘મત’ લેવાનો હોય ત્યારે !

♦ પ્રેમ કરવાની ઉંમર કઇ ? (વિશાળ ભટ્ટ, ભાવનગર)

- મરતે દમ તક !

♦ હોશિયાર માણસ કોની આગળ લાચાર બની જાય છે ? (સેજલ પંડ્યા, મુંબઇ)

- મૂર્ખ માણસ આગળ !

♦ ભારતને ઓળખવા માટે ‘તિરંગો’, તો તમને ઓળખવા માટે ? દલરાજ ડાભી, સાવરકુંડલા

- ઇયર-રિંગો !

♦ પત્ની યુરોપિયન, ભોજન, ચાઇનીઝ, ઇટાલિયન, વસ્ત્ર પરિધાન કરી અમેરિકામાં રહેતા ભારતીયોને શું કહેવાય ? (આયુષ પંડ્યા, ભરૂચ)

- ભારત રત્ન !

♦ ભગવાન હવે કયા દેશમાં જન્મ લેવાનું વિચારતા હશે ? (અલકા ચંદારાણા,મીઠાપુર)

- ભગવાનને ભારત દેશ સિવાય બીંજે કયાંય ન ફાવે !

♦ આપણા દેશમાં સળગતા પ્રશ્નો કયા છે ? (હર્ષદ વ્યાસ, ભાવનગર)

- અહીં ‘જસ્ટ અ મિનિટ’ માં પૂછાય તે સિવાયના બધાયે !

♦ ચા ઊકળે તો દૂધ રેડાય, જયારે ઘરની સ્ત્રી ઊકળે તો ? (રજત ઉપાધ્યાય, અમદાવાદ)

- તો પેટમાં તેલ રેડાય !

♦ સ્ત્રીની બુદ્ધિ પાનીએ તો પુરુષની બુદ્ધિ ક્યા હોય ? (અવની શુકલ, સુરત)

- બચત ખાતામાં !

♦ પેટ્રોલ અને ખાંડ ઊંચા ભાવે ... કોઇ કોમેન્ટ ? (ગોપાલ દેલવાડિયાં, અંકલેશ્વર)

- ઝંડા ઊંચા રહે હમારા !

♦ પ્રેમ અને લગ્નમાં દેખીતો તફાવત શું ? (મિલન શાહ, મુંબઇ )

- પ્રેમ કરવા માટે ગોરમહારાજ ન જોઇએ... લગ્ન કરવા માટે ગોરમહારાજ જોઇએ.

♦ પકોડી પર સ્ત્રીઓની ભીડ જોઇને તમને શું ફીલીંગ થાય છે ?(મહાસુખ દરજી, ઇસનપુર)

- ‘મેરે નૈના સાવન –ભાદો, ફિર ભી મેરા મન ‘પ્યાસા’ ગીત યાદ આવે છે!

♦ આત્મા અને પરમાત્મા એટલે શું ? (યશ ઊંડવિયા, ગઢડા)

- આજે તો આત્મા એટલે ‘મોબાઇલ’ અને પરમાત્મા એટલે ‘ચાર્જર’ !

♦ લાંચ અને બક્ષિશ વચ્ચે શું ફેર ? (રમેશ આશર, કાલાવડ)

- ઝેરી મલેરિયા અને સાદા મેલેરિયા જેટલો !

♦ વિશ્વ મહિલાદિન મનાવાય છે, વિશ્વ પુરુષદિન કેમ નહીં ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- જય માતાજી... વિશ્વ મહિલા ‘દિન’ સાથે વિશ્વપુરુષ ‘દીન’ મનાવવો જોઇએ !

♦ આપણી સરકાર ગરીબી દૂર કરી રહી છે કે ગરીબોને ? (વિમલ સવજીયાણી, જામજોધપુર)

- એ તો ખબર નથી પણ સરકાર કામ બધાં ‘અજીબોગરીબ’ કરી રહી છે !

♦ પરણેલી સ્ત્રીને ‘સોહાગણ કહેવાય તો પરણેલા પુરુષને શું કહેવાત ? ( મોહન પરમાર,પાટણ)

- ‘સોવાધણનાથ’ !

♦ બોલવામાં હોશિયાર બનવા શું કરવું જોઇએ ? (રાકેશ ચૌહાણ, અમદાવાદ)

- બને તેટલું ઓછું બોલવું જોઇએ !

♦ તમને મુખ્યમંત્રી બનાવાય તો તમે સૌથી પહેલાં કયું કામ કરો ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- સ્વિસ બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું !

♦ મારે વાત દિલની માનવી કે દિમાગની ? (મહાસુખ દરજી,ઇસનપુર)

- તમારું જે બરાબર ચાલતું હોય તેની !

♦ સ્વર્ગે જવાનો રસ્તો કેવો હશે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- એટલીસ્ટ, આપણા ઊબડખાબડ રસ્તાઓ કરતા તો સારો જ હશે !

♦ ‘જસ્ટ એ મિનિટ’ નો અર્થ ગુજરાતી ભાષામાં શું હોઇ શકે ? (હંસા ભરૂચા, મુંબઇ)

- બહેન, તમારા નામનું અંગ્રેજી શું હોઇ શકે ? ‘સ્વાના’!

♦ ભગવાન કઇ જગ્યાએ છે ? (કસમ એ...કે., જામનગર)

- ભગવાન કઇ જગ્યાએ નથી ? !

♦ ગુજરાતીઓ ‘આતંકવાદી’ જૂથ બનાવે તો શું નામ રાખે ? (હિમાંશુ પરમાર, વેરાવળ)

- ગુજરાતીઓ ‘તકવાદી’ બની શકે, ‘આતંકવાદી’ ક્યારેય નહીં.

♦ મહિલા અનામત પાસ થયા પછી મારી પત્ની જમીનથી બે ફૂટ ઊંચે ચાલે છે. આનો કોઇ ઉપાય ખરો ?(હર્ષદ પરીખ, સુરેન્દ્રનગર)

- દૂરથી નમસ્કાર !

♦ માયાની મતા કે મમતાની મમતામા શું કહેશો ? (ગોપાલ દેલવાડિયા,અંકલેશ્વર)

- એટલું જ કે રાજકારણની ‘માયા’ને ‘મમતા’ બને છોડી દેવી જોઇએ !

♦ આજકાલ નેતાઓને રૂપિયાની નોટોના હાર શા માટે પહેરાવાય છે ? ફૂલોનું શું ? (હર્ષદ વ્યાસ, ભાવનગર)

- કળિયુગમાં નોટોના ‘હાર’ સામે ફૂલોના હારની ‘હાર’ થઇ ગઇ છે. !

♦ ગતિ અને પ્રગતિ વચ્ચે શું તફાવત છે ? (ઇશ્વર પરમાર, અમદાવાદ)

- તમારા સવાલ અહીં સુધી પહોંચે તે ‘ગતિ’ અને તેના જવાબ મળે તે ‘પ્રગતિ’ !

♦ ‘જસ્ટ એ મિનિટ’મા તમને કઇ બાબતમાં આનંદ આવે છે ? (યશ ઉંડવિયા, ગઢડા)

- ઇ-મેઇલના જમાનામાં પોસ્ટકાર્ડના ઢગલા જોઇને !

♦ આવીત કાલે પોતાનું મોત છે. એવી માણસને ખબર પડી જાય તો ? (જીતેન્દ્ર સિંહ રાઠોડ,પ્રાંતિજ)

- બેસણાંની વ્યવસ્થા પોતાની મરજીની થાય !

♦ ભ્રષ્ટાચારીને સહેલાઇથી ઠેકાણે લાવવાનો ઉપાય શો ? (રસિક પઢિયાર, અમરેલી)

- ભ્રષ્ટાચારીને ‘પદભ્રષ્ટ’ કરવો તે !

♦ ભારમતાં જ મહાભારત કેમ થયું ? (હર્ષદ વ્યાસ, ભાવનગર)

- ‘દુઃશાસન’ વગેરે ભારતમાં જ હતા ને છે માટે !

♦ ગઇકાલના માણસમાં અને આજનાં માણસમાં શું ફેર છે ? (સંજ્યા શેડવાલા, જામનગર)

- ગઇકાલનો માણસ ‘કોમ’ પૂછતો હતો, આજનો માણસ ‘ડોટકોમ’ પૂછે છે !

♦ ઝઘડતાં રાષ્ટ્રો માટે યુનો છે, સરકારી કર્મચારીઓનાં પ્રશ્નો માટે ‘યુનિયન છે.’ તો વાચકોનાં પ્રશ્નો માટે કોણ છે ? (અમી,જાનકી,મેઘના,સોનલ,ન્યૂયોર્ક, લેક્સિંગટન)

- ‘મૈ હૂં ના !’

♦ બાળક જન્મતાની સાથે રડે છે કેમ ? હસતું કેમ નથી ? (ર્ડો.મનહર વૈષ્ણવ, અમદાવાદ)

- ‘જસ્ટ એ મિનિટ’ નથી વાંચી શકતું ને એટલે !

♦ વિનોદ ભટ્ટનાં ‘ગીધુકાકા’ તારક મહેતાનો ‘ટપુડો’ અસોશ દવેનો ‘ગોરધન’ તો પછી તમારો ? (રસીતા શાહ, અમદાવાદ)

- ‘મેરે તો ગિરિધર ગોપાલ.... દૂસરો ન કોઇ !’

♦ પેટ્રોલ અને દૂધ મોંધા થતાં જાય છે તો તેનો ઉપાય શું ? (ર્ડો.રાજેન્દ્ર હાથી, વડોદરા)

- પેટ્રોલ પીવા માટે વપરાય અને દૂધ ગાડી ચલાવવા માટે વપરાય તો કદાચ એકંદરે સસ્તુ પડી શકે !

♦ માનવીને પાંખો આપી હોત તો ? (રાજેશ લવિંગિયા, અમદાવાદ)

- તો માનવી એકબીજાન ‘પગ’ને બદલે ‘પાંખો’ ખેંચતા હોય

♦ લોકો ભગવાનને કેમ ભૂલી જાય છે ? ( મુકેશ ચંદારણા, મીઠાપુર)

- ભૂલથી !

♦ આજથી 60 વર્ષ પહેલાં આપણા દેશની સ્થિતિ કેવી હતી ? (હર્ષદરાય વ્યાસ, ભાનવગર)

- 60 વર્ષ પહેલાની તો રામ જાણે પણ આજે આઝાદીનાં 63 વર્ષ ‘સાંઠે બુદ્ધિ નાઠે’ જેવું નથી લાગતું ?!

♦ બૈરાઓ માટે ‘પિયર’ છે તો પુરુષો માટે ? (સી.કે.શાહ, ડી.આર.શાહ, અમદાવાદ)

- બિયર!

♦ અપજશ મળતો હોય તે કદર ન થતી હોય ત્યારે માણસે શું કરવું જોઇએ ? (પંકજ દફતરી, રાજકોટ)

- નારાયણ-નારાયણ !

♦ હિંદી ફિલ્મોમાં ભૂતનો રોલ સ્ત્રીઓ પાસે જ કેમ કરાવાય છે ? (સિદ્ધિક પટેલ, અમદાવાદ)

- તમને જો ભૂતનો રોલ કરવાની ઇચ્છા હોય તો, મળો યા લખોઃ ડાયરેક્ટર, ભૂતનાથ, ભૂતઅંકલ, જાની દુશ્મન... !

♦ અંગ્રેજી ફિલ્મોમાં ઇન્ટરવલ કેમ નથી હોતો ? (ઘનશ્યામ ભરૂચા,મુંબઇ)

- કારણે કે અંગ્રેજી ફિલ્મોનાં હીરો-હીરોઇન ગાતા ગાતાં નાચતાં નથી એટલે થાકતા નથી ને એટલે ઇન્ટરવલની જરૂર પણ નથી હોતી !

♦ ત્રેવડ ત્રીજો ‘ભાઇ’ તો ‘દીદી’ નો નંબર કેટલામો ? (દિનકર ભટ્ટ,ગાંધીનગર)

- આજકાલ આ ‘ભાઇ’, ‘દીદી’, ‘બાપુ’ જેવા શબ્દો પર ચર્ચા કરવામાં માલ નથી !

♦ માણસોનાં સપનાં ક્યારે તૂટી જાય છે ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- ‘જાગે છે ત્યારે’ !

♦ આજકાલ સ્ત્રી હોય કે પુરુષ લગ્ન કરવા માટે જાહેરાત શું કામ આપવી પડે છે ? (પ્રવીણચંદ્ર મનાણી, રાજકોટ)

- ટાઇટલ કલીયરન્સ માટે !

♦ ગીરનાં જંગલમાં 291 સિંહો છે. તો પછી ? (અશોક ભર્ગા,અંકલેશ્વર)

- એટલે ગીરમાં માત્ર ‘લાયન્સ કલબ’ જ છે. તો પછી ‘લાયનેસ’ અને ‘લીઓ’ કલબ ચાલુ કરાવવી જોઇએ !

♦ માણસ ચંદ્ર સુધી પહોંચ્યા પણ બીજાના દિલ સુધી કયારે પહોંચશે ? (દિલીપ વોરા, અમદાવાદ)

- હજી તો મંગળથી પ્લૂટોની યાત્રા બાકી છે, એટલે કદાચ તે પછી પહોંચી શકશે !

♦ માણસની ઓળખ કઇ નામ કે કામ ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- ઠામ ! (કયા ઠેકાણે તે બેઠો છે તે જ લોકોને દેખાય છે !)

♦ કૂતરો વફાદાર પ્રાણી છે. તો માણસ કયું પ્રાણી છે ? (કિશોર બાબરેચા, ભાવનગર)

- વગદાર!

♦ પરીક્ષામાં પાસ થવાનો સૌથી સરળ ઉપાય કયો ? (ચિરાગ પંચાલ,પંચમહાલ)

- ‘સોટી વગે ચમચમ, વિદ્યા આવે ધમધમ’ !

♦ ફક્ત ‘એક’ જ મિનિટમાં કોઇના પણ હાલ ‘બેહાલ’ કયારે થઇ જાય ? (દિનેશ જોષી, દહીંસર)

- કોઇપણ ‘બે’ નંબરી ચીજ પકડાય ત્યારે !

♦ 2012મા દુનિયાનો ‘દાટ’ વળી જવાનો છે એ વાત સાચી ? (ઠાકોરપ્રસાદ રાવલ,કલોલ)

- આજે અમણે દુનિયાએ ‘દોટ’ તો ‘દાટ’ વાળવા તરફ જ મૂકી છે !

♦ આધુનિક પેઢીએ પ્રેમની વ્યાખ્યા એટલી છોકરી છીછરી કરી નાખી છે. તો દાયકા બાદ શું થશે ? (જયેશ અંતાણી, ભાવનગર)

- પ્રેમ છીછરો થઇ ગયો હોવાથી તેમાં કોઇ ‘ડૂબી’ નહીં જાય !

♦ ‘જસ્ટ એ મિનિટ’નો ઉદ્દેશ શું છે ભલા ? (હાર્દિક તાદ, ભૂજ)

- ‘હંસતે હંસતે કટ જાયે રાસ્તે’ જિંદગી યુ હી ચલતી રહે... !’

♦ ભારતના આગામી વડાપ્રધાન કોણ ? (યોગેશચંદ્ર દલાલ,સુરત)

- (અ) રાહુલ ગાંધી (બ) નરેન્દ્ર મોદી (ક) માયાવતી, બોસ, આમાં મારે ‘પબ્લિક પોલ’ની લાઇફલાઇન વાપરવી પડશે !

♦ દેશના પરિસ્થિતિ માટે એક જ લીટીમાં કશું કહો. (મુકેશ ચંદારાણા,મીઠાપુર)

- હે રામ !

♦ આજના ભ્રષ્ટાચારી નેતાઓનું શુ સજા થઇ શકે ? (સુધીર ભટ્ટ, ભાવનગર)

- નેતાઓને ‘આમ જનતા’ની જેમ જિવાડવા જોઇએ !

♦ ‘પથર થરૂર શશી થરૂર’ કોઇ કોમેન્ટ ? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

- જરૂર, બસ એક ‘ચુનંદા’ વિદેશ મંત્રી !

♦ વાતવાતમાં બૈરી ‘પિયર’ ચાલી જવાની ધમકી આપે છે, શું કરું ? (ભગવાનદાસ મોદી, અમદાવાદ)

- તમે તમારે ‘સાસરે’ ચાલી જવાની ધમકી આપો !

♦ ‘સ્તયમેવ જયતે’નું સૂત્ર લોકો આચરણમાં શા માટે નથી મૂકતા ? (રસિકવ્યાસ, ભાવનગર)

- ‘સત્યમ્’ નામ કાને પડતાં જ પહેલાં તો સત્યમનું મસમોટું કૌભાંડ જ યાદ આવી જાય છે.!

♦ સ્ત્રીઓ પોતાની ઉંમરે કેમ છુપાવે છે ? (તમારી ઉંમર શું છે ? (એસ.ડી. ચૌહાણ, અમદાવાદ)

- આવક છુપાવવા કરતાં ઉંમર છુપાવવી સારી !

♦ કળિયુગમાં ઇશ્વર શા માટે દેખાતો નથી ? (આર.ચૂડગર, અમદાવાદ)

- એ આજકાલ ઓફલાઇન રહીને લોકોના ‘ચેટિંગ-ચેટિગ’ જોઇ રહ્યા છે !

♦ આવતા ભવે તમે શું બનવું પસંદ કરશો ?(હર્ષદ પરીખ,સુરેન્દ્રનગર)

- આઇ.પી.એલ. કમિશ્નર તો નહીં જ !

♦ આપણને ‘રાહુ’ નડે ખરો ? (હર્ષદ વ્યાસ, ભાવનગર)

- સર, ‘રાહુ’ અને ‘રાહુલ’ નું કંઇ કહેવાય નહીં. !

♦ ‘ભેજાનું દહી’, ‘ટાંટિયાની કઢી’ પછી બાકી શું રહ્યું ? (દિનેશ જોષી, દહીંસર)

- લોહીનું પાણી !

♦ તમે મીડિયાવાળા ‘શેતાન’ ને ભગવાન બનાવી દો છો. શું કહો છો ? (હિમાંશુ ઠાકર, અમદાવાદ)

- શેતાનને જયારે ‘માણસ’નથી બનાવી શકાતો ત્યારે ‘ભગવાન’ બનાવવો તો શક્ય જ નથી !

♦ સોનિયા ગાંધીએ કોગ્રેંસના બારેય વહાણ તારી દીધાં છે ? (ર્ડો.શ્રીરામ શુકલ, સુરત)

- સોનિયાએ સાસરિયાઓએ ચીંધેલી દિશામાં ‘લંગર’ તો નાખ્યાં છે !

♦ ભારત દેશ બધા દેશથી આગળ ક્યારે આવશે ? (નિમેષ પરમાર,ભરૂચ)

- ‘કાંળા’ નાણાં ભરેલા ખિસ્સાઓમાં ‘કાંણા’ પડશે ત્યારે !

♦ માણસો લગ્ન કેમ કરતા હશે ? (રમ્યા ભટ્ટ, અમદાવાદ)

- પશુઓથી જુદા પડવા !

♦ ‘જસ્ટ એ મિનિટ’ કયાં સુધી તમે અમારા પ્રશ્નોના જવાબ આપશો ? (યશ ઉંડવિયા, ગઢડા)

- બલિયાસિકેવલમ્ઇશ્વરેચ્છા !

♦ લાંચરુશવત ‘લેવાવાળા’ નું શુ કરવું જોઇએ ? (કસમ એ.કે.,જામનગર)

- વધારે મોટો પ્રશ્ન એ છે કે લાંચરુશવત ‘આપવાવાળા’નું શું કરવું જોઇએ ?!

♦ બાબા રામદેવ રાજકારણમાં આવે તો ભ્રષ્ટાચાર વધે કે ઘટે ? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

- તો તો કદાચ ‘ભ્રષ્ટાચાર’ પણ પ્રાણાયામ અને યોગથી ‘શિષ્ટાચાર’માં ફેરવાઇ જાય !

♦ ‘બધા ભારતીયો મારાં ભાઇ-બહેન છે’, તો લગ્ન કોની સાથે કરવા ? (હિમાંશુ દવે, અમદાવાદ)

- એટલે જ તો સાનિયા મિર્ઝા, રાજીવગાંધી વગેરેએ દેશ બહાર નજર માંડી !

♦ માનવીના જીવનમાં મનભેદ અને મતભેદ બંને ક્યારે ઉભા થાય ? (દિનેશ ડાભી, ભરકુંડા)

- વિઝા ન મળે ત્યારે !

♦ માનવીને આવતા જન્મમાં ‘ભગવાન’ બનવું હોય તો શું કરવું પડે? (લોઢારી કાજલ, પોરબંદર)

- પહેલા આ જન્મમાં ‘માણસ’ બનવું પડે !

♦ ‘આઇ એમ સોરી’, મને પ્રશ્ન પૂછતા નથી આવડતું પણ તમને તો જવાબ દેતા આવડે છે ને !(શગુફતા શેખ, જંબુસર)

- ડોન્ટ વરી ! વાંધો નહીં... દેતે રહેંગે !

♦ સમયને બચાવવા શું કરવું જોઇએ ? (રચના ત્રિવેદી, અમદાવાદના)

- પળેપળ વાપરવી જોઇએ ?

♦ સાનિયાને આપણા દેશમાંથી કોઇ મૂરતિયો ના મળ્યો ? (કમલ વંગવાળી,વીજાપુર)

- ‘ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો !’

♦ બસમાં સ્ત્રીઓ માટે જ કેમ અનામત સીટ હોય છે ? પુરુષો માટે કેમ નહીં ? (કિશોર ગીરી ગોસ્વીમી, પોરબંદર)

- પુરુષો માટે પણ હોય છે.... પણ ડ્રાઇવરના અને કંડકટર પૂરતી !

♦ પ્રવાસન ક્ષેત્રે બીજાં રાજ્યો કરતા ગુજરાત પાછળ કેમ ? (સંજોગ દિવ્યા, જૂનાગઢ)

- કોણે કહ્યું ! ગુજરાતના મંત્રીઓ તો ખૂબ પ્રવાસ કરે છે !

♦ અસલ અમદાવાદી કહો ક્યાં પાછો પડે ? (સી.કે.શાહ,ડી.આર.શાહ,અમદાવાદ)

- પાછો પડે એ અમદાવાદી શાનો ?

♦ સત્સંગ અને ડાન્સપાર્ટીમાંથી શું બોધ મળે ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- પ્રેમ કી નૈયા હૈ રામ કે ભરોસે... અપની હી નૈયા કો પાર તું લગાયે’!

♦ લગ્નજીવન સંપૂર્ણપણે સુખી ક્યારે કહેવાય ? (હર્ષદ વ્યાસ, ભાવનગર)

- જયારે ઝઘડાનાં એપિસોડ ‘ક્રમશ’ ન રહે ત્યારે... (વધુ આવતા અંકે) !

♦ ‘હું ખાતો’ યે નથી ને ‘ખાવા’ દેતોયે નથી.’ એમ કહેતા મુખ્યમંત્રી શું પ્રવાહી પર જીવતા હશે ? (રશીદા શબ્બીર,ચલાલ)

- ના, તેઓ ‘પીતા’યે નથી ને ‘પીવા’ દેતા યે નથી !

♦ મારો પ્રશ્ન ઘણાં સમય પછી શા માટે સામેલ કરવામાં આવ્યો ? (પ્રવીણચંદ્ર મનાણી, રાજકોટ)

- અહીં ‘લીફો’, ‘ફીફો’, મેથડસ નહીં, પરંતુ ‘પરમ્યુટેશન કોમ્બિનેશન’ થી પ્રશ્નોની પસંદગી થાય છે. પ્લીઝ, બી ઓનલાઇન !

♦ તમને સિનેમાં જોવા ગમે કે ટી.વી સિરિયલ્સ ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- ‘ઇ’ ટીવી કે સિનેમાંમા ‘આજતક’ જોવા જેવું હોય છે શું ?!

♦ તમોને ભારતના ‘વડાપ્રધાન’ બનાવવામાં આવે તો તમે પહેલું કામ શું કરો ? (કનુ ભટ્ટ, નડિયાદ)

- દાળવડા, દહીંવડા, મેંદુવડા જેવી વાનગીઓ ‘રાષ્ટ્રીય વાનગી’ જાહેર કરીને દરેક ‘વડા’ની આઇટમ ‘ટેક્સ ફ્રી’ કરી નાંખું !

♦ ‘જસ્ટ અ મિનિટ’નું ગોલ્ડન જયુબિલી વર્ષ કયારે ઉજવશો ? (ધીરેન ડોડિયા,ભાવનગર)

- ટચ વુડ !

♦ સ્ત્રીઓને એ બાબત અત્યંત પ્રિય છે. (1) પ્રશંશા (2) ઇર્ષા. તમારું શું માનવું છે ? (દિનેશ જોશી, દહીંસર)

- ઓબ્જેક્શન યોર ઓનર... ઓર્ડર... ઓર્ડર...!

♦ માણસ કૂતરાને કરડે તો ? (મુકેશ ચંદારાણા,મીઠાપુર)

- તો કૂતરાની વફાદારીને હડકવા થાય !

♦ પત્નીનો ગુસ્સો ઠંડો કરવાનો કોઇ ઇલાજ ? (સપન પંડ્યા,અમદવાદ)

- નૌ દો ગ્યારહ હો જાવ !

♦ ‘સો ચૂહે માર કે બિલ્લી હજ કો ચલી’, તમે શું કહો છો ? (બાલકિષ્ન ગાંધી, અમદાવાદ)

- એમાં કંઇ કહેવાનું છે નહીં... રોજેરોજે દેખાય જ છે ને !

♦ સાચી વાત બકવાસ કેમ લાગે છે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- કારણ કે બકવાસ સાચો લાગતો હોય છે !

♦ સફળ જીવન જીવવાનો સૌથી સારો ઉપાય કર્યો ? (ચિરાગ પંચાલ,પંચમહાલ)

- અલખ નિરંજન !

♦ પાન લીલું ને પિચકારી લાલ કેમ ? (મુન્નાભાઇ, ભરકુંડા)

- વસ્ત્રો સફેદ ને કામ કાળાં જેવું છે ભાઇ !

♦ અભિમાન અને અદેખાઇમાં તફાવત શું ? (હર્ષદ વ્યાસ, ભાવનગર)

- અભિષેક બચ્ચન અને વિવેક ઓબેરોય જ જોઇ લો ને... સમજાઇ જશે !

♦ મોબાઇલ ના હોત તો શું વાત થાત ? (ચેતનસિંહ ચૌહાણ, જામનગર)

- તો માણસની ‘મોલિબિટી’ વધી જાત !

♦ જવાનીમાં જોશ તો ઘડપણમાં ? (ડેની જ્હોન,મુંબઇ)

- ડહાપણભર્યું પૂરજોશ !

♦ સફળ થવાના ત્રણ ઉપાયો જણાવો. (યશ ઉંડવિયા, ગઢડા)

- જર, જમીન અને જોરુને સાચવીને રાખવાં !

♦ માણસ કંઇ જાતનું પ્રાણી છે ? (કિશોર બાબરિયા, પાલિતાણા)

- એ તો હજી માણસજાતના બનાવનારને પણ નહીં સમજાયું હોય! સમજી કી...

♦ માણસને પેટ ન હોત તો શું થાત ? (કસમ કકલ,સિક્કા)

- તો ‘પીપા પેટકા સવાલ હૈ’ કહેવત ન પડત !

♦ આજના ક્રિકેટમાં સિકેટ શું ? ગ્રેટ શું ? (રોહિત કુમાર દરજી, હિંમતનગર)

- આજના ક્રિકેટમાં ગ્રેટ સિક્રેટ એ જ કે.... આજે ક્રિકેટમેચમાં (ફટકાબાજી) કરતાં ‘સટ્ટાબાજી’ વધુ ખેલાય છે !

♦ આજે ‘તરનાર’ કરતાં ‘ડૂબનાર’ ની સંખ્યા કેમ વધતી જાય છે ? (કે.એન.રાજદેવ.સુરેનદ્રનગર)

- કારણ આજે ‘તારનાર’ કરતાં ‘ડૂબાડનાર’ની સંખ્યા પણ સામે વધતી જાય છે !

♦ મારે કુમકુમ નામની દીકરી છે, તે ગાંડી છે તેથી વધારે તેની મા ગાંડી છે. તો શું કરવું ? (રાકેશ પરમાર,ભાવનગર)

- પહેલા પ્લીઝ તમારું ચેકઅપ કરાવો !

♦ ‘સ્મિત’ અને ‘સ્માઇલ’ માં કેટલો ફરક ? (ર્ડો. રાજેન્દ્ર હાથી,વડોદરા)

- ‘વડોદરા’ અને ‘બરોડા’ જેટલો !

♦ ભારતીય ક્રિકેટરો અને ખેડૂત વચ્ચે શું સામ્યતા ? (ચિરાગ પંચાલ,પંચમહાલ)

- બંને વાવે તેવું જ લણે !

♦ ‘વડા’ પ્રધાન હોય તો ‘ગોટા’ શું કહેવાય ? (સુરેશ શાહ,બાપુનગર)

- એ ‘છબરડા’ વાળે તે !

♦ ‘સતયુગ’ કયારે આવશે ? (મોનિકા શાહ, અમદાવાદ)

- ‘સતયુગ’ નામની કોઇ ફિલ્મ રીલિઝ માટે પૂછો છો !

♦ છોકરી જોવા ગયા તો જાણવા મળ્યું કે તેને ‘નિશાનબાજી’નો શોખ છે.

- હવે તો લગાઓ હવે તીર ‘નિશાને’ પે !

♦ સો લોકોના સમૂહમાં એક અમદાવાદી કઇ રીતે ઓળખાઇ આવે ? (જીતેન્દ્રસિંહ,વાઘપુર)

- 99 વ્યક્તિ જે એક વ્યક્તિની સામે જોતાં હોય તે જ અમારો અમદાવાદી !

♦ સાસરીમાંથી આવેલા આમંત્રણે ફંકશનમાં ન જવાય તો શું વાંધો ? (જુવાનસિંહ, ભરકુંડા)

- કોને ? અમને એમાં કશો વાંધો નથી !

♦ આજકાલ મંદિરમાં યુવાન-યુવતીઓની ભીડ વધુ કેમ જોવા મળે છે ? (સુરેશ રાઠોડ,ગાંધીનગર)

- એક પંથ દો કાજ... મંદિરમાં મૂરત,મૂરતિયા બધાયનાં દર્શન થઇ જાય !

♦ ભગવાનને આજકાલ લોકો પ્લાસ્ટિકનાં ફૂલોને હાર કેમ પહેરાવતા હશે ? (હંસા ભરૂચા, મુંબઇ)

- એન્જિયોપ્લાસ્ટી સફળ જતા દર્દીઓ આવા હાર પહેરવવાની માન્યતા રાખતા હશે !

♦ લેડીઝ ફસ્ટઁ કયારે થશે ? (કસમ કકલ, સિક્કા)

- જયારે પુરુષ પાછળ સ્ત્રીનું નામ લાગશે ત્યારે !

♦ મચ્છર માણસનું લોહી કેમ પીવે છે ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- મચ્છર માત્ર ભૂલને પાત્ર !

♦ આત્મવિશ્વાસ વધારવાનું શું કરવું જોઇએ ? (હિમાંશુ રોહિત, પાલનપુર)

- આત્મહત્યા સિવાઇ કંઇ પણ !

♦ પ્રેમિકાના ‘ઇ-મોશનલ’ અત્યાચારથી બચવાનો કોઇ ઉપાય ખરો ? (હાર્દિક ઠક્કર, મોથાળા)

- પ્રેમિકાના ઇમેલ ‘બનીને રહેવું કે જેમાં બીજી કોઇ ‘ઇ’ત્તર પ્ર’વૃત્તિ’ઓ ન હોય !

♦ પ્રેમ કેવો હોય ? (ચતુરભાઇ પોસ્ટમેન, અંકલેશ્વર)

- પ્રેમ મોબાઇલની પ્રોફાઇલ્સ જેવો હોય....જનરલ સાયલન્ટ.વાઇએટિંગ, મિટિંગ, આઉટડોર વગેરે વગેરે !

♦ હજારો હાથવાળાએ આપણને બે હાથ વધારે આપ્યા હોત તો ? (ઠાકોરપ્રસાદ રાવલ,હલોલી (ખેડા)

- તો ‘કરચોરી’ વધારે પ્રમાણમાં થાત !

♦ મનનો મણિગર દિલમાં ફસાઇ ગયો હોય તો તેને કાઢવાનો રસ્તો કયો ? (ડિમ્પલ પંચાલ,જાંબુઆ)

- દિલનો દૌરો ♥

♦ માણસ પોતાનું રૂપ કયારે બદલે છે ? (સીતા –મીરા, અમદાવાદ)

- જયારે તે પોતાનું અસલ પોત પ્રકાશે ત્યારે !

♦ વરરાજાને કેમ ‘ઘોડે’ બેસાડે છે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- આપ મૂઆ વિના સ્વર્ગે ન જવાય !

♦ ભાવનગરના ગાંઠિયા વખણાય તો અમદાવાદના ? (હર્ષદરાય વ્યાસ,ભાવનગર)

- ગઠિયા !

♦ આજકાલ લગ્ન બાદ સ્ત્રીઓ ‘બે’ અટક શા માટે રાખે છે ? (મનન ગઢવી,સુરેનદ્રનગર)

- જેમ મોબાઇલમાં ટાવર વધે તેમ કવરેજ વધે એ પ્રમાણે અટક વધે નામનું કવરેજ પણ વધે !

♦ આજે આઇપીએલ ક્રિકેટમેચમાં કરોડો રૂપિયાનું આંધણ કેમ કરવામાં આવે છે ? (ધનશ્યામ ભરૂચ,મુંબઇ)

- કોના બાપની દિવાળી !

♦ રવિ, કવિ કે અનુભવી તમારી દષ્ટિએ કોણ શ્રેષ્ઠ છે ? (કવિ જલરૂપ,રાજકોટ)

- અંતમાં ‘વી’ આવે તે બધાં જ ! દાં.ત. બીવી !

♦ ભારત દેશમાં આતંકવાદનો નાશ ક્યારે થશે ? (દિલીપ વોરા, અમદાવાદ)

- આ સવાલ વાંચીને તો ‘શેખચલ્લી’ ના વિચારો ન કરવા તેવો કાયદો ભારતમાં લાદવો પડશે !

♦ સંગીત ખુરશી અને રાજકીય ખુરશીમાં શું ફેર ? (ર્ડો.રાજેન્દ્ર હાથી, વડોદરા)

- સંગીત ખુરશીમાં ઉમેદવારો દોડે અને રાજકીય ખુરશી માટે ઉમેદવારો દોડાવે !

♦ લગ્નમાં વરરાજા હાથમાં નારિયેળ કેમ રાખે છે ?(પ્રકાશ ગીદવાણી,સંતરોડ)

- જીવનમાં આવનાર ‘નારી’ ને વધાવવા કે વધેરવા !

♦ મને ધોળે દિવસે ‘તારા’ દેખાય છે, તો અંધારામાં શું દેખાય ? (આશિષ જયોતિન્દ્ર, બરોડા)

- ધારા, સારા, લારા !

♦ ‘પૈસા તો હાથનો મેલ છે’ આ કહેવત માટે શું કહો છો ? (ભીમા મેર, અંકલેશ્વર)

- આજના જર્મીસાઇડવાળા સાબુના જમાનામાં હવે આવી કહેવત ના ચાલે !

♦ જિંદગીમાં પ્રેમની બાજીમાં કોની જીત થાય છે ?(હંસા ભરૂચા, મુંબઇ)

- હારનારની !

♦ આપણા દેશની સરકાર મોંઘવારી ડામવા માટે કેમ કોઇ પગલાં લેતી નથી ? (રિતેશ સુખડિયા, ખંભાત)

- કારણ કે એ પગલાં લેવાં ય મોંઘાં પડે !

♦ દુનિયા બગડી છે કે દિલ બગડયાં છે !

- બાવાનાં બે ય બગડયાં છે !

♦ મફતનું મળે એ સારું હરામનું ? (દિનેશ જોષી,દહીંસર)

- પોતાને મફત મળે એ સારું કહેવાય... બીજાને મફત મળે એ હરામનું કહી શકયા !

♦ જો યુ.પી.એ મનમોહન સરકાર ‘રાઇટ ટુ લાફ એક્ટ’ બનાવે તો ? (વિજય જોટાણી, રાજકોટ)

- તો સરકાર ‘પડી જાય’... પણ હસી હસીને ઊંધી !

♦ ખરા –ખોટા સોનાની પરખ ‘સોની’ કરી આપે પણ, ખરા-ખોટા માણસની પરખ કેવી રીતે થાય ? (પલ્લવી પ્રજાપતિ, વાયા ઇ-મેઇલ)

- ‘સો’ની નોટ ધરીને !

♦ આજની સૌથી મોટી સમસ્યા શું ? (વૈભવ શાહ, વાયા ઇ-મેઇલ)

- હજી ગઇકાલની સમસ્યાઓ જ ક્યા હલ થઇ છે. તો આજની વિચારીએ !

♦ આપણે ‘અર્થ’ ને ‘મધર’ કેમ કહીએ છીએ ? (રવિ પટેલ, વાયા ઇ-મેઇલ)

- આજના ‘ઇ-યુગમાં ‘મઘરબોર્ડ’ પણ કહી શકાય !

♦ જો આ દુનિયામા પૈસા ન હોત તો શું થાત ? (સચિન પી લોજપરા, વાયા ઇ-મેઇલ)

- તો દુનિયામાં ‘કૂતરાં’ની સંખ્યા ઓછી હોત !

♦ પહેલો વરસાદ આવતા ટેણિયા કાગળની હોડીઓ બનાવે, વડીલો ભજિયાની ફરમાઇશ કરે... કોલેજિયાનોનું શું ? (રસીલા શાહ, અમદાવાદ)

- એ તો ગળથૂથીમાં મળ્યું હોય તેમ થાય

♦ ભારતે ‘ફૂટબોલ’ ની રમતમાં નામના મેળવવા શું કરવું પડે ? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

- બખડજંતર !

♦ પ્રત્યેક જન્મતું બાળક શું સંદેશો લાવે છે ? (મુકેશ ચંદારાણા,મીઠાપુર)

- હંસના મના હૈ !

♦ સલમાન લગ્ન કોની સાથે કરશે ? (ઇમ્તિયાઝ પઠાણ,અમદાવાદ)

- હવે એનો ‘શિકાર’ બનશે તેની સાથે !

♦ જસ્ટ અ મિનિટ... તમને ગાબડું ગમે કે શહેર ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- જયાં મોબાઇલના ટાવરની ફુલ રેન્જ મળે એ !

♦ નવી વહુના હાથમા રૂમાલ તો આજ ?(જી.એચ.દિલવાડિયા,અંકલેશ્વર)

- એક હાથમાં મોબાઇલ, બીજામાં લેપટોપ... રૂમાલ રાખવા હવે ‘ચર્તુર્ભુજ નાર’ બનવું પડે !

♦ અમેરિકામાં ઘેરઘેર કાર... ઇન્ડિયામાં ઘેરઘેર બેકાર... આનુ કારણ શું ?( એફ.આઇ.ડી.કાલાવાડ)

- ઇન્ડિયાના ત્રિકાળજ્ઞાની નાગરિકો !

♦ ભગવાન દરેકની આશા કેમ પૂર્ણ કરતો નથી ? (હંસા ભરૂચા, મુંબઇ)

- કારણકે આશા અમર છે !

♦ કાગડો દહીંથરું લઇ ગયો જૂની કહેવત... તો નવી ?(રવિ ચોપરા,સુરત)

- શશી થરૂર’કાગડો’ બની ગયો ! આનંદો !

♦ સાચો પ્રેમ શું છે ? (રૂચા જાદવ,અમદાવાદ)

- દિમાગની બધી ‘રેમ’ વપરાઇ જાય પછીયે ટકી રહે તે જ સાચો પ્રેમ !

♦ ટી.વી. અને બીવીમાં ફર્ક શું ? (મહાસુખ દરજી, ઇશનપુર)

- ટી.વી. નું વોલ્યુમ કંટ્રોલ કરી શકાય, બીવીનું વોલ્યુમ ક્યારેય કંટ્રોલ ન કરી શકાય !

♦ મૈ મૈકે ચલી જાઉંગી...’ આવી પિયરની ધમકી કયાં સુધી ?(ડી.આર.શાહ, ઉવારસદ)

- છૂટાછેડા સુધી !

♦ સ્ત્રીને ‘શક્તિ’ કહેવાય છે. તો પુરુષને શું કહેવું જોઇએ ? (રાજુ રાવળ,અમરાઇવાડી)

- આસક્તિ !

♦ માણસે ભગવાનને ‘બનાવવાની’ શરૂઆત કયારથી કરી ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- જયારથી ભગવાને માણસને બનાવ્યો’!

♦ ‘રાજનીતિ’ એટલે શું ?(વિરાજ,યશ ઉડવિયા, ગઢડા)

- ‘રાજનીતિ’ એટલે ‘દો ઔર દો પાંચ.’ ‘સત્તે પે સત્તા’ ‘વન ટુ કા ફોર’ વગેરે વગેરે !

♦ મારા રાશિફળમાં લખ્યું છે કે ‘જીવનસાથીથી આનંદ રહે,’ પરંતુ પત્નીના રાશિફળણમાં લખ્યું છે કે, ‘જીવનસાથી સાથે વિવાદ થશે’.... તો મારે શું સમજવું ? (ઘનશ્યામ આચાર્ય, જસદણ )

- કે જીવનસાથી સાથેનો વિવાદ જ તમને આનંદ આપે છે!

♦ ‘મહિલામંડળ’ કીટીપાર્ટીમાં શું કરવા જતું હશે ? (જી.એચ.દેલવાડિયા, અંકલેશ્વર)

- અડોશ-પડોશની રામાયણ,સાસુમાની,ભગવદગીતા અને પતિદેવોની હનુમાનચાલીસા કરવાં !

♦ ગુજરાતી ફિલ્મોને એવોર્ડ કેમ નથી મળતો ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- ગુજરાતીઓ ‘લેવામાં’ નહીં., ‘આપવામાં’ માને છે !

♦ આજકાલ ‘ખુરશી’ કરતાં ‘રાજકારણીઓ’ કેમ વધી ગયા છે ? (કે.એન.રાજદેવ, સુરેન્દ્રનગર)

- ‘ફુગાવો’ હવે બધે જ દેખાવા લાગ્યો છે ભાઇ !

♦ આપણ (ન.મો.) નરેન્દ્રમોદી અને (મ.મો.) મનમોહનસિંહ વચ્ચે ફર્ક શું ?(જયેશ સુથાર,કણજટી)

- એક ‘સિંહ’ છે. તો બીજા ‘નરસિંહ’ છે !

♦ બધાં જ જો ‘ઇમાનદાર’ થઇ જાય તો શું થાય ? (રસિક પઢિયાર,સૌરાષ્ટ્ર)

- તો બધાં જ ‘ઇનામદાર’ થઇ જાય!

♦ સરકારનો અર્થ શું ? (કસમ કકલ,સિક્કા)

- અનર્થ.. જેનાં બધાં જ ‘કાર’નો ભાર આપણાં ‘સર’ તે !

♦ રાજ્યનાં ઉચ્ચ પદો પર બિનગુજરાતીઓ શા માટે ? (હારુન ખત્રી,જામખંભાળિયા)

- બિન તેરે, બિન તેરે, બિન તેરે ‘ઓ ગુજરાતી’... કોઇ ખલીશ હૈ હવાઓમેં’ લાગે માટે !

♦ કલ,આજ ઔર કલ... બે શબ્દો લખો. (રવિના પંડયા,અમદાવાદ)

- ગાંધી, ગાંધી, ગાંધી !

♦ ઇશ્વરે માણસને બુદ્ધિ ન આપી હોત તો શું થાત ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- તમારી ભૂલ થાય છે. ખરેખર તો પ્રશ્ન એ છે કે, ઇશ્વરે માણસને બુદ્ધિ આપી હોત તો શું થાત !

♦ કુંભાર કરતાં ગધેડા ડાહ્યા આ કહેવત કયારથી પડી ? (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

- મહાત્મા ગાંધીજી કહેવા છતાં કોંગ્રેસ વિખેરી નાખવામાં ન આવી ત્યારથી ! (મારી સમજ મુજબ)

♦ આ જગતમાં અત્યારે ગાંધીગીરી કરનારની હાલત શી થાય છે ? (કીર્તન સુથાર,ગાંધીનગર)

- ‘ધોબીનો કૂતરો, નહીં ઘરના કે નહીં ઘાટનો’ કહેવત જેવી !

♦ પત્નીનો અવાજ લગ્ન બાદ કેમ જોરદાર બની જાય છે ? (હંસા ભરૂચા,મુંબઇ)

- કારણ કે લગ્ન બાદ જ પુરુષનું સાચું સ્વરૂપ બહાર આવે છે !

♦ ટાઇમપાસ માટે શું કરવું જોઇએ ?(શોભના ઊંડવિયા, ગઢડા)

- અપક્ષ ઉમેદવારની નોંધાવી ચૂંટણી લડવી જોઇએ !

♦ શરીરનું સૌથી ‘ખતરનાક’ અંગ કયું ? (મહાસુખ દરજી,ઇસનપુર)

- નાક !

♦ આપણો દેશ ગરીબ શા માટે કહેવાય છે ? (રીતિ શુકલ, અમદાવાદ)

- કારણ કે આપણે ત્યાં ‘ઘરના છોકરા ઘંટી ચાટે, પાડોશીને આટો’ જેવી દશા છે માટે !

♦ માણસ અને ગધેડામાં શું ફર્ક ? (કિશોરગીરી ગોસ્વામી, પોરબંદર)

- ફર્ક એટલો જ કે ગધેડો ‘ના, હું તો ગાઇશ’ કહે અને માણસ ‘ના, હું જ ગાઇશ’ કહે !

♦ ટૂંકા ગાળામાં નેતાઓ કરોડપતિ કેવી રીતે બને છે ? (હર્ષદરાય વ્યાસ,ભાવનગર)

- ‘રાજકારણ’માં કશાયનાં કોઇ ‘કારણ’ નથી હોતાં !

♦ પેટ્રોલના ભાવ વધતા કયારે અટકશે ? (રાજેશ ગોંડલિયા, વાયા ઇ-મેઇલ)

- પેટ્રોલ ખલાસ થઇ જશે ત્યારે !

♦ કઇ જર્ની સેફ છે ? (બાય રોડ, બાય વોટર કે બાય એર ?(પ્રતીક સોની,કિડની)

- બાય ધ વે... જેમાં જવા-આવવાની ટિકિટ કન્ફમ્ડઁ હોય તે જર્ની જ સેફ !

♦ આપણા અમદાવાદીનાં વખાણ કઇ વાતે થાય ? (રાજુ રાવળ,અમરાઇવાડી)

- ‘નાચ ન જાને, આંગના ટેઢા’ એ વાત સાબિત કરી બતાવે !

♦ પુરુષોને આરક્ષણ કે અનામત કયારે અલગથી આપવામાં આવશે ? (લોંચા ભરત,ભુજ)

- જયારથી પુરુષો અટક બદલીને પોતાને સાસરે રહેવા જવા લાગશે ત્યારથી !

♦ આપણે પૃથ્વી પર કેટલી વાર જન્મ લેવો પડશે ? (હર્ષ ગાંધી,અમદાવાદ)

- પાપ-પુણ્યનું બેલેન્સશીટ સરભર નહીં થાય ત્યાં સુધી !

♦ જીવનમાં સાચી સફળતા કોને કહેવાય !(અમિત સોની, અમરેલી)

- ખૂબ કાળાધોળા કર્યા પછીયે એકે વાળે ધોળો ન થાય તે જ સાચી સફળતા !

♦ જો અચાનક મહાભારત જેવો સમય આવે તો ?(સોલંકી ડી.કે.વાયા ઇ-મેઇલ)

- ‘વક્ત ને કિયા કયા હંસી સિતમ’, ‘યે કહાં આ ગયે હમ’ જેવાં ગીતો ગાવાં પડે !

♦ જિંદગીની સૌથી સહેલી અને સૌથી અઘરી પરીક્ષા કઇ છે ? (નીરવ કાચા, વાયા ઇ-મેઇલ)

- જિંદગીની સૌથી સહેલી કહો કે અઘરી એ ‘પરીક્ષા’ અમદાવાદની ‘રિક્ષા’ માં સહીસલામત મુસાફરી કરી શકો તે જ છે !

♦ આઇ.પી.એલ.માટે એક જ લીટીમાં કશું કહો. (પરેશ સોની, વાયા ઇ-મેઇલ)

- ત્રીજું વિશ્વયુદ્ધ !

♦ ભણવું અને ગણવું એમાં ફર્ક શું ? (અમિત પટેલ, વાયા ઇ-મેઇલ)

- ભણવાથી સવાલો કરતાં આવડે અને ગણવાથી તેના જવાબો પણ આવડે !

♦ અંગ્રેજશાહી, રાજાશાહી,લોકશાહી અને હવે પછી ? (વી.આર.કણસાગરા,અંકલેશ્વર)

- કાર્ટિજના જમાનામાં હવે કોઇ ‘શાહી’ ના ચાલે !

♦ ઇશ્વરે પ્રાણીઓને હસતાં કેમ શિખાવાડ્યું નથી ? (રાજુ રાવળ,અમરાઇવાડી)

- શિખવાડયું છે, પણ તે દેખાતું નથી કારણ કે તેઓ આપણી પાછળ હસે છે !

♦ ભ્રષ્ટાચાર વગરના ભારતની કલ્પના કેવી હશે ?(અલકા ચંદારાણા, મીઠાપુરા)

- સ્વિસબેંક એકાઉન્ટ્સ વગરના નેતાઓ જેવી !

♦ ભારત દેશ વિશે તમારું શું કહેવું છે ? (આશ ડોડિયા, ભાવનગર)

- હે રામ !

♦ આપણે ગુજરાતને દુનિયામાં નંબર એક પર શી રીતે પહોંચાડી શકીએ ? (વૈભવ પરમાર, અમદાવાદ)

- ‘એક’ થઇને

♦ નેતાનો અર્થ શું ? (વિશાલ સૂચક, વાયા ઇ-મેઇલ)

- ‘ટોપી’ પહેરે અને પહેરાવે એ નેતા !

♦ એવી કઇ ચીજ છે કે આજ સુધી માનવ હાંસલ નથી કરી શક્યો ? (પ્રફૂલ પરમાર,વાયા ઇ-મેઇલ)

- માનવતા !

♦ નેતા-અભિનેતાનાં મંદિર જોઇને ભગવાન શું વિચારતા હશે (ઘનશ્યમામ આચાર્ય, ભાણ)

- કે ગાંડાનાં પણ ક્યાંક ગામ હોય છે !

♦ સુગરી પંખી જેવો માળો અન્ય પંખીઓ કેમ બનાવી નથી શકતા ? (ઘનશ્યામ વ્યાસ,ભાવનગર)

- હાઇરાઇઝ અને બી.યુ. પરમિશન માટે પૈસા ખવડાવવા બધાને ન પોસાય !

♦ આજકાલ મારે પૂજા શેની કરવી જોઇએ ? (હસમુખ જંબુસરિયા,જંબુસર)

- પેટ ની !

♦ સુખી થવાનો ‘શોર્ટ-કટ’ કયો ?

- કરવી તે!

♦ પિયર સ્ત્રીનું પાવરહાઉસ તો પુરુષનું ? (નીલકંઠ ભટ્ટ, રાજકોટ)

‘વેર’ હાઉસ !

♦ માણસ પ્રેમ શું કામ કરે છે ? (વિજય ભેડા,સાવરકુડંલા)

- એ જ ને!

♦ ટાલવાળા યુવાનો બુદ્ધિમાં આગળ હોવા છતાં લગ્ન માટે છોકરી મેળવવામાં કેમ પાછા પડે છે ? (સંજય ભાલજા, ઉમરેહ)

- કારણ કે લગ્ન માટે છોકરી મેળવવામાં બુદ્ધિ નહી, નસીબ કામ કરી જાય છે !

♦ માતા અને પત્ની વચ્ચે શું તફાવત છે ? (વિશાલ ચોટલિયા,રાજકોટ)

- કાચી રાઇ અને તતડતી રાઇ જેટલો !

♦ વફાદારીની કિંમત કેટલી આંકી શકાય ? (ફાલ્ગુની, રવિના, અમદાવાદ)

- આજકાલ સ્ટોકમાં નથી... નવો માલ આવશે ત્યારે ખબર !

♦ ભારત કેવો દેશ છે ?(નરેન્દ્ર પંચાલ,સુરત)

- ‘ન ભૂતો ન ભવિષ્યતિ’!

♦ ભ્રષ્ટ નેતાઓને કારણે આપણો દેશ પ્રગતિ નથી કરી શકતો. તમે શું માનો છો ? (પ્રેરણા સુમસેરા, વિરમગામ)

- હું એમ માનું છું કે ‘ભ્રષ્ટ’ નેતાઓને ‘પદભ્રષ્ટ’ ન કરવાથી આપણો દેશ પ્રગતિ નથી કરી શકતો !

♦ ગાડી અને લાડીમાં શું ફર્ક છે ? (પ્રકાશ ગીદવાણી,સંતરોડ)

- પાટા પર ચાલે એ ગાડી પાટા પર લાવે એ લાડી !

♦ પ્રેમિકાના પ્રેમનો બોજ હવે સહન નથી થતો. શું કરું ?(હાર્દિક ઠક્કર, મોથાળા)

- તો હવે એને ‘પત્ની’ બનાવી દો !

♦ આપણે ‘લાઇન’ મારીએ છીએ તેવું કોઇ છોકરીને પડી જાય તો શું કરવું ? (રાજ શાહ,અમદાવાદ)

- તો એમ માનવું કે હવે ‘ઓફલાઇન’ થવાનો વખત આવી ગયો છે !

♦ આજે અચાનક ગાંધીજી પ્રગટ થાય અને આજનું ભારત જુએ તો તેમની કોમેન્ટ શું હોત? (નવીન પટેલ, વાયા ઇ-મેઇલ)

- હે રામ, થોડા મોડો જન્મયો હોત તો આજે ઠેરઠેર ‘વૈષ્ણવજન’નાં કોલરટયુન રણકતાં હોત !

♦ પત્ની પતિ કો પરમેશ્વર કર્યો કહેતી હૈ ?(સુમિત વાઘેલા,સોમનાથ)

- કભી કભી ભૂલ હો જાતી હૈ ભાઇસા ‘બ !

♦ જણતર, ભણતર, ચણતર મોંઘા ને મોંઘા થતાં જાય છે શું કરવું જોઇએ ? (ઘનશ્યામ આચાર્ય, ભડલી)

- બખડજંતર !

♦ તમે બધા પ્રશ્નોના જવાબ ખોટા કેમ આપો છો ? (વૈભવ પરમાર, અમદાવાદ)

- સાચા જવાબ આપું તો પાસ થઇને આગળ જતાં રહેવું પડે માટે !

♦ છોકરીઓ સારો પતિ પામવા ‘ગૌરીવ્રત’ કરે, તો છોકરાઓએ સારી પત્ની મેળવવા કયું વ્રત કરવું જોઇએ ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- મૌનવ્રત !

♦ આપણા પોલિટિશિયન્સને કેવી રીતે સુધારી શકાય ? (મુકેશ ચંદારાણા,મીઠાપુર)

- એમની સામે ‘બેમત’ને બદલે ‘એકમત’ થઇને ‘મત’ આપીને !

♦ મને એક છોકરી સાથે પ્રેમ થઇ ગયો છે, તો હું શું કરું ? (સુનીલ ડોડિયા,સુરેન્દ્રનગર)

- તમે તો ઠીક પણ એ છોકરી શું કરશે તેની વધારે ચિંતા છે !

♦ કોમનવેલ્થ ગેમ્સ... કોઇ કરામત ? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

- આ કોમેન્ટ માટે તો આપણે પણ વડાપ્રધાનની જેમ ચૂપ રહેવું જોઇએ !

♦ ‘પહેલાંનો જમાનો’ અને ‘અત્યારનો જમાનો’ શું તફાવત છે ? (વિરાજ ઊંડવિયા,ગઢડા)

- એ ‘નરસિંહ મહેતા’જેવાનો જમાનો હતો, અત્યારે ‘કેતન મહેતા’ જેવાનો !

♦ આજકાલ હિંન્દી ફિલ્મો ફ્લોપ જાય છે, એના માટે શું કહેવું છે તમારે ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- મારી પાસે હજુ સુધી સ્ક્રિપ્ટ લખાવી નથી એટલે જ તો !

♦ ભારત દેશની બધી સમસ્યાનું મૂળ વસ્તી વધારો છે... તમે શું કહો છો ? (બબુ એન.દફતરી, રાજકોટ)

- હા જી, પણ લાંચ રિશ્વતની સમસ્યા છોડીને !

♦ કર્મનું ફળ એટલે શું ? (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

- બાપ એકનંબરી તો બેટા દસ નંબરી !

♦ દેશમાં ‘રામાયણ’ અને ‘મહાભારત’ દિવસે ને દિવસે તેમ વધતાં જાય છે ? (મુકેશ ચંદારાણા,મીઠાપુર)

- કારણ કે ‘સત્યના પ્રયોગો’ ઓછા થતા જાય છે !

♦ ‘મહા-સુખ’ કોને કહેવાય ? (મહાસુખ દરજી,ઇસનપુર)

- બહુ સવાલો ન થાય એ જ ‘મહા-સુખ’ની નિશાની છે !

♦ બેસણામાં સફેદ કપડાં કેમ પહેરવામાં આવે છે ? (ર્ડો. હેમત જોષી,વરણામાં)

- ભૂતની ઇફેક્ટ લાવવા !

♦ ‘કલ’, ‘આજ’ ઓર ‘કલ’ –બે શબ્દો કહો. (વલ્લભ કણસાગરા-અંકલેશ્વર)

- કરેંયે યા મરેંગેં, નહીં કરેંગે તો મરેંગે, કુછ ભી કરેંગે તો મરેંગે !

♦ મોંઘવારી ન નડે તે માટે કોઇ ઉપાય બતાવો. (દિનમોહમ્મદ રાજાણી,ભાવનગર)

- ઉપાય બતાવવાનો ચાર્જ થશે. એ મોંઘો ન પડે તે બતાવું !

♦ પત્ની જયારે રિસાઇ જાય ત્યારે શું કરવું ? (જગદીશ કતારા, વાયા ઇ-મેઇલ)

- પત્ની રિસાઇ જાય ત્યારે શું કરવું તેના કરતાં પત્ની રિસાઇ ન જાય તેવું કરવું વધારે સારું.

♦ પ્રેમમાં લોકો પાગલ થાય છે, તો લગ્ન પછી શું થતું હશે ? ( કિરણકુમાર રોય, અમદાવાદ)

- હડકવા !

♦ આજના જમાના પ્રમાણે ‘સાચો માણસ’ કોને કહેવાય ? (રમ્યા દિનેશ,મુંબઇ)

- કૌભાંડોમાં પકડાયા પછી પણ જે માણસ બિલકુલ ‘કાચો’ ન પડે તે જ આજના જમાનાનો ‘સાચો’ માણસ !

♦ શ્વલોકનું રિમિકસ કરવું હોય તો કેવી રીતે કરાય ? (શીતલ શાહ, અમદાવાદ)

- ‘કરાગ્રે વસતે ટેકસમ્, કરમુલે કમિશનમ્, કરમધ્યે તું વેટમ્ય, પ્રભાતે જીવ જલનમ્ !!’

♦ જો તમે ભગવાન હો તો પહેલું કામ શું કરો ? (દેવ જોષી, પાટણ)

- વૈકુંઠમાં ઇન્ટરનેટ લાવી, પાપ-પુણ્યનો ડેટા ડિજિટાઇઝ કરી ચોપડા હટાવવાનું.... જેથી ફટાફટ ફેંસલો બોલાવાય !

♦ આપણા અમુક નેતાઓ અને સરકારી અધિકારીઓ ‘લાંચ’ કેમ લે છે ? (ચેતન પરમાર, વાયા ઇ-મેઇલ)

- એ લોકો માટે ‘લંચ’ની જેમ ‘લાંચ’ ખાવી એ સામાન્ય બાબત છે માટે !

♦ દુનિયામાં સૌથી શક્તિશાળી કોણ છે ? ( મહીરાજ રાઠોડ, વાયા ઇ-મેઇલ)

- ભાગ્યશાળી !

♦ તમારી કોલમ બંધ કરવાના કેટલા લેશો ? (ભાવિક મોટા, વાયા ઇ-મેઇલ)

- મોટાભાઇ, પહેલાં તમારું મોઢું બંધ રાખવાનો તોડ કરીએ પછી કોલમની વાત !

♦ સ્ત્રી ‘શક્તિ’ પુરુષ ‘સહનશક્તિ’ તો બાળકો ? (દર્શન રાણા, અમદાવાદ)

- શક્તિમાન !

♦ પશુઓની લાંબી જીભ હોવા છતાં તેઓ માણસની જેમ બોલતા કેમ નથી ? (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

- કારણ કે તેઓ માણસની જેમ ‘બોલીને બગાડવામાં’ માનતાં નથી !

♦ નવી ફિલ્મ હંમેશાં શુક્રવારે જ ટોકીઝમાં રીલે કેમ થાય છે ? (તરુલત્તા ભટ્ટ, બીલીમોરા)

- વીકેન્ડ બગાડવા !

♦ પુત્રનાં લક્ષણ ‘પારણામાંથી’, વહુનાં ‘બારણામાંથી’, તો વરનાં ? (દિનેશ જોષી, અમદાવાદ)

- ‘નાણાં’ કેટલાં ‘કમાણા’ તેના પરથી !

♦ કૃષ્ણાવતારમાં કર્ણ દાનવીર હતો, તો આજે દાનવીર કોને કહી શકાય ? (પુનાભાઇ રાઠોડ, જૂનાગઢ)

- સરકારને જે પૂરો ટેક્સ આપે તેને !

♦ રાહુલ ગાંધીને મુંબઇ જઇ એ.ટી.એમ.માંથી પૈસા કાઢવાની શી જરૂર હતી ?

- ‘વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ-પાર્ટ 2’ બનાવવા !

♦ પરણ્યા પહેલાં ‘આકાશના તારા તોડી આપીશ’ કહેનાર પ્રેમી પરણ્યા પછી એવું કેમ નથી કરતો ? (સંગીતા, અનુજ,વડોદરા)

- કારણ કે પરણતાની સાથે જ એને ‘આકાશ માથે તૂટી પડ્યા’ નો આભાસ થવા લાગે છે !

♦ છોકરીઓને કેવી સાસુ પસંદ પડે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- ‘સાંસ ભી કભી બહુ થી’ જેવી સિરિયલો જુએ તેવી !

♦ આજકાલ સ્ત્રીને ઘડપણ કેમ ગમતું નથી ? (ઘનશ્યામ ભરૂચ, મુંબઇ)

- કારણ કે આજની સ્ત્રીને ઘડપણ ‘શોભતું’ નથી !

♦ આપણી બે આંખો છે અને ત્રીજી આંખ દીકરી છે એ વાત સત્ય છે ? (એફ.આઇ.ડી.કાલાવડ)

- ‘ત્રીજી’ આંખ દીકરી છે એ વાત સાચી પરંતુ આજકાલ મોબાઇલયુગમાં ‘થ્રીજી’ સર્વસ્વ છે એ વાત વધુ સારી !

♦ ઇશ્વરે માત્ર એકલી સ્ત્રીઓ જ ઘડી હોત તો ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- તો બધી જ સ્ત્રીઓ ગાતી હોત ‘અકેલે હૈ તો ક્યા ગમ હૈ !’

♦ સમુદ્રનું પાણી મીઠું થઇ જાય તો ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- સમુદ્રનું પાણી છેવટે ‘મીઠું’ થઇ જાય છે !

♦ જો એક માતા બરાબર 100 શિક્ષકને તો એક પિતા બરાબર ? (સમીર ગોહિલ, વાયા ઇ-મેઇલ)

- 100 બચ્ચાં !

♦ લોકસભા તથા શેરબજારમાં કેટલો ફેર ? (ર્ડૉ. રાજેન્દ્ર હાથી, બરોડા)

- શેરબજારમાં ભાવોનો ઉછાળો થાય જયારે લોકસભામાં જૂતાંનો !

♦ મુખ્યમંત્રી સાચા કોને કહેવાય ? (નૈતિક મહેતા,મહુવા)

- જે પોતાની આસપાસ ‘ચાણક્ય’ બેસાડી દે તે સાચા મુખ્યમંત્રી !

♦ તમે ‘જસ્ટ એ મિનિટ’ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં કેમ નથી આપતા ? (આકાશ ડોડિયા, ભાવનગર)

- ટાઇમ નથી !

♦ માણસોને ‘ઊડતા’ આવડતું હોત તો ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- કયો માણસ આજે ‘હવામાં ઊડતો’ નથી !

♦ બીજીવાર લગ્ન કરવા જતા મૂરતિયાને જોઇ તમે મનોમન શું કહો ? (ડી.આર. શાહ, અમદાવાદ)

- અલખનિરંજન !

♦ સિંહને કેવી રીતે મારી શકાય ? (મનોજ કસુંદ્રા, મોરબી)

- કયા સિંહને ‘મનમોહનસિંહ,મુલાયમસિંહ, અમરસિંહ, શંકરસિંહ ???

♦ મોંઘવારી અને વસ્તી વધવા જાય છે. એના માટે શું કહેવું છે ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- બસ, આપણા કારણે ન વધે તેવું ધ્યાન રાખ વું !

♦ તમને ઐશ્વર્યારાય અને હું બંને મળવા આવ્યાં હોઇએ તો તમે પહેલાં કોને મળો ? (બિરવા કગરાણા, રાજકોટ)

- પ્રાયોર એપોઇન્ટમેન્ટ ઓન્લી !

♦ લાલુપ્રસાદ દેશના વડાપ્રધાન બને તો આપણા દેશની દશા કેવી થાય ? (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

- ‘રાબડી’ જેવી !

♦ જો તમને કોમનવેલ્થ સમિતિના હેડ બનાવી દેવામાં આવે તો ? (આકાશ પરમાર, વાયા ઇ-મેઇલ)

- ‘હેડડાઉન’ કરવાનું આવે એવી ચીજ કરવી પસંદ નથી ભાઇ મને !

♦ મારી પ્રેમિકાનો બાપ લગ્ન માટે માનતો જ નથી. કોઇ ઉપાય બતાવો. (દુષ્યંત કલારિયા, વાયા ઇ-મેઇલ)

- પણ પ્રેમિકા સાથે લગ્ન કરવા છે કે એના... સાથે ?!

♦ સત્યની નીશાની કઇ ? અસત્યની નિશાની કઇ ? (રોહિત દરજી, હિંમતનગર)

- ‘પબ્લિકપોલ’ સત્યની નિશાની છે ! ‘ફીડબેક’ અસત્યની નિશાની છે !

♦ લોગ પ્યાર ક્યોં કરતે હૈ ? (વિપુલ સોનકર, વાયા ઇ-મેઇલ)

- સેલફોનકા ‘લોગ’ ભને કે લિયે !

♦ ગાંધીજીના ત્રણને બદલે ચાર વાંદરા હોત તો તે ચોથું વાંદરું શું કહેતું હોત ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- કે આ ત્રણનું માનતા નહીં !

♦ લગ્નના વિકલ્પમાંથી બચવાનો કોઇ ઉપાય ? (હાર્દિક ઠક્કર, મોથાળા)

- જસ્ટ સ્ટોપ, લુક એન્ડ ગો !

♦ આપણે જોઇ ના શકીએ છતાં તેની અનુભૂતિ થાય કરે તે કઇ ચીજ હશે ? (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

- ધંધાની ખોટ !

♦ શું મંગળ પર રહેવા જઇ શકાશે ? (રાણા દર્શન, દર્શિકા, અમદાવાદ)

- હા, પણ મંગળવાસીઓનું ‘એન.ઓ.સી.’ મળે પછી !

♦ 20 લાખ ‘વાહન’ અમદાવાદમાં, જેમાં 430 ‘વાહન’ રોજ ઉમેરાય તો આવનાર અમદાવાદ ? (જી.એચ.પટેલ, અંકલેશ્વર)

- ‘વાહવાહ’ અમદાવાદ !

♦ ખરો રાજકારણી કોને કહેવાય ? (ચિરાગ પંચાલ, પંચમહાલ)

- દરેકને ‘ખોટા’ પાડે એને જ ‘ખરો’ રાજકારણી કહેવાય !

♦ સવારે ઊઠ્યા પછી લોકો ચા કેમ પીએ છે ? (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- કારણે કે ‘ચા’ પીવા માટે લાઇસન્સ લેવાની જરૂર નથી પડતી માટે !

♦ અભિનેતા ફિલ્મો છોડી નેતા કેમ બની રહ્યા છે ? (ર્ડો. હેમંત જોષી, વરણામા)

- ખરેખરાં ‘અભિનેતા’ બનવા માટે !

♦ સાનિયા મિર્ઝા વિશે બે શબ્દો કહેશો. (રસિક પઢિયાર, લાઠી)

- વન લવ !

♦ સ્વર્ણિમ ગુજરતમાં આપે શું સંકલ્પ કર્યો ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- લીધેલા સંકલ્પ અધૂરા ન મૂકવાનો !

♦ ચીન અને પાકિસ્તાનને કઇ ઉપમા આપી શકાય ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- એ લોકો ઉપમા, ખીચડી, બટાકા પૌઆ ન ખાય ભાઇ !

♦ ‘જસ્ટ એ મિનિટ’ માં પૂછવામાં પ્રશ્ન ‘એન્કાઉન્ટર’માં ‘એન્કાઉન્ટર’ માં પૂછવાના પ્રશ્ન ‘જસ્ટ અ મિનિટ’માં પુછાઇ જાય છે, તો શું કરવું ? (દિનેશ જોષી, દહીંસર)

- વાંધો નહીં ! ભેળસેળનો જ તો જમાનો છે !

♦ ‘ધીરજના ફળ મીંઠાં’ એ કહેવત સાચી છે ? (ધીરણ રબારી, લીલાપરા)

- હા, ‘જસ્ટ અ મિનિટ’ કોલમ માટે સાચી છે !

♦ રાજકારણ એટલે શું ? (ચિરાગ પંચાલ, પંચમહાલ)

- અકારણ ‘રણ’ થાય એ રાજકારણ !

♦ ‘મિનિસ્ટર’ અને ‘માણસ’ વચ્ચે ફર્ક શું ? (રિયા મહેતા, અમદાવાદ)

- ‘બંધ પરબીડિયું’ અને ‘ખુલ્લા પોસ્ટકાર્ડ’ જેટલો !

♦ જો દુનિયામાં ‘ભગવાન’ ના હોય તો ? (દીક્ષા ભાવસાર, વાયા ઇ-મેઇલ)

- તો લોકો ‘હેવાન’ હોત !

♦ આપણે પાણી શા માટે પીએ છીએ ? (ભાવેશ, વાયા ઇ-મેઇલ)

- કોર્પોરેશન મફત આપે છે એટલે !

♦ ઇન્ડિયા ક્રિકેટ ઉપર રમાતા સટ્ટાને કાયદેશર કરી દે તો ? (આલોક મિસ્ત્રી, વાયા ઇ-મેઇલ)

- તો ટેક્સ ભરવાની બીકે સટ્ટા રમાતા ઓછા થઇ જાય !

♦ સ્ત્રી પોતાની ‘ઉંમર’ કેમ છુપાવે છે ! (દિનોમોહમ્મદ રાજાણી,વાયા ઇ-મેઇલ)

- સ્ત્રી ‘ઉંમર’ ભલે છુપાવે પણ તે ‘કમર’ છુપાવી શકતી નથી !

♦ દુનિયાનો છેડો ઘર તો ઘરનો છેડો ? (ડી.આર.શાહ, અમદાવાદ)

- ઘરવાળી !

♦ તમે જો ચૂંટણીમાં ‘ઊભા’ રહો તો કયું નિશાન સિલેક્ટ કરો ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- આરામ ખુરશીનું !

♦ ભગવાન તમને વરદાન માંગવાનું કહે તો તમે શું માગો ? (રોનક રાઠોડ, વાયા ઇ-મેઇલ)

- સતયુગ !

♦ આપણે જિંદગીમાં સફળ કેવી રીતે થઇ શકીએ ? (પ્રદીપ દરજી, કડી)

- સાંધા મારીને !

♦ શોરૂમ શણગારેલા અને ગોડાઉન ગંદા કેમ ? (રમેશ વ્યાસ, વાયા ઇ-મેઇલ)

- ‘ફેન્સી ફુડ’ અને ‘પેટ અપસેટ’ જેવી વાત છે !

♦ ઓર્ડિનરી માણસ એકસ્ટ્રા ઓર્ડિનરી કેવી રીતે બની શકે ? (વૈભવ પરમાર, અમદાવાદ)

- આડો ચાલીને !

♦ નિર્મળ ગુજરાત એટલે શું ? (હરેકૃષ્ણા અવૈયા, વાયા ઇ-મેઇલ)

- ગાય-ભેંસોનાં છાણ રહિત રસ્તાઓ !

♦ જો મોબાઇલ બંધ થઇ જાય તો ? (મીતા છાટબાર, જામનગર)

- તો ચાર્જ કરવાનો !

♦ બગડેલા પતિદેવોને સુધારવા શું કરવું ? (કોકિલા દરજી, અમદાવાદ)

- ‘અમ્મા, દેખ...દેખ... તેરા મુન્ના બિગડા જાયે’ ના જાય કરવા !

♦ માણસની બુદ્ધિ ખલાસ કયારે થઇ જાય છે ? (મૌલિક દરજી, અમદાવાદ)

- લાભની આશા ઠગારી નીકળે ત્યારે !

♦ ભારતીય સંસ્કૃતિ મૃતઃપ્રાય થઇ રહી છે. આપ શું કહો છો ?(પંકજ દફતરી, રાજકોટ)

- રામ બોલો ભાઇ રામ !

♦ વાયદો અને કાયદો ક્યારે તોડવામાં આવે છે ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- જ્યારે ફાયદો દેખાય ત્યારે !

♦ આ જમાનામાં એકલવ્ય મળે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- દિ.ભા.માં ‘ખોવાઇ ગયેલ છે’ ની જા.ખ. આપી જુઓ.

♦ અમિત શાહ, પાર્થિવી શાહ, નાસિરુદ્દીનશાહમાં શ્રેષ્ઠ શાહ કોણ ? (ઘનશ્યામ ભરૂચા, મુંબઇ)

- ઉપરનાં ત્રણેને તો જાણે ઓળખ્યા પણ આ શ્રેષ્ઠ શાહ કોણ એ જરા ક્લીયર કરશો.

♦ પાણીનું ‘પાઉચ’ બોખી વ્યક્તિને આપવામાં આવે તો ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- તો ‘પાઉચ’ સાથે ‘આઉચ’ અવાજ સંભળાય !

♦ જીવનનું ગણિત કેવું હોવું જોઇએ ? (અશેષ પંડ્યા, ભાવનગર)

- દો ઔર દો પાંચ જેવું !

♦ ક્યો વાદ નકામો છે ? (રિયા સંદીપ,મુંબઇ)

- વિવાદ !

♦ સૌથી મોટું ગ્રહણ ક્યું ? (રાજવી શાહ, અમદાવાદ)

- ‘પાણિગ્રહણ’

♦ પત્નીએ ‘બેગમ’ કેમ કહેવામાં આવે છે ? (દિલીપ વોરા, અમદાવાદ)

- પત્ની સાથે ‘બે’ પ્રકારના ‘ગમ’ જોડાયેલા છે... જેમ કે પત્ની હોય તો યે ‘ગમ’ ને ના હોય તો યે ‘ગમ...’ માટે !

♦ વોટ એટલે શું ?

- વોટ એટલે શું !

♦ ‘જસ્ટ એ મિનિટ’ વાંચવામા દોઢ મિનિટ લાગે છે તો ? (ભાવેશ પટેલ, વાયા ઇ-મેઇલ)

- ના ચાલે... પ્રેક્ટિસ કરો વધારે ને વધારે વાંચવાની !

♦ ‘લંકાની લાડી ને ઘોઘાનો વર’ ને બદલે ‘ઘોઘાની લાડી ને લંકાનો વર’ હોય તો ? (ઇશ્વર ડાભી, વાયા ઇ-મેઇલ)

- કજોડું થાય !

♦ ‘ભારત’ અને ‘મહાભારતમાં’ શું ફર્ક છે ? (રોહિત નરેશ,વાયા ઇ-મેઇલ)

- કશોય નહીં... એ વખતે પણ સોયની અણી જેટલી જમીન માટે એન.ઓ.સી. લેવું પડતું હતું ને આજે ય લેવું પડે છે !

♦ જો ન્યૂટનના માથે ‘એપલ’ને બદલે ‘તડબૂચ’ પડ્યું હોત તો શેની શોધ થઇ હોત ? (અસલામ ખલીફ, વાયા ઇ-મેઇલ)

- કે તડબૂચ માથે પડવાથી માણસ સ્વર્ગે સિધાવે છે !

♦ મારી વાઇફ મારે છે? શું કરવું ? (સંજુ પટેલ, વાયા ઇ-મેઇલ)

- ગાંધીવાદી બનો... એ એક ગાલે મારે તો બીજો ગાલ ધરો. !

♦ ભગવાન આજે માણસને શું શિખામણ આપી શકે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- કે માણસ બનો !

♦ આગે ભી જાને ના ‘તું’, પછી ભી જાને ના ‘તું...’ તો કરવું શું ? (દિનેશ જોષી ,અમદાવાદ)

- તુ... તુ... તુ... તુ... તારા.... એમ રાગડા તાણો... !

♦ આજના નેતાઓ માથે ટોપી કેમ રાખતા નથી ? (રાજુ રાવળ, અમરાઇવાડી)

- કારણ કે તેઓ બીજાને ‘ટોપી’ પહેરાવતા હોય છે !

♦ ભ્રષ્ટાચારને નાથવાનો સહેલો ‘રસ્તો’ કયો છે ? (રસિક પઢિયાર, લાઠી)

- ભાઇ આ ‘રસ્તો’ દુનિયાના કોઇ નકશામાં કયાંય દેખાતો નથી આજે !

♦ ઇશ્વરે રોજીરોટી અને મોતનું ‘સુકાન’ કોઇ માણસને સોપ્યું હોત તો ? (ઝાકીર યાકુબ, ઇખર)

- તો આજે એની ‘દુકાન’ થઇ ગઇ હોત !

♦ એક કરોડમાં અવકાશયાત્રા... શું કહો છો ? (જી.એચ.દેલવાડિયા, અંકલેશ્વર)

- જતા આવો !

♦ હાસ્ય વ્યંગની આ કોલમમાં ઇનામ કેમ નહીં ? (રમણીકલાલ ઘેલા, ભુજ)

- આ કોલમમાં ‘નામ’ છપાય એ જ ‘ઇનામ’ !

♦ ગાંધીજીએ પોરબંદરમાં જ કેમ લેન્ડિંગ કર્યું ? (કિશોરગીરી ગોસ્વામી, પોરબંદર)

- એમના પેલા ત્રણ ‘બંદર’ શોધવામાં વાર ન લાગેને એટલે !

♦ માજી ગૃહમંત્રીનો ‘એન્કાઉન્ટર’ નો પ્રશ્ન શા માટે લંબાવવામાં આવે છે ? (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

- આ પ્રશ્ન ‘એન્કાઉન્ટર’ વિભાગને પૂછો... ભાઇ, આ ‘જસ્ટ એ મિનિટ’ છે !

♦ આજની સરકાર ‘ભ્રષ્ટાચારી’ છે કે ‘પ્રામાણિક’ છે ? (હાર્દિક મહેતા, સુરેનદ્રનગર)

- ભ્રષ્ટાચારનું પ્રમાણ છે !

♦ તમને મળતા હજારો પ્રશ્નમાં જવાબ આપવા જેવા પ્રશ્નો કેટલા હોય છે !(નવીન પંડ્યા, અમદાવાદ)

- જેટલાના જવાબ આપું છું તેટલા જ !

♦ ખાવા માટે જીવવું જોઇએ જીવવા માટે ખાવું જોઇએ ? (દીપ શાહ, માંડવી)

- આ ‘અન્ડર ધી ટેબલ’વાળી ખાવાની વાત છે ભાઇ !

♦ જો બરાક ઓબામા ભારતના રાષ્ટ્રપતિ બને તો ? (બુલબુલ રાણા, રાજકોટ)

- એ ‘ચબરાક ઓબામા’ એમ કાંઇ જાણી જોઇને ખાડામાં ન પડે !

♦ સ્પેનની જેમ આપણા દેશના નેતાઓ-સાંસદો પગારમાં ઘટાડો કેમ નથી કરતા ? (ઝાકીર રેલી, વાયા ઇ-મેઇલ)

- યે ખુલી હુઇ અંદર કી બાત હૈ !

♦ કૌન બનેગા કરોડપતિમાં તમારો નંબર આવે તો ? (સાવન વેન, રતનગઢ)

- તો એ એપિસોડ ‘કૌન બનેગા કરોડપતિ’ વિથ ‘જસ્ટ એ મિનિટ’ બની જાય !

♦ રાવણ કઇ કોમનો હતો ? (નિશિત વાસાણી, કચ્છ)

- ‘ડોટકોમ’ના જમાનામાં ‘કોમ’ની વાત છોડો હવે !

♦ માયાવતી અને ન.મો. નાં લગ્ન થાય તો ? (મહેશ ચિત્રોડા, વાય ઇ-મેઇલ)

- તો ‘માયાવતી’નું નામ ‘કર્ણાવતી’ કરવામાં આવે... ગુજરાતમાં !

♦ તમને યમરાજા બનાવવામાં આવે તો ? (કૃનાલ ભટ્ટ, વાયા ઇ-મેઇલ)

- તો સૌ પ્રથમ મારું વાહન ‘પાડો’ બદલીને નવી ગાડી લઇ લઉં !

♦ સૌથી સારો ધંધો કયો ? (દિન મહેંદી, વાયા ઇ-મેઇલ)

- પ્રશ્નોના જવાબ આપવાનો !

♦ પુરુષો પ્રેમ શા માટે કરે છે ? (અરવિંદ મકવાણા, વાયા ઇ-મેઇલ)

- પોતાની કમીઓ જાણવા !

♦ ઓબામાએ ભારતમાં આવીને શું કર્યું. ? (રસિક પઢિયાર, લાઠી)

- માર્કેટિંગ !

♦ ગર્લફ્રેન્ડ કે વાઇફમાંથી કોણ સારું ? (હિતેશ ભાલિયા, વાયા ઇ-મેઇલ)

- જે બહુ સવાલો ન કરે એ !

♦ તમે ‘કૌન બનેગા કરોડપતિ’ માં કેમ નથી ગયાં. ? (રાજુરાવળ, અમરાઇવાડી)

- એ લોકોએ પણ ક્યાં ‘જસ્ટ એ મિનિટ’માં એકેય સવાલ પૂછ્યો છે !

♦ ‘100 દહાડા સાસુના તો 1 દહાડો વહુનો’ કોઇ કોમેન્ટ ? (બ્રિજેશ દેલવાડિયા, રાજકોટ)

- અમે કોઇ એવા હિસાબ-કિતાબ રાખતા નથી !

♦ વફાદારી વેચાતી મળતી હોય તો ? (હારુન ખત્રી, જામખઁભાળિયા)

- તો ‘કૂતરા’ઓની લાઇન લાગે !

♦ તમને બધાના સવાલોના જવાબ દેવામાં શું મઝા આવે છે ? (નમન આચાર્ય, વાયા ઇ-મેઇલ)

- ‘ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે !’ એવું છે એમાં !

♦ દુનિયાનો અંત કયારે છે ? (રમીજ ગઢિયા, વાયા ઇ-મેઇલ)

- ઓબામાએ ભારત આવીને વેચેલાં શસ્ત્રો વપરાશે ત્યારે !

♦ કરુણા સ્ત્રીનું ભૂષણ છે તમે કરુણા છોડી કોમેડીમાં શાથી ગયાં. !(પ્રકાશ વૈષ્ણવ, જૂનાગઢ)

- મારી કોમેડીમાં ‘કરુણા’ પણ છુપાયેલી છે !(જરા ધ્યાનથી વાંચજો )

♦ તમારા નામ પછી બે સરનેમ કેમ લખો છો ? (અનિલ પોપટ, વાયા ઇ-મેઇલ)

- બે, તમે તમારા નામ પછી ‘પંખીનું નામ’ શા માટે લખો છો, એવું કદી વિચાર્યું !

♦ જો દીવામાં તમારો ‘બાર’ હોય તો ? (પરેશ ગજ્જર, વાયા ઇ-મેઇલ)

- તો એ ‘બાર’માં ‘ચોકોબાર’ વેચું !

♦ ‘માન ન માન, મેં તેરા મહેમાન’ કોઇ શબ્દો ? (જી.એચ. દેલવાડિયા, અંકલેશ્વર)

- અતિથિ દેવો ભવ !

♦ ‘જસ્ટ એ મિનિટ’ માટેનું કવોલિફિકેશન શું છે ? (શબનમ વોરા, વાયા ઇ-મેઇલ)

- એમ.એલ.એ !(માસ્ટર ઓફ લાફિંગ એનાલિસિસ)

♦ આજકાલ લોકોને સોશિયલ નેટવર્કિંગનો ક્રેઝ શા માટે વધી રહ્યો છે ? (દિનમહેંદી, વાયા ઇ-મેઇલ)

- પ્રેક્ટિકલી એન્ટિસોશિયલ થવા માટે !

♦ ઓબામાં કે ઓબાપા શું ભલું કરવાનો છે એ ? (બ્રિજેશ, રાજકોટ)

- બધાં કરતાં રહ્યાં ઓબામાં ને ઓબાપા.... પણ એ તો બનાવી ગયા સૌને ખાખીબાવા !

♦ આકાશમાં રાત્રે તારા દેખાય છે તો દિવસે કેમ નથી દેખાતા ! (પ્રકાશ ગીદવાણી, સંતરોડ)

- ભાઇ, ‘ધોળે દિવસે તારા ન દેખાય’ તે જ સારું !

♦ ગાંધીજી સત્યના પ્રયોગો કરતા અને અત્યારે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- અત્યારે ગાંધીછાપ રૂપિયા અસત્યના પ્રયોગોમાં હોમાઇ રહ્યા છે !

♦ મોબાઇલથી સમાજને કેટલો લાભ થયો ! (હર્ષદરાય વ્યાસ, ભાવનગર)

- બધાંયને એક હાથે ડ્રાઇવિંગ કરતા આવડી ગર્યું !

♦ ચૂંટણીમાં જીતવાનો સૌથી સારો ઉપાય કયો ? (ચિરાગ પંચાલ, પંચમહાલ)

- સામેની પાર્ટીને બેસાડી દેવાનો !

♦ દરજીની કાતર અને ર્ડોક્ટરની કાતરમાં તફાવત શું ? (કાજલ, કુશલ, આયુષ,યુએસએ)

- એક ‘શણગારે’ અને બીજી ‘ઉગારે’ !

♦ માયા, શીલા, જયા, મમતા, પ્રતિભા... તમારો શુ પ્રતિભાવ છે ? (મનીષ બાખડા, જૂનાગઢ)

- ‘કોઇ હમકો રોકો... કોઇ તો સમ્હાલો... કહીં હમ ગિર ના પડે !’

♦ જીવનની લંબાઇ તેવી રીતે મા પી શકાય ? (રોહિત દરજી, હિંમતનગર)

- એકબીજા સાથે કેટલી ‘વેવલેન્થ’ મળે છે તે પરથી !

♦ તમે ‘દિલ્હીબેલ્લી’ ફિલ્મ વિશે શું કહો છો ? (દીપક સોલંકી, વાયા ઇ-મેઇલ)

- ‘આઇ હેઇટ ઇટ.... લાઇક આઇ હેઇટ ઇટ’ !

♦ આવતા જન્મમાં તમે શું બનવા માગો છો ? (લલિત મકવાણા, વડોદરા)

- આ જન્મમાં ‘જવાબો’ આપવામાં એટલી વ્યસ્ત છું કે, આવતાં જન્મનું નક્કી નથી કર્યું !

♦ તમારી પ્રશંસા કરું તો મને શું મળે ? (માર્મિક પટેલ, અમદાવાદ)

- આ પ્રશ્ન ‘વસ્તાનવી’ ને પૂછો કે પ્રશંસા કરવાથી શું મળી શકે !

♦ જો ફિલ્મ ‘રાજકારણની રમત’ બને તો તેનો હીરો કોણ હોય ? (શિવાનંદક,વાયા ઇ-મેઇલ)

- ‘રાજકારણની રમત’હીરો નહીં, વીલન હોય !

♦ ભ્રષ્ટાચારને સાફ કરવા શું કરવું જોઇએ ? (પફર્યુમ મહેશ્વરી, માણસ)

- ‘કરેકશન !

♦ તમને ‘રાજનીતિ’ અને ‘સામાજસેવા’ શું ફરક લાગે છે ? (મહેન્દ્ર સુથાર, સાબરકાંઠા)

- ‘બોલે એના બોર વેચાય’ અને ‘ન બોલ્યામાં નવ ગુણ’ જેટલો !

♦ સરકારની મંત્રીમંડળ ફેરબદલી વિશે તમારો શું મત છે ? (હાર્દિક પંચાલ, વાયા ઇ-મેઇલ)

- એ તો બહુ મોટી ‘એક્સચેન્જ ઓફર’ કહેવાય !

♦ જો નરેન્દ્ર મોદી પી.એમ.બને તો ભારતની સ્થિતિમાં શું ફેર પડે ? (એચ.કે.પટેલ., ઇડર)

- ભારત માટે એ એક ‘બ્રેકઇવન પોઇન્ટ’ ગણાય !

♦ બધા ધર્મો માનવતાઓ સંદેશ આપે છે. છતાંયે માનવતા કેમ કયાય દેખાતી નથી ? (ભરત ભાડ, વાયા ઇ-મેઇલ)

- ધર્મેયે ક્યાં દેખાય છે ત્યારે !

♦ લાદેન મર્યા પછી સ્વર્ગમાં ગયો હશે કે નર્કમાં ? (ઝલક, વડોદરા)

- એ શોધવા હવે ‘દાઉદ’ને મોકલવાનો છે !

♦ મારે તમને કંઇ પૂછવું છે, તો શું પૂછું ? (સોમિલ, અમદાવાદ)

- અહીં સવાલો નહીં, માત્ર જવાબો મળે છે !

♦ તમે આવા અઘરા જવાબો કેમ આપો છો ? થોડા સહેલા કેમ નહિં ? (અજય ભીમાણી, વાયા ઇ-મેઇલ)

- મને વાચકોની બુદ્ધિ માટે માન છે માટે !

♦ તમે ‘ફેસબુક’, ‘ઓર્કુટ’ વગેરેમાં ક્યાંય છો કે ખાલી દિવ્ય ભાસ્કરમાં જ ‘વિસ્ફોટક’ કર્યા કરો છો ?(અજય ભીમાણી, વાયા ઇ-મેઇલ)

- 302ની ‘કલમ’ લાગી જશે !

♦ ‘જસ્ટ એ મિનિટ’ કેમ ? ‘જસ્ટ ટુ મિનિટ’ કેમ નહીં (અનિલ પોપટ, વડોદરા)

- આપણે ક્યાં અહીં ‘મેગી’ બનાવવી છે !

♦ ભ્રષ્ટાચાર કોણ રોકી શકે છે ? (સાગર સોલંકી, વાયા ઇ-મેઇલ)

- સદાચાર, સદવિચાર, શિષ્ટાચાર અને સમાચાર !

♦ રાહુલ ગાંધી લગ્ન કેમ નથી કરતા ? (અલ્પેશ પટેલ, સુરત)

- ભારતને વંશપરંપરાગત ગાદીમાંથી છોડાવવા !

♦ ભગવાન ઉપર બેઠા બેઠા આપણે વિશે શું વિચારતા હશે ? (શૈલેષ દરજી, અમદાવાદ)

- કે, હું બેઠો છું નીચે અને તો પણ લોકો શા માટે મને ‘ઉપર’ શોધતા હશે !

♦ તમારી પાસે કાળું ધન કેટલું છે ? (પટેલ, વાયા ઇ-મેઇલ)

- ફસ્ટઁ ઓફ ઓલ... પ્લીઝ શો મી યોર આઇડી કાર્ડ ઓફ ધી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ !

♦ તમે ‘જસ્ટ એ મિનિટ’ ફેસબુક પર કેમ ચાલુ નથી કરતાં ? (પ્રદીપ વાઘેલા, વાયા ઇ-મેઇલ)

- કારણ કે મને ‘વોલ’ પર નહીં ‘પેપર’ પર લખવું ગમે છે !

♦ લાદેન કોની ‘દૈન’ હતો ? (સુરેશ રામાણી, ખેડા)

- બિચારો લખતો’ તો તો ખરો કે બિન’ લા-દેન !

♦ દીલ તૂટી જાય તો શું કરવું ? (કેતન, રાજકોટ)

- ‘એ દીલે-નાદાં’ ગાવું !

♦ તમારો બેસ્ટ ‘ટીવી શો’ કયો ? (આકાશ કોટડિયા, વાયા ઇ-મેઇલ)

- હું ‘ટીવી શો’ નથી કરતી !

♦ જીવન સારું જીવવું હોય તો શું કરવું ? (જય મહેરા, પંચમહાલ)

- બહુ સવાલો ન કરવા !

♦ પત્ની વારેવારે રિસાઇ જાય તો ? (પવનકુમાર, વાયા ઇ-મેઇલ)

- એટલિસ્ટ, રવિવારે રજા રખાવવી !

♦ સસ્તા રોયે 100બાર, મહેંગા રોયે 1 બાર, આપકા જવાબ પઢનેવાલા રોયે કિતની બાર ? (જે.ડી.પંડ્યા, વાયા ઇ-મેઇલ)

- સિર્ફ ‘પઢનેવાલા’ રોયે બાર બાર... ‘સમજનેવાલા’ રોયે એક ભી બાર !

♦ તમારી વાત કોઇ સાંભળે નહીં ત્યારે શું કરવું ? (મુકેશ ચંદારાણી, મીઠાપુર)

- તરત સમજી જવું કે વાતમાં કોઇ માલ નથી !

♦ ગુરુ કેવા હોવા જોઇએ ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- ‘મહેતો મારે ય નહીં ભણાવે ય નહીં’ તેવા !

♦ ‘જસ્ટ એ મિનિટ’માં તમારે સવાલ પૂછવાનો આવે તો તમે કયો સવાલ પૂછો ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- કે, તમને તમારા પપ્પા રસ્તામાં મળે તો તમે શું કરો’ !

♦ અમેરિકા તો ‘બિન-લાદેન’ થઇ ગયું, પણ હવે ભારત ‘બિન –ભ્રષ્ટાચાર’ કયારે થશે ? (ગિરીશ દેસાઇ, અમદાવાદ)

- પહેલાં ભારતના ‘બિન-લાદેનો’ તો ખતમ થવા દો ‘

♦ મારે પત્ની શોધવાની છે, તો તમારા મતે કેવી પત્ની શોધવી જોઇએ ? (મહેશ જેઠવા, ભાવનગર)

- ‘વીજળી’ જેવી !

♦ આજનું રાજકારણ જોઇ તમને ફિલ્મનું કયું સોંગ યાદ આવે છે ? (શૈલેષ, વાયા ઇ-મેઇલ)

- ‘THE END’ સિવાય કશું યે યાદ નથી આવતું !

♦ હું મારા ‘મિસિસ’ પર ‘થિસીસ’ લખવા માંગુ છું તો તમે શું ‘વિશીસ’ આપશો ? (કૌશીક વ્યાસ, સુરત)

- ‘તેમને સાચવે પાર્વતી... અખંડ સૌભાગ્યવતી’ !

♦ જો તમે કેબીસીમાં 1 કરોડ રૂપિયા જીતો તો અનું શું કરો ? (વીકી વાઘેલા, વાયા ઇ-મેઇલ)

- ફેરવું !

♦ ‘જસ્ટ એ મિનિટ’ દરરોજ પેપરમાં આવે તો ? (જકીન પ્રજાપતિ, વાયા ઇ-મેઇલ)

- તો ‘આપની આજ’ રંગીન બની જાય !

♦ તમે સૌથી વધારે ખુશ ક્યારે થાવ ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- જ્યારે ‘ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ આપતી’ દેખાય ત્યારે !

♦ યમરાજા લાંચ સ્વીકારતા હોત તો ? (પારસ, વાયા ઇ-મેઇલ)

- તો લાદેન હજીયે બેઠો હોત !

♦ મગજ વગરના માણસને સમજાવવા શું કરવું ? (પાર્થ સોની, વડોદરા)

- હાથ ધોઈ નાખવા જોઈએ !

♦ મોદી વિશે તમારો પ્રતિભાવ શું છે ? ( અંજલિ દામોદર, વાયા ઈમેલ)

- ન ભૂતો, ન ભવિષ્યતિ !

♦ તમે જવાબો આપ્યા સિવાય બીજું શું કામ કરો છો ? (હર્પલ, કોડિનાર)

- સવાલો વાચું છું !

♦ તમે ખુશ રહેવા માટે ક્યો નુસખો અજમાવો છો ? (ચેતન દવે, ભાયંદર)

- વારેવારે દુઃખી થઇને ન બેસવાનો !

♦ વરસાદ હજી સુધી કેમ ના આવ્યો ? (સાગર સથવારા, વાયા ઇ-મેઇલ)

- કારણ કે એને ‘સાદ’ દેનારા જમીનદોસ્ત થઇ રહ્યા છે માટે !

♦ લાદેનની હવેલી વેચવાની છે, એમાં મારે દલાલી કરવી હોય તો ? (ભારત દેસાઇ, સુરત)

- ‘દલાલ’ બનવામાં ‘હલાલ’ ન થઇ જવાય તે જોજો !

♦ તમારા હાથમાં અણુબોમ્બ આપી દેવામાં આવે તો તમે શું કરો ? (ભાવેશ સુતરિયા, ભાવનગર)

- અણુબોમ્બ અણ્ણાદાદાને આપી દઉં !

♦ તમને બિલ ગેટ્સની બધી જ સંપત્તિ મળી જાય તો ? (હિમાંશુ ગોસ્વામી, વાયા ઇ-મેઇલ)

- ‘વોરન બફેટ’ની યે મળી જાય તેની રાહ જોઉં !

♦ હજારે મરે કે હજારો મરે –આ દેશમાંથી ભ્રષ્ટાચાર વિદાય લેશે ? (ર્ડો. રાજેન્દ્ર હાથી, વડોદરા)

- કદી નહીં... ‘અપને દેશ મેં એક બરસ કે મૌસમ ચાર... મૌસમ... ચાર, પાંચવા મૌસમ ભ્રષ્ટાચાર... ભ્રષ્ટાચાર !’

♦ ગુજરાત ફિલ્મોનું હીરો માટે શું લાયકાત હોવી જોઇએ ? (હર્ષ સિંઘા, વાયા ઇ-મેઇલ)

- પહેલી વાત તો એ કે તે ‘આઇટમ બોય’ બની શકે તેવી કેપેસિટી ધરાવતો હોવો જોઇએ.

♦ ઇ-યુગના ભગવના ભ્રષ્ટાચાર હટાવવા શું કરી શકે ? (જલ્પા, વાયા ઇ-મેઇલ)

- ભ્રષ્ટાચારી પર ‘કર્સર’ મૂકીને ‘ડિલીટ ઓલ’ !

♦ ભારત દેશ માટે આપનું સ્વપ્ન ? (રક્ષિત વોરા, ગાંધીનગર)

- કે ભારત હવે ‘દિવાસ્વપ્ન’ માં ન રાચે !

♦ ‘મહાત્મા ગાંધી’ બનવું હોય તો શું કરવું જોઇએ ? (વૈશવ પટેલ, અમદાવાદ)

- એટલે ‘ફેન્સી ડ્રેસ’ માં કે સાચ્ચે !?

♦ જિંદગીની કરુણતા કોને કહેવાય ? (હંસા ભરૂચ, મુંબઇ)

- એ જ કે આજે ‘શ્રીજી’ કાંડને બદલે ‘2જી’ને ‘3જી’ કાંડ સાંભળવા પડે !

♦ પત્ર લખીએ અને કોલમમાં સમાવેશ ન થાય તો લાગવગ, ભ્રષ્ટાચાર શું સમજવું ? (મહાસુખ દરજી, ઇસનપુર)

- નસીબની બલિહારી !

♦ લોકોનાં મન ટૂંકા થતાં જાય છે તો શું કરવું ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- સૌથી પહેલાં પોતાના ‘મન’ વિશે ‘મનનું’ કરવું !

♦ મારે વડાપ્રધાન બનવું છે તો કઇ ‘ડિગ્રી’ ચાલે ? (પ્રતીક રાઠોડ, વાયા ઇ-મેઇલ)

- ‘થર્ડ ડિગ્રી’ સિવાય કોઇપણ !

♦ એક મિસિસ મને વારંવાર મિસકોલ મારે છે, તો મારે શું કરવું ? (અશ્વિન જાટિયા, ગાંધીનગર)

- તે મિસકોલ પરથી શી રીતે જાણ્યું કે એ ‘મિસિસ’ છે !

♦ કંસ અને રાવણમાં શું તફાવત છે ? (અશ્વિન, સુરત)

- ‘મર્ડરર’ અને ‘કિડનેપર’ જેટલો !

♦ અણ્ણા હજારે અને બાબા રામદેવની પાર્ટી બને તો શું નામ અપાય ? (જ્યંતી રૂપારેલ, ભૂજ)

- ટાંય ટાંય ફીશ !

♦ રાહુલ ગાંધી પી.એમ. બને તો દેશની શી પ્રગતિ થાય ? (ચેતન પરમાર, વઢવાણ)

- ‘દિગ્વિજય’ની પ્રગતિ થાય !

♦ તમારી ખાસિયત શું છે ? (પલક વૈષ્ણવ, વાયા ઇ-મેઇલ)

- ‘તારેં જમીન પે’ લાને કી !

♦ મટર પુલાવમાં ‘મટર’ હોય છે. તો હૈદ્રાબાદી પુલાવમાં ‘હૈદ્રાબાદ’ કેમ નથી હોતું ? (હિમાંશુ બી.રોહિત, પાલનપુર)

- ‘બાદ’ લખ્યું હોવાથી ‘હેદ્રરાબાદ’ ની બાદબાકી કરી દેવાય છે !

♦ ‘મેરા ભારત મહાન’ નું સૂત્ર સફળ કેમ થતું નથી ? (રસિકલાલ વ્યાસ, ભાવનગર)

- સૂત્રોમાં જણાવ્યા અનુસાર એની પાછળ ઘણાં ‘સૂત્રોધારો’ની ’ની ‘મહાનતા’ !

♦ ‘જસ્ટ અ મિનિટ’ નરેન્દ્ર મોદી વાંચે છે ? (રોશન પટેલ, અમદાવાદ)

- ‘વાંચે ગુજરાત’નો તાત શું ન વાંચે !

♦ મનમોહન (મોકેમ્બો) ક્યારે ખુશ થશે ? (રિતેશ વ્યાસ, વડોદરા)

- ‘સોનિયા’ જ્યારે પોતાની ‘પ્રતિભા’ બચાવવા ‘માયા –ગમતા’ છોડીને ‘લલિતા’ સહસ્ત્રનામ જયતાં જયતાં ‘શીલા’ સાથે રાજકારણમાંથી દીક્ષા લેશે ત્યારે !

♦ ભ્રષ્ટાચારીઓને શિક્ષા કરવાનો તમને આદેશ મળે તો તમે તેમને કેવી શિક્ષા કરો ? (સુરેશ મકાતી, વડોદરા)

- એ ‘આદેશ’ પર તેઓને ‘ આ દેશ’ છોડવાનો ‘આદેશ’ આપું !

♦ રાજકારણીઓ શેમાં હોશિયાર હોય છે ? (મુકેશ ચંદારાણા, મીઠાપુર)

- ‘કારણ’ વગર પોતાનું ‘રાજ’ ચલાવવામાં !

♦ આ બધા સવાલોના જવાબ તમે ક્યાંથી ગીતો લાવો છો ? (તુષાર, વાયા ઇ-મેઇલ)

- ઇટ્સ એ ‘બિઝનેસ સિક્રેટ!

♦ તમારા મતે પદ્મનાભ સ્વામી મંદિરના ખજાનાનું શું કરવું જોઇએ ? (હેતુ, હિંમતનગર)

- એમાં મારો ‘મત’ નહીં, ‘લોકમત’ લેવાવો જોઇએ.

♦ મારે ‘મહાન’ બનવું હોય તો શું કરવું જોઇએ ? (જયેશ શર્મા, વાયાઇ-મેઇલ)

- ‘મહાનતા’ !

♦ મારે તમારી કોલમ બંધ કરાવીને મારી કોલમ ચાલુ કરવી હોય તો શું કરવું પડે ? (જયદીપ, વાયા ઇ-મેઇલ)

- ‘એક કાંકરે બે પક્ષી મારવા પડે’ !

♦ ઓબામા કહે, ‘યેસ, આઇ કેન ડુ ઇટ’ તો મનમોહન શું કહે ? (શિવાનંદ રાવલ, વાયા ઇ-મેઇલ)

- ‘યેસ, મે મ કેન ડુ ઇટ’ !

♦ મલ્લિકા શેરાવતે બરાક ઓબામા સાથે હાથ મિલાવ્યા... રિએક્શન શું લાગે છે ? (દિલીપ શાહ, અમદાવાદ)

- ‘હિસ્સ... બચકે રહેના રે બાબા’ !

***