|| 34 ||
પ્રકરણ 33માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય અમદાવાદ પહોંચી જાય છે પણ રાત્રે તેનો મિત્ર કિશન સાથે બરાબર વાત ના થઈ શકવાને કારણે આદિત્યને સ્ટેશન પર જ સૂઈ જવું પડ્યું.
હવે શું થશે ? આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે ? આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...
***
હું કિશનના ઘરે આવી ગયો હતો, મારા માટે આ શહેર સાવ અજાણ્યું હતું. ક્યાં અને કેવી રીતે જવાનું છે ? આ બધુ જ માર્ગદર્શન મારા પરમમિત્ર કિશન પાસેથી મને મળી રહેતું. કિશનનું ઘર કોઈ પીજી નહોતું. અહીંયા મીઠાશ હતી એક મિત્રતાની, અહીંયા નિર્દોષ હાસ્ય હતું જેમાં ના કોઇની મશ્કરી હતી અને ના તો કોઈના સ્વભાવ વિરુદ્ધની વાતો. અહીંયા વાતો હતી તો બસ, નોલેજની, જ્ઞાનની, કઈક એવી વસ્તુ જેમથી તમને કઈક શીખવા મળે અને હસવું પણ આવતું મારી જ લાઈફની અમુક વાતો કિશનભાઈ સાથે શેર કરીને. બીજા દિવસે મારે એક પ્રાઈવેટ કંપનીમાં ઇન્ટરવ્યુ હતું. અમદાવાદમાં બહુ સારી કંપનીઓ છે, જ્યાં તમે કદાચ ઓછું ભણ્યા હશો તો પણ જોબ મળી જાય. હું ઇન્ટરવ્યુ માટે ગયો અને સિલેક્ટ પણ થઈ ગયો. હવે, મારા માટે સૌથી અઘરું કામ હતું મારા મમ્મી પપ્પાને કોલ કરવો. કારણ કે એમને ખુશી તો થવાની જ હતી કે મને નોકરી મળી ગઈ છે પણ સાથોસાથ દુ:ખ પણ થવાનું હતું કે હું ફરીવાર એમને છોડીને એમનાથી દૂર અમદાવાદ શહેર આવી ગયો છું અને હવે, અહીંયા જ રહેવાનો છું. મેં બધી હિમ્મત ભેગી કરીને પપ્પાને કોલ કર્યો.
‘પપ્પા, હમ્મ... મારું સીલેકશન થઈ ગયું છે અને જોબ માટે આવતા શુક્રવારથી જોઇન થવાનું છે.’, હું આટલું જ બોલી શક્યો અને ત્યાં પપ્પાએ કહ્યું.
‘સરસ, હવે જોબ તો બરાબર છે પણ કઈક એવું શીખીને આવજે જેનાથી તારે કોઈને ત્યાં મહેનત ના કરવી પડે અને તું પોતાના માટે કઈક કામ કરી શકે.’, પપ્પાએ આવું કીધું ને આમ મજા આવી ગઈ.
‘હા, પપ્પા પાકકું તમે તમારું ધ્યાન રાખજો.’, મેં પપ્પાને કહ્યું અને કોલ ડિસકનેક્ટ કર્યો.
‘પિતા અને પૂત્ર વચ્ચે હંમેશા “મિત્રતા” જેવો સંબંધ હોવો જરૂરી છે પણ સાથે અમુક મર્યાદાઓ પણ જરૂરી છે.’
***
પાંચ વર્ષ પછી :
પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હતો અને મેં બે નોવેલ પૂરી કરી હતી અને સાથોસાથ હું હાલમાં સેમિનાર પણ કરતો હતો જેમાં હું અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સના સોલ્યુશન અંગે લોકો સાથે લાઈવ વાતો કરતો હતો. આ સિવાય મારી જોબ પૂરી થઈને હવે, હું પ્રાઈવેટ બિઝનેસ કરતો હતો. આ સલાહ પણ મિત્ર કિશને જ આપી હતી. મારી લાઈફ સાવ બદલાઈ ગઈ હતી. હા, અમદાવાદ જેવા સિટીમાં હજી ઘરનું મકાન કે ફ્લેટ લઈ શક્યો નહોતો પણ હા, રેન્ટ પર ફ્લેટ બહુ સારો હતો. આ ફ્લેટમાં આજે હું એકલો જ રહેતો હતો. કિશનના મેરેજ થઈ ગયા હતા અને ભાઈ મારા જ કોમ્પ્લેક્સમાં પોતાની આઇ. ટી. કંપની ચલાવી રહ્યા હતા. મારી લાઈફ બહુ સારા સ્તર પર ચાલતી હતી. મને મળવા પણ લોકોને કતારમાં રહેવું પડતું હતું. દિયા સાથે મારે થોડા વર્ષ સુધી રેગ્યુલર સંપર્ક રહ્યો પણ હવે અમે બહુ સંપર્કમાં નહોતા પણ હા, વાતો થોડી થોડી ક્યારેક થતી હતી. હેત્વી પાસે સરકારી નોકરી હતી અને હેન્ડસમ હસબન્ડ પણ. જિંદગીમાં મને ઘણા અનુભવો અલગ અલગ પ્રકારના થઈ રહ્યા હતા અને બસ, અચાનક કઈક આવું થયું કે એક દિવસ મને ફેસબુક પર મેસેજ આવ્યો.
Ruhi Sharma: Hello Sir
Me: Yes
Ruhi Sharma: Are you real Aaditya or Admin of his account ?
Me: I am real Aaditya feel free to say anything
Ruhi: Sir, I am big fan of yours and I want to confess with you about my two incidents of life. Can I have your number please.
Me: For sure.
મેં મારા મોબાઈલ નંબર ઋહીને આપ્યા અને ઋહીએ મને whats app પર મેસેજ કર્યો.
+91XXXXXXXXXX: Hi Ruhi here
Me: Hi Ruhi, saved your number and Aaditya here say, how may I help you?
Ruhi: Sir, I fell in love with someone. So, regarding that I want to talk with you. When will you have good time to talk with me by call about it. Actually it takes a time about half an hour so.
Me: Hmm.. Tonight 10.30pm ?
Ruhi: Ok Sir thanks
Me: For sure, you are welcome.
***
10.30pm Night
મારા ફોનમાં નવા આવેલા એક પ્રખ્યાત ગુજરાતી ફિલ્મની રીંગ વાગી અને મેં કોલ રિસીવ કર્યો.
આદિત્ય : હા, ઋહી બોલો.
ઋહી : હેલ્લો સર સૌથી પહેલા તો મોટું બધુ થેન્ક યૂ તમને.
આદિત્ય : વેલકમ પણ એ બધુ પછી પહેલા મને કહો કે કેમ છો તમે ?
ઋહી : એકદમ મજામાં અને તમે ?
આદિત્ય : આંખો બંધ છે, શ્વાસ ચાલે છે, ડોક્ટરે જાણે ઇન્કજેક્શન મારીને થોડીવાર માટે જીવિત રાખવાની દવા શરીરમાં પ્રસરાવી હોય એ રીતે હાથમાં નહીં પણ કાનમાં ડાયરેક્ટ હેન્ડસ ફ્રી કનેક્ટ કરી અને હાથ ફ્રી રહી શકે એમ તમારા કોલની રાહ જોતો હતો અને હવે આવી ગયો આથી વાત કરું છું. આ મારી બોલવાની સ્ટાઈલ છે. કાઇં ખોટું લાગ્યું હોય તો માફ કરજો અને જો ગમ્યું હોય તો કોલને તમારા હવે પછીના આવતા અવાજથી આગળ વધારશો. અમને ગમશે.
ઋહી : ઇમ્પ્રેસ્સીવ, એક નાનકડા અમથા જવાબને કેટલો ગોળ ગોળ ફેરવીને આપ્યો તમે ? માની ગયા હો.
આદિત્ય : સરસ. ચાલો કામની વાત કરીએ તો બોલો શું તકલીફ છે જીવનમાં ?
ઋહી : જો અત્યારે તમારો કોલ આવ્યો એટલે હું મજામાં છું બાકી નથી હોતી એનું કારણ હવે હું તમારી સામે રજૂ કરું છું. હું રાજકોટની એ. જી. સ્કૂલની સ્ટુડન્ટ છું.
આદિત્ય : વાહ વાહ મારી જ સ્કૂલ. જુનિયર એમ ને ? હવે તો હેલ્પ કરવી મારો ધર્મ છે.
ઋહી : હાં, હું અને સિધ્ધાર્થ સાથે જ ભણતા અને એ. જી. માં અમે ટોપર્સ હતા. સિદ્ધાર્થ એટલે..
આદિત્ય : તારો ક્રશને ? હા, આગળ બોલો
ઋહી : અમે આંઠમાં ધોરણથી સાથે ભણતા હતા. સિડ મારો ક્રશ હતો. આમ મને જસ્ટ ગમતો બીજું બહુ જાજુ નહોતું વિચાર્યું. ધીમે ધીમે અમે દસમા ધોરણમાં આવી ગયા. હું ગુજરાત બોર્ડમાં ફર્સ્ટ રેન્ક પર આવી અને એ પણ સેન્ટર લેવલનો રેન્કર હતો. ત્યારબાદ અમે બન્નેએ સાયન્સ રાખ્યું અને પહેલા સ્કૂલમાં છોકરા અને છોકરીઓ વચ્ચે વાતો ના થતી પણ હવે વાતો થવાનું શરૂ થઈ ગયું હતું. આથી મારી અને સિડની વચ્ચે પણ વાતો થતી અને એક વખત મને મારી એક બેસ્ટ ફ્રેન્ડએ કહ્યું કે સિડના બર્થ ડે ના દિવસે તું એને કહી જ દે કે તને એના માટે કેવી ફિલિંગ્સ છે એમ. મને પણ થયું કે વાત સાચી છે. સિદ્ધાર્થનો બર્થ ડે આવી ગયો અને બસ વિશ કરવામાં ને કરવામાં મેં કહી દીધું કે મને તારા માટે લવ ફિલિંગ્સ છે અને જ્યારથી તને મળી ત્યારથી જ છે. તારો જવાબ કઈ પણ હોય મને માન્ય રહેશે અને હું આપની ફ્રેન્ડશિપ નહીં તોડું ભલે જવાબ ‘ના’ હોય તો પણ નહીં. થોડા દિવસ વિચાર્યા પછી સિધ્ધર્થે પણ ‘હા’ કહી અને અમારી લવસ્ટોરી શરૂ થઈ. હું એને બહુ જ રિસ્પેક્ટ આપતી હતી. સિધ્ધાર્થ પઝેસિવ હતો. હું કોઈ છોકરા સાથે વાત કરું અથવા તો કોઇની સામે પણ જોવ તો એને ના ગમતું. મારા માટે તો એ જ બધુ હતો આથી મેં પણ મારી લાઈફ અને મારો સ્વભાવ એના પ્રમાણે બદલવાનું શરૂ કર્યું. હું ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી સીધી ઘરે જ આવતી અને એમાં પણ ફેસ પર દુપટ્ટો બાંધીને જ જતી જેથી મને કોઈ જ ના જોવે અને હું પણ કોઈને જોઈને મારી નજર ના ફેરવું. ધીમે ધીમે બારમું ધોરણ પણ પૂરું થયું. મારે સારા પરસેન્ટેજ હતા. આથી મેં રાજકોટની જ સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લીધું અને સિધ્ધાર્થ ગયો અમદાવાદ જી. જે. મેડિકલ કોલેજમાં, જે ખૂબ જ પ્રખ્યાત મેડિકલ કોલેજ છે.
સિધ્ધાર્થની ડિમાન્ડ મારા પર હાવી થતી જતી હતી. મારે એને આપેલા સમય પ્રમાણે જ એને કોલ કરવાનો અને કોલ પણ વેઇટિંગમાં ના આવવો જોઈએ જ્યારે તે કરે ત્યારે બાકી રાત્રે એ મારા પર કોલમાં રીતસરનો તૂટી પડતો. હું એનાથી બહુ જ ડરતી હતી પણ શું કરવું ? પ્રેમ પણ મેં જ કર્યો હતો ને એને ! મારે બધુ જ ધ્યાન રાખવું પડતું. સિડ તરફથી મને જીન્સ – ટોપ – ટીશર્ટ અને શોર્ટ્સ જેવુ કઈ પણ વેસ્ટર્ન આઉટફિટ પહેરવાની મનાઈ હતી. આથી હું સાવ સાદા ડ્રેસ પહેરીને કોલેજ જતી હતી. ગઈકાલ સુધી હસ્તી રમતી અને છોકરાઓનો ક્રશ ગણાતી છોકરી અચાનક સાવ સિમ્પલ જોવા મળે તો કેવું થાય ? આવું જ બધાને થતું. હું નીચે માથું જુકવીને જ કોલેજમાં ફરતી જેથી મારી સાથે કોઈ છોકરો મને બોલાવીને વાત ના કરે. કારણ કે એને મારી કોલેજમાં પણ મિત્રો હતા જેમને એણે કહી રાખેલું કે ઋહી ક્યાંય પણ કોઈ છોકરા સાથે વાત કરતી જોવા મળે અથવા તો વેસ્ટર્ન ડ્રેસિંગ્સમાં દેખાય તો મને ઇનો ફોટો ક્લિક કરીને સેન્ડ કરી દેવાનો. આથી હું કોઈ સાથે વાત કરતાં અથવા તો વેસ્ટર્ન ડ્રેસિંગ્સ પહેરતા પણ ડરતી હતી. આ મારા માટે ‘સ્પીચલેસ વર્ડ્સ’ છે, એવા શબ્દો જે ક્યારેય કોઈ સામે બોલીને વરણાવવા એ બહુ જ અઘરું છે પણ સર, મને ખબર છે કે તમે તમારી નેક્સ્ટ નોવેલમાં આનો ઉપયોગ કરશો જ.
આદિત્ય: કરીશ જ ને. કેમ નહીં ? પછી શું થયું ? આગળ.
ઋહી: પછી.. સિદ્ધાર્થે મને એક વખત અમદાવાદ બોલાવી સ્પેશ્યલી મળવા માટે. મારા ઘરેથી મને આ બાબતે પૂરી ફ્રીડમ અને મારા મમ્મી પપ્પા આ વાત જાણતા પણ હતા કે સિદ્ધાર્થને હું પ્રેમ કરું છું એમ અને બંને મેડિકલમાં અભ્યાસ કરીએ અને ભણવામાં પણ બંને હોશિયાર એટલે એ બાબતે પણ કોઈ જ પ્રોબ્લેમ નહોતો. હું અમદાવાદ ગઈ અને અમે કાંકરીયા ફરવા ગયા. કાંકરીયા પાર્કમાં ફરતા હતા અને રસ્તામાં એક ગ્રુપ હતું છોકરાઓનું અને એમાં એક છોકરનું ટી-શર્ટ મને બહુ જ ગમ્યું અને મેં સિધ્ધાર્થને કહ્યું કે મારે છે ને તારા માટે આવું જ ટી-શર્ટ લાવવું છે અને તને ગિફ્ટ કરવું છે, તું આ ટી-શર્ટમાં મસ્ત લાગીશ. સર તમે નહીં માનો પણ એ સિધ્ધાર્થ બસ આટલી વાત માટે મારા પર બહુ જ ગુસ્સે થયો અને...
આદિત્ય : અને શું થયું ?
ઋહી : એણે મને માર્યું સર.
આદિત્ય : અરે બાપ રે..
ઋહી : હા સર, મને જોરથી લાફો માર્યો અને હું કાઇ જ ના બોલી શકી એ બધુ જ બોલ્યો મને કઈ યાદ પણ નથી કારણ કે મને બહુ જ રડવું આવ્યું. હું આખી ધ્રૂજવા માંડી. બસ, એટલી વારમાં તો એ ક્યાં જતો રહ્યો મને ખબર પણ ના પડી. હું એકલી કાંકરિયાની એ ભીડમાં અને ખાસ તો હું પહેલી જ વખત અમદાવાદ આવી હતી અને મને ખબર પણ નહોતી કે મારે ક્યાંથી બસ પકડવાની છે ? કેવી રીતે ક્યો રસ્તો ક્યાં જાય છે ? કઈ જ ખબર નહોતી. હું ક્યાં જાવ ? કોને કહું ? કોણ હોય જે મારી વાત સાંભળે ? મને એમ થયું સિધ્ધાર્થ ગુસ્સે થઈને આજુબાજુમાં જ ક્યાંક ચાલ્યો ગયો હશે તો મેં એણે કોલ કર્યો અને એણે કહ્યું કે એ પોતાની હોસ્ટેલ જતો રહ્યો છે અને એમ પણ કહ્યું કે હવે તું તારી રીતે વ્યવસ્થા કરી બસ સ્ટેન્ડ જતી રે અને ત્યાંથી રાજકોટ જતી રે. મને તો એ પણ નહોતી ખબર કે બસ સ્ટેન્ડ જવા માટે ગીતામંદિર બસ પકડવાની હોય, હું એણે કઈ પણ પૂછું એ પહેલા તો એણે કોલ કાપી નાખ્યો અને સ્વીચ ઓફ કરી નાખ્યો મોબાઈલ. હું મારી રીતે પૂછી પૂછીને કાંકરીયામાંથી બહાર આવી અને ત્યાંથી એક અંકલને પૂછીને બસમાં બેસીને બસ સ્ટેન્ડ આવી અને રાજકોટ આવી. ઘણા દિવસો થઈ ગયા મને બહુ જ દુ:ખ થયું હતું આથી વાત કરવા માટે મેં એને કોલ નહોતો કર્યો અને જોવા જેવી વાત તો એ કે એણે મને એક પણ વાર કોલ કરીને ના પુછયું કે તું બરાબર રીતે રાજકોટ પહોંચી ગઈ હતી કે નહીં ? કાઇ જ નહીં.
ઘણો સમય પસાર થયો અને ફરીવાર મને એનો કોલ આવ્યો અને એણે સોરી કહ્યું અને બહુ બધી માફી માગી અને મેં માફ કરી દીધો.
આદિત્ય : એક મિનિટ. તે માફ કરી દીધો ? કેમ ? અરે આવું બધુ તારી સાથે થયું છતાં તે માફ કર્યો. તમારો પ્રોબ્લેમ જ આ છે. ચાલો બોલો આગળ.
ઋહી : પછી ફરીવાર વાત શરૂ થઈ. હું બધુ જ એણે પૂછી પૂછીને જ કરતી હતી. આ વખતે ફરીવાર હું અમદાવાદ ગઈ અને સર આ વખતે તો એણે મને એની જ કોલેજના કેંટિનમાં બંધ કરી દીધી. કારણ હતું કઈ જ નહીં બસ, હું આજે જીન્સ પહેરીને આવી હતી. શું કરવું સર ? મમ્મીએ ડ્રેસ ધોવામાં નાખેલો અને બાકી બધા તો ફાટી ગયા હતા. મેં દરવાજો ખખડાવ્યો પણ કોઈ ખોલવાવાળું નહોતું અને મારા મોબાઇલમાં નેટવર્ક પણ નહોતું આવતું. હું ભૂખી હતી કેન્ટીન હતી છતાં કઈ ખાવાનું મળ્યું નહીં અને હું ત્યાં જ બેભાન થઈને સૂઈ ગઈ. છેલ્લે કોલેજ છૂટવા સમયે પ્યુને દરવાજો ખોલ્યો અને મને ઉઠાડી કે તમે કોણ છો અને અહીંયા શું કરો છો આઈ કાર્ડ ક્યાં ? હું થોડી વાર તો ભૂલી ગઈ કે હું ક્યાં છું ? અને યાદ આવતા જ બહાર નીકળીને ભાગી અને બસમાં બેસીને રાજકોટ આવી ગઈ. એક વર્ષ વીતી ગયું. ફરીવાર સિધ્ધર્થે મારો કોન્ટેકટ મારી ફ્રેન્ડ થૃ કર્યો અને હું ફરીવાર એની વાતમાં આવી ગઈ પણ મેં કહી દીધું કે હું અમદાવાદ તો નહીં જ આવું હવે. આથી તે રાજકોટ આવ્યો અને અમે ઈશ્વર્યા ફરવા ગયા. આજે સિદ્ધાર્થનું અને મારૂ રિઝલ્ટ આવ્યું મારે સારા પરસેનટેજ આવ્યા અને એણે મારા કરતાં બે જ ટકા ઓછા હતા તો મને એમ થયું હું એણે પાછળથી હગ કરું પણ સર એણે...
આદિત્ય : શું કર્યું એણે ?
ઋહી : એણે મને ધક્કો માર્યો અને મને પછાડી અને આમ મારા પર રાક્ષશની જેમ તૂટી પડ્યો અને મારો રેપ કરતો હોય એમ અડપલાં કરવા લાગ્યો. મેં પ્રેશર કરીને એને ધક્કો મારીને મરાથી દૂર કર્યો અને હું એક દમ ઘવાઈ ગઈ હતી અને દોડતી ઈશ્વર્યાપાર્કથી બહાર આવી અને મારી બાજુમાં જ બે છોકરાઓ બાઈકમાં જતાં હતા અને એમણે મને ખરાબ નજરે લિફ્ટ આપવાનું કહ્યું પણ મેં ના પાડીને દોડવાનું ચાલુ રાખ્યું અને હું પહોંચી ગઈ માધાપર ચોકડી. અહીંથી મારે હોસ્પિટલ ચોક પહોંચવાનું હતું. વાહન કોઈ મળતા નહોતા અને એવામાં એક આંટીની કાર નીકળી એમાં આંટી અને એની સાથે બે બાળકો હતા જે કોઈ સોંગ પર ડાન્સ કરતાં હતા. મેં આ કાર રોકી અને હું ફટાફટ કારમાં બેસી ગઈ. આંટીએ મને હેલ્પ માટે કહ્યું કે પોલીસમાં કઈ કંપલેન કરવા જેવુ છે પણ મેં કઈ જ ના કર્યું ને હોસ્પિટલ આવી ગઈ અને મારી હોસ્ટેલમાં જઇ કપડાં ચેન્જ કરીને મારા ઘરે આવી. મારૂ ઘર રાજકોટમાં જ છે પણ એક્ઝામ માટે હું હોસ્ટેલ હોવ છું. આ બધુ થયા પછી એક દિવસ એને મારી એક ફ્રેન્ડે કોલ કરીને પુછયું તો સર એણે એવો જવાબ આપ્યો કે જે છોકરી અત્યારથી મારી ફિઝિકલ નિડ્સ ના પૂરી કરી શકે એની સાથે હું મેરેજ નહીં કરું.
આદિત્ય : ઓહહ.. પછી ?
ઋહી : બસ, ત્યારથી આજ સુધી એ મેં આપેલી ગિફ્ટ્સને તોડીને મને કુરિયર કર્યા કરે છે અને મારા લેટરને પણ ફાડી ફાડીને મને મોકલે છે જેથી હું દુ:ખી થાવ. હું સાચે જ બહુ જ દુ:ખી છું. હું સાયકોલોજિસ્ટ છું છતાં સાયકોલોજિસ્ટ પાસે ટ્રીટમેન્ટ લઉં છું. હું જે દવા વિશે ભણું છું, એ જ દવા સાંજે કોઈ ના જોવે એમ લઉં છું. આ આખી મારી સ્ટોરી છે. કદાચ આ કોઈ બીજી ગર્લની પણ હોય શકે છે.
આદિત્ય : સૌથી પહેલા તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી સાથે આ વાત શેર કરી. હવે, ભૂલ તમારી એ જ કે તમારે પહેલી જ વખતમાં સમજી જવાની જરૂર હતી કે આ માણસ તમારા માટે નથી. જે તમને ફ્રીડમ નથી આપી શકતો એ તમને આખી જિંદગી કેવી રીતે સાંચવશે ? તમે હજી પણ મોડુ નથી કર્યું બસ ઇગ્નોર કરવાનું શરૂ કરી દો. ગિફ્ટ્સ આવે છે આવવા દો. કુરિયર ખોલ્યા વગર જ ડસ્ટબિનમાં જવા દો. લાઈફને એન્જોય કરો. એક એક મોમેન્ટને જીવી લો. હું તો મારી ગર્લ ફ્રેન્ડ દિયાને પણ કહેતો આ વાત. ભલે એણે મારી સાથે મેરેજ નથી કર્યા પણ હા, મને એ ખબર છે કે એણે લાઈફ તો મારી જ સાથે જીવી છે. કદાચ એણે મને ભલે એક જ મહિનો પ્રેમ કર્યો છે પણ એટલો વિશ્વાસ છે કે એ એક મહિનો ખાલી મને જ પ્રેમ કર્યો છે. સહેલું છે ? કોઈ છોકરો જે કાલે તમારો નથી થવાનો એને ‘હબબી’ કહેવું ? સહેલું છે ? કોઈ છોકરો જેને તમે દિલથી પ્રેમ કરતાં હોય અથવા તો કરો છો જે તમારો નથી થવાનો એની સાથે જ ફ્યુચર પ્લાનિંગના સપના જોવા ? શું એ સહેલું છે કે જેની તમને ખબર જ છે કે આ હાથ ક્યારેય તમને સિંદુર નહીં પૂરે એના એ જ હાથથી સૌથી પહેલા તમારી માંગ કંકુથી ભરાય ? દિયા આજે મારી નથી અને એણે અને એના ફેમિલી બહુ બધા કારણોસર મારી સાથે લગ્ન નથી કર્યા. કઈ જ વાંધો નહીં હું આજે પણ એણે એટલો જ લવ કરું છું જેટલો હું પહેલા કરતો હતો કારણ કે એણે ક્યારેય મારી સાથે ચિટિંગ નથી કરી. એણે ક્યારેય મને સમાજની વચ્ચે ખરાબ નથી લગાડ્યો. મારા કરેલા પહેલા સેમિનારમાં દિયા અને હેતવી બંને હાજર હતા. સહેલું છે ? સગાઈ અને લગ્ન કોઈ સાથે થઈ ગયા પછી પણ તમારા પહેલા પ્રેમી હતો એના સેમિનારમાં હાજરી આપવી. હું કહું છું આ જ ‘પ્રેમ’ છે. હું દિલથી દિયાને આશીર્વાદ આપું છું કે ભગવાન દિયા અને એના પતિને બધુ જ આપે. બહુ બધી ખુશી આપે. તેમના કુટુંબને પણ હર્ષ અને ઉલ્લાસ આપે. મારી પ્રેમિકાએ મારી લાઈફમાં પ્રોબ્લેમ ક્રિએટ કર્યા હોય તો મારે તમારી પ્રેમિકા અને તમારા પ્રેમી વિશે વખાણ કરાય બાકી મારો પ્રેમ એ મારો પ્રેમ છે ને !
‘જ્યાં વિશ્વાસ છે ને ત્યાં પૂરવાની જરૂર નથી.’
આથી કદાચ આવતી કાલે મારી કોઈ વાઈફ હશે તો હું એને દિયાથી બસો ગણો વધારે પ્રેમ કરીશ અને મને ખબર છે કે દિયા પણ એના પતિને મારા કરતાં વધારે જ પ્રેમ કરશે પણ વિશ્વાસ હોવો બહુ જરૂરી છે પ્રેમમાં. આજે હું એની સાથે કોન્ટેકટમાં બહુ ઓછો છું. હું એણે મળતો નથી કારણ કે હું મારી જાતને ઈમોશનલ થતાં નથી રોકી શકતો. એનો મતલબ એવો નથી કે હું એના પતિને નફરત કરું કે એના વિશે ખરાબ વિચારું સમજાય આખી વાત ? બસ, દિયા ખુશ રહે. હું એની સાથે એક મહિનાની જ રિલેશનશીપમાં ભલે ને હોય તો પણ ત્યારે પણ હું હંમેશા એવું જ ઈચ્છતો કે બસ એ ખુશ રહેવી જોઈએ. કદાચ સિધ્ધર્થે આવું વિચાર્યું હોત તો તારી સાથે આવું કઈ જ ના થયું હોત. કઈ વાંધો નહીં હવે જગ્યા ત્યારથી સવાર તું મને ગમે ત્યારે કોલ કરી શકે છે. હું હંમેશા હેલ્પ કરીશ અને આઈ લવ યુ કહેવા માટે એને કોલ ના કરતી. મને કોલ કરીને પણ I Love You કહી શકે છે. મને ગમશે પણ એને કહીશ તો ફરીવાર કઈક નવું ચાલુ થશે. તો મસ્ત રહો, જલ્સા કરો લાઈફ બહુ જ મસ્ત છે. જે કરવું હોય એ કરી લેજો બસ, છેલ્લો શ્વાસ લેતી વખતે અફસોસ ના થવો જોઈએ કે આ મેં નહોતું કર્યું. બરાબર ?
ઋહી : સર, આઈ લવ યુ.
આદિત્ય : હાહાહા..
ઋહી : ફાઇનલી, મગજ પરથી ભાર ઓછો થયો અને હવે હું દવા પણ નહીં લવ અને એક દમ ખુશ રહીશ અને તમને રોજ મેસેજ કરીશ જેથી તમને પણ એકલું ના લાગે.
આદિત્ય : પાક્કુ. ચાલો નિંદરા દેવી મને પુકારી રહી છે અને આંખો બંધ કરવા મનાવી રહી છે તો હું સૂઈ જાવ કારણ કે ત્રણ વાગી ગયા છે.
ઋહી : ઓહહ સોરી સર. ગુડ નાઈટ. જય શ્રી ક્રિશ્ના. આઈ લવ યુ.
આદિત્ય : અરે ઇટ્સ ઓકે. ગુડ નાઈટ. જય શ્રી ક્રિશ્ના. આઈ લવ યુ ટુ.
મારી અને ઋહીની વાત બહુ જ લાંબી ચાલી અને પછી હું સૂઈ ગયો. સમય દિવસે દિવસે બદલાતો જતો હતો. હવે, મજા આવવાની હતી કારણ કે આદિત્યની લાઈફમાં એટલે કે મારી એટલે કે તમારા બધાના અજિતની લાઈફમાં તમારી મમ્મી, દાદી જે ગણો એની એન્ટ્રી થવાની હતી.
***
મને ખબર છે કે તમે લેપની રાહ જોવો છું બસ, આવતા પ્રકરણમાં એ જ આવશે. આદિત્યના લગ્ન થશે પણ કોની સાથે ? આવશો ને લગ્નમાં ? આપશ્રી / આપ બંને / આપ સર્વેને આ લગ્નમાં પધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે. મળીએ ત્યારે.. આવજો.
***