Jitvani tev in Gujarati Motivational Stories by Dharmik bhadkoliya books and stories PDF | જીતવાની ટેવ

Featured Books
Categories
Share

જીતવાની ટેવ

જીતવા ની ટેવ

ધાર્મિક ભડકોલીયા

પ્રસ્તાવના

સામાન્ય રીતે માણસ ને હાર મળે એમ હોય એટલે એ મનોમન હારી જતો હોય. તે જીતવા ની આશા છોડી દે છે. આપણી મહેનત હોય તો ભગવાન ને પણ આપવુ જ પડે. આપણે નિષ્ફળ શા માટે જઈએ આપણી આશાઓ નબળી હોય એટલે.

જીતવા ની ટેવ પાડો તો નિષ્ફળતા નાં ચાન્સ જ નથી. આપણને એક્ટિવ કરવા માટે ઘણાં પ્રેરણાત્મક પુસ્તકો, સેમિનાર ચાલે છે. વ્યક્તિ ને નવું કરવાની પ્રેરણા આપે છે.

મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ અને સરદાર વલ્લભભાઈ પટેલ ના સફળતા ના કારણો બિલ ગેટ્સ કે જે નાપાસ વ્યક્તિ તેને સફળતા મેળવી તેના હૉસલા ને લઇ તે આગળ વધી શક્યા એ લઇ હુ આપની સમક્ષ આ પુસ્તક રજૂ કરુ છુ.

***

જીતવા ની ટેવ

હા આપે પણ આ જીતવા ની ટેવ માટે આ પુસ્તક ખોલ્યું હશે. સફળ આપણે બધા ને થવું છે. પણ સાહેબ હુ નિષ્ફળ રહ્યો જો જીંદગી મા સફળ થવું હોય તો શંકાસ્પદ શબ્દો તમારા મગજ માંથી કાઢી મૂકો જેમકે. પણ, તો, થશે ને આવા શબ્દો તમારી હાર નો દરવાજો છે. ઘણા લોકો મહાન વ્યક્તિઓ ના ઉદાહરણ આપતાં હોય છે. હુ કહું તો તમે દિવસ મા સ્વયંવાર્તાલાપ કરો અને જો તે ચૂકશો તો તમે દુનિયાના મહાન વ્યક્તિ સાથે ની વાત તે ચૂકશો.

ચાલો હવે હુ એમ કહું કે મહેનત વગર સફળતા મળે તો. ? હા તો તમે કહેશો કે એ અસંભવ છે. દુનિયા મા કોઈ કામ અસંભવ નથી. ચાલો હવે હુ તમને મહેનત વગર સફળતા નો રસ્તો બતાવું તો? તો આપ બધા સહમત હશો. હા તો એનાં માટે નીચે નિયમ છે.

(૧) હકારાત્મક વિચારો: મારા થી આ ન થઈ શકે it's IMPOSSIBLE. આ જ શબ્દ કહે છે હુ શકય છુ I M POSSIBLE તફાવત બસ આટલે જ છે. એક પાણી નો અડધો ગ્લાસ છે. તેને બે દ્રષ્ટિ થી જોઇ શકાય એક તો અડધો ખાલી છે અને બીજી અડધો ભરેલો છે. આપણે અડધો ભરેલો છે એમ જ વિચારો ખાલી શા માટે?

હકારાત્મક વિચારો આવતા નથી પણ તેનો ઉદભવ કરવો પડે તેનાં માટે પ્રેરણાત્મક પુસ્તકો નો અગત્ય નો ફાળો છે સ્વામી વિવેકાનંદ નાં પુસ્તકો એ હકારાત્મક વિચારો માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે.

(૨) કાર્ય ને રસમય બનાવો: તમારા લક્ષ્ય ને રહસ્યમય બનાવો અને તેને પ્રાપ્ત કરવા માટે ના કાર્ય ને રસમય બનાવો. હા મહેનત વગર કામ થતુ નથી. પણ જો તમે કાર્ય ને રસમય બનાવો તો તમને કામ મા મહેનત કરો છો એવો અહેસાસ પણ ન થાય. હવે તો મહેનત કરવાનો સવાલ જ નથી જયાં કાર્ય રસમય હોય ત્યાં મહેનત ને સ્થાન જ નથી.

(૩) સ્વયં વાર્તાલાપ : જો તમે દિવસ મા તમે સ્વયં વાર્તાલાપ ન કરો તો તમે કોઈ મહાન વ્યક્તિ સાથે ની મુલાકાત ચૂકશો એવું સ્વામી વિવેકાનંદે કહ્યુ છે. હા અને સ્વયં વાર્તાલાપ મા હંમેશા દિલ નું માનજો દિમાગ નું નહી કારણ મગજ તો છેલ્લે જીતી નેય મૂંજમણમા જ. સ્વયં વાર્તાલાપ એ તમારી નિર્ણયશક્તિ મા પ્રભાવ પાડે છે જે તમારે કોઈ અન્ય વ્યક્તિ ની જરુર પડશે નહી. હવે તો સ્માર્ટફોન ની અંદર બધુ જ મળી રહે છે.

(૪) જીતવા ની ટેવ :હવે એક ટેવ પાડવાની છે જીતવાની. હુ કદી પણ હારતો નથી કા તો હુ જીતુ છું કે હુ શીખુ છુ. જુઓ આપને દવા ની કડવી ગોળી ઝડપથી ગળી જઇએ અને ચોકલેટ ની ગોળીને મોમા રાખીએ છીએ બસ એમજ જીવન મા ખરાબ સમય ને ભૂલી જાવ અને સારા સમય નો આંનદ ઉઠાવો. જીતવા ની ટેવ હશે ને તો જીંદગી જીવશો. નહિતર જીંદગી વીતાવશો. જીતવાની મઝા તો તયારે આવે સાહેબ જ્યારે બધા આપણી હાર જોવાની રાહ મા હોય.

(૫) સમય નો સદુપયોગ : ઘણી વખત સાંભળ્યું હશે કે સમય ને પૂંછડી હોતી નથી. હા સાચું જ સમય છે જ એવો સમય નો સદુપયોગ જો જે સમયે સમય હોય ત્યારે કામ ન કરો પછી પુરુ અને બધા ને સમય તો હોઇ જ છે. એક વસ્તુ યાદ રાખજો તમને જે ૨૪ કલાક નો સમય મળે છે એ જ સમય બધા મહાન વ્યક્તિઓ ને મળેલો હતો. સમય તો બધા ને સરખો જ મળે બસ ઉપયોગ બધા નો અલગ છે.

(૬) તક : તક એક એવી સ્ત્રી છે જેનું મુખ વાળ થી ઢંકાયેલું છે અને પાછળ થી ટકો છે આવે ત્યારે દેખાતી નથી અને જાય ત્યારે પકડવા માટે કંઈ હોતું નથી. Don't burn opportunity તક ગુમાવશો નહી. મોટા ભાગે તક ચૂકી જઇએ ત્યારે અફસોસ થતો હોય છે કેવી સારી તક હતી. તક નો લાભ ઉઠાવતા આવડે તો સફળતા પાકી જ. કોઈ પડેલા બોક્સર ને ઉભા થવા માટે ૩૦ સેકન્ડ નો સમય અને જીતવા માટેની તક મળે બસ હોસલો અડીખમ જોય છે.

છેલ્લી અને સાતમી ઉપર ની ૬ શબ્દો ને રોજ સવારે યાદ કરી લો. હવે મહાન વ્યક્તિઓ ના શબ્દો રજુ કરુ છુ.

(૧) હુ બધા વિષય મા નાપાસ હતો અને મારા બધાં મિત્રો પાસ હતાં. અત્યારે એ બધા માઇક્રોસોફ્ટ કંપની મા એન્જીનીયર છે અને હુ માલીક.

- બિલ ગેટ્સ

(૨) મહેનત વગર સફળતા નથી મળતી. કુદરત પંખીઓ ને ખાવાનું જરુર આપે છે પણ માળા મા નથી નાખતા.

-મનીષ મેસ્સિ

(૩) એક જ વિચારને પકડો. એ એક જ વિચારને તમારુ જીવન સર્વસ્વ બનાવો..., તેનાં જ સ્વપ્ન સેવો, તે વિચાર પર જ જીવો. તમારુ મગજ, સ્નાયુઓ, માસપેશીઓ, જ્ઞાનતંતુઓ, તમારા શરીરનો એક એક અવયવ એ વિચારથી ભરપૂર કરી દો, એ સિવાયનાં બીજા દરેકે દરેક વિચારને બાજુએ મૂકો. સફળ થવાનો આ જ માર્ગ છે.

-સ્વામી વિવેકાનંદ

(૪) સમયસર નહી, સમય પહેલા કામ થવા ની હુ અપેક્ષા રાખું છું

-ધીરુભાઈ અંબાણી

(૫) બીજા શુ કરે છે તે સામે ન જોવું. મારી શી ફરજ છે તે વિચારનાર અને જીવન મા ઉતારનાર મહાન બને છે.

-સરદાર વલ્લભભાઈ પટેલ

(૬) કેટલીક વાર જીવન તમને ઇટ થી માથા માં ફટકારે છે. વિશ્વાસ ગુમાવશો નહી

-સ્ટીવ જોબ્સ

(૭) દુનિયા તમને તે સમય સુધી હરાવી શકતી નથી જયાં સુધી તમે મન થી હારી ન જાઓ

-સ્વામી વિવેકાનંદ

(૮) જીંદગી એવી રીતે જીવો કે આવતી કાલે તમે મૃત્યુ પામવા ના છો જિંદગીમાં એવી રીતે શીખો કે તમે હંમેશા માટે જીવવાનાં હો.

-મહાત્મા ગાંધીજી

(૯) દિવસમા તમને કોઈ મુશ્કેલી ન પડે તો સમજજો કે તમે ખોટા રસ્તે સફર કરી રહ્યાં છો

-સ્વામી વિવેકાનંદ

(૧૦) એક મિનીટ મા જીંદગી નથી બદલતી. પણ એક મિનીટ નો નિર્ણય જીંદગી જરૂર બદલે છે

-અજ્ઞાત

(૧૧) માત્ર મહેનતુ થવું પુરતું નથી. આમ તો કીડી પણ મહેનત કરે છે તમારી મહેનત શાના પ્રતિ દોરયેલી છે એ પણ જોવું પડશે.

-થોરો

(૧૨) ઇશ્વર એક દ્વાર બંધ કરે છે તો સામે બીજા અનેક દ્વાર ખોલે છે.

-અજ્ઞાત

(૧૩) હુ જુવાન હતો ત્યારે મે જોયેલું કે મારા દસ માંથી નવ કામ નિષ્ફળ જતા પણ મારે તો સફળ થવું હતુ; એટલે હુ દસગણું વધું કામ કરતો.

-બર્નાર્ડ શૉ.

Thank you