Agyaat Sambandh - 9 in Gujarati Fiction Stories by Shabda Sangath Group books and stories PDF | અજ્ઞાત સંબંધ - ૯

Featured Books
  • तमस ज्योति - 51

    प्रकरण - ५१मेरे मम्मी पापा अब हमारे साथ अहमदाबाद में रहने आ...

  • Lash ki Surat

    रात के करीब 12 बजे होंगे उस रात ठण्ड भी अपने चरम पर थी स्ट्र...

  • साथिया - 118

    अक्षत घर आया और तो देखा  हॉल  में ही साधना और अरविंद बैठे हु...

  • तीन दोस्त ( ट्रेलर)

    आपके सामने प्रस्तुत करने जा रहे हैं हम एक नया उपन्यास जिसका...

  • फाइल

    फाइल   "भोला ओ भोला", पता नहीं ये भोला कहाँ मर गया। भोला......

Categories
Share

અજ્ઞાત સંબંધ - ૯

પ્રકરણ-૯

પિશાચી પંજો

(અત્યંત ઘાયલ થયેલા વનરાજને હોસ્પિટલે ખસેડવામાં આવે છે. બીજી તરફ રિયા પોતાની સાથે બનતી અગમ્ય ઘટનાઓથી છુટકારો મેળવવા કવિતા સાથે શહેરથી દૂર કોઈક તાંત્રિક બાબાને મળવા જાય છે, પરંતુ એ બાબાનાં ઢોંગી ખેલની જાળમાં બંને આવી જાય છે. કવિતાનો ક્યાંય પત્તો નથી અને રિયા એ ઢોંગી બાબાની હવસલીલામાંથી બચવા બાબાના પેટમાં છરી ભોંકીને ત્યાંથી ભાગી છૂટે છે. રસ્તામાં એને એક અજાણ્યા માણસની મદદ મળી જાય છે. હવે આગળ...)

સવારનો સમય હતો. શહેરની એક પ્રખ્યાત હોસ્પિટલમાં લોકોની અવરજવર આજે વધારે હતી. દર્દીઓના સગાંઓથી આખી હોસ્પિટલ ઉભરાઈ રહી હતી. આ ભીડમાં એક માણસ અલગ તરી આવતો હતો. તેણે કાળા કલરનો સૂટ પહેરેલો હતો. તેની ઊંચાઈ સામાન્ય કરતાં વધારે હતી. તેના શરીરનો બાંધો પહાડી હતો. તે પોતાના પહાડ જેવા શરીરના કારણે થોડી ક્ષણો માટે તેની પાસેથી પસાર થતાં લોકોના ધ્યાનનું કેન્દ્ર બની જતો. તેની ચાલમાં ગજબનો આત્મવિશ્વાસ હતો.

આ પહાડી માણસ સીધો જ ઇમરજન્સી વિભાગ તરફ ગયો. તે જે દર્દીને મળવા આવ્યો હતો તે બહુ ખાસ હતો. આ એ જ દર્દી હતો જેના પેટમાં એક છોકરીએ થોડી વાર પહેલાં છરી મારી હતી. તેના ચેલા તેને અક્સમાતે છરી વાગ્યાનો કેસ તરીકે ખપાવીને આ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. તે ચારે ચેલાઓ અત્યારે એ ઢોંગી તાંત્રિકના રૂમની બહાર જ બેઠા હતા.

કાળો સૂટ પહેરેલો પહાડ તેમની સામે આવીને ભો રહી ગયો. ચારેય ચેલાઓ પહેલાં તો તેની સામે વિસ્મયથી જોઈ રહ્યા.

બાબાને હવે કેમ છે ?” પહાડ સ્મિત સાથે બોલ્યો.

સારું છે. તમે કોણ ?” એક ચેલાએ ભા થઈને પૂછ્યું. તે આવેલા અજાણ્યા માણસ સામે એક બાળક હોય તેમ લાગી રહ્યું હતું.

હું બાબાનો ખાસ સેવક છું. તેમની ખબર પૂછવા આવ્યો છું. સૂટમાં સજ્જ માણસ એકદમ મૃદુતાથી જાણે બાળકોને સમજાવી રહ્યો હોય તેમ બોલ્યો. બીજી જ ક્ષણે તે ઉત્તરની રાહ જોયા વગર બાબાના રૂમમાં પ્રવેશ્યો.

રૂમમાં સવારનું અજવાળું ફેલાઈ રહ્યું હતું. બાબા પથારી પર પડ્યા હતા. રૂમમાં હોસ્પિટલમાં કાયમ આવતી સ્પિરિટની ગંધ પ્રસરેલી હતી. બાબાના શરીર સાથે જોડાયેલા મેડિકલ યંત્રોના અવાજ સિવાય રૂમમાં શાંતિ હતી. રિયાએ મારેલી છરીએ બાબાના આંતરડામાં ઇજા પહોંચાડી હતી. બાબાના પેટ પર બાર ટાંકા લેવા પડ્યા હતા. રિયાએ કરેલા ઘામાં જોર ઓછું અને ઉતાવળ વધુ હતી જેના કારણે બાબાને ગંભીર ઇજા નહોતી થઈ. બાબા ભાનમાં હતા.

દરવાજો ખુલવાનો અવાજ થતાં બાબાએ તેમની બંધ આંખો ખોલી. અંદર પ્રવેશેલા સૂટમાં સજ્જ માણસને જોઈને બાબા આશ્ચર્ય પામ્યા.

તમે કોણ ?” બાબાએ માથું ઊંચું કરીને પૂછ્યું.

હું કોણ ? સારો સવાલ છે. આ સવાલના એક કરતાં વધારે જવાબ છે. અત્યારે તો એટલું જ કહીશ કે હું તમારો ભાઈ છું. પેલો માણસ રૂમનું બારણું બંધ કરતાં બોલ્યો. તે આગળ વધ્યો અને પથારી પાસે રહેલા સ્ટીલનાં ગોળ ટેબલ પર બેસી ગયો. તેની પડછંદ કાયા નીચે નાનું ટેબલ ગાયબ થઇ ગયું.

ભાઈ ? મારે તો કોઈ ભાઈ નથી. તમને તો મેં પહેલી વાર જોયા. કોણ છો તમે ? અને મને કેવી રીતે ઓળખો છો ?” બાબા થોડા ક્રોધ સાથે બોલ્યા.

જવાબમાં પેલો આગંતુક હસ્યો.

મને તું ઓળખી જઈશ. ચિંતા ન કર, કેશુ ઉર્ફે કેશુ કાતર. પેલો માણસ બાબાની આંખમાં આંખ પરોવીને બોલ્યો.

બાબા એક ક્ષણ માટે પથારીમાં થીજી ગયા.તને... તને મારું અસલી નામ કેવી રીતે ખબર છે ?” બાબા થોથવાતી જીભે બોલ્યા.

મને બધી ખબર છે. મને એ પણ ખબર છે કે તે સોળ વર્ષની ઉંમરે પેહલો બળાત્કાર કરેલો. જેમાં તું સગીર હોવાને કારણે છૂટી ગયેલો. છૂટીને તું પાકીટ મારવા લાગ્યો જેના કારણે તને તારું ઉપનામ મળ્યું. પછી તું એક બાબાના આશ્રમમાં સેવક તરીકે નામ બદલીને રહેવા લાગેલો. ત્યાં થતા બધા ગોરખધંધાઓ જોઈને તને પણ તાંત્રિક તરીકે આશ્રમ ખોલવાનો મોહ જાગ્યો. તારી સાથે તારા જેવા થોડા ચેલાઓને લઈને તું આ શહેરમાં આવી ગયો. તારો ધંધો ધીરે ધીરે જામી ગયો. તને જોઈએ એ બધું જ મળવા લાગ્યું. સ્ત્રીઓ, પૈસો અને પ્રતિષ્ઠા... બધું જ. પેલો આગંતુક છેલ્લું વાક્ય ભાર દઈને બોલ્યો.

બાબાના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું. તે ફાંટી આંખે એની સામે જોઈ રહ્યા.

તું સાધુના રૂપમાં એક શેતાન છે. મેં તને પહેલા કહ્યું એમ હું તારો ભાઈ છું. તારી જેમ હું પણ એક શેતાન જ છું. તારા અને મારા કર્મો સરખાં છે. ફર્ક માત્ર એટલો છે કે તું મનુષ્ય રૂપી શેતાન છે અને હું... પેલા અજનબીએ વાક્ય અધૂરું રાખ્યું અને જોર જોરથી હસવા લાગ્યો.

બાબાને પરસેવો વળી ગયો. તેણે દરવાજા તરફ નજર કરી દરવાજો બંધ હતો.

તારે શું જોઈએ છે ?” બાબા માંડ માંડ બોલી શક્યા.

મારે... મારે એક હિસાબ ચૂકતે કરવાનો છે તારી સાથે. સિંહ જયારે શિકાર પર બેઠો હોય ત્યારે શિયાળ તેનો શિકાર લેવા ક્યારેય નથી ફરકતા. સિંહની હાજરીમાં તેના શિકારને અડકવાની હિંમત કોઈ પ્રાણીમાં નથી હોતી. આજે તે મારા શિકારને હાથ લગાવવાની ભૂલ કરી છે. એટલે તારે હવે તેનો હિસાબ દેવો પડશે. તે દાંત કચકચાવીને બોલ્યો. તેની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઈ હતી.

બાબા હવે બીકના કારણે ધ્રુજી રહ્યા હતા. તેમણે પથારીમાંથી ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ તે પહેલાં સામે બેઠેલા માણસનો પંજો તેમના ગળા પર પહોંચી ચુક્યો હતો. તેઓ પહાડની પોલાદી પકડમાં આવી ગયા હતા.

તે આખી જિંદગી પિશાચી શક્તિઓને દૂર કરવાનો ઢોંગ કર્યો છે ને ? આજે હું તને દેખાડીશ કે અસલી પિશાચી શક્તિ કેવી હોય છે. તે આમ બોલીને બાબાના શરીર પર ચડી બેઠો. બાબા તેના વજન અને તેની પોતાના ગળા પરની મજબૂત પકડના કારણે તરફડવા લાગ્યા.

સાંભળ્યું છે કે મારા શિકારે તને પેટમાં છરી મારી છે. લાવ, જોવા દે તો કઈ જગ્યાએ છરી મારી છે ? જોવા દે તો... તેણે નાના બાળક જેવા ભાવ સાથે કહ્યું. બાબાને અંદાજો આવી ગયો કે હવે શું થવાનું છે. તેમણે તેની મજબૂત પકડમાંથી છૂટવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો.

બીજી જ ક્ષણે પેલા પિશાચી માણસનો હાથ બાબાના તાજા ઘા પર હતો. તેણે પોતાના લાંબા નખ વડે બાબાની ચામડી પર રહેલા તાજા ટાંકા એક જ ઝાટકે તોડી નાખ્યા. બાબાના મોઢામાંથી ચીસ નીકળી પણ ગળા પર રહેલી મજબૂત પકડના કારણે ચીસ ગળામાં જ અટકી ગઈ.

બીજી જ પળે એ પિશાચી હાથ બાબાના ઘાને પહોળો કરી રહ્યો હતો. અસહ્ય પીડાના કારણે બાબાને જોરથી ચીસો પાડવાનું મન થયું પણ તેમનું ગળું તેમને સાથ આપી શકે તેમ નહોતું. ગળા પરની વધતી ભીંસના કારણે તેમનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.

અચાનક તેમણે તેમના ઘામાંથી કઈંક, પેલા પિશાચી હાથ વડે ખેંચાતું અનુભવ્યું. જાણે તેમનું પેટ ખાલી થઇ રહ્યું હોય. તેમની બંધ થતી આંખોએ જે છેલ્લું દ્રશ્ય જોયું તે આઘાતજનક હતું. પેલા પિશાચી માણસના હાથમાં તેમનું આંતરડું હતું. તે નિર્દયતાથી તેને ખેંચી રહ્યો હતો. આ સાથે જ ભય, પીડા, આઘાત અને શ્વાસ રૂંધાવાના કારણે એ શેતાની બાબાની આંખો હંમેશા માટે મીંચાઈ ગઈ.

અજાણ્યા માણસના હાથમાં હજુ બાબાનું આંતરડું હતું. તેને ખબર હતી કે બાબાનો અંત આવી ગયો હતો. તે બાબાના શરીર પરથી ઉતરી ગયો. તેણે આંતરડું ખેંચીને બાબાની લાશના ગળામાં હારની જેમ પહેરાવી દીધું. તેણે આંતરડું મોઢામાં નાખીને થોડું ખાધું પણ ખરું. પછી તે બાથરૂમમાં જઈને પોતાના હાથ અને મોં ધોઈ આવ્યો. રૂમની બહાર નીકળતા પહેલાં તેણે એક છેલ્લી નજર બાબાના ક્ષતવિક્ષત દેહ પર નાખી. તે પોતાના કાર્યથી ખુશ હતો. તે ચુપચાપ બાબાના ચેલાઓને ખબર ન પડે તેમ રૂમની બહાર નીકળી ગયો. તેને હજુ એક બીજા દર્દીને મળવા જવાનું હતુ જે તે જ હોસ્પિટલમાં હતો.

***

સૂમસાન જંગલના રસ્તા પર એક કાર પુરપાટ વેગે શહેર તરફ જઈ રહી હતી. કારમાં બેઠેલી રિયા હજુ રડી રહી હતી. તેને પોતાની સાથે છેલ્લા ચોવીસ કલાકમાં બનેલી ઘટનાઓ પર વિશ્વાસ નહોતો આવી રહ્યો. તેની ખાસ બહેનપણીની બાબા અને તેના ચેલાઓએ શું હાલત કરી હશે એ વિચારીને તેના શરીરમાંથી કંપારી છૂટી જતી હતી. તેની મદદ કરીને લિફ્ટ આપનાર માણસ તરફ તેણે નજર કરી. તે આશરે તેની ઉંમરનો જ યુવાન હતો. તે દેખાવમાં એકદમ સામાન્ય હતો પણ તેનો શારીરિક બાંધો મજબૂત હતો. તેના મોઢા પર શાંતિ છવાયેલી હતી. તેણે પોતે પહેરેલું જેકેટ રિયાના ધ્રુજતા શરીર પર ઓઢાડ્યું હતુ. રિયા માટે તે એક દેવદૂત સમાન હતો. તે ચુપચાપ ગાડી ચલાવી રહ્યો હતો.

તમારો ખુબ ખુબ આભાર. તમે ના હોત તો મારું આ જંગલમાં કોણ જાણે શું થયું હોત. રિયા રડતાં રડતાં બોલી.

અરે, એ તો મારી ફરજ હતી. તમે તમારી ફ્રેન્ડના મર્ડર વિશે કઈંક કહી રહ્યાં હતાં. મારા મતે તમારે પોલીસ સ્ટેશને જવું જોઈએ. તમે કહેશો તો હું તમને નજીકના પોલીસ સ્ટેશને લઇ જઈશ.

હા, તમારી વાત સાચી છે. આપણે પોલીસ સ્ટેશને જ જઈએ. રિયા સ્વસ્થ થતાં બોલી.

બાય ધ વે, મારું નામ ઈશાન છે. તમારું ?”

“મારું નામ રિયા. રિયા પોતાનો પરિચય આપતાં બોલી.

થોડીવાર પછી બંને નજીકનાં પોલીસ સ્ટેશને હતાં. પછીની ઘટનાઓ ખૂબ ઝડપથી બની. પોલીસ કવિતાના મર્ડરની વાત સાંભળતાં તરત જ હરકતમાં આવી ગઈ. પોલીસ રિયાને લઈને બાબાના જંગલમાં રહેલા ઘર પર ગઈ. ત્યાં તેમને કવિતા તો ન મળી, પણ તેનાં કપડાં મળ્યા. પોલીસને ત્યાં લોહીના ડાઘ પણ મળ્યા. રિયાને વિશ્વાસ થઇ ગયો હતો કે તેની બહેનપણી હવે આ દુનિયામાં નથી. પોલીસે બે ટુકડી બનાવી. એક બાબાની શોધમાં શહેરની હોસ્પિટલોમાં તપાસ માટે ગઈ, જ્યારે બીજી જંગલમાં કવિતાની શોધખોળ કરવાના કામે લાગી.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ઈશાન રિયાની સાથે જ હતો. અંતે પોલીસે જ્યારે રિયાને ઘરે જવાની પરવાનગી આપી ત્યારે તે રિયાને ઘરે મૂકી જવા તૈયાર થયો.

ઈશાનની કારમાંથી જ્યારે રિયા પોતાના ફ્લેટ સામે તરી ત્યારે મોડી રાત થવા આવી હતી. તે થાકીને લોથ થઇ ચુકી હતી.

તમે આજે મને ન મળ્યા હોત તો ખબર નહીં મારું શું થયું હોત ? તમે સાચે જ મારા માટે આજે ઘણું કર્યું. રિયા કારમાંથી ઉતરતાં બોલી.

અરે ! માણસ માણસની મદદ ન કરે તો કોણ કરે ? એ તો મારી ફરજ હતી. આ મારું કાર્ડ રાખો. મને લાગે છે થોડા દિવસ તમારે પોલીસ સ્ટેશનના ધક્કા રહેશે. તમારે કંઈ પણ કામ હોય તો મને ફોન કરજો, હું હાજર થઇ જઈશ. તમારે થોડા આરામની જરૂર છે માટે આરામ કરો. ઈશાન પોતાનું કાર્ડ આપતાં બોલ્યો.

રિયા ફરી તેનો આભાર માનીને રવાના થઈ. ઈશાન તેને જતાં જોઈ રહ્યો. તેના ચહેરા પર એક રહસ્યમય સ્મિત હતું. તે જે કામ માટે આ શહેરમાં આવ્યો હતો તેની શરૂઆત થઇ ચૂકી હતી.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: નરેન્દ્રસિંહ રાણા