Backfoot Panch - 6 in Gujarati Classic Stories by Jatin.R.patel books and stories PDF | બેકફૂટ પંચ-૬

Featured Books
Categories
Share

બેકફૂટ પંચ-૬

પ્રકરણ-૬

( આગળ ના પ્રકરણ માં આપે વાંચ્યું કે આદિત્ય વર્મા ઉર્ફે આદિ એ ભારતીય ક્રિકેટ ટીમ ને ઐતહાસિક જીત અપાવી ટીમ માં પોતાનું સ્થાન મજબૂત કર્યું. આ બધા સાથે આદીની જિંદગી માં ઘણા રહસ્યો ની ઘટમાળ હતી. એની માં રિમા એ એને ક્યારેય એના પિતા વિશે નહોતું જણાવ્યું. બહુ મુશ્કેલી થી રિમા એ પોતાના દીકરાને ઉછેર્યો હતો. આદિ જ્યારે સફળતા પ્રાપ્ત કરે છે ત્યારે એની મા ની માનસિક સ્થિતિ કોઈ કારણે બગડી જાય છે અને એ આદિત્ય ને પોતાનો દુશ્મન માનવા લાગે છે. પોતાનો થોડો ભાર હળવો કરવા આદિત્ય લંડન જવાનું વિચારે છે પણ અમુક લોકો એના પાછળ કાંઈક કાવતરું ઘડી રહ્યા હતા હવે આગળ... )

સવાર પડતા ની સાથે આદિત્ય સ્નાન કરી નાસ્તા માટે હોટલ ના હેલ્પલાઈન નંબર પર કોલ કરે છે. હોટલ લેન્ડમાર્ક નો સ્પેશ્યલ બ્રાઉન કોકો અને ગારલીક બ્રેડ નો નાસ્તો કરી આદિ ને તો જલસો પડી ગયો. નાસ્તો પતાવીને આદિ એ ટોની ને કોલ કરી ને હોટલ લેન્ડમાર્ક ના પાર્કિંગ માં આવવા કહ્યું. ટોની રસ્તા માં જ હતો,૧૦ મિનિટ ની અંદર તો એ પોતાની રેન્જરોવર લઈને ત્યાં આવી પહોંચ્યો.

ટોની ના આવ્યા પેહલા આદિત્ય પાર્કિંગ માં પહોંચી ગયો હતો. આજે આદિ એ બ્લેક ટી-શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું હતું. ટોની ને જોતાજ આદિ એની ગાડી તરફ આગળ વધ્યો.

"હેલ્લો ટોની"ટોની જેવો ગાડી માંથી ઉતર્યો આદિ એ ઉમળકાભેર એને બોલાવ્યો.

"હેલ્લો. mr. cricket... બોલો તમારો આ સેવક તમારી શું સેવા કરી શકે છે? ટોની આદિત્ય ને ચીડવાવા એને Mr. cricket કહેતો. આ પેહલા ઑસ્ટ્રેલિયા ના માઇક હસી ને લોકો mr. cricket ના હુલામણા નામ થી ઓળખે છે.

"સેવક નહીં મિત્ર તું તો મારી જાન છે"આદિત્ય આટલું બોલી ટોની ના ગળે વળગી પડ્યો.

"એ ભાઈ બધા વચ્ચે આમ ગળે ના લગાવ... લોકો તને ને મને ગે સમજશે.. તારી તો ખબર નહીં પણ હું ગે નથી... "ટોની એ પોતાના મજકિયા અંદાજ માં કીધું.

"તું હજુ એવો ને એવો છે... ચાલ યાર આજે તો શોપિંગ કરવાનું મન થયું છે... આમ પણ હું બહુ સામાન જોડે લાવ્યો નથી... તો કોઈ સારી જગ્યા એ લઇ જા.. "આદિત્ય એ કીધું..

"Ok, bro... "આટલું કહી ટોની એ પોતાની ગાડી માં આદિત્ય ને બેસવાનું કહી ગાડી લંડન ની આરસપહાણ જેવી સડકો પર ભગાવી મૂકી... ગાડી માં અત્યારે મેડોના નું rebel heart નું સોન્ગ વાગી રહ્યું હતું... પુરપાટ પવન વેગે ચાલતી ગાડી વેસ્ટફિલ્ડ મોલ જોડે આવી ને ઉભી રહી.. રસ્તા માં ફૂલ અવાજ ના લીધે આદિ અને ટોની વચ્ચે બહુ વાત ના થઇ.. આદિત્ય એ રસ્તા માં મેઈલ ખોલ્યો જેમાં BCCI ના ઑફિશ્યલ એકાઉન્ટ પર થી મેઈલ હતો જેના પર પોતાનું સિલેકશન ચેમ્પિયન ટ્રોફી ની ટીમ માં થઈ ગયું એ ચેક કરી લીધું..

ટોની એ ગાડી વેસ્ટફિલ્ડ મોલ ના બબેસમેન્ટ માં પાર્ક કરી. ત્યારબાદ આદિ અને ટોની લિફ્ટ માં બેસી મોલ ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવ્યા. વેસ્ટફિલ્ડ મોલ લંડન ના પ્રખ્યાત મોલ માંથી એક હતો. આ મોલ જાણે કે અમદાવાદ ના કાલુપુર બજાર જેવો,350 થી પણ વધુ અલગ અલગ કંપની ના અહીં સ્ટોર હતા... ઘરવાપરાશ થી માંડી કપડાં, ઇલેક્ટ્રોનિક વસ્તુ ઓ થી લઈ બ્યુટીપ્રોડક્ટ, મોટા લોકો થી માંડી નાના બાળકો દરેક માટે ની જરૂરી વસ્તુ ઓ અહીં ઉપલબ્ધ હતી.... આદિત્ય એ મોલ માં રાખેલા વિશાળ LED પર નજર કરી જેમાં કયા કાઉન્ટર પર અને કયા માળે શું મળશે એ દેખાતું હતું.

"ટોની મારી ઈચ્છા બ્લુબેરી એન્ડ પોલ સ્મિથ ના કપડાં લેવાની છે તો એના માટે આપણે ૩ જા માળ પર જઈએ"આદિત્ય એ ટોની ને કીધું.

"ગુડ ચોઇસ.. મને પણ આ બે બ્રાન્ડ ના કપડાં બહુ પસંદ છે.. આ સિવાય લુલુ ગિનેસ પણ ટ્રાય કર"ટોની એ કીધું.

ત્યાર બાદ બંને ESCALATOR (આપમેળે ઉપર જતી સીડી, જે મોલ કે એરપોર્ટ પર હોય છે) નો ઉપયોગ કરી ત્રીજા માળે આવેલા પોલ સ્મિથ મેન્સવેર ના સ્ટોર પર ગયા.

"હેલ્લો સર, હાઉ કેન આઈ હેલ્પ યુ?"ત્યાં ઉભેલા સેલ્સમેન એ ટોની અને આદિ સામે જોઈ કહ્યું..

"ડોન્ટ વરી.. વી ચૂસ અવર સેલ્ફ.. વ્હોટ વી લાઈક.. thanks.. "આદિ એ પ્રેમ થી જવાબ આપ્યો...

પછી આદિ અને ટોની એ ઘણા બધા કપડાં ની ખરીદી કરી.. આદિ એ પોતાના માટે આજે બહુ બધું શોપિંગ કર્યું હતું... કપડાં ની ખરીદી કર્યા બાદ બને રાડો વોચ ના શોરૂમ તરફ અગ્રેસર થયા... રસ્તા માં આદિ ની નઝર વોલ્સ ના શૂઝ પર પડી... આદિ ના ફેવરાઈટ કલર બ્લેક એન્ડ રેડ માં એ સ્પોર્ટ શૂઝ ખૂબ આકર્ષક હતા... આદિ એ ત્યાં જઈ તરત જ પોતાની સાઈઝ ના શૂઝ પેક કરવી દીધા... અત્યાર સુધી આદિત્ય ૫૦૦૦ પાઉન્ડ એટલે કે ૪. ૫ લાખ ની ખરીદી કરી ચુક્યો હતો... હવે બંને રાડો ના સ્ટોર પર આવીને ઊભા રહ્યા...

"ઓહ માય ગોડ... mr. આદિત્ય વર્મા"ત્યાં ઉભેલી યુવતી આદિત્ય ની બહુ મોટી ફેન માલુમ પડતી હતી એવું એના હાવભાવ પર થી લાગ્યો..

"યા.. કેન યુ સો સમ ન્યૂ ડિઝાઇન વોચ ફોર મી"આદિત્ય એ વિવેક સભર વાત કરી..

"સર,આઈ એમ યોર બિગ ફેન.. કેન યુ ગીવ મી યોર ઓટોગ્રાફ"યુવતી એ ડાયરી લંબાવતા સસ્મિત આદિત્ય ને કીધું..

"યા સ્યોર,તમારું શુભ નામ?આદિ એ પૂછ્યું

"જેની"યુવતી એ પોતાના મધુર અવાજ માં જવાબ આપ્યો.

"નાઈસ નેમ"આટલું કહી આદિ એ યુવતી એ આપેલી ડાયરી માં પોતાનો ઓટોગ્રાફ આપી દીધો.

"સર,તમેં તો રાડો કંપની ના ભારત ના બ્રાન્ડ એમ્બેસેડર છો તો તમારે આ વૉચ માટે પે કરવાની જરૂર નથી.. હું હમણાં મેનેજર ને જણાવી દઉં", યુવતી એ આદિત્ય ને માનપૂર્વક કહ્યું.

"નો,મેડમ.. એની કોઈ જરૂર નથી.. બ્રાન્ડ એન્ડોર્સ કરવાના પૈસા કંપની મને ચૂકવી દે છે અને એ પણ કરોડો માં તો હું કંપની ની વોચ લાખો માં ના ખરીદી શકું"આદિ એ કીધું.

"મફત માં આપે તો લઈ લેને"ટોની એ આદિત્ય ના કાન માં કીધું.

"ના ભાઈ કંઈપણ મફત માં લેવું એ આદિત્ય રિમા વર્મા ની લાઈફની બુક માં નથી"આદિ એ ટોની ને વળતો જવાબ આપ્યો.. જે સાંભળી ટોની ચૂપ થઈ ગયો.

થોડી ઘણી ઘડિયાળો જોયા પછી આદિત્ય ને સિલ્વર કલર ની બ્લુ ડાયલ વાળી એક લેટેસ્ટ ડિઝાઇન વોચ પસંદ આવી.. આ વોચ પર રિયલ ડાયમંડ કેરેટ લગાવેલા હતા.. જેના લીધે આ વોચ ની કિંમત પણ અધધ હતી.. લગભગ ૪૦ લાખ રૂપિયા...

આદિત્ય એ ક્રેડિટ કાર્ડ થી સ્ટોર પર પોતાનું બિલ ચૂકવી દીધું.. અને પછી ટોની ને પૂછ્યું"ભાઈ બપોર ના ૧ વાગી ગયા.. ચાલ હવે ક્યાંક જમવા જઈએ.. અત્યારે કાંઈક ચટાકેદાર ખાવું છે તો કોઈ મોટી હોટલ કરતા કોઈ સારી ફૂડ સ્ટ્રીટ માં જઈએ..

"સાચી વાત છે... આમ તો વેમ્બલી સારું ઇન્ડિયન સ્ટ્રીટ ફૂડ મળે પણ ત્યાં ઇન્ડિયન બહુ હોય છે માટે તને ઓળખી જશે તો નકામી ઓટોગ્રાફ ને ફોટોગ્રાફ માટે પડાપડી કરશે.. એના કરતાં બેટર છે આપણે એવી જગ્યાએ જઈએ જ્યાં બહુ ભીડ ના હોય" ટોની એ પોતાના મન ની વાત રજુ કરી.

"ગુડ આઈડિયા,તો ચાલ નીકળીએ.. આદિત્ય એ કીધું.

આદિત્ય અને ટોની પોતપોતાની શોપિંગ ની બેગ લઈ મોલ ના બેસમેન્ટ માં ગાડી પાર્ક કરી ત્યાં આવ્યા અને બધો સામાન ગાડી ની ડેકી માં રાખી ગાડી માં બેસી ગયા.. આ વખતે ડ્રાઈવ આદિ કરતો હતો અને ટોની બાજુ માં બેઠો હતો... આદિત્ય જોડે ઇન્ટરનેશનલ પાસપોર્ટ હોવાથી કોઈ પ્રોબ્લેમ નહોતી. આદિત્ય ને ગાડી ચલાવવા નો શોખ હતો માટે રેન્જ રોવર ચલાવવા નો મોકો છોડવા નહોતો માંગતો. ટોની ના કહેવાથી આદિત્ય એ કાર ને મેડમ તુસાદ મ્યુઝિયમ જોડે આવેલા સ્ટ્રીટ ફૂડ તરફ હંકારી મૂકી..

***

રાત્રે પોતાના બોસ સાથે વાતચીત કર્યા બાદ સત્યા અને ચીના બોસ એ બતાવેલા એડ્રેસ પર પહોંચ્યા.. ત્યાં જઈ એમને એક નંબર પર કોલ કર્યો અને પછી કિધેલા મકાન આગળ આવી ઉભા રહ્યા.. થોડીવાર માં દરવાજો ખુલ્યો.

"વેલકમ ભાઈજાન,લંડન મેં આપકા સ્વાગત છે"ઘરે પહોંચતા જ કાદિર એ સત્યા અને ચીના નું ગળે લગાવી સ્વાગત કર્યું..

"ઇન્સાહ અલ્લાહ, કાદિર ભાઈ.. આપ ને તો યહાં બોડી શોડી બના દી.. ભારત મેં તો કૈસે દુબલે સે થે, અબ તો માનો જોહન અબ્રાહમ લગ રહે હો" સત્યા એ કાદિર ની મજાક કરવાના અંદાજ માં કીધું. પણ કાદિર ખરેખર બહુ મજબૂત કાયા નો મલિક હતો.. એને પોતાની બોડી ને ફિટ અને સ્ટ્રોંગ રાખવા આકરી મેહનત કરી હતી એ સ્પષ્ટ દેખાતું હતું.

"અંદર આકે બેઠો.. સલીમ ઓર મેથ્યુ ભી તુમ્હારે આને કા ઇન્તજાર કર રહે હૈ" આટલું કહી કાદિર મકાન નો દરવાજો બંધ કરી અંદર આવ્યો અને સત્યા અને ચીના પણ એની પાછળ પાછળ અંદર આવ્યા. મકાન ની રચના બહુ આંટીઘૂંટી વાળી હતી. મુખ્ય દરવાજો પણ ખાલી અંદર થી ખુલી શકે એમ હતો.. બહાર થી ખોલવા પાસવર્ડ ની જરૂર પડતી.. જે બહાર ના કોઈ માણસ ને ખબર ના હોય.. મકાન વિશાળ હતું.. બધી સુવિધા મકાન માં ઉપલબ્ધ હતી.. એક નાનું ચર્ચ જેવું સ્થળ હતું,જ્યાં મીણબત્તી પ્રજવલ્લીત હતી… લંડન ના લોકો ની રહેણી કરણી મુજબ આખા ઘર નો બધો સામાન સુવ્યવસ્થિત રીતે ગોઠવેલો હતો..

કાદિર પાછળ પાછળ બંને ચર્ચ જેવા રૂમ માં આવ્યા.. ત્યાં આવી દીવાલ પર ગોઠવેલા મીણબત્તી ના સ્ટેન્ડ ને કાદિરે નીચું કર્યું અને થોડી ઘરઘરાટી જેવા અવાજ સાથે જીસસ ની પ્રતિમા વાળી દીવાલ ખસી ગઈ અને એક નીચે સીડીઓ વાળો રસ્તો દેખાયો.. સત્યા અને ચીના કંઈપણ બોલ્યા વિના ચૂપચાપ કાદિર ના પાછળ નીચે ની તરફ આવ્યા.. સીડીઓ ઉતરીને કાદિરે જમણી બાજુ ની દીવાલ પર રહેલા લાકડાની વાઘ ની પ્રતિમા ને ગોળ ફેરવતા ઉપર ની સીડીઓ વાળી દીવાલ પાછી પોતાના મૂળ સ્થાને આવી ગયું.

"બહોત બઢિયા" સત્યા સ્વગત બબડયો....

અંદર સલીમ અને મેથ્યુ બંને સોફા માં બેઠા હતા.. સત્યા અને ચીના ને જોઈ બંને ઉભા થયા અને બંને ને ગળે મળી આવકાર્યા... સલીમ ને તો સત્યા અને ચીના હૈદરાબાદ બ્લાસ્ટ ના પ્લાનિંગ વખતે મળી ચુક્યા હતા.. એ ઘટના માં સલીમ મુખ્ય આરોપી હતો માટે પોતાના બોસ ના કહેવાથી એ ગેટઅપ બદલી નકલી વિઝા અને પાસપોર્ટ કઢાવી લંડન આવી ગયો હતો.

"સલીમ કો તો આપ જાનતે હો.. ઓર એ હૈ મેથ્યુ ઉર્ફ મોઇન શેખ... અહીં હાવર્ડ યુનિવર્સિટીમાં માં IT એન્જીનીયર કી પઢાઈ કર કે અલ્લાહ કે નેક કામ કેલિયે હમારે સાથ જુડ ગયા હૈ... ઔર યહાં કે લોગો કો હમ પે કોઈ શક ના હો ઇસલિયે એ મોઇન સે મેથ્યુ બન ગયા.. "કાદિર એ સત્યા અને ચીના ને ઉદ્દેશી કીધું.

"મશાઅલ્લાહ, ખુદા હમારે સાથ હૈ. " આટલું કહી સત્યા એ મોઇન ની પીઠ થાબડી. મેથ્યુ ૨૧-૨૨ વર્ષ નો ખુબ દેખાવડો યુવાન હતો.. કાદિર અને સલીમ જેમ અપરાધ જગત ના માસ્ટર હતા એવીજ રીતે મેથ્યુ એમના અપરાધ ના નાની માં નાની વાતો નો પ્લાનર હતો.. કાદિર અને સલીમ ભારે ભરખમ હતા સામે મેથ્યુ સ્લિમ ફિટ યુવાન હતો.. એ લંડન ના યુવાનો ની જેમ જ રહેતો.. એ દેખાવ અને પહેરવેશ થી થોડો પણ મુસ્લિમ નહોતો લાગતો..

"આજ તો આપકે આને કી ખુશી મૈં દાવત હોગી... ખાના,પીના... ઔર ચીના કેલિયે બહોત સ્પેશિયલ આફિકન હેરોઇન.. "સલીમ એ સત્યા અને ચીના ની સામે જોઇ કીધું.. ચીના મૂળ અસમ નો હતો.. શરુવાત માં એ ડ્રગ્સ ની લત માં ચોરી કરવા પ્રેરાયો.. પછી ૨-૩ વાર જેલ થઈ... બોડો ઉગ્રવાદી કેમ્પ માં જોડાયો અને હવે એ આ ગેંગ માં સામેલ હતો.. એની ડ્રગ ની મજબૂરી નો આ લોકો ફાયદો ઉઠાવતા અને ચીના ને કઠપૂતળી ની જેમ નચાવતા.. ચીના ના જેવા લાખો યુવાનો આજ પ્રકારે આવા આતંકવાદી નો હાથો બનતા.. આ લોકો એક કુખ્યાત આતંકવાદી સંગઠન માટે કામ કરતા જેનું નામ હતું"આતંક-એ-ઇન્ડિયા"... જેમને ભારત માં અત્યાર સુધી ૧૫ થી પણ વધુ બૉમ્બ વિસ્ફોટ કર્યા હતા.. આ સિવાય નકલી નોટો છાપવી, સૈનિકો ની હત્યા.. બેન્ક રોબરી જેવા કામો ને પણ અંજામ આપ્યા હતા.. ભારત સરકારે આ સંગઠન ને નેસ્તાનાબુદ કરવા એક સ્પેશિયલ ફોર્સ ની રચના કરી હતી જેનું નામ હતું.. "A. T. F". એન્ટી ટેરરિસ્ટ ફોર્સ..

A. T. S ની કમાન્ડ સૂર્યવીર સિંહ ના હાથ માં હતી.. જે આ પેહલા કારગિલ યુદ્ધ માં પાકિસ્તાન સામે લડી ચુક્યા હતા.. ATS માં એમના હાથ નીચે ૨ ચીફ કમાન્ડર હતા નિખિલ સાલુંકે અને લેડી ઓફિસર ગુંજન મલ્હોત્રા.. બંને બાહોશ ઓફિસર ના લીધે ૨ વરસ ની અંદર જ "આતંક-એ-ઇન્ડિયા"ના પાયા હલી ગયા હતા.. મોટાભાગ ના આતંકવાદી માર્યા ગયા તો બચેલા એ શરણાગતિ સ્વીકારી લીધી હતી.. એમનો મુખ્યા યાકુબ પઠાણ અને મેઈન કમાન્ડર વલી ખાન પકડાઈ ગયો હતો.. આ સંગઠન નો અંત આવી ગયો હતો એવું ભારત સરકાર માનતી હતી.. પણ નજીક ના સમય માં એમની ધારણા તદ્દન ખોટી પડવાની હતી..

જમવાનું પીરસાઇ ગયું.. સલીમ અને કાદિરે સત્યા અને ચીના ને આજે તો તંદૂરી ચિકન અને મટન બીરિયાની ની ભરપૂર મિજબાની કરાવી.. જમ્યા પછી સૌએ દારૂ ની મહેફિલ ની મજા માણી.. ૧૨ વાગ્યા એટલે મોઇન અને કાદિર સીડીઓ ચડી ઉપર ચાલ્યા ગયા.. સલીમ આ નીચે ભોંયરા માં આવેલ ખુફિયા સ્થાને જ રહેતો.. સલીમ ની સાથે ત્યાં હોલ માં જ ચીના અને સત્યા સુઈ ગયા… લાંબી મુસાફરી થી બંને થાકી ગયા હતા એટલે ઊંઘ આવી ગઈ.. સવારે એલાર્મ વાગતા જ બંને ઉભા થઇ ગયા.. આજે એમને આદિત્ય નો પીછો કરવાનો હતો… અને આજે સાંજે રૂબી ને આવીને આદિત્ય ની આખા દિવસ ની હિલચાલ ની માહિતી અસપવાની હતી..

સવાર ૭ વાગે ચીના અને સત્યા ઉઠી ગયા અને ૮ વાગ્યા સુધીમાં તો તૈયાર થઈને કાદિર ની રજા લઈ હોટલ લેન્ડમાર્ક લંડન તરફ મોઇન ની કાર લઈ નીકળી પડ્યા.. સવારે ત્યાં પહોંચી પોતાના ખાસ ખબરી ની મદદ થી આદિત્ય નો રૂમ નંબર તાપસ કરવાની કામગીરી ચાલુ કરી દીધી.. ૯ વાગ્યા એટલે આદિત્ય ટોની ની રાહ જોઈ પાર્કિંગ માં ઉભો હતો એ બંને ની નજર માં આવી ગયું… થોડીવાર માં ટોની આવ્યો અને આદિત્ય ને લઇ ક્યાંક નીકળી ગયો એટલે સત્યા એ એમની કાર નો પીછો કરવાનો ચાલુ કરી દીધો...

વેસ્ટફિલ્ડ મોલ ના બેસમેન્ટ માં આદિત્ય અને ટોની કાર માંથી ઉતર્યા એટલે બંને ને ખબર પડી ગઈ કે આજે આદિત્ય શોપિંગ કરવા આવ્યો છે.. બંને ચોર પગલે આદિત્ય પર નજર રાખી રહ્યા હતા.. અને એની પાછળ પાછળ મોલ માં દાખલ થઈ ગયા..

"ચીના તું આદિત્ય નો પીછો ચાલુ કર, હું એક કામ પતાવી ને આવું" અચાનક કાંઈક યાદ આવ્યું હોય એમ સત્યા બોલ્યો..

"નો,પ્રોબ્લેમ" ચીના એ ટૂંક ના જવાબ આપ્યો.

સત્યા ચીના ને આદિત્ય ની પાછળ મૂકી બેસમેન્ટ માં પાછો ફર્યો.. ત્યાં જઈ એને ટોની ની રેન્જ રોવર કાર પર પોતાના ખિસ્સા માંથી લાવેલી એક સોકેટ સાવચેતીપૂર્વક ફિટ કરી દીધી.. આ સોકેટ મોઇન એ એમને આપી હતી.. આ સોકેટ એક વેહિકલ ટ્રેકર હતી જેના થી ટોની ની ગાડી જ્યાં પણ જશે એની માહિતી મોઇન ને પોતાના ઘરે બેઠા મળી જશે… સોકેટ ફિટ કરી સત્યા પાછો મોલ માં આવ્યો..

મોલ માંથી નીકળી જ્યારે આદિત્ય અને ટોની જમવા માટે મેડમ તુસાદ મ્યુઝિયમ તરફ ગયા ત્યારે સત્યા એ એમનો પીછો કરવા જવા નું નક્કી કર્યું… પણ જેવી કાર સ્ટાર્ટ કરવા ગયા ત્યાં એન્જીન માં કોઈ ખરાબી ના કારણે કાર સ્ટાર્ટ ના થઇ.. બેસમેન્ટ માં નેટવર્ક પણ નહોતું એટલે એમની મોઇન કે કાદિર જોડે વાત પણ ના થઇ શકી.. આદિત્ય ત્યાં સુધી માં ઘણો દૂર નીકળી ગયો હતો એટલે સત્યા પોતાની જાત ને ગાળો આપતો પોતાની મુઠ્ઠીઓ પછાડતો રહી ગયો. ચીના એને આમ કરતા જોઈ રહ્યો...

ક્રમશઃ

આતંક- એ -ઇન્ડિયા ના લોકો નો પ્લાન શું હતો?... આદિત્ય ની પાછળ તેઓ કેમ પડ્યા હતા?.. હવે સત્યા શું કરશે?. ATF આ દુશ્મનો નો અંત કરી શકશે કે નહીં?. આદિત્ય ની માં ની તબિયત સુધરશે કે નહીં?. એના પિતાજી હકીકત માં કોણ હતા અને ક્યાં હતા?… ગુરુજી આદિત્ય વિશે શું જાણતા હતા?.... શું ભારત ચેમ્પિયન ટ્રોફી જીતી શકશે? આ બધા રહસ્ય વિશે જાણવા વાંચતા રહો બેકફૂટ પંચ.. આ નવલકથા અંગે આપનો અભિપ્રાય મારા whatsup નંબર 8733097096 પર આપી શકો છો.

જતીન. આર. પટેલ